મુલાકાતી નંબર: 430,127

Ebook
નવજાત શિશુ ખુબ રડતું હોય તો તેના કારણો અને નિવારણ
નવજાત શિશુની ભાષા જ રૂદન હોય છે. પહેલું બાળક ઘરમાં જન્મે અથવા જે ઘરમાં વડીલો નાં હોય ત્યાં માતાપિતાને નવજાતશિશુની રડવાની તકલીફને કારણે ઘણી મૂંઝવણ હોય છે. નવજાતશિશુના રડવાના સામાન્ય ચાર કારણોમાં ભૂખ, ગેસ(ચૂંક અથવા કોલીક), નાક બંધ થવું અને કોઈ ઇન્ફેકશનને ગણી શકાય. ભૂખ અથવા હંગર ક્રાયતો દર બે થી અઢી કલાકે થવાની. નવજાત બાળક ભૂખ્યું થયું છે તેની જાણ માતાને તેના રડવાના અવાજથી તરત થઇ જાય છે. રડતા પહેલા બાળક થોડું હલન-ચલન વધુ કરે છે. ઘણીવાર તેના હાવભાવથી પણ માતાને ભૂખની જાણ કરે છે. જેવું માતા બ્રેસ્ટફીડીંગ આપવાનું શરુ કરે કે તરત હંગર ક્રાયનું રૂદન બંધ થઇ જાય છે. બાળક પણ જાણે માતા પોતાને ખોળામાં લે તેની રાહ જોઇને જ બેઠું હોય છે. તેને ફીડીંગ લીધા પછી સંતોષ થતો હોય છે. ફીડીંગ આપી થોડું થાબડી તેને સુવાડો તો તે તુરંત સુઈ જાય છે. ગેસ અથવા કોલીક નવજાતશિશુનું રડવાનું બીજું સામાન્ય કારણ છે. માતાની ફીડીંગ આપવાની સ્થિતિ બરાબર નાં હોય, નવજાતશિશું બોટલથી દૂધ પીતું હોય, તેનું નાક બંધ હોય અને તેણે ફીડીંગ લીધું હોય તેમજ ફીડીંગ આપી તેને ખભે રાખ્યા વિના કે ઓડકાર આવ્યા વિના તરત સુવાડી દીધું હોય તેવા સંજોગોમાં તેને કોલીક કે ગેસ થવાની સંભાવના વધુ રહે છે. માતાપિતા ઘણીવાર કહે કે અમારું બાળક દિવસના વીસ કલાક શાંત રહે છે પણ સાંજે ચાર કલાક રડે છે. ઘણાને આ તકલીફ રાત્રે હોય છે. ચૂંકનું રડવાનું દિવસના કોઈ ચોક્કસ સમયે વધુ હોય છે. દિવસના બાકીના કલાક શાંત જતા હોય છે. આમ જો બાળક વીસ કલાક શાંત અને કોઈ પણ ચાર કલાક થોડું અસ્વસ્થ રહે તો ચિંતા નાં કરવી. આખો દિવસ સારો જ ગણવો. તેને ધાવણ આપી થોડું થાબડીને તેમજ ડોક્ટર પાસે ધાવણ આપવાની સચોટ સ્થિતિ સમજીને આ સમસ્યા દુર કરી શકાય છે. બાળક જેમ જેમ મોટું થશે અને તેના પેટની સાઈઝ વધશે તેમજ તે થોડું ઊંધું-ચત્તું અને પડખા ફેરવતા શીખશે એટલે આપોઆપ આ તકલીફ દુર થઇ જશે. શરદીને લીધે નાક બંધ હોય ત્યારે બાળક બંધ નાકે પુરતું ધાવણ લઈ શકતું નથી. તે ધાવણ લેવાનું શરુ કરે છે પણ તેને શ્વાસ લેવાનો રસ્તો પુરતો નહીં મળવાને કારણે તે ધાવણ લેવાનું છોડી દે છે અને રડ્યા કરે છે. બાળકના ડોક્ટરને મળીને મીઠા અને પાણીના સંયોજનવાળા સલાઈનના ટીપાથી નાક ખુલશે અને તે સારી રીતે ધાવણ લઈ શકશે. તેને કોઈ પણ ઇન્ફેકશન કે ચેપ હોય તો તેમાં પણ તે ધાવણ લેવાનું છોડી દે છે અને રડ્યા કરે છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો