મુલાકાતી નંબર: 430,121

Ebook
માતાને થાયરોઈડ અને બ્રેસ્ટફીડીંગ
  • માતાને થાયરોઈડ અંતઃસ્ત્રાવની તકલીફ હોય તો તે જન્મ બાદ બાળકને ધાવણ આપી શકે? માતાને ઓછા થાયરોઈડ અંતઃસ્ત્રાવની તકલીફ (હાયપોથાયરોઈડ) કે વધુ થાયરોઈડ અંતઃસ્ત્રાવથી થતી તકલીફ (હાયપરથાયરોઈડ) પ્રેગ્નન્સી પહેલાથી હોય, પ્રેગ્નન્સી દરમ્યાન થઇ હોય કે પ્રેગ્નન્સી બાદમાં થાય, ત્રણે કિસ્સામાં તે બાળકને ધાવણ આપી શકે.
  • થાયરોઇડની તકલીફ ધરાવતી માતા જે દવાઓ લે તે બાળકને નુકશાન કરી શકે? માતાને હાયપોથાયરોઈડ હોય અને તેની કોઈ પણ દવા ચાલતી હોય તેમાં ધાવણ આપવામાં વાંધો નથી. આ દવાઓ અતિ અલ્પ માત્રામાં ( ૧% થી પણ ઓછી) ધાવણ મારફતે બાળકના શરીરમાં પહોંચે છે. માતાને હાયપરથાયરોઈડ હોય અને તે રેડિઓએક્ટિવ આયોડીન (RAI) નામની દવા લેતી હોય ત્યારે ધાવણ ના અપાય.
  • બાળકે અને માતાએ લોહીની તપાસ ક્યારે કરાવવી? જન્મ બાદ સામાન્ય બાળકની જેમ પહેલા દિવસથી જ ધાવણ તો ચાલુ કરાવી જ દેવું. બંનેના લોહીની તપાસ સાત દિવસ બાદ અને ત્યારબાદ ત્રણ માસના અંતે કરાવવી જોઈએ.
  • માતાની કોઈ નિદાન માટેની તપાસ બાળકને નુકસાન પહોચાડી શકે? ધાવણ આપતી માતાએ થાયરોઇડ સ્કાન નામની તપાસ ના કરાવવી જોઈએ. આ તપાસમાં રેડિઓએક્ટિવ આયોડીનનો ઉપયોગ થાય છે જે બાળકની થાયરોઇડ ગ્રંથીને કાયમી નુકસાન પહોચાડી શકે છે.
  • થાયરોઈડની તકલીફ ધરાવતી માતાના ધાવણના જથ્થામાં કોઈ તકલીફ થાય? ઓછા અંતઃસ્ત્રાવની તકલીફમાં માતાને કોઈ તકલીફ થતી નથી. વધુ અંતઃસ્ત્રાવથી થતી તકલીફમાં ક્યારેક ધાવણનો જથ્થો ઓછો થાય છે. બાળક ઓછો પેશાબ કરે, વજન વધે નહીં, ક્યારેક વજન ઘટતું પણ જણાય. આવા લક્ષણો જણાય તો તેણે લોહી તપાસ કરાવી પોતે લેતી દવાના ડોઝમાં ફેરફાર કરાવવો. અઠવાડિયામાં જ ધાવણ વધવા લાગશે. બાળકનો પેશાબ વધવા લાગશે.
  • માતાને પ્રેગ્નન્સી દરમ્યાન થાયરોઈડની તકલીફનું નિદાન થાય તો શું તકેદારી રાખવી? માતાએ થાયરોઈડની દવા ચાલુ રાખવી. ગર્ભમાં વિકસતા બાળકને કોઈ તકલીફ થતી નથી. જન્મ બાદ તુરંત ધાવણ ચાલુ કરી દેવું. બાળકોના ડોક્ટરને ધ્યાન દોરવું. બાળકની સાત દિવસ બાદ તથા ત્રણ માસના અંતે લોહી તપાસ કરાવવી. વચ્ચે કોઈ પણ અસામાન્ય લક્ષણ બાળકમાં જણાય તો ત્રણ માસ પહેલા લોહી તપાસ કરાવવી. બાળકમાં ઓછા થાયરોઈડના લક્ષણો આવે ( હાયપોથાયરોઈડ ) તો તેની બને તેટલી ઝડપથી સારવાર ચાલુ થઇ જવી જોઈએ. બાળકમાં હાયપોથાયરોઇડના લક્ષણો લાંબો સમય ચાલુ રહે તો તેની અસર તેના શારીરિક, માનસિક વૃધ્ધિ અને વિકાસ પર થતી હોય છે. માતાએ ધાવણ આપવાનું ચાલુ રાખવું.
  • માતા એવું માને કે પોતાના થાયરોઈડ રોગ ( ઓછો કે વધારે )ની ગોળી તે થોડો સમય બંધ કરી દે તો બાળક વધુ સલામત, એ વાત સાચી છે? ના આ માન્યતા ખોટી છે. બાળકને માતાની દવાની ઓછી આડઅસર તેનામાં થાયરોઈડ અંતઃસ્ત્રાવનું પ્રમાણ જળવાયેલું રહે તેમાં હોય છે. હાયપોથાયરોઈડ કે હાયપરથાયરોઈડની દવા બંધ કરવાથી માતાનાં શરીરમાં TSH અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી કે ઘટી જશે. આ સંજોગોમાં બાળક ને આડઅસર થવાની શક્યતા વધુ રહે છે. આથી બાળકને આડઅસર ઓછી થાય તે માટે માતાનાં TSH અંતઃસ્ત્રાવનું પ્રમાણ નિર્ધારિત માત્રા(range)માં રહેવું જોઈએ જેના માટે તે ડોકટરે સુચવેલા ડોઝમાં દવા ચાલુ જ રાખે તે વધુ યોગ્ય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો