અમારે પ્રેક્ટિસમાં ઘણીવાર પેશન્ટ અમને ઘણું શીખવીને જાય છે. ઘણીવાર તે સુંદર સામાજિક સંદેશો આપીને પણ જાય. એકવાર એક પેશન્ટ સૃષ્ટિ બહેન એમના નણંદ અને તેમના સાસુ એક નવજાત બાળકને લઈને રૂમમાં પ્રવેશ્યા. સૃષ્ટિ બહેન ચાર વર્ષથી તેમના બાળકને લઈને તો આવતા જ હતા. તેમના નણંદને પોલિયો છે. તે રૂમમાં બેઠા બેઠા ઘસડાઇને આગળ વધતા રૂમમાં આવ્યા. બાળકની બધી જ વસ્તુ સૃષ્ટિબહેને બતાવી. ખુબ સરસ રીતે પાછુ નવજાતશિશુને ઢાંકી દીધું. તેમના નણંદની ઉંમર વધુ છે તેમ મને જણાવ્યું. સ્તનપાન માટે પણ તેમને ઘણા પ્રશ્નો હતા. તેમના નણંદ તો કશું કરી શકે તેમ ન હતા. મારું બધુ કામ પતી ગયું પછી સૃષ્ટિબહેનના સાસુએ તેમને કીધું ‘તમે ઉતરતા થાઓ હું બે મિનિટ ડોક્ટર સાથે વાત કરીને આવું છું.’
તેઓ બહાર નીકળ્યા એટલે તરત તેમના સાસુએ મને પૂછ્યું, ‘બાળકને તો બધું બરાબર છે ને? એને બધી જ રસી આપજો. તેના મમ્મીને એટલે મારી દીકરીને અમારાથી પોલીઓની રસી અપાવવાની રહી ગઈ હશે. એટલે એ આખી જિંદગી દીકરી હેરાન થઇ’. મેં બાળકનું તો કીધું કે તે બધી જ રીતે સારું છે પણ મને વધુ સારું સૃષ્ટિબહેને રૂમમાં જે રીતે તેમના નણંદના બાળકને સાચવ્યું તે લાગ્યું હતું. એટલે મેં તેમના સાસુને કહ્યું, ‘તમારી દીકરી ખુબ નસીબદાર કે તેને સૃષ્ટિ બહેન જેવા ભાભી મળ્યા છે. કેટલું સરસ સાચવે છે.’ તેમના સાસુની આંખમાં પાણી આવી ગયા. તેમણે કહ્યું, ‘તમારી પાસે બે મિનિટ હોય તો હું કઈ કહ્યું.’ મને પણ રસ હતો એટલે તેમની વાત હું પણ સાંભળવા આતુર હતો.
હવે તેમણે કીધેલું સાંભળવા જેવું છે. ‘નસીબદાર તો અમે છીએ કે ઈશ્વરે સૃષ્ટિને વહુ બનાવવા માટે અમારા ઘરનું સરનામું પસંદ કર્યું અને અમને સૃષ્ટિ જેવી વહુ મળી. મારી દીકરી જેના આ બાળકને તમે જોયું તે ૩૭ વર્ષની છે. પોલિયો હોવાને કારણે અમે જ માની લીધેલું કે તેના લગ્ન નહીં થઇ શકે. અમે ઘરના સભ્યોએ જ ખાસ એ વિષય પર ઉત્સાહ નહોતો બતાવ્યો. ભલે કોઈ શારીરિક તકલીફ હોય પણ તે વ્યક્તિમાં પણ જિંદગીના ઘણા અરમાન હોય તે અમે નહતા સમજી શક્યા. પછી તો તેના લગ્ન નાં થયા અને તેની ઉંમર પણ વધતી ગઈ. પાંચ વર્ષ પહેલા સૃષ્ટિ અમારા ઘરે લગ્ન કરીને આવી ત્યારે મારી દીકરીની ઉંમર ૩૨ વર્ષની હતી. થોડા જ સમયમાં મારી દીકરી અને સૃષ્ટિ ખુબ સારા ફ્રેન્ડ થઇ ગયા. દીપ્તિની(મારી દીકરીની) જે લાગણીઓને અમે ૩૨ વર્ષ સુધી સમજી નહતા શક્યા તે લાગણીઓને સમજતા સૃષ્ટિને છ માસ પણ ના લાગ્યા. પછી સૃષ્ટિએ દિપ્તિની લાગણીઓને વાચા આપવાનું શરૂ કર્યું. છ માસ વિત્યા હશે અને સૃષ્ટિએ ઘરમાં જાહેર કર્યું કે દીપ્તિબહેન માટે (નણંદ માટે) સારું પાત્ર શોધીએ. જે વિષય અમે ભૂલી જ ગયા હતા તે સૃષ્ટિએ કાઢ્યો. તમને દીપ્તિ બહેન કહી નથી શકતા પણ તેમને પણ કોઈ આશા, અરમાન હોય. અમે તો સડક થઈ ગયા.
પછી તેની દિપ્તિની શારીરિક તકલીફો સાથે સૃષ્ટિના આગ્રહને લીધે અમે તેને માટે પાત્ર શોધવાનું ચાલુ તો કર્યું. પણ અમને તો એમ જ કે આ ઉમરે અને આ તકલીફ સાથે તેનો હાથ કોણ પકડે? સૃષ્ટિ જરાય હીંમત નાં હારી અને થાકી નહીં. મેરેજ બ્યુરો, છાપામાં, ઈંટરનેટ પર જાહેરાતો જોવી, દરેક જગ્યાએ સંપર્ક કરવો તે કામને તેણે પોતાની અન્ય જવાબદારીઓમાં અગ્રતા ક્રમ આપ્યો. જ્યાંથી જવાબ આવે ત્યાં રૂબરૂ જવું. વચ્ચે તેને પણ બાળક આવી ગયું. પણ તેના આ અભિયાન માટે તે થાકી નહીં. અમારા ઘરે પણ આ માટે ઘણીવાર ઝગડા થતા. મારા દીકરાએ (સૃષ્ટિના પતિએ) એકવાર તેને કહ્યું પણ ખરું કે તે દીપ્તિના મનમાં ખોટી આશા જગાવી છે. પણ સૃષ્ટિ બહેનના પ્રયત્નો જ એટલા ઊંચા હતા કે નસીબે પણ તેમની આગળ ઝૂકવું પડ્યું. ત્રણ વર્ષની તેની શોધ અને તપશ્ચર્યાને અંતે સૃષ્ટિએ મારી દીકરીને લાયક ઘર શોધી નાખ્યું. તેના પતિને પણ થોડી તકલીફ છે. પણ સાસરી વાળા ઘણા સમજુ અને સારા છે. પોલિયોગ્રસ્ત મારી દીકરીના લગ્ન તો થયા. બાળક પણ આવ્યું. હવે બધું જ બાળકનું ધ્યાન સૃષ્ટિ રાખે છે. દીપ્તિ માટે તેણે બહેન, સહેલી અને માતાના રોલ નિભાવ્યા. તેણે દીપ્તિને કહી દીધું છે કે આ બાળકની બીજી માતા હું છું. આ બાળક ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી તેની કોઈ પણ પ્રકારની ચિંતા નાં કરતા. અમને બધાને તો આ વસ્તુ એક સ્વપ્ન સમાન લાગે છે.’ કેટલું સરસ કહેવાય... સૃષ્ટિ જેવા ભાભી દરેકને મળે. એકવાર સૃષ્ટિ બહેન મળ્યા અને આ વાત નીકળી ત્યારે મેં તેમને પૂછ્યું, ‘તમને આવું ઉમદા કામ કરવાનો વિચાર અને શક્તિ કેવી રીતે મળી? તમારો પ્રેરણા સ્ત્રોત કોણ છે?’ તેમણે મને કહ્યું, ‘ મારા લગ્ન વખતે મારા પિતાએ મને એક શિખામણ આપી હતી. બેટા તું સાસરે જાય છે. ત્યાં એ લોકોને એ વસ્તુ તું આપજે જે તેમની પાસે નથી.’ ખરેખર સાસરીમાં કઈ મેળવવા કરતા કઈ આપવાનો ભાવ સ્ત્રીનું આખું જીવન બદલી નાખે છે.
- ASHISH CHOKSHI, KALRAV CHILDREN HOSPITAL, MEMNAGAR, AHMEDABAD, 9898001566.
લેખકNishith MajmundarMD.
on November 30, 2016 at 12:58 am -
Ashish
Our profession is a gift of God and our parents.
It really teaches us meaning of life in various ways via various people we come across on daily bases.
I learn definition of normal daily.
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:14 am -
very true nishith
લેખકPayal patel
on November 30, 2016 at 1:58 am -
Very nice
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:13 am -
thanks
લેખકVijay N Bharad Singer and Musician
on November 30, 2016 at 2:51 am -
Khub Khub sundar
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:13 am -
thanks vijaybhai
લેખકB. Trivedi
on November 30, 2016 at 3:30 am -
Nice story. Very inspiring. Salute to Shrustiben.
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:13 am -
thanks bhargav
લેખકSanjiv upadhyay
on November 30, 2016 at 4:05 am -
Excellent Ashish bhai…
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:12 am -
thanks sanjeev
લેખકSaumir shah
on November 30, 2016 at 5:10 am -
Excellent relationships with feelings which is absent at present
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:12 am -
true saumirbhai but still it is there in some family
લેખકPrakash thakkar
on November 30, 2016 at 5:21 am -
This store totaly change over vision. And if women think to do somthing whiteout any support for some one so thy cand do any thing.
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:11 am -
thanks prakashbhai
લેખકSucheta jani
on November 30, 2016 at 8:09 am -
Amazing…well said uncle
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:11 am -
thanks sucheta
લેખકneha jay patel
on November 30, 2016 at 8:59 am -
It’s very noble thought….superb 👍
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:10 am -
thanks
લેખકNainit shah
on December 1, 2016 at 9:54 am -
quite informative
લેખકDr.Ashish Chokshi
on December 2, 2016 at 9:10 am -
thanks nainitbhai