મુલાકાતી નંબર: 430,100

Ebook
અસરકારક મેનેજમેન્ટ
અસરકારક મેનેજમેન્ટ એક વાર રતનતાતાને કંપનીના એક નાના કર્મચારીએ ધ્યાન દોર્યું કે અમારા બાથરૂમ-સંડાસ જરાય ચોખ્ખા થતા નથી. તેમાં ખુબ જ દુર્ગંધ મારે છે. પાણી ટપકે છે. પાઈપો જૂની અને કટાઈ ગયેલી છે. બાથરૂમની ખાળોમાં મચ્છરોએ ઘર બનાવી દીધું છે. તેના મેઈન્ટેનન્સ માટે જરાય ધ્યાન અપાતું નથી. જ્યારે ઓફિસરોના  બાથરૂમ કેટલા સ્વચ્છ અને સુઘડ છે. તેમાં સુંદર પાણીના નિકાલની વ્યવસ્થા છે. તેમાં સુંદર સાબુ, શેમ્પુ અને ટોવેલ ગોઠવેલા છે. ટાઈલ્સો કેટલા સ્વચ્છ અને ચમકે છે. બાથરૂમમાં ડ્રાયર પણ જોવા મળે છે. નિયમિત મેઈન્ટેઇન પણ થાય છે. રતનતાતાએ તરત જવાબદાર અધિકારી પાસેથી વિગત જાણી. તેમણે કહ્યું કે માંગણી કરનારા કર્મચારીઓના બાથરૂમ કેટલા સમયમાં સ્વચ્છ અને રીપેર થઇ જશે. તેમને જવાબ મળ્યો કે એક મહિનામાં. રતન તાતાએ તરત સુથારને બોલાવ્યો અને બાથરૂમ પર લગાવેલી પ્લેટ જેના પર લખેલું હતું કે ‘કર્મચારી’ અને ‘ઓફિસર’ તે પ્લેટ અદલાબદલી કરાવી દીધી. કહેવાની જરૂર નથી કે જે પહેલા કર્મચારીઓનો બાથરૂમ હતો તે એક જ અઠવાડિયામાં સુંદર વ્યવસ્થા વાળો થઇ ગયો. હવે રતનતાતાએ સુચના આપી દીધી કે દર પંદર દિવસે નામની પ્લેટ અદલબદલ કરી દેવી. આનું નામ અસરકારક મેનેજમેન્ટનો અનુભવ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો