મુલાકાતી નંબર: 430,112

Ebook
જીવન – (જીવન દર્શન પુસ્તકમાંથી – પ્રકરણ ૪)
  જીવન
  • વિદેશથી આવેલ એક મુસાફર ભાઈ એક જૈન મુનિના રૂમમાં તેઓને મળવા ગયા. મુનીનો સાદો, સરળ રૂમ જોઈ તેમને આશ્ચર્ય થયું. રૂમમાં ફક્ત પાણી પીવાનું માટલું અને એક સાદડી હતી. તેમણે મુનિને પૂછ્યું, ‘મુનિશ્રી, તમારી અન્ય જરૂરી વસ્તુઓ અને ફર્નિચર ક્યાં છે?’ મુનિએ મુસાફરને પ્રશ્ન પૂછ્યો, ‘તારી એ વસ્તુઓ ક્યાં છે?’ મુસાફરે જવાબ આપ્યો, ‘અત્યારે મારી પાસે નથી કારણકે હું મુસાફર છું.’ જૈન મુનિએ જવાબ આપ્યો,જન્મ અને મરણ વચ્ચે ભગવાને આપેલા જીવનમાં હું પણ એક મુસાફર જ છું.
  • જીવનમાં માત્ર બે જ શબ્દોનો અર્થ બરાબર સમજવાનો છે. શું ‘જતું કરવું’ અને શું ‘જાતે કરવું’. આચાર્ય વિજયરાજરત્નસુરીજીએ કહ્યું, ‘મસ્ત થઈને જીવો તો મીઠું ઝરણું છે જિંદગી, ને નિસાસા નાખશો તો રણ છે જિંદગી.’ જીવનના સંઘર્ષો જ જીવનને પ્રેમમય બનાવે છે.
  • બ્લેક બોર્ડને આખી દુનિયાના લોકો એક ‘કાળી’ વસ્તુ જ કહેશે પણ તેનું કામ  તો લોકોને શીખવી લોકોનું જીવન બદલવાનું જ રહેતું હોય છે. જેમ શિલ્પકાર વણજોયતા પત્થરને ખુબીથી દુર કરીને  સુંદર શિલ્પ મેળવે છે તેમ  જીવનમાં વણજોઈતી ઘટનાઓ, પ્રસંગો, દુઃખ કાઢતા જાઓ, અચાનક તમને તમારૂ જીવન એક સુંદર શિલ્પ જેવું લાગવા માંડશે.  ધૂમકેતુએ જીવન માટે  કહ્યું, ‘જીવન એટલે મેળવવું, આપવું અને છોડી દેવું.’
  • જી = જીવો હતાશા રહિત, વ = વધો આત્મિક ગુણોથી, ન = નમો મન-વચન અને કાયાથી. જીવનને લંબાવવાના પ્રયત્નો ના કરો પણ સુધારવાના પ્રયત્નો જરૂર કરો. જીવન બદલવા માટે લડવું પડે અને જીવન સહેલું બનાવવા માટે સમજવું પડે છે. કામચલાઉ જિંદગીમાં માણસને બધું કાયમી જ જોઈએ છે.
  • પોતાની જાતને દાનવમાંથી માનવ બનાવવાની અવિરત સાધના એટલે જીવન – શરદ ઠાકર.
  • ‘બી પોઝીટીવ’ એક બ્લડ ગ્રુપ નથી પણ જીવનશૈલી છે.
  • હાથ પકડીને ચાલવા પુરતું નથી આ જીવન, પકડેલો હાથ છોડવો નહીં એનો મતલબ છે જીવન. જર્ની પટેલ – સુરત.
  • જે દિવસ આપણે આપણા પ્રમાણે ભરપુર જીવ્યો હોય તે જ દિવસ આપણો હોય છે. બાકી બધા દિવસો તો માત્ર તારીખના પાના જ હોય છે.
  • જિંદગીને સમજવી હોય તો પાછળ જુઓ અને જિંદગીને જીવવી હોય તો આગળ જુઓ. આપણા વિચારો પર ધ્યાન આપીએ જે આપણા શબ્દો બને છે. આપણા શબ્દો પર ધ્યાન આપીએ જે આપણું કાર્ય બને છે. આપણા કાર્યો પર ધ્યાન આપીએ જે આપણી આદત બને છે. આપણી આદતો પર ધ્યાન આપીએ જે આપણું ચારિત્ર્ય બને છે. આપણા ચારિત્ર્ય પર ધ્યાન આપીએ જે આપણું કર્મ બને છે. આપણા કર્મો પર ધ્યાન આપીએ જેનાથી આપણી જિંદગી બને છે.
  • ક્યાં ‘ટકવું’ અને ક્યાં ‘અટકવું’ તે ખબર પડી જાય તો જિંદગીમાં કોઈ જ દુઃખ રહેતું નથી.જીવન બે જ શબ્દોનું બનેલું છે, ‘સંઘર્ષ’ અને ‘સંસ્કાર’. સંઘર્ષનું ઉદાહરણ અને શીખ પિતા પાસેથી મળે છે. સંસ્કારની શીખ, વારસો અને ઉદાહરણ માતા છે.
  • જિંદગી ટૂંકી નથી. લોકો જીવવાનું જ મોડું શરુ કરે છે. ગુલઝાર.
  • છેલ્લો બોલ : જીવનનાં અંતમાં માત્ર ત્રણ વસ્તુઓની ગણતરી થાય છે. જીદગીને તમે કેટલો પ્રેમ કરીને જીવ્યા, લોકોને તમે કેટલો પ્રેમ આપ્યો અને જે વસ્તુઓ તમારે માટે બની જ નથી એને તમે કેટલી સહજતાથી જવા દીધી.
  • (લેખકના પુસ્તક જીવન દર્શનમાંથી)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો