મુલાકાતી નંબર: 430,127

Ebook
ટીન એઈજ બાળકોને નવા વર્ષની ભેટ – માતા-પિતાનો સંસ્કારીક અને સાંસ્કૃતિક વારસો.
  નવા વર્ષે અથવા જન્મ દિવસે પોતાના બાળકોને સુંદર ભેટ આપવાની ઈચ્છા દરેક માતા-પિતાને હોય જ. ગિફ્ટમાં ટીન એઈજ બાળકને જરૂરી કોઈ પુસ્તક, ઈલેક્ટ્રોનિક સાધન, વાહન કે ડ્રેસ હોઈ શકે. કોઈ ભૌતિક વસ્તુ ખરીદી બાળકોને આપવી તે માતા-પિતા માટે સરળ કાર્ય છે. ભૌતિક ભેટો નો આનંદ બાળકને થોડો સમય કે થોડા દિવસો સુધી રહેતો હોય છે. અહીં જે આપણે વાત કરીશું તે બાળકોને સંસ્કારીક અને સાંસ્કૃતિક વારસાની છે. સંસ્કારીક વારસામાં પોતાના, પોતાના કુટુંબનાં, બાળકનાં દાદા-દાદી કે નાના-નાનીના સારા ગુણો તેમજ સારા કાર્યોના વારસાની વાત છે. કુટુંબનાં ગુણોની સુવાસ લાંબા સમય સુધી તેના કાર્યોથી પ્રસરેલી રહે છે. કુટુંબની ઉચ્ચ નાણાકીય સ્થિતિ સમાજમાં ઉચ્ચ સ્થાન અપાવી શકે. પરંતુ લોકોના હૃદયમાં પ્રતિષ્ઠિત અને આદરણીય સ્થાન કુટુંબના ઉચ્ચ ધ્યેય, ઉમદા ચારિત્ર્ય અને લોક ઉપયોગી કાર્યોથી જ થાય છે. બાળકો મોટા થશે  એટલે આ સંસ્કાર વિશે શિખામણ આપશું તેની રાહ જોવાની જરૂર નથી. બાળકો નાના હોય ત્યારથી જ તેમના હાથે મંદિરની બહાર દાન કરાવવું, ગાય-ભેંસને ઘાસ ખવડાવવું, બ્લાઈંડ સ્કુલ, અનાથ આશ્રમ કે વૃધ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં તેમજ અન્ય માનવતાના કામકાજમાં સાથે લઇ દાન કરાવવાથી નાની ઉમરમાંજ તેમને જીવનના આ તબક્કાનો ખ્યાલ આવે અને આ દિશામાં તેઓની દ્રષ્ટી કેળવાય તેવો પ્રયત્ન કરી શકાય. જીવનના સુખ-દુઃખ, આનંદ-વિષાદ જેવા બધા જ પ્રકારના તડકા-છાયડાનાં સમયમાં માતા-પિતાને ખભેખભા મિલાવી આગળ વધતા જોઈ બાળકો કોઈ પણ પરિસ્થિતિને અનુકુળ રહેતા શીખે છે. જરૂર હોય ત્યારે મિત્રને કે કુટુંબના સભ્યની પડખે ઉભા રહેલા માતા-પિતાને જોઇને બાળક પણ માનવીય સંબંધોની માવજત કરવાનો સંસ્કારીક વારસો માળવે છે. ઈશ્વરે આપેલી કોઈ પણ પ્રકારની સ્થિતિને હળવાશથી લેતા અને તેમાંથી જ નિજાનંદ મેળવતા માતા-પિતાને જોઇને બાળક પણ વર્તમાનમાં આનંદથી રહેતા શીખે છે. નાનપણથી જ બાળકમાં ઉમદા ભાવનાના બીજ રોપાય તો આગળ જતા તે માતા-પિતાથી પણ વિશેષ કાર્ય કરશે. વળી એવું પણ નથી કે માતા-પિતાએ જે કાર્યો કર્યા તે જ પ્રકારના કાર્યો બાળકો અનુસરે અથવા પુરા કરે તો જ સંસ્કારીક વારસો આગળ વધે. તેમનું જોઇને તે પોતાની રીતે પોતાની આર્થિક, વ્યવસાયિક ક્ષમતા અનુસાર નાનામોટા સદ્કાર્ય કરી જીવનમાં આગળ વધી શકે છે. સાંસ્કૃતિક વારસાનો અર્થ કુટુંબની પેઢી દર પેઢી કોઈ કળા, વિશેષ આવડત તેમજ જ્ઞાન નો વારસો બાળકને આપવો. સંગીતકાર, ચિત્રકાર તેમજ કોઈ પણ પ્રકારનું આર્ટવર્ક કરનારા લોકો, તેઓએ તેમના માતા-પિતા પાસેથી આ કળા કેવી રીતે શીખ્યા, ક્યારે શીખ્યા અને એ શીખવા માટે તેમણે કયા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કર્યો તેની  જાણકારી તેમના બાળકોને આપી તેઓને પણ તેમના કુટુંબનો આર્ટવર્ક રૂપી સાંસ્કૃતિક વારસો ભેટમાં આપી શકે છે. સાંસ્કૃતિક વારસો મેળવી બાળક પોતાનું જીવન સંગીતમય, કુતુહલ વૃત્તિ વાળું, જરૂરીઆતમંદ વ્યક્તિઓને મદદ કરવાવાળું અને હાથમાં લીધેલ સર્વકાર્ય સમર્પિતતાથી પૂરું કરવું જેવી ઉમદા ભાવનાવાળુ બનાવતા શીખે છે. હવેના બાળકો ભણતર તેમજ કોમ્પ્યુટરનું  જ્ઞાન પોતાના સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં કરે તો સોનામાં સુગંધ ભળે. બાળકને રોજ નાની વાર્તા, ઉદાહરણ, સારા વાક્યો, છાપા-પુસ્તકોના ઉમદા લખાણ બતાવવાથી અને તેમની સાથે ચર્ચા કરવાથી તેઓમાં ઉપર જણાવેલ બન્ને સંસ્કારનું ઘડતર કરી શકાય,.

6 ટિપ્પણીઓ

  1. લેખકFalak Barot

    on October 25, 2017 at 9:37 am - Reply

    Importance of cultural traditions is the important lesson to be tought to kids.

    Thank you for making us more aware about the same.

    • લેખકDr.Ashish Chokshi

      on October 25, 2017 at 11:39 pm - Reply

      Dr.Ashish Chokshi

      teen age is the time to teach them importance of family cultural traditions

  2. લેખકPrashanti kothari

    on October 25, 2017 at 8:19 pm - Reply

    Your articles are always inspiring towards better parenting. Thank you for sharing.

    • લેખકDr.Ashish Chokshi

      on October 25, 2017 at 11:38 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks. i learn from parents and i give it to parents

  3. લેખકMaithuli

    on October 27, 2017 at 9:53 am - Reply

    I’m agree & sir nice articles

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો