મુલાકાતી નંબર: 430,108

Ebook
બ્લોગ

કોઈને મદદ કરવી

ગુડ મોર્નિંગ (૨૮/૦૫/૨૦૨૦) શબ્દ : કોઈને કઈક આપવું. જો તમે કોઈકને કઈક આપી શકો છો, મદદ કરી શકો છો તો આપ્યાનું અભિમાન કર્યા કરતા આપી શકવાની તમને તક, ક્ષમતા અને સંસ્કાર આપવા બદલ ઈશ્વરનો આભાર માનીએ. જો તમે કોઈને કઈક નથી આપી શકતા તો તેની તકલીફો દુર થાય તે માટે ઈશ્વરને મનોમન પાર્થના તો કરીવધુ વાંચો

માં – દરેક વ્યક્તિ માટે છાંયડાનું સરનામું (મધર્સ ડે)

  આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કોઈએ પૂછ્યું હતું, ‘તમે અમદાવાદ-ગાંધીનગરની વ્યસ્ત ટૂંકી મુલાકાત વખતે પણ તમારી માતાને મળવા માટેનો સમય કાઢો છો તે ખુબ સારી વાત છે.’ આપણા પી.એમનો ટૂંકો જવાબ પણ સાંભળવા જેવો હતો. ‘તેનો છાંયડો અનુભવવા જાઉં છું.’ સાચી વાત છે જો મધરના સ્પેલિંગમાંથી જો ‘M’ કાઢી નાખીએ તો આખી દુનિયા આપણાવધુ વાંચો

આલિયા બકર અને પુસ્તક દિવસ

માર્ચ-એપ્રિલ ૨૦૦૩ ના ગાળામાં ખાડી યુધ્ધ ચાલી રહ્યું હતું. ઈરાકના બસરા પર અમેરિકા અને બ્રિટિશ દળો બોમ્બ વરસાવતા હતા. બસરાના જાહેર ગ્રંથાલયના ગ્રંથપાલ આલિયા બકરને તેમની લાયબ્રેરીના ૩૦,૦૦૦ થી વધુ પુસ્તકોની ચિંતા હતી. બસરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં ખુબ અમુલ્ય પુસ્તકો હતા જેમાં ‘કુરાન’નો સ્પેનિશ અનુવાદ, પયગંબર સાહેબનું ઈ.સ ૧૩૦૦ માં લખાયેલું જીવન ચરિત્ર, અનેક હસ્તપ્રતો, કાલગણનાવધુ વાંચો

એ હતી ૧૮ એપ્રિલ

આફતને અવસરમાં બદલી નાખનાર લલિતા પવાર ૧૯૪૨ ના વર્ષમાં ‘જંગ-એ-આઝાદી’ નામની હિન્દી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. હિન્દી ફિલ્મમાં હજુ નવા આવેલા હીરો ભગવાને(ભગવાન દાદાએ) ૨૬ વર્ષની તે સમયની ટોચની હિરોઈન લલિતા પવારને લાફો મારવાનો સીન હતો. ભગવાને હિરોઈન લલિતા પવારને એટલી જોરથી થપ્પડ મારી કે લલિતાજી સ્ટેજ પરથી પડી ગયા, તેમના ડાબા કાનમાંથી લોહીવધુ વાંચો

ખેલભાવનાનું પરિણામ

  ૨૮ જુન ૨૦૧૮ ના રોજ રશિયામાં રમાઈ રહેલ ફીફા (ફૂટબોલ) વર્લ્ડકપમાં જાપાન અને પોલેન્ડનો મુકાબલો હતો. આ મેચમાં જાપાન ૦ – ૧ થી હારી ગયું હતું. તેના ચાહકોએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે હારવા છતાં જાપાન પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશી શકશે. નસીબ પણ જાણે જાપાનને સાથ આપતું હતું. પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશવા લાયકવધુ વાંચો

એ હતું ૨૨૦૦ દિવસનું ‘લોક ડાઉન’ – અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય

  સાંભળીને રુવાડા ખડા થઈ ગયા ને…. સત્ય હકીકત છે. આપણને ૨૦ દિવસનું ‘લોકડાઉન’ મળ્યું છે. એમાં માંડ ૨૦૦ કલાક પણ પુરા નથી થયા અને આપણે લોકો કંટાળી ગયા છે. અહીં તો જગતના સૌથી મોટા લોકડાઉનની વાત છે જે બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન ૨૨૦૦ દિવસ અર્થાત ૫૨,૦૦૦ કલાક જેટલું ચાલ્યું હતું. એક સપ્ટેમ્બર ૧૯૩૯ દરમ્યાનવધુ વાંચો

આજની પોઝીટીવ વાત

૩૧/૦૩/૨૦૨૦ : આજની પોઝીટીવ વાત : ગયા વર્ષમાં અમેરિકામાં નેશનલ લેવલની હેન્ડરાયટીંગ કોમ્પિટિશનમાં મેરીલેન્ડની ૧૦ વર્ષની સારા હેન્સ્લી વિજેતા બની. ૧૩/૦૬/૨૦૧૯ ના રોજ સારાને તેના સુંદર અક્ષર માટે નિકોલસ મેક્સીમ પુરસ્કાર, ટ્રોફી અને ૫૦૦ ડોલર ઇનામમાં મળ્યા. આપણને થાય કોઈ છોકરી સારા અક્ષર માટે વિજેતા બને એમાં શું નવાઈ? પણ ખાસ વાત એ હતી  કેવધુ વાંચો

માતાપિતાએ આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું?

  ભારતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા ‘કોરોના વાયરસ’ ચેપને કારણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪/૦૩/૨૦૨૦ ના રોજ દેશના સર્વ નાગરિકો માટે ૨૧ દિવસનું લોકડાઉન અર્થાત ઘરમાં જ રહેવાનો આદેશ જાહેર કર્યો. ઘણા માતાપિતા એવું વિચારતા હતા કે આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું? માતાપિતાએ આ વાતને તકલીફ ન ગણવી પણ બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે મળેલીવધુ વાંચો

સલાહ, સમીક્ષા, ટીકા અને અવગણના

  આશરે ૩૦ વર્ષ પહેલા એક નવા એનેસ્થેટીસ્ટ ઓપરેશન પૂરું થાય એટલે તરત હોસ્પિટલમાંથી વિદાય લેતા, તેમને એક સર્જન સલાહ આપી રહ્યા હતા કે ઓપરેશન પૂરું થાય પછી પણ પેશન્ટ રૂમમાં શિફ્ટ થાય ત્યાં સુધી પેશન્ટનું  અમુક ધ્યાન તમે રાખો તેવી અમારી સર્જન ડોકટરોની અપેક્ષા હોય છે. હવે ૩૦ વર્ષ પછી આ એનેસ્થેટીસ્ટ ઘણા સિનિયરવધુ વાંચો

દરેક દંપતીએ વાંચવા લાયક તેમજ દરેક નવદંપતીને ભેટ આપવા લાયક પુસ્તક

મારી બાળરોગ નિષ્ણાત તરીકેની પ્રેક્ટીસના ૨૭ વર્ષ દરમ્યાન મારે રોજ વિવિધ વિચારો, વિવિધ સ્વભાવ અને વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતા માતાપિતાના સંપર્કમાં આવવાનું બને છે. આ દરમ્યાન મારે માતાપિતાને એક પતિપત્ની તરીકે સાથે અને બંનેને અલગ અલગ રીતે મળવાનું બને ત્યારે બંનેમાં રહેલા અલગ જ વ્યક્તિત્વના પાસાનું દર્શન થાય અને તેમના જીવનમાં રહેલી વિષમતા અને અધૂરપો જોવાવધુ વાંચો

બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ યોગ્ય રીતે કરતા કેવી રીતે શીખવીશું?

          ૧૦ થી ૧૨ વર્ષની વચ્ચેના બાળકો, જે હજુ ટીન એઈજમાં પ્રવેશ્યા પણ નથી તેમના માતા-પિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકો છુપાઈને કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં એડલ્ટ પ્રકારની સાઈટ્સ જોતા પકડાયા. શું કરવું ? ખુબ ચિંતા થાય છે. તેમને ધમકાવાતા નથી અને તેમની સાથે આ મુદ્દાની વાત ઉખેળવાની હિંમત ચાલતી નથી.વધુ વાંચો

અમિતાભ બચ્ચન – ૧૯૬૯ થી ૨૦૧૯ – અડધી સદીની સંઘર્ષયાત્રા 

૧૨ મે ૧૯૬૯ : આજના દિવસે દેશભરમાં મૃણાલસેને બનાવેલ અને ઉત્પલ દત્ત અભિનિત ‘ભુવન સોમ’ નામનું હિન્દી પિક્ચર રજુ થયું  હતું. ખુબ ઓછા જાણીતા આ પિકચરમાં લોકોએ એક ઘેરો છતાં  સાંભળવો ગમે તેવો અવાજ પડદા પર પ્રથમ વખત સાંભળ્યો. સમય જતા ‘મેગા સ્ટાર’, ‘બિગ બી’, ‘મહાનાયક’, ‘એન્ગ્રી યંગ મેન’, ‘સ્ટાર ઓફ મિલેનિયમ’, ‘શહેનશાહ ઓફ બોલીવુડ’વધુ વાંચો

પિતાને સંતાનમાં રસ લેતા કેવી રીતે કરવા?

        પિતાને બાળકોમાં રસ લેતા કેવી રીતે કરવા? ઘણીવાર માતાની મીઠી ફરિયાદ હોય છે કે તેમના બાળકો માટે તેમના પતિને ટાઈમ જ નથી મળતો. પિતા માટે ઘણી વખત બને કે વ્યવસાયિક રીતે વ્યસ્ત હોય તો સતત ટાઈમ આપવો શક્ય ન બને પણ ઘણા કિસ્સામાં ટાઈમ હોય તો પણ ઘણા પિતા છાપું વાંચવુંવધુ વાંચો

ટીનએઈજ બાળકોને સાંભળો

          ટીન એઇજ એટલે ૧૩વર્ષ થી ૧૯ વર્ષ વચ્ચેના સમયગાળામાં તરુણોની બાલ્યાવસ્થા અને મુગ્ધાવસ્થા પૂરી થતી હોય છે અને યુવાવસ્થા અને પુખ્ત વિચારોની ઉંમર શરૂ થતી હોય છે. યુવાનીના ઉંબરે તેમની સાથે સંકળાયેલી  વ્યક્તિઓની લાગણીઓને તેઓ જિંદગીભર ભૂલી શક્તા નથી. લાગણીઓના બધાજ પ્રકાર જેમકે સવેદના, પ્રેમ, સંભાળ, ગુસ્સો, હસીમજાક, માફી તેમનેવધુ વાંચો

ક્વિઝ

માનવજીવનનો સૌથી સુંદર સાદ ‘માં’

        માનવજીવનનો સૌથી સુંદર સાદ … ‘માં’ નાનપણમાં જ પોતાના બાળકને વીરરસભરી શૌર્યગાથા સંભળાવી ત્યારે જીજીબાઇ શિવાજીનું સર્જન કરી શક્યા. પાંચ – છ વર્ષના બાળકને સત્ય અને અહિંસાની વાતો કરી ત્યારે પુતળીબાઇ ગાંધીજીનું સર્જન કરી શક્યા. જ્યાં સુધી લક્ષ પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી થાક્યા વિના ધ્યેયપ્રાપ્તિ માટે સંઘર્ષ કરવો જ તેવધુ વાંચો

માતાને સગર્ભાવસ્થામાં સ્તનપાન વિશે જાણકારી (Antenatal counselling)

આવનાર બાળકને સ્તનપાન કેવી રીતે શરૂ કરાય? પહેલું ધાવણ ક્યારે આપવું? બાળકને સ્તનપાન ક્યાં સુધી કરાવવું? બાળકના આગમન બાદ પહેલા કલાકમાં માતાએ શું કરવું? બાળકના આગમન બાદ પહેલા દિવસમાં માતાએ શું કરવું? પહેલા અઠવાડિયામાં બાળકમાં શું ફેરફાર આવશે? સફળ સ્તનપાન માટે શું ધ્યાન રાખવું? સ્તનપાન સાથે સંકળાયેલી સાચી ખોટી માન્યતા. જે માતાને બીજું બાળક આવવાનુંવધુ વાંચો

આજે ‘માતૃભાષા’ દિવસ

બાળક માતૃભાષાનું જ્ઞાન કેવી રીતે મેળવશે? ત્રીજા ધોરણમાં   ભણતા યશને તેની અંગ્રેજી માધ્યમની સ્કુલમાંથી એક પ્રોજેક્ટ હતો. તે અંતર્ગત તેણે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને મળવાનું હતું, તેમની જરૂરિયાત અને રહેણીકરણીનો અભ્યાસ કરવાનો હતો. યશ આ બાળકોને મળ્યો પણ તેણે અત્યાર સુધી ફક્ત અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ લીધું હતું. પોતાની માતૃભાષામાં વાતો કરવાનો પણ વિશેષ અનુભવવધુ વાંચો

બાળકોને શિખામણ આપવાની યોગ્ય પદ્ધતિ

  બાળકની જન્મથી શરૂ કરી વીસ વર્ષ સુધીની તેને ભણાવી-ગણાવી સારો માનવી બનાવવાની માતાપિતાની સફરમાં તેને અપાતી શિખામણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા માતાપિતા કહે છે કે અમારે બાળકોને કશું કહેવાનું જ નહીં. તેઓ સાચું-ખોટું કરે તો કોઈ શિખામણ આપવાની જ નહીં? બાળકો ક્યારેય શિખામણની વિરુધ્ધમાં નથી હોતા પણ શિખામણ આપવાની પદ્ધતિની વિરૂદ્ધમાં હોયવધુ વાંચો

૯૦ માર્ક્સને ૯૯ માર્ક્સમાં કેવી રીતે ફેરવવા?

૯૦ માર્ક્સને ૯૯ માર્ક્સમાં ફેરવીએ   દસમાં અને બારમાં ધોરણમાં બાળક આવે એટલે શિક્ષકો દ્વારા અને માતાપિતા દ્વારા તેમના પર સલાહનો દોર ચાલુ થઈ જાય. આમ તૈયારી કરવી, આવું ધ્યાન રાખવું, આ કરવું અને આ ના કરવું વગેરે. ઊંઘ પૂરી કરવી, પ્રવાહી વધુ લેવું, પ્રોટીનયુક્ત આહાર વધુ લેવો તેમજ જંકફૂડ ટાળવું જેવા મુદ્દાની વાત અગાઉવધુ વાંચો

બાળકની પરીક્ષા વખતે માતાપિતાએ શું ધ્યાન રાખવું ?

  ફેબ્રુઆરીની શરૂઆતથી જ વિવિધ પરીક્ષાઓ શરૂ થઈ જતી હોય છે. જે ઘરમાં બાળકો દસમાં તથા બારમાં ધોરણની પરીક્ષાઓ આપવાના હોય છે તે ઘરમાં થોડું તણાવગ્રસ્ત વાતાવરણ રહેતું હોય છે. બાળકોએ શું કરવું અને શું ધ્યાન રાખવું તેની માહિતી અને લેખો ઘણી જગ્યાએ મળે છે. અહીં આપણે માતાપિતાએ શું ધ્યાન રાખવું તે વિશે વાત કરીશું.વધુ વાંચો

બાળક માટે કેવી શાળા પસંદ કરવી જોઈએ?

બાળક માટે કેવી શાળા પસંદ કરવી? નવેમ્બર – ડીસેમ્બર માસ આવે એટલે ત્રણ વર્ષના બાળકોના માતાપિતા તેમના સંતાનો માટે સારી શાળા શોધવામાં લાગી જતા હોય છે. દરેક માતાપિતાનું સ્વપ્ન પોતાનું બાળક સારી શાળામાં પ્રવેશી પોતાની કારકિર્દી બનાવે તેવું હોય જ. આ સાથે તેમના મનમાં મૂંઝવણ પણ ચાલતી હોય કે કઈ શાળામાં પ્રવેશ મેળવવો. શાળાની પસંદગીવધુ વાંચો

પહેલા અને બીજા બાળક વચ્ચે આવો ફર્ક કેમ?

ચાર વર્ષનું એક બાળક અને છ માસની બેબીને લઈને એક બહેન બતાવવા આવ્યા. મારાથી સહજ પુછાઈ ગયું કોઈ તકલીફ થઇ છે? બહેને જવાબ આપ્યો, ‘ના ડોક્ટર આ નાની બેબીને તો જન્મથી કોઈ તકલીફ જ નથી. તકલીફો અમને આ મોટાએ આપી છે. તમને પણ ખબર છે એ છ માસનો થયો તે વખતે અમારે તેને લઈને તમારીવધુ વાંચો

ટીન એઈજ બાળકોને તમારી બધી વાતો કહો (બધુ શેર કરો)

ટીનએઈજ બાળકોને બધી જ વસ્તુઓ સાચી જણાવો આશરે બારથી તેર વર્ષ પહેલાની સત્યઘટના છે. અજય નામના લગભગ ૧૬ વર્ષના ટીનએઈજ બાળકને લઈને તેના કોઈ સગા બતાવવા આવેલ. તેમણે કહ્યું, ‘અજયના પપ્પા –મમ્મીને જીવલેણ કાર અકસ્માત થયો છે. અજયે પિતા ગુમાવી દીધા છે. માતા અતિ ગંભીર પરિસ્થિતિમાં વેન્ટીલેટર પર હોસ્પિટલમાં છે. અમે અજયને પૂરી માહિતી નથીવધુ વાંચો

જીવન – (જીવન દર્શન પુસ્તકમાંથી – પ્રકરણ ૪)

  જીવન વિદેશથી આવેલ એક મુસાફર ભાઈ એક જૈન મુનિના રૂમમાં તેઓને મળવા ગયા. મુનીનો સાદો, સરળ રૂમ જોઈ તેમને આશ્ચર્ય થયું. રૂમમાં ફક્ત પાણી પીવાનું માટલું અને એક સાદડી હતી. તેમણે મુનિને પૂછ્યું, ‘મુનિશ્રી, તમારી અન્ય જરૂરી વસ્તુઓ અને ફર્નિચર ક્યાં છે?’ મુનિએ મુસાફરને પ્રશ્ન પૂછ્યો, ‘તારી એ વસ્તુઓ ક્યાં છે?’ મુસાફરે જવાબ આપ્યો,વધુ વાંચો

બાળકો (જીવન દર્શન – પ્રકરણ ૩)

બાળકો બાળકો આપણા જીવનમાં અચાનક આવી નથી પડ્યા, તેઓ તો તેમના જીવનરૂપી વૃક્ષને પ્રેમ વડે મૂલ્યોનું સિંચન કરી, ઉછેરી વટવૃક્ષ બનાવવા આપણને ઉછીના આપવામાં આવ્યા છે. બાળકને કુદરતની નજીક રાખી પાયાનું શિક્ષણ આપવું જોઈએ. બાળકોનું એક થી પાંચ વર્ષ સુધી સરક્ષણ કરવું, પાંચથી દસ વર્ષ વચ્ચે શાંતિથી સલાહ આપવી, દસથી પંદર વર્ષ વચ્ચે માતાપિતાએ સહિયારુંવધુ વાંચો

માતાપિતાના સંસ્કાર

માતાપિતાના સંસ્કાર પ્રસંગ બહુ નાનો છે પણ ખુબ સરસ સંદેશો આપી જાય છે. ૧૬ વર્ષનો મંથન ૧૨ માં ધોરણની નીટની પરીક્ષાની તૈયારી માટે શહેરમાં તેના દાદા-દાદીના ઘરે રહેતો હતો. તેના માતા-પિતા સૌરાષ્ટ્રમાં નાની જગ્યાએ રહેતા હતા. મંથનને નીટમાં સારો સ્કોર કરી તબીબી શાખામાં આગળ ભણવાની ઈચ્છા છે. જે બાળકને લેઇટ ટીન એઈજ (૧૭ થી ૧૯વધુ વાંચો

માતા (જીવન દર્શન – પ્રકરણ ૨)

માતા મહાભારતના યુધ્ધનો એક પ્રસંગ છે. અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચ બાળકોને મારી નાખ્યા. બદલો લેવા માટે અર્જુન શત્રુ અશ્વત્થામાને પકડીને બાંધીને ઘરે દ્રૌપદી સમક્ષ લઈ આવ્યા. બાંધેલા અશ્વત્થામાને જોઈ દ્રૌપદી પોતાનો પુત્ર વિયોગ ભૂલી ગયા. દ્રૌપદીએ અર્જુનને કહ્યું, ‘આજે હું મારા પુત્ર વિયોગમાં રડું છું. તમે અશ્વત્થામાને મારશો તો તેની માતા તેના પુત્રના વિયોગમાં રડશે. તેને છોડીવધુ વાંચો

ઈશ્વર (જીવન દર્શન – પ્રકરણ ૧)

ઈશ્વર એક શિક્ષકે બાળકોને પૂછ્યું, ‘ભગવાન ક્યાં છે? જો કોઈ કહી આપે તો હું તેને ઇનામ આપીશ.’ એક બાળકે પ્રત્યુત્તર આપ્યો, ‘સર, ભગવાન ક્યાં નથી તે તમે કહેશો તો અમે તમને ઇનામ આપીશું.’ માણસ હંમેશા વિચારે છે કે ભગવાન છે કે નહીં? પણ ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહીં? રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું,વધુ વાંચો

બાળકોને યોગ્ય રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કેવી રીતે શીખવીશું?

દ્રશ્ય એક : ૧૫ વર્ષના યશ માટે થોડા સમય પહેલા સ્કુલમાંથી ફરિયાદ આવી હતી કે તે ચાલુ પીરીયડ દરમ્યાન મોબાઈલ ફોન વાપરે છે. તેનું ભણવામાં ધ્યાન જ નથી હોતું. યશના માતાપિતા અને તેનો મોટોભાઈ પણ મોબાઈલ ફોનના બંધાણી હતા. ઘરમાં બધા વચ્ચે વાતચીતનું પ્રમાણ ઓછુ હતું. ચારે જણા ફ્રી થાય એટલે તેમની આંગળીઓ પોતપોતાના મોબાઈલવધુ વાંચો

તેમણે મારો આ એક દિવસ પણ કેમ ના સાચવ્યો?

by dr.ashish chokshi, pediatrician, ahmedabad. શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો.મનીષાના પેરેન્ટ્સ ઘણા વખત  બાદ તેમના ઘરે જમવા આવવાના હતા. ડો.મનીષાએ પોતાના મમ્મી-પપ્પાને ગમતું ભોજન, સંગીત જેવી બધી જ તૈયારી કરી હતી. મમ્મી-પપ્પા અને પિયુષ બધા સાથે ઘણી વાતો કરીશું તે વિચારથી સવારથી જ ડો..મનીષા ઘણા ઉત્સાહિત હતા. આજે તેઓ પોતાના ક્લીનીકે ગયા જ ન હતા. ડો.મનીષાનીવધુ વાંચો

બાળકોનો શ્વાસ, વિશ્વાસ અને સ્નેહનો સરવાળો એટલે પિતા

બાળકોના ઉછેરમાં માતાનું પ્રદાન અને મહત્વ વિશે તો ઘણું લખાયું છે અને વંચાયું છે પણ બાળઉછેરમાં પિતા શું કરી શકે છે? તે ખાસ લખાયું નથી. મારૂ નવું પુસ્તક બાળઉછેરમાં પિતાના મહત્વ વિશે માર્ગદર્શન આપે છે.  પુસ્તકનું એક પ્રકરણ ( પ્રકરણ છ ) ‘હું અપંગ છું’ તે ભૂલી ગયો હતો (બાળકની શારીરિક તકલીફોથી ડરશો નહીં) ૮ એપ્રિલ,વધુ વાંચો

બાળક વ્યવસ્થિતપણે જમે અને ઉંમર પ્રમાણે તેનું વજન વધે તે માટે શું કરવું ?

શું કરવાથી મારૂ બાળક જમશે અને તેનું વજન વધશે? મોટાભાગની માતા બાળકોના ડોક્ટર પાસે આવે ત્યારે મારૂ બાળક જમતું નથી, મારૂ બાળક જમે તેવી કોઈ દવા લખીને આપો અને મારા બાળકનું વજન વધે તેવી કોઈ દવા આપો તેવી માંગણી હોય છે. હવે બાળકના વજન વધારવાના પ્રયત્નોમાં માતા ઘણી ભૂલ કરે છે, ઘણી ખોટી અને જુનવાણીવધુ વાંચો

શબ્દને સમજીએ – મૌન

મૌન  આ દુનિયાએ ઘણું સહન કર્યું છે, નહીકે ખરાબ લોકોના તોફાનથી પણ સારા લોકોના મૌનના કારણે ઘણું સહન કરવું પડ્યું છે. ……………………………..નેપોલિયન. કામ કરનાર વ્યક્તિને દરિદ્રતાનો ભય હોતો નથી. મૌન ધારણ કરનાર વ્યક્તિને ઝગડાનો ભય હોતો નથી. ખામોશેયા હી બહેતર હૈ. શબ્દો સે લોગ રુઠતે બહુત હૈ. જીભ માત્ર ત્રણ ઇંચ લાંબી છે પણ તેમાંવધુ વાંચો

દિવ્યાંગ બાળકો અને પિતા – તેનું હાસ્ય જ મારી શક્તિ છે.

શારીરિક અને માનસિક રીતે નબળા બાળકો અને પિતા હમણાં જ થોડા દિવસ પહેલા ફાધર્સ ડે હતો. બાળકના ઉછેરમાં પિતાની સક્રિય ભૂમિકાનો શું ફાળો હોય છે તે વિશે ઘણું બધું વાંચવા મળ્યું. સામાન્ય બાળકોને ખાલી દિશા સૂચનની જરૂર હોય છે. તેઓ માતા કે પિતા એમ બે માંથી કોઈ એકનો સહકાર મળે તો પણ જીવનના દરેક તબક્કામાંવધુ વાંચો

સફળ સંતાનોના માતાપિતા કેવા હોય?

સફળ બાળકોના માતાપિતાના લક્ષણો થોડા દિવસ પહેલા દસમાં અને બારમાં ધોરણના રીઝલ્ટ આવ્યા તેમાં એક રીક્ષાચાલક દીકરીના પિતાએ ખુબ સુંદર વાત કહી. તેમણે કહ્યું, ‘દીકરીને વિશેષ સગવડો આપવાની મારી ક્ષમતા હતી નહીં પણ ઘરમાં સુંદર વાતાવરણ આપવાની મારામાં શક્તિ હતી.’ કારકિર્દીના અગત્યના વર્ષોમાં આવનાર બાળકના માતાપિતાને એક જ વાક્યમાં ઘણો બધો સંદેશો આ એક જવધુ વાંચો

૧૭ જુન – ફાધર્સ ડે

જીવનનો દરેક દિવસ – ફાધર્સ ડે ડો. આશિષ ચોક્સી દર વર્ષે જુનના ત્રીજા રવિવારે વિશ્વભરમાં ‘ફાધર્સ ડે’ ઉજવાય છે. ૧૯૧૦માં અમેરિકામાં વોશિંગ્ટનમાં મિસ સોનારા લ્યુઈસે પિતાના કાર્યોને બિરદાવવા શરૂ કરેલી ઉજવણીનો વ્યાપ ધીરે ધીરે વિશ્વભરમાં થયો. જન્મના પહેલા કલાકથી જ પોતાના બાળકો માટે માતા અને પિતા ત્યાગ અને તપશ્ચર્યા રૂપી આરાધના કરે છે એની ગણતરીવધુ વાંચો

સફળ વિધાર્થીઓની પાંચ ખાસિયતો

દસમું ધોરણ, બારમું ધોરણ તેમજ દરેક શાખાના રીઝલ્ટ લગભગ આવી ગયા. સફળ બાળકોના ઈન્ટરવ્યુ વાંચવા મળે છે. કોઈ પણ શાખામાં જે વિધાર્થીઓ ટોપ પર રહ્યા છે તેમની અમુક ખાસિયતો કોમન છે. આ ખાસિયતો વિશે જાણીએ જે કારકિર્દીના નિર્ણાયક તબક્કામાં અન્ય વિધાર્થીઓને મદદરૂપ થઈ શકે. સફળ બાળકોની પહેલી ખાસિયત છે નિયમિતતા. કન્સીસટન્સી અથવા એકધારાપણું કોઈ પણવધુ વાંચો

HAPPY MONDAY MORNING

ઈશ્વર, ભગવાન  તત્પર છે ઈશ્વર તને સઘળું આપવા માટે, તું ચમચી લઈને ઉભો છે દરિયો માગવા માટે. ……અનિલ ચાવડા. ઈશ્વર હમેશા gives, gives and forgives. મનુષ્ય હમેશાં get, gets and forgets. તમારા કર્મોથી ડરો. ઈશ્વરથી નહીં. ઈશ્વર તો માફ પણ કરી દે છે. પણ કર્મો માફ કરતા નથી. ઘણી મેં શોધ કરી શ્લોક અને સ્તુતિમાંવધુ વાંચો

આફતને અવસરમાં અને તકલીફને તકમાં બદલનાર લલિતાપવાર

૧૯૪૨ ના વર્ષમાં ‘જંગ-એ-આઝાદી’ નામની હિન્દી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. હિન્દી ફિલ્મમાં હજુ નવા આવેલા હીરો ભગવાને(ભગવાન દાદાએ) ૨૬ વર્ષની તે સમયની ટોચની હિરોઈન લલિતા પવારને લાફો મારવાનો સીન હતો. ભગવાને હિરોઈન લલિતા પવારને એટલી જોરથી થપ્પડ મારી કે લલિતાજી સ્ટેજ પરથી પડી ગયા, તેમના ડાબા કાનમાંથી લોહી નીકળ્યું અને ડાબી આંખને ગંભીર રીતેવધુ વાંચો

જીવનની સૌથી શ્રેષ્ઠ વસ્તુ ખરાબ સમયમાં પણ શ્રેષ્ઠ અભિગમ હોવો તે છે

૨૬ મે ૨૦૦૨, રવિવાર – બપોરે ૧.૧૫ વાગ્યા હતા. રાજસ્થાનના બિકાનેરનો એ બળબળતો બપોર હતો. બિકાનેરના પાણીખાતામાં કામ કરતા દક્ષિણ ભારતીય બી.ક્રિષ્નન તેમના કોઈ મિત્ર આવવાના હોઈ ઘરના ડ્રોઈંગરૂમમાં મિત્રની રાહ જોઈ રહ્યા હતા. તેમના પત્ની હેમા કુલરમાં પાણી ભરી રહ્યા હતા. એક દીકરી રસોડામાં ચા બનાવી રહી હતી. બીજી દીકરી માલવિકા તેના રૂમમાં તેનુંવધુ વાંચો

આ પાંચ મહિલાઓએ અસંભવ ને શક્ય બનાવ્યું.

HAPPY WOMENS DAY.  વાંચો મજબુત મનોબળ ધરાવતી આ પાંચ મહિલાઓ ની વાત. જેમણે બિલકુલ અસંભવિત અને અશક્ય દેખાતું કામ શક્ય બનાવ્યું. તેમની વાત વાંચીને ક્યાંક આપણને પણ જીવનની તકલીફો સામે લડવાની હિંમત મળે. સલામ છે આ લોખંડી મનોબળ ધરાવતી મહિલાઓને જેમણે પુરવાર કર્યું કે જીવનમાં હિમંત, મહેનત અને ઈશ્વર પર શ્રધ્ધા રાખો તો કશું જવધુ વાંચો

બાળકોને તેમની ભૂલોમાંથી જ શીખવીએ

પોતાની ભૂલો કે નિષ્ફળતા એ સફળતા મેળવવાનો એક પાઠ છે આ શિક્ષણ બાળકોને શ્રેષ્ઠ રીતે માતાપિતા જ આપી શકે. બાળકોથી જ્યારે પણ કોઈ ભૂલ થઈ જાય કે કોઈ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તેમાં ચિંતા કરવાની જરૂર નથી પણ નિષ્ફળતાને યોગ્ય રીતે જોતા અને તેમાંથી બોધપાઠ લેવાની શિખામણ માતાપિતા આપી શકે. પરીક્ષાઓ નજીક આવી રહી છેવધુ વાંચો

બાળકને અલગ પદ્ધતિથી સમજાવવું

માતાપિતાની ઘણી વખત ફરિયાદ હોય છે કે તેમનું બાળક તેમનું માનતું નથી. આમ પણ દસ વર્ષથી નાના બાળકો સલાહ ઓછી માને છે અને અનુકરણ વધુ કરે છે. દસ વર્ષથી નાના બાળકોને અનુકરણ કરાવીને જ કામ પુરૂ કરાવવાની પદ્ધતિ અપનાવવી પડે. કુટુંબના બધા જ સભ્યો જે કરતા હશે તે પ્રમાણે બાળક ચોક્કસ વર્તન કરશે. થોડાક અગત્યનાવધુ વાંચો

બાળકો પાસે ડરાવીને કામ લેવાય?

વર્ષો પહેલા એક અંગ્રેજી પિકચરમાં અભિનેતા રીચાર્ડ બર્ટન એક લશ્કરી અધિકારી હોય છે. તેના ઉપરીને તે કહે છે કે, ‘હું પોતે મારા કાર્યને લાયક નથી. મારા નીચેના સૈનિકોને હું જ ઉદાહરણરૂપ બનવાની યોગ્યતા કેળવીશ પછી મારી જવાબદારીઓ હું પાછી લઇશ’. ગત અઠવાડિયે એક શાળાના વાર્ષિકોત્સવમાં જવાનું થયું. માતાપિતા સાથેના સંવાદમાં એક માતાએ પ્રશ્ન પૂછ્યો કેવધુ વાંચો

આપણા જીવનમાં રોજબરોજ બનતી ઘટનાઓને કેવી રીતે પોઝીટીવલી લેવી તે વિશે માહિતી આપતું પુસ્તક

ઈશ્વરે દુનિયાની દરેક વ્યક્તિમાં બે વસ્તુઓ એકસરખી જ વંહેચી છે સુખ અને દુઃખ. દુઃખ એ વાસ્તવિક કરતા કાલ્પનિક વધુ હોય છે. દુઃખ વ્યક્તિને અસંતોષ, અપૂર્ણતા અને નિરાશા આપે છે. આ અસંતોષ, અપૂર્ણતા અને નિરાશામાંથી જ સારી અને હકારાત્મક વસ્તુઓ શોધી આગળ વધવું તે જ જીવન પ્રત્યેનો પ્રેમ છે. મારી આ પુસ્તિકામાં ક્યાંક જોયેલા, વાંચેલા, સાંભળેલાવધુ વાંચો

નવા વર્ષનો સુવિચાર

ગિવિંગ વિધાઉટ કિપિંગ સ્કોર આપણા વડીલો કહેતા કે પૈસો, સમય અને ભોજન બધાને આપતા રહો. આ એક એવો કુદરતી નિયમ છે કે આ ત્રણે વસ્તુ આપવાથી લાંબા સમયે વધતી જ હોય છે. ઈશ્વર પણ એવી યોગ્ય વ્યક્તિને જ શોધતો હોય છે કે જેના દવારા તે દુનિયામાં જરૂરિયાત વ્યક્તિઓને પોતાની મદદ પહોંચાડે.  બિનશરતી અને આભારની અપેક્ષાવધુ વાંચો

બાળકો સાંભળેલું ભૂલતા નથી

ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત લેખક ફાધર વાલેસે તેમના કુટુંબધર્મ નામના એક પુસ્તકમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. બાળકો ઘણા નિર્દોષ હોય છે. તેઓ જોયેલું, સાંભળેલું ભૂલતા નથી અને માતાપિતાના વર્તનને હંમેશા અનુસરતા હોય છે. અહીં આપણે ત્રણ સત્યઘટના વિશે જાણીએ. *અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીય કુટુંબ આવ્યું હતું. તેની બાજુમાં ગુજરાતીવધુ વાંચો

ટીનએઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા

  થોડા સમય પહેલા આવેલ એક ગુજરાતી પિકચરમાં ટીનએઈજ સંતાનની નિષ્ફળતા માટે તેની માતાનો એક ડાયલોગ હતો કે, ‘તારી સફળતા માટે અમારા સપના ટૂંકા પડ્યા કે અમારા ઉજાગરા ઓછા પડ્યા?’ આ એક વાક્ય ટીનએઈજ બાળકની માતાની સાધના અને સમર્પણ વિશે ઘણું બધું કહી જાય છે. હમણાં વિશ્વસુંદરી બનનાર માનુસી છીલ્લરે ‘માતાના કાર્ય અને સેવાની તોલેવધુ વાંચો

માતાપિતાના સ્પર્શની અનુભૂતિ

લગભગ એક મહિના પહેલા અમેરિકામાં એટલાન્ટા હોસ્પિટલમાં એક દાદા નવજાતશિશુને પોતાના ખોળામાં રાખી પ્રેમથી પોતાનો હાથ બાળકના માથા પર, હથેળી પર તેમજ શરીરના વિવિધ ભાગો પર ફેરવે છે અને બાળક શાંતિથી સુઈ રહ્યું હોય તેવો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રેમાળ સ્પર્શમાં કેટલો જાદુ હોય છે અને બાળકોને કેટલી માનસિક હુંફ મળતી હશે કેવધુ વાંચો

બાળકો અને સારી સ્મૃતિઓનો વારસો

હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એક ઈન્વરનેસ નામનાં ગામમાંથી ત્રણ કે ચાર વર્ષનું નાનું બાળક ભીષણ બોમ્બમારાને લીધે પોતાના પિયાનોવાદક માતાપિતાથી અલગ થઈ ગયું. તે બાળક સ્કોટલેન્ડના જ ગ્લાસગો શહેરમાં પહોંચી ગયું. ત્યાં જ અનાથાશ્રમમાં તેનો ઉછેર થયો. વર્ષો પછી તેના શહેરમાં એક સંગીતના પ્રોગ્રામમાં તેણે એક વૃદ્ધ સંગીતકારની પિયાનોની ધૂનવધુ વાંચો

ક્ષમા ભાવનું પવિત્ર ઝરણું

ક્ષમાભાવનું પવિત્ર ઝરણું ૨ ઓગસ્ટ ૨૦૦૨ નો રક્ષાબંધનનો દિવસ હતો. સ્થળ હતું, મધ્યપ્રદેશના ઇન્દોરની સેન્ટ્રલ જેલ. અહીં આજે ક્ષમા, માફી, પ્રેમ, કરુણા અને શાંતિ માટેનું અવિસ્મરણીય દ્રશ્ય સર્જાયું. એક મર્ડર માટે આજીવન કેદની સજા પામેલા ૫૩ વર્ષના કેદી સમંદરસિંઘને કેરાલાની ક્રિશ્ચન સાધ્વી સિસ્ટર સેલ્મીએ રાખડી બાંધી. સિસ્ટર સેલ્મીએ સમંદરસિંહના હાથ ચૂમ્યા. તેની પાસે રાખડી બંધાવતાવધુ વાંચો

બાળકને સમયસરનું પ્રોત્સાહન

થોડા વખત પહેલા એક સમાચાર હતા કે સૌરાષ્ટ્રના એક નાના ગામમાં સાતથી આંઠ વર્ષના બે બાળકો રમતા હતા, ત્યાં દીપડો આવ્યો અને એક બાળકને ખેંચીને તે લઈ જતો હતો. બીજા બાળકે તેના મિત્રને છોડાવવા પત્થર ફેંક્યો તો પણ દીપડાની પકડ બીજા બાળક પર મજબુત રહી. બીજા મિત્રે તેના મિત્રને હિંમત હાર્યા વિના છોડાવવાના પ્રયત્નો ચાલુવધુ વાંચો

ટીન એઈજ બાળકોને નવા વર્ષની ભેટ – માતા-પિતાનો સંસ્કારીક અને સાંસ્કૃતિક વારસો.

  નવા વર્ષે અથવા જન્મ દિવસે પોતાના બાળકોને સુંદર ભેટ આપવાની ઈચ્છા દરેક માતા-પિતાને હોય જ. ગિફ્ટમાં ટીન એઈજ બાળકને જરૂરી કોઈ પુસ્તક, ઈલેક્ટ્રોનિક સાધન, વાહન કે ડ્રેસ હોઈ શકે. કોઈ ભૌતિક વસ્તુ ખરીદી બાળકોને આપવી તે માતા-પિતા માટે સરળ કાર્ય છે. ભૌતિક ભેટો નો આનંદ બાળકને થોડો સમય કે થોડા દિવસો સુધી રહેતો હોયવધુ વાંચો

આઈ.સી.યુ ગ્રાન્ડપ્પા

૨૦૦૫ની સાલમાં અમેરિકાની એટલાન્ટા હેલ્થ કેર હોસ્પિટલમાં ડેવિડ ડયુચમેન નામનાં ૭૦ વર્ષીય વડીલ પોતાના પગમાં થયેલ ઈજાની સારવાર અર્થે આવતા હતા. ડેવિડ ડયુચમેને તે વખતે જોયું તો એક માતા રડતી રડતી PICU (પીડીયાટ્રીક ઇન્ટેન્સીવ કેર યુનિટ)માં થી બહાર આવતી હતી. ડયુચમેને તે માતા પાસેથી તેના બાળકની તકલીફ વિશે માહિતી મેળવી અને તેને સાંત્વના આપી. તેવધુ વાંચો

ખુલ્લા મેદાનમાં રમતો અને બાળવિકાસ

  હમણાં થોડા સમય પહેલા ન્યુઝપેપરમાં એક સમાચાર હતા કે વિવિધ બાળકોના અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે જે બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે તેમનો આઈ.કયું જે બાળકો મેદાનમાં રમવા નથી જતા તેવા બાળકોની સરખામણીમાં પાંચ પોઈન્ટ વધુ હતો. ચાર થી દસ વર્ષનો ગાળો બાળમાનસના વિકાસમાં ખુબ અગત્યનો ગાળો છે. આ સમયમાં જે બાળકોને ખુલ્લા મેદાનમાંવધુ વાંચો

  માનવતાની મહેંક – જામનગરના રાજવીની ગૌરવગાથા

  ફેબ્રુઆરી ૨૦૧૬. પોલેન્ડ પાર્લામેન્ટે તેમના વારસો વિસ્તારના એક સ્ક્વેરનું નામ ‘જામસાહેબ દિગ્વિજય સિંહ જાડેજા સ્ક્વેર’ આપ્યું. એ જ અરસામાં પોલેન્ડમાં ત્યાંની ભાષામાં ‘A LITTLE POLAND IN INDIA’ નામથી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજુ થઈ જે પોલેન્ડમાં વાંરવાર રજુ થતી રહે છે. પોલેન્ડ પાર્લામેન્ટે ૨૦૧૩માં નવાનગર (જામનગર)ના આ રાજવીને ‘ક્રોસ કમાન્ડર ઓફ મેરિટ’ નામનો ખિતાબ આપીનેવધુ વાંચો

છેલ્લા અઠવાડિયાનું ખૂણે ખાંચરેથી વાંચન

જાણીતા ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટને એક સમયે ડ્રિન્ક્સનું વ્યસન હતું. તેમના જન્મ દિવસે પૂજા ભટ્ટે તેના પિતા મહેશ ભટ્ટને ‘ડેડી, આઈ લવ યુ’ કહ્યું, ત્યારે મહેશ ભટ્ટે તેની દીકરીને એક સુંદર વાત કહી તે પછી પૂજા ભટ્ટે ડ્રિન્ક્સ લેવાનું છોડી દીધું હતું. ‘જો તું મને પ્રેમ કરતી હોય તો પહેલા તું તારી જાતનેવધુ વાંચો

તક બહાદુરી બતાવવાની

૧૪ તથા ૧૫ અને સપ્ટેમ્બર ૨૦૧૭માં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તથા તેમના પત્ની અકી આબે અમદાવાદના મહેમાન બન્યા હતા. આ વખતે શ્રીમતી અકી આબેએ વસ્ત્રાપુર ખાતે અંધજન મંડળની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ ભારતની પહેલી મુક-બધીર-અંધ ફિઝીઓથેરાપીષ્ટ શ્રુતિલત્તાને મળ્યા. દિવ્યાંગ ડોક્ટર શ્રુતિલત્તાને મળી શ્રીમતી આબે ખુબ આનંદિત થયા. તેમણે શ્રુતિલત્તાને તેના આવતા વર્ષો માટે શુભેચ્છાવધુ વાંચો

બાળકોને પ્રેમથી સમજાવો

ખેલ ડાબા હાથનો

જો કોઈ પૂછે કે ભારતના મહાનુભાવો જેવા કે મહાત્મા ગાંધીજી, આપણા વડાપ્રધાન નરેન્દ્રમોદી, ક્રિકેટર સચિન તેન્દુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિહ, મુક્કાબાજ મેરીકોમ, અમિતાભ બચ્ચન, આશા ભોંસલે, કરણ જોહર જેવા કલાકરો, લક્ષ્મી મિત્તલ અને રતન ટાટા જેવા ઉદ્યોગપતિઓ વચ્ચે શું સામ્યતા છે? તો બે ઘડી તો કોઈ પણ માથું ખંજવાળે. આ પ્રશ્નનો જવાબ વાંચતા પહેલા આપણેવધુ વાંચો

બાળકને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે શિખવાડાય

બાળકોને સમયનું મહત્વ શીખવીએ. લગભગ ત્રીજા કે ચોથા ધોરણમાં આવતાજ બાળકને સમયની અછત વર્તાય છે. શાળા, ટ્યુશન ઉપરાંત ઘણી બધી ઈતર પ્રવૃત્તિના ભાર તળે જાણે ૨૪ કલાક પણ તેને ઓછા પડે છે. ટાઈમ મેનેજમેન્ટ એટલે અગત્યના કામોને ઓળખી નિયત સમયમાં તેને પુરા કરવા. જો માતા-પિતા ઈચ્છે કે બાળક જે પણ ક્ષેત્રમાં જાય તેમાં તે ખુબવધુ વાંચો

સ્વાઈન ફ્લ્યુ વાયરસના ચેપ વિશે સામાન્ય માહિતી

સ્વાઈન ફ્લુ H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસના ચેપ લાગવાથી થાય છે. આ રોગથી અસરગ્રસ્ત વ્યક્તિ/ બાળકના સંપર્કથી, તેની સાથે હાથ મીલાવવાથી થાય છે. તેની છીંક, લીંટ અને ઉધરસ તેમજ હાથ  મારફતે આ વાયરસનો ચેપ પ્રસરે છે. અશુદ્ધ ખોરાક અથવા પાણી મારફતે આ રોગ પ્રસરતો નથી. જે વ્યક્તિને/બાળકને   આ રોગનાં લક્ષણો દેખાય તેના એક દિવસ પહેલાથી શરૂવધુ વાંચો

સંતાનને આંગળી પકડીને રસ્તો બતાવવો કે ખભેથી ઉચકીને રસ્તો પસાર કરાવવો?

છેલ્લા ત્રણ વર્ષથી એક મેડીકલ રીપ્રેસંટેટીવ (MR) તરીકે એક બહેન નિયમિત મળવા આવતા. આપણે તેમને અમીબહેન તરીકે ઓળખીશું. તેઓ જે ફાર્મા કંપનીમાં કામ કરતા તેની પ્રોડક્ટ વિશે હંમેશા ટુંકાણમાં અને સુંદર રીતે માહિતી આપતા. અમારા પ્રોફેશનમાં ઘણા MR આવતા હોય છે પણ ખુબ ઓછા MR માં ડોક્ટર સામે વિશેષ છાપ છોડી જવાની આવડત હોય છે.વધુ વાંચો

સાથી નહીં પણ સારથી

  ૦૭/૦૮/૨૦૧૭ કાલે જ ફ્રેન્ડશીપ ડે ગયો. થોડા સમય પહેલા એક વાર્તા (સત્યઘટના) વાંચી હતી. એક યુવાને તેના પરમ મિત્રને પોતાની એક અંગત વાત કહી હતી કે મારા પિતાને કોઈ પણ કારણસર ઘણા વર્ષોથી મળતું પેન્શન બંધ થયું છે. તેઓ ખુબ જ આત્મસન્માની છે. હું એમનેમ તેમને દર મહિને પૈસા આપું તો તેઓ લે નહીં.વધુ વાંચો

બાળપણના સુખદ સ્મરણો

૩૧/૦૭/૨૦૧૭ પ્રિય મિત્રો happy Monday morning. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ નાં ધરતીકંપમાં એક જાણીતા લેખકે તેમની પત્નીને કુદરતે આપેલી શિક્ષામાં ગુમાવ્યા. તે પછી તેઓ પોતાની મૂળ લેખનશક્તિ ગુમાવી ચુક્યા હતા. છાપા-સામાયિકમાં આવતી તેમની નિયમિત કોલમ બંધ થઇ ગઈ હતી. તેમના કુટુંબીજનોએ તેમનો ઉત્સાહ વધારવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેમની મૂળ લેખનશૈલી પાછી આવી નહીં. મનોચિકિત્સક અનેવધુ વાંચો

ઈશ્વર કોને ‘લાઈક’ કરવાનું પસંદ કરશે?

૨૪/૦૭/૨૦૧૭ ડો.આશિષ ચોક્સી, કલરવ બાળકોની હોસ્પિટલ, મેમનગર, અમદાવાદ. પ્રિય મિત્રો, ‘Happy Monday Morning.’ ૨૧/૦૭/૨૦૧૭, શુક્રવારે રાત્રે ૧૧.૩૦થી બે કલાક માટે અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો. વરસાદની માત્રા ઘણી વધુ હતી.. હું લગભગ ૧૨.૩૦ વાગ્યે મારા ઘરે આવી રહ્યો હતો. અમદાવાદના મેમનગર વિસ્તારમાં જ મારું ઘર અને હોસ્પિટલ આવેલા છે. મારા ઘરનો રસ્તો મેમનગર ગામમાં થઈને જવધુ વાંચો

ખુશી

ખુશી : (૧૭/૦૭/૨૦૧૭) ડો.આશીષ ચોક્સી, કલરવ બાળકોની હોસ્પિટલ, મેમનગર, અમદાવાદ. પ્રિય મિત્રો, “Happy Monday morning” આજે આપણે ‘ખુશી’ શબ્દને ઓળખીએ. દરેક વ્યક્તિ અંગત રીતે તો ઈચ્છતી જ હોય છે કે પોતે ખુશ રહે. ઘણાને એ પ્રશ્ન પણ સતાવતો હોય છે કે ખુશ કેવી રીતે રહેવાય? ભગવાન બધું જ આપે છતાં ઘણા લોકો ખુશી મેળવી શકતાવધુ વાંચો

વર્ષાઋતુમાં બાળક બીમાર ના પડે તે માટે શું ધ્યાન રાખવું?

વર્ષારાણીના આગમનને વધાવવું, વરસાદમાં ભીંજાવું અને દોડાદોડી કરવી તે બાળકોથી માંડીને વડીલો માટેનો આનંદનો અવસર હોય છે. દુષિત પાણી, ખોરાક અને હવા મારફતે વર્ષાઋતુમાં જ વાયરસ, બેક્ટેરિયા, મેલેરિયા, ફૂગ અને એલર્જીજન્ય રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. અપૂરતો સૂર્યપ્રકાશ, લાંબો સમય ભેજગ્રસ્ત હવા, ઘરના બારી બારણાં લાંબો સમય બંધ રાખવા પડે એવી પરિસ્થિતિમાં ઇન્ફ્લ્યુંએન્ઝા વાયરસ,વધુ વાંચો

ટીનએઈજ બાળકોને કઈ કહી શકાતું નથી.

અમને અમારું કામ જાતે કરવા દો ઘણીવાર માતાપિતા તેમના ટીનએઈજ બાળકોની ફરિયાદ કરતા હોય છે કે તેમને કશું કહી શકાતું નથી. તેમની ભૂલોમાં તેમને ધ્યાન દોરવામાં આવે તો તેમને ગમતું નથી. કોઈ વસ્તુની સલાહ આપીએ તો તેઓ કહે છે કે અમને અમારી રીતે કામ કરવા દો. અમારા પ્રશ્નોમાં બહુ માથું નાં મારો. અમારા થોડા નિર્ણયવધુ વાંચો

દરેક માતાની મૂંઝવણ – મારું બાળક જમતું નથી

• છ માસ સુધી બાળકને ફક્ત ધાવણ આપવાનું હોય છે. ત્યારબાદ ઉપરનો ખોરાક ચાલુ કરવાનો થાય છે ત્યારે માતાનો બાળકને જમાડવા માટેનો સંઘર્ષ ચાલુ થતો હોય છે. સવારથી ઉઠીને માતાને પોતાના બાળકે કેટલું ખાધું, કેવું ખાધું વગેરે વિચારો જ આવતા હોય છે. ઘરના સભ્યોનું મુખ્ય ધ્યેય પણ બાળક કેટલું જમ્યું તે જ રહેતું હોય છે.વધુ વાંચો

નિષ્ફળતા – એક નવી શરૂઆત

દસમાં અને બારમાં ધોરણના પરિણામો આવી ગયા. ધીરે ધીરે સાયન્સ, કોમર્સ અને આર્ટસ જેવી ગ્રેજ્યુએશન ફેકલ્ટીના પરિણામો પણ આવવા લાગ્યા છે. ઘણા બાળકો ખુબ સફળ થયા છે. તેઓએ કેવી રીતે સફળતા મેળવી તેના ઈન્ટરવ્યું લેવાય છે અને વિવિધ મીડિયામાં ફોટા સાથે તે આવે છે. તેમના ઘરોમાં ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે. ઘણા બાળકોએ ધાર્યુંવધુ વાંચો

બાળકોને સલાહ આપવાની પધ્ધતિ

બાળકને સલાહ આપવાની પદ્ધતિ આંઠ વર્ષના પ્રતિકના મમ્મી-પપ્પા મળવા આવ્યા હતા કે પ્રતિક ખુબ જ ચીડાઈ જાય છે. નાની નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે. પોતાનું ધાર્યું જ કરે છે અને ઘણીવાર અમારી સાથે સરખી રીતે વાત પણ કરતો નથી. તેને કઈક સમજાવો અને સલાહ આપો. બાળકોને પાંચ વર્ષ થઇ જાય પછી તેઓ માતાપિતાની સલાહવધુ વાંચો

બાળકોમાં જોવા મળતી મોટી ઉધરસ – કૃપ

નાના બાળકોમાં જોવા મળતી મોટા આવાજ્ની ઉધરસને કૃપ કહે છે. કૃપ છ માસથી ત્રણ વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે. શિયાળામાં વધુ જોવા મળે છે. કૃપમાં બાળકોના ગળામાં ચેપ લાગે છે તેને મોટી ઉધરસ પણ કહે છે. સ્વરપેટીના ભાગ પર રોગની અસર વધુ જોવા મળે છે. પેરાઇન્ફ્લુંએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા, એડીનો અને રેસ્પીરેટરી શિન્સીયલ નામનાં વાયરસોથી આવધુ વાંચો

અબળા નહીં પણ સબળા

અબળા નહીં પણ સબળા ભારત – પાકિસ્તાનની ૧૯૭૧ ની લડાઈ વખતે ભારત હવાઈસેનાએ તેનું મુખ્ય કામ જામનગરથી રાખ્યું હતું. પણ ઇસ્લામાબાદથી ફક્ત ૪૮ કિમી. દુર આવેલ ભુજ એરપોર્ટનું વ્યુહાત્મક રીતે ખુબ જ મહત્વ હતું. પાકિસ્તાનનો ઈરાદો આ એરપોર્ટના રન વે ને તબાહ કરી ભારતની વાયુસેનાની કામગીરીને નબળો પાડવાનો હતો. સાત અને આઠ ડીસેમ્બર ૧૯૭૧ નીવધુ વાંચો

બાળકો વધુ ચંચળ કેમ હોય છે?

બાળકો વધુ ચંચળ કેમ છે?   મોટાભાગના માતાપિતા અત્યારે તેમના બાળકોને બતાવવા આવે તો એક ફરિયાદ સામાન્ય હોય છે કે તેમના બાળકો વધુ તોફાની અર્થાત ચંચળ છે. તેઓ એક જગ્યાએ બેસી જ શકતા નથી. તેમને સતત ઘરની વસ્તુઓ અડવાની ટેવ છે. તેઓ થાકતા પણ નહીં હોય? ક્યાંય જઈએ તો અમારે તેમને કેટલી બધી સૂચનાઓ આપવીવધુ વાંચો

ટીનએઈજ બાળકોને સાંભળો અને સમજો

ટીનએઈજ બાળકોને સાંભળો અને સમજો

વેકેશન શરુ થયું અને ૧૫ વર્ષની તનીષાને તેના પિતા સાથે વધુ સમય ગાળવાની તક મળી. તે તેના પિતા સવારે ઉઠી ચાલવા જતી. તેમની ઓફિસે પણ જઈ આવી અને સાંજે પણ તેના પિતા પાછા આવે એટલે તેમની સાથે બેસી છાપામાં આવતા પોલિટિકલ પ્રશ્નોની ચર્ચા કરતી. બાપદીકરી બંનેને એકબીજાનું સાનિધ્ય ખુબ ગમતું. થોડા દિવસ બાદ તનીષા તેનાવધુ વાંચો

માતૃત્વની ચરમસીમા

  વાત ૨૦૦૨ નાં વર્ષની છે. મારા હોસ્પિટલની નજીક આવેલા નંદન મેટરનિટી હોમમાંથી સવારે સાત વાગ્યે ફોન આવ્યો. એક નોર્મલ ડીલીવરી થઈ રહી છે. બાળકને જોવા આવો. ગાયનેકોલોજિસ્ટ હવે નોર્મલ કે સિઝેરિયન ડીલીવરી થઈ રહી હોય ત્યારે બાળકોના ડોક્ટરને બોલાવતા હોય છે. નવજાત શિશુને જન્મ્યા બાદ તુરંત જરુરી સારવાર મળી રહે તે હેતુ હોય છે. વધુ વાંચો

ટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને પ્રેમ કરો

ટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને પ્રેમ કરો બાળકની ટીનએઈજ શરુ થાય એટલે તેના પાસેથી માતાપિતાની અપેક્ષા વધી જાય. તેમાં કશું ખોટું પણ નથી. ખાસ કરીને તેની પાસેથી શૈક્ષણિક સફળતાની અપેક્ષા વધુ રખાય. સામજિક જવાબદારીઓ અને ઘરના કામોની પણ નાનીમોટી જવાબદારીઓની અપેક્ષા માતાપિતા રાખતા હોય છે. ખાસ કરીને તેની શૈક્ષણિક સફળતાની અપેક્ષા એ દરેક ઘરનો સામાન્ય મુદ્દો છે.વધુ વાંચો

પ્રતિક્ષા

ડો.આશિષ ચોક્સી. શ્રેણી : જીવન, પ્રેમ અને પોઝીટીવીટી પ્રયત્ન + પરિશ્રમ + …….. = સફળતા આશરે ઈ.સ ૧૧૦૦ની સાલમાં એટલે ૯૦૦ વર્ષ પહેલા ગુજરાતના રાજવીર સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ જીતવા માટે ૧૨ વર્ષ સુધી જૂનાગઢની આજુબાજુ ઘેરો ઘાલ્યો અને જીત માટે પ્રતિક્ષા કરી. ઈ.સ. ૧૬૩૨માં પ્રેમના પ્રતિક તાજમહેલનું બાંધકામ શરૂ કરાવનાર શાહજહાંને વિશ્વની સર્વોત્તમ પ્રતિકૃતિ બનાવતાવધુ વાંચો

માતાપિતાની કઈ વર્તણુક તેમનું ટીનએઈજ બાળકો સાથે અંતર વધારે છે?

by dr.ashish chokshi. divya bhaskar : 21/03/2017. ટીનએઈજ બાળકો માટે ઘણું લખાય છે. અત્યારેની ટીનએઈજ પેઢી માટે ખરેખર માતાપિતા નાણા અને શક્તિમાં ખુબ ભોગ આપે છે. છતાં અંતર વધતું જાય છે તેનું કારણ માતાપિતા પુરતો સમયનો ભોગ આપી શકતા નથી. આપણા દાદાના સમયમાં ઊંધું હતું તેઓ સમય અને શક્તિનો ભોગ આપતા હતા. પૈસાનો ભોગ આપતાવધુ વાંચો

બાળકોમાં લોહતત્વ (હિમોગ્લોબીન)નું મહત્વ

  આપણે જેને હિમોગ્લોબીન કહીએ છીએ તે લોહતત્વ (આર્યન)નું બનેલું હોય છે. બાળક ગર્ભાશયમાં હોય ત્યારથી તેના વિકાસમાં લોહતત્વ અગત્યનો ભાગ ભજવે છે. ગર્ભસ્થ બાળકના શરીરના બધાજ અંગોનો શ્રેષ્ઠ વિકાસ માતાના હિમોગ્લોબીનના પ્રમાણ પર આધારિત હોય છે. આથી જ સગર્ભા માતાને આર્યનની ગોળીઓ ઉપરાંત આર્યનની માત્રા વધુ હોય તેવો ખોરાક લેવાનું સુચન કરવામાં આવે છે.વધુ વાંચો

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર …

અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા પ્રથમેશભાઈ ઘણીવાર અલગ અલગ સ્કુલ પર સ્કુલ શરુ થવાના અને છુટવાના સમયે પહોંચી જાય છે અને માતા-પિતાને પોતાનું વાહન રોંગ સાઈડમાં નાં ચલાવવું તે સમજાવે છે અને પેમ્પલેટ વહેંચે છે. તેઓ ઘણી સ્કુલોમાં જઈને પણ બાળકોને ટ્રાફિકનાં નિયમો શીખવે છે. તેમનું માનવું છે કે બાળકો ટ્રાફિકના અને વાહન ચલાવવાના નિયમો પાળેવધુ વાંચો

રમતમાં કે જીવનમાં પોઝીટીવીટી આ રીતે શોધાય

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલ અંતિમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ઓપનર લોકેશ રાહુલ ૧૯૯ રને આઉટ થયો. ક્રિકેટમાં બનતી ઘણી બધી ઘટનાની જેમ આ પણ એક ઘટના જ ગણી શકાય. તેના ૧૯૯ રને આઉટ થયા પછી ટી.વી ચેનલ અને સોસિયલ મિડીયાએ મિશ્ર પ્રતિભાવ આપ્યા. લોકેશ ૧૯૫ રનના સ્કોરે હતો ત્યાં સુધીવધુ વાંચો

બેટા એમની પાસે જે નથી તે તું આપજે……

  અમારે પ્રેક્ટિસમાં ઘણીવાર પેશન્ટ અમને ઘણું શીખવીને જાય છે. ઘણીવાર તે સુંદર સામાજિક સંદેશો આપીને પણ જાય. એકવાર એક પેશન્ટ સૃષ્ટિ બહેન એમના નણંદ અને તેમના સાસુ એક નવજાત બાળકને લઈને રૂમમાં પ્રવેશ્યા. સૃષ્ટિ બહેન ચાર વર્ષથી તેમના બાળકને લઈને તો આવતા જ હતા. તેમના નણંદને પોલિયો છે. તે રૂમમાં બેઠા બેઠા ઘસડાઇને આગળવધુ વાંચો

ટીન એઈજ સંતાનો પાસેથી શીખીએ

  સાતમાં ધોરણમાં ભણતી સચી તેના પિતા પાસે ગઈ અને તેની સ્કુલ યુનિફોર્મની ટાઈ બાંધવા કહ્યું. તેના પિતાને આ કામ બરાબર ફાવ્યું નહીં. તરત જ તેની મોટી બહેને નાની બહેનને ટાઈ તો બાંધી આપી ઉપરાંત તેના પપ્પાને પણ ટાઈ કેવી રીતે બંધાય તે શીખવ્યું. તેના પપ્પા પહેલા સહેજ ખચકાયા પણ ટાઈ બાંધતા શીખવાની પ્રક્રિયા વખતેવધુ વાંચો

સુવિચારોનો સૂર્યોદય

૪ ઓક્ટોબર ઈશ્વર પૃથ્વી પરની દરેક વ્યક્તિને રોજ સવારે ખુશ થવાનું અને આનંદિત થવાનું એક કારણ તો આપે જ છે. આ કારણ, પ્રસંગ કે તક આપણે જ આખા દિવસમાંથી આપણી સાથે બનેલી ઘટનાઓમાંથી શોધવાની હોય છે. આજનો દિવસ ખરાબ ગયો કે આજનો દિવસ સારો ગયો તે માત્ર આપણેજ નક્કી કરેલી પરિસ્થિતિ છે. જે દિવસને આપણેવધુ વાંચો

ટીન એઈજ એટલે પ્રયત્નો અને આત્મવિશ્વાસની જુગલબંધી

  હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ પર ગયેલી ટુકડીના ટીચરે એક સરસ વાત કહી. અમે બધી ઉંમરની વ્યક્તિઓને ટ્રેકિંગ પર લઇ જઈએ છીએ. પણ અમને સૌથી ઓછી મહેનત અને વધુમાં વધુ આનંદ ટીન એઈજ ગ્રુપ સાથે આવે છે. આ લોકો જરાય થાકતા નથી. એક વાર તેમના મગજમાં એક લક્ષ્ય ગોઠવી દો પછી તે લોકોને  ગમે તેટલી તકલીફોવધુ વાંચો

કારની દફનવિધિ

  બ્રાઝીલના સૌથી અમીર અને શક્તિશાળી લોકોમાંના એક ચિક્વિન્હો સ્કાર્પાએ પોતાની સાત કરોડ રૂપિયાની બેંટલે કાર દફનાવવાની ઘોષણા કરી હતી. તેણે કહ્યું, ‘હું આમ એટલા માટે કરવા માંગુ છું કે મૃત્યુ બાદ પરલોકમાં પણ હું તેમાં ફરી શકું.’ સ્થાનિક માધ્યમોમાં આ વિચિત્ર ઘોષણાની ખુબ ટીકા થઇ. લોકોએ કહ્યું કે આ કેવો પાગલ આદમી છે. આટલીવધુ વાંચો

એ દિવસ હતો ૧૬ ઓક્ટોબર ૧૯૮૭ નો

  કર્ટની વોર્લ્શની ખેલદિલી એ દિવસ હતો ૧૬ ઓકટોબર ૧૯૮૭નો. તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે આજથી લગભગ ૨૯ વર્ષ પહેલાનો આ દિવસ ક્રિકેટ ઇતિહાસમાં ખેલદિલી અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ માટે લખાવાનો હતો. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ૧૯૮૭ના ક્રિકેટ વર્લ્ડ કપની એક દિલધડક મેચ રમાઈ રહી હતી. બંને દેશો માટે આવધુ વાંચો

માતા-પિતાના ધૂમ્રપાનની બાળકો પર અસર

માતા-પિતા ધૂમ્રપાન કરતા હોય તો બાળકો પર થતી અસર ત્રણ ભાગમાં વહેચી શકાય. સગર્ભાવસ્થામાં, બાળકો પર તરત થતી અસર અને બાળકો પર થતી લાંબા ગાળાની અસર ધૂમ્રપાનની સગર્ભાવસ્થામાં અસર : સગર્ભાવસ્થામાં માતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીડી કે સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવે તો કુદરતી ગર્ભપાત, બાળક અધૂરા મહિને જન્મવું, બાળક ઓછા વજન સાથે જન્મવું તેમજવધુ વાંચો

બુટની દોરી

  રેઈનબો ફિટનેસ સેન્ટર શહેરમાં ખુબ જાણીતું હતું. આરોગ્યને સભાન રહેતા યુવાનથી શરુ કરીને લાકડીના ટેકે ચાલતા વડીલો પણ તેના સભ્યો હતા. પ્રભાવતી બહેન પરીખ ઉમરમાં તો આઠમો દાયકો વટાવી ચુકેલા પણ તેમના ચહેરા પરના તેજ અને પ્રભાવી વ્યક્તિત્વથી ફિટનેસ સેન્ટરમાં આવતા યુવાન છોકરા છોકરીઓને પણ તેમની સાથે વાતો કરવી ગમતી. કહે છે ને કે,વધુ વાંચો

આજે લેશન કરીને લાવી છું (એક લઘુવાર્તા)

એક સ્કુલમાં નાનકડી છોકરી ભણતી હતી. તે દરરોજ લેશન લાવતી નહતી. તેના શિક્ષક રોજ તેને શિક્ષા કરતા. છોકરી રોજ ધ્રુસકે અને ધ્રુસકે રડતી. આ ઘટનાક્રમ લગભગ છ માસ ચાલ્યો. એક દિવસ પહેલી વખત છોકરી લેશન કરીને લાવી. તેના શિક્ષકે તેને પૂછ્યું કે આજે અચાનક તું લેશન કરીને કેવી રીતે લાવી? છોકરીએ રડતાં રડતાં કહ્યું કેવધુ વાંચો

અસરકારક મેનેજમેન્ટ

અસરકારક મેનેજમેન્ટ એક વાર રતનતાતાને કંપનીના એક નાના કર્મચારીએ ધ્યાન દોર્યું કે અમારા બાથરૂમ-સંડાસ જરાય ચોખ્ખા થતા નથી. તેમાં ખુબ જ દુર્ગંધ મારે છે. પાણી ટપકે છે. પાઈપો જૂની અને કટાઈ ગયેલી છે. બાથરૂમની ખાળોમાં મચ્છરોએ ઘર બનાવી દીધું છે. તેના મેઈન્ટેનન્સ માટે જરાય ધ્યાન અપાતું નથી. જ્યારે ઓફિસરોના  બાથરૂમ કેટલા સ્વચ્છ અને સુઘડ છે.વધુ વાંચો

કેરાલાનું અદભુત સૌંદર્ય

EFGVB

બાળક માટે તમારું ઘર સુરક્ષિત બનાવો

• ૧ થી ૩ વર્ષના બાળકનો શારીરિક તથા માનસિક વિકાસ અસાધારણ હોય છે. બાળક ભાખોડિયા ભરતું અને ચાલતું થાય તે જ ઉમરે તેનાં હાથમાં આવતી દરેક વસ્તુને તે મોમાં નાખવાની વૃત્તિ ધરાવતું થઇ જાય છે. નવી જોયેલી વસ્તુ હાથેથી લઈને જ્યાં સુધી તે મોમાં નાખી પેઢા પર ઘસે નહિ ત્યાં સુધી તેને સંતોષ થતો નથી.વધુ વાંચો

પિતાનો ધગધગતો પ્રેમ…..

લગભગ ૨૦૦૨માં આવેલ ‘રિશ્તે’ ફિલ્મના એક ગીત ‘રીસ્તા તેરા….માં અનિલકપૂરે તેનો પુત્ર જેને પગે તકલીફ હોય છે તેના માટે પોતાના જીવનનું દર્દ અદભુત રીતે વર્ણવ્યું છે. આ જ પિકચરમાં જ્યારે તે પુત્ર ચાલી શકે છે તે જોતા અનિલકપૂરની આંખોમાં આંસુ વહે છે જે પિતાના પુત્ર માટેના પ્રેમ દર્શાવતો સુંદર અભિનય હતો. ૧૯૭૧ માં આવેલ ‘આવધુ વાંચો

ટીન એઈજ બાળકોના મિત્ર બનીએ

ટીનએઈજ બાળકોના મિત્રો બનો આદિત્ય ૧૮ વર્ષનો તબીબી શાખાના બીજા વર્ષમાં ભણતો વિદ્યાર્થી છે. દિવાળીની રજામાં તે મિત્રો સાથે કુલુમનાલી ૧૫ દિવસના ટ્રેકિંગમાં ગયો હતો. આદિત્ય તેના માતાપિતાનું એક માત્ર સંતાન હતો. ભણવામાં હોશિયાર તો હતો જ સાથે માતાપિતાને આદર પણ ખુબ આપતો. તેની ગેરહાજરીમાં તેની માતાએ તેના રૂમમાં સાફસફાઈ કરવાનું નક્કી કર્યું. તેનું કબાટવધુ વાંચો

antental counselling for breast feeding (સગર્ભાવસ્થામાં જ માતાને સ્તનપાન વિશે સમજણ આપવાના ફાયદા)

• પ્રસુતિ બાદ માતા ખુબ થાકેલી હોય છે. ઉપરાંત પહેલા દિવસે રૂમમાં સગાઓની અવરજવર રહેતી હોય છે જેને લીધે માતા બને તેટલું ઝડપથી ધાવણ આપવામાં અને ડોકટરની સુચના પર ધ્યાન આપી શક્તી નથી. આથી ધાવણ આપવા વિશે જાણકારી અને ધાવણના મહત્વ વિશે માતાએ સગર્ભાવસ્થા દરમ્યાન જ માહિતી મેળવી લેવી જોઈએ. • સ્તનપાનને લગતા પ્રશ્નો અનેવધુ વાંચો

જાણવા જેવું

જાણવા જેવું …કાજોલની માતા તનુજાને એક ઈન્ટરવ્યૂમાં કોઈએ પૂછ્યું. ‘તમે તમારી માતા શોભના સમર્થની કઈ વસ્તુને બહુ મિસ કરો છો?’ તનુજાએ કહ્યું, ‘તેના ગુસ્સા અને તેની વઢ ને. મારું હાથી મેરે સાથી (1972) પિક્ચર તેણે જોયું. તેમાં ઈમોશનલ સીન્સ મેં બરાબર નહાતા આપ્યા. તેણે મને ખુબ ખખડાવી હતી. તે મને ખુબ યાદ આવે છે.’ ૧૦૦૦વધુ વાંચો

ટીનએઈજ બાળકોને સમાજના બધાજ લોકો સાથે રહેતા શીખવીએ

ટીન એઈજમાં શીખવી જરૂરી-કોમન માણસો સાથે સંબંધ નિભાવવાની કળા ટીન એઈજમાં પારિવારીરિક ભાવના, કોઈ પણ સ્થિતિમાં અનુકુલન સાંધવું, મિત્રો બાંધવા અને મિત્રતા નિભાવવી તેમજ નાના માણસો સાથે સંબંધ રાખવાની કળાને શીખવા માટેની જરૂરી પાયાની ચાર વસ્તુઓ ગણી શકાય. આમાં પ્રથમ ત્રણ વસ્તુઓ ટીન એઈજ બાળકો માતા-પિતા સાથે રહીને જ શીખી લેતા હોય છે. પરંતુ ચોથીવધુ વાંચો

એક ડોક્ટરની વાર્તા

મોટાની અલ્પતા અને નાનાની મોટાઈ …. સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં એક સર્જન ડો. પિયુષ શાહ અને તેમના ગાયનેકોલોજિસ્ટ પત્ની ડો.અલ્પા શાહ લગભગ ૨૦ વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. એક દિવસ સાંજની OPD પૂરી કરી ઘરે આવી બંને જણા જમતા હતા અને હોસ્પિટલથી એક પેશન્ટ માટે ફોન આવ્યો. ફોન ડો.અલ્પા માટેનો હતો. પ્રસુતિના છેલ્લા દિવસો અને દુખાવાવધુ વાંચો

અમદાવાદમાં ગરમી

અમદાવાદમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી ઉપર આજે જોવા મળ્યો.

ઈ-બુક ડાઉનલોડ કરો