મુલાકાતી નંબર: 430,017

Ebook

પ્રતિક રાજપૂત

ડોક્ટર આશિષભાઈ, મારી દીકરી ત્રણ વર્ષની છે. તેને શરદી-ખાંસી વાંરવાર થાય છે. ઝાડા અને તાવ પણ થોડા થોડા દિવસે આવે છે. તે માંદી ઓછી પડે અને તેની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય તે માટે કોઈ સૂચન કરો ને.

ભરત લાખાણી – જજીસ બંગલો – અમદાવાદ

મારી બે વર્ષની દીકરીને ઝાડા કરવામાં ખુબ તકલીફ રહે છે. તેનું પેટ સાફ રહેતું નથી. ક્યારેક મળ સાથે લોહી પણ પડે છે. ડોક્ટર સાહેબ મને ખુબ ચિંતા રહે છે. માર્ગદર્શન આપો.

હેતલ પંચોલી – ચાંદલોડિયા – અમદાવાદ

મારી દીકરી હાલ ચાર માસની થઈ. તે અમને ઘણો સારો રિસ્પોન્સ આપે છે. ક્યા મહિને તે શું શીખશે તે મને જાણવાની ખુબ ઈચ્છા છે તો જણાવો.

alpa naik

સ્વાઈન ફ્લ્યુ વાયરસના ચેપ વિશે થોડી માહિતી આપશો. તેનાથી બચવા શું કરવું જોઈએ તે જણાવશો.

રેશ્મા મંગતાની

બાળકને શીશીથી દૂધ કેમ નાં અપાય? શીશીથી દૂધ પીતા બાળકને શીશીની આદત છોડાવવી કેવી રીતે?

તોરલ બહેન – રાજકોટ

મારે એક માસનું બાળક છે. મને એવું લાગે છે કે મને ધાવણ ઓછુ આવે છે. મને ધાવણ ઓછુ હશે? પુરતું આવે તે વિશે થોડી માહિતી આપો?

પૂજા અમીન/ ગાંધીનગર

ડોક્ટર સાહેબ, મારી દીકરી આંઠ વર્ષની છે. બીજા ધોરણમાં ભણે છે. મને એવું લાગે છે કે તેની યાદશક્તિ ઓછી છે. તેને ભણવાનું બધું યાદ રહે અને તેની એકાગ્રતા (concentration) વધે તે માટે મારે શું કરવું જોઈએ?

પરિધિ વ્યાસ

બજારના જંક ફૂડ બાળકને કેવી રીતે નુકશાન કરે છે તે જણાવશો? બહારના ઠંડા અને કલરવાળા પીણા પણ બાળકને નુકશાન કરે તેવું સાંભળ્યું છે તે સાચું છે? ઉનાળા પુરતું બાળકોને ઠંડા પીણા અને ઠંડા બજારુ ખાદ્ય પદાર્થો લેવા દેવાય?

પ્રતિક શાહ

જન્મ પછી બાળકનું વજન કેટલું અને કેવી રીતે વધે છે તે વિશે થોડી માહિતી આપો.

મનનભાઈ પટેલ

વર્ષાઋતુમાં બાળક બીમાર નાં પડે તે માટે બાળકનું શું ધ્યાન રાખવું જોઈએ?

mira patel

સર, મારું બાળક બે વર્ષનું છે. હું તેને જમાડવા માટે ઘણો જ સમય આપું છું અને ઘણા પ્રયત્નો પણ કરું છું. પણ તેની ખાવાની ઈચ્છા જ થતી નથી. તેને જમવાની ઈચ્છા થાય તે માટે મારે શું કરવું? મને જરા વિગતવાર સમજાવો. મને ખુબ ચિંતા થાય છે.

ઈ-બુક ડાઉનલોડ કરો