મુલાકાતી નંબર: 430,119

Ebook
નવજાત શિશુને મળતું પહેલું દૂધ ……..કોલોસ્ટ્રમ
  • કોલોસ્ટ્રમ એટલે બાળકનાં જન્મ બાદ માતાને પહેલા ત્રણ થી ચાર દિવસ દરમ્યાન આવતું ધાવણ. આ ધાવણ થોડું ઘટ્ટ, પીળું અને ચીકાસવાળું હોય છે. આ ધાવણને અમુક લોકો ખીર, થાન કે ખીરું પણ કહે છે. તેને માટે નર્સ અને આંગણવાડી કાર્યકરો પહેલું દૂધ, સોનેરી દૂધ, સોનેરી પ્રવાહી કે રોગપ્રતિકારક દૂધ જેવા શબ્દો પણ વાપરે છે.
  • કુદરતે નવજાત શિશુને આપેલો પહેલો સંપૂર્ણ ખોરાક એટલે કોલોસ્ટ્રમ ( colostrum ). કોલોસ્ટ્રમ એ નવજાતશિશુનો શારીરિક, માનસિક વિકાસ વેગવંતુ કરતું તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારતા વિટામીનો અને ખનીજ તત્વોનું સંયોજન છે. નવજાત શિશુની શરીરની પ્રક્રિયાને વેગવંતુ બનાવવાનું અદભુત કાર્ય કોલોસ્ટ્રમ કરે છે. કોલોસ્ટ્રમમાં નવજાતશિશુને માટે ખુબજ જરૂરી એવા લગભગ ૫૦ પ્રકારનાં પોષક તત્વો છે.
  • નવજાતશિશુનું આતરડું બહારનું દૂધ પચાવવા પૂરું સક્ષમ નથી હોતું. કોલોસ્ટ્રમ તેનાજ માટે બન્યું છે. કોલોસ્ટ્રમને નવજાતશિશુનું પાચનતંત્ર સહેલાઈથી પચાવી શકે છે. જન્મબાદ બાળક બને તેટલું ઝડપથી અને શક્ય હોય તો પહેલા કલાકમાં માતાની નીપલ ચુસસે તો કોલોસ્ટ્રમ આવવાનું ઝડપથી શરૂ થશે. મોટેભાગે બાળકના જન્મબાદ પ્રથમ છ કલાકમાં જ કોલોસ્ટ્રમ આવવાની શરૂઆત થઇ જાય છે.
  • શરૂઆતનાં બે કે ત્રણ દિવસ ધાવણ (કોલોસ્ટ્રમ)ની માત્રા (જથ્થો) ખુબ ઓછો હોય છે. આથી બાળકને પોષણ પૂરું કેમનું થશે? ઉપરથી દૂધ આપી દઈએ? આવા વિચારો સગાઓના મનમાં થતા હોય છે. કોલોસ્ટ્રમ માત્રામાં ઓછુ હોવા છતા તે બાળકની પહેલા બે થી ત્રણ દિવસની જરૂરિયાતો પૂરી કરવા માટે પુરતું છે. આથી જ નવજાતશિશુને ઉપરથી દૂધ આપવાની જરૂર હોતી નથી. કોલોસ્ટ્રમ જેવી અણમોલ ખજાનારૂપી ઈશ્વરની ભેટ બાજુ પર રાખી ઉપરથી દૂધ આપવાની ભૂલ પણ ના કરાય.
  • અમુક લોકોમાં એવી ખોટી માન્યતા હોય છે કે શરૂઆતનું આ દૂધ નવજાતશિશુને ના અપાય. આથી તેઓ આ દૂધ કાઢી નાખતા હોય છે અને નવજાતશિશુને આ કુદરતી રસીકરણથી વંચિત રાખતા હોય છે.
  • કોલોસ્ટ્રમ નવજાતશિશુનો કાળો મળ જેને તબીબી ભાષામાં મેકોનિયમ (MECONIYAM) કહે છે તેને શરીરની બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. શરૂઆતનો કાળો મળ જેમ ઝડપથી શરીરની બહાર નીકળે તેમ બાળકમાં શરૂમાં થતો કમળો (physiological jaundice) થવાની શક્યતા ઓછી.
  • કોલોસ્ટ્રમ નવજાતશિશુને શ્વાસ અને આંતરડાના રોગોથી બચાવે છે. કોલોસ્ટ્રમમાં પ્રોટીનનું પ્રમાણ વધુ અને ચરબીનું પ્રમાણ ઓછુ હોય છે. તેમાં શ્વેતકણો (રોગપ્રતિકારક તત્વો) નું પ્રમાણ વધુ હોય છે. તેમાં અગત્યના ઈમ્યુનોગ્લોબ્યુંલીન્સ પણ હોય છે જે બાળકને વિવિધ એલર્જીઓ થી રક્ષણ આપે છે.
  • આમ કોલોસ્ટ્રમ સહેલાઈથી પચતું, શુધ્ધ, સાત્વિક, ચેપ રહિત, શારીરિક અને માનસિક વિકાસ કરતુ, રોગપ્રતિકારક શક્તિ વધારતું પ્રવાહી છે. દરેક જન્મ આપનારી માતાએ ઈશ્વરના આ અદભુત સર્જનરૂપી નવજાતશિશુને મળનારી અમૂલ્ય ભેટને વેડફવી ના જોઈએ.
( દિવ્ય ભાસ્કર – ૨૪/૦૯/૨૦૧૩ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો