મુલાકાતી નંબર: 430,124

Ebook
બાળકો (જીવન દર્શન – પ્રકરણ ૩)
બાળકો
  • બાળકો આપણા જીવનમાં અચાનક આવી નથી પડ્યા, તેઓ તો તેમના જીવનરૂપી વૃક્ષને પ્રેમ વડે મૂલ્યોનું સિંચન કરી, ઉછેરી વટવૃક્ષ બનાવવા આપણને ઉછીના આપવામાં આવ્યા છે. બાળકને કુદરતની નજીક રાખી પાયાનું શિક્ષણ આપવું જોઈએ.
  • બાળકોનું એક થી પાંચ વર્ષ સુધી સરક્ષણ કરવું, પાંચથી દસ વર્ષ વચ્ચે શાંતિથી સલાહ આપવી, દસથી પંદર વર્ષ વચ્ચે માતાપિતાએ સહિયારું સાનિધ્ય આપવું જોઈએ અને પંદર થી વીસ વર્ષ વચ્ચે સંવાદ અને સમાજીકરણ શીખવવું જોઈએ. બાળકનું ભવિષ્ય માતાપિતાના હાથમાં છે. માતાપિતાનું ભવિષ્ય બાળકોના હાથમાં છે. એટલે તમારું જીવન તમારા હાથમાં હોય છે.
  • ભલે બાળકો માતાપિતાનું સાંભળે નહીં પણ તેઓ માતાપિતાને નિહાળે છે તે ચોક્કસ. બાળકો શિખામણની વિરુધ્ધ નથી હોતા તેમને કહેવાની પધ્ધતિની વિરુધ્ધ હોય છે. જાણીતા મનોચિકિત્સક ડો. હંસલ ભચેચે કહ્યું, ‘બાળકોને ‘સલાહ’ કરતા ‘સંવાદ’ અને ‘પાવર’ કરતા ‘પ્રેમ’ ની વધારે જરૂર છે.’
  • બાળકની સરખામણી નહીં, પરંતુ તે જેવું છે તેવું સ્વીકારવામાં જ તેનો શ્રેષ્ઠ વિકાસ શક્ય છે. બાળક જ્યારે જુઠ્ઠું બોલે ત્યારે સમજવું કે કાંતો એ માતાપિતાથી ડરે છે અથવા તે માતાપિતાની નકલ કરે છે.
  • બાળકો વિશે ઘણા પુસ્તકો લખનાર ગિજુભાઈ બધેકાએ કહ્યું, ઘર ભાડે લેતા રસોડું કેવું છે? ચોકડી કેવી છે? બેઠકરૂમ કેટલો મોટો છે? તે બધા વિચાર કરે છે પરંતુ બાળકને માટે રમવાની જગ્યા કેટલી છે તે જોવાતું નથી.
  • બાળકના સર્વાંગી વિકાસ માટે તેને ઉડવાની સ્વતંત્રતા હોવી જોઈએ. અત્યારની ભણવાની સિસ્ટમમાં ‘ડેડ અને મોમ’નો ફુગાવો છે અને ‘માતા-પિતા’નો દુકાળ છે. ડો.ભદ્રાયુ વછરાજાની
  • જેવા માતાપિતા બાળકોની પીઠ પરથી ઉતરી જશે તેવા બાળકો તેજ ગતિએ દોડવા માંડશે.
  • બાળકોની આંખમાં આંસુ લાવનાર એ નથી જાણતા કે તેઓ ઈશ્વરને રડાવી રહ્યા છે.
  • નાના હોય ત્યારે રમતરમતમાં ખભા પર ચઢી જતા બાળકો ક્યારે ખભા સુધી પહોંચી જાય છે તેની ખબર પડતી નથી.
  • બાળકની સરખામણી નહીં, પરંતુ તે જેવું છે તેવું સ્વીકારવામાં જ તેનો શ્રેષ્ઠ વિકાસ શક્ય છે. બાળકોને શું શિક્ષણ આપવું એનો અભ્યાસક્રમ આપણે ત્યાં છે. માતા-પિતાએ બાળક સાથે કઈ રીતે વર્તવું એનો કૉર્સ કોઈ યુનિવર્સીટીમાં નથી થતો. બાળક તો શિક્ષણ લે તે વાત તો પછીથી આવે છે. માતા-પિતાનું શિક્ષણ તો બાળક જન્મે ત્યારથી જ શરૂ થાય છે. બાળકને પ્રેમ કરવો એ અલગ વાત છે. બાળક સાથે કઈ રીતે પેશ થવું તે વધુ અગત્યનું છે. મોટાભાગના માતા-પિતા બાળકોની સિદ્ધિને પોતાની શક્તિ પ્રદર્શનનું માધ્યમ બનાવે છે. બાળક એટલે કતુહુલ. તને તો હંમેશા નવું નવું નિહાળવું ગમતું હોય છે. બાળક જ્યારે બગીચામાં અથવા પ્રાણી સંગ્રહાલયમાં જાય છે ત્યારે તે જે રીતે આસપાસની દરેક ચીજ અને સ્થિતિનું ટગર ટગર નિરીક્ષણ કરતુ હોય છે તે વખતે તેના ચહેરા પર કતુહુલના ભાવ અદભુત હોય છે. આપણે જ્યાં કશું જોઈ શકતા નથી ત્યાં બાળક ચમત્કાર ભાળે છે.બાળકને બને તેટલું કુદરતની નજીક રાખવું જોઈએ. એનું કેટલુક પાયાનું શિક્ષણ આપોઆપ થશે. જે કુદરતની નજીક જાય એને કુદરત પોતાની રીતે ચુપચાપ ઘણું શીખવતી હોય છે.માતા-પિતાએ બાળકોને કેળવણીકાર બની ફક્ત કેળવણી આપવાની હોય. પરંતુ માતા-પિતા તો બાળકના માલિક થઈને બેસે છે……………….ગિજુભાઈ બધેકા.
  • વેકેશન એટલે ફુરસદ. વેકેશનના દિવસો કઈ કરવા માટેના નહીં પરંતુ કઈ નહિ કરવા માટેના હોય છે. બાળક પશુ-પક્ષીઓને અને તેમના અવાજોને તેની મેમરીમાં કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના સંગ્રહી રાખે છે. આ એક પ્રકારનું ભણતર જ છે. બાળકો સૌ પ્રથમ આંખો અને કાનથી શીખે છે. અક્ષર અને સંકેતો જોઇને શીખવાનું તો તેની પાસે બહુ મોડું પહોચે છે અને તે પણ ખુબ પ્રયાસોથી. બાળક નર્સરી માં જાય તે પહેલા જે ચિતરામણ કરે છે તેમાં તેણે જે દ્રશ્યો જોયા છે તેનું રીફ્લેક્શન આડાઅવળા ચિતરામણમાં ઝીલાય છે. બાળકનું પહેલું શિક્ષણ નર્સરીથી નહીં પણ ઘરથી શરૂ થતું હોય છે. નર્સરીમાં બાળકને મુકતા પહેલા માતા-પિતાએ બાળકને વાર્તાઓ સંભળાવવી જોઈએ. બાળકને તો બધાજ કામ હોશે હોશે કરવા હોય છે. તેનાથી નહિ થાય અથવા તેનાથી ભૂલ થશે તેમ માની બાળક પાસેથી કામ કરવાની સ્વતંત્રતા છીનવી લેતા માતા-પિતા તેમના બાળકને નિર્બળ અને ગુલામ બનાવે છે.
  • બાળકને મારવું તે નિર્બળતાની નિશાની છે. તેને લાલચ આપવી તે અધમતાની નિશાની છે.
  • નાનું બાળક ડર્યા વગર હંમેશા હરકતો કરતું રહે છે. એ ક્યારે રડશે કે ક્યારે હસશે, આમાં નુકસાન કે ફાયદો, પીડા કે આનંદ…કશી જ પરવા એમને નથી હોતી. મસ્તી અને આનંદ સિવાય કશું જ એના સમયપત્રકમાં નથી હોતું. મોટાઓએ આ કળા બાળક પાસેથી શીખવાની જરૂરી છે. ………………………..અંજના રાવલ.
  • નાની બહેનનાં જન્મ પછી એક મોટા ભાઈની વેદના,” જો હું કોઈ વસ્તુ માંગુ તો મને કહેવામાં આવે છે કે હવે તું મોટો ભાઈ છે. અને જો હું નાની બહેનને ખોળામાં રમાડવા માંગુ છું તો મને કહેવામાં આવે છે કે હજુ તું નાનો છે.”
  • નાના બાળકના માં-બાપ થવું સહેલું છે. દાદા-દાદી, ભાઈ-બહેન કે ગુરુજન થવું પણ મુશ્કેલ નથી, પરંતુ બાળક સાથે મિત્રતા બાંધીને રહેવું મુશ્કેલ છે. બાળક આ જગતને જે કુંવારી નજરથી, કશાયે પૂર્વગ્રહ વિના જુએ છે તે રીતે આપણે જોઈ શકતા નથી. આપણી આંખ પર અનુભવ, ઉમર, પૂર્વગ્રહ અને ગંભીરતાના ચશ્માં ચઢી જતા હોય છે. બાળક સાથી ઓતપ્રોત થઈને બાળક બનીને જીવવામાં આવે તો એના દવારા આપણને એવું બધું જાણવા મળે છે જે કોઈ સંતનાં સાનિધ્યમાં મળે. ( સેન્સ ઓફ વન્ડર પુસ્તકમાંથી )
  • પહેલાના બાળકો રોટલીમાં ખાંડ નાખીને તેને ભૂંગળું બનાવી ખાતા. હવેના બાળકો મેકડોનાલ્ડના બર્ગર અને ડોમિનોઝના પિત્ઝાના ડૂચા મારે છે.
  • છેલ્લો બોલ : બાળકો માતાપિતાના પગલા (steps)ને યાદ નહીં રાખે પણ તેઓ માતાપિતાની છાપ (footprints)ને તો ચોક્કસ યાદ રાખે છે.
  • (લેખકના પુસ્તક જીવન દર્શનમાંથી)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો