મુલાકાતી નંબર: 430,020

Ebook
પિતાને સંતાનમાં રસ લેતા કેવી રીતે કરવા?
c3bf88dfaa6ffc83c88a6eba33b3a7c6_l         પિતાને બાળકોમાં રસ લેતા કેવી રીતે કરવા? ઘણીવાર માતાની મીઠી ફરિયાદ હોય છે કે તેમના બાળકો માટે તેમના પતિને ટાઈમ જ નથી મળતો. પિતા માટે ઘણી વખત બને કે વ્યવસાયિક રીતે વ્યસ્ત હોય તો સતત ટાઈમ આપવો શક્ય ન બને પણ ઘણા કિસ્સામાં ટાઈમ હોય તો પણ ઘણા પિતા છાપું વાંચવું કે મોબાઈલમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે પણ બાળકો માટે સમય આપતા નથી તેવું ન થવું જોઈએ. પિતા બાળકોમાં રસ લેતા થાય તે માટેના થોડા સૂચનો. * બાળક જન્મે ત્યારથી જ નાનામોટા કામની જવાબદારી આપવી : બાળક જન્મે ત્યારે પિતાને ઘણો ઉત્સાહ હોય તે જ વખતે તેમને નાનામોટા કામ આપવા. પિતાને ગમશે પણ ખરું. રજાનો દિવસ હોય ત્યારે બાળકોને નવડાવવા, તેમની સાથે રમવું અથવા બહાર લઈ જવા જેવા કામ નાનપણથી જ ચાલુ રહે તો પિતા અને બાળકો એમ બન્ને પક્ષે ગમશે. * કોઈ પણ એક વિષય ભણાવવો : એક વિષય ભણાવવાથી પિતા સમજી શકશે કે ઘરના કામની જવાબદારી સાથે બાળકોને ભણાવવા તે તેમની પત્ની (બાળકોની માતા) માટે કેટલું કપરું કામ છે. ઘણીવાર વર્ગ શિક્ષક અથવા ટ્યુશન ટીચર સમજાવે તેનાથી સારી રીતે પિતા તેમના બાળકોને ઉદાહરણ આપીને અમુક વિષય વધુ સારી રીતે સમજાવી શકશે. * તેના ભણવાની અને ઈતર પ્રવૃત્તિની વાતો કરીને : માતાએ થોડા થોડા સમયે બાળકના ભણવામાં અને રમતગમત કે અન્ય ઈતર પ્રવૃત્તિની વાત કરી માહિતી આપતા રહેવું જોઈએ. ‘ક્યારેક તેમના શિક્ષક કે કોચને મળવા તમે જશો તો  ઘણો ફર્ક પડશે’ તેમ જણાવી બાળકોના પિતાને થોડી જવાબદારી આપતા રહેવું જોઈએ. * હકારાત્મક વાક્યોનો પ્રયોગ : ‘તે તમારું જ માનશે’, ‘આ વાત તમારા કરતા અન્ય કોઈ વ્યક્તિ સારી રીતે તેને સમજાવી નહીં શકે’,’તમે આટલું ધ્યાન આપ્યું એટલે જ આપણું બાળક આ તબક્કે પહોંચી શક્યું છે.’ જેવા હકારાત્મક વાક્યોનો પ્રયોગ માતા કરે તો પિતા પોતાના બાળકો માટે ચોક્કસ સમય કાઢશે. * પ્રોજેક્ટ જેવા કામોમાં મદદ : સ્કુલમાં આપેલ અમુક પ્રોજેક્ટ કામમાં પિતા મદદ કરી શકે. પિતાએ આપેલ સમય માટે ખુબ સારી રીતે તેમને એપ્રિશીયેટ કરી વધુને વધુ રસ લેતા કરી શકાય. એક માતાએ સુંદર સૂચન કર્યું હતું કે હું મારા બાળકોની વાત અથવા કોઈ પણ કામ સવારે જ મારા પતિને કરું તો મોટાભાગે તે શાંતિથી સાંભળતા અને બાળકોને ખુબ મદદ કરતા. રાત્રે અથવા ઓફિસેથી પાછા ફરે ત્યારે કામનું ભારણ હોય ત્યારે વાત ન કરવી. * પિતા શું કરી શકે છે?: પોતાના ઘરની નાનીમોટી જવાબદારીઓમાં પત્નીને મદદ કરી શકે છે. ભવિષ્યમાં બાળકને ભણવા માટે અને કારકિર્દી ઘડતી વખતે જરુરી ફાયનાન્સિયલ પ્લાનિંગ કરી શકે છે. બહારની દુનિયા, દેશ-વિદેશ, સમાજ અને સંસ્કૃતિની વાતો કરી બાળકનું વ્યક્તિત્વ ઘડતર કરી શકે છે. દસ વર્ષ સુધી સંતાનોનું શારીરિક ઘડતર શ્રેષ્ઠ રીતે માતા કરી શકે છે. દસ વર્ષ પછી બાળકોનું સંસ્કારીક અને સાંસ્કૃતિક ઘડતર શ્રેષ્ઠ રીતે પિતા કરી શકે છે. (ડો આશિષ ચોક્સી : મધુરિમા : ૦૭/૦૫/૨૦૧૯)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો