મુલાકાતી નંબર: 430,118

Ebook
antental counselling for breast feeding (સગર્ભાવસ્થામાં જ માતાને સ્તનપાન વિશે સમજણ આપવાના ફાયદા)
• પ્રસુતિ બાદ માતા ખુબ થાકેલી હોય છે. ઉપરાંત પહેલા દિવસે રૂમમાં સગાઓની અવરજવર રહેતી હોય છે જેને લીધે માતા બને તેટલું ઝડપથી ધાવણ આપવામાં અને ડોકટરની સુચના પર ધ્યાન આપી શક્તી નથી. આથી ધાવણ આપવા વિશે જાણકારી અને ધાવણના મહત્વ વિશે માતાએ સગર્ભાવસ્થા દરમ્યાન જ માહિતી મેળવી લેવી જોઈએ. • સ્તનપાનને લગતા પ્રશ્નો અને મનની મુંઝવણ માતાએ ગાયનેકોલોજિસ્ટને મળીને અથવા બાળકોના ડોક્ટરને મળીને દુર કરવી જોઈએ. • આ જાણકારી મેળવવાથી માતાને ફાયદો એ થશે કે જ્યારે પ્રસુતિ બાદ સગાઓ આવે ત્યારે તેમની સાચી ખોટી વાતોથી માતાને કોઈ ચિંતા નહીં રહે. • બને તો છેલ્લા વર્ષમાં જેને બાળક થયું હોય તેવી માતાને મળી તેની પાસેથી ઘણી માહિતી મેળવે તો તેની ઘણી બધી ચિંતા દુર થઇ જાય. • સગર્ભાવસ્થામાં નીપલની તપાસ ગાયનેકોલોજિસ્ટ પાસે કરાવી લેવી જોઈએ. અને જો તેમાં કોઈ પણ તકલીફ હોય જેમ કે નીપલ અંદરની બાજુ હોય ( inverted nipple ), સપાટ હોય ( flat nipple ), મોટી નીપલ ( large nipple ) કે તેની પર ચીરા હોય ( cracked nipple ) તો બાળકના જન્મ પછી ધાવણ કેવી રીતે આપી શકાય તે વિશે અગાઉથી જ માહિતી મેળવી લેવી જોઈએ. • જ્યારે માતા પિતાને એક બાળક હોય અને હવે બીજું બાળક આવવાનું હોય તો પહેલા બાળકને કેવી રીતે સાચવવું અને પહેલા બાળકના ઉછેરમાં શું ફેરફાર કરવા અને તેને બીજા બાળકનું આગમન અને તેના મનમાં અમુક ઉદભવતા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા તે બાળકોના ડોક્ટરને અથવા બાળકોના માનસિક રોગોના નિષ્ણાતને મળીને સમજી લેવું જોઈએ. • આમ સગર્ભાવસ્થામાં જ મેળવેલી જાણકારી ( antenatal counselling ) માતાને સફળ રીતે સ્તનપાન આપવામાં અને તેના પહેલા છ માસ સુંદર રીતે પસાર થાય તે માટે ખુબ મદદરૂપ બને છે. • antenatal counselling માટેનો શ્રેષ્ઠ સમય સગર્ભાવસ્થાન છેલ્લા ત્રણ માસ કહી શકાય.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો