મુલાકાતી નંબર: 430,108

Ebook
ટીન એઈજ સંતાનો પાસેથી શીખીએ
  સાતમાં ધોરણમાં ભણતી સચી તેના પિતા પાસે ગઈ અને તેની સ્કુલ યુનિફોર્મની ટાઈ બાંધવા કહ્યું. તેના પિતાને આ કામ બરાબર ફાવ્યું નહીં. તરત જ તેની મોટી બહેને નાની બહેનને ટાઈ તો બાંધી આપી ઉપરાંત તેના પપ્પાને પણ ટાઈ કેવી રીતે બંધાય તે શીખવ્યું. તેના પપ્પા પહેલા સહેજ ખચકાયા પણ ટાઈ બાંધતા શીખવાની પ્રક્રિયા વખતે પિતા-દીકરી બંનેને ખુબ આનંદ આવ્યો. એક સફળ બિઝનેસમેન ગણાતા વિશાલભાઈ અંગ્રેજી ભાષામાં એક અરજી લખતા તકલીફ અનુભવી રહ્યા હતા. તરત તેમની મોટી દીકરીએ તેમને મદદ કરી અને અગ્રેજી ભાષામાં પિક્ચર જોવા, છાપા વાંચવા કે અંગ્રેજી ભાષામાં નોવેલ વાંચવી જેવા સુચન પણ આપ્યા. બંને પ્રસંગો આમ તો નાના છે પણ તેમાં એક સામાન્ય વસ્તુ એ છે કે માતા-પિતાને પણ તેમના ટીન એઈજ બાળકો પાસેથી કઈક નવું શીખવાની તક મળતી હોય છે. આ તકની વચ્ચે ‘તે મને શું શીખવી શકે’ એવું વિચારી પોતાનો અહમ વચ્ચે નાં લાવવો. જે માતા-પિતા ટીન એઈજ બાળકો પાસેથી પણ કઈક નવું શીખવાનો ઉત્સાહ બતાવે છે તેમાં ફાયદો બંને ને છે. માતા-પિતાને જે નથી ફાવતું તે તેઓને શીખવા મળે છે. આ શીખવા તેમની સાથે ગાળેલા સમયમાં પોતાના સંસ્કારીક વારસાની ભેટ પોતાના ટીન એઈજ બાળકોને આપી શકાશે. ઘણા માતા-પિતાને પોતાના ટીન એઈજ બાળકોમાં ખામી શોધવાની જ ટેવ પડી હોય છે. આને લીધે તેમના જ ટીન એઈજ બાળકોમાં રહેલી ખૂબીઓથી તેઓ અજાણ રહે છે. આજની ટીન એઈજ જનરેશનને કોમ્પ્યુટર, નેટ બેંકીગ, મોબાઈલ ફોનથી થતા કામો, ATM નો ઉપયોગ , માતા-પિતા કરતા અંગ્રેજી ભાષાનું જ્ઞાન વગેરે તેમના માતા-પિતા કરતા સારી રીતે આવડે તે સમજી શકાય છે. માતા-પિતાએ તેમની પાસે કઈક નવું શીખવા એક વિદ્યાર્થી અથવા તેમના મિત્ર થઇ જવું પડે. વળી આ શીખવતી વખતે બાળકો તો ખુશ જ થતા હોય છે તેમનામાં કોઈ જ પ્રકારનો અહમ વચ્ચે નથી આવતો. માતા-પિતા એક સલામતી (comfort zone) ના જાળામાં આવી ગયા હોય છે. ‘આમાં આપણું કામ ચાલે છે ને’ એવું વિચારી નવું શીખવાની તેમની ક્ષમતા એક તબક્કે અટકી ગઈ હોય છે. જ્યારે ટીન એઈજ બાળકોમાં ભરપુર ઉત્સુકતા (curiosity) રહેલી હોય છે. આ ઉત્સુકતામાં તેમની શૈક્ષણિક ક્ષમતા વચ્ચે નથી આવતી. તેઓ કશું નાં આવડે તો બીજાને પૂછશે, નેટ પરથી શીખીને નવા પ્રયત્નો કરશે અને તેમણે જે વિચાર્યું હોય કે જે કલ્પના કરી હોય તે મેળવવા પ્રયત્ન કરશે. આવી ટીન એઈજમાં રહેલી ઉત્સુકતાને લીધે જ બિલ ગેટ્સ અને માર્ક ઝુબરકરની ક્ષમતાનો દુનિયાને પરિચય થયો. માતા-પિતાએ આજ તફાવત પોતાનામાં અને પોતાના ટીન એઈજ બાળકોમાં છે તે સમજવો જરુરી છે. તે માતા-પિતા સમજી શકે તો તેમના  અને તેમના ટીન એઈજ બાળકો વચ્ચે થતા ઘણા સંઘર્ષ અટકી જાય. તેમના અને તેમના ટીન એઈજ બાળકો વચ્ચે એક માધુર્યપૂર્ણ સંબંધ બંધાશે જેનાથી પછીના વર્ષોમાં બંનેના જીવનમાં જીવંતતા રહેશે.

2 ટિપ્પણીઓ

  1. લેખકhina gandecha

    on November 22, 2016 at 3:49 am - Reply

    My parents at age of above 50 learnt use of social media and smart phones from us and now they can easily b in touch of family n friends…I m so glad

    • લેખકDr.Ashish Chokshi

      on November 29, 2016 at 11:17 pm - Reply

      Dr.Ashish Chokshi

      nice as you teach them smart phone. they must be very much excited after using it.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો