મુલાકાતી નંબર: 430,116

Ebook
ચાલો, ખડખડાટ હસીએ …..
રાજકારણ 
  • એક નેતાએ તેમના પાળેલા કુતરાનું નામ 'વચન' રાખ્યું હતું. કોઈએ આવું નામ રાખવાનું કારણ પૂછ્યું તો નેતાએ કહ્યું, 'હવે મને કોઈ એમ નહીં કહી જાય કે તમે વચન પાળતા નથી.'
પ્રાણીઓ 
  • માણસ સારો કે કુતરો? દેખાવે માણસ સારો પણ સ્વભાવે કુતરો સારો.
વાહન-બસ-ડ્રાયવર-કંડકટર
  • બસ ડ્રાયવર અને કંડકટરમાં શું ફેર? જો કંડકટરને ઊંઘ આવે તો કોઈની ટિકિટ ના ફાટે અને જો ડ્રાયવરને ઊંઘ આવે તો બધાની ટિકિટ ફાટે.
કુટુંબ - ફેમિલી  smile-01
  • ટેલિકોમ કંપનીઓ ફ્રી કોલના પ્લાન જાહેર કરે છે પણ લાંબી વાત કરવાના સંબંધો જ ક્યાં રહ્યા છે. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સુરુજી.
  • છગન તેના દીકરા લલ્લુને રોજ સવારે ઉઠાડતી વખતે ખુબ તકલીફ અનુભવતો. ઘણા પ્રયત્નો છતાં લલ્લુ ઉઠે જ નહીં. એક દિવસ લલ્લુ ઉઠતો જ ન હતો. તેની બહેન ચીકીએ ઊંઘતા લલ્લુંના કાનમાં કશું કહ્યું.લલ્લુ એક સેકન્ડમાં જાગી ગયો અને સતર્ક થઈ ગયો. આ ચમત્કાર જોઈ છગને તેની દીકરી ચીકીને પૂછ્યું કે તે શું લલ્લુના કાનમાં બોલી કે આવો ચમત્કાર સર્જાયો. ચિકિએ કહ્યું, 'હું એક જ વાક્ય બોલી કે પપ્પા તારો મોબાઈલ તપાસે છે.'
  • પપ્પા તેમના બાળકોને કહી રહ્યા હતા, 'જુઓ આ રિક્ષાવાળાની છોકરીએ CA કર્યું, બીજા રિક્ષાવાળાના છોકરાએ IPS કર્યું, પેલા રિક્ષાવાળાની છોકરીએ MBA કર્યું.' છોકરાઓએ તરત કહ્યું, 'પપ્પા તમે પણ એક રિક્ષા લઈ લો ને.'
  • દીકરો તેના પપ્પાને કહી રહ્યો હતો, 'પપ્પા, પ્લીઝ મને મ્યુઝિક સિસ્ટમ અપાવો ને..' પપ્પાએ કહ્યું, 'ના બેટા, ઘરના બધા જ લોકો તેનાથી ડિસ્ટર્બ થાય.' દીકરાએ કહ્યું, 'નહીં થાય પપ્પા, હું તમે લોકો રાત્રે સુઈ જાવ પછી જ મ્યુઝિક વગાડીશ.'
અમદાવાદી 
  • દુનિયાના કોઈ પણ ખૂણે જાવ અમદાવાદી છે તેની ઓળખ કેવી રીતે થાય? દુનિયામાં માત્ર અમદાવાદી જ થેંક યુ બોલી ને 'હોં' કહેશે.
  • મનુ : મારા કાકા પાસે સાયકલથી માંડીને હવાઈ જહાજ સુધીનું બધું જ છે. કનુ : એમ? તારા કાકા શેનો વેપાર કરે છે? મનુ : તેમને રમકડાની દુકાન છે.
  • ગ્રાહક - અમદાવાદી શાકવાળાને : કેળા કેમ આપ્યા? ૧૦૦ રૂપિયાના એક ડઝન : કઈક વ્યાજબી કરો. સારૂ ૮૦ ના આંઠ લઈ જાવ.
  • તમે જુઠ્ઠું બોલવાનું ક્યારેય બંધ નહીં કરી શકો. મનુ અમદાવાદીએ જવાબ આપ્યો, 'આ પહેલા ઘણીવાર બંધ કરી ચુક્યો છું.'
ઈશ્વર, સંસાર, જીવન  
  • વર્ષોની સાધના પછી ઈશ્વર પ્રસન્ન થયા. તેમણે ખુશ થઈને ભક્તને કહ્યું, 'માંગ, માંગે તે આપું.' ભક્તે ઈશ્વરને પૂછ્યું, 'દેવ, તમારા મતે હજારો વર્ષ એટલે શું?' ઈશ્વરે કહ્યું, 'એક મિનિટ.' ભક્તે બીજો પ્રશ્ન પૂછ્યો, 'તમારા મતે કરોડો રૂપિયાની સંપત્તિ એટલે શું?' ઈશ્વરે કહ્યું, 'એક પૈસા બરાબર.' ભક્તે કહ્યું, 'પ્રભુ, મને એક પૈસો જોઈએ છે.' ઈશ્વરે કહ્યું, 'ચોક્કસ વત્સ, એક મિનિટમાં આપું છું.'
  • કનુ : એમ થાય છે કે આ સંસારની પળોજણ અને દુનિયાની બધી જ ચિંતા છોડી હિમાલય પર જતો રહું. મનુ : તો પછી જતો રહે ને, વિચારે છે શું? કનુ : એવું સાંભળ્યું છે કે ત્યાં ઘણા વિસ્તારમાં મોબાઈલનું નેટવર્ક આવતું નથી, એટલે જતો નથી.
  • એક ભાઈ તેમના મિત્રને પૂછતા હતા, 'જીવન શું છે?' તેમના મિત્રએ સરસ જવાબ આપ્યો, 'જીવન એ મોબાઈલથી બચેલો સમય છે.'
વ્યસન 
  • દારૂથી થતા નુકસાનનું જ્ઞાન દારૂ નાં પીનારા કરતા દારૂ પીનારાને વધારે હોય છે. આથી દારૂથી થતા નુકસાન ગણાવીને કોઈનો દારૂ છોડાવી નાં શકાય. (હંસલ ભચેચ)
  • એક બાળકને આખ્ખો દિવસ મોબાઈલને જોવાની ટેવ. તેના પિતાએ કહ્યું, 'આખો દિવસ શું નેટ પર ચોંટ્યો રહે છે. જો બહારની દુનિયા કેટલી સુંદર છે. જરા તે જોવાનો તો પ્રયત્ન કર.' દીકરાએ જવાબ આપ્યો, 'પપ્પા, તેની લિંક મોકલો ને.'
  • જવાની અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે. 'જ્યારે દવા કરતા દારૂનો ખર્ચ વધારે થતો હોય ત્યારે માણસ જવાનીમાં હોય અને જ્યારે દારૂ કરતા દવાનો ખર્ચ વધુ થતો હોય ત્યારે બુઢાપો સમજવો.' ... ચન્દ્રકાન્ત બક્ષી
મહાનુભાવોના જીવનના હળવા પ્રસંગો 
  • નેલ્સન માંડેલા જ્યારે કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે એક પીટર્સ નામનાં ગોરા પ્રોફેસર એમના ઉપર બહુ દાઝ રાખતા હતા. એક દિવસ પીટર્સ ડાયનીંગ રૂમમાં ભોજન લઈ રહ્યા હતા ત્યારે નેલ્સન મંડેલા પણ ત્યાં આવ્યા અને પોતાની ડીશ લઈને પ્રોફેસરની બાજુમાં બેસી ગયા. પ્રોફેસરે કહ્યું, 'મિસ્ટર મંડેલા, તમને એટલી પણ ખબર નથી પડતી કે પક્ષીઓ અને ભૂંડ ક્યારેય એક સાથે ભોજન નથી લેતા.' નેલ્સન મંડેલાએ તરત જવાબ આપ્યો,'ડોન્ટ વરી સર, હું ઉડી જાઉં છું.' આ પ્રોફેસરે એક વાર તેમની સ્પ્લીમેન્ટરી તપાસી જ નહીં અને તેમાં લખ્યું, idiot. નેલ્સન મંડેલા તે પ્રોફેસર પાસે ગયા અને શાંતિથી તેમને કહ્યું, 'સર, આમાં તમે તમારી સહી જ કરી છે પણ ગ્રેડ આપ્યો નથી.' ક્લાસ રૂમમાં આ પ્રોફેસરે મંડેલાને એક પ્રશ્ન પૂછ્યો કે એક થેલીમાં પૈસા હોય અને એક થેલીમાં બુદ્ધિ પ્રતિભા હોય તો તું શું લે? મંડેલાએ કહ્યું કે 'પૈસા વાળી થેલી સર.' પ્રોફેસરે સમજાવ્યું કે હું હોઉં તો બુદ્ધિ પ્રતિભા વાળી થેલી લઉં. નેલ્સન મંડેલાએ જવાબ આપ્યો, 'જેની પાસે જે ના હોય તે વસ્તુ તે લે સર.'  (ચિત્રલેખા - ૧૩/૧૧/૨૦૧૭)
  • ગુજરાતી સાહિત્યના મહાન હાસ્યકાર જ્યોતિન્દ્રભાઈ દવે ખુબ ચા પિતા હતા. કોઈકે તેમને કહ્યું કે ચા ધીમું ઝેર છે. તેમનો જવાબ હતો, 'આપણને ક્યાં જવાની ઉતાવળ છે.'
  • એકવાર સંસદમાં રામવિલાસ પાસવાને કહ્યું, 'બી.જે.પી રામ કી બાતે કરતી હૈ, પર ઉનમેં કોઈ રામ નહીં હૈ. મેરે નામમે રામ હૈ.' હાજર જવાબી અટલ બિહારી બાજપાઈએ તરત જવાબ આપ્યો, 'પાસવાનજી 'હરામ' મેં ભી રામ હોતા હૈ ...'.
  • પત્રકાર નગીનદાસ સંઘવી તેમને ૯૮ વર્ષ થયા હતા ત્યારે સુરત ખાતે  રિક્ષામાં પસાર થઇ રહ્યા હતા. રસ્તામાં ભજીયાની દુકાન આવી, તે જોઇને એમણે રિક્ષા ઉભી રાખી ભજીયા મંગાવ્યા. દુકાનદારે તેમને પૂછ્યું, 'આ ઉંમરે તમને ભજીયા ખાતા રોકનાર કોઈ નથી?' નગીનદાસે જવાબ આપ્યો, 'રોકનાર બધાજ ધામમાં પહોંચી ગયા છે.'
પડોશી, મિત્રો 
  • એકવાર એકભાઈ બસસ્ટોપ પર બીજા ભાઈને કહી રહ્યા હતા, ‘મેં તમને ક્યાંક જોયા છે. તમે ફેસ બુક પર છો?’ ‘ના’, ‘તમે ટ્વીટર પર છો?’ ‘ના’, ‘તમે લીન્કેડીન પર છો?’ ‘ના’ તો તમે ગુગલ નેટવર્ક પર જરૂર હશો. ‘ના હું છેલ્લા દસ વર્ષથી તમારો નેક્સ્ટ ડોર પાડોશી છું.’
  • રમેશ તેના મિત્ર દિનેશને પોતાની તકલીફ વિશે કહેતો હતો, 'મારા પડોશમાં એક દાદી રહે છે. જ્યારે પણ કોઈના લગ્ન હોય ત્યારે તેઓ મારા ગાલ ખેંચીને કહેતા હોય છે કે હવે તારો વારો.... યાર તેઓ ભલે પ્રેમથી ગાલ ખેંચે છે પણ બહુ દુખે છે. તું આ મુશ્કેલીમાંથી છુટવાનો ઉપાય બતાવ.' દિનેશે તેના મિત્ર રમેશને કાનમાં એક ઉપાય બતાવ્યો. થોડા દિવસ બાદ રમેશ દિનેશને મળ્યો ત્યારે તેનો આભાર માનતા કહ્યું, 'તારો ઉપાય અકસીર નીવડ્યો.' દિનેશે પૂછ્યું, 'શું થયું?' રમેશે કહ્યું, 'તે કીધું હતું એમ પાડોશમાં એક વડીલ ગુજરી ગયા ત્યારે મેં તેમના ગાલ ખેંચીને કહ્યું કે હવે તમારો વારો.' બસ એ દિવસથી દાદીએ મારો ગાલ ખેંચ્યો નથી.
સંપત્તિ, પૈસો 
  • એક વાર લક્ષ્મીદેવી અને પનોતી દેવી ઝગડતા ઝગડતા ભગવાન પાસે ગયા. તેમણે ભગવાનને પૂછ્યું અમારા બન્નેમાંથી સારું કોણ લાગે છે. ભગવાને બન્નેને સંતોષ થાય તેવો સુંદર જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'પનોતી દેવી જતા હોય ત્યારે સારા લાગે છે અને લક્ષ્મી દેવી આવતા હોય ત્યારે સારા લાગે છે.'
  • નવા પરણેલા વાંચનપ્રેમી પતિએ તેની પત્નીને પૂછ્યું, 'તને કઈ બુક સૌથી વધુ ગમે.' પત્નીએ જવાબ આપ્યો, 'તમારી ચેકબુક.'
  • નસીબ ક્યારે સારું ગણાય? જો ખિસ્સામાં 'લક્ષ્મીકાન્ત' હોય તો જીવન 'પ્યારેલાલ' થવાની સંભાવના વધુ રહે.
  • બિલ ગેટ્સ અમીર કેવી રીતે બન્યા હશે? જ્ઞાન ના 'ગેટ્સ' અને વિચારોની 'વિન્ડોઝ' ખોલીને.
  • જેની પાસે વધુ રૂપિયા છે તેને "વધુ પૈસાવાળો" કહેવાય. કેવું વિચિત્ર.
શેઠ અને ભિખારી 
  • ભિખારી : અરે સાહેબ તમે પહેલા મને ૫૦ રૂ આપતા હતા. પછી ૨૦ રૂ આપવાનું શરૂ કર્યું અને હવે ફક્ત ૧૦ રૂ જ કેમ આપો છો? શેઠ : જો સાંભળ. પહેલા હું કુંવારો હતો. પછી લગ્ન થતા પત્ની અને હવે બાળક પણ છે. ભિખારી : તો સાહેબ તમે મારા હિસ્સાના પૈસામાંથી તમારા પરિવારને મઝા કરાવો છો. એમ ને..
પતિ-પત્ની 
  • પત્ની પતિને : આ કમ્પ્યુટર મારા કમાન્ડ પ્રમાણે કામ કરતું નથી. પતિ : તારી ફરિયાદ સાચી છે પણ તું એ કેમ ભૂલી જાય છે કે કમ્પ્યુટર તારો પતિ નથી.
  • પુરુષ માટે સૌથી વિકટ ઘડી પિયર જતી પત્નીને વળાવવાની હોય છે કારણકે મનમાં આનંદ ઉછાળા મારતો હોય અને મોઢા પર અંતરના ઉછાળાને દબાવીને વિરહનો ભાવ ચહેરા પર લાવવાનો હોય.
  • પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ, 'મારે એમને પૂછવું પડે.' પરણિત પુરુષો દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ, 'એટલા માટે એને શું પૂછવાનું?'
  • પત્નીએ પતિને પૂછ્યું, 'કર્મોનું ફળ એટલે શું? મને સમજાવો?' પતિએ કહ્યું, 'ધારોકે તું મને હેરાન કરે અને આપણા ઘરની કામવાળી તને હેરાન કરે તો તને કર્મોનું ફળ મળ્યું ગણાય.'
  • પત્નીએ પતિને બપોરે જમવાના સમયે કહ્યું, 'ચાલો ડીનર લઈ લઈએ.' પતિએ કહ્યું, 'બપોરના જમવાને તો લંચ કહેવાય. તને ખબર નથી?' પત્નીએ જવાબ આપ્યો, 'પણ આ ખાવાનું તો કાલે રાતનું વધેલું જ છે એટલે હું તેને ડીનર કહ્યું છું.'
  • એક પરણિત સર્જન ડોક્ટર અકસ્માત વિશે લેકચર આપતા હતા. 'લગ્ન એવો અકસ્માત છે કે જેમાં દર્દ પહેલા હળદર લગાવવામાં આવે છે.'
  • એક ભાઈ એક સંત પાસે સલાહ લઈ રહ્યા હતા. પત્ની પાસે હંમેશા સાચું જ બોલવું જોઈએ કે કોઈક વખત ખોટું બોલીએ તો ચાલે? સંતે સલાહ આપી, 'મારી વાત માનો તો બોલવું જ ના જોઈએ. તમારે પત્નીને જ બોલ બોલ કરવા દેવી જોઈએ.'
  • પ્રશ્ન : દુનિયામાં સૌથી કરુણામય સ્થિતિ કોની કહેવાય? જવાબ : કન્યા રાશિ ધરાવતી વ્યક્તિના લગ્ન ના થયા હોય તે.
  • છગન (લીલીને) : આજે શાકમાં મીઠું કેમ નથી નાખ્યું? લીલી : શાક બળી ગયું છે એટલે. છગન : એમાં મીઠું નહીં નાખવાનું ? લીલી : નાં, અમે સંસ્કારી ઘરના છીએ, ક્યારેય બળ્યા પર મીઠું ન ભભરાવીએ.
  • ઘડિયાળ અને પત્નીમાં શું ફેર છે? એક બગડે તો બંધ થઈ જાય છે અને બીજું જો બગડે તો શરૂ થઈ જાય છે.
  • એક ભાઈએ તેમના મિત્રને પ્રશ્ન પૂછ્યો, 'તમને  આરામ ક્યારે મળે છે?' 'બપોરના બે થી પાંચ', મિત્રએ જવાબ આપ્યો. એ સમયે સુઈ જાવ છો? ફરીથી ભાઈએ પ્રશ્ન પૂછ્યો. મિત્રએ જવાબ આપ્યો, 'મારી પત્ની એ સમયે સુઈ જાય છે.'
  • હસતા રહો મિત્રો, શું ખબર લગ્ન ક્યારે થઇ જાય...
  • એક સ્ત્રી ડોક્ટરને કહેતી હતી, 'મારા પતિને ઊંઘમાં બડબડાટ કરવાની ટેવ છે.' ડોકટરે કહ્યું, 'ચિંતા ના કરો બહેન, હું એક દવા આપું છું, તેનાથી બડબડાટ બંધ થઈ જશે.' સ્ત્રીએ કહ્યું, 'સાહેબ, બડબડાટ બંધ નથી કરવો પણ સ્પષ્ટ સંભળાય તેવું કઈક કરવું છે.'
  • 'મારા પતિ રાત્રે ઊંઘમાં બબડ્યા કરે છે.' એક સ્ત્રીએ ડોક્ટરને ફરિયાદ કરી. ડોકટરે સલાહ આપી, 'તેમને દિવસે બોલવાની તક આપો તો રાત્રે પડતી તકલીફ આપોઆપ બંધ થઈ જશે.'
  • પત્નીએ પતિને કહ્યું, 'મારે તમારી સાથે વાત નથી કરવી.' પતિ : સારું. પત્ની : તમને મારા આવા નિર્ણય પાછળનું કારણ જાણવામાં રસ નથી? પતિ : ના. પત્ની : કેમ? પતિ : 'હું તારા નિર્ણયનું માન રાખું છું.
  • મગન તેના મિત્ર છગનને વાત કરતો હતો. 'મારી અને મારી ગર્લફ્રેન્ડના લગ્ન નક્કી થયા છે.' છગન બોલ્યો, ' આ તો ગુડ ન્યુઝ કહેવાય, ક્યારે છે લગ્ન?' મગને જવાબ આપ્યો, ' મારા લગ્ન ચોથી એપ્રિલે છે અને એના લગ્ન ચૌદ એપ્રિલે.'
  • જનરલ નોલેજના લેકચર પછી પ્રોફેસરે વિધાર્થીઓને જનરલ નોલેજને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછવાનો કહ્યો. એક છોકરીએ પ્રોફેસરને પૂછ્યું કે, 'એવા એક સાધનનું નામ આપો કે જેનાથી કોઈ એક વસ્તુ ગોળ થાય અને કોઈ એક વસ્તુ સીધી થાય?' ઘણા પ્રયત્નો પછી પણ પ્રોફેસર જવાબ ના આપી શક્યા. તેમણે તે છોકરીને જવાબ પૂછ્યો. છોકરીએ કહ્યું, 'વેલણ'. પ્રોફેસરે કહ્યું, 'કેવી રીતે?' છોકરીએ જવાબ આપ્યો, 'વેલણથી રોટલી ગોળ થાય જ્યારે પતિ સીધા થાય' પ્રોફેસર બેભાન જેવા થઈ ગયા.
  • આદર્શ પત્ની કોને કહેવાય? જે પોતાના પતિને ઘરકામમાં મદદ કરે તેને.
  • પતિ અને પત્ની એકબીજાને સાચો પ્રેમ કરે છે તે કેવી રીતે ખબર પડે? જો કોઈ પણ બીજા પાસે તેના મોબાઈલનો પાસવર્ડ માંગે અને પતિ કે પત્ની એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાનો પાસવર્ડ આપી દે તો તેઓ એકબીજાને સાચો પ્રેમ કરે છે તેમ કહેવાય.
  • એક વખત અટલ બિહારી બાજપાઈને કોઈકે પૂછ્યું હતું, 'કુંવારા રહેવાનો મોટો ફાયદો શું?' બાજપાઈએ જવાબ આપ્યો, 'પલંગની બંને બાજુથી ઉતરાય.'
  • તમારું લગ્નજીવન કેમ ચાલે છે? કાશ્મીર જેવું? સમજણ ના પડી. સુંદરતા ભારોભાર છે, પણ આતંકવાદ પણ એટલો જ છે.
  • દીકરી એટલે વ્હાલનો દરિયો તો જમાઈ એટલે - મજબુરીનું ખાબોચિયું (અશોક દવે)
શબ્દનો ફેરફાર
  • વિદેશથી ઘણા વર્ષે ભારત આવતો દેશી તેનું વિમાન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થતું હતું ત્યાં જ ખુશીનો માર્યો જોરશોરથી વિમાનમાં જ બુમ પાડવા લાગ્યો કે 'Bombay....Bombay.' એરહોસ્ટેસે તેને વિનંતિ કરી કે 'Be silent' (શાંત પડો). દેશીએ કહ્યું કે, 'ઓકે ..ઓમ્બે ઓમ્બે.
  • નવરાત્રી પૂરી થઇ અને તરત જ ગણિતની પરીક્ષા હતી. પેપર હાથમાં આવ્યુંને જ મનુએ પરીક્ષાખંડમાં જ ગરબા શરુ કરી દીધા. પરીક્ષકે મનુને કહ્યું કે આ પરીક્ષા છે કોઈ ગરબાનો કાર્યકમ નથી. મનુએ પરીક્ષકને પેપર બતાવીને કહ્યું કે આમાં સ્પષ્ટ લખ્યું છે કે દરેક સ્ટેપના માર્ક્સ મળશે એટલે જ. બાકી મને પણ અહીં ગરબા ગાવાનો કોઈ શોખ નથી.
  • અરે મામા આપણા ગામનું એકનું એક ATM બંધ થઈ ગયું છે. મામા એ કહ્યું કે એ લોકોએ લખેલી સુચનાનું પાલન બરાબર કરીએ તો પણ મશીન બગડે તેમાં આપણો શું વાંક? તારી મામી પૈસા કાઢવા ગઈ હતી તેણે વાંચ્યું કે એન્ટર યોર પીન. એટલે તારી મામીએ તેના માથાની પીન કાઢી તેમાં નાખી કે તરત મશીન બગડી ગયું.બોલ આમાં કોઈ આપણો વાંક?
  • એક મેનેજર ગ્રાહકોને સમજાવતા હતા, 'અમારી બેંક કોઈ પણ જાતના ઇન્ટરેસ્ટ વિના લોન આપે છે.' એક ગ્રાહકે મેનેજરને સલાહ આપી,'જો લોન દેવામાં કોઈ ઇન્ટરેસ્ટ ના હોય તો સમજાવવાની નાહકની મહેનત શા માટે કરો છો?'
  • શિક્ષકે મનુને પૂછ્યું,'વસંતે મને મુક્કો માર્યો.' એ વાક્યનું અંગ્રેજીમાં અનુવાદ કર. મનુએ કહ્યું, 'વસંત પંચમી.'
  • એક છોકરો : ઠંડીમાં ન્હાવા માટે જીગર જોઈએ. બીજો છોકરો : તારી ભૂલ થાય છે, જીગર નહીં પણ ગીઝર જોઈએ.
  • કેશિયર અને જ્યોતિષ બંનેમાં સામ્ય શું છે? - જવાબ - બંને રાશિ જોઇને જ આગળ વાત કરે છે.
  • મગન અને તેના પપ્પા સૂડી, ચપ્પાવાળાની દુકાને પહોંચ્યા. મગને દુકાનના માલિકને કહ્યું, 'આધારકાર્ડ'. તેના માલિકને નવાઈ લાગી કે દુકાનને અને આધારકાર્ડને શું મતલબ? મગનના પપ્પાએ દુકાનના માલિકને સમજાવ્યું કે મારો દીકરો કહે છે કે 'આ ધાર કાઢ'.
  • ૨૦૧૬ માં પંજાબની એક કોલેજના પટાવાળા લછમનસિંહ પોતાનું ઇન્કમટેક્ષ રિટર્ન ઓનલાઈન ફાઈલ કરવા ગયા તો ખબર પડી કે રિટર્ન ફાઈલ થઇ ગયું છે. પોતાની ડીજીટલ સિગ્નેચર વિના રિટર્ન ફાઈલ કેમનું થાય ? અને કોણે કર્યું ? તે તપાસ કરવા તેઓ ઇન્કમટેક્ષ ઓફિસમાં ગયા તો જે જાણવા મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું. પંજાબની કોલેજના પટાવાળા લછમનસિંહ ના પિતાનું નામ રામસિંહ. ઉત્તરાખંડના સેનાના જવાન લક્ષ્મણસિંહના પિતાનું નામ પણ રામસિંહ. બંનેની સરખી જન્મ તારીખ. લછમનસિંહને ૨૦૦૩ માં અને લક્ષ્મણસિંહને ૨૦૦૬ માં ઇન્કમટેક્ષ વિભાગે પાનકાર્ડ ઇસ્યુ કર્યા. છેલ્લા ૧૦ વર્ષથી બંને જણા એક જ યુનિક આઇડેન્ટિટી નંબર પર રિટર્ન ફાઈલ કરતા હતા. પણ આવકવેરા વિભાગની ભૂલ દાયકા પછી ખબર પડી. લછમન અને લક્ષ્મણ થોડા ફેરફારમાં કેવી મોટી ભૂલ થઈ શકે છે.
  • જેવા ઘડીયાળમાં બાર અને પાંચ વાગ્યા કે ગણિતના ચાલુ પિરિયડમાં ક્લાસમાં શાંત બેઠેલા બધા વિધાર્થીઓ બહાર ભાગવા લાગ્યા. અચાનક ક્લાસરૂમમાંથી બહાર ભાગીને આવતા વિધાર્થીઓને જોઇને પ્રિન્સિપાલને પણ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, અચાનક તમે બધા કેમ ક્લાસમાંથી બહાર ભાગો છો?  વિધાર્થીઓએ જવાબ આપ્યો કે ટીચરે જ અમને કહ્યું કે, 'બારને પાંચે ભાગો'
  • શિક્ષકે વિધાર્થીને પૂછ્યું, 'સાયક્લોન એટલે શું?' વિધાર્થીએ જવાબ આપ્યો, 'સાયકલ માટે લીધેલી લોન.'
  • કેવો ગજબનો શબ્દ છે. 'સોરી' જો માણસ બોલે તો ઝગડો પૂરો. જો ડોક્ટર બોલે તો માણસ પૂરો.
  • ગાયનેક ડોક્ટર, ક્રિકેટનો બોલર અને કુરિયર કંપનીના માણસ વચ્ચે શું કોમન છે? આ ત્રણેયએ "ડીલીવરી" ખુબ જ ધ્યાન રાખી ને કરાવવી પડે છે.
  • વિમાનમાં એક દક્ષિણ આફ્રિકન અને એક ભારતીય બાજુ બાજુમાં બેઠા હતા. બંને વાતોએ વળગ્યા. ભારતીયે પૂછ્યું, 'તમને આઝાદી અપાવનાર કોણ હતા?' દક્ષિણ આફ્રિકને જવાબ આપ્યો, 'અમારે ત્યાં નેલ્સન મંડેલા. તમારે ત્યાં?' ભારતીયે જવાબ આપ્યો, 'અમારે ત્યાં ગાંધી મંડેલા.'
  • Which is faster - heat or cold? heat, because you can catch a cold.
  • What occurs once in a minute, twice in a moment and never in one thousand years? The letter 'M'.
  • What has four eyes but can't see? 'Mississippi.'
  • If I have it, I don't share it. If I share it, I don't have it. what is it? A secret.
  • ખાણીપીણીવાળાઓ લખે છે કે, 'લગ્ન' તેમ જ 'શુભ પ્રસંગે'. એ લોકો કદાચ 'લગ્ન'ને શુભ પ્રસંગ નથી ગણતા.
  • તમે શું કામ ધંધો કરો છો? જવાબ : CA. વાહ ચાર્ટડ એકાઉન્ટઅન્ટ.  ના : કમ્પ્લીટ આરામ.
  • શિક્ષક વિધાર્થીઓને પૂછી રહ્યા હતા, 'મુંબઈ mombai નામ કેવી રીતે પડ્યું હશે?' કનુએ જવાબ આપ્યો તે સાંભળી શિક્ષક બેભાન થઈ ગયા. કનુએ કહ્યું, 'MUMBAAI માં અંગ્રેજી જાણકાર, ગુજરાતી જાણકાર અને મરાઠી એમ ત્રણ પ્રકારની પ્રજા રહે છે.' શિક્ષકે કહ્યું, 'તેમાં અને નામને શું લાગે વળગે?' કનુએ કહ્યું, 'MOM શબ્દ અંગ્રેજી જાણકાર બાળકો માતા માટે બોલે છે. ગુજરાતી બાળકો માતાને BAA કહે છે. મરાઠી બાળકો માતાને I આઈ કહે છે. ત્રણેને ભેગા કરીએ તો MOM+BAA+I = મુંબઈ થાય.'
  • શિક્ષકે મનુને પૂછ્યું, 'હોટ'નો સ્પેલિંગ કહે. મનુનું ધ્યાન નીચે એક ચોટલીવાળા કાકા પર હતું. તેણે ચોટલીવાળા કાકાને બુમ મારી, 'એ ચોટી' ટીચર મનુના જવાબ પર ખુશ થઈ ગયા. સાચો જવાબ મનુ.
  • ટીચરે મનુને પૂછ્યું, 'કાલે તું સ્કુલે કેમ નહોતો આવ્યો?' મનુએ કહ્યું, 'ટીચર અમારા ઘર પાસે હનુમાન ગ્રાન્ડપ્પાનું ટેમ્પલ છે ત્યાં બ્યુટીફૂલ ટ્રેજડી થઈ.' ટીચર કન્ફયુઝ થઈ ગયા. તેમણે કહ્યું, 'બ્યુટીફૂલ ટ્રેજડી' એટલે શું? મનુએ કહ્યું, 'સુંદરકાંડ'. ટીચર ગદા લઈ મનુને મારવા દોડ્યા.
  • એક ઓવરમાં કેટલા બોલ નખાય છે? જવાબ : એક. બોલ તો એક જ હોય છે પણ તે છ વખત નખાય છે.
વુમન પાવર 
  • એક વખત મી.ઓબામાં અને તેમના પત્ની મિશેલ એક રેસ્ટોરાંમાં ડીનર માટે ગયા હતા. ત્યાના એક વેઈટરે આવીને મિશેલને કહ્યું, 'ભૂતકાળમાં હું તમને ચાહતો હતો અને તમારી સાથે લગ્ન કરવા માંગતો હતો.' આ સાંભળી મી.ઓબામાં મનમાં મલકાતા બોલ્યા, 'મિશેલ જો તારા લગ્ન આ વ્યક્તિ સાથે થયા હોત તો તમે એક વેઈટરના પત્ની હોત.' ત્યારે મિશેલે ખુબ શાંતિ પૂર્વક જવાબ આપ્યો, 'ના, મારા લગ્ન આ વ્યક્તિ સાથે થયા હોત તો એ અમેરિકાના પ્રેસિડેન્ટ થયા હોત.'  (વોટ્સઅપના વાંચનમાંથી)
  • જૂની કહેવત : સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. આજના જમાનાની સાચી હકીકત : સ્ત્રીની બુદ્ધિ સામે પુરુષોએ પણ પાછી પાની કરવી પડે છે.
  • एक बहुत ही पहुंचे हुए संत थे,,ध्यान ,साधना के जानकार, हमेशा मुस्कुराते रहते थे,,आने वाले शिष्य उलटा, सीधा कुछ भी पूछें हमेशा हंस कर जबाब देते थे,,गुस्सा तो कभी आता ही नहीं था।।उनकी ख्याति दूर दूर तक थी। एक बार एक पत्रकार ने उनका इंटरव्यू लेते हुए पूछा,,,? बाबा, आप के गुरु कौन हैं? आपने ये ध्यान, साधना की शिक्षा कहां से ली। संत ने उस पत्रकार की और प्रेम से देखा,, निःश्वाश छोड़ते हुए, कहा "" बेटा, मैने, 20 साल, साड़ी के शोरूम पर काम किया है।""
  • કોઈ પણ વાત નો ઝડપથી ફેલાવો કઈ રીતે થાય? જવાબ tel i phone, tel e vision, અને tel a woman.
લેખક અને વાચક 
  • સ્વ. તારક મહેતા ૮૦ વર્ષ વટાવેલી ઉંમરે મળ્યા. મેં તેમને કહ્યું, 'હું તમને નાનો હતો ત્યારથી વાંચું છું.' તેમણે સ્નેહસભર મારા ખભા ઉપર હાથ મુકીને કહ્યું, 'હું તમને મોટો થયો ત્યારથી વાંચું છું.'
  • એક વાચકે પ્રશ્ન પૂછ્યો, 'જીવનમાં ઘણા સંબંધો હોવા છતાં એક અંગત મિત્ર હોવો કેમ જરૂરી છે?' લેખકે જવાબ આપ્યો, 'વાતાવરણમાં અનેક પ્રકારના વાયુ હોવા છતાં ઓક્સિજન કેમ જરૂરી છે?'
  • એક લેખકે પ્રકાશકને પૂછ્યું, 'મારું પુસ્તક ખુબ વેચાય તે માટે તમે શું કરશો?' પ્રકાશકે કહ્યું, 'અમે પુસ્તકનો જોરદાર વિરોધ કરીશું.'
બોસ અને કર્મચારી
  • ઈન્ટરવ્યુમાં બોસે ઉમેદવારને પૂછ્યું, 'એવું તમારામાં શું છે કે આ સર્વિસ માટે હું તમને જ પસંદ કરું?' ઉમેદવારે બહુ સુંદર જવાબ આપ્યો, 'નથી મને સન્માનનો મોહ કે નથી મને અપમાનનો ભય.'
  • કામ હંમેશા એવું કરો કે, બીજીવાર કોઈ કામ સોંપે જ નહીં.
  • બોસ પોતાની ઓફિસમાં એક માણસની જરૂર હતી તેના માટે ઈન્ટરવ્યું લઈ રહ્યા હતા. તેમણે ઈન્ટરવ્યું આપી રહેલા કનુને કહ્યું, 'અમારે આ જોબ માટે કોઈ રિસ્પોન્સીબલ માણસની જરૂર છે.' કનુએ કહ્યું, 'તો તો આ જગ્યા માટે મારાથી વધુ લાયક કોઈ ઉમેદવાર નહીં મળે કારણકે જ્યારે જ્યારે હું જૂની જગ્યાએ જ્યાં કામ કરતો હતો ત્યાં કોઈ તકલીફ ઉભી થાય તો મને જ કાયમ કહેવામાં આવતું કે આ પ્રોબ્લેમને માટે તું જ રિસ્પોન્સીબલ છે.'
  • એક સરકસમાં એક કાકાને સર્વિસ પર રાખ્યા હતા. શરત હતી કે તેમણે દરેક શો માં ૫૦ રોટલી ખાઈને બતાવવાનું. પહેલા જ દિવસે પ્રથમ શો માં કાકાએ ૫૦ રોટલી ખાઈ લીધી. બીજા અને ત્રીજા શો માં પણ ૫૦ રોટલી ખાઈ લીધી. તેમના સાહસને લોકોએ ખુબ વધાવ્યું. ચોથા શો વખતે કાકા ગુમ થઇ ગયા. દેખાયા જ નહીં એટલે કોઈ તેમને ઘરે શોધવા ગયું. કાકા ઘરે રોટલી ખાતા હતા. આવનારને કહ્યું, 'તમે ખરા છો, આખો દિવસ કામ જ કરાયા કરો છો. ઘરે જમવાનો પણ સમય આપતા જ નથી.'
શિક્ષક અને વિધાર્થી 
  • બારીની બહાર પાનની પિચકારી મારી બાંયથી મ્હો લુછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, 'છોકરાઓ, જીવનમાં ખોટી ટેવોથી હંમેશા દુર રહેવું જોઈએ.
  • એક બાળક તેના પિતાને કહી રહ્યો હતો, 'કાલથી આપણે ખુબ પૈસાદાર થઈ જઈશું.' પિતાએ આનંદ અને આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે પૂછ્યું, 'કેવી રીતે?' બાળકે જવાબ આપ્યો, 'કાલે મારા ગણિતના શિક્ષક પૈસામાંથી રૂપિયા કેવી રીતે ફેરવાય તે શીખવવાના છે.'
  • ભોલુએ એની મમ્મીને પૂછ્યું, 'મમ્મી હું ટીવી જોતા જોતા મારૂ ભણવાનું વાંચી શકું છું?' મમ્મીએ જવાબ આપ્યો, 'હા વાંચ, પણ ટીવી ઓન કરીશ નહીં.'
  • એક શિક્ષકે વિધાર્થીઓને પૂછ્યું કે બે મહાન રાજાઓના નામ આપો? એક વિધાર્થીએ જવાબ આપ્યો, 'સ્મો-કિંગ અને ડ્રીન-કિંગ.' શિક્ષક બેભાન થઇ ગયા.
  • એક નવા શિક્ષકે બોર્ડ પર લખ્યું, 'ધીરજના ફળ મીઠા હોય છે.' અને પછી તે કોઈ કામ અર્થે ક્લાસની બહાર ગયા. પાછા આવીને તેમણે જોયું તો કોઈ તોફાનીએ 'મીઠા' શબ્દ ચેકીને 'ખાટા' લખ્યું હતું. શિક્ષકે આ કામ કોણે કર્યું? શિક્ષકે છોકરાઓને ખુબ ધમકાવ્યા. છેવટે એક છોકરાએ હિંમતથી શિક્ષકને કહ્યું, 'તમે ધીરજ રાખી?'
  • પપ્પા : જો બેટા, શાળામાં તને જે ભણાવે તે બરાબર ભણી યાદ રાખવાનું. ટીચર જે બોલે તે બોલવાનું. છોકરો બીજા દિવસે ઘરમાં આવીને : ચુપ થા, ચુપ થા, શાંતિ રાખ. પપ્પા સમજી ગયા.....
  • લલ્લુને તેના પિતાએ તેનું રિપોર્ટ કાર્ડ બતાવવા કહ્યું. લલ્લુએ કહ્યું, 'મારો મિત્ર તેના ઘરે લઈ ગયો છે.' લલ્લુના પિતાએ કહ્યું, 'કેમ?' લલ્લુએ જવાબ આપ્યો, 'તેના મમ્મી-પપ્પાને ડરાવવા માટે.'
  • લાલો તેના પપ્પાને કહી રહ્યો હતો, 'પપ્પા તમે કાલે સ્કુલમાં આવશો? નાનું ગેટ ટુ ગેધર છે.' પપ્પાને રસ પડ્યો. તેમણે લાલાને પૂછ્યું, 'કેટલા લોકો આ નાના ગેટ ટુ ગેધર માં આવશે?' લાલાએ કહ્યું, 'પપ્પા, ખાસ વધુ લોકો નથી, હું, તમે અને પ્રિન્સિપાલ એમ ત્રણ જણા જ હોઈશું.'
  • શિક્ષકે કનુને પૂછ્યું, 'તું શું લખે છે?' કનુએ જવાબ આપ્યો, 'મારા મિત્ર મનુને પત્ર લખું છું.' પણ તને ક્યાં લખતા આવડે છે? શિક્ષકે ફરીથી કનુને પૂછ્યું. કનુએ જવાબ આપ્યો, 'મનુને વાંચતા નથી આવડતું.'
  • વિધાર્થી શિક્ષકને પૂછી રહ્યો હતો : જો મેં કઈ ના કર્યું હોય તો પણ તમે મને સજા કરો? શિક્ષકે જવાબ આપ્યો : ના, ક્યારેય નહીં, જો તે કશું કર્યું જ ના હોય તો સજા કેવી? વિધાર્થી એ શિક્ષકને જવાબ આપ્યો : મેં ઘરકામ નથી કર્યું.
  • એક ભાઈ તેના દીકરાને વઢી રહ્યા હતા. 'બાજુવાળા પડોશીનો દીકરો હંમેશા તારાથી ભણવામાં તો આગળ રહે જ છે. હંમેશા ભણવામાં તેનો A + ગ્રેડ આવે છે અને તારો માંડ માંડ B+ આવે છે. આજે તારી સ્કુલમાં બ્લડગ્રુપનું ચેકિંગ થયું તેમાં પણ તે B+ મેળવ્યો અને તેનો A+ ગ્રુપ આવ્યું. શરમ નથી આવતી?'
  • શિક્ષક વિધાર્થીઓને કહી રહ્યા હતા કે અમારા સમયમાં તો અમે ટાયર અને ટ્યુબથી રમતા તો એટલી મઝા આવતી. એક વિધાર્થીએ તરત કહ્યું, 'અમે પણ અત્યારે યુ ટ્યુબથી જ રમીએ છીએ.'
  • શિક્ષકે મનુને પૂછ્યું, 'તને સ્કુલે આવવાનું ગમશે?' મનુએ કહ્યું, 'હા, મને આવવાનું પણ ગમશે, જવાનું પણ ગમશે, ખાલી સ્કુલમાં બેસવાનું જ નહીં ગમે.'
  • શિક્ષકે પૂછ્યું 'અપડેટ' રહેવાથી શું ફાયદો? વિધાર્થી : 'અપસેટ' ના થવાય.
ડોક્ટર અને દર્દી 
  • દર્દી : સાહેબ તમે જે દવા લખીને આપી એ તો આખા ગુજરાતમાં ક્યાંય નથી મળતી. ડોક્ટર : અરે ડોબા .. એ તો હું પેન બરાબર ચાલે છે કે નહીં તે જોતો હતો.
  • એક માતાપિતા તેમના બાળકને ખવડાવતી વખતે બાળકને દબાણથી કેમ નાં ખવડાવાય તે ડોક્ટર પાસે સમજી રહ્યા હતા. બાળકના પિતાએ ડોક્ટરને પૂછ્યું, ‘બાળકને દબાણથી ખવડાવીએ તો શું થાય?’ ડોકટરે જવાબ આપ્યો, ‘બાળકને ઉલટીઓ થાય, ખોરાક પ્રત્યે અરુચિ થાય, તે જાતે જમતા નાં શીખે અને લાંબા ગાળે ગુસ્સાવાળું અને ચીડચીડિયું બને.’ તરત જ બાળકની મમ્મીએ કહ્યું, ‘મારે મારા સાસુને પૂછવું પડશે કે તમે તમારા દીકરો નાનો હતો ત્યારે તેને બળજબરીથી કેમ ખવડાવ્યું?’
  • એક સર્જન દર્દીને કહી રહ્યા હતા : હવે હું તમને લોકલ એનેસ્થેસિયા આપું છું. દર્દીએ ડોક્ટરને કહ્યું : સાહેબ બ્રાન્ડેડ આપોને.
  • એક ડોકટરે એક માજીને પૂછ્યું, 'જમાઈ છે?' માજીએ જવાબ આપ્યો, 'ત્રણ દીકરીઓ અને ત્રણ જમાઈ છે પણ એક પણ કામના નથી.' ડોકટરે કહ્યું, 'હું એમ પુછુ છું કે જમાય છે?' (ખવાય છે?)
  • એક ડોકટરે દર્દીને કહ્યું, 'રોજ થોડું લોન ઉપર ચાલો તો તબિયત સારી રહેશે.' દર્દીએ કહ્યું, 'આખુ ઘર લોન ઉપર જ ચાલે છે.'
  • અમુક લોકો આયુર્વેદિક હોય છે. ઈમરજન્સીમાં કામ લાગે જ નહીં.
  • એક પ્રેગ્નન્ટ બહેન તેમના ગાયનેક ડોક્ટરને કહી રહ્યા હતા, 'મારે સંતાનમાં બેબી જ જોઈએ છે.' ગાયનેક ડોકટરે કહ્યું, 'સારું રોજ એક propranolol ની ગોળી લો. ચોક્કસ તમને બેબી આવશે.' બહેને પૂછ્યું, 'એવું કેવી રીતે?' ડોકટરે જવાબ આપ્યો, 'propranolol 'beta' બ્લોકર દવા છે.'
  • ડોક્ટર અને દરજીમાં શું સામ્ય? જવાબ : બન્નેએ નાડીનું ધ્યાન રાખવું પડે છે.
  • દવા અને દુઆ માં શું ફેર? દવામાં બિલ હોય અને દુઆમાં દિલ હોય.

2 ટિપ્પણીઓ

  1. લેખકpradip dave

    on April 13, 2020 at 1:12 pm - Reply

    All are excellent statement

Leave a Reply to pradip dave જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો