મુલાકાતી નંબર: 430,122

Ebook
સુવિચારોનો સંચય
A  :
 1. પુ. મોરારી બાપુ
 2. સરદાર વલ્લભભાઈ પટેલ
 3. રવિન્દ્રનાથ ટાગોર
 4. ચાર્લી ચેપ્લિન
 5. સ્વામી વિવેકાનંદ
 6. મહાત્મા ગાંધીજી
 7. હેલન કેલર
 8. આચાર્ય વિજયરત્નરાજ સૂરિજી
 9. અનુભવ
 10. અભિનય
 11. અવિશ્વાસ
 12. અશક્ય
 13. અસંતોષ
 14. અહંકાર
 15. અંગત
 16. અંત,end
 17. અંતરાત્મા
 18. અંધકાર
 19. અંધશ્રધ્ધા
 20. અપમાન
 21. આચરણ, વ્યવહાર, વર્તન
 22. આત્મવિશ્વાસ
 23. આનંદમાં રહેવું
 24. આભાર (thanks, appreciation)
 25. આવડત
 26. આવતીકાલ
 27. આશા, અપેક્ષા (expectation)
 28. આશક્તિ
 29. આંસુ
 30. ઈશ્વર, ભગવાન
 31. ઈચ્છા
 32. ઉપેક્ષા, અવગણના
 33. ઊંઘ
 34. ઉંમર
 35. એકલતા, એકાંત
 36. ઓળખ
 37. એકાગ્રતા
 38. કલાકાર
 39. કામ
 40. કીર્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ
 41. કુટુંબ
 42. કુદરત
 43. કોઈના હ્રદયમાં સ્થાન
 44. કોઈને નડતરરૂપ ના થવું
 45. કર્મ
 46. ક્ષમા
 47. ખુશી
 48. ખેલદિલી
 49. ગરીબ
 50. ગંભીરતા, પુખ્તતા, પાકટતા
 51. ગુણ
 52. ગુનો, બેગુનાહ
 53. ગુલાબ
 54. ગુસ્સો, ક્રોધ
 55. ગેરસમજ
 56. ધર્મ
 57. ઘટના
 58. ઘડપણ
 59. ઘર, મકાન
 60. ચતુરાઈ
 61. ચહેરા-મોહરા
 62. ચારિત્ર્ય
 63. ચાલશે, ફાવશે, દોડશે
 64. ચિંતા
 65. છુટાછેડા
 66. છેતરવું
 67. છોડવું
 68. જવાબદારી                                                                                                                                                                                                                                                                                                                                                                     B :
  1. જીવન
  2. જીત
  3. જુવાની
  4. ઝંખના, લાલચ, લાલસા
  5. ઝેર
  6. ઠોકર
  7. ડર
  8. ડીજીટલ યુગ, મોબાઈલ, મીડિયા
  9. તક
  10. તકલીફ
  11. તબીબી
  12. તમારો ખરાબ સમય - તમારો મિત્ર
  13. તરછોડી જવું
  14. તોછડી ભાષા
  15. ટીનએઈજ બાળકો
  16. દલીલ
  17. દીકરી
  18. દિવસ અને રાત્ર
  19. દુઃખી થવું, પીડા, દુઃખ, દર્દ (pain)
  20. દુર્જનતા
  21. દુશ્મન
  22. દેવું
  23. ધર્મ
  24. ધીરજ
  25. ધ્યાન
  26. નિરાશા, નકારાત્મક વિચારો
  27. નમ્રતા
  28. નસીબ
  29. નફરત
  30. નિરીક્ષણ
  31. નિરાંત, નવરાશ, ફુરસદ
  32. નિર્ણય
  33. નિવૃત્તિ
  34. નિષ્ફળતા
  35. નેતા
  36. પડકાર
  37. પડોશી
  38. પતંગિયા
  39. પત્રલેખન
  40. પરિસ્થિતિ
  41. પાપ અને પુણ્ય
  42. પિતા
  43. પુખ્તતા, પાકટતા, પરિપક્વતા (maturity)
  44. પુરાવો
  45. પૂર્ણતા
  46. પૂર્વગ્રહ
  47. પૈસો
  48. પોતાના અને પારકા
  49. પોતાની જાતને પ્રેમ કરવો
  50. પોતાનું કાર્ય ખંતથી કરવું
  51. પ્રગતિ
  52. પ્રતિક્ષા (રાહ જોવી)
  53. પ્રતિભાવ (રિસ્પોન્સ)
  54. પ્રતિષ્ઠા
  55. પ્રભાવિત                                                                                                                                                                                                                                                                                                                                                                C :
   1. પ્રયત્ન, કોશિશ
   2. પ્રશંશા
   3. પ્રાર્થના
   4. પ્રેમ
   5. પ્રોત્સાહન
   6. પરીક્ષા
   7. પુસ્તક
   8. ફરિયાદ
   9. બદલાવું, બદલાવ
   10. બાળકો
   11. બુદ્ધિપ્રતિભા
   12. બુરાઈ, નિંદા, ટીકા
   13. ભણતર
   14. ભરોસો
   15. ભવિષ્યની ચિંતા
   16. ભૂલ, ખામી
   17. ભૂલી જવું
   18. મદદ
   19. મન
   20. મહત્વ
   21. મહેનત, પુરુષાર્થ
   22. માણસ
   23. માતા, માતુત્વ
   24. માતાપિતા
   25. માફ કરવું, ક્ષમા
   26. મિત્ર, મિત્રતા
   27. મુર્ખ
   28. મુલ્ય, કિંમત
   29. મૂંઝવણ
   30. મૃત્યુ, મોત
   31. મૌન
   32. યાદ
   33. યાદગાર ક્ષણો
   34. યુધ્ધ
   35. યુવાની
   36. લક્ષ્ય
   37. લગ્ન, લગ્નજીવન
   38. લાગણી
   39. વજન
   40. વડીલો
   41. વરદાન                                                                                                                                                                                                                                                                                                                                                         D :
    1. વર્તન (attitude)
    2. વહેમ
    3. વચન
    4. વાંચન
    5. વિચાર (ચિંતન), ઈચ્છાશક્તિ
    6. વિજ્ઞાન અને ધર્મ
    7. વિરોધ
    8. વિશ્વાસ
    9. વેર
    10. વેદના
    11. વ્યક્તિત્વ
    12. વ્યસન
    13. વ્યસ્ત
    14. વ્યસ્તતા
    15. શક્તિ, ક્ષમતા
    16. શંકા
    17. શાંતિથી કામ કરવું
    18. શિક્ષક
    19. શિક્ષણ
    20. શીખવું
    21. સુભેચ્છા
    22. શોધ
    23. શ્રધ્ધા
    24. સ્વાર્થ
    25. સફળતા
    26. સમર્પિતતા
    27. સમસ્યા
    28. સરળતા
    29. સર્જન (creation)
    30. સહન કરવું
    31. સત્ય
    32. સંકલ્પ
    33. સંગીત
    34. સંસ્કૃત
    35. સમય
    36. સંતોષ
    37. સંપત્તિ, આવક, કમાણી
    38. સંબંધો
    39. સંસ્કાર
    40. સાદગી
    41. સિધાંતો
    42. સુખ
    43. સુંદરતા (રૂપ)
    44. સુંવાળપ
    45. સૂર્યપ્રકાશ
    46. સેતુ
    47. સેવા
    48. સ્વપ્ન (dreams)
    49. સ્વભાવ
    50. સ્વીકાર
    51. હક્ક
    52. હાર, પરાજય
    53. હાસ્ય
    54. હિત
    55. હિંમત
    56. હું (myself)
    57. હ્રદય
    58. ઈચ્છાશક્તિ
 1. પુ. મોરારી બાપુ
 2. સરદાર વલ્લભભાઈ પટેલ
 3. રવિન્દ્રનાથ ટાગોર
 4. ચાર્લી ચેપ્લિન
 5. સ્વામી વિવેકાનંદ
 6. મહાત્મા ગાંધીજી
 7. હેલન કેલર
 8. આચાર્ય વિજયરત્નરાજ સૂરિજી
 9. અનુભવ
 10. અભિનય
 11. અવિશ્વાસ
 12. અશક્ય
 13. અસંતોષ
 14. અહંકાર
 15. અંગત
 16. અંત,end
 17. અંતરાત્મા
 18. અંધકાર
 19. અંધશ્રધ્ધા
 20. અપમાન
 21. આચરણ, વ્યવહાર, વર્તન
 22. આત્મવિશ્વાસ
 23. આનંદમાં રહેવું
 24. આભાર (thanks, appreciation)
 25. આવડત
 26. આવતીકાલ
 27. આશા, અપેક્ષા (expectation)
 28. આશક્તિ
 29. આંસુ
 30. ઈશ્વર, ભગવાન
 31. ઈચ્છા
 32. ઉપેક્ષા
 33. ઊંઘ
 34. ઉંમર
 35. એકલતા, એકાંત
 36. ઓળખ
 37. એકાગ્રતા
 38. કલાકાર
 39. કામ
 40. કીર્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ
 41. કુટુંબ
 42. કુદરત
 43. કોઈના હ્રદયમાં સ્થાન
 44. કોઈને નડતરરૂપ ના થવું
 45. કર્મ
 46. ક્ષમા
 47. ખુશી
 48. ખેલદિલી
 49. ગરીબ
 50. ગંભીરતા, પુખ્તતા, પાકટતા
 51. ગુણ
 52. ગુનો, બેગુનાહ
 53. ગુલાબ
 54. ગુસ્સો, ક્રોધ
 55. ગેરસમજ
 56. ધર્મ
 57. ઘટના
 58. ઘડપણ
 59. ઘર, મકાન
 60. ચતુરાઈ
 61. ચહેરા-મોહરા
 62. ચારિત્ર્ય
 63. ચાલશે, ફાવશે, દોડશે
 64. ચિંતા
 65. છુટાછેડા
 66. છેતરવું
 67. છોડવું
 68. જવાબદારી

પુ. મોરારીબાપુ

 • તમારી અંદરનો ખાલીપો દુર કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે પ્રેમ અને ત્યાગ.
 • ગરીબ સાથેનો નજીકનો સંબંધ લોકો છુપાવે છે અને અમીરો સાથેનો દુરનો સંબંધ પણ લોકો બઢાવી – ચઢાવીને બતાવે છે.
 • સરદાર વલ્લભભાઈ પટેલ
 • હું મારી જાતને દેશનો નેતા નથી માનતો પણ દેશનો સૈનિક માનું છું.

રવીન્દ્રનાથ ટાગોર

 • ઈશ્વરની અપેક્ષા હોય છે કે માણસ પ્રેમનું મંદિર બનાવે. પરંતુ માનવી પત્થરના મંદિર બનાવે છે.
 • થોડું વાંચવું અને વધુ વિચારવું, થોડું બોલવું અને વધુ સાંભળવું આ જ બુદ્ધિમાન બનવાનો ઉપાય છે.
 • સરળતા એ સંપૂર્ણતાનું પ્રતિક છે.
 • ઠંડા પહોરે જો આગળ નહીં વધો તો તડકામાં હેરાન થઈ જશો.

ચાર્લી ચેપ્લિન

 • મારા હોઠને મારી સમસ્યાની જાણ હોતી જ નથી આથી તે સદાય હસતા જ રહે છે.

સ્વામી વિવેકાનંદ

 • તમારે જ તમારી જાતને સુધારવી પડશે. તમારામાં અન્ય કોઈ પરિવર્તન નહીં લાવી શકે. તમારા ‘સ્વ’ કે આત્માથી વધુ સારો શિક્ષક કોઈ બની જ ના શકે.
 • શબ્દોનો વૈભવ ગૌણ બાબત છે. આપણે વિચારોથી જીવીએ છીએ. શબ્દો નહીં વિચારો યાત્રા કરે છે અને કરાવે છે.
 • ધર્મનું કાર્ય માણસમાં અંદર જ ધરબાયેલી અજ્ઞાનતા અને વિકૃતિને શમન કરી દિવ્યતાને બહાર લાવવાનું જ હોઈ શકે.
 • આપવાનું અભિમાન કર્યા કરતાં તમને આપવાની તક, ક્ષમતા અને સંસ્કાર મળ્યા છે તે બદલ ઈશ્વરનો આભાર માનો.
 • જો તમે કોઈને કઈ આપી શકતા નથી તો તેના તરફ ધિક્કારભરી દ્રષ્ટી કરવા કરતા તમે તેને કઈ આપી શકતા નથી તેમ કહી બે હાથ જોડો. તેને આવી સ્થિતિમાંથી મુક્તિ મળે તેમ મનોમન પ્રાર્થના કરી આગળ ધપો.
 • શિક્ષણનો હેતુ માત્ર ભૌતિક રીતે જ સમૃદ્ધ બનાવે તેવો ના હોવો જોઈએ. શિક્ષણથી ચરિત્ર્યનું નિર્માણ થાય તો જ શિક્ષણનો હેતુ સફળ થયેલો ગણાય.
 • હંમેશા હસતા અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતા પણ વધારે જલ્દીથી ઈશ્વરની નજીક પહોંચી શકાય છે.

મહાત્મા ગાંધીજી

 • વ્યક્તિ પોતે પોતાના વિચારોનું જ પરિણામ છે. જેવું વિચારે છે તેવું જ બને છે.
 • મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે પણ એક પણ ભૂલ નથી કરી એવું કહેવાની ક્યારેય ભૂલ નથી કરી.
 • ગુસ્સો, તિરસ્કાર, માંગણી, ઉપેક્ષા અને વિરોધ બધામાં અહિંસકપણું હોવું જોઈએ.
 • અહિંસા બહાદુરીની ચરમસીમા છે.
 • પ્રાર્થના દિવસની ચાવી છે અને રાતનો આગળીયો છે.
 • પવિત્ર હ્રદયમાંથી નીકળેલી પ્રાર્થના ક્યારેય નકામી જતી નથી.
 • મહાત્મા ગાંધીજી જે સ્થળે થોભતા તે સ્થળ મંદિર બની જતું અને જ્યાં જ્યાં તેઓ જતા તે સ્થાન તીર્થસ્થાન બની રહેતું.
 • No man is completely dressed unless he wears a smile.

હેલન કેલર

 • અંધ અને દ્રષ્ટીહીન વચ્ચે ફર્ક છે ફક્ત નજરનો. હું માનવ સર્જીત વિશ્વ જોઈ નથી શકતી પણ ઈશ્વર સર્જીત વિશ્વ જોઈ શકું છું. માટે જ હું સુખી છું.
 • આચાર્ય વિજયરત્નરાજસુરી
 • જાતના દોષો નિહાળશું તો આપણા દોષો ખતમ થશે. અન્યના દોષો નિહાળશું તો આપણા ગુણો ખતમ થશે.
 • ભગવાન રાખે તેમ રહેવું, આપે તેટલું વાપરવું અને દેખાડે તેટલું જોવું.

અનુભવ

 • પોતાના અનુભવમાંથી શીખે તે મહાન, પરંતુ અન્યના અનુભવમાંથી શીખે તેને મહાનતમ કહેવાય.
 • શેર બજારની તો વાતો જ નિરાળી છે. જેને અનુભવ છે તેઓ તેમાં પૈસા રોકે છે અને જેની પાસે પૈસા છે તેઓને તેમાંથી અનુભવ મળે છે.
 • જીવનમાં દરેક માણસો પાસેથી કાઈક ને કાઈક શીખવા જ મળે છે. સારા માણસો આપણને સુખ આપે છે. દૃષ્ટ માણસો કોઈ પાઠ શીખવાડે છે. ખરાબ માણસો કોઈ અનુભવ આપે છે.
 • જીવનમાં કડવા અનુભવોને હંમેશા થુંકી નાખવા અને મીઠા સ્મરણોને મમળાવવા.
 • સાચી લાગણી અપલોડ થતી નથી તે તો અનુભવાતી હોય છે.. કૃષ્ણકાન્ત ઉનડકટ
 • પ્રશંશા થશે તારી, તું સહેજે હરખાતો નહીં, ટીકા પણ થશે તારી, તું સહેજે ગભરાતો નહીં, માણસે માણસે તારું બદલાશે મૂલ્યાંકન, તારા અનુભવોને છોડી તું બીજાના રસ્તે ચાલતો નહીં. (વોટ્સ અપ)
 • અનુમાન ક્યારેક ખોટું હોઈ શકે છે પણ અનુભવ નહીં

અભિનય

 • કોઈ કહે છે જિંદગી સારા હદયથી જીવી શકાય. કોઈ કહે છે કે જિંદગી સારા સમયથી જીવી શકાય પણ હું કહું છું કે જિંદગી સારા અભિનયથી જીવી શકાય છે.

અવિશ્વાસ

 • કોઈના પર અવિશ્વાસ કરતા પહેલા ૧૦૦ વખત વિચારવું. તમારી એક ભૂલ કોઈની વર્ષોની મહેનત અને પ્રતિષ્ઠાને ખરડાવી શકે છે.
 • More you know yourself : less you need confirmation from others.
 • વીરતાનો વિરોધી અર્થ કાયરતા નથી. આપણાથી નહીં થાય એવી પૂર્વધારણા છે.   રોબર્ટ એન્થની

અશક્ય

 • જે જરૂરી છે તે કામ કરવાની શરૂઆત કરીએ. પછી જે શક્ય હોય તેવા કામો શરૂ કરો. એકદમ જ તમને લાગશે કે તમે અશક્ય કામો પણ કરી શકો છે.
 • A great pleasure in life is doing what people say you cannot do.
 • કોઈ પણ રીતે અશક્ય લાગતી વસ્તુ સફળ રીતે પ્રાપ્ત કરવા માટે તમારા પ્રયત્નોની ઊંચાઈ જ એટલી બધી હોવી જોઈએ કે સમયે પણ તેની આગળ ઝૂકવું પડે.
 • દુનિયામાં કોઈ પણ વસ્તુ મેળવવી અશક્ય નથી. તમે જે પણ ચાહો છો તે કુદરત આપવા તૈયાર છે. શરત માત્ર એટલી કે તમારે સાચા દિલથી એ ચાહનાને વ્યક્ત કરવાની. ચાહનાને હકીકતમાં બદલવા તનતોડ મહેનત કરવાની.
 • મક્કમ મનોબળ, પ્રમાણિકતાથી કરેલો પુરુષાર્થ અને અંતરમનથી કરેલી પ્રાર્થના જીવનની કોઈ પણ પ્રકારની લાગતી મુશ્કેલીને દુર કરવા સક્ષમ છે.
 • જીવનમાં બધું જ શક્ય નથી સાથે કશું જ અશક્ય પણ નથી. હંમેશા આપણું ધારેલું થતું નથી સાથે ઘણું બધું આપણે ન ધારેલું પણ થાય છે.
 • જ્યારે સંજોગો અને પરિસ્થિતિ તરફેણમાં ન હોય તેવા સમયે ફરી ઉભો થઈ શકે તે વ્યક્તિને ચેમ્પિયન કહેવાય.
 • જ્યારે જીતવા કરતા હારવાની શક્યતા વધુ હોય ત્યારે જ શરણાગતિ ન સ્વીકારીને ઝનુન, જુસ્સો અને જિજીવિષા સાથે અવળા સંજોગોમાં પણ ઉત્કૃષ્ટ પ્રદશન કરનાર હારેલી બાજીને પલટી શકે છે.

અસંતોષ

 • જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે. જેને ઓછુ પડે છે તેને ઈશ્વર પણ સુખી કરી શકતો નથી.
 • चैन से जीने के लिए चार रोटी और दो कपड़े काफ़ी है.. और बेचैनी से जीने के लिए चार गाड़ी, दो बंगले और तीन प्लॉट भी कम है..
 • જેઓ કોઈ પણ પરિસ્થિતિમાં અનુકુળ થવાય તેવી મનોસ્થિતિ બનાવે છે તેમની સૌમ્યતાને જગતની કોઈ પણ તાકાત છીનવી શકતી નથી.

અહંકાર

 • અહંકાર બતાડી કોઈ સંબંધ તોડવા કરતા માફી માંગી તે સંબંધ ચાલુ રાખવો સારો.
 • અહંકાર વિનમ્રતાને અવરોધે છે.
 • અહંકારથી મુક્તિ અને વિનમ્રતાથી યુક્તિ …. આચાર્યશ્રી વિજયરત્નસુંદર સૂરિજી
 • ચાલ જુગાર રમીએ. તું દાવમાં તારું અભિમાન મુક હું મારો અહમ.
 • સિંહ અને વાઘ ખુબ જ શક્તિશાળી છે પણ શિયાળ ક્યારેય સરકસમાં કામ નથી કરતો.
 • ‘હું શ્રેષ્ઠ છું’ તે આત્મવિશ્વાસ છે પણ ‘હું જ શ્રેષ્ઠ છું’ તે અહંકાર છે.
 • જો દુનિયામાં છોડવા જેવી શ્રેષ્ઠ વસ્તુ હોય તો પોતાને ઊંચા દેખાડવાનું છોડો.
 • માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, પણ યોગ્ય રીતે સંકોચાવાનું નહીં.
 • ફુલાઈ જવા કરતા ફેલાઈ જવું વધુ સારું.
 • તમે શું છો એ ભૂલી જજો પણ તમે શું હતા તે કાયમ માટે યાદ રાખજો.
 • જીદ કરવાથી અહંકાર ઉત્પન્ન થાય છે જ્યારે જતું કરવાથી પ્રેમ ઉત્પન્ન થાય છે.
 • મોટા થઇને ખારા થવા કરતા નાના રહીને મીઠા રહેવું સારું. એટલે જ નાના ઝરણાને ક્યારેય મોટો દરિયો બનવું નથી હોતું.
 • અહંકાર સિવાય જીવનમાં બીજો કોઈ અંધકાર કે અવરોધ નથી. બસ એ અંધકાર દુર થાય તો પ્રકાશ અને વિશાળતા જીવનનો શાશ્વત અનુભવ થઈ જાય ઓશો.
 • મળી જાય ખૂણો તો બેસી જવું છે. ખરો થાક લાગે છે સાબિત થવામાં…… હાર્દિક પંડ્યા.
 • મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. ઉમાશંકર જોશી
 • નાના માણસો પોતાનું અપમાન થવા છતાં ચુપ એટલા માટે હોય છે કે તેમને પોતાના અહંકાર કરતા નોકરીની વધુ જરૂર હોય છે. સરળતાથી નમી જતા આ નાના માણસો પોતાના શેઠને માન નથી આપતા પણ તેમના કામને માન આપે છે. દરવાજાની બહાર ઉભેલો ચોકીદાર આપણને નહીં પણ તેના કામને સલામ મારે છે.
 • ભારે હોઈશ તો ડૂબી જઈશ, હળવો થઈશ તો તરી જઈશ અને ઓગળી જઈશ તો ભળી જઈશ.

અંગત

 • આ દુનિયામાં સહુને તિરાડોમાંથી ઝાખવાની ટેવ છે, બારણા ખૂલ્લાં મૂકી દો, કોઈ નહિ ફરકે.
 • Everybody can do something for you but only somebody can do anything for you. So do not miss those persons. They will be precious in your life.
 • અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી.. પણ.. અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે..!
 • અપેક્ષાને આંખમાં.. અને મહત્વકાંક્ષાને માપમાં રાખવી જોઇએ..!
 • ખુબ દુર સુધી જવું પડ્યું, ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે.
 • વક્ત કા પતા નહીં ચલતા અપનો કે સાથ, પર અપનો કા પતા લગતા હૈ વક્ત કે સાથ.

અંત, end

 • Always have a successful exit than a favorable entrance because what matters is not being clapped when we arrive but being remembered when we leave.
 • ટૂંકા માણસના પડછાયા જ્યારે લાંબા દેખાય ત્યારે સમજવું કે સુર્યાસ્તનો સમય આવી ગયો છે.
 • ઘણીવાર સંબંધોના અંતનું કારણ સમજદારીના અભાવ કરતા પાત્રોએ દાખવેલી બેદરકારીનો પ્રભાવ વધુ જવાબદાર બનતો હોય છે. કૃષ્ણકાન્ત ઉનડકટ.
 • દિવસના અંતે તમારી જાતને પ્રશ્ન પૂછો કે, Did i love enough ? Did i laugh enough ?? Did i make something Difference ???
 • શાનદાર શરૂઆતનો અંત હંમેશા આનંદદાયક આવતો હોય છે.

અંતરાત્મા

 • આસપાસના ઘોંઘાટમાં તમારા અંતરાત્માના અવાજને ડૂબવા દેશો નહીં. સ્ટીવ જોબ્સ
 • ઈમાનદાર અંતરાત્માને તમારા જીવનની લગાન સોંપી દો એટલે જીવનનું અડધું યુદ્ધ તમે આપોઆપ જીતી જશો.

અંધકાર

 • એમને અંધકાર માફક હતો અને અમે દીવો કરી બેઠા ………………….નીતિન ભટ્ટ.

અંધશ્રદ્ધા

 • અંધશ્રધ્ધા એ જીવંતતાનો શ્વાસ નહીં, પણ જડતાનો નિશ્વાસ છે. મુનીન્દ્ર-જાણ્યું છતાં અજાણ્યું-ગુજરાત સમાચાર-૦૫/07/૨૦૧૫.
 • અપમાન : અપમાન થતું અટકાવવાની બે જ દવા છે. એક સ્પષ્ટતા કરવી અને બે સમય પસાર કરવો.

આચરણ, વ્યવહાર, વર્તન

 • માણસ સારા ઉચ્ચારણોથી નહીં પરંતુ સારા આચરણોથી મહાન થાય છે.
 • સ્થિર જળ સામે અટકચાળા ના કર, કાંકરા નાખી કુંડાળા ના કર….. ખલીલ ધનતેજવી.
 • તમારા સ્થાન અને સ્થિતિના કારણે તમને સન્માન મળતું રહેવાનું જ છે. પણ તમે જો સ્થાન અને સ્થિતિનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હશે તો એ નહીં હોય ત્યારે પણ સન્માન મળતું રહેશે.
 • એક કાચિંડો ખુબ દુખી હતો. તે રંગ બદલવાની હરિફાઈમાં માણસ સામે હારી ગયો હતો.
 • ઉંમરથી માન જરૂર મળે પણ આદર તો વ્યવહારથી જ મળે.
 • સામાન્ય દેખાતા પણ ઉત્કૃષ્ટ ભાવથી કરેલા પુણ્યકર્મમાં ખુબ તાકાત રહેલી છે.
 • કોઈ પણ વ્યક્તિને ધીક્કારશો કે પ્રેમ કરશો, ફાયદો એ વ્યક્તિને જ છે. પ્રેમ કરવાથી તે વ્યક્તિના હ્રદયમાં તમારું સ્થાન કાયમી રહેશે. ધીક્કારવાથી તે વ્યક્તિ તમારા મગજમાં કાયમી રહેશે.
 • સપ્ટેમ્બર ૨૦૧૮ માં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના પત્ની અમૃતા ફડનવીસની તેમના સેલ્ફી ક્રેઝ માટે સોશિયલ મીડિયામાં ખુબ ટીકા થઈ. લોકોએ કહ્યું, ‘એક મુખ્યપ્રધાનના પત્નીનું જાહેરમાં આવું વર્તન ના હોવું જોઈએ.’ દેવેન્દ્ર ફડનવિસે જાહેરમાં ખુલાસો આપવો પડ્યો. તેમણે કહ્યું, ‘અમૃતા ચોક્કસપણે જવાબદાર વ્યક્તિ છે. તેણે જાહેરમાં સમતોલપણે રહેવું જોઈએ પણ અત્યાર સુધીના મુખ્યપ્રધાનોના પત્નીમાં તે સૌથી યુવાન છે. નટખટ રહેવાની તેની ઉંમર છે. બિચારીને લહેર કરવા દો ને. સમય આવ્યે તે ચોક્કસ ગંભીર થઈ જશે.’ તેમના જવાબથી સૌને સંતોષ થયો. એક મહિલા પત્રકારે લખ્યું કે, ‘પતિ હો તો ઐસા.’
 • make yourself in such a way that you are always part of the solution, not the problem.

આત્મવિશ્વાસ

 • ઝાડની ડાળી પર બેસનારું પંખી ક્યારેય પવનથી હાલતી ડાળીથી ડરતું નથી, કેમકે તેને પવનના ડર કરતા પોતાની પંખો પર વધુ વિશ્વાસ છે.
 • The only thing that stands between a man and what he wants from life is often merely the will to try it and the faith to believe that it is possible.
 • આત્મવિશ્વાસુ અને નીડર વ્યક્તિ બીજા એના વિશે શું કહેશે અથવા બીજાની ટીકા કે નિંદા પર ધ્યાન આપતી નથી. બીજા દ્વારા આપણા માટેના કોઈ શબ્દ કે અભિપ્રાયથી આપણામાં જે ફેરફાર થાય છે ત્યારે તમે તમારી શક્તિ બીજાના હાથમાં મૂકી દો છો. આ એક જોખમી માનસિકતા છે. બીજાના વાક્યને વ્યહવારથી બદલાવવાથી વ્યક્તિ પોતાની અસલિયતને ખોઈ બેસે છે. પછી તેનું પ્રત્યેક પગલું બીજાને ગમાડવા અને રીઝવવા માટે ભરાય છે. તેના સુખ-દુઃખની દોર બીજાના હાથમાં જતી રહે છે. જે જે લોકો એ દુનિયામાં પ્રગતિ કરી છે તેઓ બીજા પોતાના વિશે શું કહેશે તેના પર ધ્યાન આપતા નથી. આ ગુણ તેમની મજબૂતાઈ, નીડરતા અને પોતાના માટેનો આત્મવિશ્વાસ દર્શાવે છે.
 • હું શ્રેષ્ઠ છું’ તે આત્મવિશ્વાસ છે પણ ‘હું જ શ્રેષ્ઠ છું’ તે અહંકાર છે.
 • સતત નબળાઈને ટાર્ગેટ કરવાથી બાળકમાં ‘સેલ્ફ ડાઉટ’ ઉભો થાય છે. તેની ક્ષમતા હાઈલાઈટ કરવાથી ‘સેલ્ફ મોટીવેશન’ ઉભુ થાય છે.
 • એક વખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમે ચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો. આવું કેવી રીતે શક્ય છે? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવું શસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવું તો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે ભાગી છુટવાનો રસ્તો નથી.’ ખરેખર આપણે જીવનમાં કઈક મેળવવું હોય તો ભાગી છુટવાના અથવા બીજા શબ્દોમાં છટકવાના બધાજ રસ્તા બંધ કરી દેવા પડે. બહાદુર માણસો વિચારતા હોય છે કે ‘કરો યા મરો’. હકારાત્મક વિચારસરણીવાળા વિચારતા હોય છે કે ‘મરતા પહેલા જરુરી કાર્યો પુરા કરો’. પણ જીતનારા વિચરતા હોય છે કે ‘આ કાર્ય પૂરું કર્યા પછી જ હું મરીશ.’
 • જીવનમાં આપણે એટલો તો સંઘર્ષ કરી જ લેવો જોઈએ કે આપણા બાળકોએ પોતાનો આત્મવિશ્વાસ વધારવા બીજાના ઉદાહરણ નાં લેવા પડે.
 • કોઈ વ્યક્તિ સતત તમારા આત્મવિશ્વાસ અને આત્મસન્માન પર ઘા કરતી હોય ત્યારે સમજી લેવું કે તે વ્યક્તિને તમારી આંતરિક શક્તિઓની તમારાથી વધુ ખબર છે.
 • મૂંઝવણ સાથે દોડવા કરતા આત્મવિશ્વાસ સાથે ચાલવું વધુ સારું.
 • રોજ સવારે તમે જ તમારી જાતને એક સંદેશો ચોક્કસ આપજો. હું સંપૂર્ણ છું. હું ઉત્તમ છું. હું શક્તિશાળી છું. હું સૌથી વધુ ખુશ છું. હું સંતુષ્ટ છું. તમે હંમેશા આત્મવિશ્વાસ સભર રહેશો. ચાર્લ્સ એફ હાનલ
 • દરિયા ભલે ઉછાળે મોજાં, એ શું મને ડુબાડે? મારી હોડી એવી જેમાં દરિયા ડૂબવા માંડે. કવિ ચન્દ્રકાન્ત શેઠ
 • આત્મવિશ્વાસથી કોઈ પણ કામ કરી ખુદને જ એટલા બુલંદ બનાવો કે એના તેજમાં ટીકાકારોની આંખો અંજાઈ જાય. જય વસાવડા
 • never think i have nothing. never think i have everything. always think i have something and i can achieve everything.
 • તમે ગમે તે પરિસ્થિતિમાં હોવ પણ ઈશ્વર પર અતુટ વિશ્વાસ રાખો. તમારો ઈશ્વર પ્રત્યેનો અખૂટ વિશ્વાસ જોઇને લોકોને તમારામાં વિશ્વાસ જાગશે. અને લોકોનો તમારા પર પૂર્ણ વિશ્વાસ હશે એટલે તમારો આત્મવિશ્વાસ સ્વયં જાગૃત થશે.   (સાધુ ડો. બ્રહ્મવિહારીદાસ)
 • ‘જ્યારે હું રિંગમાં મુકાબલો કરતી હોઉં કે પ્રેક્ટીસ કરતી હોઉં, મારું સંપૂર્ણ ફોકસ અને કોન્સન્ટ્રેશન મારી રમત પત્યે હોય છે. એક ક્ષણ માટે પણ હું મારું ધ્યાન ભટકવા નથી દેતી. ઈશ્વર અને મારી ટ્રેનિંગ પર મને સંપૂર્ણ વિશ્વાસ હોય છે. મારી સામે કોણ છે કે કઈ ઉંમરની વ્યક્તિ છે તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો પણ રમત પહેલા તેની ટેકનીક જોઈ મારી રણનીતિ બનાવું છું. આ મુકાબલામાં હું જ જીતવાની છું તેવી પ્રતિતિ અને આત્મવિશ્વાસ સાથે જ રમાવાનું ચાલુ કરું છું.’  મેરી કોમ.

આનંદમાં રહેવું

 • આનંદમાં રહેવું એટલે હળવાશ અનુભવવાની આપણી ક્ષમતા અને આવડતમાં સતત વધારો કરતા રહેવું.
 • જીવનમાં આવતી નાની નાની આનંદ આપતી ક્ષણો માણી લેવી. વહી ગયેલા વર્ષો પછી તમે જ્યારે પાછળ જોશો તો સમજાશે કે એ નાની નાની ક્ષણો પણ બહુ મોટી એને કિંમતી હતી.
 • ગઈ કાલ માટે રડો નહીં અને આવતીકાલ માટે ડરો નહીં માત્ર વર્તમાનકાળને આનંદિત બનાવી માણો.
 • એકલી વ્યક્તિઓ આનંદમાં રહી શકે પણ ઉત્સવ તો પરિવાર સાથે રહેનાર જ મનાવી શકે.
 • ભીતરમાં આનંદની ખોજ કર, ભૂલી દુનિયા બે ઘડી મોજ કર.
 • પ્રગતિશીલ લોકો પ્રતિકુળતામાં પણ આનંદ શોધી આગળ વધતા હોય છે.
 • ક્યારેક ચાલતી વખતે બને કે પગમાં એક સાથે અનેક કાંટા ખુંપી જાય તો તેનો અર્થ એ નથી કે પગ કાપી નાખવાનો, પણ એક પછી એક ધીમેથી બધા જ કાંટા દુર કરવાના હોય અને ધીમે ધીમે ચાલવાનો ફરી પ્રયત્ન કરવાનો હોય. જીવનમાં પણ ઘણી વાર એક સાથે ઘણી દુઃખદાયક ઘટના આવી પડે તો જીવનનો અંત લાવવો તે નિરાકરણ નથી પણ એક પછી એક બધા દુઃખ અને તકલીફ આનંદમાં રહી દુર કરવાનો પ્રયત કરવો પાછુ બેઠા થવું અને જીવનને ગતિમાં લાવવું.
 • the first to apologize is the bravest. the first to forgive is the strongest. the first to forget is the happiest.
 • જે લોકોએ જીવનમાં ખુશ અથવા આનંદમાં રહેવું છે તેમણે એક વાત સમજી લેવી જોઈએ કે જીવનમાં દરેકને દરેક વસ્તુ મળતી નથી.
 • જીવનમાં દરેક દિવસ સફળ અને સારો જાય તે જરુરી નથી પણ એ નક્કી જ છે કે દરેક દિવસમાં કોઈ સારી વાત રહેલી હોય છે ફક્ત આપણને એ શોધતા આવડવી જોઈએ.
 • every day, two bulls fight in every person’s mind. positivity and negativity. do you know which one wins? the one which you feed the most.

આભાર (thanks, appreciation)

 • Learn to appreciate what you have. Before time makes you appreciate what you had.
 • માનવતા માટે કરેલા કાર્યોમાં કોઈનો આભાર સ્વીકારવાનો હોય નહીં. એ તો આપણું કર્તવ્ય છે કરવાનું જ હોય.

આવડત, પ્લાન, સ્ટ્રેટેજી

 • Train your ability to capture your dreams.
 • ઈશ્વરે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ અદભુત શક્તિ(ગીફ્ટ) આપેલી છે જ. પણ દરેક માણસને પોતાનું ‘પેકેજ’ ખોલવાની શક્તિ અને આવડત નથી હોતી.
 • It’s not important to hold all the good cards in life, but it’s important how well you play with the cards you hold.
 • તમારા અવાજથી નહીં પણ તમારી આવડતથી જ તમારું વ્યક્તિત્વ એટલું ઊંચું કરો કે લોકો તમારો અવાજ આપોઆપ સાંભળવા લાગે
 • .Cultivate 3 power habits. Encourage instead of criticising.. Understand instead of judging, Initiate instead of waiting!
 • કોઈ જ્ઞાની માણસ સાથે મુલાકાત થાય ત્યારે પોતાના જ્ઞાનનું પ્રદશન ન કરતા તેની પાસેથી જ્ઞાન મેળવવાનો અવસર ઝડપી લઈએ.
 • ‘કલ કી બસ એક હી સ્ટ્રેટેજી હૈ, બેટા. તુન્ને ઈસ તરહા લડણા હૈ કી દુનિયા તંને યાદ રખ્ખે. બસ એક હી બાત હંમેશા યાદ રખણા, બેટા, અગર સિલ્વર જીતી તો આજ નહીં તો કલ લોગ તંને ભૂલ જાવેંગે. ગોલ્ડ જીતી તો મિસાલ બણ જાવેગી. ઔર મિસાલે દી જાતી હૈ બેટા, ભૂલી નહીં જાતી….’ દંગલ ફિલ્મમાં આમીરખાન
 • સારા શિક્ષકમાં અને માતાપિતામાં એવી આવડત હોય છે કે કોઈ ભારેખમ મુદ્દો કહ્યા પછી બિલકુલ તેને જ અનુરૂપ રમુજ કહે છે આથી બાળક હળવાશનો અનુભવ કરે.

આવતી કાલ

 • અટલ સત્ય. ભણવાનું અને કસરત હંમેશા આવતીકાલથી શરૂ થાય છે. અને દારૂ અને સિગારેટની લત પણ હંમેશા આવતીકાલથી છુટવાની હોય છે.
 • ગઈ કાલ માટે રડો નહીં અને આવતીકાલ માટે ડરો નહીં માત્ર વર્તમાનકાળને આનંદિત બનાવી માણો.
 • જે માત્ર પ્રત્યક્ષ લાભ જ નિહાળે છે તેને સુક્ષ્મ દ્રષ્ટી કહેવાય. જે ભવિષ્યના પરોક્ષ લાભ નિહાળે છે તેને દીર્ધદ્રષ્ટી કહેવાય.

આશા, અપેક્ષા (expectation)

 • લોકોનો પ્રેમ ઓછો નથી પણ આપણી આશા ( expectation ) વધુ હોય છે.
 • અપેક્ષાને આંખમાં.. અને મહત્વકાંક્ષાને માપમાં રાખવી જોઇએ..! શુભ સવાર..!💐
 • જિંદગીમાં જ્યાં સુધી આપણે ‘યાદ’ રાખતા હોઈએ છીએ ત્યારે આપણે ‘ગઈકાલ’માં જીવતા હોઈએ છીએ અને જ્યારે આપણે ‘આશા’ રાખી છીએ ત્યારે ‘આવતીકાલ’ આપણી રાહ જોતી હોય છે.
 • જીવન પ્રત્યેનો એક આશાવાદી અભિગમ : It is always morning somewhere in the world.

આસક્તિ

 • વસ્તુ ન હોય કે મેળવવાની સામર્થી ન હોય ત્યારે અનાસક્તિ રાખવી કદાચ સહેલી છે, પરંતુ વસ્તુ ઉપલબ્ધ હોય અને એની આસક્તિનો સ્પર્શ થવા ન દેવો તે વિરક્તિનું એક ચરમ શિખર છે. ……………………………………સાધુ અક્ષરવત્સલદાસ.

આંસુ

 • આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આંખને ખૂણે હજીયે ભેજ છે……-ચિનુ મોદી.
 • નાં ચહેરો જોવાની જરૂર છે. નાં આયનો લુછવાની જરૂર છે. પ્રતિબિંબ સરખું જોવું હોય તો કોઈના આંસુ લુછવાની જરૂર છે.

ઈશ્વર, ભગવાન

 • તત્પર છે ઈશ્વર તને સઘળું આપવા માટે, તું ચમચી લઈને ઉભો છે દરિયો માગવા માટે. ……અનિલ ચાવડા.
 • ઈશ્વર હમેશા gives, gives and forgives. મનુષ્ય હમેશાં get, gets and forgets.
 • તમારા કર્મોથી ડરો. ઈશ્વરથી નહીં. ઈશ્વર તો માફ પણ કરી દે છે. પણ કર્મો માફ કરતા નથી.
 • ભગવાન રાખે તેમ રહેવું, આપે તેટલું વાપરવું અને દેખાડે તેટલું જોવું.
 • ભગવાન સમક્ષ યાચક બનીને નહીં પણ દુઃખને પણ સુખ માનનારા ખુમારી અને ખમીર સાથે પવિત્ર ઇન્સાન તરીકે ઉપસ્થિત થવું તે જ મનુષ્યની શાન છે.
 • ઘણી મેં શોધ કરી શ્લોક અને સ્તુતિમાં પણ ઈશ્વર મને મળ્યો સ્નેહ અને સહાનુભૂતિમાં ..
 • Teacher to kid: If you tell me where is Lord Krishna ..? I will reward you 100……..? ans:-Kid smiles and Reply gently: I will give you Millions If you tell me Where He is Not…..
 • ઈશ્વર પૃથ્વી પરની દરેક વ્યક્તિને રોજ ખુશ થવાનું એક કારણ, એક તક તો આપે જ છે ફક્ત આપણે એ તક કે પ્રસંગને શોધી ખુશ થવાનું હોય છે.
 • અરીસો સાફ કર્યો તો ‘હું’ દેખાયો. મેં ‘હું’ ને સાફ કર્યો તો પ્રભુ તું દેખાયો.
 • કોઈને ખરા દિલથી મદદ કરવી હોય અને તમે તેનું ભલું ઈચ્છતા હોવ તો તેને માટે પ્રાર્થના કરવા માટે હોઠ ફફડાવવા કરતા તેના માટે તમારા બે હાથનો ઉપયોગ કરશો તો તેને ખરી મદદ કરી ગણાશે અને એ તમને ઈશ્વરની વધુ નજીક લઈ જશે. મધર ટેરેસા.
 • ભલે બહુ દુર છે તું મારાથી છતાં એ પણ હકીકત છે કે તારાથી નજીક મારું કોઈ નથી.
 • એવું બની શકે કે ઈશ્વરને મોટા સામ્રાજ્યોથી ક્યારેક કંટાળો આવે પણ તે નાનકડા ફૂલોથી કદી કંટાળતો નથી. રવીન્દ્રનાથ ટાગોર.
 • જ્યાં છે જડતા ત્યાં પ્રભુ નથી જડતા.
 • જેણે કોઈનું બગાડ્યું નથી, એનું ઈશ્વરજ સદા સુધારી લે છે.
 • પ્રભુ શ્રધ્ધામાં રહે છે, વિશ્વાસમાં મળે છે, ક્યારેક ઈશ્વર અવિશ્વાસમાંય મળે છે. અણધાર્યો આવી મળે છે અચાનક, જિંદગીનો અણસાર મોતમાં પણ મળે છે.
 • ભગવાને આપણને જેવા બનાવ્યા હોય તે કરતાં, સહેજ પણ ઉતરતા ન બનવું, એમાજ આપણું ગૌરવ છે.
 • ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વાંચેલું કે વિચારેલું નહીં પણ આપણું કરેલું નોંધાય છે.
 • પથ્થર પ્રતિમા બન્યો એ જોઇને હૈયું હરખી ગયું પણ પ્રતિમાને પુજ્નારો પત્થર જ રહ્યો એ જોઇને દિલ રડી પડ્યું.
 • માણસ હંમેશા વિચારે છે કે ભગવાન છે કે નહીં? પણ ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહીં?
 • ઘરેથી બહાર જવા નીકળો ત્યારે ઈશ્વરને મળીને નીકળો કારણકે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તેમાં સફળ થાવ તેવું તે પણ ઈચ્છી રહ્યો છે. પાછા આવો ત્યારે પણ તેને મળો કારણકે તમારા આવવાની તે પણ રાહ જોઈ રહ્યો છે.
 • ઈશ્વર તો દરેક માણસના હ્રદયમાં જ વસે છે. મંદિર તો પ્રભુનું ન્યાય આપવાનું કાર્યાલય છે.
 • ઈચ્છા
 • ઈચ્છાઓ પૂરી ન થાય તો ક્રોધ જાગે છે અને ઈચ્છાઓ પૂરી થવા લાગે તો લોભ જાગે છે.
 • ઈચ્છાઓ પુરી થાય તો હરીકૃપા સમજવી અને પૂરી ના થાય તો હરીઈચ્છા સમજવી.

ઉપેક્ષા

 • ઘણી વખત અતિ નિકટતા ઉપેક્ષાનું કારણ બને છે. કોઈ વ્યક્તિ પાસે વારંવાર જનાર વ્યક્તિનું ગૌરવ ઓછુ થાય છે. કાંતો પહેલા આદર કરનાર સામેની વ્યક્તિ હવે અપમાન કરશે જો તે અપમાન નહિ કરે તો ઉપેક્ષા કરશે. જો એની ઉપેક્ષામાં સત્ય હોય તો આત્મદર્શન કરી સ્વભાવગત મર્યાદા કે વિકૃતિને સુધારવાની કોશિશ કરવી જોઈએ અને જો ઉપેક્ષા ખોટી હોય તો તેને મહત્વ ના આપવું.
 • સ્પર્શના અવશેષો મળતા નથી. એ હથેળી કેટલી પ્રાચીન હશે. રવી દવે
 • આપણી સાથે વાત ન કરવા માંગતી વ્યક્તિને કોઈ પણ ફરિયાદ કર્યા વિના તેણે કરેલી અવગણનાનો ઉદારતાથી સ્વીકાર કરી લેવો, એ પણ ગમતી વ્યક્તિને આપેલું એક પ્રકારનું સન્માન જ છે. આપણા સ્વભાવ અને સંગાથનો એકધારો સ્વીકાર કોઈના પણ દ્વારા શક્ય નથી. જિંદગીમાં એવી ઘણી ક્ષણો આવશે જ્યારે આપણી ખુબ નજીકની વ્યક્તિ જ આપણને ‘ઇગ્નોર’ કરશે. અવગણના મોટે ભાગે અતિરેકથી જ થાય છે. અવગણના પામેલ વ્યક્તિએ આત્મશોધ કરી પોતાની જાતને સુધારવાનો ક્યાંક મોકો ગમતી વ્યક્તિએ આપેલો છે. લાગણી, પ્રેમ, પ્રતિભાનું તેજ જ્યારે વધી જાય છે ત્યારે સામી વ્યક્તિની આંખો બંધ થઈ જાય છે તેને માટે આ તેજ શન કરવું થોડા સમય માટે અસહ્ય બની જતું હોય છે. આપણને પ્રેમ કરવા કરતા આપણને ‘ઇગ્નોર’ કરવા માટે સામેની વ્યક્તિને વધુ મહેનત પડે છે. અને તે આ મહેનત કેમ કરે છે? તે આપણને પ્રેમ કરે છે એટલે. આપણી અવગણના કરવા માટે અવગણના કરનાર વ્યક્તિને આપણે કાયમ માટે યાદ રહી જતા હોઈએ છીએ કારણકે અવગણના કરવા માટે પ્રેમની વિરુધ્ધ દિશામાં પ્રેમ કરતા અનેક ગણું વધુ બળ વાપરવું પડતું હોય છે. ક્યારેક અવગણના કરવી તે વ્યક્તિનો સ્વભાવ નથી હોતો પણ કોઈક મજબુરી હોય છે. જો કોઈ વ્યક્તિને તમે ખરા અર્થમાં પ્રેમ કરો છો તો તેના દ્વારા થતી અવગણનાની અવગણના કરવી, એ જે તે સંબંધને આપેલો શ્રેષ્ઠ આદર છે. અત્યારે તેમણે કરેલી અવગણનાને પ્રેમથી સ્વીકારી લો. સમય અને સંજોગોનું વહેણ જરૂર બદલાશે. આપણે પણ જો તેમના જેવો જ વ્યવહાર તેમની સાથે કરીએ તો આપણા સંબંધ વચ્ચે લાગણી નહીં પણ ‘શરતો’ અને ‘જેવા સાથે તેવા’ નો સંબંધ કહેવાય.
 • ઊંઘ
 • શિયાળાની વહેલી સવારે શયનત્યાગ એ લોકો જ કરી શકે જે લોકોને પોતાના જીવનને શાંત ચિત્તે ધારણ કરી પરિતૃપ્તતા મેળવવાનો ઉત્સાહ હોય. શિયાળાની સવાર વાંચન સુખનો વડલો અને આબોહવાનો ઉઘાડ છે. શિયાળાની સવાર એટલે તનમનમાં નિર્મળતા અને તાજગી લાવવાની તક. સાત રંગના અશ્વો સાથે પ્રજવલિત થતા પ્રભાતના પ્રભાકરને ઝાંખવાની તક. રળિયામણા તેમજ સોહામણા પ્રભાતના મધુર રંગો વચ્ચે એકાંતમાં ખોવાઈને ખુદને ઝાંખવાની તક. ધુમ્મસમાં લપેટાઈ જતી ટેકરીઓના વૈભવને માણવાની તક. આ સમયે પંખીઓના કલરવ વધારે સ્પષ્ટ સંભળાય છે અને જીવનમાં કઈક નજીકનું અનુભવાય છે. કાચ પર બાઝેલા ભેજને લીધે કારની અંદર બેઠેલાની આંખમાં રચાયેલા ભેજને અદ્રશ્યમાન થતો વસંતની સવારે જ અનુભવી શકાય. નિશાનું ગમન અને પ્રાતઃસંગીનીના આગમન સમયે ઝાંખા ભૂરા આકાશમાં રચાતી લયવંતિ રેખાઓ જોવાની તક. ઝાંકળ રોજ કરતા લાંબો સમય ફૂલોની પાંખડીઓ સાથે સત્સંગ કરે છે. ઝાંકળ સાથે ખીલખીલાટ કરતા ફૂલોના વૈભવને જોઇને દિવસનો આલાપ શરુ કરવાની તક.

ઉંમર

 • એક ઉમ્ર કે બાદ ઉસ ઉમ્ર કી બાતે ઉમ્ર ભર યાદ આતી હૈ.
 • ઉંમરથી માન જરૂર મળે પણ આદર તો વ્યવહારથી જ મળે.

એકલતા – એકાંત

 • એકલતા ત્યારે જ ટળે, જ્યારે બે કે વધારે હૃદયોનું મિલન થાય. અપ્રદુષિત મૈત્રી પામ્યા વિના એકલતા ટળતી નથી. જેની આગળ માનસિક રીતે સંપૂર્ણ ‘નગ્ન’ થઇ શકાય તેવો એક પણ મિત્ર જેને મળે, તેવા માણસના વૈભવ આગળ બધો રાજવૈભવ, ધનવૈભવ અને સંબંધ વૈભવ ફિક્કો છે. ..ગુણવંત શાહ.
 • ચન્દ્રકાન્ત બક્ષીને કોઈએ પૂછ્યું, ‘તમે આટલું બધું લખો છો તો તમને એકાંત ક્યારે મળે છે?’ તેમનો જવાબ હતો, ‘ગમે તેટલા ઘોંઘાટમાં હું મારું એકાંત શોધી લઉં છું.’ એટલે જ કોઈ તેમને મળવા આવે તો પણ તેમને ખલેલ નહીં પડતી હોય.
 • કેમ ફાવી ગઈ એકલતા મને એક ટોળું મારામાં રહેતું હશે. રમેશ પટેલ.
 • આજના માણસોને એકલા ફાવતું નથી પણ બધાની સાથે જામતું પણ નથી તે માણસની સૌથી મોટી તકલીફ છે. આચાર્ય વિજયરત્નરાજ સૂરિજી
 • ઘણા કહેતા હોય છે કે હેવે જીવતા રહીશું તો ફરીથી મળીશું પણ હકીકત તો એ છે કે મળતા રહીશું તો જ જીવતા રહીશું.
 • એકલા થયા જીવનમાં તો ખબર પડી કે એક દિવસમાં ઘણા કલાકો હોય છે.
 • ક્યારેક કોઈ વ્યક્તિ હજારો માઈલ દુર હોય તો પણ તેની હાજરી અનુભવી શકાય છે અને એકાંત લાગતું નથી. ક્યારેક કોઈ વ્યક્તિ બાજુમાં બેઠી હોય છતાં એકાંત અનુભવાતું હોય છે.
 • જુવાનીમાં home loan. ઘડપણમાં home alone.
 • એકાંત અને એકલતામાં ફેર છે. એકાંત હંમેશા ગમે છે જ્યારે એકલતા હંમેશા દુઃખ આપે છે.
 • એકલી વ્યક્તિ આનંદ મનાવી શકે છે પણ ઉત્સવ મનાવી શકતી નથી.
 • દરિયો સૌને વિશાળ લાગે તે સ્વભાવિક છે. મને પોતાને દરિયો હંમેશા એકલો અને એકલવાયો લાગે છે. કદાચ દરિયાની વિશાળતા પણ તેની એકલતાનું કારણ હોઈ શકે. વિશાળતાને કારણે જ ઘણીવાર આપણે આપણી જાતને એકત્રિત નથી કરી શકતા. દરિયાની આસપાસ ગમે તેટલી પથરાયેલી રેતી હોય પણ દરિયો એકલતાને કારણે જ જાણે ખારો થઇ જાય છે. સુરેશ દલાલ.

ઓળખ

 • આપણને કેટલા ઓળખે છે તે અગત્યનું નથી. આપણને તેઓ શા માટે ઓળખે છે તે મહત્વનું નથી.
 • People know you for what you have done. Not for what you plan to do.
 • જીવનમાં એવું કામ કરો કે લોકો તમને ‘ફેસબુક’માં નહીં પણ ‘ગુગલ’માં શોધે.
 • પોતાને બધા “ઓળખે” એવું તો બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ “ઓળખી જાય” એ માણસ ને પોસાતું નથી …
 • લોકો તમને મળવા નથી આવતા પણ તમારા સમય અને સ્થાનને મળવા આવે છે.
 • આપણી ભાષા અને વાણી પરથી આપણી ઓળખ છતી થાય છે. એક વખત એક રાજા, તેનો મંત્રી અને તેનો સિપાહી જંગલમાં શિકાર કરવા સાથે ગયા અને વિખુટા પડી ગયા. એવામાં રાજાએ એક વૃદ્ધ અને અંધ સાધુને એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠેલા જોયા. રાજાએ પ્રણામ કર્યા અને તેમને પૂછ્યું, ‘મહાત્મા, હું આ જંગલમાં ભૂલો પડ્યો છું. મહેરબાની કરીને મને કહેશો કે નગર તરફ જવાનો રસ્તો ક્યાંથી પસાર થાય છે? સાધુએ રસ્તો બતાવ્યો. થોડી વાર પછી મંત્રીએ આવીને પૂછ્યું કે, ‘સાધુ મહારાજ, નગર તરફ જવાનો રસ્તો બતાવો?’ સાધુએ રસ્તો બતાવ્યો અને એમ પણ કહ્યું કે હમણાં જ રાજા આવ્યા હતા તે પણ આ બાજુ ગયા. થોડી વાર પછી સિપાહી આવ્યો અને પૂછ્યું કે, ‘સાધુ બાબા મને નગર તરફ જવાનો રસ્તો બતાવો? સાધુએ કહ્યું કે આગળ રાજા અને મંત્રી આવી ગયા છે અને તેઓ આ રસ્તે ગયા. મહેલમાં ત્રણેય મળ્યા અને વિચાર કર્યો કે અંધ સાધુને કેવી રીતે ખબર પડી હશે કે રાજા અને મંત્રી કોણ છે અને તેઓ આગળ ગયા? ત્રણેય ફરી સાધુ પાસે ગયા અને પૂછ્યું કે તમને કેવી રીતે અમે કોણ છીએ તે ખબર પડી? સાધુએ કહ્યું, ‘રાજા એ સંબોધન કર્યું ‘મહાત્માજી’, મંત્રીએ સંબોધન કર્યું, ‘સાધુ મહારાજ’, અને સિપાહીએ સંબોધન કર્યું, ‘સાધુ બાબા’. આમ આપણી ભાષા અને વાણી પરથી જ ઓળખ છતી થાય છે. આપણે બીજાને કેવી રીતે બોલાવીએ છીએ તેના પરથી જ આપણા ગુણ, દરજ્જા અને હેસિયતની ઓળખ છતી થાય છે.
 • પથ્થરની એક ખામી છે કે તે કદી પીગળતો નથી. અને તે કદી બદલાતો નથી તે તેની ખુબી પણ છે.
 • Work until you no longer have to introduce yourself.
 • ઓળખાણથી મળેલી સેવા કરતા સેવાથી મળનારી ઓળખાણ લાંબી તકે છે.
 • એકાગ્રતા
 • જીવનનું નિશ્ચિત લક્ષ્ય હોય તો જ એકાગ્રતા આવે.
 • સિંહ કે વાઘની એકાગ્રતા શીખવા જેવી છે. તેઓ શિકાર પર તૂટી પડતા પહેલા થોડીક ક્ષણો માટે સ્થિર થઈને પોતાનું ધ્યાન એક જ નિશાન પર કેન્દ્રિત કરે છે અને પછી શરીરની સઘળી શક્તિ તે નિશાન સુધી પહોંચવામાં વાપરી નાખે છે. એકાગ્રતાનો અભાવ હોય તો તેમના હાથમાં શિકાર નાં આવે.
 • સફળતા મેળવવા માટે એક જ બિંદુ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ આપણે કેળવવી પડે.
 • એકાગ્રતા મેળવવવાની પહેલી શરત એ છે કે નાની નાની નક્કામી બાબતોને આપણે ભૂલવી જોઈએ.
 • લક્ષ્ય પૂરું કરવાની તમન્ના જ આપણામાં એકાગ્રતા લાવી શકે.
 • જીવનમાં લક્ષ્ય હોવા છતાં આપણે જો કામમાં એકાગ્રતા સાધી નાં શકતા હોઈએ તેનું કારણ એ છે કે લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણામાં જાતને નીચોવી નાખવાની દાનત નથી.
 • આત્મવિશ્વાસ અને ભૂખ આ બે ભેગા મળે એટલે એકાગ્રતા સર્જાય. …. આર્નોલ્ડ પામર.
 • સફળ થનારા વિધાર્થીઓમાં અર્જુન જેવી એકાગતા અને એકલવ્ય જેવી ગુરુભક્તિના ગુણો જોવા મળે છે.

કલાકાર

 • મિનિસ્ટર એક્સ મિનિસ્ટર થઇ શકે છે. કલાકાર એક્સ કલાકાર થઇ શકતો નથી. ……….ઉપેન્દ્ર ત્રિવેદી.
 • ટીવી સ્ટાર અપરા મહેતા વિશે વાંચ્યું હતું. ૨૦૦૦ ની સાલમાં તે ટીવી સિરિયલ ‘ક્યોંકી સાંસ ભી કભી બહુ થી’ દ્વારા દેશભરમાં જાણીતી થઈ ચુકી હતી. છતાં પણ તેના કામ પ્રત્યેના અભિગમમાં તેની નમ્રતા વિશે તે જાણીતી હતી. અહમનો લેશમાત્ર છાંટો નહીં. એક્જ્ગ્યાએથી બીજી જગ્યાએ જતા પોતાનો સામાન પોતે જ પકડી લે. એક વખત મુંબઈમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રેલ્વે સ્ટેશન પર સામાન્ય માણસની જેમ દોડવું પણ પડ્યું. ટ્રેન ચુકી ન જવાય એટલે દોડીને જે ડબ્બો પકડ્યો તેમાં માછીમાર સ્ત્રીઓ હતી. છતાં પણ દુર્ગંધ મારે છે કે મને આ ના ફાવ્યું તેવી કોઈ ફરિયાદ જ નહીં. પોતાની અંગત કોઈ પણ સમસ્યા હોય કે ટીમ સાથે કોઈ અણગમો હોય પણ એક વાર સ્ટેજ પરનો પડદો ખુલે એટલે અભિનયમાં એટલો બધો જીવ રેડી દે કે તેને પણ કોઈ તકલીફ હોઈ શકે તેવો કોઈને પણ ખ્યાલ ના આવે. એક વખત રાત્રે ૯ વાગ્યાનો અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં શો હતો. હજુ તેઓ દેવદાસના શુટિંગમાંથી ફ્રી થઈ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે સાંજના સાત વાગી ચુક્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવીને ટ્રાફિક ના નડે અને હોલ પર ઝડપથી પહોંચી શકાય એટલે બાઈક પર ટ્રાવેલિંગ કરી નાટકનો સમય સાચવી લીધો. કલાકારે જીવનમાં ઘણા રોલ પોતાની અંગત વસ્તુઓનો ત્યાગ કરીને નિભાવવા પડતા હોય છે.

કામ

 • દંભ અને આડંબર વગર, છાના ખૂણે બેસીને કરેલાં, નાના કામોયે ઘણા મહત્વના છે.
 • જીવનમાં એવા કામો કરો કે જ્યારે આપણા માતા-પિતા પ્રભુને પાર્થના કરે ત્યારે કહે કે, ‘હે પ્રભુ આવતા જન્મમાં પણ અમને આવી જ સંતાન આપજે.’
 • જીવનમાં કોઈ કામ કોઈના વિના અટકતું નથી પણ અધૂરું ચોક્કસ રહે છે.
 • ચાંદનું કામ જુઓ. ડાઘા પોતાની પાસે રાખ્યા અને રોશનીની વહેંચણી કરી.

કીર્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ

 • માણસને જેમ જેમ કીર્તિ મળતી જાય તેમ તેમ તેણે વધુ નમ્ર બનવું જોઈએ. તેને આ કીર્તિ મેળવવામાં મદદરૂપ થનાર નાનામાં નાના માણસોનો પણ આભાર માનવો જોઈએ. કુટુંબ, સમાજ અને દેશને પોતાની આવડતમાંથી શક્ય એટલું મદદરૂપ થવું જોઈએ. કીર્તિને લાયક થવા માટે વધુ ગુણવાન બનવું જોઈએ. પોતે મૂરખ છે તેવો જ દેખાવ કરવો જોઈએ. જીવનની ઝડપ સહેજ ઓછી કરવી જોઈએ. જરૂરી જ બોલવું જોઈએ. ફાલતુ વસ્તુઓમાં પોતાનો સમય વેડફવો ના જોઈએ. …………………..લીન યુટાંગ.
 • બહુ મોટા થવાની કોશિશ નાં કરતાં. મોટું થતા બાળકને પણ માતા કેડ પરથી ઉતારી દે છે.
 • તમારા મિત્રો જ્યારે તેમના મિત્રોને કહે કે તમે એના મિત્ર છો ત્યારે માનવું કે તમે કઈક છો.
 • જ્યારે કોઈ પરોપકારના કામોમાં પ્રસિદ્ધિ કે પ્રચાર જોડાય ત્યારે કામની ગરિમા ઝંખવાઈ જાય છે. કીર્તિની કામનાથી થતા કામોનો ચળકાટ સમય જતા ઝાંખો પડી જાય છે. સાચા દિલના કામો સેવા અને સમર્પણથી થતા હોય છે, પ્રસિદ્ધિ માટે નહીં.
 • સફળતા, કીર્તિ અને સિદ્ધિની ઊંચાઈ હંમેશા સુંદર, અચલ, અનટચ, અનુપમ અને અદ્વિતીય હોવી જોઈએ.

કુટુંબ

 • અઠવાડીયાના સાત વાર હોય છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવારઅને રવિવાર. પરંતુ આઠમો વાર પરિવાર બહુ ઓછા લોકો પાસે હોય છે.
 • ભેગાને જુદા કરે તે મહાભારત, જુદાને ભેગા કરે તે રામાયણ.
 • એક યુવકે તેના દાદાને પૂછ્યું, ‘ વર્ષો પહેલા તમે લોકો મોબાઓલ, ટેલીફોન, ઈન્ટરનેટ, ટીવી અને કોમ્પ્યુટર વગર કેવી રીતે જીવતા હતા?’ દાદાએ જવાબ આપ્યો, ‘ આજે તમે લોકો પ્રેમ, વિશ્વાસ, લાગણી અને સમર્પણ વિના જીવો છો એ રીતે.’
 • જ્યારે તમારું કુટુંબ તમને સૌથી શ્રેષ્ઠ મિત્ર માનવા લાગે અને જ્યારે તમારા મિત્રો તમને તેમના કુટુંબીજન ગણવા લાગે તે તમારા જીવનનો શ્રેષ્ઠ સમય કહી શકાય.
 • कुछ पल बैठा करो Maa Baap के पास हर चीज नहीं मिलती Mobile के पास. कुछ पल बैठा करो BV के पास. हर चीज नहीं मिलती TV के पास. कुछ पल बैठा करो Bachchho के पास हर चीज नहीं मिलती Business के पास. कुछ पल बैठा करो FRIENDS के पास हर चीज नहीं मिलती FACEBOOK के पास. कुछ पल बैठा करो Khud के पास हर चीज नहीं मिलती What’s app के पास. कुछ पल बैठा करो Guru के पास हर चीज नहीं मिलती google ke paas.
 • માણસ ત્યાં સુધી સલામત છે જ્યાં સુધી તે પરિવાર સાથે જોડાયેલો છે.
 • એકલો માણસ કદાચ આનંદ માણી શકે પણ ઉત્સવ તો પરિવાર સાથે રહેનારા જ મનાવી શકે.
 • પરિવારથી અલગ થઈને આઝાદી મળે છે પણ સંસ્કાર ગુમાવવા પડે છે.
 • એકલો માણસ બોલી શકે છે પણ વાતચીત પરિવાર સાથે રહેનાર જ કરી શકે છે.
 • આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે ત્યારે તેનો થાક ઉતરી જાય પણ જે માણસ ઘરમાં થાકે તેનો થાક તે આખી દુનિયા ફરે તો પણ ના ઉતરે.
 • પહેલા પડોશીઓ જ પરિવાર ગણાતા હતા. હવે એક જ પરિવારમાં ઘણા બધા પડોશીઓ હોય છે.
 • પૈસા અને તાકાત જિંદગીના ફળ છે. પરિવાર અને મિત્રો જિંદગીની જડ છે. આપણે ફળ વિના ચલાવી શકીએ પણ જડ વિના ઉભા પણ ના રહી શકીએ.
 • જે ઘરમાં વડીલો હસતા દેખાય તે ઘર સૌથી સમૃદ્ધ કહી શકાય.

કુદરત

 • ફૂટપાથ પર ઉભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું. …..રઘુવીર ચૌધરી.
 • પ્રકૃતિની પડખે રહેનાર વ્યક્તિને ક્યારેય કંટાળાનો કાટમાળ સ્પર્શી શકતો નથી.
 • પક્ષીઓ હંમેશા સુંદર જ દેખાય છે. માણસે બનાવ્યા હોય તો પણ.
 • એ.સી નું બિલ એ બીજું કાઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે.

કોઈના હૃદયમાં સ્થાન

 • મધુર સ્મિત, પ્રેમાળ વાણી, અને લાગણી ભયૌ વયવહાર કોઇ પણ માણસના હદયમાં સ્થાન લેવા પૂરતા છે.
 • હૃદયના દરવાજા સુધી આમંત્રણ છે તમને …હા પણ ખાલી ડોકીયું કરીને જતા ના રહેતા.
 • તમારી પાસે તેમનો ફોટો હશે પણ મારી પાસે તો તેમનો એક્ષરે છે.
 • એક સુંદર હદય હજારો સારા ચહેરા કરતા વધુ યોગ્યતા ધરાવે છે.
 • માણસ ભલે જન્મે ત્યારે તેની પાસે એક જ હદય હોય પણ તે મરે ત્યારે હજારો લોકોના હદયમાં સ્થાન મેળવીને જવું તે તેના હાથમાં છે. જીવનમાં તમે કોને કોને મળશો તે સમય નક્કી કરશે પણ તમે કોના દિલમાં રહેશો તે તમારો વ્યવહાર નક્કી કરશે.
 • કેટલી ખારાશ ગટગટાવીને દિલ ‘દરિયાદિલ’ થતું હશે?

કોઈને નડતરરૂપ ના થવું

 • જરૂરી નથી કે આકાશમાં ઉડતા ગ્રહ જ બધાને નડે. ક્યારેક નીચે ફરતા નંગ પણ ઘણા બધાને નડતા હોય છે.
 • સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે.
 • મને પગથિયા ભૂ જ ગમે છે કારણકે પોતે એક જ જગ્યાએ રહીને બીજાને ઉપર ચઢાવે છે.
 • મોટું બનવું હોય તો હંમેશા limit માં રહેવું કારણકે મોટી મોટી companyના નામની પાછળ પણ limited લખેલું હોય છે.
 • કર્મ :
 • કર્મ વ્યવસ્થા સ્વયંમ સંચાલિત છે. તે કોઈનો પક્ષપાત રાખતી નથી કે કોઈના પ્રત્યે પૂર્વગ્રહ રાખતી નથી.
 • બેઈમાન લોકોની જવાની અને ઈમાનદાર લોકોનું ઘડપણ હંમેશા સારું જતું હોય છે.
 • કોઈના આત્માને તમારા કારણે દુઃખ ના પહોંચે તેનું નામ ધર્મ. કોઈના આત્માને તમારા કારણે સુખ (હુંફ) પહોંચે તેનું નામ કર્મ.
 • ક્ષમા
 • દરરોજ સવારે ઉઠીને તમને દુભાવનાર કે તમારા પ્રત્યે વેરવૃત્તિ દાખવનારનું ભલું ઈચ્છી તેને ક્ષમાદાન આપો.
 • ક્ષમા એટલે સમજદારી, ક્રોધ એટલે મગજમારી.
 • સાચી ક્ષમા માંગવી હોય તો પોતાના સાચાપણાના આગ્રહણે જતો કરવો પડે છે
 • સાચી ક્ષમા આપવામાં માંગનારની શરણાગતિ નહીં પણ નમ્રતા જોવાની હોય છે.
 • ક્ષમા માંગવી ત્રણ પગલાની ક્રિયા છે. સૌ પ્રથમ સામી વ્યક્તિને ખાસ એજ હેતુસર મળી, આડી અવળી વાત કરવાને બદલે, નજર મેળવી આપણાથી થયેલ ભૂલનો એકરાર કરવાનો છે. બીજું પગલું એવી ભૂલ ફરી નાં થાય એની ખાતરી આપવાની છે. ત્રીજું પગલું આપણા લીધે એમને થયેલી હાની કઈ રીતે સમારી શકાય એ પૂછીને તે પ્રમાણે કરવાનું છે. આટલું કરીએ તો જ સાચી ક્ષમા માંગી કહેવાય.
 • ક્ષમા આપ્યા પછી એ બાબત કે પ્રસંગનો ઉલ્લેખ ફરી ક્યારેય નાં કરાય.
 • પ્રેમ માણસને કરો તેની આદતોને નહીં. ક્રોધિત તેની વાતોથી થાવ પણ તેનાથી નહીં. ભૂલી જાવતેની ખામીઓને પણ તેને નહીં.

ખુશી

 • Happiest person are not always happy in their life. But they have ability to find happiness in their day to day activity.
 • જે લોકોને નાની નાની ખુશીઓ આપે છે, તેને મોટી ખુશી અવશ્ય મળે છે.
 • સુખી અને ખુશ રહેવાની પહેલી શરત એ છે કે સમયને અનુકુળ થતા શીખો.
 • જિંદગી માં તમે કેટલા ખુશ છો એ મહત્વનું નથી બલ્કે મહત્વપૂર્ણ એ છે તમારા કારણે કેટલા લોકો ખુશ છે.
 • Try to make at least two persons happy in a day but make sure one of them is yourself.
 • કોઈની મદદ વિના તમને તમારી જાત પ્રત્યે સારું લાગે તે ખુબ જ મોટી ખુશી કહેવાય.
 • તમે ખુશ રહો તે જ તમારા દુશ્મનો માટે મોટી સજા છે.
 • ખુશી મેળવવા કામ કરશો તો કદાચ ખુશી નહીં મળે પણ જો ખુશ થઈને અને લોકોને ખુશ રાખીને કામ કરશો તો ચોક્કસ ખુશી મેળવી શકશો.
 • The most difficult task is to make everybody happy. The simplest task is to be happy with everyone.
 • ઈશ્વર પૃથ્વી પરની દરેક વ્યક્તિને રોજ સવારે ખુશ થવાનું અને આનંદિત થવાનું એક કારણ તો આપે જ છે.
 • જે માણસ બીજાના ચેહરા પરનું હાસ્ય જોઇને ખુશ થાય છે. ઈશ્વર એના ચેહરા પરનું હાસ્ય ક્યારેય ફિક્કું પડવા દેતો નથી.
 • ખુશ કે સુખી રહેવા માટે બે વાતની ગણતરી કરવાનું છોડી દો, ખુદનું દુઃખ અને બીજાના સુખ.
 • ખુશી મેળવવાની કોઈ ખાસ ફોર્મ્યુલા હોતી નથી. બસ તમારી પોતાની સહમતિ જોઈએ.
 • દરેક વ્યક્તિ અંગત રીતે તો ઈચ્છતી જ હોય છે કે પોતે ખુશ રહે. ઘણાને એ પ્રશ્ન પણ સતાવતો હોય છે કે ખુશ કેવી રીતે રહેવાય? ભગવાન બધું જ આપે છતાં ઘણા લોકો ખુશી મેળવી શકતા નથી. એવી પણ વ્યક્તિઓ હોય છે કે જેની પાસે કશું જ નથી છતાં તે હંમેશા પોતાની જાતને સુખી માનતો હોય છે અને ખુશ રહેતો હોય છે. આમ માણસ જો ભગવાને તેને આપેલું જીવન, પોતાને મળેલી તકો અને પોતાને કરવા પડતાં કામોમાંથી જ ખુશી (happiness) મેળવવાની ટેવ પાડે તો જ તે સુખી રહી શકે. વ્યક્તિ મહેનત કરી ધન મેળવી શકે, કુટુંબ સાથે રહી એક હુંફ અને રક્ષણ મેળવી શકે, પતિ-પત્ની-ભાઈ-બહેન-માતા કે પિતાનો પ્રેમ મેળવી શકે પણ આ બધામાંથી ખુશી અને સુખ મેળવવાનું તો તેણે જાતે જ શીખવાનું હોય છે. જે વ્યક્તિ લોકોને નાની નાની ખુશીઓ આપે છે તેને મોટી ખુશી અવશ્ય મળે જ છે. પોતાની વર્તમાન સ્થિતિ અને સમયને અનુકુળ થવાની આવડત ધરાવનાર હંમેશા ખુશ અને સુખી રહી શકે છે. તમે રોજ કોઈ પણ બે વ્યક્તિને ખુશ કરવાનો નિયમ લઈ શકો છો પણ તેમાંની એક વ્યક્તિ તમે ખુદ હો તે ખાસ જરુરી છે. જ્યારે તમે રાત્રે સુઈ જાઓ છો ત્યારે અંધારું હોય છે સવારે ઉઠો છો ત્યારે અજવાળું હોય છે. પૃથ્વી પરની દરેક વ્યક્તિ ખુશ અને આનંદિત રહી તેમના દિવસની શરૂઆત કરે તે માટેનો ઈશ્વરીય સંદેશો આ અજવાળું છે. ઈશ્વરે આ વહેંચણી બધા માટે એકસરખી કેટલી સુંદર રીતે કરી છે. આ અજવાળાના આગમનને પક્ષીઓનો કલરવ કેવો વધાવતો હોય છે. આપણા ઘરના સભ્યો, ઓફિસનો સ્ટાફ, મિત્રો અને પડોશીઓ એમ દરેકને આપણે ખુશ રાખવાનો પ્રયત્ન કરીશું તો એ બહુ અઘરું કામ બને પણ આ બધાના વર્તન અને વાણીથી સંતુષ્ટ રહી આપણે જ ખુશ રહીએ તો સુખી થવું કેટલું સરળ બની જાય… બરાબરને? લોકો ‘જેવા છે તેવા’ એવું થોડું સ્વીકારવાથી, થોડું જતું કરવાથી અને લોકો પાસેથી થોડી અપેક્ષાઓ ઓછી રાખવાથી આપોઆપ તમારી સાથે રહેનારાઓને તમારાથી ખુશી મળશે. આમ તમારા કારણે લોકો ખુશ રહેશે તો તમને ખુશી અને સુખ આપોઆપ મળશે જ. તેના પરિણામે કોઈની મદદ વિના તમને જ તમારી જાત પ્રત્યે સારું લાગશે. તમને જ તમારા માટે સારું લાગે તેનાથી મોટી ખુશી તમારા માટે કોઈ હોઈ શકે?
 • દવામાં કોઈ ખુશી નહીં, ઔર ખુશી જૈસી કોઈ દવા નહીં.

ખેલદિલી

 • દોડવીર બોલ્ટે તેની છેલ્લી રેસમાં મળેલા પહેલા બ્રોન્ઝને એમ કહીને વધાવ્યો કે મારી કારકિર્દીમાં હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો. મારી પાસે આ રંગનો મેડલ ન હતો. એટલે આ મેડલ વિશેષ મહત્વ ધરાવે છે.

ગરીબ

 • શું સપના હશે એ ગરીબના, જેનો શ્વાસ પણ ફુગ્ગામાં ભરાઈને વેચાય છે.

ગંભીરતા, પુખ્તતા, પાકટતા

 • Maturity is not when you talk big things. It’s when you understand small things.

ગુણ

 • જીભ તે જ શ્રેષ્ઠ છે જે અન્યોના ગુણગાન ..કરે….. કાન તે જ શ્રેષ્ઠ છે જે અન્યોના ગુણ શ્રવણ કરે…….. આચાર્ય વિજયરાજરત્નસૂરી
 • સારો માનવી ખરાબ વ્યક્તિ વિના રહી શકે છે પણ ખરાબ માનવી સારા માનવી વિના રહી શકતો નથી.
 • મનુષ્યના ગુણ તેના હ્રદયના દરવાજા છે જ્યારે અવગુણ દિવાલ છે.
 • ભગવાને ખોટું બોલવા માટે મો આપ્યું છે અને સાચું જણાવવા માટે આંખો આપી છે.

ગુનો, બેગુનાહ

 • बेगुनाह कोई नही, सबके अपने राज़ होते है… किसी के छुप जाते है, तो किसी के छप जाते है….##

ગુલાબ

 • Rose by any name will sure sweet ….. શેક્સપીયર

ગુસ્સો – ક્રોધ

 • જ્યારે તમે ખુબ ગુસ્સામાં હોવ ત્યારે કોઈને જવાબ ના આપશો તથા સારા સમયમાં અથવા ખુબ આનંદમાં હોવ ત્યારે કોઈને વચન ( promise ) આપતા નહીં.
 • ક્રોધ અને વાવાઝોડું બંને સરખા, શાંત થયા પછી જ ખબર પડે કે કેટલું નુકશાન થયું.
 • જ્યારે માણસ પાસે સાચી દલીલો ઓછી હોય છે ત્યારે તેની ભાષા નીચેની તરફ જાય છે અને અવાજ ઉપરની તરફ જાય છે.
 • ક્રોધની સર્વશ્રેષ્ઠ દવા વિલંબ છે.
 • ક્રોધ થઈ ગયા પછી રાખવા જેવી સાવધગીરી ? બોર્ડર ક્રોસ થઈ ગયા પછી કુતરો ભસવાનું બંધ કરી દે છે. આચાર્ય વિજયરત્નરાજ સૂરિજી
 • કોઈની સામે તપવું નહીં એ પણ મોટું તપ જ છે.
 • Chetan Bhagat’s Beautiful Message ! 💬 If You Are Right Then There is No Need to Get Angry … And If You Are Wrong Then You Don’t Have Any Right to Get angry
 • જ્યારે ગુસ્સામાં હોવ ત્યારે અટકતા શીખો અને જ્યારે તમે ભૂલો કરો ત્યારે ઝૂકવાનું શીખો.
 • આગ તો એકને બાળે જ્યારે ક્રોધ તો આખા કુટુંબને બાળે.
 • ગુસ્સા માટે અન્યને દોષી માનવું ખોટું છે, કારણકે આપણા સ્વભાવ પર અન્ય કોઈનો નહીં પણ આપણો પોતાનો સંપૂર્ણ કાબુ હોય છે.
 • સાચા ગુસ્સાનું સોહાર્દ ત્યારે જ સચવાય જ્યારે ગુસ્સો અહિંસક હોય. બીજી રીતે ગુસ્સો ભલે સત્ય ના હોય પણ અહિંસક તો હોવો જ જોઈએ.
 • ક્રોધની વિનાશકતાના દર્શન માણસ ક્યારેય ગંભીરતાથી કરતો નથી. ક્રોધ જાય ત્યારે પોતાની પાછળ વેદના, વિલાપ અને વેરની ત્રિપુટીને મુકતો જાય છે. સ્નેહસભર સંબંધોને પળવારમાં ખારા ઝેર જેવા બનાવી દેનાર ક્રોધ સાથે માણસનો અતુટ નાતો કેવી રીતે સંભવી જ શકે? જેમ બીજાને સળગાવતા પહેલા દિવાસળીએ જાતે સળગવું પડે છે તેમ બીજા પર ક્રોધ કરતા પહેલા માણસે પોતાની જાત પર જ હેરાન થવું પડે.
 • ગેરસમજ
 • હું પણ શોધું, તું પણ શોધ, કેમ આવી આપણા સબંધોમાં મોચ? કોની ભૂલ હતી? કોનો દોષ? કોણે કોના ઉપર ઉતાર્યો કેમ રોષ? કોને હતો બહુ જ અસંતોષ? કોણે ગુમાવી દીધો દિમાગનો હોશ? કયું કારણ હતું નક્કર ઠોસ? કેમ થઈ ગયા આપણે બંને ખામોશ? આમાં તો બંનેને છે લોસ, આ વાતને તું તારા દિમાગમાં ખોસ.ચાલ કરીએ બધા દ્વેષો વોશ. ચાલ ફરી બની જઈએ બંને દોસ્ત. હું નીકળું છું તું પણ પહોંચ, એકબીજાને મળીને બદલીએ સોચ. મૃગાંક શાહ.
 • ધર્મ
 • તમે તમારા બાળકોને તમારો ધર્મ અવશ્ય શીખવાડો પણ બીજાના ધર્મનો વિરોધ કરવાનું ક્યારેય ના શીખવો.

ઘટના

 • ખરાબ ઘટના જિંદગીમાં બને તેનો આભાર માનો કારણકે તે સારી ઘટનાનું મહત્વ શીખવાડે છે.
 • દરેક પગલું, દરેક પ્રસંગ, દરેક પરિસ્થિતિ એક પાઠશાળા છે.
 • જ્યારે કોઈ પણ ઘટનામાં કુટુંબીજનોની લાગણીનું સિંચન અને હુંફનું પોષણ ભળે તો તે ઘટના ‘પ્રસંગ’ના નામથી ઓળખાય છે જ્યારે કોઈ ઘટનામાં કુટુંબીજનોની લાગણીઓનું બાસ્પીભવન અને હુંફનો અભાવ વર્તાય તો તે ઘટના ‘વેદના’ તરીકે ઓળખાય છે.
 • ઘટના કે પરિસ્થિતિ કેવી હશે તે આપણા હાથમાં નથી પણ તે ઘટના કે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે.
 • કોઈ પણ ખરાબ ઘટના તમારી સાથે બને તો ‘મારી સાથે આવું કેમ બન્યું?’ તેવું વિચારવાને બદલે ‘આ ઘટનાને લીધે મને શું શીખવા મળ્યું?’ તેવું વિચારો.

ઘડપણ

 • ૫૦માં વર્ષ માં પ્રવેશો ત્યારે તમે જુવાનીના ઘડપણમાં અને ઘડપણની જુવાનીમાં પ્રવેશો છો.
 • વૃદ્ધાવસ્થા એટલે જ્યારે તમને બધાજ પ્રશ્નોના જવાબ આવડતા હોય પણ પ્રશ્ન પૂછનાર કોઈ ના હોય.
 • Hello sir, calling from old age home. We saw your add of missing dog. It is here only and playing with your mother.
 • ઘડપણમાં પરિવાર સાથેની ઘનિષ્ઠતાથી આયુષ્ય વધે છે.
 • વૃધ્ધ અને ઘરડામાં શું તફાવત છે? વૃધ્ધ એટલે વૃધ્ધિ સાથેનો તાલમેલ. ઘરડા એટલે ઘરેડમાં અનુકુળ ન થવું. વૃદ્ધ લોકો અનુભવ, ઘડપણ, જ્ઞાન, ડહાપણ અને વ્યવહારની સમૃદ્ધિ. વૃદ્ધ લોકો નિવૃત્તિ પછી મળેલી આઝાદીનો ઓચ્છવ મનાવે છે. મનગમતી મુસાફરી કરેછે, નવો કે ન પૂરો થયેલો શોખ પૂરો કરે છે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરે છે. કોઈ પણ પરિસ્થિતિમાં અનુકુળ થવા સતત ઉત્સાહી હોય છે. હળવી કસરત કે વોકિંગ કરે છે. કસરતોને લીધે તેમના મગજમાં ઉત્પન્ન થતો એન્ડોરફીન તેમને સતત પ્રસન્ન રાખે છે. સામાજિક સંબંધો અને હકારાત્મક જીવનથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ઘરના નાનામોટા કામમાં સતત મદદરૂપ થાય છે. ઘરમાં શાક લાવવું, પૌત્ર કે પૌત્રીને સ્કુલે લેવા મુકવા જાય છે. કોઈ સંસ્થામાં માનદ સેવા આપે છે. નવી પેઢીને પણ સાંભળે છે અને નવી ટેકનોલોજી શીખવાનો પ્રયત્ન કરે છે. તેઓ તેમનું માનસિક કર્તવ્ય, સામાજિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જોમ અને જુસ્સા સાથે કરે છે આથી હંમેશા તેઓ સંતોષી રહે છે અને તેમની હાજરી લોકોને ગમે છે.   હવે ઘરડા લોકોએ પોતાને મનથી જ હારેલા અને નિવૃત્ત માની ચુક્યા હોય છે. તેઓ સતત ચિડાયેલા, ખીજાયેલા, જીદ્દી અને અમારા જમાનામાં તો આવું હતું તેવું કહેનારા હોય છે. આ કામ અમરાથી નહીં થાય અને અમારો સમય કેમનો પસાર થશે તેવી સતત ચિંતા તેમને હોય છે. ઘરની વ્યક્તિઓ માટે સતત ફરિયાદો અને માંગણીઓ હોય છે. નાની નાની વાતમાં ખોટું લાગવું, લોકો મને સમજી શકતા નથી તેવી લાગણી સાથે કંટાળો અને નીરસતા તેમના જીવન સાથે સંકળાયેલી હોય છે. સ્મૃતભ્રંશ અને તાણભર્યું જીવન તેમનું હોય છે.     રાજુ અંધારિયા.
 • વયોવૃદ્ધ એ યૌવનની પાનખર નથી પણ ક્ષમતા અને અવસરનો નવો અધ્યાય છે.     બેટ્ટી ફ્રીડેન
 • જે ઘરમાં વડીલો હસતા દેખાય તે ઘર સૌથી સમૃદ્ધ કહી શકાય.

ઘર, મકાન

 • તમે જ્યારે નવી જગ્યા લો છો ત્યારે નવું મકાન લીધું એમ કહો છો. પછી એ જગ્યામાં બધી ગોઠવણ કરો, ફર્નિચર ગોઠવો, વાસણો ગોઠવો, ફોટો ફ્રેમ ગોઠવો ….પછી જ્યારે એ જગ્યાએ જવાનું હોય ત્યારે, “ હું મારા ઘરે જવું છું તેમ કહો છો.” આમ મકાન માં જ્યારે કુટુંબના બધા સભ્યોનો નિસ્વાર્થ પ્રેમ, સમર્પણ અને ત્યાગની ભાવના ઉમેરાય ત્યારે તે ઘર બને છે.
 • આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એનો આખો થાક ઉતરી જાય સાહેબ……. પણ જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખીય દુનિયામાં ક્યાય ના ઉતરે લખી રાખજો…..
 • ઘરમાં નિવાસ કરીશું એમ વિચારીને ઘર બાંધ્યું… પણ… ઘરની જરુરીયાતો એ મુસાફર બનાવી દીધો.
 • આનંદ, પ્રેમ અને સંબંધોને એક તાંતણે બાંધતું અને સાચવતું માનવીનું સાચું સરનામું એટલે ઘર.

ચતુરાઈ – બુદ્ધિ

 • ચતુરાઈથી કોઈ મહાન કાર્ય સાધ્ય થઇ શકતું નથી. પ્રેમ, સત્ય અને સંયમથી સર્વકાર્ય સિદ્ધ થઇ શકે છે. ……………………………………………..સ્વામી વિવેકાનંદ.
 • ‘બુદ્ધિની અતિવૃષ્ટિ અને લાગણીની અનાવૃષ્ટી એ આજના કાળની સમષ્ટિગત સમસ્યા છે. આચાર્ય વિજયરત્નરાજ સૂરિજી
 • “TAKE IT EASY” is a Concept of Common People.. But, “MAKE IT EASY” is a Concept of Brilliant People..!!
 • ડો.રાધાક્રિષ્ણનને ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો. સર, ‘station master અને school master માં ફેર શું?’ તેમણે સુંદર જવાબ આપ્યો. station master ‘minds the train’ અને school master ‘trains the mind’.

ચહેરા, મોહરા

 • એક સવાલ જોકરને… – તમે માસ્ક કેમ પહેરો છો? જવાબ જોકરનો…. – બધા જ પહેરે છે, મારું દેખાય છે……

ચારિત્ર્ય

 • માણસ નું કામ બોલે તે ચારિત્ર્ય અને તે પોતે બોલે તે પ્રચાર.
 • કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર્ય તે અજાણી વ્યક્તિ સાથે કેવો વ્યહવાર કરે છે તેના પરથી જાણી શકાય.
 • આપણા વિચારોના સરવાળાને આપણું ચારિત્ર્ય કહે છે.
 • You can easily judge the character of a man by how he treats those who can do nothing for him.
 • રમતગમત ચારિત્ર્ય ઘડતું નથી પણ છતું કરે છે. .. હેવુડ બ્રાઉન બ્રોન
 • ડો. અબ્દુલ કલામ વિશે એક પણ બેહુદી ટીપ્પણી, જોક્સ કે કાર્ટુન બન્યું નથી. એ જ તો વ્યક્તિના ચારિત્ર્યનો પ્રભાવ છે.

ચાલશે, ફાવશે, દોડશે

 • In three words I can sum up everything I have learned about life……..it goes on.
 • જોઈતું મળી જાય એ સમૃદ્ધિ છે. પણ એના વિના ચલાવી શકીએ તે સામર્થ્ય છે.

ચિંતા

 • Worry is misuse of imagination.
 • જીવનમાં એવું ઘણીવાર બનશે કે તમે ચિંતા અને પીડા સામે શ્રધ્ધા અને વિશ્વાસ એમ બે ફાંટા પડતા રસ્તાના ખૂણે આવીને ઉભા હોવ. આ સમયે તમારા પ્રમાણિકતા પૂર્વકના પ્રયત્નો જ વધારી દો. આપોઆપ શ્રધ્ધા અને વિશ્વાસનો રસ્તો ચોખ્ખો દેખાશે. જો તમારા પ્રયત્નો સાથે ચિંતા અને પીડા વધુ હશે તો શ્રધ્ધા અને વિશ્વાસનો રસ્તો ધૂંધળો થઈ જશે તમારી દિશા અને ધ્યેય અસ્પષ્ટ થઈ જશે. શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જ્યારે પ્રેમથી કરેલા પ્રમાણિક પ્રયત્નો ભળે ત્યારે કોઈ અગમ્ય શક્તિ તમારી સાથે આવી જાય છે આ શક્તિ જ તમને તમારા અંતિમ ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે. જ્યારે તમે દુઃખ અને પીડાને વધુ મહત્વ આપો છો ત્યારે ઈશ્વર કરતા દુઃખ મોટું લાગે છે જે તમારા પ્રયત્નોને નબળા પાડશે.

છુટાછેડા

 • એક સંબંધ તૂટે એટલે કાઈ આખે આખું જીવન અટકી પડતું નથી. સંબંધ તૂટશે એટલે ભયાનક દુઃખ થશે જ. પેટ ભરાઈને દુઃખી થઇ લેવાનું, પણ પછી ઉભા થઇ જવાનું. આત્મવિશ્વાસ સાથે, ગરિમા જાળવીને અને માથું ઊંચું રાખીને દુઃખમાંથી બહાર આવી જવાનું. લઘુતાગ્રંથિ કે ગીલ્ટ કે શ્રમ બિલકુલ નહીં રાખવાના. દુનિયા ખુબ મોટી છે. જો તમે ખુદને પ્રેમ કરતા હશો અને જો તમારું નસીબ સાથ આપતું હશે તો તમને હદયના ઉંડાણથી પ્રેમ કરવાવાળો સાચો સાથી મળશે જ. …..એલીસાબેથ ગિલબર્ટ…. ..તેમના પુસ્તક ‘ઇટ, પ્રે, લવ’ માં.
 • સંબંધમાં બંધાયેલી બે વ્યક્તિ અલગ પડે તેનો મતલબ એ નથી કે આંખો સંબંધ જ ખોટો હતો. સંબંધ ભલે તૂટી ગયો હોય પણ એ બે વ્યક્તિનું જીવન પ્રમાણિક અને સચ્ચાઈપૂર્વક વાળું હોય એટલે જ એ બંને વ્યક્તિ આદરપૂર્વક છુટા પડે છે.
 • ઘણીવાર સંબંધોના અંતનું કારણ સમજદારીના અભાવ કરતા પાત્રોએ દાખવેલી બેદરકારીનો પ્રભાવ વધુ જવાબદાર બનતો હોય છે. કૃષ્ણકાન્ત ઉનડકટ.
 • નયા ઇક રીસ્તા પૈદા ક્યોં કરે હમ, બીછડના હૈ તો ઝઘડા ક્યોં કરે હમ …..જ્હોન એલિયા.
 • છુટાછેડાનું મુખ્ય કારણ બંને પાત્રો એકબીજા સાથેની સારી વાતોને યાદ નથી રાખતા તે હોય છે. ભૂતકાળના ખરાબ પ્રસંગોને વાંરવાર વાગોળે છે. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે ઝગડો થાય ત્યારે બે જ શક્યતા હોય છે. એક ઝગડાવાળી ઘટના ભૂલી જઈ વ્યક્તિને ચાહતા રહો અને બે વ્યક્તિને ભૂલી જઈ ઘટનામાં પીડાતા રહેવું. દુનિયામાં દરેક જન્મ લેનાર વ્યક્તિમાં માણસ તરીકેની નબળાઈઓ હોવી તે વ્યક્તિના અસ્તિત્વનો હિસ્સો હોય છે. છતાય અમુક વ્યક્તિઓ સામેના પાત્રમાં સતત પરફેકશનની અપેક્ષા રાખે છે. તેમને મન વ્યક્તિ કરતા પરફેકશન વધુ મહત્વનું હોય છે. તમારે વ્યક્તિને રાખવી છે, સંબંધને રાખવો છે પણ તેની નાનકડી ભૂલને ભૂલી જવી નથી. આને પ્રેમ ન કહેવાય. આવી વ્યક્તિઓ પોતે તો પીડાયા કરે છે પણ તેમની સાથે રહેનારને પણ સતત પીડા આપ્યા કરે છે. જો બે વ્યક્તિ વચ્ચે પ્રેમ મહત્વનો હોય તો ભૂતકાળની એકબીજાની ભૂલોને ભૂલી પ્રેમનો ઉત્સવ ઉજવવો જોઈએ એને બદલે વાંરવાર પોતાની પ્રિય વ્યક્તિના જ ભૂતકાળને યાદ કરી સામેવાળાને અપમાનિત કરી તિરસ્કૃત કરી ભૂતકાળની ભૂલોની તલવાર ઉગામી સામી વ્યક્તિને ઉઝરડો પાડી પીડા આપવામાં અમુક વ્યક્તિને મઝા આવે છે. જો તમે સામેવાળી વ્યક્તિને સાચો પ્રેમ કરો છો તો તેને સન્માન પણ આપવું જ જોઈએ. ભૂતકાળને યાદ કરવામાં ક્યારેય સન્માન આવતું નથી અને સન્માન વિના સ્નેહ સંભવી જ ન શકે. જૂની ભૂલોને જે ભૂલવા તૈયાર છે તેનો જ સંબંધ લાંબો ટકી રહે. તમે વાંરવાર સામી વ્યક્તિના  ભૂતકાળને યાદ કરો છતાં સામી વ્યક્તિ તમને છોડતી નથી તો તે તમને પ્રેમ કરે છે તેમ ન માનવું પણ કોઈક મજબુરી તેને છોડવા નથી દેતી અને જ્યારી તેને મન મજબુરીનું મહત્વ નહીં રહે ત્યારે તે તમને છોડવા માટે એક ક્ષણનો પણ વિચાર નહીં કરે.

છેતરવું

 • તમે જાણો છો જીવનમાં લોકો એકબીજાને કેમ છેતરે છે? કારણકે લોકો જાણે છે કે જીવનમાં પરવાનગી મેળવવા કરતા માફી માંગવી સહેલી છે.

છોડવું

 • જિંદગીના અભિનયમાં દરેક જગ્યાએ આપણો રોલ પૂરો થયા પછી સમયસર સ્ટેજ છોડવું ખુબ જરૂરી છે. રોલ પૂરો થયા પછી પણ જે લોકો સમય સર સ્ટેજ છોડતા નથી તેઓ દુખી થાય છે. સ્ટેજ પર લાંબો સમય ઉભા રહો તો તમને ધક્કા મારીને કાઢવામાં આવે તે ખુબ પીડાદાયક રહે તેના કરતા મક્કમ મને exit થઇ ભજવેલા રોલને વાગોળવાનો આનંદ અદભુત હોય છે.
 • તારું કશું નાં હોય તો છોડી આવ તું. તારું બધું જ હોય તો છોડી બતાવ તું. રાજેશ વ્યાસ.
 • આપણે કોઈને ખોઈ બેસીએ છીએ ત્યારે કદાચ આંસુ નથી આવતા. ખુદને ખોઈને પણ જ્યારે બીજાને પામી શકતા નથી ત્યારે આંસુ ચોક્કસ આવે છે.
 • વિખરાઈ જવા માટે ઘણા બહાના મળતા હોય છે. જોડાઈ જવા માટેની તકો ખુબ જ ઓછી મળતી હોય છે.

જવાબદારી

 • નાની ઉંમરની જવાબ્દારીઓએ તેને નાના છોડની કુમળી વયમાંથી પસાર થાય તે પહેલા જ વૃક્ષ બનાવી દીધું હતું.
 1. જીવન
 2. જીત
 3. જુવાની
 4. ઝંખના, લાલચ, લાલસા
 5. ઝેર
 6. ઠોકર
 7. ડર
 8. ડીજીટલ યુગ, મોબાઈલ, મીડિયા
 9. તક
 10. તકલીફ
 11. તબીબી
 12. તમારો ખરાબ સમય – તમારો મિત્ર
 13. તરછોડી જવું
 14. તોછડી ભાષા
 15. ટીનએઈજ બાળકો
 16. દલીલ
 17. દીકરી
 18. દિવસ અને રાત્ર
 19. દુઃખી થવું, પીડા, દુઃખ, દર્દ (pain)
 20. દુર્જનતા
 21. દુશ્મન
 22. દેવું
 23. ધર્મ
 24. ધીરજ
 25. ધ્યાન
 26. નિરાશા, નકારાત્મક વિચારો
 27. નમ્રતા
 28. નસીબ
 29. નિરીક્ષણ
 30. નિરાંત, નવરાશ, ફુરસદ
 31. નિર્ણય
 32. નિવૃત્તિ
 33. નિષ્ફળતા
 34. નેતા
 35. પડકાર
 36. પડોશી
 37. પતંગિયા
 38. પત્રલેખન
 39. પરિસ્થિતિ
 40. પાપ અને પુણ્ય
 41. પિતા
 42. પુખ્તતા, પાકટતા, પરિપક્વતા (maturity)
 43. પુરાવો
 44. પૂર્ણતા
 45. પૂર્વગ્રહ
 46. પૈસો
 47. પોતાના અને પારકા
 48. પોતાની જાતને પ્રેમ કરવો
 49. પોતાનું કાર્ય ખંતથી કરવું
 50. પ્રગતિ
 51. પ્રતિક્ષા (રાહ જોવી)
 52. પ્રતિભાવ (રિસ્પોન્સ)
 53. પ્રતિષ્ઠા
 54. પ્રભાવિત                                                                                                                                         જીવન       જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય. જીવન તો રેડિયા જેવું છે. ક્યારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય. In the end only 3 things matter. How much you loved. How gently you lived. How gracefully you let go of things not meant for you. જીવનનાં અંતમાં માત્ર ત્રણ વસ્તુઓની ગણતરી થાય છે. જીદગીને તમે કેટલો પ્રેમ કરીને જીવ્યા. તમારી સાથે સંકળાયેલા લોકોને તમે કેટલો પ્રેમ આપ્યો. જે વસ્તુઓ તમારે માટે બની જ નથી એને તમે કેટલી સહજતાથી જવા દીધી. a meaningful life is not being rich, being popular, being highly educated, or being perfect. its about being real, being humble, being able to share ourselves and touch the lives of others.
 • When writing the story of your life doesn’t let anyone else hold the pen.
 • ‘જિંદગી ના મિલેગી દોબારા’ માં એક સુંદર પ્રસંગ છે. કૈટરીના કૈફ ઋતિક રોશનને કહે છે. ‘ચાલ થોડી મઝા માણીએ.’ ઋતિક રોશન કહે છે. ‘મને ચાલીશ વર્ષ થાય ત્યાં સુધી ટાઈમ નથી. કમાઈ લેવું છે. ચાલીશ વર્ષ પછી તું કહે તે કરીશું.’ કૈટરીના કહે છે, ‘તને ખબર છે કે તું ચાલીશ વર્ષ સુધી જીવવાનો છું કે નહીં.’
 • તૂટેલા ઘડાને વ્યવસ્થિત ગોઠવી તેમાં પણ સુંદર ફૂલોનું નિર્માણ કરી એક સુંદર કૃતિ બનાવી શકાય છે. જીવનમાં પણ તૂટેલા ઘડા જેવો સમય આવશે. આપણને લાગે કે હવે કશું શક્ય નથી. છતાં પણ જે શક્યતાઓ બચી છે તેને સુંદરપણે ગોઠવી તેનું સુંદરપણે આયોજન કરી જીવનને સુંદર રીતે આગળ વધારી શકાય છે.
 • The good thing about life is everything passes nothing stops.
 • જિંદગી બે જ ભાગમાં પૂરી થઇ જાય છે. ‘હજી’ અને ‘હવે’. હજી ઉંમર નથી તારી. હવે ઉંમર નથી તારી.
 • એક સંતને કોઈએ પૂછ્યું, ‘જીવનનો અર્થ શું છે?’ સંતે જવાબ આપ્યો, ‘જીવનનો કોઈ જ અર્થ નથી. પણ અર્થ નક્કી કરવાની એક તક છે.’ ક્યારેક તે ઉદાસીની આગ છે. ક્યારેક તે ખુશીનો બાગ છે. ક્યારેક તે રડવાનો રાગ છે પણ છેલ્લે તો તે કર્મોનો જવાબ છે.
  • જિંદગી દીધી નાશવંત મને,પણ ગઝલ રાખતી જીવંત મને…..-મનોજ ખંડેરિયા.
  • જી = જીવો હતાશા રહિત, વ = વધો આત્મિક ગુણોથી, ન = નમો મન-વચન અને કાયાથી.
  • જીવન જીવવાની મઝા ત્યારે જ આવે જ્યારે તમારો સમય અગરબત્તીની જેમ સળગતો હોય અને આખું ગામ તેની સુગંધ લેવા તડપતુ હોય.
  • જીવનમાં કોઈ એક વસ્તુની કમી હોય તો જ જીવનને પ્રેમ કરી જીવી શકાય છે.
  • એક ભાઈ તેમના મિત્રને પૂછી રહ્યા હતા, ‘જીવન એટલે શું?’ તેમના મિત્રએ જવાબ આપ્યો, ‘જીવન એટલે મોબાઈલ વિનાનો સમય.’
  • જીવન એટલે BCG થી ECG સુધીની સફર.
  • જીવનમાં જે કાઈ મળ્યું છે તે બદલ ઈશ્વરનો હંમેશા આભાર માનો, જે કાઈ નથી મળ્યું તેની ફરિયાદ કરવાની છોડી દો તો જીવન જીવવાની મઝા અત્યારે છે તેનાથી વધી જવાની. ફરિયાદ, કકળાટ કે આક્ષેપો કરવાથી જીવનમાં ક્યારેય આગળ વધાતું નથી. બહાનાને કારણે તો લક્ષ્ય પ્રાપ્તિના રસ્તામાં હંમેશા એક ડગલું પાછળ જવાય છે. જિંદગીએ તમારી સાથે અન્યાય કર્યો છે તેવા આક્ષેપો કર્યા કરતા જે જોઈએ છે તે મેળવવા માટે મહેનત કરો, આવડત કેળવો અને સૌ નો આદર કરો. સૌરભ શાહ – સંદેશ – ૨૯/૦૮/૨૦૧૮.
  • બ્લેક બોર્ડ જેવું જીવન જીવો. આખી દુનિયાના લોકો એક ‘કાળી’ વસ્તુ જ કહેશે પણ તેનું કામ તો લોકોને શીખવી લોકોનું જીવન બદલવાની જ રહેતી હોય છે.
  • જીવનને લંબાવવાના પ્રયત્નો ના કરો પણ સુધારવાના પ્રયત્નો જરૂર કરો.
  • જીવન બદલવા માટે લડવું પડે અને જીવન સહેલું બનાવવા માટે સમજવું પડે છે.
  • જીવન વ્યતિત કરવું અને જીવન સાર્થક કરવું બંનેમાં ભેદ છે. જીવનનું સાર્થક્ય તેમાં જ છે કે વણાંક આવે ત્યારે વળી જવું અને પોતાનું સ્ટેશન આવે ત્યારે ઉતરી જવું. શણગાર એ આંખોનો આનંદ છે જ્યારે સુગંધ એ મનની મિરાંત છે. જીવનમાં આનંદ અને કર્મની સુગંધ મળે ત્યારે સાચુ સુખ મળે છે.
  • કેટલુય જીવવું પડે છે અહી એક વાર મરવા માટે,કેટલુંય બીવું પડે છે અહીં એક વાર તરવા માટે…………પ્રવિણ જેઠવા.
  • જીવન ઘડિયાળના કાંટા જેવું છે. બચપણ સેકંડ કાંટો છે જે સતત ભાગતો જ હોય છે. મિનિટનો કાંટો યુવાનીનો છે જે થોડો ધીમો ચાલે છે. કલાક નો કાંટો વૃદ્ધત્વ છે જે ખુબ ધીમો છે પણ અનુભવી છે અને ઘડિયાળમાં સૌથી વધુ મહત્વ તેનું જ છે.
  • કામચલાઉ જિંદગીમાં માણસને બધું કાયમી જ જોઈએ છે.
  • પોતાની જાતને દાનવમાંથી માનવ બનાવવાની અવિરત સાધના એટલે જીવન – શરદ ઠાકર.
  • ‘બી પોઝીટીવ’ એક બ્લડ ગ્રુપ નથી પણ જીવનશૈલી છે.
  • જીવન કેવું હોવું જોઈએ?
   • કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને અનુકુળ થાય એવું
   • ઉચ્ચ ધ્યેય, આદર્શ અને ચારિત્ર્ય વાળું
   • માનવીય સંબંધોની માવજત કરે તેવું
   • વર્તમાનમાં જીવવા વાળું
   • ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા રાખનારું
   • દરેક પ્રકારનું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા ધરાવનારુ
   • જરૂરીઆત વ્યક્તિઓને મદદ કરવાવાળું
   • હાથમાં લીધેલા સર્વ કાર્ય સમર્પિતતાથી પુરા કરવાવાળું હોવું જોઈએ.
   • સંગીતમય
 • જીવનમાં એક પાઠ શીખવા જેવો છે કે એકસામટા ચાર-પાંચ પગથિયા ક્યારેય ના ચઢવા. એક-એક પગથિયું પૂરી મક્કમતાથી અને આત્મવિશ્વાસથી ચઢવું.
 • વિચારીને જીવો નહીં, જીવીને વિચારો.
 • જીવન એટલે વર્તમાનકાળને માણવાની કળા. ગઈ કાલ માટે રડો નહીં અને આવતીકાલ માટે ડરો નહીં માત્ર વર્તમાનકાળને આનંદિત બનાવી માણો.
 • એવું જીવન ના જીવો જેમાં લોકો આપણાથી અંજાઈ જાય, પણ એવું જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય.
 • હાથ પકડીને ચાલવા પુરતું નથી આ જીવન, પકડેલો હાથ છોડવો નહીં એનો મતલબ છે જીવન. જર્ની પટેલ – સુરત.
 • કરિયરમાં સફળ થવું સહેલું છે પણ જીવનમાં સફળ થવું તેનાથી અઘરું છે.
 • જિંદગીમાં જીવતા રહેવા કરતા પ્રત્યેક પળમાં ‘જીવંત’ રહેવું અગત્યનું છે.
 • ભગવાન દરેક મનુષ્યને પાંખો સાથે જન્મ આપે છે. તો પછી મનુષ્યએ ભાખોડિયા ભરી જીવન વ્યતિત કરવાનો શો અર્થ છે? you were born with wings, why prefer to crawl through life?
 • જે દિવસ આપણે આપણા પ્રમાણે ભરપુર જીવ્યો હોય તે જ દિવસ આપણો હોય છે. બાકી બધા દિવસો તો માત્ર તારીખના પાના જ હોય છે.
 • જિંદગીને સમજવી હોય તો પાછળ જુઓ અને જિંદગીને જીવવી હોય તો આગળ જુઓ.
 • Always be cool. Don’t have ego with friends and family. Give-up hurting individuals. Just keep loving mankind. Never omit prayers. Quietly remember God. Speak truth. Use valid words. ‘X’press your zeal. ( A to Z)
 • Life is not about waiting for the storms to pass.. it is about learning to dance in the rains.
 • જિંદગી હંમેશા દરેક વ્યક્તિને સુધરવાની અને સારા થવાની એકસરખી તકો આપતી હોય છે.
 • જિંદગી જખ્મો સે ભરી હૈ, વક્ત કો મરહમ બનાના શીખ લો, હારના તો હૈ એક દિન મૌત સે, ફિલહાલ જિંદગી જીના શીખ લો. હરિવંશરાય બચ્ચન
 • આપણા વિચારો પર ધ્યાન આપીએ જે આપણા શબ્દો બને છે. આપણા શબ્દો પર ધ્યાન આપીએ જે આપણું કાર્ય બને છે. આપણા કાર્યો પર ધ્યાન આપીએ જે આપણી આદત બને છે. આપણી આદતો પર ધ્યાન આપીએ જે આપણું ચારિત્ર્ય બને છે. આપણા ચારિત્ર્ય પર ધ્યાન આપીએ જે આપણું કર્મ બને છે. આપણા કર્મો પર ધ્યાન આપીએ જેનાથી આપણી જિંદગી બને છે.
 • જીવનમાં ક્યારેક ખરાબ દિવસનો અનુભવ થાય તો એટલો જુસ્સો જરૂર રાખજો કે તે દિવસ ખરાબ હતો જિંદગી નહીં.
 • जिंदगी दो लफ्ज़ों में यूं अर्ज है. आधी कर्ज है तो आधी फर्ज है.
 • જીવનમાં તોફાન પણ આવવું જ જોઈએ. તો જ ખબર પડે છે કે કોણ હાથ પકડીને ચાલે છે અને કોણ હાથ છોડાવીને ભાગે છે.
 • ક્યાં ‘ટકવું’ અને ક્યાં ‘અટકવું’ તે ખબર પડી જાય તો જિંદગીમાં કોઈ જ દુઃખ રહેતું નથી.
 • જીવન બે જ શબ્દોનું બનેલું છે, ‘સંઘર્ષ’ અને ‘સંસ્કાર’. સંઘર્ષનું ઉદાહરણ અને શીખ પિતા પાસેથી મળે છે. સંસ્કારની શીખ, વારસો અને ઉદાહરણ માતા છે. એટલે જ કહેવાય છે કે માતાનું મહત્વ તે જીવતી હોય ત્યારે આવે છે જ્યારે પિતાનું મહત્વ તેમના મ્રત્યુ બાદ સમજાય છે.
 • જીવનને જે દિશામાં લઇ જવા માંગતા હોઈએ તેનો સ્પષ્ટ પ્લાન એક નકશો એક વિચાર હોવો જોઈએ.સાથે આ સંકલ્પને સાથે રાખવા માટે પૂરી શક્તિ અને નિષ્ઠાથી પુરુષાર્થ કરવાની તૈયારી હોવી જોઈએ. માત્ર વિચાર કે સંકલ્પથી પરિણામ નાં આવે. જીવનમાં કડવા ફળને મીઠું કરવું, તકલીફો વાળી વાંકીચુકી રેખાવાળી જીવનરેખાને સીધી લીટીવાળી કરવી મુશ્કેલીઓ અને વિટંબણાઓનો સ્વસ્થ ચિત્તે ઉકેલ લાવવો અને આગળ વધવું તે જ જીવન જીવવાની સાચી પધ્ધતિ છે. આપણે જે સ્થિતિમાં હોઈએ તે જ સ્થિતિમાં સારા કર્મની શરૂઆત કરવી જોઈએ. સારી સ્થિતિ આવશે પછી શરૂઆત કરીશું એવું વિચારીએ તો સારી સ્થિતિ આવતી જ નથી. વિપરિત સંજોગો સામે નામી જવાને બદલે તેના પર વિજય મેળવવો તે જ સિદ્ધિ માટેનું પ્રથમ પગથિયું છે. પરિસ્થિતિ અને સંજોગોને દોષ દેવાને બદલે તેને સુધારવામાં લાગી જવું જોઈએ. જગતની કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અને સંજોગો માણસ બદલી શકે છે અને ઘડી શકે છે. બધું ગુમાઓ તો પણ જીવનમાં સ્વસ્થતા નાં ગુમાવો. અવરોધોમાંથી બહાર આવવા માટે જરૂરી પ્રચંડ પુરુસાર્થ કરવામાં લાગી જાઓ. પુરુસાર્થ એ જ પ્રગતિનો પાયો છે. પુરુસાર્થહિન્તાએ મૃત્યુ છે. ધ્યેય અને પુરુસાર્થ સાથે જીવન લક્ષ્યાંત તરફ ગતિ કરતા રહેવું જોઈએ તે જ જીવન જીવવાની સાચી પધ્ધતિ કહેવાય. તકલીફોને પગ તળે કચડી નાખશો તો જ સિદ્ધિનો રસ્તો મળશે. વી. પટેલ. અખંડાનંદ સપ્ટેમ્બર ૨૦૧૬.
 • કૈક ઈચ્છાઓ અધુરી હોય છે જિંદગી તોયે મધૂરી હોય છે, દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે. લીમડાના પાન મેં પણ ચાખ્યાછે માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે… જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ, એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ…..
 • “મન ભરીને જીવો, મનમાં ભરીને નહી”
 • જીવનમાં એ જોવું મહત્વનું નથી કે કોણ આપણી આગળ છે અને કોણ પાછળ. પણ એ જોવું જોઈએ કે કોણ તમારી સાથે છે અને તમે કોની સાથે.
 • આંખો બંધ થાય એ પહેલા ‘ઉઘડી’ જાય તો આખો જન્મારો સુધરી જાય.
 • સાદગીથી જીવો, સૌને પ્રેમ કરો, સૌનો ખ્યાલ રાખો, જીવનનો આનંદ લો. એકબીજા સાથે જોડાયેલા રહો.આ જ સાચું જીવન છે.
 • જિંદગી ટૂંકી નથી. લોકો જીવવાનું જ મોડું શરુ કરે છે. ગુલઝાર.
 • ‘જિંદગી આઈસ્ક્રીમ કી તરહ હોતી હૈ, ટેસ્ટ કરો તો પિઘલતી હૈ, વેસ્ટ કરો તો ભી પિઘલતી હૈ. ઇસ લિયે જિંદગી કો ટેસ્ટ કરના શીખો, વેસ્ટ તો હો હી રહી હૈ.’ અમિતાભ બચ્ચન – રાની મુખરજી અભિનિત બ્લેક ફિલ્મનો સંવાદ.
 • બાસ્કેટ બોલનો અમેરિકાનો ખેલાડી જ્હોન વુડ્સ જીવનને પહાડ સાથે સરખાવે છે. તેણે કહ્યું, ‘આપણે ખીણમાં એટલા નીચે ના ઉતરવું જોઈએ કે શિખર હોય તેનાથી વધુ ઊંચું લાગે અને એટલા ઉપર પણ ચઢવું જોઈએ નહીં કે ખીણ વધારે ઊંડી લાગે.’
 • માનવ જીવન દુર્લભ છે. તેને નિરાશા, હતાશા, સ્વાર્થ, ઈર્ષા અને અદેખાઈમાં પસાર કરવાને બદલે પરોપકાર, કલ્યાણ અને સર્વની સહાય કરવામાં જીવન પસાર કરીને જીવનને સાર્થક બનાવવું જોઈએ.
 • જિંદગીને તમે જે આપો છો, જિંદગી તમને તે જ પાછુ આપે છે. જિંદગી તમારા કર્મોનું દર્પણ છે. પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્નતાના પુષ્પોને અકબંધ રાખીને જીવવું. વર્તમાનમેં જે પરિસ્થિતિ મળી છે તેને હ્રદયપૂર્વક સ્વીકારી જીવનના રંગમંચ પર પૂરી નિષ્ઠાથી તમારું પાત્ર ભજવો બાકીનું ભવિષ્ય પર છોડી દો. તમારા અભિનય નું માર્કિંગ ‘જજ’ અને ‘જગત’ કરે છે પણ મુલ્યાંકન તો કોઈ અદ્રશ્ય પરમ શક્તિ જ કરે છે.

જીત

 • જિતનારા કદિ મેદાન છોડતા નથી. હારવાની શકયતા સાથે મેદાન મા ઉતરનારા કદી જીતતા નથી.
 • જે લોકોમાં જીતવાની ઝંખના હોય તેમને જ નસીબની યારી મળી રહે છે. અથાગ પ્રયાત્નોજ તમને નવું જીવન જીવવા માટેનું બળ પૂરું પાડે છે.
 • આપણાથી ચઢીયાતા સ્પર્ધક સામેની હાર, આપણાથી નબળા સ્પર્ધક સામેની જીત કરતા વધુ ફાયદાકારક હોય છે.
 • રેસ ગાડી ટોપ ગીઅરમાં રાખવાથી નથી જીતાતી પણ રાઈટ ટાઈમ પર રાઈટ ગીઅર બદલવાથી જીતાય છે.
 • જીતવાની સૌથી વધુ મઝા ત્યારે જ આવે જ્યારે બધા જ તમારી નિષ્ફળતા અથવા હાર જોઇને બેઠા હોય.
 • ચોપાટ માંડી છે તારણહાર તે, હારીશ નહીં થાકીશ જરૂર. ફેંકવા હોય એમ ફેંકજે પાસા, દાવ મારો પણ બાકી જ છે, હારવા રમ્યો નથી જીત પાકી છે. આજ ભલે અવળા પડે પાસા મારા, કાલ હજી તો બાકી જ છે.
 • એક વખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમે ચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો. આવું કેવી રીતે શક્ય છે? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવું શસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવું તો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે ભાગી છુટવાનો રસ્તો નથી.’ ખરેખર આપણે જીવનમાં કઈક મેળવવું હોય તો ભાગી છુટવાના અથવા બીજા શબ્દોમાં છટકવાના બધાજ રસ્તા બંધ કરી દેવા પડે. બહાદુર માણસો વિચારતા હોય છે કે ‘કરો યા મરો’. હકારાત્મક વિચારસરણીવાળા વિચારતા હોય છે કે ‘મરતા પહેલા જરુરી કાર્યો પુરા કરો’. પણ જીતનારા વિચરતા હોય છે કે ‘આ કાર્ય પૂરું કર્યા પછી જ હું મરીશ.’
 • જિંદગીના જંગમાં લાંબા ગાળે અને લાંબો સમય જીતવું હોય તો વિઝન વાઈડ રાખતા શીખવું જોઈએ. ફાલતું મુદ્દાઓમાં બડબડ કરવામાં સમય વેડફવાના બદલે મોટા લક્ષ્યો માટે મૌન રહી મહેનત કરવી પડે.
 • ચેમ્પિયન એવી વ્યક્તિ છે, જે એવા સમયે ઉભો થાય છે જ્યારે તે થઈ શકે તેમ ન હોય. જેક ડેમ્સે (પ્રખ્યાત બોક્સર)

જુવાની

 • ૫૦માં વર્ષ માં પ્રવેશો ત્યારે તમે જુવાનીના ઘડપણમાં અને ઘડપણની જુવાનીમાં પ્રવેશો છો.
 • વૃદ્ધાવસ્થામાં જુવાન થજો પણ જુવાનીમાં વૃદ્ધ ના થશો.

ઝંખના, લાલચ, લાલસા

 • કેવી પ્રણય ને રૂપનાં દર્શનની ઝંખના, બુદ્ધિ ડરી તો લાગણી હિંમત કરી ગઈ….અર્જુન ‘રાહી’
 • ગરીબની લાલસા કરતા અમીરની લાલસા વધુ જોખમી હોય છે.

ઝેર

 • પીવું અને પચાવવું એની કમાલ છે, પીવાથી ઝેર માત્ર કાઈ શંકર ના થવાય….દિનેશ ડોંગરે ‘નાદાન’

ઠોકર

 • નાના પત્થરોનું ધ્યાન રાખજો. ઠોકર ક્યારેય પર્વતોની હોતી નથી.
 • ઘણીવાર આપણને એવા દીવા પણ દઝાડતા હોય છે જેને આપણે જ પવનથી ઓલવાતા બચાવ્યા હોય.
 • જ્યારથી શ્રધ્ધા હ્રદયમાં રાખતા ફાવી ગયું, ઠોકરો ખાધા પછી પણ ચાલતા ફાવી ગયું. ઉર્વી પંચાલ

ડર

 • સમાજમાં જે લોકો હલકા છે પણ ખાસ કશી તાકાત નથી તેવા લોકોથી ડરવું નહી કેમકે તેમની પાસે તમને નુકસાન કરવાની તાકાત નથી હોતી અને સમાજમાં જે સજ્જનો છે એ ક્યારેય કોઈનું બુરું કરવા ઇચ્છતા નથી………………….તેના પરની કહેવત……” સતી શાપ દે નહી અને સંખિણીના લાગે નહી.”
 • ક્યાં કહું છું કે – દાવ છોડી દો ? ખેલ ખેલો, તણાવ છોડી દો. જીતની જીદ કદી ના રાખો, હારની બીક સાવ છોડી દો……………………….ડો મનોજ જોશી. ‘મન’.

ડીજીટલ યુગ, મોબાઈલ 

 • ડીજીટલ યુગનો અભિશાપ……..જે દુર હતું તે નજીક આવે છે પરંતુ જે નજીક હતું તે દુર જાય છે તેનું શું?
 • ડીજીટલ યુગની એક ખાસિયત છે કે જ્યારે તમે કોઈ હોટેલમાં જાવ છો તો વેલકમ ડ્રીંક તરીકે આરટીફિસિયલ લીંબુના ફ્લેવરનું શરબત આપવામાં આવે છે અને જ્યારે તમે જમી લો છો ત્યારે તમને હાથ ધોવા માટે સાચા લીંબુનો બોવેલ આપવામાં આવે છે.
 • ટેલિકોમ કંપનીઓ ફ્રી કોલના પ્લાન જાહેર કરે છે પણ લાંબી વાત કરવાના સંબંધો જ ક્યાં રહ્યા છે. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સુરુજી.
 • કનુ : એમ થાય છે કે આ સંસારની પળોજણ અને દુનિયાની બધી જ ચિંતા છોડી હિમાલય પર જતો રહું. મનુ : તો પછી જતો રહે ને, વિચારે છે શું? કનુ : એવું સાંભળ્યું છે કે ત્યાં ઘણા વિસ્તારમાં મોબાઈલનું નેટવર્ક આવતું નથી, એટલે જતો નથી.
 • એક બાળકને આખ્ખો દિવસ મોબાઈલને જોવાની ટેવ. તેના પિતાએ કહ્યું, ‘આખો દિવસ શું નેટ પર ચોંટ્યો રહે છે. જો બહારની દુનિયા કેટલી સુંદર છે. જરા તે જોવાનો તો પ્રયત્ન કર.’ દીકરાએ જવાબ આપ્યો, ‘પપ્પા, તેની લિંક મોકલો ને.’
 • એકવાર એકભાઈ બસસ્ટોપ પર બીજા ભાઈને કહી રહ્યા હતા, ‘મેં તમને ક્યાંક જોયા છે. તમે ફેસ બુક પર છો?’ ‘ના’, ‘તમે ટ્વીટર પર છો?’ ‘ના’, ‘તમે લીન્કેડીન પર છો?’ ‘ના’ તો તમે ગુગલ નેટવર્ક પર જરૂર હશો. ‘ના હું છેલ્લા દસ વર્ષથી તમારો નેક્સ્ટ ડોર પાડોશી છું.’
 • ઘરે મહેમાન ઓછા અને મેસેજ વધુ આવે છે છતાં લોકો એમ સમજે છે કે મોબાઈલ ફોન આપણને વધુ નજીક લાવે છે.
 • રાત્રે લાંબો સમય ફોન જોનારની ઊંઘમાં ખલેલ પહોંચે છે. લાંબો સમય સ્ક્રીન પર રહેવાને કારણે મેલેટોનીનનો વધુ સ્ત્રાવ થાય છે. જેનાથી પાચનશક્તિનું સમતોલન ખોરવાઈ જાય છે. દિવસના ટાઈમે ફ્રેશનેસ રહેતી નથી. આળસ, ઊંઘ આવવી, સામાજિક સંપર્કો, વાંચન, કસરત, રમતગમત ટાળવી તેમજ વધુ ભૂખ લાગવી જેવા લક્ષણો થાય છે. માનસિક સ્વાસ્થ્ય બગડે છે. સ્વભાવ આક્રમક થાય છે. બેઠાડું જીવન અને રોગપ્રતિકારક શક્તિ ઘટવી જેવા લક્ષણો ઉદભવે છે.

તક

 • When opportunity knocks it’s seldom on schedule.
 • તક ઉગતા સૂર્ય જેવી છે જો તમે લાંબા સમય સુધી રાહ જોઈ રહા તો તે જતી જ રહેવાની.
 • કોઈ પણ કામ કરો તો ભલે માપો ઘણી બધી વાર દરજીની જેમ. પણ કાપો એક જ વખત…સુથારની જેમ. વિલિયમ આર્થર.
 • Every time you take a risk or move out of your comfort zone, you have a great opportunity to learn more about yourself and your capacity.
 • જ્યારે પણ મને કોઈ સારી વસ્તુ મેળવવામાં નિષ્ફળતા મળી છે ત્યારે તે નિષ્ફળતાએ મને વધુ સારી વસ્તુ મેળવવાનો રસ્તો બતાવ્યો છે.
 • ૧૯૮૩ નો સમય હતો. મુંબઈમાં ક્રિકટ કોચ આચરેકર સર પાસે એક દસ વર્ષનો છોકરો પ્રેક્ટીસ કરી રહ્યો હતો. થોડા દિવસની પ્રેક્ટીસ પછી આચરેકર સરે તે છોકરાના મોટા ભાઈને કહ્યું, ‘ક્રિકેટ રમવાનું આ છોકરાનું કામ નથી. તેને પાછો લઈ જાવ.’ તે છોકરાના મોટા ભાઈએ આચરેકર સરને રીક્વેસ્ટ કરી કે, ‘તે તમારી હાજરીમાં થોડું શરમાય છે અને તેનું શ્રેષ્ઠ બહાર નથી લાવી શકતો. તમે દુર ઉભા ઉભા તેની નૈસર્ગિક રમત જુવો. તેને ખબર પડવા ન દો કે તમે તેને જુવો છો. ફક્ત એક વધુ તક આપો. પછી તમને યોગ્ય લાગે તો તેને ક્રિકેટ શીખવજો. તમને યોગ્ય નહીં લાગે તો હું તેને પાછો લઈ જઈશ.’ આચરેકર સરે તેને એક વધુ તક આપી અને પછી તો એ છોકરો દુનિયાભરમાં જાણીતો થયો. તે છોકરો હતો – સચિન તેંદુલકર. કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને એક વધુ તક હંમેશા આપવી જોઈએ.

તકલીફ, મુશ્કેલી 

 • The problem is not the problem. The problem is your attitude about problem.
 • કોઈ પણ સફળ વ્યક્તિને તકલીફ વિના સફળતા મળી હોતી નથી. સચિન તેન્દુલકર પોતાની કેરિયરની શરૂઆતમાં ક્રિકેટની પ્રેક્ટીસ કરતા ત્યારે તેમની પાસે એક જ સફેદ શર્ટ અને એક જ સફેદ પેન્ટ હતું. સવારે પહેરેલું સફેદ પેન્ટ અને શર્ટ બપોરે ધોવાય અને સાંજે પ્રેક્ટીસમાં ફરી પહેરવાનો. ક્યારેક સાંજે ફિલ્ડીંગ ભરતા તેઓ પેન્ટના ખીસામાં હાથ નાખી શકતા ન હતા કારણકે બહારથી સુકાઈ ગયેલા પેન્ટના ખિસ્સા અંદરથી ભીના હોય.
 • મુશ્કેલીરૂપી પક્ષીઓ તમારી આજુબાજુ ચોમેર ઉડતા જ રહેશે. તમે તેને અટકાવી નહીં શકો. પરંતુ તમે તેને તમારા માથા પર માળો બાંધવાની પરવાનગી ક્યારેય નહીં આપતા.
 • તબીબી 
 • તમારા બાળકોને ખાસ સમજાવજો કે કાર એ સફળતાની નિશાની નથી અને ચાલવું એ ગરીબીની નિશાની નથી.
 • If we diagnose common conditions commonly, most of the time we are correct & if we diagnose rare conditions commonly, we are rarely correct.
 • what you eat today, will walk and talk with you tomorrow.
 • ડોકટરોએ દર્દીને મીઠાશપૂર્વક તેમના ચેમ્બરમાં આવકારવા જોઈએ, સહાનુભૂતિપૂર્વક સાંભળવા જોઈએ, કરુણાપૂર્વક તપાસવા જોઈએ અને કુશળતાપૂર્વક નિદાન કરવું જોઈએ.
 • જો તમે રોજબરોજ ‘હ્યુમર’ સાથે સંકળાયેલા નહીં રહો તો તમને ‘ટ્યુમર’ થવાના ચાન્સ વધુ છે.

તમારો ખરાબ સમય તમારો મિત્ર

 • જ્યારે તમે ઉજાસમાં હોવ ત્યારે બધાજ તમારી સાથે રહેશે પણ જેવા તમે અંધારામાં ગયા કે તરત તમારો કાયમી સાથી પડછાયો પણ તમારો સાથ છોડી દેશે………………………..હિટલર.
 • Don’t get attracted to people who achieved great heights. Love those who hold you when you fall from the heights. A loyal one is better than royal one.
 • કોઈએ એમ જ પૂછ્યું હતું,’દર્દ શું છે?’ મે હસતા હસતા કહી દીધું,’ખબર નથી, ક્યારેક આપણા પોતાના જ મફતમાં આપી દે છે.’
 • હોડી એટલા માટે ડૂબતી નથી કે તેની આજુબાજુ ખુબ જ પાણી હોય છે પણ તે એટલા માટે ડુબે છે કે તેની અંદર આવેલા પાણીનો ભાર તે ઝીલી નથી શકતી. આ જ રીતે જો તમે તમારા હદયને દુન્વયી ઘટના અને દુઃખદ સંભારણાનાં ભાર તળે દબવા દેશો તો આ બધી વસ્તુઓનો ભાર હદય પર એટલો બધો વધશે કે તે જીવવા શક્ષમ જ નહીં રહે.
 • When you are alone, mind your thoughts. When you are with friends, mind your tongue. When you are angry, mind your temper. When you are with a group, mind your behavior. . When you are in trouble, mind your emotions. When God starts blessing you, mind your ego.
 • તમારી જાત સાથે જ વાત કરવા માટે રોજ ૧૫ મિનિટનો સમય ફાળવો. જો તમે તે નથી કરતા તો તમે દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ સાથે વાર્તાલાપ/મુલાકાત કરવાની તક ગુમાવો છો.
 • લોકો કહે છે કે પૈસા રાખજો. ખરાબ સમયમાં કામ લાગશે. પણ હકીકત એ છે કે સારા લોકો રાખજો. ખરાબ સમય જ નહીં આવે.
 • બુરા વક્ત્ત તો સબકા આતા હૈ, કોઈ બિખર જાતા હૈ તો કોઈ નીખર જાતા હૈ.

તરછોડી જવું

 • કોઈના માટે કશું છોડીને ચાલતા થાવ. પણ કશાક માટે કોઈને તરછોડીને ના ચાલો. ………………એનિક બ્લાયટન.
 • કુટુંબના સભ્યો વચ્ચે જ્યારે કોઈ ચડભડ થતી હોય તેના માટે કહેવત છે ..” બહુ નજીક જવું નહી અને છેટું પડવા દેવું નહી.”
 • કોઈ રિસાઈને બોલે નહીં તેનો ડર નથી. પણ લોકો હસતા હસતા બોલવાનું બંધ કરી દે છે તેનો ડર વધુ છે.
 • સ્પર્શ કરીને પાણી જ્યારે વહી જતું હશે ત્યારે એ પત્થરને પણ કઈક લાગણી જેવું તો થતું જ હશે.

તોછડી ભાષા

 • જીભ તોતડાય એ કુદરતી ખોડ છે પણ જીભ તોછડાય એ આપણો દોષ છે.
 • આ દુનિયાની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બુમો પાડીને બોલે છે.
 • જો તમારી આંખની દ્રષ્ટી પોઝીટીવ હશે તો તમને તમારી આસપાસની દુનિયા સુંદર દેખાશે. જો તમારી જીભની બોલી પોઝીટીવ હશે તો તમારી આસપાસની દુનિયાને તમે સુંદર લાગશો. if your eyes are positive, you will love the world. but if your tongue is positive, the world will love you.
 • કેવી રીતે વાત કરવી તેના કોઈ ક્લાસ નથી હોતા. પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ‘ક્લાસ’ નક્કી થતો હોય છે.
 • તાકાત શબ્દોમાં રાખો અવાજમાં નહીં, કારણકે ખેતી વરસાદના પાણીથી થાય, પુરના પાણીથી નહીં.
 • ઈશ્વરે માણસને સૌથી સારી અને સૌથી ખરાબ વસ્તુ એક સાથે આપી છે. પૈસો અને જીભ. જો બંનેને વાપરતા આવડે તો ઘણા સારા છે અને ન આવડે તો ખરાબ છે.
 • તમારી જીભને એવી રીતે કળવો કે તે કાતરનું નહીં પણ સોય-દોરાનું કામ કરે.
 • ટીનએઈજ બાળકો  
 • જે માતાપિતા પોતાના ટીનએઈજ બાળકોને સમય આપતા નથી તે માતાપિતાને પોતાના બાળકો સાથે વિચાર, વાણી, વ્યક્તિત્વ અને વ્યવહારનો પણ ભેદ પડવા લાગે છે. ધીરેધીરે ભોજન,ભાષા અને ભાવનાઓ પણ જુદી પડે છે.
 • સતત બાળકની નેગેટીવ વસ્તુઓ અથવા ભૂલને જ જોવી તેને ‘નેગેટીવીટી બાયસ’ અથવા ‘ડર્ટી વિન્ડો સિન્ડ્રોમ’ કહે છે. ટીનએઈજ બાળકોની નબળાઈઓ કરતા તેમની સ્ટ્રેન્થ અને સામર્થ્ય પર ધ્યાન આપો. ટીનએઈજ બાળકોની સ્ટ્રેન્થ તેમની આવડત અને ચારિત્ર્યમાં વહેંચાયેલી હોય છે.આવડતમાં રમતગમત, સંગીત, ચિત્રકલા, ગણિત, પ્રોગ્રામિંગ જેવા વિષયો આવે. ચારિત્ર્યમાં હિંમત, કરુણા, રમુજવૃત્તિ અને સાહસિકતા જેવા વિષયો આવે. તમારા બાળકની જ એક સ્ટ્રેન્થ ડાયરી બનાવી તેમની ક્ષમતાઓનું પૃથ્થકરણ કરતા રહો.
 • બાળકોની ટીનએઈજ એટલે, ‘બાળકોને મિત્ર ગણી, સ્નેહથી તેમનું સ્વમાન જાળવી, તેમને સન્માન આપી, તેમની સાથે બિનશરતી સંવાદ કરી તેમને સાચી સમજણ આપવાની ઉંમર.
 • માતાપિતા ટીનએઈજ બાળકો માટે જે વસ્તુને કેર કે કન્સર્ન કહે છે તે ટીન એઈજ બાળકોને કંટ્રોલ કે ઇન્ટરફિઅરન્સ લાગે છે.     હંસલ ભચેચ
 • ટીનએઈજ બાળકોના ચોકીદાર ન બનો પણ માર્ગદર્શક બનો.
 • ટીનએઈજ બાળકો અને માતાપિતા વચ્ચે અંતર વધતું જાય છે તેનું મુખ્ય કારણ પ્રેમનો અભાવ નથી પણ મૈત્રીભાવનો અભાવ છે. ટીનએઈજ બાળકોને પોતાને જે વિચારો આવે તે અમલમાં મૂકી પોતે ધાર્યું હોય તે કરવું હોય છે. માતાપિતા પોતાના અનુભવ પ્રમાણે પોતાને જે વિચારો આવે તે પ્રમાણે ટીનએઈજ બાળક કરે તેમ ઈચ્છતા હોય છે.

દલીલ

 • ગેરસમજ દુર કરવા અને સમજ સર્જવા માટે સૌથી પહેલા વિનમ્ર બનો. ક્યારેય દલીલબાજીમાં ના ઉતારશો. એનાથી વિવાદ સર્જાશે.
 • Discussion is always better than arguments. Arguments = who is right. Discussion = what is right.
 • સમજવું, સમજાવવા કરતા અઘરું છે.

દીકરી

 • પિતા અને પુત્રીનાં સંબંધનું ઋણાનુંબંધન પણ અનેરું છે. પિતાને થાય છે કે ચાલો પુત્રી મારી પાસે આવી છે તો એને હું ઘણું બધું આપું, ઘણું બધું શીખવું. પણ હકીકત એ છે કે જ્યારે પુત્રી પિતા પાસેથી જાય છે ત્યારે તેણે કેટલું બધુ પિતાને આપી દીધું અને કેવી રીતે આપ્યું તેનો તેને પણ અંદાજ નથી હોતો.
 • પુત્રીઓ જાણે બહુ વહેલી મોટી થઈ જાય છે. જિંદગીના આખરી સમયમાં એ જ ખુશી યાદ રહેશે જે મને મારી દીકરીઓએ આપી છે. મારા માટે મારી પુત્રીનો હાથ પકડવો, તેની સાથે હિંચકા ખાવા અને તેના સ્કુલના કિસ્સા સાંભળવા જેવી વાતો મારી જિંદગીનો અર્થ છે જે મારા માટે બહુ મહત્વ ધરાવે છે. ગયા મહિને હું મારી દીકરી માલિયાને હાવર્ડ યુનિવર્સીટી ડ્રોપ કરીને આવી રહ્યો હતો ત્યારે મેં હાર્ટ સર્જરી કરાવી હોય તેવી પીડા અનુભવી. મારા માટે તેની સામે મારા આંસુ રોકવા તે ખુબ મુશ્કેલ કામ હતું છતાં તે હું કરી શક્યો. તેનાથી અલગ થતાં જ મારા આંસુ રોકી નાં શક્યો. હું ચુપચાપ આંસુ અને નાક લુછતા આગળ વધતો હતો ત્યારે મારી સાથેના સિક્રેટ સર્વિસના લોકો એવો વ્યવહાર કરતા હતા કે તેઓ મારા હિબકાનો અવાજ સાંભળી ન રહ્યા હોય. બરાક ઓબામાં ૩૦/૦૯/૨૦૧૭
  • પુત્રી એટલે માણસના પુણ્યની પરમાત્માએ આપેલી પાવતી.
  • દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી, જોઈ ન જોઈ વહી જતી રે વન પંખીણી જેવી………….કવિ બોટાદકર.
  • એક પિતાએ તેમની દીકરીને પ્રશ્ન પૂછ્યો, “ To whom would you love more, me or your husband?” દીકરીએ જવાબ આપ્યો, “ I don’t know really but when I see you I forget him. And when I see him I remember you.
  • “દીકરી આવવાની હોય ત્યારે એના પિતાની તેના માટેની પ્રતીક્ષા એની માતાની પ્રતીક્ષા કરતાં અધિક તીવ્ર હોય છે. …ગુણવંતશાહ
  • એક પિતાએ કહ્યું,’મારે સુખમાં કોઈ સાથીની જરૂર પડે દુઃખમાં તો મારી દીકરી જ કાફી છે.છે.”
  • જો રાવણને દીકરી હોત તો તે સીતાહરણ ના કરત …….. અરવિંદ ત્રિવેદી (લંકેશ)

દિવસ અને રાત્ર

 • દિવસને આંખ હોય છે અને રાત્રને કાન હોય છે.

દુઃખી થવું, પીડા, દુઃખ, દર્દ (pain)

 • મુખઁ માણસ એક દુખ થી ત્રણ વખત દુખી થાય છે. 1: દુખ ની કલ્પના કરીને. 2: દુખ આવે ત્યારે. 3: દુખ ગયા પછી તેને વારવાર યાદ કરીને.
 • હસતા ચહેરાનો મતલબ એ નથી કે એનામાં દુઃખ નથી પણ એનો મતલબ એ છે કે એને દુઃખ સારી રીતે તાલમેલ ( સહન ) કરતા આવડે છે. ……………………શેક્સપીયર.
 • ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી અને સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી.
 • દુઃખ વધ્યું નથી પણ લોકોની સહનશક્તિ ઘટી છે.
 • દુઃખ એ અનુભવનું વિદ્યાલય છે. પંડિતા ચંદાબાઈ
 • હંમેશા તમારા અંતરાત્માને અનુસરો. તમારી આંતરશક્તિ પર વિશ્વાસ રાખો. તમારા પોતાના જ ધોરણો પ્રમાણે જીવો. બીજાએ ઘડેલા ધોરણો પ્રમાણે જીવીને સુખ મેળવ્યા કરતા પોતાના જ ધોરણો પ્રમાણે ચાલીને મેળવેલું દુઃખ પણ અનુપમ કક્ષાનું હોય છે.
 • ઠેસ પહોંચાડવી છે હૈયાને કોઈ તાજું ગુલાબ લઈ આવો. કાબિલ ડેડાણવી
 • यह दीन भी चला जाएगा (દોસ્તોવસ્કીના વાક્યનો હિન્દી અનુવાદ)
 • જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી કરી શકતું નથી. જેને દુઃખી થવું જ નથી તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતું.
 • જીવનમાં આવતા દુખોને ઈશ્વરની પ્રસાદી માણી સ્વીકારી લો.
 • બીજાના દુઃખમાં ક્યારેય આનંદ નાં લો. ક્યાંક ભગવાન આ જ આનંદ તમને ભેટમાં નાં આપી દે. કારણકે ભગવાન એ જ વસ્તુ તમને આપે છે જેમાં તમને આનંદ આવતો હોય.
 • દુઃખની એક સીમા હોય છે. ચરમ બિંદુએ પહોચ્યા પછી દુખ દુખ નથી રહેતું. જિંદગી બની જાય છે. ઈલા આરબ મહેતા.
 • આ નાના નાના દર્દ તો થાતા નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે મરીઝ
 • કોઈનું સુખ જોઇને દુખી ન થાવ અને કોઈને દુખી જોઇને તમને સુખી સમજવાનો પ્રયાસ નાં કરો. તમારું સુખ હંમેશા સાત્વિક અને પોઝીટીવ હોવું જોઈએ.
 • કેટલાકને દુખી રહેવાની ટેવ પડી હોય છે. દિવસમાં અનેકવાર સ્માઈલી મોમેન્ટની તક મળી હોય છે પણ તેને હેલ્લો કહેવાનું ચુકી જતા હોય છે. મૂંઝારાના મહેલમાં અને દુખના દરવાજે પણ આનંદને આવકારવો જોઈએ. ગુલમહોર અને ગરમાળા વચ્ચેના તડકાને મીઠો બનાવવાની કળા આંખોએ શીખવાની હોય છે. પાનખરની પીળાશ માણી શકે તે જ વસંતનો વાંગ્મય માણી શકે. દુખી વાતોની સંવેદનાના સાથિયા ચોકમાં પુરવાના ના હોય ફક્ત મનગમતો ખૂણો શોધી દુઃખ બહાર કાઢવાનું હોય. ચાર્લી ચેપ્લિને કહ્યું હતું કે મારા હોઠને મારી સમસ્યાની જાણ હોતી જ નથી આથી તે સદાય હસતા જ રહે છે. ( કવિ હરદ્વાર ગોસ્વામી )
 • સમય કશું મટાડતો નથી, પીડા પછી તમારો જ એક ભાગ થઇ જાય છે.
 • જ્યારે બીજો માણસ આપણને પીડા આપતો હોય ત્યારે સમજવું કે એ પોતે અંદરથી ખુબ રિબાય છે.
 • Pain = positive attitude in negative situation.
 • ગઝલ પણ મારી છે, રજૂઆત પણ મારી છે. શબ્દોમાં સંતાઈને જે બેઠી તે વાત તારી છે.
 • there is always some truth behind just kidding. knowledge behind i don’t know. emotions behind i don’t care. and pain behind its OK.
 • જેણે તમારી ચારે-બાજુ મુશ્કેલી મુકેલી છે તેણે આસપાસમાં જ ક્યાંક ઉકેલરૂપી ચાવી પણ મૂકી જ હોય છે. તમારે તો બસ એ જ શોધવાનો પ્રયાસ કરવાનો છે.
 • ચાંદાનું કામ જુઓ. ડાઘા (દુઃખ) પોતાની પાસે રાખ્યું અને રોશની (સુખ)ની આખી દુનિયાને વહેંચણી કરી.
 • જીવનમાં દુઃખ આવે જ નહીં એ વાત અશક્ય છે. કદીક તો દુઃખ આવવાનું જ. પરંતુ દુઃખ જો સમજીને શન કર્યું હશે તો એ કદી વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને વૃક્ષ વધુ સમૃદ્ધ અને મજબુત બને છે. રવિન્દ્રનાથ ટાગોર.
 • માણસોમાં દેખાડી દેવાની વૃત્તિ જ તેને વધુ દુઃખી કરે છે. જેની પાસે કશું નથી તે પણ દેખાડવાના પ્રયત્નો કરે તેનો અંત ખુબ દુઃખદ હોય છે.
 • જુના કપડાં, વૃદ્ધ અને બીમાર માતાપિતા, ગરીબ મિત્રો અને સરળ જીવનથી ક્યારેય શરમ ના અનુભવવી.

દુર્જનતા

 • દુર્જનતા કરી ફાવવું, એટલે હારવું એમ માનવું.

દુશ્મન

 • તમારા દુશ્મન માટે અગ્નિની ભઠ્ઠી એટલી બધી જોરદાર રીતે નહીં જલાવો કે તમને પોતાને પણ તેની જ્વાળા બાળી દે. ………………………….શેક્સપિયર.
 • શત્રુને માફ કરવા એ ક્ષમાભાવના છે. શત્રુને શત્રુ જ ના માનવા એ મૈત્રી ભાવના છે.

દેવું

 • દેવું લો તો પણ ક્યારે અને કેટલું તે નક્કી કરો. કમાણી માટે હોય તો સો વાર અને ખર્ચ માટે હોય તો હજારવાર વિચારીને આગળ વધો.
 • લોન શબ્દ ઉલટાવીને વાંચો. ન….લો…ટૂંકમાં દુખી થવું હોય તો જ લોન લો……લોન લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે નહિ જરૂરિયાત માટે જ લો.

ધર્મ

 • વિજ્ઞાન સૃષ્ટિ બદલી શકે છે પરંતુ ધર્મ દ્રષ્ટી બદલી શકે છે.

ધીરજ

 • Patience and perseverance have a magical effect before which difficulties disappear and obstacles vanish.
 • પોતાનાઓ સાથે ધીરજ રાખવી એ પ્રેમ છે .બીજા લોકો સાથે ધીરજ રાખવી એ આદર છે. ખુદની સાથે ધીરજ રાખવી એ આત્મવિશ્વાસ છે. ઈશ્વરના નિર્ણયો માટે ધીરજ રાખવી એ શ્રધ્ધા છે.
 • સત્યનું અજવાળું ફેલાય ત્યાં સુધી રાતને બંધ આંખે વિતાવવી પડે છે.
 • ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહી પણ, રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.
 • ત્વરિત નિર્ણય લેવાની આવડત કરતા કપરી પરિસ્થિતિમાં ધીરજ રાખવાની ક્ષમતા માનવીનો સાચો પરિચય કરાવે છે.
 • ધીરજ એવી સવારી છે, જે તેના પર બેઠેલા માનવીને ક્યારેય પડવા દેતી નથી, ‘નાં કોઈના પગમાં’ અને ‘નાં કોઈની નજરમાં’.
 • તમારે તમારું ધાર્યું કરવું હોય તો ધીરજ ધરવી જ રહી.

ધ્યાન

 • અગાઉ કોઈ વ્યક્તિ જ્યારે કોઈ બાબત પર ધ્યાન આપે ત્યારે તેની મર્યાદા ૧૨ સેકન્ડની રહેતી હતી. હવે તે ઘટીને ૮ સેકન્ડની થઇ ગઈ છે. ૮ સેકન્ડ પછી તેનું ધ્યાન અન્યત્ર જતું રહે છે.

નકારાત્મક વિચારો, નિરાશા

 • જેમ વહાણમાં એક નાનું કાણું પડે ત્યારે એ નાના કાણામાં પણ એટલી તાકાત હોય છે કે તે થોડા સમયમાં વહાણને સંપૂર્ણ પણે ડુબાડી શકે. તેજ રીતે જો આપણા શરીરમાં કોઈ નકારાત્મક વિચારો નાના કાણાની માફક આવે અને તેને સમયસર તેને કાઢીએ નહિ તો તે શરીરમાં કાયમી સ્થાન લઇ લે, અને વ્યક્તિગત રીતે વ્યક્તિને અને તેની સાથે સંકળાયેલી બધીજ વ્યક્તિઓને પણ ડુબાડે.
 • તમે નિરાશાના પંખીઓને તમારા માથા પર ઉડતા રોકી ના શકો. પરંતુ તેઓ તમારા વાળમાં માળો ના બાંધે તેવું તો કરી જ શકો. સ્વીડનની એક કહેવત.

નમ્રતા

 • Tree that wants to touch sky must extend roots into earth. To rise in life we must be down to earth.
 • મોટાની અલ્પતા જોઇને થાક્યો છું, નાનાની મોટાઈ જોઇને જીવું છું. ઉમાશંકર જોશી.
 • એક મોટા ઓફિસરની ફેરવેલ પાર્ટીમાં તેમણે એક પ્યુનને બે શબ્દો બોલવા કહ્યું. પ્યુને કહ્યું હું તો બહુ નાનો માણસ છું. બોસે કહ્યું કે ભલે તું નાનો માણસ હોય પણ જો તું નાં હોત તો હું મોટો માણસ થઇ નાં શક્યો હોત.
 • શ્રધ્ધા આપણને જ્ઞાન આપે છે. નમ્રતા આપણને સન્માન આપે છે. અને યોગ્યતા આપણને સ્થાન આપે છે.
 • નમ્રતા એ નિર્બળતા નથી, ગરીબી એ દીનતા નથી, માલિકી એ મહત્તા નથી, સફળતા એ સંપ્રાપ્તિ નથી અને ખાલી થઇ જવું તે ખોટ નથી.
 • વ્યક્તિના આત્મવિશ્વાસની, સંતોષની, સુરક્ષિતતાની અને અને તેના શક્તિશાળી સ્વભાવની નિશાની તેનો નમ્ર સ્વભાવ છે.
 • વ્યક્તિને મળેલો ઉચ્ચ પદ, કે હોદ્દો તેના નમ્રતાભર્યા સ્વભાવથી દીપી ઉઠે છે.
 • નમ્ર સ્વભાવ રાખનારાઓને સામજિક સ્વીકૃતિ ઝડપથી મળે છે અને તેમની સાથે બંધાયેલા લોકોના સંબંધો લાંબા સમય સુધી જળવાયેલા હોય છે.
 • સફળ વ્યક્તિઓ તેમના કામથી પછી પણ પહેલા તેમના નમ્ર સ્વભાવથી ઓળખાય છે.
 • અમુક લોકોને ભ્રમ હોય છે કે નમ્રતા નબળાઈની નિશાની છે.
 • ઉંમરથી માન જરૂર મળે પણ આદર તો નમ્ર વ્યવહારથી જ મળે.
 • એક વખત ડો.અબ્દુલ કલામ સાહેબ આઈ આઈ ટી – બી એચ યુ ના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ગયા હતા. તેમણે મંચ પર જઇને જોયું તો પાંચ ખુરશી હતી. તેમાંની વચ્ચેની ખુરશી અન્ય ચાર ખુરશી કરતા મોટી હતી. સ્વભાવિક રીતે તે કલામ સાહેબ માટે જ હતી. તેમને આવો તફાવત પસંદ ના પડ્યો. તેમણે વાઈસ ચાન્સેલરને મોટી ખુરશીમાં બેસવાનો આગ્રહ કર્યો અને પોતે નાની ખુરશીમાં બેઠા. કલામ સાહેબ નાની ખુરશીમાં બેસે તો વાઈસ ચાન્સેલર કઈ રીતે મોટી ખુરશીમાં બેસે? તરત મોટી ખુરશી ખસેડી નાની ખુરશી મંગાવવામાં આવી.
 • ડો.કલામ સાહેબ રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર કેરળ ગયા. ત્રિવેન્દ્રમના રાજભવનમાં તેઓ સૌ પ્રથમ કોઈ મંત્રી કે અધિકારીને મળ્યાં ન હતા. પણ સૌથી પહેલા રાજભવનની બહાર થોડે દુર બેસતા એક મોચીને મળ્યા. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ ન હતા અને ત્રિવેન્દ્રમ જતા ત્યારે એ મોચી પાસે અવારનવાર બુટપોલીશ કરાવતા હતા. ખુબ ઉષ્માથી આ મોચીને તેઓ મળ્યા હતા.

નસીબ

 • Luck has a peculiar habit of favoring those who don’t depend on it.
 • નસીબ એ ઈશ્વરની એવી ચોકલેટ છે, જેના રેપરને ‘તક’ કહેવાય છે.
 • ડીસીપ્લીન અને ડેડીકેશન બંને સાથે મળે તો ડેસ્ટીની પણ પોતાની ડાયરેકશન બદલી નાખે છે. જય વસાવડા.
 • નસીબ સ્થાયી નથી……પુરુષાર્થ અસ્થાઈ નથી.
 • નસીબને લીફ્ટમાં જવાની આદત છે. પુરુષાર્થ પગથિયા ચઢીને શિખર ઉપર પહોચે છે.
 • નસીબના જોરે પાસ થવાતું હોય છે. પુરુષાર્થ પાસ થવા માટે નહીં, વધારે માર્ક્સ કેવી રીતે આવે એના માટે કરવાનો હોય છે.
 • સંબંધો સારા મળવા એ નસીબ છે અને સંબંધો ટકાવવા એ પુરુષાર્થ છે.
 • More than luck what matter is your courage.
 • ભાગ્યને બીજી પેઢી નથી હોતી અને પુરુષાર્થને તો આંખો વંશ હોય છે.
 • દુનીયા ની સૌથી મોટી ગેરસમજ… જયારે નસીબ ચાલે છે … ત્યારે લોકો ને ભ્રમ થઇ જાય છે કે તેનું દિમાગ ચાલે છે….!!!
 • ભગવાને બધું જ આપ્યું હોય છતા જે માણસ રડતો રહે તેને કહેવાય કમનસીબ. જેટલું મળ્યું તેમાં સંતોષી રહે તેને કહેવાય નસીબ. કશું જ નાહોય છતાં ખુશ રહે તેને કહેવાય ખુશનસીબ.
 • આ દુનિયામાં ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે
 • નફરત 
 • અમુક લોકો જ્યારે સામેની વ્યક્તિનો મુકાબલો કરવાની ક્ષમતા ગુમાવી દે છે ત્યારે તેમને નફરત કરવાનું શરૂ કરી દે છે.

નિરીક્ષણ

 • Sometimes the best discoveries are the result of simple observations.

નિરાંત, નવરાશ, ફુરસદ 

 • તમે કહો છો નિરાંતે વાત કરીશું. હું કહું છું કે વાત કરીશું પછી થશે નિરાંત.
 • કઈ કામ ન હોય તેવી નવરાશની મઝા નથી હોતી. ઘણું બધું કરવાનું હોય ત્યારે ફુરસદનો સમય ચોરી અને માણવો એ મઝા છે.

નિર્ણય

 • Don’t make a permanent decision on temporary feelings.
 • दिमाग से लीया गया निर्णय मझबूरी होती है दिल से लीया गया निर्णय मंजूरी होती हे कभी भी सहयोग कीसीका लो तो दिलसे लो या दो सफलता जरुर मीलेगी!
 • નિર્ણય લેવામાં મુશ્કેલી હોય ત્યારે થોડો સમય કઈ જ નાં કરી શાંત થઈ જાવ…… ઓપેરા વિન ફ્રે.

નિવૃત્તિ

 • નિવૃત્તિ એક કળા છે. પ્રવૃત્તિ એક જીવન રસાયણ છે.
 • રળિયામણી નિવૃત્તિ એટલે આથમતા સૂરજનો રંગવૈભવ. ગુણવંત શાહ
 • નિવૃત્તિ પછી જ્ઞાન અને ભક્તિના સથવારા સાથે જ દરેક કર્મ કરવું. મનગમતા કાર્યમાંથી મળતા આંનદ સાથે જ સાધનાની આંનદયાત્રા ચાલુ થઇ જાય છે. આ આંનદયાત્રાને અંતે મળતું મૃત્યુ એટલે જીવનનો ઉત્સવ અને વળી મૃત્યુનો મહોત્સવ. વળગણમુક્ત વૃદ્ધ એટલે આનંદનો ફુવારો અને વળગણયુક્ત ઘડપણ એટલે બેડોળ થાંભલો. ટકટક કરે તે ડોસો અને વાર્તા કહે તે દાદા. ‘સંતાનો તરફથી થતો અનાદર’ એ નિવૃત્તિ પછીની સૌથી દારુણ ઘટના છે. હરામની કમાણી કરનારા પિતાશ્રી પ્રત્યે સંતાનોને અંદરથી આદર નથી હોતો. ભ્રસ્ટ કમાણી પછી નિવૃત્તિ રળિયામણી બને એવી આશા રાખવી વ્યર્થ છે. હરામની કમાણી પછીનું ઘડપણ એટલે જ પાછલી અવસ્થામાં પ્રાપ્ત થતો ઢગલાબંધ અનાદર. નિવૃત્ત માણસ પણ પોતાની મરજી વિના સુખી ન થઇ શકે. નીવૃત્તિમય પ્રવૃત્તિ અને પ્રવૃત્તેમય નિવૃત્તે વચ્ચેની ખાલી જગ્યામાં જ ક્યાંક નિજાનંદનો નિવાસ હોય છે. …..ગુણવંત શાહ. ( વિચારોના વૃંદાવનમાં, દિવ્યભાસ્કર, ૨૪/૦૧/૨૦૧૬ )

નિષ્ફળતા

 • જેઓ મહાન અને સારા કાર્યમાં સમર્પિત છે તેઓ કદી નિષ્ફળ નહિ જાય.
 • Failure is the step towards success. …………………………Abraham lincon.
 • નિષ્ફળ માણસો ભલે કશું સિદ્ધ ના કરી શક્યા, પણ તેઓ શીખ્યા તો છે જ.
 • બીજાઓની સફળતામાંથી કશું ખાસ શીખવાનું નથી. પોતાની નિષ્ફળતાઓમાંથી જ શીખી શકાય અને નિષ્ફળતાને સુધારીને જ શીખવું તેનું નામ સફળતા છે.
 • તમે તમારા કામમાં પવિત્ર હશો અને તમારા સિધ્ધાંતોમાં નિષ્ઠાવાન હશો તો તમને ક્યારેય નિષ્ફળતા નહીં મળે.
 • આપણા પ્રયત્નોમાં આપણા કર્મયોગના મૂળ ઉતરેલા હોય છે. નિષ્ફળતાઓથી કર્મયોગ સંધાતો હોય છે. દરેક પ્રયત્નના અંતે નવું પરિવર્તન આવતું હોય છે. આ દરેક પરિવર્તન જીવનને સાવ અજાણપણે પરિમાર્જિત કરતું હોય છે. નિષ્ફળતા અનિવાર્ય છે. એનો સ્વીકાર નવી દિશા ચીંધી આપતો હોય છે જે દિશા જીવનમાં સફળતાની એક નવી જ પગદંડી ચાતરી આપે છે.
 • હતાશામાં હિંમત હારશો નહીં, નિરાશામાં નાસીપાસ થશો નહીં, એ કદી ભૂલશો નહીં કે, આથમેલો સૂર્ય પુનઃ ઉગે છે, પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી ભરતી આવે છે.
 • કોઈ એક કામમાં આપણે નિષ્ફળ ગયા છે તેનો અર્થ એટલો જ છે કે માત્ર એ કામમાં, એ સમયે, એ સંજોગોમાં આપણને નિષ્ફળતા મળી. એથી વિશેષ કશું જ નહીં. સમય અને સંજોગો બદલાતા આપણે એ જ કામમાં સફળ પણ થઇ શકીએ છીએ. એક કામમાં મળેલી નિષ્ફળતાને સમગ્ર જીવન કે પોતાની જાત સાથે જોડી દેવાની જરૂર નથી. વળી નિષ્ફળતા પચાવવાની શક્તિ જ સાચા શુરવીરની નિશાની છે.
 • સફળતા દવારા તમારી ઓળખ દુનિયાને થાય છે. નિષ્ફળતા દવારા તમને દુનિયાની ઓળખ થાય છે.
 • સફળતા નામની સેન્ડવિચ નિષ્ફળતા નામનાં બે બ્રેડની વચ્ચે હોય છે. અર્થાત એક સફળતા મેળવવા હંમેશા બે વખત નિષ્ફળ જવું જરુરી છે.
 • નિષ્ફળતાનું મુખ્ય કારણ ધનનો અભાવ કે શક્તિનો અભાવ નથી હોતું પણ મનોબળનો અભાવ હોય છે.
 • ડીગ્રી નાં મળી હોય તે લોકોએ પોતાની જાતને ક્યારેય નિષ્ફળ નાં ગણવી કારણકે ડીગ્રી મળી હોય તે લોકોએ પોતાને મળેલી ડીગ્રી પ્રમાણે નું જકામ કરવું પડતું હોય છે પણ જેમને ડીગ્રી નથી મળી તે લોકો કોઈ પણ પ્રકારનું કામ કરી શકે છે. શિવ ખેરા

નેતા

 • સાચો નેતા કમાન્ડર નહીં, કોચ નહીં, મેનેજર નહીં, માર્ગદર્શક નહીં, નિર્દેશક નહીં પરંતુ પ્રતિનિધિ હોય છે…..ડો.એ.પી.જે.કલામ.
 • Boss says go. Leader says let’s go.

પડકાર

 • પડકાર વિના પ્રગતિ શક્ય નથી.
 • No body has power to take two steps together. You can take only one step at a time……osho.
 • દિલ અને દિમાગના દરવાજા ઉઘાડા રાખવા એ જ છે રચનાત્મકતાની ચાવી. પડકારથી વધારે પ્રેરક બીજું કશું નથી. પડકાર આવે ત્યારે જાતની અંદર જાણે કે વિજળી દોડવા લાગે છે. આબિદ સુરતી.
 • સંઘર્ષ છે અને પડકાર છે તો જ જિંદગી છે. સઘર્ષ અને પડકાર છે ત્યાં સુધીની જ જિંદગી છે.
 • એક વખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમે ચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો. આવું કેવી રીતે શક્ય છે? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવું શસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવું તો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે ભાગી છુટવાનો રસ્તો નથી.’ ખરેખર આપણે જીવનમાં કઈક મેળવવું હોય તો ભાગી છુટવાના અથવા બીજા શબ્દોમાં છટકવાના બધાજ રસ્તા બંધ કરી દેવા પડે. બહાદુર માણસો વિચારતા હોય છે કે ‘કરો યા મરો’. હકારાત્મક વિચારસરણીવાળા વિચારતા હોય છે કે ‘મરતા પહેલા જરુરી કાર્યો પુરા કરો’. પણ જીતનારા વિચરતા હોય છે કે ‘આ કાર્ય પૂરું કર્યા પછી જ હું મરીશ.’
 • શ્રેષ્ઠ પ્રદાન માટે માણસ પોતાના સર્વોત્તમ પ્રયત્નો કરે તે એક પ્રકારની સાધના જ છે. લક્ષ્ય સુધી પહોચવામાં આવતા ઉતાર-ચઢાવ, સફળતા-નિષ્ફળતા, પડકારો, દુઃખ, તકલીફો અદભુત અનુભૂતિ કરાવે છે.જીવન જીવવાની સાર્થકતા પણ આવું કઈક કરવામાં જ છે. સફળતા તો પછીની વાત છે.

પડોશી

 • તમે મિત્ર બદલી શકો છો, પરંતુ પડોશી નહી. ……………………..અટલ બિહારી બાજપાઈ.

પતંગીયા

 • શાંત હતું પતંગિયું જેના રંગ હતા હજાર. કાગડો કરતો રહ્યો ઘોંઘાટ નાં જાણે શેના અભિમાન પર.

પત્રલેખન

 • આપણા વિચારો, ભાવો અને ઊંડામાં ઊંડી લાગણી પત્રલેખનથી વ્યક્ત કરી શકાય છે.
 • પત્રલેખન પોતીકાપણાનો સાચો અરીસો છે.
 • આપણે લખેલા કે મેળવેલા પત્રો કોઈને રૂબરૂ મળવાના આનંદ પછીનું બીજા નંબરનું અંગત અભિવ્યક્તિનું માધ્યમ છે.
 • હસ્તાક્ષરોમાં લખાયેલા પત્રોમાંથી વ્યક્તિની છબી ઉભી થાય છે.
 • પત્ર લખતી વખતે કે પત્ર વાંચતી વખતે આપણે સામેની વ્યક્તિને આપણી નિકટ અનુભવી શકીએ છીએ.
 • સારી રીતે લખાયેલા પત્રોમાંથી ઉઠતી નિકટતાની સુગંધ ઈ-મેઈલ, ટેક્સ્ટ મેસેજ કે વોટ્સઅપના ટૂંકા સંદેશામાં આવતી નથી.
 • પત્રોમાં એક જીવંતતાનો ઉષ્માભર્યો ધબકાર સંભળાય છે.
 • પત્ર લખવો એટલે આપણી જગ્યાએથી ખસ્યા વિના આપણું હ્રદય બીજી વ્યક્તિ સુધી પહોંચાડવું.
 • પત્ર લખાયા પછી જવાબની પ્રતિક્ષા અને પ્રતિક્ષા પછી મળેલા જવાબ વાંચવાનો રોમાંચ જ અલગ હોય છે.
 • પત્રો એટલે લખનાર વ્યક્તિનું સુંવાળું સ્પંદન, સંવેદના, પ્રસન્નતા અને પીડાનો ખજાનો.
 • અંધેરા હૈ, કૈસે તેરા ખત પઢું? લિફાફેમેં થોડી રોશની ભેજ દે … શાયર મોહમ્મદ અલવી સાહેબ.
 • જવાહરલાલ નહેરૂએ જેલમાંથી લખેલા ૩૦ પત્રોએ ઇન્દિરા ગાંધીને દુનિયાનું દર્શન કરાવ્યું. આ પત્રોએ દીકરીને કેળવણી, રાજકારણ અને જિજ્ઞાસા સંતોષવાનું શીખવાડ્યું. આ પત્રો દ્વારા ઇન્દિરા ગાંધીને વિશ્વવિખ્યાત કવિઓ અને લેખકોની જીવનશૈલી જાણવાની તક મળી.
 • શ્વાસ લઉં છું કે હરુંફરું છું ત્યારે નહીં પણ કઈક લખી શકું છું ત્યારે જ હું જીવું છું……. હરીન્દ્ર દવે.
 • ઈન્ટરનેટ અને અન્ય માધ્યમો વ્યક્તિને વ્યવહારથી નજીક લાવે છે. પત્રલેખન વ્યક્તિઓને વ્હાલથી નજીક લાવે છે.
 • ઈમેઈલ કે ફેસબુકમાં લખાયેલા સંદેશા સાથે સ્ક્રીન પરના બીજા સેંકડો ઇનપુટસ આપણું ધ્યાન ખેંચતા હોય છે.જ્યારે પત્રમાં માત્ર તેમાં નીરુપાયેલી સંવેદનામાં આપણે ઓળઘોળ હોઈએ છીએ.

પરિસ્થિતિ

 • આપણા માટે કોઈ પરિસ્થિતિ સારી કે ખરાબ તેનો નિર્ણય આપણે લાંબા ગાળાના પરિણામો પરથી જ વિચારીને લઇ શકાય. ક્યારેક આપણને નહીં ગમતી સ્થિતિ વાસ્તવમાં લાભદાયક હોઈ શકે. અને સુંદર-રૂપકડી દેખાતી સ્થિતિ જોખમી પણ હોઈ શકે.
 • પરિસ્થિતિ મુજબ જ જીવવું પડે છે દોસ્તોં…વોટ્સ અપના સુવિચારો મુજબ જીવાતું નથી…

પાપ અને પુણ્ય

 • What is the difference between Punya, Paap and Karma.? Punya is a debit card – pay first and enjoy later. Paap is a credit card – enjoy first and pay later.! KARMA is a restaurant, where there is no need to place order – Weare served, what we have cooked..!

પિતા

 • પપ્પા એટલે આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર.
 • પુત્રના જીવનમાં પિતાનું સ્થાન? પેન્સિલ પાછળ રહેતા રબર જેવું.
 • પહેલા ભૂલ કરતા પુત્ર ડરતો હતો આજે ભૂલ કાઢતા પિતા ડરે છે. આચાર્ય વિજયરત્નરાજ સૂરિજી
 • હિમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા.
 • સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા.
 • મમ્મીએ મને સવેદનશીલ બનાવ્યો જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો.
 • પપ્પા એક એવી પ્રકૃતિ છે જેમાં હંમેશા બદલાવ આવ્યા કરે.
 • મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા દુનિયાની કોઈ પણ ફૂટપટ્ટી હંમેશા નાની પડે.
 • પપ્પા રીટાયર્ડ થઇ શકે છે પણ ટાયર્ડ નહીં.
 • પપ્પા સાથે સાથે સાયકલ પર બેસીને જે દુનિયા જોવાની મઝા હતી એ મઝા આજે ફોરવ્હીલર પર બેસીને પણ નથી.
 • નવું ઘર બાંધવા માટે પપ્પાએ પાડેલા પરસેવાનો કલર ઘરની એક એક ઈંટમાં અમે અનુભવેલો.
 • પપ્પાને મારી કિંમત છે અને પપ્પાજ મારી હિંમત છે.
 • પપ્પા બહારથી કડક અને અંદરથી ભીના ભીના.
 • મારો અહમ, મારું જ્ઞાન, મારી બુદ્ધિ, મારી આવડત બધું જ પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે શુલ્લક છે.
 • સંતાનોની સફળતાની ક્રેડીટ લોકો હંમેશા મમ્મીને જ આપે છે ત્યારે પણ પપ્પા મૌન રહે છે એટલે જ પપ્પા મહાન છે.
 • પિતા : વારસાનો વડલો અને વહાલનો વરસાદ. ( રવિ ભટ્ટ )
 • સંતાન માટે પિતા એક એવું સગપણ છે જેની મહત્વતા તેને પિતાના મૃત્યુ બાદ સમજાય છે.
 • દરેક સંતાનની નજરમાં તેના પિતા હીરો એટલા માટે હોય છે કારણકે તેના પિતાની ભૂલો, બેજવાબદાર વર્તન અને ખામીઓ તેની મમ્મીએ ઢાંકી છે. તેની મમ્મીએ હંમેશા તેના પપ્પાની સારી બાજુ જ તેના સંતાન પાસે રજુ કરી છે. ઘણી વખત ઘણા સમાધાનો છતાં તેના પતિનું ગૌરવ તેણે પોતાના સંતાનો આગળ સાચવ્યું છે. બહારની દુનિયામાં સતત વ્યસ્ત હોવા છતાં પિતા જ્યારે ઘરે આવે અને કોઈ પણ ફરિયાદ વગર જો સંતાન તેના પિતાને પ્રેમ કરી શકતું હોય તો આ યશ તેમની મમ્મીને જાય છે.

પુખ્તતા, પાકટતા, પરિપકવતા (maturity)

 • True mark of maturity is when somebody hurts you and you try to understand their situation instead of trying to hurt them back.
 • ફળ પરિપક્વ થયા પછી પડે છે અને માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે.

પુરાવો

 • તમારી પાસે ફક્ત દાવો છે, મિત્રો .. અમારી પાસે તો પુરાવો છે, મિત્રો..

પૂર્ણતા

 • અધૂરા રહી જવાય છે પૂર્ણ થવાની ઉતાવળમાં

પૂર્વગ્રહ

 • પૂર્વગ્રહો સફળતાના રસ્તાને વાંકોચૂંકો બનાવે છે. જો આપણા વ્યવહારમાં પૂર્વગ્રહો રહિત સરળતા લાવી શકાય તો કોઈ પણ ધ્યેયને પામવામાં આપણને સરળતા રહે છે. આપણી આસપાસ પૂર્વગ્રહો અને જડ માન્યતાઓની અદ્રશ્ય દીવાલથી આપણે આપણા ધ્યેયને ભૂલી જઈએ છીએ. આ અદ્રશ્ય દિવાલ વિશે સભાન થઇ તેને ક્રમશઃ દુર કરવી જ પડે.

પૈસો

 • પૈસો એ પ્રમાણિકતા ની આડ પેદાશ છે. તેને તેવી જ રીતે પેદા કરવામા આવે તેમાજ તેની સાથઁકતા છે.
 • પૈસા માટે જ કામ કરવું મજુરી બરાબર છે. કામ કરવાનો હેતુ આંનદ તથા સંતોષ મેળવવાનો અને જીવન સાર્થક કરવાનો હોય તો જ સુખ અને સફળતા મળે છે.
 • પૈસો અને ડીગ્રી મેળવવા માટે બુદ્ધિની જરૂર પડે પણ એના સદુપયોગ માટે સંસ્કારની જરૂર પડે.
 • કોઈ માણસો ધનવાન હોય છે. કોઈ માણસો મુલ્યવાન હોય છે.
 • ધન દૌલત ના ત્રણ જ વિકલ્પ છે. આપીને જાવ, છોડીને જાવ અને સંપીને ખાવ. લઈને જાવ તેવો વિકલ્પ છે જ નહીં પણ લોકો આખી જિંદગી તે વિકલ્પ પાછળ ભાગે છે.
 • નાનપણ હતું ત્યારે પૈસા ન હતા. જ્યારે પૈસા હતા ત્યારે નાનપણ ન હતું.
 • You must spend money, if you wish to make money.
 • પરિશ્રમ વગરની કમાણીમાંથી સગવડ મળે છે. પરસેવાની કમાણીમાંથી સુખ મળે છે.
 • સંપત્તિનું વિતરણ નહીં પણ સર્જન થાય તે રીતે કરેલી મદદ વધુ અગત્યની છે.
 • ‘પૈસાથી કોઈ પણ કામ થઈ શકે છે’ તેમ માનનારથી ચેતવું, વાસ્તવમાં ‘પૈસા માટે તેઓ કોઈ પણ કામ કરી શકે’ તેવા હોય છે.       બેન્જામીન ફ્રેન્કલીન
 • પૈસો સારો કે ખરાબ તે અગત્યનું નથી પૈસાને સારી કે ખરાબ કેવી જગ્યાએ વાપર્યો તે અગત્યનું છે.
 • ઘરમાં લક્ષ્મીની કૃપા ના હોય તો એક સમયે ચાલે પણ સરસ્વતીની કૃપા તો જરૂર હોવી જોઈએ.
 • પૈસાનું આગમન તમારા ઘરમાં ફેરફાર કરશે પણ પરમાત્માનું આગમન તમારા સમગ્ર જીવનમાં ફેરફાર કરશે.

પોતાના અને પારકા

 • પોતાના એ જ હોય છે જે કહ્યા વગર સાથે ઉભા રહે.. કહેવા પર તો કેટલીક વાર અજાણ્યા પણ મદદ કરી લે છે.
 • જિંદગી બધાને ખુશ કરવામાં જ જતી રહી. જે લોકો ખુશ થયા એ લોકો આપણા ન હતા અને જે લોકો આપણા હતા તે લોકો ક્યારેય ખુશ નાં થયા.
 • માતા-પિતાને પારકાના ત્રાસ કરતા પોતાના દીકરાઓનો ત્રાસ વધુ પીડા આપે છે.
 • પોતાની જાતને પ્રેમ કરવો
 • પોતાની જાતને ચાહ્યા વિના કોઈને ચાહવું અઘરું છે. પોતાની જાતને ધિક્કારતા રહીને કોઈ પણ સંબંધ મજબુત બનાવવો શક્ય નથી કારણકે તે સંબંધ અવિશ્વાસ, અસલામતી અને લાગણીઓના અવલંબન વચ્ચે પીસાતો જાય છે. .. હંસલ ભચેચ

પોતાનું કાર્ય ખંતથી કરવું

 • It is not how much we do, but how much love we put in the doing.
 • It is not how much we give, but how much love we put in giving. MOTHER TERESA.
 • if you are persistent you will get it. If you are consistent you will keep it.
 • ચાંદાનું કાર્ય જુઓ. ડાઘા પોતાની પાસે રાખ્યા અને રોશનીની વહેંચણી કરી.
 • તમારી શક્તિને વધારવા માટે સમય ફાળવો. બીજાની નબળાઈઓ શોધવા માટે સમય વેડફો નહીં.

પ્રગતિ

 • પ્રગતિ એટલે કસ્ટ વેઠવાની ક્ષમતા.
 • એક વાર કીડીને કોઈએ પૂછ્યું, ‘તમે એકબીજાને મળીને જ કેમ આગળ વધો છો?” કીડીએ જવાબ આપ્યો, “એકબીજાને મળવાનું ચુકી જઈએ તો આગળ વધ્યાનું શું કામનું?”

પ્રતિક્ષા (રાહ જોવી)

 • રામ અને કૃષ્ણની પ્રતિક્ષામાં કેટલો બધો ફર્ક છે. રામ જ્યાં પ્રતિક્ષા હતી ત્યાં ગયા. શબરી, અહલ્યા અને રાવણ પણ રામની પ્રતિક્ષા કરતો હતો તેમ કહી શકાય. કૃષ્ણ જ્યાં ગયા ત્યાંથી પ્રતિક્ષા શરુ થાય છે. સુદામા, રાધા, ગોપી અને ગોકુલ. આમ રામ પ્રતીક્ષાના પર્યાય છે જ્યારે કૃષ્ણના પર્યાયમાં પ્રતિક્ષા છે. અંકિત ત્રિવેદી.
 • પ્રયત્નો + પરિશ્રમ + પ્રતિક્ષા = સફળતા

પ્રતિભાવ (રિસ્પોન્સ)

 • It is not what happens to you. But how you respond to what happens to you. Count your blessings while others are adding up their troubles.
 • પ્રતિભાવ વગર કોઈ પણ લાગણીઓ ટકાવી રાખવી અઘરી હોય છે.
 • જોવા માટે આંખ નહીં, દ્રષ્ટી જોઈએ. મજા કરવા માટે વસ્તુ નહીં, વૃત્તિ જોઈએ. સાંભળવા માટે કાન નહીં,ભાન જોઈએ. સમજવા માટે મગજ નહીં, સાન જોઈએ. રહેવા માટે મકાન નહીં, ઘર જોઈએ. પ્રેમીઓને શબ્દો મહીં, નજર જોઈએ. માણસને ભગવાન નહીં, માણસ જોઈએ.   મૃગાંક શાહ.

પ્રતિષ્ઠા

 • તમારી પ્રતિષ્ઠાનું ધ્યાન બરાબર રાખજો કારણકે તે તમારા કરતાં લાંબુ જીવવાની છે.

પ્રભાવિત

 • Life is to express not to impress.

 

 1. પ્રયત્ન, કોશિશ
 2. પ્રશંશા
 3. પ્રાર્થના
 4. પ્રેમ
 5. પ્રોત્સાહન
 6. પરીક્ષા
 7. પુસ્તક
 8. ફરિયાદ
 9. બદલાવું, બદલાવ
 10. બાળકો
 11. બુદ્ધિપ્રતિભા
 12. બુરાઈ, નિંદા, ટીકા
 13. ભણતર
 14. ભરોસો
 15. ભવિષ્યની ચિંતા
 16. ભૂલ, ખામી
 17. ભૂલી જવું
 18. મદદ
 19. મન
 20. મહત્વ
 21. મહેનત, પુરુષાર્થ
 22. માણસ
 23. માતા, માતુત્વ
 24. માતાપિતા
 25. માફ કરવું, ક્ષમા
 26. મિત્ર, મિત્રતા
 27. મુર્ખ
 28. મુલ્ય, કિંમત
 29. મૂંઝવણ
 30. મૃત્યુ, મોત
 31. મૌન
 32. યાદ
 33. યાદગાર ક્ષણો
 34. યુધ્ધ
 35. યુવાની
 36. લક્ષ્ય
 37. લગ્ન, લગ્નજીવન
 38. લાગણી
 39. વજન
 40. વડીલો
 41. વરદાન

પ્રયત્ન, કોશિશ

 • Vision is not enough. It must be combined with venture.
 • ભાગ્યને બીજી પેઢી હોતી નથી જ્યારે પુરુષાર્થને આખો વંશ હોય છે.
 • કોશિશ આપણા સૌનું કર્તવ્ય છે. અબ્રાહમ લિંકન.
 • મંઝિલ મળે કે નાં મળે એતો નસીબની વાત છે પણ આપણે કોશિશ જ નાં કરીએ તે ખોટી વાત છે. હરિવંશરાય બચ્ચન.
 • હું હારીને પણ જીવી શકું છું, પણ તકને ઝડપ્યા જ વિના જતી રહેતા જોઇને જીવી શકતો નથી. કશું નાં કરવું તેના કરતા પ્રયાસ કરવો શું ખોટો? આન્દ્રે અગાસી.
 • આપણા પ્રયત્નોની ઊંચાઈ જ એટલી બધી ઊંચી રાખીએ કે સમયે તેની આગળ ઝુકી જવું પડે.
 • જીવવાના બે ઓપ્શન છે. જે પસંદ છે તેને મેળવવાની કોશિશ કરો. અથવા જે મળ્યું છે તેને પસંદ કરો.
 • પ્રયત્ન + પરિશ્રમ + પ્રતિક્ષા = સફળતા
 • નિરંતર પ્રયાસ કદાચ જીત નાં બની શકે પણ એ હાર તો નાં જ ગણાય.
 • દરેક વ્યક્તિને પ્રથમ પ્રયત્ને જ સફળતા મળે તેવું નથી હોતું તે હકીકત છે. અમુક પ્રયત્નો કરીએ પછી સફળતા મળે જ તેવું પણ નથી હોતું તે પણ હકીકત છે. તેમ છતાં પ્રયત્નો ચાલુ રાખનારને જ સફળતા મળે છે તે પણ હકીકત છે.
 • વાંરવારના પ્રયત્નો અને નાની નાની મુશ્કેલીઓથી જ કામમાં ઉત્કૃષ્ટતા આવે છે.
 • ‘કહેતે હૈ અગર કિસી ચીઝ કો પૂરી શિદ્ત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને મેં લગ જાતી હૈ.’ ઓમ શાંતિ ઓમનો ડાયલોગ

પ્રશંશા

 • ખુશામત કરતા બધાને આવડે છે. પ્રશંસા કરતા બહુ ઓછાને આવડે છે.
 • સાચી વ્યક્તિઓને પ્રશંશાની જરૂર હોતી નથી. ફૂલોને અત્તરની જરૂર હોતી નથી.
 • માનવીની જો અંતરતમ ખેવના હોય તો તે છે અન્ય દ્વારા પ્રશંશા પામવાની. તિરસ્કૃતતાનો ભાવ સૌથી ચોટદાયક હોય છે. મનોવિજ્ઞાની વિલિયમ જેમ્સ
 • માણસ પોતે સદાય અધુરપ અનુભવતું પ્રાણી છે. એ અધુરપને મધુરપમાં બદલવાનું કોઈ જીભવગુ સાધન હોય તો સન્માનભર્યા, પ્રશંશાભર્યા, લાગણીભર્યા શબ્દો છે. જે અંદરથી ઠરે છે તે જ બીજાને ઠારે છે અને જે અંદરથી બળે છે તે જ બીજાને બાળે છે. શશિન – એક જ દે ચિનગારી – ગુજરાત સમાચાર – ૨૦/૦૯/૨૦૦૯

પ્રાર્થના

 • પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.
 • ઈશ્વરની સામે જ્યારે પણ પ્રાર્થના કરો ત્યારે સારી સદબુદ્ધિ સિવાય કશું જ નાં માંગો.
 • મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કર મારા ભગવાન કે હું વંદન કરવા હાથ જોડું અને મારી સાથે સંબંધથી જોડાયેલા તમામ સુખી થાય.
 • ભગવાનને આવી પ્રાર્થના કરજો કે ‘હે ભગવાન હું જે માંગુ તે નહીં પણ હું જેને યોગ્ય હોઉં તે જ મને આપજે.’
 • જ્યારે કારણ વગર તમને આનંદની અનુભૂતિ થાય ત્યારે સમજી લેવાનું કે આ જગતમાં કોઈને કોઈ ક્યાંક તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે.
 • પવિત્ર હ્રદયમાંથી નીકળેલી પ્રાર્થના ક્યારેય નકામી જતી નથી. મહાત્મા ગાંધીજી
 • પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જવો. સ્વામી દયાનંદ સરસ્વતી
 • ઈશ્વર સાથેના નિસ્વાર્થ, નિર્મળ અને નિષ્કપટ સંબંધની આંતરિક અનુભૂતિ એટલે પાર્થના.
 • જો પ્રવાસમાં પાર્થના અને ભક્તિ ભળે તો પ્રવાસ યાત્રા બની જાય છે.
 • ઈશ્વર અથવા સર્જકે આપણા મન અને વ્યક્તિત્વની અંદર ગજબની શક્તિ અને ક્ષમતા ભરેલા છે. પ્રાર્થના તે શક્તિ અને ક્ષમતાને શોધી તેને વિકસાવવામાં મદદરૂપ થાય છે. ડો.અબ્દુલ કલામ
 • the biggest suspense of life is that you don’t know the person, who is praying for you. and the person who is playing with you.

પ્રેમ

 • Difference between like and love. When you like flower you just pluck it. But when you love flower you water it daily.
 • એક ઉંમર પછી જીવનસાથી જ્યારે પૂછે કે દવા ખાધી? ત્યારે એ આઈ લવ યુ કરતા પણ વધુ હેત ઉપજાવે છે.
 • કોઈને પ્રેમ કરવો અને વ્યક્ત કરવો સહેલો છે પરંતુ જે વ્યક્તિ આપણને પ્રેમ કરે છે તેના પ્રેમને યોગ્ય પ્રતિભાવ આપવો અઘરો છે. પ્રેમ એ પ્રતિભાવ માંગતી લાગણી છે. અવગણનાના દર્દથી અને પ્રતિભાવ વગર સામેના પાત્રની લાગણી હર ક્ષણે તૂટતી જતી હોય છે. પ્રેમ કરવા કરતા પ્રેમ પામવો તે મોટી વાત છે. ‘આઈ લવ યુ’ કહેવા કરતા લોકોને ‘આઈ લવ યુ’ સાંભળવું વધુ ગમતું હોય છે. પ્રેમ એટલે ‘એકબીજાની હૂંફે એકબીજાનું વિસ્તારવું’. લાગણી અને ઉર્જા મિશ્રિત આ હુંફ સલામતી અને સ્નેહનો અનુભવ કરાવે છે. પ્રેમ માત્ર લાગણીઓના ગુલદસ્તામાંની એક લાગણી નથી પણ વ્યક્તિના અસ્તિત્વને સ્પર્શતી અને વ્યક્તિને તરબતર બનાવતી એક ઘટના છે. પ્રેમમાં સતત સામેની વ્યક્તિ તરફ તમારી ઉર્જા અને ઉષ્મા વ્યક્ત થવી જોઈએ. હંસલ ભચેચ. મારી અને તમારી વાત – ગુજરાત સમાચાર ૧૪/૦૨/૨૦૧૮.
 • પ્રેમ એ ગમતું ફૂલ ચૂંટવાની વાત નથી. પરંતુ તેને છોડ પર રાખી માવજત કરવાની વાત છે.
 • જો તમે કોઈનો સાથ જિંદગીભર રાખવા માંગતા હો તો તેને ક્યારેય એ ના બતાઓ કે તમે તેને કેટલો પ્રેમ કરો છો.
 • ઘાટ ભલે ગમે તેટલો જુનો અને થોભેલો જ હોય પણ તેના પાસેથી જ પસાર થતા પ્રેમનો પ્રવાહ તો નિત્ય, નવીનતમ અને અવિરત જ હોવો જોઈએ
 • મીરા ને એમ હતું કે ઝેર માં કેવો નશો છે જોઇ લ્ઉં. તો ,,,ઝેરને પણ એમ હતું કે …એ બહાને કંઠમાં કૃષ્ણ નો પ્યાર જોઇ લઉં….. કોઈને પ્રેમ કરો તો એવી ભાવનાથી કરજો કે જીવનમાં તે વ્યક્તિને પ્રેમ મળે ત્યારે બસ તેને તમારો પ્રેમ યાદ આવે.
 • તું થોડી જુદી છે. હું પણ થોડો અલગ છું, પણ હું તને પ્રેમ કરું છું. એકલા હોઈએ ત્યારે ભલે થોડા અલગ હોઈએ, પણ સાથે હોઈએ ત્યારે આપણે બંને એક હોવા જોઈએ.
 • इश्क का बँटवारा रज़ामंदी से हुआ,,,चमक उन्होनें बटोरी तड़प हम ले आए..!!
 • જે કૃષ્ણ આખો ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી શકતા હોય, એ જ કૃષ્ણ વાંસળી કેમ બે હાથે પકડે છે..?? પ્રેમ અને પરાક્રમમાં કઇંક તો ફેર હોય ને…!!!🌹
 • પાંચ પગથિયા પ્રેમના જોવું, ગમવું, ચાહવું, પામવું ..આ ચાર પગથિયા સહેલા છે. સૌથી અઘરું પાંચમું પગથિયું છે..નિભાવવું.
 • યુધ્ધ જીતવા મર્દાનગીની જરૂર પડે છે, પણ પ્રેમ જીતવા દિવાનગી જોઈએ. સમાજ સામે લડવાની હિંમત જોઈએ.
 • જો તમે તમારા પાર્ટનરને ‘હું તને ચાહું છું’તેમકહેવા માંગતા હો તો પહેલા, ‘હું તને સમજુ છું’અને ‘હું તને સાંભળું છું’ તેમ કહો.
 • તમે કોઈને ખરા દિલથી ચાહો છો તો કોઈનામાં જીવતા શીખો. કોઈનામાં જીવવું અર્થાત જેને ચાહો છો તેને એવો વિશ્વાસ અપાવો કે હું પણ થોડા શ્વાસ તારા માટે અને તારા નામનાં ભરું છું.
 • અહંકાર જીદને આમંત્રે છે. જ્યારે પ્રેમ જતું કરવાની ભાવનાને આમંત્રે છે.
 • સાચો પ્રેમ, લાગણી, સ્નેહ, હુંફ, આત્મીયતા, સંવેદના અને સગપણ માટે કોઈ દેખાડાની જરૂર નથી. સાચી લાગણી અપલોડ થતી નથી તે તો અનુભવાતી હોય છે. કૃષ્ણકાન્ત ઉનડકટ
 • પ્રેમ માત્ર સ્વતંત્રતામાં જ ખીલે છે. પ્રેમને બંધન ગમતું નથી. પ્રેમને સંબંધ ના બનાવો પણ સ્વભાવ બનાવો. પ્રેમ કોઈ વ્યક્તિ સાથે નહીં પરંતુ તેના સમગ્ર જીવન સાથે થવો જોઈએ.
 • દુનિયાની સૌથી અનુપમ અનુભૂતિ એ કોઈનો પ્રેમ પાંવો તે છે.

પ્રોત્સાહન

 • કોઈ બહારની તાકાત તમને એટલી બધી પ્રોત્સાહિત નહિ કરી શકે જેટલી તમે તમારી જાતને પ્રોત્સાહિત કરી શકશો.
 • કોઈનો પગ ખેંચીને નીચે લાવવાને બદલે તેનો હાથ પકડીને ઉપર લાવવાનો પ્રયત્ન કરજો.
 • પરીક્ષા
 • સ્કુલ અને કોલેજની પરીક્ષાઓમાં ‘યાદ’ રાખવાનું મહત્વ હોય છે. જીવનની પરીક્ષાઓમાં ‘આવડવાનું’ મહત્વ હોય છે.
 • પુસ્તક
 • વર્લ્ડ પુસ્તક ડે : ૨૩ એપ્રિલ
 • એક સારું પુસ્તક શોધો ત્યારે તમે એક સારો મિત્ર શોધો છો.
 • એક સારું પુસ્તક માણસને પસ્તી થતા બચાવે છે.
 • સારા ફર્નિચર કરતા સારું પુસ્તક ઘરની શોભા વધુ વધારી શકે છે.
 • દીકરીને કરિયાવરમાં પૈસા કરતા સારા પુસ્તક આપો તો તે વધુ યોગ્ય લેખાશે.
 • આત્માની સવારીનો રથ એટલે સારા પુસ્તકો…… એમિલી ડિકિન્સન
 • પુસ્તક કરતા વધુ જીવે તેવી ઈમારત માનવી બાંધી નહીં શકે. ઓલિવર વેન્ડેલ હોમ્સ
 • માણસને ખરેખર જાણવો હોય તો તેને કેવા પુસ્તકો ગમે છે તે પરથી તેને વધુ સારી રીતે જાણી શકાય. વેન્ટવર્થ ડીલ્લોન
 • જ્યારે તમે કોઈ પુસ્તક ખરીદો છો ત્યારે તમે ક્યારેય તેની સાચી કિંમત ચૂકવી શકવાના નથી. તમે તો માત્ર કાગળ અને છાપવાના પૈસા જ ચૂકવ્યા હોય છે.
 • આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગ્યા છે મારા પુસ્તકોની છાજલી …… રમેશ પારેખ
 • નિર્જન ટાપુ ઉપર દેશનિકાલ કરવામાં આવેલા જુદાજુદા લોકોમાંથી કોઈકે ખાવાની વસ્તુઓ લીધી હતી. કોઈકે સગાવ્હાલાના ફોટા લીધા હતા તો કોઈકે સુંદર કપડા લીધા હતા. વર્ષ પછી ખુશ, આનંદિત અને સંતોષી એક જ વ્યક્તિ હતો જેણે પોતાની સાથે પુસ્તકો લીધા હતા.
 • ૧૦૦ બિલીયન ડોલરની નેટવર્થ ધરાવતા બિલ ગેટ્સ એક વર્ષમાં ૫૦ પુસ્તકો વાંચવાનો લક્ષ્યાંક રાખે છે અને તે પૂરો પણ કરે છે.
 • પુસ્તક = ટાઈમ ટ્રાવેલ ટેકનોલોજી

ફરિયાદ

 • ફરિયાદમાં આક્રોશ સમાયેલો હોય છે, જ્યારે વિનંતીમાં નમ્રતા.
 • જે ફરિયાદને ટાળે છે તે સુખને નિમંત્રણ આપે છે…………અબુ બક્ર.

બદલાવું, બદલાવ

 • Nothing can be changed by changing the face. Everything can be changed by facing the changes.
 • People who change after change will survive. People who change with the change will succeed. People who cause the change will lead.
 • બદલો લેવામાં મઝા શું આવે? સામે વાળાને બદલી નાખવાની મઝા જ અલગ છે.
 • તમે જેવા છો તેવા જ રહેવા પ્રયત્ન કરો કારણકે હંમેશા ઓરીજીનલની કિંમત ઝેરોક્ષથી વધુ હોય છે.
 • દુનિયામાં અને સંબંધોમાં મોટા ભાગના સંઘર્ષ સામેના માણસને બદલવામાં અને સામેનો માણસ પોતાના દૃષ્ટિકોણ પ્રમાણે જીવે તેમાં રહેલા છે.

બાળકો

 • The easy way to teach children the value of money is to borrow from them.
 • Children have never been good at listening to their elders, but they have never failed to imitate them.
 • If you have never been hated by a child. You have never been a parent-bett davis.
 • જ્યારે સંતાનોને લઈને મા-બાપને હોબી કલાસીસ તરફ દોડાદોડી કરતાં જોઉં છું ત્યારે ખબર નહી કેમ, પણ કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ યાદ આવી જાય છે…………..વોટ્સ-એપ માં જોયેલો મેસેજ.
 • માતાપિતા પોતાના બાળકોને મહાન માણસોને અનુસરવાનું નહીં પણ તેમના કામને અનુસરવાનું શ્રેષ્ઠ રીતે શીખવી શકે છે.
 • બાળકોની ક્ષમતાને પ્રોત્સાહિત નહીં કરો તો ચાલશે પણ તેમની નબળાઈઓની ટીકા વાંરવાર ન કરતા.
 • બાળકોમાં મુલ્યો ત્રણ ગાળા દરમ્યાન ઘડાતા હોય છે. ૦ થી ૭ વર્ષ = છાપ પડવાનો સમયગાળો. ૭ થી ૧૩ વર્ષ = ઘડાવાનો સમયગાળો. ૧૩ થી ૨૧ વર્ષ = સમાજીકારણનો ગાળો………………………….મોરીસ મેસે.
 • બાળકો આપણા જીવનમાં અચાનક આવી નથી પડ્યા, તેઓ તો તેમના જીવનરૂપી વૃક્ષને પ્રેમ વડે મૂલ્યોનું સિંચન કરી, ઉછેરી વટવૃક્ષ બનાવવા આપણને ઉછીના આપવામાં આવ્યા છે. ..જેમ્સ ડોબ્સન.
 • બાળકો તમારું સંભાળતા નથી એની ચિંતા નહિ કરો, ચિંતા એ વાતની કરો કે તેઓ હંમેશા તમને નિહાળી રહ્યા છે………………………………રોબર્ટ ફલ્યમ.
 • A child can always teach an adult three things. (1) To be happy for no reason (2) To always be busy with something (3) to know how to demand with all his might that which he desires.
 • બાળકો શિખામણની વિરુધ્ધ નથી હોતા તેમને કહેવાની પધ્ધતિની વિરુધ્ધ હોય છે.
 • બાળકો માતાપિતાના પગલા (steps)ને યાદ નહીં રાખે પણ તેઓ માતાપિતાની છાપ (footprints)ને તો ચોક્કસ યાદ રાખે છે.
 • બાળક જન્મે એ એક માત્ર ક્ષણ જિંદગીમાં એવી હોય છે કે જ્યારે બાળક રડતું હોય છે તેને લીધે તેની માતા ખુશ થાય છે. ત્યાર પછીની આખી જિંદગીમાં જ્યારે જ્યારે બાળક રડે છે ત્યારે માતા પણ દુખી થાય છે…………………ડો..અબ્દુલ કલામ.
 • સંતાન માટે ખર્ચેલો સમય એ ખરા અર્થમાં મૂડી રોકાણ છે કે જે ભવિષ્યમાં તેના સર્વાંગી વિકાસરૂપી વ્યાજ સાથે પરત મળશે.
 • લાકડાઓના રેસાઓની બનાવટની જેમ જ દરેક બાળકના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની બનાવટ પણ અલગ અલગ હોય છે. દરેક બાળકને મોટો માણસ બનાવવો શક્ય નથી, પરંતુ દરેક બાળકને કોઈ ને કોઈ નિશ્ચિત આકારમાં ઢાળવો તો શક્ય છે જ.
 • બાળકના સર્વાંગી વિકાસ માટે તેને ઉડવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
 • If you carry your childhood with you. You never become old.
 • અત્યારની ભણવાની સિસ્ટમમાં ‘ડેડ અને મોમ’નો ફુગાવો છે અને ‘માતા-પિતા’નો દુકાળ છે. ડો.ભદ્રાયુ વછરાજાની
 • બાળક એ પરમાત્માએ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે.
 • જેવા માતાપિતા બાળકોની પીઠ પરથી ઉતરી જશે તેવા બાળકો તેજ ગતિએ દોડવા માંડશે.
 • બાળકોની આંખમાં આંસુ લાવનાર એ નથી જાણતા કે તેઓ ઈશ્વરને રડાવી રહ્યા છે.
 • બાળક એ કોઈ વાસણ નથી કે ભરી નાખીએ, બાળક તો એક જ્યોતિ છે તેને પેટાવવાની હોય છે.
 • નાના હોય ત્યારે રમતરમતમાં ખભા પર ચઢી જતા બાળકો ક્યારે ખભા સુધી પહોંચી જાય છે તેની ખબર પડતી નથી.
 • બાળકની સરખામણી નહીં, પરંતુ તે જેવું છે તેવું સ્વીકારવામાં જ તેનો શ્રેષ્ઠ વિકાસ શક્ય છે.
 • બાળક જ્યારે જુઠ્ઠું બોલે ત્યારે એક વાત નક્કી જ છે કે કાંતો એ માતાપિતાથી ડરે છે અથવા તે માતાપિતાની નકલ કરે છે.
 • બાળકોને શું શિક્ષણ આપવું એનો અભ્યાસક્રમ આપણે ત્યાં છે. માતા-પિતાએ બાળક સાથે કઈ રીતે વર્તવું એનો કૉર્સ કોઈ યુનિવર્સીટીમાં નથી થતો……..ગિજુભાઈ બધેકા.
 • બાળક તો શિક્ષણ લે તે વાત તો પછીથી આવે છે. માતા-પિતાનું શિક્ષણ તો બાળક જન્મે ત્યારથી જ શરૂ થાય છે………..ગિજુભાઈ બધેકા.
 • બાળકને પ્રેમ કરવો એ અલગ વાત છે. બાળક સાથે કઈ રીતે પેશ થવું તે વધુ અગત્યનું છે………………..ગિજુભાઈ બધેકા.
 • મોટાભાગના માતા-પિતા બાળકોની સિદ્ધિને પોતાની શક્તિ પ્રદર્શનનું માધ્યમ બનાવે છે……………….ગિજુભાઈ બધેકા.
 • બાળક એટલે કતુહુલ. તને તો હંમેશા નવું નવું નિહાળવું ગમતું હોય છે. બાળક જ્યારે બગીચામાં અથવા પ્રાણી સંગ્રહાલયમાં જાય છે ત્યારે તે જે રીતે આસપાસની દરેક ચીજ અને સ્થિતિનું ટગર ટગર નિરીક્ષણ કરતુ હોય છે તે વખતે તેના ચહેરા પર કતુહુલના ભાવ અદભુત હોય છે. આપણે જ્યાં કશું જોઈ શકતા નથી ત્યાં બાળક ચમત્કાર ભાળે છે. …ગિજુભાઈ બધેકા.
 • બાળકને બને તેટલું કુદરતની નજીક રાખવું જોઈએ. એનું કેટલુક પાયાનું શિક્ષણ આપોઆપ થશે. જે કુદરતની નજીક જાય એને કુદરત પોતાની રીતે ચુપચાપ ઘણું શીખવતી હોય છે…ગિજુભાઈ બધેકા.
 • માતા-પિતાએ બાળકોને કેળવણીકાર બની ફક્ત કેળવણી આપવાની હોય. પરંતુ માતા-પિતા તો બાળકના માલિક થઈને બેસે છે……………….ગિજુભાઈ બધેકા.
 • વેકેશન એટલે ફુરસદ. વેકેશનના દિવસો કઈ કરવા માટેના નહીં પરંતુ કઈ નહિ કરવા માટેના હોય છે. …………………….ગિજુભાઈ બધેકા.
 • બાળક પશુ-પક્ષીઓને અને તેમના અવાજોને તેની મેમરીમાં કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના સંગ્રહી રાખે છે. આ એક પ્રકારનું ભણતર જ છે. બાળકો સૌ પ્રથમ આંખો અને કાનથી શીખે છે. અક્ષર અને સંકેતો જોઇને શીખવાનું તો તેની પાસે બહુ મોડું પહોચે છે અને તે પણ ખુબ પ્રયાસોથી. બાળક નર્સરી માં જાય તે પહેલા જે ચિતરામણ કરે છે તેમાં તેણે જે દ્રશ્યો જોયા છે તેનું રીફ્લેક્શન આડાઅવળા ચિતરામણમાં ઝીલાય છે. ગિજુભાઈ બધેકા.
 • બાળકનું પહેલું શિક્ષણ નર્સરીથી નહીં પણ ઘરથી શરૂ થતું હોય છે. નર્સરીમાં બાળકને મુકતા પહેલા માતા-પિતાએ બાળકને વાર્તાઓ સંભળાવવી જોઈએ. ….ગિજુભાઈ બધેકા.
 • બાળકને તો બધાજ કામ હોશે હોશે કરવા હોય છે. તેનાથી નહિ થાય અથવા તેનાથી ભૂલ થશે તેમ માની બાળક પાસેથી કામ કરવાની સ્વતંત્રતા છીનવી લેતા માતા-પિતા તેમના બાળકને નિર્બળ અને ગુલામ બનાવે છે.
 • બાળકને મારવું તે નિર્બળતાની નિશાની છે. તેને લાલચ આપવી તે અધમતાની નિશાની છે…ગિજુભાઈ બધેકા.
 • ઘર ભાડે લેતા રસોડું કેવું છે? ચોકડી કેવી છે? બેઠકરૂમ કેટલો મોટો છે? તે બધા વિચાર કરે છે પરંતુ બાળકને માટે રમવાની જગ્યા કેટલી છે તે કેટલા માતા-પિતા વિચારે છે?.. ………..ગિજુભાઈ બધેકા.
 • નાનું બાળક ડર્યા વગર હંમેશા હરકતો કરતું રહે છે. એ ક્યારે રડશે કે ક્યારે હસશે, આમાં નુકસાન કે ફાયદો, પીડા કે આનંદ…કશી જ પરવા એમને નથી હોતી. મસ્તી અને આનંદ સિવાય કશું જ એના સમયપત્રકમાં નથી હોતું. મોટાઓએ આ કળા બાળક પાસેથી શીખવાની જરૂરી છે. ………………………..અંજના રાવલ.
 • નાની બહેનનાં જન્મ પછી એક મોટા ભાઈની વેદના,” જો હું કોઈ વસ્તુ માંગુ તો મને કહેવામાં આવે છે કે હવે તું મોટો ભાઈ છે. અને જો હું નાની બહેનને ખોળામાં રમાડવા માંગુ છું તો મને કહેવામાં આવે છે કે હજુ તું નાનો છે.”
 • બાળકોને ‘સલાહ’ કરતા ‘સંવાદ’ અને ‘પાવર’ કરતા ‘પ્રેમ’ ની વધારે જરૂર છે.
 • નાના બાળકના માં-બાપ થવું સહેલું છે. દાદા-દાદી, ભાઈ-બહેન કે ગુરુજન થવું પણ મુશ્કેલ નથી, પરંતુ બાળક સાથે મિત્રતા બાંધીને રહેવું મુશ્કેલ છે. ( સેન્સ ઓફ વન્ડર પુસ્તકમાંથી )
 • બાળક આ જગતને જે કુંવારી નજરથી, કશાયે પૂર્વગ્રહ વિના જુએ છે તે રીતે આપણે જોઈ શકતા નથી. આપણી આંખ પર અનુભવ, ઉમર, પૂર્વગ્રહ અને ગંભીરતાના ચશ્માં ચઢી જતા હોય છે. ( સેન્સ ઓફ વન્ડર પુસ્તકમાંથી )
 • બાળક સાથી ઓતપ્રોત થઈને બાળક બનીને જીવવામાં આવે તો એના દવારા આપણને એવું બધું જાણવા મળે છે જે કોઈ સંતનાં સાનિધ્યમાં મળે. ( સેન્સ ઓફ વન્ડર પુસ્તકમાંથી )
 • પહેલાના બાળકો રોટલીમાં ખાંડ નાખીને તેને ભૂંગળું બનાવી ખાતા. હવેના બાળકો મેકડોનાલ્ડના બર્ગર અને ડોમિનોઝના પિત્ઝાના ડૂચા મારે છે. પહેલાના બાળકો વેકેશનમાં મામાને ત્યાં આંખો મહિનો રહેતા. હવેના બાળકોના મોબાઈલમાં મમાનો માત્ર નંબર સેવ થયેલો હોય છે.
 • એ તો બાળપણ હતું જ્યાં રોજ સવાર પછી બપોર અને પછી સાંજ થતી હતી હવે તો સીધી રાત જ થાય છે.

બુદ્ધિપ્રતિભા

 • એટલા બધા બુદ્ધિશાળી પણ ના બનો કે કોઈ જ તમારી સાથે વાત જ ના કરી શકે.
 • બનાવટી બૌદ્ધિક્તા કરતા, કુદરતએ બક્ષેલી મુર્ખતા વધુ સારી…

બુરાઈ, નિંદા, ટીકા

 • જેને પોતાના માનીએ તેની બુરાઈ ના જોવાય. જે આપણી બુરાઈ જુએ અને છતાંય નથી જોઈ તેમ વર્તે તો માનવું કે નક્કી એ આપણા પોતાના છે. …… આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
 • બીજાની નિંદા કરતા પહેલા તેના કોઈ એક ગુણ તરફ દ્રષ્ટી કરી તે ગુણ અપનાવવો જોઈએ.
 • જગતની અંદર જેમણે કશું અસાધારણ કરી બતાવવું છે તેમણે લોકોની નિંદા, ટીકા કે બદબોઈ સહન કર્યે જ છુટકો છે. જીવન ઉન્નતિના માર્ગમાં કોઈની ટીકા કે નિંદાને બહુ મન પર ન લેવી.
 • બહુ ઓછા નસીબદાર લોકોને નિંદાખોર માણસોની નિશુલ્ક સેવા પ્રાપ્ત થતી હોય છે. ગુણવંત શાહ
 • ખરેખર સારી પ્રેરણા હંમેશા વિરોધીઓ કે ટીકાકારો મારફતે જ મળતી હોય છે. પોતાના વિરોધીઓ પાસેથી પ્રેરણા મેળવતા શીખવું જોઈએ.
 • આપણે જેનો વિરોધ કરી તેના દુર્ગુણો જાહેર કરવામાં સમય બરબાદ ના કરીએ પણ તેના એવા સદગુણો શોધી નાખવા જોઈએ કે જે આપણી પાસે નથી. તેના સદગુણો જો આપણા જીવનમાં પ્રગટાવીએ તો આપોઆપ ખુદની લીટી લાંબી થઈ જાય.

ભણતર

 • I never teach in my classroom. I only create the situation and make the environment so that student can learn. ……………………………………………..Albert Iinstein.
 • તું અભણ છે એ જ સારું છે અલા ,કોઈનું મન વાંચવા જેવું નથી……મકરંદ મુસળે.
 • ભણતર શાળાના ક્લાસરૂમમાં થાય છે પણ ઘડતર ખુલ્લા મેદાનમાં થાય છે.
 • ગરીબ સ્નાતકો અને અમીર ગુનેગારોની વચ્ચે રહીને અત્યારનો વિધાર્થી કેવી રીતે સમજી શકે કે સફળતા માટે ભણતર જરુરી છે.
 • જીવવા માટેનો ચોક્કસ કોઈ અભ્યાસક્રમ નથી. બાકી સઘળી બાબતે અભ્યાસ એ મારો ક્રમ નથી.    કિરણસિંહ ચૌહાણ
 • ભણેલા અને અભણ વચ્ચેનો તફાવત. અભણ એકબીજાને માનથી બોલાવે. જ્યારે ઘણું ભણેલા એકબીજાને કામથી બોલાવે.
 • ભરોસો
 • ભરોસો પોતાના પર રાખો તો તાકાત બની જાય છે. ભરોસો બીજા પર રાખો તો તે નબળાઈ બની જાય છે.
 • જો તમે હો માર્ગમાં, થાકી જવું પોસાય કઈ? થાકથી રિસાઈને, હારી જવું પોસાય કહી?  જીજ્ઞા મહેતા
 • પાર ઉતરવું એ નક્કી જ છે. સામા કાંઠે તું છે એ નક્કી જ છે.   સંજુ વાળા

ભવિષ્યની ચિંતા

 • આપણું મુખ્ય કામ દુરદુરના ઝાંખા પ્રકાશને જોવાનું નથી, પરંતુ આપણું કામ તો હાથવગા દીવડાને કામમાં લેવાનું છે. …………………થોમસ કાર્લાઈલ.
 • ગઈ કાલ માટે રડો નહીં અને આવતીકાલ માટે ડરો નહીં માત્ર વર્તમાનકાળને આનંદિત બનાવી માણો.

ભૂલ, ખામી

 • સતત કોઈની ખામી કાઢવાને બદલે પોતાની જાતને જોવાનું શરૂ કરો. જો તમે ઈમાનદારીથી પોતાની જાતને જોશો તમને તમારી ભૂલ સમજાઈ જશે. જ્યારે તમે તમારી ખામીઓ જોઈ શકશો તો બીજાઓ પ્રત્યે વધુ ઉદાર બની શકશો. ધીરે ધીરે તમે શાંત થવા લાગશો. એનાથી જે શાંતિ ફેલાશે એને કારણે તમારી આસપાસ એક તરંગ બની જશે. શાંતિનું આ વર્તુળ તમારી આજુબાજુ ફરે છે અને જે પણ પાસે આવે છે તે તમારી નજીક આવવા ઈચ્છે છે. ……ઓશો.
 • If you do right no one remembers if you do wrong no one forgets.
 • કોઈની ભૂલ, ખામી કે સલાહ આપો તો ખાસ ધ્યાન રાખજો કે તેનું સ્વમાન જળવાય. તોજ તેને આપેલી સલાહની સાર્થકતા જળવાશે. તેના વિચારો પ્રત્યે અસમંતિ દર્શાવો ત્યારે પણ તેને ઉતારી પાડવા કરતા તેનું સ્વમાન સચવાય તે રીતે અસંમતી દર્શાવવી.
 • ભૂલ બંને પક્ષે હતી. તેમણે ગણી, અમે અવગણી.
 • જીવનની સૌથી મોટી ભૂલ એ જ હોય છે કે જે ભૂલમાંથી આપણે કશું જ નાં શિખ્યા હોઈએ.
 • મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે પણ એક પણ ભૂલ નથી કરી એવું કહેવાની ક્યારેય ભૂલ નથી કરી. ગાંધીજી
 • ભૂલને ન સમજવી તે ભૂલ છે. સમજીને તેને પંપાળ્યા કરવી તે સૌથી મોટી ભૂલ છે.
 • ઘણા લોકોને એવી ટેવ હોય છે કે બીજાની ભૂલોનો પાક્કો હિસાબ રાખવો પણ પોતાની ભૂલની નાની અમથી પણ નોંધ નાં રાખવી.
 • stop being perfect because obsessing over being perfect stops you from growing. brad pitt
 • ભૂલનો સ્વીકાર કરવાથી પહેલા આનંદ પછી સંતોષ અને છેલ્લે પ્રતિષ્ઠા મળે છે.
 • જાતના દોષો નિહાળશું તો આપણા દોષો ખતમ થશે. અન્યના દોષો નિહાળશું તો આપણા ગુણો ખતમ થશે.
 • પોતાની ભૂલનો સ્વીકાર કરી માફી માંગતી વખતે બહાના ઉમેરી માફીની પવિત્રતા અભડાવવાની નહીં. બેન્જામીન ફ્રેન્કલીન

ભૂલી જવું

 • તમે કોઈના માટે સારું કર્યું હોય તો તે પણ ભૂલી જજો.
 • તમારું કોઈએ અહિત કર્યું હોય તો તે પણ ભૂલી જજો.
 • નાની નાની વાતોને હદયમાં સંગ્રહી અને યાદ કરવાથી મોટા મોટા સંબંધો નબળા પડતા જાય છે.
 • ક્યારેક કોઈ દુર થઈ જાય તેનું કારણ આપણે પણ હોઈએ છીએ. દરેક ધક્કા કઈ હાથથી જ નથી અપાતા. દરેક હડસેલા દેખાતા નથી હોતા., અમુક માત્ર અનુભવાતા હોય છે. આ અનુભવો આપણને શીખવાડે છે કે હવે દુર જવાનો કે ભૂલી જવાનો વખત થઈ ગયો છે. દરેક વખતે દરેક વ્યક્તિ આવજો કહીને નથી જતી. એ તો અંદાજ નાં આવે તે રીતે સરકી જતી હોય છે. પહેલા તેના પત્રોના જવાબ આપવાનો સમય લંબાતો હોય છે. પછી પત્રની સાઈઝ ટૂંકી થતી હોય છે અને છેલ્લે ખબર પણ નાં પડે તે રીતે પત્રનું ઊંડાણ પણ ઓછુ થતું હોય છે. કોઈના પણ માટે કોઈ અંગત વ્યક્તિને ભૂલવું સહેલું નથી હોતું પણ ધીરે ધીરે મન મનાવી લેવું પડતું હોય છે.
 • જે માણસ ગઈકાલને યાદ કરીને ‘રડે’ નહીં, આવતીકાલથી ‘ડરે’ નહીં, તે માણસ ક્યારેય જીવનમાંથી પાછો ‘પડે’ નહીં.

મદદ

 • I am not handsome but I can give my hand to someone who need help………swami vivekanand.
 • જ્યારે તમે કોઈ વસ્તુની ભેટ તમે કોઈને આપો છો ત્યારે તે ભેટ પાછી તમને મળે છે. તમે જ્યારે કોઈને હસાવો છો ત્યારે જીવનનું હાસ્ય તમને મળશે. જ્યારે તમે કોઈને કોઈ પણ વાતની ખુશી આપો છો ત્યારે એ ખુશી તમને પાછી મળશે.
 • ઈશ્વર જ્યારે તમને ઘણું જ આપે છે ત્યારે તેની પાછળ તેની એ આશા તો હોય જ છે કે તમે બીજાને થોડું વહેંચો.

મન

 • જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મનથી બીજા મન સુધી પહોંચવાનું છે.

મહત્વ

 • બાવળને પણ કોઈ વેલ પોતાની તરફ ઢળે એ ગમતું હોય છે.
 • “રંગ” જો દિવાલ પર લગાવવામાં આવે તો તેણે દિવાલની શોભા વ્ધારીચે તેમ કહેવામાં આવે છે પણ એ જ રંગના છાંટા ભોયતળીયે પડ્યા હોય તો તેને ડાઘ કહેવામાં આવે છે. તમે ક્યાં છો તે જ વસ્તુ તમારું મહત્વ વધારે છે.

મહેનત, પુરુષાર્થ

 • મહેનત અને પુરુષાર્થ વચ્ચેની પાતળી ભેદરેખા પારખો. મહેનતનું ફળ એક વાર મળશે. પરંતુ પુરુષાર્થનું ફળ પેઢીઓ સુધી મળ્યે રાખશે.
 • શ્રમજીવીને વૈતરો ગણવો એ માનવતાનું અપમાન છે.
 • મન બધા પાસે હોય છે પરંતુ મનોબળ બહુ ઓછા પાસે હોય છે.

માણસ

 • તપ, દાન, જ્ઞાન, આપ્તજન વગરનો માણસ પશુ સમાન છે.
 • જીવનમાં આપણે વસ્તુઓને વાપરતા અને માણસને પ્રેમ કરતા શીખવું જોઈએ, નહીંકે માણસને વાપરતા અને વસ્તુઓને પ્રેમ કરતા.

માતા, માતૃત્વ

 • ઘણા લોકો કોઈ એક વ્યક્તિને લિફ્ટ આપી હોય તો પણ ક્યાય સુધી યાદ કર્યાં કરે છે. પરંતુ પોતાની માતાએ તેની કોખમાં નવ મહિના લિફ્ટ આપતા કેટલા દુખો સહન કાર્ય હશે તે વિચારતા નથી.
 • માતાપિતા જ દુનિયામાં માત્ર મફતનો પ્રેમ આપે છે બાકી દરેક સંબંધમાં કઈક ને કઈક ચુકવવું પડે છે.
 • માતાએ હંમેશા બાળકોમાં પોતાનું સર્વસ્વ રેડવાનું જ હોય છે. પહેલા રક્ત, પછી દૂધ, પછી સંસ્કાર અને છેલ્લે બાળકનાં સુખ માટે આંસુ.
 • જન્મદાતા અને જીવનદાતા માતાને આંખ સામે અસહ્ય પીડામાંથી જોવી અને અંતે મૃત્યુ પામતી જોવી એ હચમચાવતી ઘટના છે. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’.
 • મા હતી બસ ત્યાં સુધી તો ઘર હતું, મા જતા, રહેવાની એ સગવડ હતી. કીર્તિકાન્ત પુરોહિત.
 • જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને પાંચ વ્યક્તિઓ હોય તો ‘મને ભૂખ નથી’ તેવું બોલનાર એક જ વ્યક્તિ હોય અને તે છે ‘માં’
 • જ્યારે ભાઈઓ નાના હોય ત્યારે ઝગડે છે કે ‘મા મારી છે, મા મારી છે.’ મોટા થઈને મા ને સાચવવાની સામાજિક જવાબદારી આવે છે ત્યારે પણ તેઓ ઝગડે છે, ‘મા તારી છે, મા તારી છે.’
 • ભગવાને મા નું સ્થાન એટલું બધું ઊંચું મૂકી દીધું છે કે ‘મા’ ની મમ્મી ને ‘નાની માં’ કહીએ છીએ ‘મોટી માં’ નહીં.
 • માં પોતે ઉદાસ થઇ શકે છે પણ પોતાના સંતાનોને ક્યારેય નિરાશ કરતી નથી.
 • માતા એટલે તપ અને ત્યાગની મૂર્તિ.
 • મા એ કોઈ અભિવ્યક્તિનો નહીં પણ અનુભૂતિનો વિષય છે. આખા ઘરનો ઉર્જાસ્ત્રોત મા જ હોય છે. માતાની હૂંફાળી ગોદ એ સુખનું સરનામું છે. ઘરના અણુએ અણુમાં માતાની હયાતીના હસ્તાક્ષર હોય છે. પરિવારને એકસૂત્રતા બક્ષતો અષ્ટદોર મા જ છે. નેપથ્યમાં રહીને સહુની સુખાકારી માટે આજીવન મથતી રહે તે માં છે. પોતાના સંતાનો માટે પ્રાણ પાથરતી માતા રાહ ભૂલેલા સંતાનોને સાચા માર્ગે વાળવા તીખા બાણ પણ વરસાવતી હોય છે, પરંતુ માના તીરમાં પ્રેમના પુષ્પો વિન્ટયા હોય છે. તેથી માંના પ્રેમબાણ સંતાનોને બુલંદ બનાવે છે, સામા પૂરે લડવાની તાકાત બક્ષે છે, જગતમાં જીવવા માટે કાબેલ બનાવે છે. બાળઉછેરની વણકહી અને વણલખી ઘણી જવાબદારીઓ મમતાભરી માતા હોંશે હોંશે ઉઠાવી લેતી હોય છે. ડો. જયશ્રીબેન દેસાઈ.
 • માતા સમાન કોઈ સહારો નથી. માતા સમાન કોઈ છાયડો નથી. માતા સમાન કોઈ રક્ષક નથી.
 • ‘મામા’ શબ્દમાં જ બે માં છુપાયેલી છે. જન્મથી જ નિસ્વાર્થ પ્રેમ, પ્રેરણા અને જીવનના દરેક રંગોનું પથદર્શન કરાવનાર વ્યક્તિ એટલે ‘મામા’. ખરેખર ઈશ્વરે ‘મામા’ શબ્દનું સર્જન ખુબ જ વિચારીને કર્યું છે.
 • સંતાનોના આંસુનું દરેક ટીપું જેના હ્રદયને દરિયા જેટલું રડાવે તેનું નામ ‘મા’.
 • મધરના સ્પેલિંગમાંથી જો ‘M’ કાઢી નાખીએ તો આખી દુનિયા આપણા માટે અધર થઈ જાય.
 • આ દુનિયાના સૌથી મોટા બે કલંક ‘મા વિનાનું ઘર’ અને ‘ઘર વિનાની મા’.
 • ભગવાનને ભજવાથી મા નથી મળતી પણ મા ને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે.
 • પિતાનું સ્થાન ઘરના મસ્તક સ્થાને છે અને માનું સ્થાન ઘરના હ્રદયના સ્થાને છે.
 • માનવજીવનનો હોઠ પરનો સૌથી સુંદર સાદ હોય તો તે છે ‘મા’.
 • માતાના ધાવણ જેવી મીઠાશ સાગરના અમિકુંભમાં પણ નથી.
 • બચપણમાં જે મા દીકરાને ‘ગોદ’ આપે છે તે દીકરાએ પોતે મોટા થયા પછી મા ને ‘દગો’ ના આપવો જોઈએ.
 • ૧૯૬૬ માં આવેલી ‘છોટા ભાઈ’ ફિલ્મમાં એક સુંદર ગીત હતું, ‘માં મુઝે અપને આંચલમેં છુપા દે’. ૧૯૭૦ માં આવેલી ‘મસ્તાના’ ફિલ્મનું એક અન્ય સુંદર ગીત, ‘મૈ ને માં કો દેખા હૈ, માં કા પ્યાર નહીં દેખા.’ ૧૯૯૩ માં આવેલ ‘ખલનાયક’ માં ‘ ઓ માં તુઝે સલામ…’ આ ત્રણે ગીતો માતાના મહત્વને (વિયોગને) સમજાવે છે. આટલા સુંદર ત્રણેય ગીતોમાં એક વાત સામાન્ય હતી કે આ ત્રણેય ગીતો લખનાર વ્યક્તિ એક જ હતા… ‘આનંદ બક્ષી.’ આનંદ બક્ષી ૧૦ વર્ષના હતા અને તેમની માતાનું મૃત્યુ થયું. ઘરમાં સાવકી માતા આવી તેના વ્યવહારથી ‘નંદો’ (આનંદ બક્ષીનું નાનપણનું નામ)ને ખુબ દુઃખ થયું. માતાના વિયોગની પીડા ૬૩માં વર્ષે ‘ખલનાયક’ના ગીત લખતી વખતે પણ દેખાઈ.
 • માતાપિતા : માતાપિતાને દેવાલાયક શ્રેષ્ઠ ભેટ કઈ? તેઓ જીવતા હોય ત્યારે તેમને ભરપુર પ્રેમથી રાખો અને પ્રેમ આપો, તેઓ ના હોય પછી બધા પ્રેમથી રહો.   અશોક દવે 
 • માતૃભાષા
 • માતૃભાષા એ તો માતાનો ખોળો છે.
 • ગુજરાતમાં અગિયારમાં ધોરણમાં ભણતો સાયન્સ સ્ટ્રીમનો વિદ્યાર્થી આખે આખો ગુજરાતી વિષય ઓપ્સનમાં કાઢી નાખી શકે છે, એ વાત પોતાની માતાને ઘરડાઘરમાં ધકેલ્યા બરાબર છે………………………વિનોદ ભટ્ટ ( ઈદમ તૃતીયમ-દિવ્યભાસ્કર-૧૨/0૭/૨૦૧૫).
 • માણસ સમજે તે ભાષામાં તેની સાથે તમે વાત કરો તો તે વાત તેના મગજમાં બેસી જાય પણ તમે તેની સાથે તેની પોતાની ભાષામાં વાત કરો તો એ વાત એના દિલમાં વાસી જાય. …..નેલ્સન મંડેલા.

માફ કરવું, ક્ષમા

 • સંયમ જેવી કોઇ સાધના નથી, ક્ષમા જેવી કોઇ આરાધના નથી.
 • અહંકાર બતાડી કોઈ સંબંધ તોડવા કરતા માફી માંગી તે સંબંધ ચાલુ રાખવો સારો.
 • ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
 • ક્ષમા ભૂતકાળને ભલે બદલતી નથી પણ ભવિષ્યને ઉજ્જવળ તો બનાવી જ દે છે.
 • સંબંધોનું એક વરવું સત્ય : લાગણીઓના સ્તરે વ્યક્તિ જેટલી વધુ નજીક તેટલી તે ઓછી માફી પાત્ર. …….હંસલ ભચેચ.
 • ‘તમારો અપરાધ કરનારને ક્ષમા ન કરીને તમે તમારા ભૂતકાળના કેદી બની જાવ છો. તમારી આ જૂની ફરિયાદો તમારી જિંદગીને આગળ વધવામાં અંતરાયરૂપ બને છે. તમે જ્યારે કોઈને માફ નથી કરતા ત્યારે તમારી જાતનો અંકુશ તે વ્યક્તિના હાથમાં આવી જાય છે. તમારો અપરાધ કરનારને સજા આપવાની, જેવા સાથે તેવા થવાની ભાવના હ્રદયમાં વધતી જાય છે. તમે તે ભાવનાના ગુલામ થતા જાવ છો. તમારો વર્તમાન પણ કાયમ ભૂતકાળની આ કડવી યાદોથી ખરડાયેલો રહે છે. તમારો અપરાધ કરનાર વ્યક્તિ ક્ષમા માંગે કે નાં માંગે પણ તેને ક્ષમા આપવાથી તમે પીડાદાયક ભૂતકાળમાંથી મુક્ત થઈ જશો.’ રેડીકલ ફરગીવનેસ પુસ્તકમાંથી.
 • કોઈને માફી આપવા માટે પણ બહાદુરીની જરૂર પડે છે. માફી આપવાથી ખરેખર તો માફી આપનારનો આત્મવિશ્વાસ વધતો હોય છે. માફ નહીં કરવાની ભાવના અને ગુસ્સો ખરેખર તો ગુસ્સો રાખનાર વ્યક્તિના મનને જ ઈજા પહોંચાડતી હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે મનમાં શત્રુતા રાખવી એટલે એક પ્રકારને જેલમાં સબડયા કરવું. જ્યારે તમે તે વ્યક્તિને માફ કરો છો ત્યારે તમે ધિક્કાર રૂપી જેલમાંથી મુક્ત થાવ છો. બદલો લઈ લીધા પછી પણ એક અપરાધભાવ સાથે એક ભય રહે છે કે હવે એ વ્યક્તિ આપણા પર વળતો હુમલો કરશે. આ ભયને લીધે હતાશા આવે છે. બદલો લઈ લીધા પછી પણ એક નકારાત્મક લાગણી આવે છે કે આવો બદલો જરૂરી હતો. જો બદલો લીધો હોય છે તે વ્યક્તિ હેરાન થતો હોય તો પણ તેનું દુઃખ જોઈ હતાશાની ભાવના જન્મે છે કે મેં આવું ક્યાં કર્યું? ક્ષમા ખુબ સાહજિકતાથી આપો. ક્ષમા આપવાથી આગળનું જીવન ખુબ નિર્મળ અને સ્વચ્છ બુદ્ધિ વાળું થઈ જાય છે.
 • બદલો લીધાનો આનંદ એક દિવસનો હોઈ શકે. પણ માફ કર્યાનું ગૌરવ જિંદગીભરનું હોય છે.

મિત્ર, મિત્રતા

 • No one in this world is rich enough to buy his own childhood & youth back. Only friends help to recreate those moments from time to time at no cost.
 • જો મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો. ……………………………………………અબ્રાહમ લિંકન.
 • money is a small coin, health is a big coin, love is a lucky coin, relationship is a sweet coin and friendship is a gold coin. keep it safe.
 • ભલે બાળકોને દોસ્તીનો મતલબ ખબર નથી હોતો પણ સારી વસ્તુ એ છે કે તે લોકોમાં મતલબની દોસ્તી હોતી નથી.
 • જિંદગીની સ્મરણયાત્રામાં સારા મિત્રોનું સ્મરણ એ સૌથી સુખદ અનુભવ છે કારણકે એ બહુ અલ્પ હોય છે.
 • સ્વાર્થી માણસની મિત્રતા મજબુર બનાવે છે જ્યારે સારા માણસની મિત્રતા મજબુત બનાવે છે.
 • એક સારું પુસ્તક એક મિત્ર સમાન છે એ બરાબર પરંતુ એક સારો મિત્ર એક લાયબ્રેરી સમાન છે.
 • પોતાના મિત્રને તેના દોષ વિશે જણાવવું એ મિત્રતાની સૌથી કઠિન પરીક્ષા છે.
 • દોસ્ત એટલે એવો સંબંધ જે “તું” થી શરૂ થાય છે અને પૂરો પણ “તું” થી જ થાય છે. મૈત્રી એટલે સરળ સહજ, નિખાલસ નાતો. મૈત્રી એટલે સંબંધનું કેન્દ્રબિંદુ, મૌનનું મધ્યબિંદુ. જ્યાં શબ્દો ઓછા અને મૌન વધુ બોલે ત્યાં મૈત્રી ગાઢ રીતે ખીલે. મિત્ર એટલે આપણા સ્વયંમની આપણા જેવી જ બીજી આવૃત્તિ, અપેક્ષા અને મહત્વાકાંક્ષા મૈત્રીમાં ના હોય. મૈત્રી નદી ઉપર ઋણાનુંબંધનો પુલ છે. વર્ષો પછી પણ મળો તો પણ છેલ્લી વખત મળ્યાં હતાં એ વાતથી જ આત્મીયતાનો દોર શરૂ કરી શકાય એનું નામ મૈત્રી. પ્રેમમાં શ્રધ્ધા છે જે ક્યારેક અંધશ્રધ્ધા સુધી ખેંચાય છે. મૈત્રીમાં વિશ્વાસ છે, જે હંમેશા ‘આત્મવિશ્વાસ’ સુધી દોરી જાય છે. દોસ્ત ક્યારેય જમીનદોસ્ત નથી થતો. મૈત્રીમાં ‘નારાજીનામું’ નથી હોતું. મૈત્રીમાં ઉમર અગત્યની નથી. ઉમરમાં મૈત્રીનો લગાવ અગત્યનો છે. ………………………….અંકિત ત્રિવેદી.
 • જો તમે તમારા બધા જ કાર્યોમાં પ્રમાણિક હશો તો ઈશ્વર તરફથી તમને જીવનની એક અમૂલ્ય ભેટ ચોક્કસ મળવાની જ છે અને એ ભેટ છે……સારા મિત્રો.
 • એજન્ડા સાથે મળાય એને એજન્ટ કહેવાય પણ કામ વિના જેને મળી શકાય તેને મિત્ર કહેવાય. મિત્રને મકાન નથી હોતું તેને ઘર હોય છે. મિત્રની સાઈઝ અગત્યની નથી પણ તેની આઈઝ અગત્યની છે. દોસ્તની પ્રાઈઝ નથી હોતી પણ હંમેશા તેની હાજરી એક સરપ્રાઈઝ આપે છે. તાળી મિત્રો – માત્ર તાળી પાડી વાતો કરે પણ સમય આવ્યે હાથતાળી આપી દે, થાળી મિત્રો – માત્ર મોજમઝામાં સાથે રહેનારા મિત્રો, પાળી મિત્રો – માત્ર વાતો કરનારા મિત્રો, માળી મિત્રો – તમારા વિકાસમાં રસ લે, તમારા જીવનને સતત ઉત્સાહિત કરી પોષણ આપતા રહે. જેના એકાંતમાં આપણે નિસંકોચ ગાબડું પાડી શકીએ તે સાચો મિત્ર. જે ટીકા ન કરે પણ ટકવામાં મદદ કરે તે સાચો મિત્ર. જેની સાથે વિશ્વાસ અને વ્હાલથી જીવી શકાય તે સાચો મિત્ર. જેની સાથે મિત્રતા ટકાવવા કોઈજ વ્યવહારની જરૂર નાં પડે અને દુઃખમાં પહેલો અને સુખમાં છેલ્લે આવીને ઉભો રહે તે સાચો મિત્ર. જે ક્યારેય તેનો બેહિસાબ સમય આપવામાં હિસાબ નાં કરે તેવો સાચો મિત્ર. જેની સાથે આનંદ વહેંચી શકાય અને દુઃખ વાગોળી શકાય તે સાચો મિત્ર. આપણે સાચા રસ્તે જતા હોઈએ તો આપણો પથદર્શક અને ખોટા રસ્તે જતા હોઈએ તો આપણો ચોકીદાર બને તે સાચો મિત્ર. કાજલ ઓઝા વૈદ્ય.
 • કુદરતનો નિયમ છે કે જો ચિત્ર અને મિત્ર પ્રેમથી બનાવશો તો તેમાં રંગ ચોક્કસ નિખરી આવશે.
 • એક ભાઈએ તેના એક મિત્રને પૂછ્યું, “ તારે આ દુનિયામાં કેટલા મિત્રો છે? “ મિત્ર મનમાં બોલ્યો, “ આ મુરખને ખબર નથી કે મિત્રો જ મારી દુનિયા છે.”
 • ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે. મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..। નથી જાતો મંદિર, મસ્જિદ, ચર્ચમાં મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..। ખસું છુ હું જયારે સતત ખુદમાંથી મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..। સમય છે ઉકળતો ને જીવન સળગતું મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..। ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..। ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે મિત્રતાના મજબૂત તરાપા મળે છે..। દવાઓ ને સારવાર નીવડે નકામી મિત્રોની અસરદાર દુઆ મળે છે.. જીવન કે મરણની ગમે તે ઘડી હો સદનસીબે મને મિત્રોના ખભ્ભા મળે છે
 • તમે ‘તમારા’થી ખોવાઈ જાઓ ત્યારે ‘તમને’ શોધવામાં ‘તમારી’ મદદ કરે તે તમારો સાચો મિત્ર.
 • ફ્રેન્ડશીપ ડે ના હોય. ફ્રેન્ડશીપને તો દાયકાઓ હોય.
 • મિત્રતા એટલે બે અલગ અલગ શરીરમાં રહેલો એક આત્મા.
 • સાચા મિત્રને મળવામાં એટલું વજન તો હોવું જ જોઈએ. કે છુટા પડતા પગ ના ઉપાડે.
 • મિત્રના શબ્દોને એટલા ઊંડાણથી ના વાંચો. કોઈ શબ્દ રહી ગયો હશે તો પણ મિત્ર કાયમ માટે યાદ રહી જ જશે.
 • ગાલિબે સુંદર કહ્યું છે, ‘ દોસ્તો કે સાથ જી લેને કા મોકા દે દે એ ખુદા….તેરે સાથ તો મરને કે બાદ ભી રહ લેંગે.’
 • એકબીજા સાથે સંપૂર્ણ પણે માનસિક રીતે નગ્ન થઇ શકતા હોય તેવા બે વિજાતીય મિત્રોની અપ્રદુષિત મૈત્રી એ દુનિયાની શ્રેષ્ઠ મૈત્રી કહી શકાય…ગુણવંત શાહ.
 • મિત્રતા બે હ્રદયને જોડતું એવું મેઘધનુષ છે જે આ સાત રંગોની પરસ્પર વહેચણી કરે છે. પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ , ગુપ્તતા અને આદર.
 • એક વખત ઘણા સમય પછી મેં મારા મિત્રને ફોન કર્યો. તેણે મારો અવાજ સાંભળતા જ ખુબ ઉમળકાભેર મને નામથી બોલાવ્યો. મને ખુબ સારું લાગ્યું. મેં તેને પૂછ્યું, ‘શું તે મારો નંબર ‘સેવ’ કરીને રાખ્યો હતો?’ તેણે કહ્યું, ‘ના મેં તારો ‘અવાજ’ સેવ કરીને રાખ્યો હતો.’
 • સાચો મિત્ર તેના મિત્રનું પહેલું આંસુ જુએ છે. બીજું આંસુ ઝીલી લે છે અને ત્રીજા આંસુને પડવા નથી દેતો.
 • We may easily forget the people with whom we laughed and enjoyed. But we never forget the person with whom we cried and shared our feelings.
 • ભેરુ, ભાઈબંધ, દોસ્તાર, મિત્ર, યાર કે ફ્રેન્ડ એ ઈશ્વરે માણસને આપેલી સર્વોત્તમ ભેટ છે.
 • ભોળો અને શંકાની બાબતમાં યાદશક્તિ ઓછી રાખવામાં આવે તો મિત્રતામાં ક્યારેય ઓટ આવતી નથી. સાચી મિત્રતામાં ખુલાસાને સ્થાન નથી. સારા દોસ્ત બનવા માટે નિર્દોષ, નિષ્પાપ અને થોડું બેવકૂફ બનવું પડે. બહુ હોશિયાર માણસને સારા દોસ્ત હોતા નથી. દોસ્તી ખુલ્લી હથેળીની રમત છે. હથેળી સંતાડીને રમનારા તેમાં ફાવતા નથી. ચારે બાજુથી ભીસમાં મુકાયા હોઈએ અને જેની યાદ આવે તે સારો મિત્ર. મિત્ર માટે દિલ અને ઘરના રસ્તા કદી લાંબા હોતા નથી. દોસ્તીના સિમેન્ટ પર સમર્પિતતાનું પાણી વારંવાર છાટવું પડે. ચંદ્રકાંત બક્ષી.
 • નથી જાતો મંદિર, મસ્જીદ કે ચર્ચમાં. મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે. ડૂબું છું આ સંસાર સાગરમાં જ્યારે મિત્રતાના મજબુત તરાપા મળે છે.
 • મિત્ર એટલે તમારું પ્રતિબિંબ. તમારા અંતરાત્માનો અવાજ. તમારા અસ્તિત્વનો આધાર.
 • સાચો મિત્ર તમારા શબ્દો કરતા તમારા મૌનને વધારે સમજે છે.
 • સાચો મિત્ર સાથે હોય ત્યારે એક વિશ્વાસ હોય છે કે હવે મારુ કામ થઇ જ જશે.
 • સ્ત્રીને જો સ્ત્રી કરતા પુરુષ મિત્ર મળે તો તેમના સંબંધો ઘણા મજબુત હોય છે. આ સંબંધ પવિત્ર હોય તો તે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ મૈત્રીપૂર્ણ સંબંધ કહી શકાય. પુરુષ હમેશા સ્ત્રી મિત્ર પ્રત્યે કમિટેડ રહે છે. તે તેની સ્ત્રી મિત્રની ક્યારેય ઈર્ષા કરતો નથી આથી આ સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે.
 • તમારી લાગણીઓના ધબકારાને પામી જાય તે તમારો સાચો મિત્ર.
 • ઘણીવાર મિત્ર જીવિત નાં હોવા છતાં તેના સ્વજનો સાથે સંબંધ નિભાવે તે સાચો મિત્ર.
 • મિત્ર જીવનનો નશો છે.
 • ખાલીપાનો વસવસો હસતા હસતા મિત્ર દુર કરે છે.
 • ઓરડામાં એકાદ ચિત્ર હોય પુરતું છે, જીવનમાં એક મિત્ર હોય પુરતું છે. મીલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે, હદયથી આદમી પવિત્ર હોય પુરતું છે. ….મિસ્કીન.
 • જેની સામે આપણે જેવા હોઈએ તેવા થઇ શકીએ તે આપણો સાચો મિત્ર. હું તને મારો સાચો મિત્ર માનું છું તેનું કારણ તું તું નથી પણ તારી પાસે હું હું થઇ શકું છું.
 • સાચો મિત્ર મેળવવા માટે ખીસું નહીં પણ દિલ ઉધાર રાખવું પડે છે.
 • ઘણા મિત્રો એવા હોય છે જેને ભૂલવા કાયદેસર મરવું પડે.
 • મિત્રતા ખુશીનું સારું માધ્યમ છે. મિત્રો વિના મનપસંદ વસ્તુ પણ કંટાળાજનક લાગે છે.
 • ચાલ મળીએ કોઇ પણ કારણ વિના, રાખીએ સંબંધ કંઇ સગપણ વિના. એક બીજાને સમજીએ આપણે, કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના. કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો, કોઇ પણ અવરોધ કે અડચણ વિના. આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં, મેં બસ બોલ્યા કર્યું, સમજણ વિના.
 • સારા મિત્રોની એક ખાસિયત હોય છે કે ક્યારેય તેઓ તમારાથી અમને ખોટું લાગ્યું છે તે કહેતા નથી. તેઓ તમને તમારી ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધી રાહ જોવાની ક્ષમતા અને પછી માફ કરવાની ઉદારતાનો ગુણ ધરાવતા હોય છે.
 • સાચો મિત્ર માત્ર સાથી નથી હોતો પણ સારથી પણ હોય છે.
 • અજવાળામાં એકલા ચાલવા કરતા અંધારામાં મિત્ર સાથે ચાલવું બહેતર છે. હેલન કેલર.
 • મિત્ર બનાવવામાં અને મિત્ર બદલવામાં ક્યારેય ઉતાવળ ના કરવી. બેન્જામીન ફ્રેન્કલીન
 • જેમની સાથે સારા મિત્રો કામ કરતા હોય તેમની વર્કિંગ લાઈફ અને જીવવાની ક્ષમતા વધી જાય છે.
 • સાચા મિત્રોનું મગજ પણ એક સાથે અને એક સરખું ચાલે છે.
 • મિત્રોના પ્રેમભર્યા હદયની મહેક દશે દિશામાં ફેલાય છે.
 • મૈત્રીમાં અહંકારને કોઈ સ્થાન નથી.
 • મૈત્રી મોટું તપ છે.
 • મિત્રતામાં બે શરીર નહીં પણ બે સંપૂર્ણ અસ્તિત્વ એકબીજા સાથે મિત્રતા કરે છે.
 • સાચા મિત્રોના હદયમાં ક્યારેય કોઈ દ્વેષ નથી રહેતો ફક્ત મૈત્રીનું ઝરણું જ વહે છે.
 • સાચી મિત્રતાના સંબંધને વ્યક્ત કરાતો નથી ફક્ત ભાવોમાં અનુભવાય છે. તેમાં શુભ ભાવના ભળેલી હોય છે. આ સંબંધ વહી જવા માટે હોતો નથી પણ એકબીજામાં ભળી જવા માટે હોય છે.
 • સાચી મિત્રતાને પદ, પ્રતિષ્ઠા, ઉંમર, કે સમયના સીમાડા નડતા નથી.
 • મિત્ર થવા માટે કોઈના ખભે હાથ મૂકી ચાલવાની જરૂર નથી.
 • મિત્રો એકબીજાના આયના જેવા હોય છે એમાં જે ચહેરો દેખાય છે તે બીજાને ક્યારેય નથી દેખાતો. એરીસ્ટૉટલ.
 • સાચા મિત્રોમાં પોતાની કમજોરી, ડર, પીડા, જરૂરિયાત અને મર્મ એકબીજા સામે ઉઘાડા કરવાની નિખાલસતા હોય છે.
 • મિત્રતા એટલે નિખાલસતાની મધુરતાનું સંગીત.
 • દોસ્ત હું શબ્દ અને તું અર્થ. તારા વિના હું વ્યર્થ.
 • સાચા મિત્રો કરેલી મદદ ક્યારેય યાદ રાખતા નથી પણ લીધેલી મદદ હંમેશા તેમના હૈયામાં જડાયેલી હોય છે.
 • સાચી મિત્રતામાં ત્રીજી વ્યક્તિને લીધે સંબંધોમાં ક્યારેય વધઘટ થતી નથી.
 • દયા ખાજો જેની પાસે દોલત છે પણ દોસ્તી નથી.
 • દોસ્તી એટલે સંબંધોના દરિયામાં પૂનમની ભરતી. દોસ્તી એટલે દિલની દોલત અને ખુમારીનો ખજાનો. ઉત્સાહનો ચહેરો કેવો હોય તે જોવું હોય તો બે દોસ્તો મળે ત્યારે તેમના ચહેરાને વાંચી લેવો. દોસ્તોના ડીવાઈસમાં મહેફિલની પેનડ્રાઈવ ખુલે છે. દોસ્તોની ગોઠડી બારેમાસનો શ્રાવણનો દરિયો, પાંચ ટાઈમની નમાઝ, રોજનું પર્યુષણ પર્વ. એમની યારી જ પવિત્ર અગિયારી છે. અંકિત ત્રિવેદી.
 • એક કોલેજમાં ઘણા મિત્રોનું રીયુનિયન વર્ષો પછી થયું. રીયુનિયન બાદ એક મિત્રએ વોટ્સઅપ પર લખેલી પોસ્ટ ખરેખર વાંચવા લાયક છે.’મિત્રો આપણને ભેગા થયા એકબીજાને હ્રદયથી મળ્યા તેને અઠવાડિયું થઈ ગયું. વોટ્સઅપ પર રોજ મિત્રોના મેસેજ વાંચી સમજી શકાય છે કે અઠવાડિયા પછી પણ બધાએ સાથે વિતાવેલા સમયના વમળોમાંથી બહાર નથી આવ્યા. એક-બે મિત્રો ભેગા થઈ આનંદ મેળવી શકે પણ આપણે કોલેજના જુના મિત્રોએ ભેગા થઈ ઉત્સવ મનાવ્યો. મોટાભાગના મિત્રોએ એકબીજાના વ્યવહાર, વાણી અને વર્તનને પોતાના મગજમાં પાસવર્ડ સ્વરૂપે સેવ કરીને રાખ્યા જ હતા વર્ષો પછી મળતા જ ઉમળકો અને ઉષ્મા  ઉભરી આવ્યા. જો દરેક પાસે આપણે ભેગા થયા તે પહેલાના મહિનામાં કોઈ ફંક્શનના ફોટા હોય તો તેમાંના પોતાના હસતા ચહેરા અને રીયુનિયનમાં જે હસતા ચહેરા જોવા મળે છે તે ફોટા સરખાવી જોજો. ‘મગજથી હસેલા’ અને ‘હ્રદયથી હસેલા’ નો ભેદ દેખાઈ આવશે. સાંજે જમતી વખતે એક કોઈ કોઈને પૂછતું હતું, ‘કેમ અલ્યા કલાકથી જમે છે?’ જવાબ હતો, ‘કલાકથી થાળી પકડીને જ ઉભો છું. બધા સાથે વાતો કરવામાં શું જમું છું તે ખબર જ નથી.’ મોટાભાગના મિત્રોનું વનપ્રવેશ ચાલુ થઈ ગયું. આમ તો કહેવાય છે કે ‘વનપ્રવેશ એટલે યુવાનીનું ઘડપણ અને ઘડપણની યુવાની.’ એ જ વનપ્રવેશ સમયે જ આપણા સૌનું ભેગા થવું એટલે એકબીજાપ્રત્યેના પ્રેમ, વિશ્વાસ, આદર, લાગણી, આત્મવિશ્વાસ, જતું કરવાની ભાવના અને અસ્તિત્વના આધારથી રચાયેલું મેઘધનુષ્ય. બધાને ભેગા કરવા જે  મિત્રોએ તેમના ઘરનો કોઈ લગ્નપ્રસંગ હોય અને કામ કર્યું હોય તેટલી મહેનત કરી છે જેને માટે ‘આભાર’ કે ‘અભિનંદન’ શબ્દો ખુબ વામણા લાગે. દુર દુરથી આવેલા દરેક મિત્રોને મળ્યાની જે સ્મરણયાત્રા રચાઈ છે એ ખુબ સુખદ અનુભવ છે.’
 • વર્ષો પહેલા મેચ રમવા ૨૦ રૂપિયાનો એક લેધર બોલ ખરીદવા ૧૧ દોસ્ત પૈસા ભેગા કરતા હતા. હવે બોલ તો એક જણ પણ લાવી શકે છે પણ ૧૧ દોસ્ત ભેગા થતા નથી.

મુર્ખ

 • જે લોકો પોતાને સુખી માણે છે તે લોકો ખરેખર સુખી છે પણ જે લોકો પોતાને ડાહ્યો માને છે તે લોકો મુર્ખ છે.

મુલ્ય, કિંમત

 • સિક્કો હંમેશા અવાજ કરે છે પણ ચલણી નોટ જરાય અવાજ નથી કરતી. આમ જ્યારે તમારું મૂલ્ય વધે ત્યારે હંમેશા શાંત રહો……………………………………..શેક્સપીઅર.
 • સફળ માણસ બનવાના પ્રયત્નો કરતા મૂલ્યનિષ્ઠ માણસ બનવું વધુ સારું છે. ……………………..આલ્બર્ટ આઇન્સ્ટાઇન.
 • માણસ કેટલો મોંઘો છે કે સસ્તો તે કિંમત તેની મજબુરી નક્કી કરે છે.

મૂંઝવણ

 • જ્યાં મૂંઝવણ હોય ત્યાં માર્ગ પણ જરૂર હોય છે.

મોત

 • આયુષ્ય એટલે શું? જ્યારે માણસ જન્મે છે ત્યારે ‘નામ’ નથી હોતું પણ ‘શ્વાસ’ હોય છે. જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે ‘શ્વાસ’ નથી હોતો પરંતુ ‘નામ’ હોય છે. આ ‘શ્વાસ’ અને ‘નામ’ વચ્ચેનો ગાળો એટલે ‘આયુષ્ય’.
 • મરણ વેળાની આ અય્યાશી નથી ગમતી મરીઝ, હું પથારી પર રહું અને ઘર આખું જાગ્યા કરે. …….મરીઝ.
 • મૃત્યુ માણસને છીનવી લે છે…એની સાથે આપણે ગાળેલી સ્મૃતિઓને નથી છીનવી શકતું ..આપણે જીવીએ છીએ ત્યાં સુધી મૃત્યુ પામનારી વ્યક્તિની સ્મૃતિઓ પણ આપણી સાથે જીવે છે. …………અંકિત ત્રિવેદી.
 • જે વ્યક્તિ પોતાના માટે જીવે તેનું હંમેશા મરણ થાય છે અને જે વ્યક્તિઓ બીજાના માટે જીવે તેનું હંમેશા સ્મરણ થાય છે.
 • ડો. અબ્દુલ કલામ સાહેબે તેમનું મૃત્યુ કેવી રીતે થાય તેવી ઈચ્છા અંગે એક વખત કહ્યું હતું, ‘ હું ઓછામાં ઓછી પીડા સાથે, વિધાર્થીઓ વચ્ચે, પ્રેરણાદાયી પ્રવચન આપતા મૃત્યુ પામું તો ઈશ્વરનો આભારી રહીશ.’ ક્યારેય ઈશ્વર પાસે કશું ના માંગનારનું ઈશ્વરે સાંભળ્યું હતું.
 • મૃત્યુ એ જીવનનો અંત નથી……..ઓશો.
 • જીવનનું વ્યાકરણ પણ ઘણું અટપટું છે. ગમે ત્યાં અલ્પવિરામ, પૂર્ણ વિરામ કે આશ્ચર્ય ચિન્હ મૂકી દે છે.
 • શ્વાસની અપેક્ષાઓ તો જુઓ, ગમે તે કરો એક વાર તો રીસાવાનો જ.
 • જો કોઈ વ્યક્તિ એમ બોલે કે મને મૃત્યુનો ભય નથી તો કાંતો તે વ્યક્તિ ખોટું બોલતો હશે અથવા તો તે ગુરખો હશે. … ફિલ્ડ માર્શલ માણેકશા.
 • આપણો રાષ્ટ્રધ્વજ હવાની લહેરોથી નથી ફરકતો. પણ આપણા જે જવાનોએ દેશની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ આપી દીધા છે તેમના અંતિમ શ્વાસમાંથી ઉદભવેલી હવામાંથી આપણો રાષ્ટ્રધ્વજ ફરકે છે.
 • હું પાછો જરૂર આવીશ. કાંતો ત્રિરંગાને લહેરાવીને પાછો આવીશ. અથવા ત્રિરંગામાં લપેટાઈને પાછો આવીશ. કેપ્ટન વિક્રમ બત્રા. (પરમવીર ચક્ર સન્માનિત)
 • જે તમારા માટે જીવનભરની યાદગાર ઘટના છે તે અમારે માટે રોજની જિંદગી છે. (લેહ-લડાખ રાજમાર્ગ પર ભારતીય સેનાનું સાઈન બોર્ડ)
 • સારા લોકો જલ્દી મરી જાય છે એ વાત ખોટી છે. સારા લોકો બહુ જલ્દી જીવી નાખે છે. ચંદ્રકાંત બક્ષી.
 • ભવિષ્યની શોકસભાઓમાં આ રીતે શ્રદ્ધાંજલિ અપાતી હશે:
 • સ્વર્ગસ્થ બહુ જ ઉમદા જીવ હતા, હંમેશાં ‘ઑનલાઈન’ રહેતા. દરેકની ‘રિક્વેસ્ટ’ એક્સેપ્ટ કરતા અને કોઈનાય માટે ખરાબ ‘કમેન્ટ’ કરતા નહીં. એમની દરેક ‘પોસ્ટ્સ’ બહુ જાનદાર રહેતી અને એમણે ક્યારેય કોઈનેય ‘બ્લોક’ કર્યા નહીં એટલું જ નહીં દોસ્તોની ‘સેલ્ફીઝ’ને પણ દિલ ખોલીને ‘લાઈક્સ’ આપતા. અમીરો સાથે ‘શેર’ કરતા અને ગરીબોને ‘ટૅગ’ કરતા. છેલ્લી ઘડી સુધી તેઓ ફેસબુક પર જ હતા અને આંખો મીંચાઈ ત્યારે મોઢા પર માર્ક ઝકરબર્ગનું જ રટણ હતું!
 • યાદ મૂકી જવાનો આજ રસ્તો છે. કા એવું લખો કે લોકો તમારું લખેલું વાંચ્યા કરે અથવા એવું જીવો કે લોકો તમારે માટે લખ્યા કરે.
 • જીવનમાં ક્યારેય સત્તા કે સંપત્તિનો મોહ નાં કરવો. શતરંજની રમત પૂરી થયા પછી રાજા અને પાયદળને એક સાથે એક જ ડબ્બામાં નાખવામાં આવે છે. મૃત્યુ વખતે અમીર કે ગરીબને એક જ પ્રકારની ઠાઠડીથી બાંધવામાં આવે છે.
 • તમારા પુત્રો અને પેઢીને કઈક આપવા માંગતા હો તો એક વૃક્ષ વાવીને આ દુનિયામાંથી વિદાય લે જો કારણકે તમારી જીવનભરની બચાવેલી સંપત્તિ તેમને તો જ કામમાં લાગશે જો આ ધરતી પર વૃક્ષોનું અસ્તિત્વ રહ્યું હશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન
 • શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય તેનું નામ મોત. ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહી જાય તેનું નામ મોક્ષ.
 • Suicide is a permanent solution to a temporary problem. નાની સરખી વેદનાનો સામનો ન કરી આત્મહત્યા પસંદ કરીએ એ કાયરતા છે.
 • મૃત્યુ એ મહોત્સવ છે, દંડ નથી. જો તેને સજા માનીએ તો જિંદગીને પણ અપરાધ માનવો પડે.
 • જીવનનું અંતિમ સ્ટેશન સ્મશાન છે. અહીં દરેક વ્યક્તિની રાખ એક સરખી જ હોય છે. સ્મશાનનું મુલ્ય પણ મંદિર જેટલું જ હોય છે.
 • ન કદી જન્મ, ન કદી મૃત્યુ, only visited this planet earth – ઓશો.
 • શ્વાસના પ્રવાસનો વિસામો – મૃત્યુ
 • જીવનના અસ્ત સુધી મસ્ત, વ્યસ્ત અને જબરદસ્ત રહેવાય તેવી પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના.

મૌન

 • આ દુનિયાએ ઘણું સહન કર્યું છે, નહીકે ખરાબ લોકોના તોફાનથી પણ સારા લોકોના મૌનના કારણે ઘણું સહન કરવું પડ્યું છે. ……………………………..નેપોલિયન.
 • કામ કરનાર વ્યક્તિને દરિદ્રતાનો ભય હોતો નથી. મૌન ધારણ કરનાર વ્યક્તિને ઝગડાનો ભય હોતો નથી.
 • ખામોશેયા હી બહેતર હૈ. શબ્દો સે લોગ રુઠતે બહુત હૈ.
 • જીભ માત્ર ત્રણ ઇંચ લાંબી છે પણ તેમાં છ ફૂટના માણસને મારવાની તાકાત છે.
 • Being silent is a great way to let someone know they did something wrong.
 • તમારી ભાષા અને વાણી પર હંમેશા સયમ રાખો કારણકે તમારી ભાષા અને વાણી તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
 • તમે મૃદુભાસી બનો કારણકે દુનિયા તો ઘોંઘાટથી ભરેલી છે જ.
 • ભાષાનો જાદુ અદભુત છે. જેઓ ખુબ જ રફ ટોનમાં બોલે છે તેઓ મધ પણ નથી વેચી શકતા પરંતુ જેઓ મધુર વાણીમાં વાત કરે છે તેઓ મરચાં પણ આસાનીથી વેચી શકે છે.
 • તમે વાત કરો તો થોડું સારું લાગે. આ દુરનું આકાશ મને મારું લાગે.
 • તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે, તમે વાત કરો તો થોડું સારું લાગે. સુરેશ દલાલ.
 • ચાકુ, ખંજર, તીર અને તલવાર એકબીજા સાથે લડી રહ્યા હતા કે વધારે ઊંડો ઘા કોણ કરી શકે છે. ઝગડો અતિ ઉગ્ર સ્વરૂપે પહોચ્યો. આ બધાની પાછળ ‘શબ્દ’ શાંતિથી બેસીને હસી રહ્યો હતો.
 • इंसान “जन्म” के दो “वर्ष” बाद “बोलना” सीख जाता है लेकिन “बोलना” क्या है ये “सीखने” मे पूरा “जन्म” लग जाता है। शब्द अमूल्य है।
 • બે અજાણ્યા લોકો વચ્ચે નું મૌન, એક સબંધ નું સર્જન કરે છે…; પરંતુ બે જાણીતા લોકો વચ્ચે નું મૌન સબંધ તોડે છે…!!
 • મારા શબ્દો સાંભળી અને વાહ વાહ તો ઘણા કરે છે. પણ મારું મૌન સમજી ‘કેમ છે?’ પૂછનાર જો એક પણ મળે તો મને આ જિંદગીનો જરાય ડર નહીં રહે.
 • રિસાઈ ગયેલા મૌન કરતા બોલતી ફરિયાદ સારી.
 • બોલવું અને લખવું તે એક કળા છે પણ સાંભળવું તે તો સૌથી મોટી કલા છે.
 • જ્યારે આપણને મૌન કરી દેવાય ત્યારે જ આપણને આપણા અવાજની કિંમત સમજાય છે.
 • કોઈ સીમિત શબ્દના ભલે અસીમિત અર્થ હોય પણ આપણા બોલાયેલા શબ્દોથી કોઈને કષ્ટ પડવું નાં જોઈએ. જો એવું થતું હોય તો તેના કરતા પછી મૌન રાખવું સારું.
 • ધ્યાનથી જોઈએ તો આંખોથી સાંભળી શકાય છે અને ધ્યાનથી વાંચીયે તો મૌનથી વાંચી પણ શકાય છે.
 • તમે જાણતા હોવ તે બધું કહેશો નહીં અને તમે જે કહો તેના વિશે બધું જ બરાબર જાણી લેજો.
 • મૌનનો અર્થ છે પરમ શાંતિની આરાધના. જુઠા, બોદા, અર્થહીન અને ખડખડાટ કરતા શબ્દોના શોરબકોરમાં પરમ શાંતિનો અનુભવ મૌન જ કરાવે છે. આપણા કાને અથડાતા અને આપણા દ્વારા બોલાતા શબ્દોથી ઉદભવતું પ્રદુષણ શાંતિનો અનુભવ થવા દેતું નથી. મૌન અજબ પ્રકારના એકાંતની ભેટ આપે છે. મૌન દ્વારા આપણે સામેની વ્યક્તિને સાચી રીતે સાંભળી શકીએ છીએ. ખરેખર તે શું કહેવા માંગે છે તે ખરેખર સમજી શકીએ છીએ. આપણા બધાની ભીતર પ્રગાઢ શાંતિ મળે તેવી પવિત્ર જગ્યા આવેલી છે. આ જગ્યાનું પ્રવેશદવાર મૌન છે. વિનેશ અંતાણી – ડૂબકી – દિવ્યભાસ્કર – ૨૯/૦૪/૨૦૧૮
 • બોલનાર માટે સૌથી અઘરી દલીલ સામેના માણસનું મૌન છે જેનો પ્રતિકાર કરવો સૌથી મુશ્કેલ છે.
 • મેડીકલ સાયન્સમાં એવું કહેવાય છે કે, ‘જીભમાં થયેલી ઈજા સૌથી ઝડપથી રૂઝાય છે.’ પણ અનુભવ એવું કહે છે કે, ‘જીભથી થયેલી ઈજા જિંદગીભર રૂઝાટી નથી.’

યાદ

 • તમે ખાલી ખાલી યાદ આવો તો પણ અમને ભરેલું લાગે છે.
 • ઇન બોક્સમાં ઝાઝું નાં રાખવું. એ ‘મોબાઈલ’ હોય કે પછી ‘આપણું મન’
 • કોણે તમને દુઃખ પહોંચાડ્યું તેને યાદ રાખવું જરૂરી નથી પણ દુઃખમાંથી બહાર કાઢી પછી કોણે હસતા શીખવાડ્યું તેને જરૂરથી યાદ રાખજો.

યાદગાર ક્ષણો

 • Make your life a collection of breathtaking moments. Collect moments not things.
 • કેવાં હતાં આપણે બધા પાસે-પાસે. જો ને નીકળી ગયા સહુ જિંદગીના પ્રવાસે. માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા…ઉડવા માટે પાંખ છે એ જ ભૂલી ગયા.
 • જીવનની વહી જતી સુંદર યાદોને થીજાવી દેવાનું માધ્યમ છે ફોટો. ફોટો જીવનની સુંદર યાદોને ફ્રેમમાં મઢી આપે છે. એ જ યાદો જીવનમાં આગળ વધવાનું બળ પણ ક્યારેક પૂરું પાડે છે.
 • સારી યાદોનો ક્યાં ‘અંત’ જ હોય છે સહેજ પ્રયત્ન કરો એટલે ‘જીવંત’ જ હોય છે.
 • બર્થ ડે, એનિવર્સરી, કે નાની મોટી સફળતા વખતે જ્યારે તમે તમારા સ્વજનને વીશ કરો છો ત્યારે તેઓની સાથે વાત કરતી વખતની ક્ષણોના સમયે જ તમે પુરેપુરા જીવંત હોવ છો. આ વિશ કરવાથી તેઓના કરતા તમને ફાયદો વધુ છે.

યુધ્ધ

 • શાંતિના દૂત ગણાતા કબૂતરોને યુદ્ધ એટલે શું એની ખબર નથી હોતી એટલે તો તેઓ તોપના મોઢામાં પણ માળો બાંધીને રહે છે.

યુવાની

 • યુવાનીની કસરત કરતાં યુવાનીની કરકસર બુઢાપામાં વધુ ઉપયોગી નીવડે છે.

લક્ષ્ય

 • જેવી તમારી નજર લક્ષ્ય પરથી હટે છે કે તમને તમામ પ્રકારની અડચણ દેખાવા માંડે છે. હેન્રી ફોર્ડ.
 • લક્ષ્યાંક ક્યારેય અડધા રસ્તે પહોંચીને છોડી નાં દેવું, કારણકે પાછા ફરવામાં તમારે એટલું જ અંતર કાપવું પડશે જેટલું અંતર લક્ષ્ય સુધી પહોચવામાં બાકી હોય.
 • લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે SCALE, SKILL અને SPEED નું કોમ્બીનેશન વધુ ફાયદો કરે છે.
 • નાની અનુપસ્થિતિ લક્ષ્ય મેળવવા માટે ફાયદાકારક હોય છે.
 • હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરી તેના શિખર પર આરોહણ કરતો જાઉં તેમ શિખરને ઊંચું ને ઊંચું કરતા રહેજો, જેથી જુ ટોચે કદી પહોંચું જ નહીં – કેમકે ટોચ પર પહોંચ્યા પછી કોઈ પણ દિશામાં પગલું ઉતરાણનું હોય છે.
 • જ્યારે તમારા લક્ષ્ય માટે તમે પુરા પ્રતિબદ્ધ હોવ અને એના માટે કોઈ પણ હદે જવા તૈયાર હોવ તમારું લક્ષ્ય પુરૂ થવા માટેના સંજોગો, પરિસ્થિતિઓ અને લોકો આપોઆપ તમારી તરફ આકર્ષાશે. જો તમે નક્કી જ કરી લીધું હોય કે તમારે બેસ્ટસેલિંગ લેખક બનવું જ છે તો કોઈ દિવસ ઓચિંતા જ આવતાજતા તમે એક લિટરરી એજન્ટ સાથે ટકરાઈ જશો અથવા ટીવી પર કોઈ એવો પ્રોગ્રામ દેખાશે કે તેમાં તે જ વિષય પર તમને જાણકારી મળશે. એવું ન હતું કે પહેલા આ સાધનો ઉપલબ્ધ ન હતા પણ પહેલા તમારૂ તે તરફ ધ્યાન જતું ન હતું. જ્યારે તમે કોઈ કામ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ થઈ જાવ છો અને તનમનથી તે કામ પુરૂ કરવા માટે એકાકાર થઈ જાવ છો ત્યારે તમે તમારા મગજમાં પણ એક ફોટો પાડી લો છો કે આ કામ કેવી રીતે પુરૂ કરવાનું છે. પછી મગજ તે જ દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે. બધા આયોજન અને પરિસ્થિતિઓ પણ ચુંબકની જેમ તમારી તરફ આકર્ષાય છે. પરિણામે તમારા મગજમાં પાડેલો ફોટો વાસ્તવિક સ્વરૂપ લેવા માંડે છે. આ પ્રક્રિયા રાતોરાત પૂરી થતી નથી. તેના માટે હંમેશા સક્રિય રહેવું પડે અને અવસર શોધતા રહેવા પડે. જ્યાં સુધી તમે સંપૂર્ણ કમિટેડ નાં હોવ તો તમારા મનમાં એક ખચકાટ રહે છે જેને લીધે પાછા વળવાની અને કામ અપૂર્ણ રહેવાની શક્યતા વધી જાય છે. પણ જો તમે કામ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવ તો ચોતરફથી મદદ પણ મળવા લાગે છે. (દિવ્યભાસ્કર : ૨૪/૧૨/૨૦૧૭)
 • તમારા લક્ષ્યને સાવ સહેલું પણ ના રાખો અને અસંભવ લાગે તેટલું અઘરું પણ ના રાખો. શરૂઆતમાં લક્ષ્યને તમારી પહોંચથી થોડું ઉપર રાખજો. જેમ જેમ આગળ વધતા જશો તેમ લક્ષ્યને પામવાના તમારા પ્રયત્નો વધુ યોગ્ય થતા રહેશે. ધીરે ધીરે લક્ષ્ય તમને સ્પષ્ટ દેખાવા લાગશે. હજુ જેમ જેમ નજીક જતા જાઓ તેમ તેમ લક્ષ્યને થોડું થોડું ઉપર ઉઠાવતા રહો. આમ કરતા કરતા ગમે તેટલા ઉચ્ચ લક્ષ્યને પણ તણાવ વગર તમે હાંસલ કરી શકશો.
 • જ્યારે તમને જીવનમાં એવું લાગે કે ધારેલું લક્ષ્ય પ્રાપ્ત નથી થતું ત્યારે દુરના, અનિશ્ચિત અને મોટા કામોને છોડીને નજીકના, નાના અને નિશ્ચિત કાર્યોને હાથમાં લેવાનું મુખ્ય ધ્યેય રાખવું જોઈએ.
 • મધદરિયે ગતિ કરતું જહાજ જો તોફાનમાં સપડાય તો ક્યારેય તેને અટકાવી ન દેવાય અને પાછુ પણ ન વળાય. પવનની દિશા પર ભલે આપણું નિયંત્રણ ન હોય પણ સઢની દિશા અને દશામાં અનુકુળ ફેરફાર કરી લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ જ વધવું જોઈએ.

લગ્ન, લગ્નજીવન

 • In a happy marriage it is the wife who provides the climate, the husband the landscape.
 • દાંપત્ય નો અર્થ નર અને નારીનું મિલન એવો નથી પણ સામાજિક કર્તવ્યો સમર્પિતતા સાથે પૂર્ણ કરવા માટે બે આત્માનું સંગમતીર્થ.
 • લગ્નજીવનમાં પ્રમાણિકતા હોય તો પતિપત્ની વચ્ચેના સંબંધોની વિશુદ્ધ ગુણવત્તા અને સુગંધની મહેંક સતત અનુભવાતી રહે છે.
 • પતિને સુધારવા પત્ની વર્ષો સુધી મહેનત કરતી રહે છે. અને જ્યારે સફળતા મળે છે ત્યારે તે કહે છે ‘હવે તે પહેલા જેવા નથી રહ્યા.’
 • in relationship it is the similarities between you that bring you together, but only the differences keep you together.’
 • હાથ પકડીને ચાલવા પુરતું નથી આજીવન, પકડેલો હાથ છોડવો નહીં એનો મતલબ છે જીવન. જર્ની પટેલ – સુરત.
 • સફળ લગ્નજીવન માટે સ્ત્રીએ તેની ભાભી, નણંદ, દેરાણી અને જેઠાણી સાથે મિત્રતા કેળવવી પડે.
 • જે સ્ત્રી પોતાના પતિની જવાબદારીઓને પણ બિનશરતી પ્રેમ કરે તે પતિની સફળ થવાની શક્યતાઓ ખુબ વધુ હોય છે. તેઓનું લગ્નજીવન પણ સફળ હોય છે.
 • પ્રેમના અભાવે નહીં પણ મૈત્રીભાવના અભાવે લગ્નજીવન મુરઝાઈ જતું હોય છે.    નિત્સે
 • પતિપત્નીએ એકબીજાના પોષક બનવું જોઈએ, શોષક નહીં. રંગ અવધૂત.
 • ભારતની ફિમિલી કોર્ટમાં ચાલી રહેલા ડિવોર્સના કેસોમાં એક વાત સમજવા જેવી છે. ૬૦% ડિવોર્સના કેસોમાં પતિ-પત્ની પાંચ વર્ષથી જૂની બાબતોમાં ઝગડ્યા હોય અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હોય તેવું જાણવા મળ્યું. આનો અર્થ એ કહી શકાય કે લગ્નજીવનમાં તાણ ટાળવા માટે પતિ અને પત્નીએ જે સમયે એકબીજાની જે વાતનું ખરાબ લાગ્યું હોય તે એકબીજાને કહી જ દેવું જોઈએ. આનાથી બે ફાયદા થાય છે. એક, મનમાં રહેલો ગુસ્સો કે અણગમો સમયસર બહાર આવી જશે તો વટવૃક્ષ નહીં બને. બીજો ફાયદો, તરત જ કહેવાયેલી વાતને લીધે સામેની વ્યક્તિને સુધરવાની અને પોતાના વર્તનમાં સુધારો કરવાની પુરતી તક મળે છે.
 • સંબંધોના લીસ્ટમાં સૌથી વધુ અપેક્ષા, ઉપેક્ષા અને અવહેલના લગ્નજીવનમાં થતી હોય છે. એક સમયે આપણે જેને માટે કઈ પણ કરવા તૈયાર હતા તેને હવે નાની ભૂલ માટે પણ માફ કરવા તૈયાર હોતા નથી. લગ્નજીવનમાં વર્ષો ઉમેરાતા જાય એમ નિર્જીવતા જાણે અજાણે આવતી જાય છે. સંબંધને જીવંત રાખવાનો પ્રયત્ન બંને પક્ષે થવો જોઈએ. એક છત નીચે ‘આપણે’ રહેવાનું છે ‘હું’ અને ‘તું’ એ નહીં.
 • અભિનેત્રી શર્મિલા ટાગોર અને ક્રિકેટર મન્સુર અલીખાન પટોડીના લગ્ન આદર્શ સેલિબ્રીટીના લગ્ન ગણાય છે. શર્મિલા ટાગોર બંગાળના ચુસ્ત બ્રામણ પરિવારમાંથી હતા. મન્સુર અલીખાન પટોડી નવાબી મુસ્લિમ પરિવારમાંથી હતા. એક પત્રકારે શર્મિલા ટાગોરને પૂછ્યું હતું કે જુદીજુદી સામાજિક હેસિયત અને જુદા ધર્મ હોવા છતાં તમે લગ્નજીવનમાં એડજસ્ટ અને સફળ કેવી રીતે થયા? શર્મિલા ટાગોરે જવાબ આપ્યો હતો કે, “તમને જે તફાવત દેખાય છે તેનો તો મને અનુભવ પણ નથી થતો. મન્સુર અલીખાન અને તેના પરિવારના બધા ખુબ ભલા અને સારા છે. મને મારી દાદીએ એક શિખામણ આપી હતી કે બેટા લગ્નજીવનમાં ક્યારેક જરૂર પડે તો જે સ્ત્રી પતિ સામે હારી જાય તે જિંદગી જીતી જાય છે. બસ મારું લગ્નજીવન સરસ ચાલે છે.”
 • રાહુલ ગાંધીએ એક વખત કહ્યું હતું કે, ‘પરિપકવ થઈશ પછી લગ્ન કરીશ. પણ ભાઈ લગ્ન કરી લે પછી પરિપકવ થવાશે. લગ્ન માટે એક જ જરૂરી વસ્તુ છે એ ઉમર.’ વિનોદ ભટ્ટ.
 • પતિ અને પત્નીએ એકબીજાની ભૂલોને માઈક્રોસ્કોપમાં શોધવાની હરીફાઈ ક્યારેય કરવી ના જોઈએ. આ હરિફાઈમાં થતી જીત એ પ્રેમની હાર હોય છે.
 • પતિત્વ અને પત્નીત્વને ઝડપથી વાસી ન થવા દેવું જોઈએ.      ગુણવંત શાહ
 • માણસો બંને સારા હતા, ફક્ત એકબીજા સાથે રહી ના શક્યા,
 • પોતાની રીતે આગળ આવ્યા, પણ એકબીજાના ના થઈ શક્યા,
 • પોતાના જીવનમાં ઘણું વેઠયું, પણ એકબીજાને સહી ના શક્યા,
 • જ્યારે જે સત્ય કહેવાનું હતું, એ બંને એકબીજાને કહી ના શક્યા,
 • આખું વિશ્વ સાથે ફર્યા, પણ એકબીજાના દિલમાં જઈ ના શક્યા,
 • પોતાની પૂરી કરી, પણ એકબીજાની જવાબદારી લઈ ના શક્યા,
 • બધું જ કર્યું, પણ ખરે વખતે એકબીજાને સાથ દઈ ના શક્યા,
 • સંસાર સાગરમાં પડ્યા સાથે, પણ એકબીજા સાથે વહી ના શક્યા,
 • પ્રેમના વરસાદમાં ભીના તો થયા, પણ એક સાથે ભીંજાઈ ના શક્યા,
 • એટલા તો તૂટી ગયા કે ફરીથી એકબીજા સાથે સંધાઈ ના શક્યા,
 • ઘર તો ખુબ મોટું હતું, પણ બંને એમાં સાથે સમાઈ ના શક્યા,
 • ફર્નિચર નવું કર્યું, પણ એકબીજા માટે એ બંને બદલાઈ ના શક્યા.         મૃગાંક શાહ
 • એક ઉંમર પછી જીવનસાથી જ્યારે પૂછે કે દવા ખાધી? ત્યારે એ આઈ લવ યુ કરતા પણ વધુ હેત ઉપજાવે છે.
 • સફળ લગ્નજીવન માટે જરૂરી સાચા પ્રેમના ચાર શબ્દો ..’તું જેમ કહે તેમ’ આ શરણાગતિ નથી…..પરંતુ સમજણપૂર્વકનું સમર્પણ છે.
 • લગ્નજીવન નિષ્ફળ જવાનું કારણ એ નથી હોતું કે પતિપત્નીને બનતું નથી પરંતુ એ કારણ હોય છે કે તેઓ સારા મિત્રો નથી હોતા.
 • લગ્નજીવન ટકી રહેવા માટે પતિપત્ની એકબીજા સાથે કેટલા માનસિક અને ભાવનાત્મક રીતે જોડાયેલા છે તેના પર આધાર છે. શારીરિક આકર્ષણ થોડા વર્ષોમાં ઘટી જશે પણ માનસિક અને ભાવનાત્મક આકર્ષણ વર્ષો સુધી ટકી રહેશે.
 • જ્હોન ગ્રે નામનાં લેખકે તેમના એક પુસ્તકની ટેગલાઈનમાં લગ્નજીવનનો સાર આ રીતે લખ્યો હતો, ‘ન તમે તેમની સાથે રહી શકો, ન તમે તેમના વિના રહી શકો.’
 • લગ્નજીવનમાં બધા જ દિવસો સારા નથી હોતા. બને કે પતિ-પત્નીને થોડું બોલવાનું બને. આમાં અગત્યનું એ છે કે પતિએ પત્નીના અને પત્નીએ પતિના માતા, પિતા, ભાઈ-બહેનને વચ્ચે નાં લાવવા. તેમની સારી-નરસી વાતો અને તેમની સ્વભાવગત સમસ્યાઓને વચ્ચે નાં લાવવી. કોઈ પણ સંજોગોમાં આ સંબંધોનું ગૌરવ જળવાય તે ખુબ જ અગત્યનું છે.
 • દીકરીને વિદાય વખતે મા એ તેને બાથમાં લઇ ચૂમી લીધી અને બોલી, ‘બેટા મારું ઘર અત્યાર સુધી તે દિપાવ્યું….હવે સાસરું દિપાવજે. સાસરીમાં ગમે તેટલું દુઃખ હોય, પણ તું હિંમત હારીશ નહીં. દુઃખનો સામનો કરજે, દીકરી. બધું ધીરે ધીરે એક દિવસ શાંત થઇ જશે. સમય ક્યાં વીતી જાય છે તે ખબર જ નથી પડતી.’ દીકરીએ આંસુ લુછી સ્વસ્થ થઇ તે બોલી , ‘માં તે બાવીસ વર્ષે જીભ ખોલી.’
 • પત્નીની માંદગી તેના પતિની લગ્નભાવનાની કસોટી છે. સ્ત્રી માંદી પડે ત્યારે તેનો પતિ તે પિયર જાય તેવી મનમાં ઈચ્છા રાખતો હોય છે. ‘તું તારા પપ્પાના ઘરે જઈને થોડા દિવસ આરામ કરીને આવ’. પત્ની માંદી હોય ત્યારે જ તેને પિયર જવાની રજા આપવી તે દાંપત્યજીવનની સૌથી કરુણતા કહી શકાય. પુરુષને એ સવાલ થવો જોઈએ કે પોતે માંદો પડે છે ત્યારે તે કોઈના ઘરે ચાલ્યો જાય છે? તો સતત પોતાના ઘર માટે પોતાની જાત ઘસી નાખનાર સ્ત્રીને તે માંદી પડે ત્યારે ઘર શા માટે છોડવું પડે? માંદી પત્નીને પિયર મોકલવી તે લગ્નભાવનાનું અપમાન છે. હિંદુ સંસારમાં તો ગરીબ માબાપ પણ પુત્રીને ઘરે લાવી પોતાનાથી બનતી બધી જ સારવાર કરશે. પણ દામ્પત્યધર્મ સમજતો પુરુષ નમ્રતાથી કહી શકે છે કે તેને લઇ જવા માટે થોડા દિવસની રાહ જુઓ, તે સારીસાજી થાય પછી હું જરૂરથી થોડા દિવસ મોકલીશ જેથી તમે આનંદથી રહી શકો. આ વાક્યો પત્નીના મનમાં પતિ માટે ઊંડો આદરભાવ જન્માવશે. માંદગીના બિછાને પડેલા જીવનસાથીનું પણ સાનિધ્ય જેને ગમે છે તેઓ દામ્પત્યજીવનની શોભા વધારે છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન ડીઝરાયેલિએ વૃધ્ધ બીમાર પત્નીની ઘણી સેવા કરી. આભારવશ પત્નીએ મરતા મરતા કહ્યું, ‘તમારી ચાકરી નાનકડો પણ બદલો આપી શકું એટલું સ્વાસ્થ્ય ઈશ્વર થોડા દિવસ માટે પણ મને આપશે તો હું ધન્ય થઇ જાઉં.’ ભૂપત વડોદરિયા
 • લગ્નજીવનમાં ૫૦% તમારા પાર્ટનરને કન્વિન્સ કરવામાં ગાળો. ૨૫ % તું જેમ કહે તેમ તેનું માની લેવું. ૨૫% જ્યાં તમને લાગે કે નૈતિક રીતે તમે ખોટા નથી અને એ મુદ્દામાં તમારો પાર્ટનર માનવાનો પણ નથી. તે તેને નાં જણાવો. દા.ત તમારા માતાપિતા માટેની ફરજો, અમુક મિત્રોને મળવું કે અમુક સામાજિક કામ.
 • લગ્ન એ આપણે જે ઘરે જઈએ છીએ ત્યાં જે વસ્તુ નથી તે આપવા માટે છે.
 • સ્ત્રી માટે લગ્ન ત્યાગ, તપ, સહનશીલતા માટે છે. જે સ્ત્રી લગ્ન પછી આ કરશે તે વર્ષો પછી પ્રેમ, આદર મેળવી શકશે.
 • લગ્ન પતિના ઘરને આદર આપવા માટે છે.
 • જે જતું કરવું પડે તેને સમાધાન (compromise ) નહીં પણ સમજણ પૂર્વકનો ત્યાગ માનવો.
 • કઠિન પરિસ્થિતિમાં પણ સાસરી પક્ષનું ગૌરવ જાળવવું.
 • તું તું મૈ મૈ થાય તો મૌન રાખવું કશું સાબિત કરવાની ભાવના રાખવી નહીં.સહજીવનની સફળતા એકબીજાની સામે આંખમાં આંખ પરોવવામાં નથી પરંતુ એકબીજાની સાથે બેસી એક જ દિશામાં આંખ દોડાવવામાં છે. ( હંસલ ભચેચ )
 • બંને પક્ષે જીદનું સર્જન એટલે સંબંધોનું વિસર્જન.
 • એક મેરેજ કાઉન્સેલર પાસે કેસ આવ્યો હતો. પતિનું કહેવું હતું કે હું ઓફિસેથી થાક્યો પાક્યો ઘરે આવું ને મારી પત્ની મારી માતાની ફરિયાદો તૈયાર લઈને જ ઉભી હોય. મને ખુબ કંટાળો અને ત્રાસ થાય છે અને હવે સહન નહીં થાય. હું હવે વધુ મારી પત્ની સાથે રહી શકું તેમ નથી. કાઉન્સેલરે જાણી લીધું કે પતિ-પત્ની એકબીજાને ખુબ પ્રેમ કરે જ છે પણ પતિ તેની માતા વિશે સાંભળી શકતો નથી. કાઉન્સેલરે બંનેને બોલાવ્યા. શાંતિથી સાંભળ્યા ત્યારબાદ વારાફરતી બંનેને એકલા મળ્યા. પતિને કહ્યું, ‘તમે ખરેખર નસીબદાર છો કે ખુબ સમજુ પત્ની મળી. તમારી પત્નીએ તમારી માતાની ફરિયાદો રજુ કરવા માટે તમને જ યોગ્ય વ્યક્તિ માન્યા. બાકી અન્ય સ્ત્રીઓ તો આખા ગામમાં લોકોને કહેતી ફરતી હોય છે. જ્યારે તમારી પત્નીએ તમારા ઘરની વાત કોઈને કહી નહીં અને તમે જ તેનું શ્રેષ્ઠ નિરાકરણ લાવી શકશો તેવી આશા રાખી હતી. આખો દિવસ ઘરમાં જ રહેતી અન્ય ઘરનું બધું જ સંભાળી લેતી પત્નીનું માનસિક દબાણ તમારે થોડું સમજવું જોઈએ.’ પતિને પોતાની ભૂલ સમજાઈ. ત્યારબાદ પત્નીને કાઉન્સેલર મળ્યા. તેમણે તેમના સંતાન વિશે પૂછ્યું. પત્નીએ કહ્યું એક દસ વર્ષનો બાબો છે. તેના સ્વભાવ અને ટેવો વિશે વધુ ઊંડાણમાં પૂછતા કાઉન્સેલરને જાણવા મળ્યું કે છોકરો તેની માતાને ખુબ હેરાન કરતો હતો. કશું સાંભળે નહીં. આડાઅવળા ટાઈમે ઉઠે-જમે. તો પણ તેની માતા બધું સહન કરે. કાઉન્સેલરે તેની માતાને કહ્યું કે  આ બાળક મોટો થશે ત્યારે પણ તેની માતાએ તેના માટે કેટલું સહન કર્યું તે યાદ રહેશે. પેલા બહેને કહ્યું, ‘યાદ રહેવું જ જોઈએ કે તેની માતાએ તેના માટે કેટલો ભોગ આપ્યો છે.’ કાઉન્સેલરે કહ્યું, ‘પણ તેની પત્ની તમારા વિશે ફરિયાદો કરશે તો તેણે વધુ તેની પત્નીનું સાંભળવું પડે કે તમારું.?’ બહેનને તરત જ સમજાવ્યું કે દરેક દીકરાને તેની માતા માટે વિશેષ ભાવ હોય જ નાનપણના પોતાના પરના માતાના ઉપકારોને કોઈ પણ બાળક ભૂલી શકતો નથી. બંને જણાએ અઠવાડિયા બાદ મળવાનું હતું પણ અઠવાડિયા પછી બન્નેનો કાઉન્સેલર પાસે ફોન આવી ગયો કે અમે બંને અમારી ભૂલો સમજી ગયા છીએ. અને હવે એકબીજા સાથે ખુબ ખુશ છીએ.

લાગણી

 • કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે રમશો નહિ કારણકે કદાચ ત્યારે તમે એ રમતમાં જીતી જશો પણ એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવનમાંથી ખોઈ બેસશો. ……………………..સેક્સપીયર.
 • ક્યાંક એવું તો નથીને કે લખાય છે લાગણીઓ અને વંચાય છે શબ્દો.
 • લાગણીએ સહી વિનાનો સંબંધનો બાયંધરી પત્ર તેમજ જીવનનો લય છે. લાગણી ભાવ સમાધિનું નર્તન છે. સંબંધો શ્વસી રહેલા માણસના શ્વાસનું કિર્તન છે. લાગણી માણસને હડસેલે, પંપાળે, પીડા આપે અને સ્મિત પણ આપે છે. અદિતિ પાઠક
 • લાગણી મનુષ્યને એક તાંતણે બાંધે છે. આપણી લગોલગ તોળાતું અસ્તિત્વ આપણને કોઈ અગમ્ય તાંતણાથી જોડી રાખવાનું કામ કરે છે. અભિષેક અગ્રાવત
 • જ્યારે ‘લાગણી’માં માંગણી ઉમેરાય ત્યારે પ્રેમ ઘટતો જાય છે અને શરતો વધતી જાય છે. અંકિત ત્રિવેદી

વજન

 • ફાંદ હોવી તે કાયદેસરની ડાયાબિટીસ આપતી બીજી પત્ની છે.
 • વજન, આનુવંશિકતા, ખાઉધરાપણું, કસરતનો અભાવ તે ચાર પાયાથી રચાયેલા મકાનનું નામ ડાયાબિટીસ છે.
 • જીવન તો હલકું જ છે. વજન તો ઈચ્છાઓનું જ છે.

વડીલો

 • યુવાનો બધા નિયમો ભલે જાણે, પરંતુ વડીલો નિયમો ઉપરાંત અપવાદો પણ જાણતા હોય છે.
 • વડીલોને મળવા નાં જવાનું હોય તેમના દર્શન કરવા જવાનું હોય.
 • જેમ ચાર્જર વિના ફોન નકામો છે તેમ વડીલો વિનાનું ઘર નકામું છે.

વરદાન

 • ગણાતાં હો ભલે હલકાં છતા વરદાન પામ્યા છે, પગરખાં પણ અમારા દેશમાં સન્માન પામ્યા છે. વજુભાઈ પુનાણી.

 

 1. વર્તન (attitude)
 2. વહેમ
 3. વચન
 4. વાંચન
 5. વિચાર (ચિંતન), ઈચ્છાશક્તિ
 6. વિજ્ઞાન અને ધર્મ
 7. વિરોધ
 8. વિશ્વાસ
 9. વેર
 10. વ્યક્તિત્વ
 11. વ્યસન
 12. વ્યસ્ત
 13. વ્યસ્તતા
 14. શક્તિ, ક્ષમતા
 15. શંકા
 16. શાંતિથી કામ કરવું
 17. શિક્ષક
 18. શિક્ષણ
 19. શીખવું
 20. સુભેચ્છા
 21. શોધ
 22. શ્રધ્ધા
 23. સ્વાર્થ
 24. સફળતા
 25. સમર્પિતતા
 26. સમસ્યા
 27. સરળતા
 28. સર્જન (creation)
 29. સહન કરવું
 30. સત્ય
 31. સંકલ્પ
 32. સંગીત
 33. સંસ્કૃત
 34. સમય
 35. સંતોષ
 36. સંપત્તિ, આવક, કમાણી
 37. સંબંધો
 38. સંસ્કાર
 39. સાદગી
 40. સિધાંતો
 41. સુખ
 42. સુંદરતા (રૂપ)
 43. સુંવાળપ
 44. સૂર્યપ્રકાશ
 45. સેતુ
 46. સેવા
 47. સ્વપ્ન (dreams)
 48. સ્વભાવ
 49. સ્વીકાર
 50. હક્ક
 51. હાર, પરાજય
 52. હાસ્ય
 53. હિત
 54. હિંમત
 55. હું (myself)
 56. હ્રદય
 57. ઈચ્છાશક્તિ

વર્તન (attitude)

 • Two things define you. Your patience when you have nothing and your attitude when you have everything.
 • Height of candles may different but they yield the same brightness. It’s not your position but your ability and attitude that actually makes you shine.
 • જીવનમાં સૌથી વધુ ‘તમે-આપ’ શબ્દનો ઉપયોગ કરો. થોડો ઓછો ‘હમ-આપણે’ શબ્દનો ઉપયોગ કરો અને સૌથી ઓછો ‘હું’ શબ્દનો ઉપયોગ કરો.

વહેમ

 • વહેમ છે સમંદરને કે એની ગહેરાઈથી સહુ ડરે છે. બાકી એક ટીપું તેલ પણ એની સપાટી પર જ તરે છે.
 • વહેમ બધાને જુદા કરે છે જ્યારે વિશ્વાસ બધાને ભેગા કરે છે.
 • વચન
 • જ્યારે ખુબ ગુસ્સામાં હોવ ત્યારે તમે કોઈને જવાબ ના આપશો અને જ્યારે ખુબ આનંદમાં હોવ ત્યારે કોઈને વચન ના આપશો.

વાંચન

 • કોઈ પણ વ્યક્તિના જીવનના દર્દને સહન કરવામાં જ્ઞાન, સંગીત અને સાહિત્ય હંમેશા મદદે આવતું જ હોય છે.
 • સારા પુસ્તકો અને સારા માણસો તરત સમજાતા નથી તેઓને વારવાર વાંચવા પડે છે.
 • માણસમાં પ્રેરણા, પરિવર્તન, પથદર્શન, તાજગી અને આનંદ પ્રમોદનો સર્વોત્તમ સ્ત્રોત વાંચન છે.
 • વાંચન આંખની નજરને દ્રષ્ટી આપે છે. મનને મનોબળ આપે છે. હૈયાને હામ આપે છે. પગને ગતિ આપે છે અને સમગ્ર ચેતાતંત્રને તરવરાટ આપે છે. અક્ષરની આ ઓળખ જિંદગીભર ભોમિયો બની જાય છે. શબ્દો, વાક્ય, ફકરા, પાનાં અને પ્રકરણથી રચાતી  આ સંઘયાત્રા જીવનના શૂન્યવકાશને ખો આપતી રહે છે. વિચારોનું શુદ્ધિકરણ વાંચનની પ્રયોગશાળામાં થતું રહે છે.
 • ઘરમાં લક્ષ્મીની કૃપા ના હોય તો એક સમયે ચાલે પણ સરસ્વતીની કૃપા તો જરૂર હોવી જોઈએ.

વિચાર (ચિંતન)

 • બહું વિચારીને ના જીવો પણ જીવીને વિચારો.
 • જ્યારે તમે એકલા (એકાંતમાં) હોવ ત્યારે તમે તમારા વિચારો પર સંયમ રાખો અને જ્યારે તમે લોકો સાથે સમુહમાં હોવ ત્યારે તમે તમારા શબ્દો પર સંયમ રાખો.
 • ચિંતન એટલે મૌલિક વિચાર, તેમાં ઉધાર લીધેલા વિચારો અને સંદર્ભો નાં ચાલે. મૌલિક વિચારથી જ ચિંતન ખીલી ઉઠે છે. શબ્દચાતુર્યથી માણસ તેની અસલિયત છુપાવી શકશે પણ માણસનું વ્યક્તિત્વ ચિંતનથી જ પ્રકાશી ઉઠે છે.
 • જે માણસની પાસે વિચારોનો આંતરિક વૈભવ છે, એણે મનની શાંતિની શોધમાં અહીં તહીં ભટકવું પડતું નથી.
 • શુભ વિચારોનું આયુષ્ય ખુબ ટૂંકું હોય છે. તે રવાના થઈ જાય તે પહેલા તેને અમલી બનાવી દેવા. આચાર્ય  વિજયરત્નરાજ સૂરિજી
 • મારી પાસે એક સફરજન હોય અને તમારી પાસે પણ એક સફરજન હોય અને જો આપણે તે એકબીજાને આપીએ તો બંને પાસે એક સફરજન રહે છે. પણ જો મારી પાસે એક વિચાર હોય અને તમારી પાસે એક વિચાર હોય અને જો આપણે બંને તે એકબીજાને આપીએ તો બંને પાસે બે વિચાર રહે છે. જ્યોર્જ બર્નાડ શો.
 • આપણે જે વિચારીએ છીએ તે થઈને જ રહે છે. તેમાં ક્યાંય પણ અતિશયોક્તિ નથી. આપણે વિચારેલું ત્યારે જ ના થાય જ્યારે આપણને તેમાં શંકા હોય. આપણે જે વિચારીએ તેમાં આત્મવિશ્વાસ હોય, ધીરેજ હોય, વિચાર્યા પછી તે જ પથ પર હકારાત્મક રીતે ચાલવાની શક્તિ હોય તો કલ્પવૃક્ષની જેમ આપણી બધી ઈચ્છા પૂરી થાય જ. જે માહિતી આપણે ઈનપુટ કરીએ તે જ માહિતી આઉટપુટ સ્વરૂપમાં આપણને મળે છે.

વિજ્ઞાન અને ધર્મ

 • વિજ્ઞાન, શોધ અને સંશોધનોમાંથી નીપજતો વિકાસ માનવ જગતને સુખ નહીં આપે. સ્થુળની સાથે સુક્ષ્મ સુખ, પરમ આનંદ અને માનવ ધર્મ સાથે જોડાશે તો જ વિશ્વ જીવવા લાયક બનશે. વિજ્ઞાન સાથે અધ્યાત્મ જોડાય તો જ વિશ્વ ‘ લીવેબલ પ્લેનેટ ‘ બનશે. ડો.એ.પી.જે.કલામ.
 • કલામ સાહેબ અને પ્રમુખ સ્વામીની દોસ્તી ધર્મ અને વિજ્ઞાનના મિલનની અદભુત ઘટના હતી. પ્રમુખ સ્વામીને અંગ્રેજી નહોતું આવડતું. કલામ સાહેબને ગુજરાતી નહોતું આવડતું પરંતુ જ્યાં અંતરાત્માએ જ ગોષ્ઠી કરી દીધી હોય ત્યાં ભાષા ગૌણ બની જતી હોય છે.
 • આજના વિજ્ઞાને સમય બચાવવાના સાધનો આપ્યા પણ સમયનો દુરુપયોગ અટકાવવાની સમજ ન આપી. આચાર્ય વિજયરત્ન રાજ સુરી
 • કોઈને એટલા પેમ્પર ના કરો એ પાંગરી ના શકે.

વિરોધ

 • સાચી બાબતનો વિરોધ ન કરવાથી વિશ્વમાં દુર્જન માણસોને નકામી શક્તિ મળે છે

વિશ્વાસ

 • વિશ્વાસ કરવાને હજી લાયક થયો નથી, બસ એ જ કારણ એ હજી માણસ થયો નથી……………………………………………………………….. જીજ્ઞા ત્રિવેદી.
 • મીઠા મધુર સંબંધોનો શ્વાસ છે વિશ્વાસ.
 • માણસ મુશ્કેલીમાં ત્યારે જ મુકાય છે જ્યારે પોતાના કરતા બીજામાં વિશ્વાસ વધુ રાખે છે.
 • તમારી ખામીઓને શોધી તમારી જાતને ઉતારી પાડવાનું તથા બીજાની ખૂબીઓથી અંજાઈ જઈ બીજાઓને તમારાથી ઊંચું સ્થાન આપવાનું બંધ કરો. ડો.મૃગેશ વૈષ્ણવ
 • આપણે જેના પર વિશ્વાસ રાખ્યો હોય અને તે આપણને દુઃખ પહોચાડે તે ખુબ જ પીડાદાયક છે. પણ જેને આપણે દુઃખ પહોચાડ્યું હોય તે હજુ આપણા પર વિશ્વાસ રાખે તે વધુ પીડાદાયક છે.
 • હમારે એતબારકી હદ નાં પૂછ ‘ગાલિબ’. ઉસને દિન કો રાત કહા, ઔર હમ સો ગયે….
 • વિશ્વાસ જ વિશ્વનો શ્વાસ છે.
 • વિશ્વાસ બધાને ભેગા કરે છે જ્યારે વહેમ બધાને જુદા કરે છે.
 • વિશ્વાસ થોડા પર રાખો, પ્રેમ સૌ પર રાખો, પણ ધિક્કાર કોઈ પર ના રાખો.
 • વિશ્વાસ ઈશ્વર પર રાખો અને શ્રધ્ધા માણસ પર રાખો.
 • વિશ્વાસ પર લોકો શંકા કરે છે અને શંકા પર વિશ્વાસ.

વેર

 • વેર એ તદ્દન ફાલતુ શસ્ત્ર છે. Revenge is most worthless weapon……..bob Philips.
 • વેરમાં હંમેશા વાંધો હોય છે. સ્નેહમાં હંમેશા સાંધો હોય છે.
 • વેદના : જો સંવેદના રહેશે તો કોઈ પણ વસ્તુ માટે વેદના નહીં રહે.

વ્યક્તિત્વ

 • સામેની વ્યક્તિમાં રહેલી લાક્ષણિકતાઓને અલગ વ્યક્તિત્વ તરીકે નહી પણ ખામી તરીકે જ્યારે આપણે સતત મૂલવીએ છીએ અને તેને કારણે ઉભી થતી બાબતો-વ્યવહારોને મનમાં ચગળી ચગળી વ્યાગોળ્યા કરીએ છીએ ત્યારે આપણે દુખી થઇ એ છીએ.
 • જે લોકો સરળ, જવાબદાર, ઈમાનદાર અને મહેનતી હોય તેને ઈશ્વર દ્વારા વિશેષ સન્માન મળે છે કેમકે માનવી એ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે. ……..ડો.એ.પી.જે અબ્દુલ કલામ.
 • બીજાને સંભળાવવા માટે તમારો અવાજ ઉંચો નાં કરો. પણ તમારા વ્યક્તિત્વને એટલું ઊંચું બનાઓ કે તમને સાંભળવા માટે લોકોએ રાહ જોવી પડે.

વ્યસન

 • દારૂ ઘેર બેઠા વેચાય છે અને દૂધ વેચવા ઘેર ઘેર ફરવું પડે છે.

વ્યસ્ત

 • જે માણસ એવું કહે કે હું વ્યસ્ત છું ખરેખર તો એનું જીવન અસ્તવ્યસ્ત છે.
 • There is nothing like busy its always about priorities.

વ્યસ્તતા

 • કાર્યરતતાને બદલે કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા વધારવાથી તમે પરિણામલક્ષી બનશો અને તમારા ક્ષેત્રમાં પારંગત બનશો અને ધાર્યા પરિણામો મેળવી શકશો. ..રોહિત પટેલ.
 • શક્તિ, ક્ષમતા
 • હે પ્રભુ જે હું કરી શકું તે કામ પુરૂ કરવાની તું ક્ષમતા આપ અને જે હું ના કરી શકું તેમ હોઉં તે મને સ્વીકારવાની વિવેકબુદ્ધિ આપ.
 • પોતાની ક્ષમતાના આકાશમાં ઉડનાર વ્યક્તિને પતનનો ભય નથી હોતો. ભય તો તેને હોય છે જે ઉછીના ભરોસે અને ટેકાઓ લઈને શિખર પર બેઠેલો હોય છે.

શંકા

 • સાચી પરિસ્થિતેને સમજવા ક્યારેય શંકાશીલ ના બનો. સત્ય, ઉદારતા અને ક્ષમાના સહારે સમજેલી પરિસ્થિતિનો અંત હંમેશા સુખદ હોય છે.
 • સત્ય, ક્ષમા અને ઉદારતા બતાવીને કરેલા કાર્યનું પરિણામ દિવ્ય અને શાશ્વત હોય છે.
 • શંકા સંહારક છે જ્યારે શ્રધ્ધા સર્જક છે.

શાંતિથી કામ કરવું

 • એક મિનિટમાં જિંદગી બદલાતી નથી, પરંતુ એક મિનિટ વિચારીને લેવામાં આવેલો નિર્ણય સમગ્ર જીવન બદલી શકે છે.
 • આજકાલ મનુષ્ય ખુદને એકાંતમાં જોવા માંગતો નથી, તે નીરવ શાંતિના સંગીતને પણ સાંભળી શકતો નથી. કેમકે તેનાં કાનમાં હંમેશા મશીનોનો ગડગડાટ ગુંજતો હોય છે.
 • શાંત જીવન માટે અમુકને સંભાળી લેવાના હોય છે અને અમુકને સાંભળી લેવાના હોય છે.
 • વોટ્સઅપનો ફાયદો એ છે કે પાંચ બહેનો વાત કરતી હોય છતાં પણ અવાજ બિલકુલ ના આવે.

શિક્ષક

 • ડો. કલામ સાહેબને એક વખત તેમના આસીસ્ટન્ટે પૂછ્યું…’સર, તમને આ દુનિયા કઈ રીતે યાદ રાખે તો ગમે…વિજ્ઞાની, સ્વપ્નદ્રષ્ટા, રાષ્ટ્રપતિ, ભારતરત્ન, ૨૦૨૦ના વીસનરી કે બેસ્ટ સેલર પુસ્તકના લેખક ?………….. ડો. કલામ સાહેબ નો જવાબ હતો..’ટીચર’.
 • શિક્ષક માત્ર દ્વાર ખોલે છે. પ્રવેશ તો તમારે જાતે જ કરવો પડે છે.
 • વિશ્વની સૌથી મોટી શિખામણ ત્યારે જ મળે છે જ્યારે તમે પોતાના ગુરુને કામ કરતા જુઓ છો. માઈકલ જેક્સન
 • The best teachers are those who tell you where to look but don’t tell you where to see.
 • શિક્ષણ એટલે પ્રતિમામાં પ્રતિભાનું પ્રતિષ્ઠાન મોરારિબાપુ
 • શિક્ષક અને સડક એક સમાન છે. પોતે ત્યાના ત્યાં રહીને પણ બીજાને મંઝિલ સુધી પહોચાડે છે.
 • માં નું સ્તર જેનું છે તે ‘માસ્તર’.
 • જેણે ભણાવવું જ છે તે શિક્ષકને નિવૃત્તિ ક્યારેય નડતી નથી.
 • રમતા અને રમાડતા સહજતાથી શિક્ષણ અપાય તો બાળકને ભણવાનું અને શિક્ષકને ભણાવવાનું વેઠ ના લાગે.

શિક્ષણ

 • Every time you take a risk or move out of your comfort zone. You have a great opportunity to learn more about yourself and your capacity.
 • માત્ર માહિતી મેળવવી અને જ્ઞાન મેળવવું અને તેને યાદ રાખવું તેને શીખવું નાં કહેવાય. સ્પષ્ટપણે, ડહાપણ સાથે અને ભ્રમ વગર વિચારવું તેને શીખવું કહેવાય.
 • જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ શીખવાનું તો દરેક વખતે હોય છે.
 • શિક્ષણનો મૂળભૂત હેતુ આપણી કારકિર્દી બનાવવાનો નથી પણ આપણા મગજને જાગ્રત, સતેચ અને સાચી દિશામાં કાર્યરત રાખવાનો છે.
 • શાળાનો મૂળભૂત હેતુ માત્ર શિક્ષણનો ના હોવો જોઈએ પણ કેળવણી આપવાનો હોવો જોઈએ. શિક્ષણમાં માત્ર ભણતર અને ડીગ્રી આવે છે. કેળવણીમાં ભણતર, ડીગ્રી, સંસ્કાર, સંસ્કૃતિ અને સારા નાગરિક બનવાના ગુણો તેમજ શ્રેષ્ઠ ચરિત્ર નિર્માણ કરવાની સમજ આવે છે.
 • એક શાળાના વાર્ષિકોત્સવમાં આવેલા ચીફ ગેસ્ટે એક વિધાર્થીને પૂછ્યું, ‘તને શાળામાં સૌથી વધુ કોણ ગમે?’ બધા જ શિક્ષકોના કાન પોતાનું નામ સાંભળવા સરવા થઈ ગયા હતા પણ બધાના આશ્ચર્ય વચ્ચે વિધાર્થીએ શાળાના પટાવાળાનું નામ કહ્યું, ચીફ ગેસ્ટે પૂછ્યું, ‘તને પટાવાળા ભાઈ કેમ બહુ ગમે?’ વિધાર્થીએ જવાબ આપ્યો, ‘તેઓ મને બધું જ પ્રેમથી કહીને સમજાવે છે, મને મારતા નથી અને રોજ હું શાળાએ આવું ત્યારે મારી સામે હસે છે.’
 • શીખવું 
 • “The capacity to learn is a gift;
  The ability to learn is a skill;
  The willingness to learn is a choice. ”
  “Without continual growth and progress, such words as improvement, achievement and success have no meaning.”

શુભેચ્છા

 • કોઈ સારું કામ કરવાનું શરૂ કરતુ હોય તો તેને શુભેચ્છા આપવામાં કંજુસાઈ ના કરો. કોઈને શુભકામના આપવાને કારણે આપણામાં ઉદારવૃત્તિ આવે છે. બીજાના દોષોને બદલે ગુણો જોવાની દ્રષ્ટી આપણને સાંપડે છે. બીજાને આપેલી શુભકામના પોતાને માટે પોઝિટિવ દ્રષ્ટિકોણ સર્જે છે. પોતાના હૃદય અને મગજમાં હકારાત્મક એનર્જી દ્વારા ઉમદા કંપનો જાગે છે અને તેમાંથી ઉચ્ચ વિચારો જન્મે છે. આ રીતે વ્યક્તિ શુભકામના દ્વારા સ્વજીવન ને શુભ બનાવી શકે છે. ( ડૉ કુમારપાળ દેસાઈ – પારિજાતનો પરિસંવાદ – ગુજરાત સમાચાર – ૦૧-૦૨-૨૦૧૫ )
 • When you wish good for others good things come back to you. This is the law of nature.

શોધ

 • નવી શોધ માટે ભૂલા પડી જવાનું સાહસ હોવું જોઈએ
 • જે માણસમાં ભૂલા પડી જવાનું સાહસ નથી હોતું તે માણસ ક્યારેય સાગર પાર કરી શકતો નથી.

શ્રધ્ધા

 • શ્રધ્ધાથી કરેલું કાર્ય ઘણી વખત ‘જ્ઞાન’,’શક્તિ’ અને ‘આવડત’ની મદદથી કરેલા કાર્ય કરતા પણ આગળ હોય છે.
 • જ્યારે શ્રધ્ધા અને વિશ્વાસની સરખામણી કરવામાં આવે તો ચોક્કસપણે શ્રધ્ધા આગળ રહે કારણકે વિશ્વાસમાં શંકા સંતાયેલી રહે છે જ્યારે શ્રધ્ધામાં શંકાને સ્થાન નથી.
 • શ્રધ્ધાના આધારે એક એક ટપકું જોડતા જઈને એક સુંદર જીવનચિત્ર તૈયાર કરો.
 • હું નાં બોલું અને તોય તું સાંભળે, માટે તારું નામ ઈશ્વર. તું નાં બોલે અને તોયે મને સંભળાય તેનું નામ શ્રધ્ધા.
 • You relax in an aeroplane though you do not know the pilot, You relax in a ship though you do not know the captain, You relax in the train without knowing the motorman, You relax in the bus not knowing the driver, why don’t you relax in your life while you know that God is its controller? Trust your lord.
 • શ્રદ્ધા એટલે આખી સીડી જોઈ ના શકાતી હોય તો પણ પહેલું પગથિયું ચઢવું. Faith is taking the first step when you don’t see the whole staircase. Martin luther king.
 • શંકા સંહારક છે જ્યારે શ્રધ્ધા સર્જક છે.
 • સ્વાર્થ
 • જ્યાં સ્નેહ હોય ત્યાં સંકળાશ હોતી નથી અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં મોકળાશ હોતી નથી.

સફળતા

 • તમારી નજીકના લોકો તમારાથી ખુશ રહે અને તમને પ્રેમ કરે એ જ સફળતા છે.
 • successful people cant relax on chair. they relax by work. they sleep with a dream. they awake with commitment. they work towards goals. that’s the spirit of life.
 • સફળ અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે હાર્ડવર્ક, ભરપુર આત્મવિશ્વાસ, અખૂટ ધીરજ અને ગુણવત્તા માટેની સતત ચોકસાઈ આવશ્યક છે.
 • સફળતા મેળવવા માટે શિસ્ત ખુબ જરૂરી છે. શિસ્ત આપણી મહેનતને આપણા ધ્યેય તરફ પહોંચવાની દિશા આપે છે. સતત અને રોજની શિસ્ત જ સફળતાના દવાર સુધી પહોંચાડે છે. એકાદ બે દિવસ કે એકાદ અઠવાડિયા માટેની શિસ્તનું મહત્વ નથી તે મહિનાઓ કે વર્ષોની સાધના જેવી હોવી જોઈએ. એક જ દિશા તરફ રાખેલી શિસ્તમાં ખુબ શક્તિ હોય છે. એક જ દિશામાં ફૂંકાતા પવનને વાવાઝોડું કહે છે. એક જ દિશામાં વહેતું પાણી પણ વિજળીનું ઉત્પાદન કરી શકે છે. એક જ દિશામાં કામ કરતી મન અને શરીરની શક્તિ પણ વાવાઝોડા કે વિજળી જેવી ઉર્જા ઉત્પન્ન કરી સફળતા અપાવવા શક્તિમાન હોય છે.
 • કરિયરમાં સફળ થવું હવે સહેલું થઈ ગયું છે પણ જીવનમાં સફળ થવું અઘરું છે.
 • જે કરો તેમાં શ્રેષ્ઠ કરવાનો આગ્રહ એટલે સફળતા .
 • સફળતા મળતાજ એટલા ઉચા ના ઉડૉ કે લોકો તમને નરી આખે જોઇ ના શકે.
 • પીડા, પડકારો અને પરાજય નો સામનો કરીને સફળતા મેળવનારા જ સફળતાનું ખરું મૂલ્ય જાણે છે.
 • પીડા, પરિશ્રમ, પડકાર અને પરાજય એ સફળતા નામની ખુરસીના ચાર પાયા છે.
 • સફળતા મેળવવા ક્યારેય લીધેલા કામ થી થાકો તો પૂણઁ વિરામ ના કરતા, અલ્પ વિરામ જરૂર કરજો.
 • પ્રયત્ન +પરિશ્રમ+ પ્રતિક્ષા = સફળતા
 • success will never lower its standards to accommodate someone. one has to raise one’s standard to achieve it.
 • ધ્યેય સાથે ચાલો, આત્મવિશ્વાસથી દોડો અને સફળતાની ઉડાન ભરો.
 • સફળતાનો દરેક તબક્કો એક નવી શરૂઆત હોય છે.
 • Walk with aim, run with confidence and fly with success.
 • વિપરિત બાહ્ય સંજોગો કે શારીરિક ક્ષતિ સફળતાના માર્ગમાં ક્યારેય અવરોધક બનતા નથી. માનસિક નિષ્ક્રિયતા અને ઈચ્છાશક્તિનો અભાવ જ વ્યક્તિની સફળતામાં અવરોધક બને છે.
 • સફળતાની કિંમત ચૂકવવી પડે છે. સફળતા માટે એ કિંમત ચૂકવવી પણ જોઈએ. કેટલી કિંમત ચૂકવવી એ જ આપણે નક્કી કરવાનું હોય છે. સુખ જ વેચવું પડે એટલી કિંમત સફળતા માટે ના ચૂકવવી જોઈએ. સફળતા અને સુખ વચ્ચે ‘બેલેન્સ’ જાળવતા આવડવું જોઈએ. સફળતા કાયમ રહેતી નથી. સુખ સનાતન છે. મહાન, ધનિક અને સેલિબ્રીટી બની જશો તો કદાચ લોકો તમને ઓળખશે, પણ તમને તમારા લોકો ઓળખતા હોય અને તમે તમારા લોકોને ઓળખતા હોવ એ જરૂરી છે. આપણને જોઇને બધા હાથ હલાવતા હોય પણ એકેય હાથ જો આપણા હાથમાં ના હોય તો સમજવું કે સફળતા માટે તમે વધુ પડતી કિંમત ચૂકવી દીધી છે. ( ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ – સંદેશ – ૦૪-૦૧-૨૦૧૫ )
 • સંપત્તિ , સત્તા કે મેળવાયેલી પ્રતિષ્ઠા એજ સફળતાનાં સીમાચિન્હો નથી, આ ચીજો કેવી રીતે સાચા રસ્તે મેળવાઈ તે જ ખરી સફળતા જ છે.
 • સફળતાનો આધાર સંજોગો કરતા માનવીના અભિગમ પર વધુ હોય છે.
 • સફળતાનાં શિખરે પહોંચવાનું ત્યારે જ શક્ય બને છે જ્યારે તેની સીડીના પગથિયા એક પછી એક ચઢતા જઈએ. આ સફળતાની સીડીનું ચઢાણ ત્યારેજ સરળ બને જ્યારે વ્યક્તિ તંદુરસ્ત હોય.
 • સફળતા શું છે? ‘જ્યારે તમે તમારી પાછલી જિંદગીને યાદ કરો અને એ યાદોથી તમારું મન ખુશ થઈ જાય અને ચહેરા પર એક મુસ્કુરાહટ આવી જાય તેને સફળતા કહેવાય.’ સત્ય નાદેલા
 • જિંદગીની સફરમાં દરેક ક્ષેત્રે સફળતાનાં શિખરોને સર કરવા કદાચ સૌથી મહત્વની વાત એ છે કે માનવી એ માનવી સાથેના વ્યહવાર, વર્તન અને વાણીમાં એક અતુટ, સદાબહાર, પવિત્ર અને નિસ્વાર્થ સંબંધોની માવજત કરવી.
 • જિંદગીમાં સફળ થવા માટેના બે અગત્યના સુત્રો. “ TAKE IT EASY” અને MAKE IT EASY”.
 • તમારી આંતરિક શક્તિ એ તમારું ધ્યેય પ્રાપ્તિ માટેનું વિઝન છે. તમારી બાહ્ય શક્તિ એ ધ્યેય પ્રાપ્તિ માટેનું તમારું શિક્ષણ છે. એજ્યુકેટેડ કરતાં વિઝનરી લોકો વધારે આગળ વધે છે. ……..નમ્ર મુની મ.સા.
 • જેઓ પોતાનું હૃદય રેડ્યા વિના કામ કરે છે, તેઓ પૂરી સફળતા મેળવી શકતા નથી.
 • સફળતાની ચાવી નિષ્ફળતા નામનાં ઝૂડામાં સમાયેલી હોય છે.
 • યોગ્ય સંકલનના અભાવે પુષ્કળ શ્રમથી કરેલ કાર્ય પણ શૂન્યતામાં પરિણમી શકે છે.
 • આપણે માત્ર સફળતાઓને કારણે જ નહીં, નિષ્ફળતાઓને કારણે પણ આગળ વધતા હોઈએ છીએ. ……..ડો.એ.પી.જે.કલામ.
 • સફળતા પછીનો સૌથી અઘરો તબ્બકો તમારી સફળતાથી ખુશ થનારને શોધવાનો હોય છે.
 • સફળ થયા પછી જે ગુણોને લીધે સફળ થયા હતા તે ભૂલી જવાતું હોય છે. તમારા કર્મનિષ્ઠ સંસ્કાર કે ગુણોને સફળ થયા પછી વધુ ખીલવો.
 • નિષ્ફળતા પછી હિંમત રાખવી સહેલી છે. પરંતુ સફળતા પછી નમ્રતા રાખવી અઘરી છે.
 • યોગ્યતા સફળતાની એક ઊંચાઈ સુધી પહોંચાડે છે પણ ચારિત્ર્ય એ ઉંચાઈએ ટકાઈ રાખે છે.
 • Always aim for achievements and forget about success.
 • સફળ વ્યક્તિઓ હંમેશા સામી વ્યક્તિનો વિચાર કરે છે. અને સામી વ્યક્તિના દ્રષ્ટીબિંદુને સમજવાની કોશિશ કરે છે.
 • અગત્યના નિર્ણયો લેવાથી સફળતા મળતી નથી પરંતુ અગત્યના નિર્ણયોને તુરંત અમલમાં મુકવાથી સફળતા મળે છે.
 • સફળતા માટે તાકાત નહીં પણ ઈચ્છાશક્તિની વધુ જરૂર હોય છે.
 • સફળતા મેળવવા સફળ વ્યક્તિઓના જીવનચરિત્ર કરતાં નિષ્ફળ વયક્તિઓની નિખાલસ કબુલાત વધુ ફાયદો કરાવે છે.
 • જો તમે ધાર્યું લક્ષ સિધ્ધ કરવામાં સફળ ના થાઓ તો લક્ષ ના બદલો પણ તમારી કામ કરવાની પધ્ધતિ બદલો.
 • એવું કહેવાય છે કે એવરેસ્ટ ચડતી વખતે જેટલા લોકોના જીવ ગયા છે તેનાથી વધુ લોકો એવરેસ્ટ સર કરીને ઉતરતી વખતે ગુમાવે છે. સફળતાની ટોચ પર પહોચવામાં જેટલા લોકો નાસીપાસ થાય છે તેથી વધુ લોકો સફળતાની ટોચ પરથી નીચે ઉતરે ત્યારે થતા હોય છે. તે વખતે શક્તિ, સંભાળ અને સહારાની જરૂર હોય છે.
 • કોઈ પણ કાર્યની શરૂઆતનો તબક્કો ચોક્કસ અતિ વિકટ હોવાનો. સફળ વ્યક્તિઓએ શરૂઆતના આ અઘરા સમયને સાચવી લીધો હોય છે.
 • સફળતાની જર્નીનો સૌથી ટફ તબક્કો છે શરૂઆત.
 • You want and you get that is luck. You want and you wait that is time. You want but you compromise that is life. You want, you wait and you don’t compromise that is success.
 • જે માણસે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તેણે જીવનમાં વ્યવહારિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો અંગીકાર કરેલો હોવો જોઈએ. જે માણસ વધુ સરળ, સહજ અને સત્યરૂપ જીવન જીવે તે જ સિદ્ધિને પામી શકે છે. સરળતા ત્યારે જ આવે જ્યારે માણસમાં મૃદુતા આવે. મૃદુતા એ આત્માનો ગુણ છે. મૃદુ માણસની આંખમાં, વાણીમાં, વર્તનમાં અને વ્યવહારમાં નમ્રતા અને સરળતા હોય છે. આવી સરળ અને આત્મનિષ્ઠ વ્યક્તિ કે જેના સમગ્ર અસ્તિત્વમાંથી પ્રેમ, વાત્સલ્ય, કરુણા અને સાતત્ય, સ્વસ્થતા, શાંતિ અને મીઠાશ હોય તે જ જીવનમાં સફળતાને વરે છે.
 • જે લોકો પ્રશ્નો વધુ પૂછે છે તેઓ જિંદગીમાં જવાબ જાણનાર કરતા વધુ સફળ હોય છે.
 • જે લોકો પોતાના કામમાં એટલા બધા મશગુલ હોય કે ક્યારેય સફળતા શોધવા નથી જતા તેઓને સફળતા ઝડપથી મળે છે. હેન્રી થોરો.
 • મુશ્કેલ માર્ગને ક્યારેય છોડી નાં દો. તેની સામે ઝીંક ઝીલો. તમને તો સફળતા મળશે જ પણ તમે બીજાને સફળતા મેળવવાનો રસ્તો ચિંધી શકશો. થોમસ આલ્વા એડીસન.
 • જ્યારે લોકો તમારી નકલ કરવા માંડે ત્યારે સમજો કે તમે હવે સફળ થયા છો.
 • સફળ માણસોનો એક ગુણ જાણવા જેવો છે. “Minimum requirement with maximum adjustment”
 • જ્યારે કશું જ નાહોય ત્યારે તમારું ‘મેનેજમેન્ટ’ અને જ્યારે બધું જ હોય ત્યારે તમારું ‘વર્તન’ તમારી સફળતાનો આયનો છે.
 • સફળતા સુધી પહોચવાનો રસ્તો સીધો નથી હોતો પણ એ નક્કી છે કે સફળતા મળ્યા પછી બધા રસ્તા સીધા થઇ જાય છે.
 • સફળ વ્યક્તિઓને આનંદ મળે તેવું હમેશા હોતું નથી પણ આનંદમાં રહેતી વ્યક્તિઓને સફળતા હમેશા મળતી હોય છે.
 • Never worry about the delay of your success compared to others because construction of a palace takes more time than an ordinary building.
 • સફળતાના ચાર પાયા દઢ નિશ્ચય, કદી હાર નાં માનવાની મનોવૃત્તિ, હકારાત્મક વિચારસરણી અને હસતો ચહેરો.
 • એક વખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમે ચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો. આવું કેવી રીતે શક્ય છે? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવું શસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવું તો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે ભાગી છુટવાનો રસ્તો નથી.’ ખરેખર આપણે જીવનમાં કઈક મેળવવું હોય તો ભાગી છુટવાના અથવા બીજા શબ્દોમાં છટકવાના બધાજ રસ્તા બંધ કરી દેવા પડે. બહાદુર માણસો વિચારતા હોય છે કે ‘કરો યા મરો’. હકારાત્મક વિચારસરણીવાળા વિચારતા હોય છે કે ‘મરતા પહેલા જરુરી કાર્યો પુરા કરો’. પણ જીતનારા વિચરતા હોય છે કે ‘આ કાર્ય પૂરું કર્યા પછી જ હું મરીશ.’
 • સફળતાના રસ્તા પર તડકો જ કામ લાગ્યો, છાયડો મળ્યો હોત તો કદાચ ઊંઘી ગયો હોત.
 • જ્યારે તમે કોઈની સફળતાને સ્વીકારો છો તો તે તમારું પ્રેરકબળ (inspiration) બની જાય છે અને જ્યારે તમે કોઈની સફળતા સ્વીકારી નથી શકતા તો તે તમારી ઈર્ષા (jealousy) છે.
 • જીવનના કોઈ પણ કામને સફળતા પૂર્વક પૂર્ણ કરવાનો માર્ગ સ્નેહ અને સમાધાનનો છે.
 • સફળતા મળ્યા પછી તમારા સફળ શિખરને વધુને વધુ ઊંચું કરતા રહેજો. પ્રયત્ન કરજો કે કદી ટોચ ઉપર પહોંચાય જ નહીં કારણકે ટોચ પર ગયા બાદ જે પણ દિશામાં પગલું લેશો તે ઉતરાણનું હશે.

સમર્પિતતા

 • Give your 100% to everything you do and sleep peacefully.
 • જેઓ પોતાનું હૃદય રેડ્યા વિના કામ કરે છે, તેઓ પૂરી સફળતા મેળવી શકતા નથી. તેઓ તેમની આજુબાજુ કડવાસ જન્માવે છે. …………….ડો.અબ્દુલ કલામ.
 • સમર્પણ હોય ત્યારે જ રીસામણું શોભે છે, પરંતુ રીસામણુંય રાધાનું શોભે, કૈકેયીનું નહીં !!!
 • આકર્ષણ તો ઘણી જગ્યાએ થાય, પણ સમર્પણ તો કોઈ ખાસ જગ્યાએ જ થાય.

સમસ્યા

 • Intelligent person solve the problem. Genius never creates a problem.
 • The man who has no problem is out of the game. Elbert hubbard
 • સમસ્યાઓ એટલા માટે નથી હોતી કે આપણે કામ અટકાવી દઈએ, તે તો કામ વ્યવસ્થિત કરવાનો સંકેત આપે છે. …… રોબર્ટ એસ શલર
 • પૃથ્વી પર એવી કોઈ વ્યક્તિ નથી કે જેને સમસ્યા નાં હોય. અને પૃથ્વી પર એવી કોઈ જ સમસ્યા નથી કે જેનું સમાધાન નાં હોય.
 • Unexpected results and problems are part of life. Never lose hope in any condition because darkness of the night always finishes with light of the day.
 • સમસ્યાઓ કામ અટકાવવાનો નહીં પણ કામ વ્યવસ્થિત કરવાનો સંકેત આપે છે.

સરળતા

 • સ્વભાવની સરળતા સુખી રહેવાની પહેલી શરત છે.
 • સીધા વાળવાળી સ્ત્રીઓને વાંકડિયા વાળ જોઈએ છે અને વાંકડિયા વાળ વાળી સ્ત્રીઓને સીધા વાળ જોઈએ છે. આ સરખામણીમાં પુરુષો ખરેખર સીધા અને સરળ હોય છે તેમને ફક્ત વાળ ટકી રહે તેમાં જ રસ હોય છે.

સર્જન (creation)

 • ક્રિએટિવ માણસનું ચાલકબળ કશુંક ઉત્તમ હાંસલ કરવાની ઝંખના હોય છે, કોઈને હરાવી દેવાની કે દેખાડી દેવાની વૃત્તિ નહીં.
 • સર્જનાત્મકતાને એવું વ્યસન બનાવો કે જેના વગર તમે જીવી ના શકો.
 • ઉપાર્જન ગુણોનું કરવું, વિસર્જન દોષોનું કરવું અને સર્જન સુકૃત (સારા કાર્યો)નું કરવું.

સહન કરવું

 • સૌ પત્થરોના બોજ તો ઉચકી લીધા અમે. અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે.
 • સહનશીલતા સ્વભાવ નથી પણ સંસ્કાર છે.
 • સામે ઉભા રહી દુશ્મન દ્વારા મરાયેલા પથ્થરનો માર સહન કરવો સહેલો છે પણ પીઠ પાછળ ઉભા રહી પરિચિત વ્યક્તિ દ્વારા મરાયેલા ફૂલનો માર સહન કરવો અઘરો છે.
 • ‘સંયમ’ એટલે એક યુધ્ધ પોતાની ‘વિરુધ્ધ’.
 • એકબીજાની ઓછપ સ્વીકારીને કરેલી પૂર્ણતા એટલે જ જીવનની મધુરતા.
 • સત્ય
 • સત્ય બોલનાર ઘણીવાર એવો ફાંકો રાખતા હોય છે કે મેં સત્ય કહી અમુક વ્યક્તિની બોલતી બંધ કરી નાખી. સત્ય આક્રમક બનવાનો પરવાનો નથી આપતું પણ સંયમપૂર્વક પોતાની વાત કે પક્ષ અભિવ્યક્ત કરવાની સલાહ આપે છે.
 • સત્ય તો પરમાત્માનું સ્વરૂપ છે.
 • સત્યને પોતાનું આગવું તેજ હોય છે જે ઝીલવાની તાકાત નબળા મનના માનવી પાસે હોતી નથી.
 • સત્યના પરિપાલન માટે સ્વાર્થ, લોભ, મોહ, અહંકાર, સત્તા, પદ અને ધનનો ત્યાગ કરવો પડે. કોઈને સવાલ થાય તો આ બધાના ત્યાગથી માણસને મળે શું? સત્યના ઉપાસકને એ વાતનો સંતોષ રહે છે કે તે પોતાના આત્માને વફાદાર રહ્યો. જેનો આંતરિક પુરસ્કાર છે શાંતિ.
 • સંસારમાં બે જ વસ્તુ સત્ય બોલે છે. અરીસો અને આત્મા.
 • ઈશ્વર સત્ય છે અને મનુષ્ય ઈશ્વરનો પ્રતિનિધિ છે. આથી સત્યભાષી મનુષ્યો હંમેશા ઈશ્વરને ગમે છે.
 • મનુષ્યે પોતાના કર્મોથી ‘સત્યાર્થી’ બનવાનું છે ‘લાભાર્થી’ નહીં.
 • સત્ય પવિત્રતા અને કરુણા ફેલાવે છે જ્યારે અસત્ય અરાજકતા ફેલાવે છે.
 • સત્ય બોલો પણ પ્રિય રીતે બોલો. અપ્રિય સત્ય અને પ્રિય અસત્ય નાં બોલો. (ડો. ચન્દ્રકાન્ત મહેતા)
 • ‘જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઉભું કરવું પડે છે.’ એ જ સત્યનો મોટો દાખલો છે.
 • સત્ય વધે કે ઘટે તો તે સત્ય રહેતું નથી.
 • જો તમે સત્ય બોલશો તો સામેવાળાને નહીં ગમે તમે અસત્ય બોલશો તો ઉપરવાળાને નહીં ગમે. સામેવાળાના હાવભાવ અને પ્રતિક્રિયા તરત જોવા મળે છે આથી સામેવાળાને સારું લગાડવા માણસ અસત્યનો સહારો તરત લઈ લે છે. ઉપરવાળાના હાવભાવ કે પ્રતિક્રિયા વાસ્તવમાં માણસ ક્યારેય જોઈ શકતો નથી પણ તેના અસત્ય આચરણના ફળ સ્વરૂપે વહેલું કે મોડું ગમે ત્યારે માણસને મળે છે. આ ભોગવવા પડતા ફળ તેણે ભૂતકાળમાં અસત્યનો સહારો લીધેલો હતો તેનું પરિણામ છે તે જ્ઞાન માણસને ક્યારેય આવતું નથી વળી તેની કોઈ સાબિતી પણ હોતી નથી આથી માણસ ઉપરવાળાને પસંદ નથી છતાં અસત્યનો સહારો વાંરવાર લે છે.

સંકલ્પ

 • સંકલ્પ જીતાડે છે અને સંશય હરાવે છે.
 • જ્યારે આપણે કઈક મેળવવાની ઈચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે.
 • સંસારની શ્રેષ્ઠ શક્તિ સંકલ્પશક્તિ છે.

સંગીત

 • જે કહેવામાં આવ્યું ના હોય અને જેને દાબી શકાય તેમ ના હોય તેને સંગીત અભિવ્યક્ત કરે છે. Where words fail, music speaks…………વિક્ટર હ્યુગો.
 • The most beautiful music in the world is your ‘own heartbeat.’ It gives an assurance that you will survive even when the whole world leaves you alone.
 • જ્યારે તમે એમનેમ કોઈ ગીત ગણગણો છો ત્યારે અવાજ તમારા મોં માંથી નીકળે છે. જ્યારે તમે કોઈને સંભળાવવા ગીત ગાવો છો ત્યારે અવાજ તમારા કંઠમાંથી નીકળે છે. અને જ્યારે તમે કોઈના લાભાર્થે કે સમાજસેવાના માટે ગાવો છો ત્યારે અવાજ તમારી નાભીમાંથી નીકળે છે. એ અવાજનું માધુર્ય જ અલગ હોય છે.
 • માણસ જ્યારે સંગીત સાંભળે છે ત્યારે એકલતાની પીડા તેનું સુખ બની જાય છે. સંગીત આપણા આત્મા સાથે વાર્તાલાપ કરવાનો મોકો આપે છે. સંગીત તો જીવનની મધુર વાણી છે. જીવનના અંધકારમાંથી દિવ્યતા તરફ જવાનો રસ્તો સંગીત બતાવે છે.
 • ડીસેમ્બર ૨૦૧૮ માં બ્રિટનના પોલ બાર્ટન નામના સંગીતકારે એક અદભુત પ્રયોગ કર્યો. તેણે થાઈલેન્ડ અને મ્યાનમાર સરહદે આવેલા કંચનબુરી સેન્ચુરી પાર્કમાં બીમાર અને બચાવવા આવેલ હાથીઓ સમક્ષ પિયાનો ધૂન વગાડી. તેમની પિયાનો ધૂનથી લાંબી બિમારી ધરાવતા હાથીઓમાં ઝડપથી સુધારો જોવા મળ્યો હતો.
 • When you are happy you enjoy the music. When you are sad you understand the lyricist.
 • માણસ કરતા ઉંચે છે કવિ જે શબ્દોનું પ્રતિનિધિત્વ કરે છે. એથી ઉંચે છે ચિત્રકાર જે દ્રશ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. એથીયે ઉંચે છે સંગીતકાર જે અદ્રશ્યનું પ્રતિનિધિત્વ કરે છે. લિઓનાર્ડો દ વિન્સી
 • ૨૦૧૧ માં આવેલા એક અંગ્રેજી મુવી ‘ધ મ્યુઝિક નેવર સ્ટોપડ’માં એક નાના પોતાના બ્રેઈન ટ્યુમર ધરાવતા બાળક માટે સર્જરી પછી સંગીતનો પ્રયોગ કરે છે. તેના અગાઉના મનગમતા ગીતો તેને સંભળાવે છે જેનાથી બાળકની લોન્ગ ટર્મ મેમરી જાગૃત થાય છે. બાળક ધીરે ધીરે સારું થતું જાય છે. કયું ગીત ક્યારે સાંભળેલું અને તેનું મહત્વ શું છે તે બાળક કહી શકે છે. મગજની સર્જરી પછી અશક્ય લાગતી વાત સંગીતથી શક્ય બને છે.
 • સગીતથી વાતચીતની ચતુરાઈ વધે છે, શારિરીક ક્ષમતા વધે છે અને સામાજિક વ્યવહાર સુધરે છે.
 • કાનના વેસ્ટીબ્યુલ દ્વારા સંગીતના વાઈબ્રેશન મગજમાં પહોંચે છે. સંગીત મગજના સેન્સરી, મોટર અને અન્ય ભાગ સાથે જોડાય છે એટલે બાળકની તંદુરસ્તી, ભાષા અને લાગણીનો વિકાસ થાય છે.
 • મોટાઓ માટે સંગીત તણાવ દુર કરે છે. બીપી ઘટાડે છે.સંગીતની સાથે યોગા કરતા મન શાંત થાય છે અને મસલ્સ રિલેક્સ થાય છે.
 • સંગીત મગજના દરેક ભાગમાં પહોંચે છે. ઈજાગ્રસ્ત મગજના થોડા સારા રહેલા ભાગમાં પણ સંગીતની અસર વર્તાય છે. આથી ઘણા બાળકો વાતચીત નથી કરી શકતા પણ ગાઈ શકે છે.
 • ૧૮ નવેમ્બર ૨૦૧૮ ના રોજ વડનગરમાં નાગર કન્યાઓ તાના અને રીરીની યાદમાં દર વર્ષે થતા તાનારીરી મહોત્સવમાં સ્વરાધિકા ધારી પંચમદાએ પાંચ જ મિનિટમાં સળંગ ૨૧ રાગ ગાઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.
 • સંગીત એક પ્રકારની યોગ સાધના છે.જેમાં ધ્વની કંપન નાભીપ્રદેશમાંથી ઉત્પન્ન થઈ હ્રદયમાં પહોંચે છે. ત્યાંથી તે તાલપૂર્વક ગ્રહણ થાય છે અને મનોમય વિદ્યુત સાથે સંયુક્ત થઈ મુખ દ્વારા પ્રગટ થાય છે. સંગીતના તરંગોમાં અપાર શક્તિ ભરેલી હોય છે. એના પ્રવાહથી શારીરિક અને માનસિક જગતના સુક્ષ્મ ઘટકો જેવા કે યોગ્યતા, રસ, રૂચી, ઈચ્છા, ચેષ્ટા, નિષ્ઠા, ભાવના, કલ્પના અને શ્રદ્ધા ગતિશીલ થાય છે. બિરજુ બાવરાએ ચંદેરી જિલ્લાના નરવરના કછવાહ રાજા રાજસિંહને પુરિયા રાગ સંભળાવી અનિંદ્રાનો રોગ મટાડ્યો હતો. વિણાવાદક ઉસ્તાદ સુરજખાંએ જયજયવંતી રાગ સંભળાવી રામપુરના નવાબને લકવાનો રોગ મટાડ્યો હતો. શ્રીરાગનું શ્રવણ કરવાથી ઘણાનો ક્ષયરોગ નાબુદ થયેલો છે.
 • કલકત્તાની SSKM હોસ્પિટલમાં ૨૧ વર્ષની સંગીતા દાસ નામની યુવતી ઘણા વખતથી કોમામાં હતી. ડોકટરોની સારવાર હવે કામ કરતી ન હતી. હોસ્પિટલના તબીબ ડો. સંદીપકુમારે પરિવારજનોને સલાહ આપી કે સંગીતાને મ્યુઝિક થેરાપી આપો. તેમણે કહ્યું, ‘સંગીતાને ભારતના શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ વાયોલીનવાદક એન. રાજમનો રાગ દરબારી કાનડા સંભળાવો.’ સંગીતાને આ રાગ દિવસમાં ત્રણ વખત સંભળાવવામાં આવ્યો. જેની અસર થઈ. સંગીતા ધીરે ધીરે કોમામાંથી બહાર આવી. એન. રાજમે આ સાંભળી કહ્યું, ‘હું ખુબ પૈસા કમાઈ અને એવોર્ડો જીતી પણ મને સૌથી વધુ ખુશી આ સમાચાર સાંભળીને થયા.’ (દિવ્યભાસ્કર – ૧૬/૧૨/૨૦૧૮)
 • સંસ્કૃત : થોમસ આલ્વા એડીસને ગ્રામોફોન શોધ્યું તે પછી તેમની ઈચ્છા હતી કે સૌથી પ્રથમ કોઈ વિદ્વાનનો અવાજ રેકોર્ડ કરવામાં આવે તે માટે તેમણે જર્મનીના પ્રોફેસર મેક્સ મુલરની પસંદગી ઉતારી. ઇંગ્લેન્ડના એક સમારોહમાં તેમણે મેક્સ મુલરનો રેકોર્ડેડ અવાજ સંભળાવ્યો. હાજર શ્રોતા મેક્સ મુલરનો અવાજ સાંભળી ખુબ રોમાંચિત થઈ ગયા. એડીસને સ્ટેજ પર આવીને શ્રોતાગણને પૂછ્યું, ‘ગ્રામોફોન પર મેક્સ મુલર શું બોલ્યા તે તમને બધાને સમજાયું?’ કોઈ શ્રોતાને મેક્સ મુલર શું બોલ્યા તે સમજાયું ન હતું. એ સમારોહમાં મેક્સમુલર પોતે હાજર હતા. તેમણે કહ્યું,’હું સંસ્કૃત ભાષામાં બોલ્યો હતો. હું જે બોલ્યો તે ઋગ્વેદનો પ્રથમ શ્લોક સૂક્ત હતો. ઋગ્વેદ વિશ્વનો પ્રથમ ગ્રન્થ છે. અને મારું વાક્ય ઋગ્વેદનો પ્રથમ શ્લોક છે.’
 • સંસ્કૃત શબ્દ ‘સંસ્કૃતિ’ થી આવેલ છે. શબ્દશાસ્ત્રીઓ તેને શુદ્ધ ભાષા તરીકે ઓળખે છે. ઋષિઓ સંસ્કૃતને દેવતાઓ પાસેથી મનુષ્ય પાસે લઈ આવ્યા તેમ મનાય છે. સંસ્કૃતના અપભ્રંશથી ભારતની અન્ય ભાષાઓનો ઉદભવ થયો તેમ મનાય છે. સંસ્કૃત સાથે તામિલના સમન્વયથી કન્નડ, તેલુગુ અને મલયાલમ ભાષાનો ઉદભવ થયો.
 • સમય
 • સમય મેળવવો અને ગમતું કામ કરવું તેનું ગણિત સમજવા જેવું છે. અઠવાડિયામાં કુલ ૧૬૮ કલાક છે. આ ૧૬૮ કલાકને ત્રણ સરખા ભાગમાં વહેંચીએ. દરેક ભાગને ૫૬ કલાક મળશે. એક ૫૬ કલાકનો ભાગ આપણે સંપૂર્ણ ઊંઘ માટે આપીએ. રોજની સંતોષકારક આંઠ કલાક ઊંઘ મળી શકે. બીજો ૫૬ કલાકનો ભાગ આપણે વ્યસાયને આપીએ. અઠવાડિયાના છ દિવસ ૯ કલાક કામ કરો તો ૫૪ કલાક અને રવિવારે પણ બે કલાકનો સમય વ્યવસાયને આપીએ તો કુલ ૫૬ કલાક વ્યવસાય માટે પૂરતા છે. ઘણા દેશોમાં તો રોજના સાત કલાકથી વધુ કલાક કામ નહીં કરવાનો નિયમ છે. વિવિધ અભ્યાસ કહે છે કે માણસનું મગજ તેની પૂરી ક્ષમતા સાથે રોજના આંઠ કલાક વ્યવસાયિક કામ કરી શકે છે. બદલાયેલા સમયની માંગ સાથે આપણે તે પણ નવ કલાક ગણ્યા છે. વ્યવસાયને લગતા અમુક ફોન અને નાણાકીય હિસાબો માટે રવિવારને ફાળે પણ બે કલાક આપીએ તો બાકીના દિવસમાં આપણું કામ સરળ રહે. ઘણા દેશોમાં અઠવાડિયાના પાંચ દિવસ જ રોજના સાત કલાકો કામ કરવાનો નિયમ છે તે પ્રમાણે ૩૫ કલાક જ વ્યવસાયને થયા. આપણે ફાળવેલા ૫૬ કલાક વ્યવસાયને માટે પૂરતા છે. જે લોકો જીવનમાં ઘણું કામ કરી શકે છે ખુબ સફળ થયા છે ઉપરાંત પોતાને મનગમતો શોખ પણ પૂરો કરી શકે છે તેઓ ત્રીજા ૫૬ કલાકનો ઉપયોગ ખુબ સરસ રીતે કરે છે. ત્રીજા ૫૬ કલાકના મેનેજમેન્ટમાં જે લોકો નિષ્ફળ જાય છે તેમનું જીવન દિશાવિહીન હોય છે. પ્રાણીઓની જેમ જેમતેમ પડી રહેવું અને આ ૫૬ કલાક વેડફી નાખવા તે આવા નિષ્ફળ લોકોની ખાસિયત હોય છે. છેલ્લા ૫૬ કલાકનું મેનેજમેન્ટ સમજીએ. રોજના ચાર કલાક રોજીંદી ક્રિયાઓ જેમ કે ન્હાવું, શેવિંગ, બ્રશ, તૈયાર થવું, જમવું, પૂજાપાઠ માટે ગણીએ તો ૨૮ કલાક થાય અને ૨૮ કલાક બચે. આ ૨૮ કલાકમાં બાળકો, માતાપિતા સાથે સંવાદ, તેમના સ્કુલ કે હેલ્થ માટેના કામો માટે રોજનો એક કલાક આપીએ તો સાત કલાક થયા. હજુ ૨૧ કલાક બચે છે તેમાં રોજનો એક કલાક પ્લાન વિનાના અચાનક આવી પડેલા કામો માટે ગણીએ. અઠવાડિયાના સાત કલાક અચાનક ઘરે કોઈ મહેમાન આવી જાય. ક્યાંક ટ્રાફિકમાં ફસાઈ ગયા કે કોઈની હેલ્થ માટે અચાનક કોઈ ડોક્ટર પાસે જવાનું થાય તેમાટે સાત કલાક ગણી શકાય. હજુ ૧૪ કલાક બચ્યા. તેમાંથી સાત કલાક વ્યવસાયે જવા માટે તેમજ અન્ય કામો માટેનું ટ્રાવેલિંગ ગણીએ. તો છેલ્લે સાત કલાક બચે. આ સાત કલાક જ સફળ માણસોની મૂડી છે. તેમના શોખ, તેમને ગમતું કામ કરવું તે માટે તેઓ આ સાત કલાકનો ઉપયોગ કરે છે. રોજનો એક કલાક પોતાના માટેનો, પોતાને મનગમતું કરવા માટે જે મેનેજ કરી શકે છે તેમને દુનિયા માટે ક્યારેય કોઈ ફરિયાદ જ રહેતી નથી. તેઓ હંમેશા દરેક વસ્તુ માટે હકારાત્મક અભિગમ રાખી શકે છે. તેમને ક્યારેય મને સમય નથી મળતો તેવી ફરિયાદ રહેતી નથી. ગમે તેટલો વ્યસ્ત વ્યક્તિ પણ પોતાને માટે અઠવાડિયાના સાત કલાક ફાળવી પોતાનું જીવન સુંદર બનાવી જ શકે છે.
 • આપણું જીવન સાધનો અને સગવડોનું નહીં પણ સમયની ક્ષણોનું બનેલું છે. પોતાને મળેલા સમયનો ક્યાં, ક્યારે અને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તેના પર માણસના જીવનના સુખ અને આનંદનો આધાર છે. જો કોઈ સગવડ કે સાધન એના પોતાના કરતા કિંમતી એવા સમયને એની પાસેથી લઈ જાય તો તેનો ત્યાગ કરવો એ જ એના માટે ઉત્તમ છે.
 • ‘ક્યારેય ઘડિયાળ સામું ના જુઓ.’  થોમસ આલ્વા એડીસન       ગમતું કામ કરવામાં સમયનું ભાન ન રાખો. કામને જો ખરેખર માણવું હોય તો સમયને ગણવાનું છોડી દેવું પડે. ઘડિયાળ એ લોકો જુએ છે જે લોકો પોતાના કામથી કંટાળે છે. જેઓ કામની પૂજા કરે છે તેઓ કદી ઘડિયાળ જોતા નથી. સમયને જોયા વિના કરેલા કામોમાં કામને પણ અભિમાન થાય છે કે હું કેવી વ્યક્તિના હાથમાં આવ્યો. કામને પાગલપણાની હદે ચાહનારા ઘડિયાળને બાજુ પર મૂકી દે છે. ‘બિયોન્ડ ધ ટાઈમ’ કામ કરનારા લોકોની કદર સમય કરે છે.
 • બેઉ હાથે ખિસ્સા ભરવામાં સમય ઓછો પડ્યો. ને સમયને ઠીક કરવામાં સમય ઓછો પડ્યો.  હરીશ ધોબી

સંતોષ

 • Few men are ever satisfied when they get what they deserve.
 • બહુ ઓછા માણસોને એ વાતનો સંતોષ હોય છે કે તેમને તેમની લાયકાત મુજબનું મળ્યું છે.
 • ‘સંતોષ’ એ ‘સુખ’ નામની ઈમારતનો પાયો છે. કદાચ એ પાયો દેખાય કે ના દેખાય પણ ‘સુખ’ નામની ઈમારત તો એના ઉપર જ ઉભી રહી શકે છે.
 • There are two ways of being rich. One is to have all you want and other is to be satisfied what you have. અર્થાત શ્રીમંત થવાના બે રસ્તા છે. એક, તમારી ઈચ્છા મુજબનું બધુજ તમને મળે અને બીજો રસ્તો તમને જે મળ્યું હોય તેમાં સંતોષ પામવાનો છે.
 • Satisfied life is better than a successful life. Because success is measured by others but satisfaction is measured by our own mind and heart.
 • પ્રભુ મને એટલું જ આપજો કે મારે શોધવું પણ ના પડે અને સંતાડવું પણ ના પડે.
 • શાંત સ્વાભાવ જેવું તપ નથી. સંતોષથી મોટું સુખ નથી. તૃષ્ણાથી મોટો રોગ નથી. દયાથી મોટો ધર્મ નથી.
 • Working for success will make you a master of it. But working for satisfaction will make you a legend.
 • શાંતિ અને સંતોષ એ બન્ને પૂર્ણવિરામ છે, એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે..!
 • ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક અને હાથ. બહુ દીધું નાથ. જા ચોથું નથી માંગવું.  ઉમાશંકર જોશી.

સંપત્તિ, આવક, કમાણી

 • મારી પાસે સંપત્તિ જેમ વધતી ગઈ છે તેમ તેમ મારા મિત્રોની સંખ્યામાં ઘટાડો અને દુશ્મનોની સંખ્યામાં વધારો થતો જ ગયો છે. સદગુણો મારી પાસે જેમ જેમ વધતા જાય છે તેમ તેમ મારા ચાહકોની સંખ્યામાં વધારો અને દુશ્મનોની સંખ્યામાં ઘટાડો થાય છે એ બાબતમાં મને કોઈ જ શંકા નથી અને છતાં સંપત્તિ ઘટાડવા હું તૈયાર નથી, સદગુણો વધારવા હું તત્પર નથી. મારી આ મૂર્ખાઈનું કરવું શું?
 • Post, power and prosperity are external and changeable..but principles, knowledge and truth are internal and permanent.
 • સુવાસ વિનાનું પુષ્પ અને ઉદારતા વિનાની સંપત્તિ બંને બેસ્વાદ કહેવાય. આચાર્ય વિજયરત્ન રાજ સૂરિજી
 • અંકોની વ્યખ્યા પણ કેવી વિચિત્ર કહેવાય. જ્યારે કમાવા જાવ ત્યારે એક કરતા બે વધુ ગણાય. અને જ્યારે કોઈ સ્પર્ધામાં હોવ ત્યારે બે કરતા એક વધુ ગણાય.
 • ધનથી ખરીદી ન શકાતી વસ્તુઓ જેની પાસે વધુ હોય તે જ સાચો ધનવાન.

સંબંધો

 • સંબંધો અમર્યાદિત હોય તે ચાલે પણ અપેક્ષાઓ મર્યાદિત રાખો.
 • સંબંધોના સરવાળામાં પારંગત થવા માટે ગણિતને કાચું રાખવું પડે.
 • કોઈ સંબંધ પૂરો થાય ત્યારે એવું ના વિચારો કે એને મારા પ્રત્યે લાગણી હતી કે નહી? આપણી સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આપણા પ્રત્યે હંમેશા લાગણી હોય જ એવું જરૂરી નથી.
 • સબંધો સ્વર્ગમાં રચાય છે. પૃથ્વી પર તો સરનામાં જ શોધાય છે.
 • સંબંધોને લીધે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ વધે તો સંબંધ સાધના બની જાય છે અને પ્રેમ ઘટે તો સંબંધ યાતના બની જાય છે. હંસલ ભચેચ.
 • A great relationship is based on two principles. first is to appreciate our similarities and second is to respect our differences.
 • પહેલા લોકો લાગણીશીલ હતા, સંબંધોને કોઈ પણ ભોગે નિભાવતા હતા. પછી લોકો પ્રેક્ટિકલ થયા અને સંબંધોમાંથી ફાયદો ઉઠાવતા થયા. હવે લોકો પ્રોફેશનલ છે, સંબંધો ત્યાંજ બનાવશે જ્યાંથી ફાયદો થઈ શકે.
 • મેળવેલા સંબંધો અને કેળવેલા સંબંધો : મેળવેલા સંબંધો એટલે મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન સાથેના લોહીના સંબંધો. આ સંબંધોનો પાયો લાડ અને બિનશરતી પ્રેમ પર આધારીત હોય છે. કેળવેલા સંબંધો એટલે મિત્ર, પાડોશી તથા સ્ત્રી લગ્ન બાદ જે મેળવે છે તે સાસુ, સસરા, પતિ, નણંદ, દેરાણી તથા જેઠાણી સાથેના સંબંધો. આ સંબંધોમાં શરૂઆતમાં તોલમાપ, સરખામણી, અભિપ્રાય તથા એક્શન-રીએક્શન હોય છે. આ સંબંધોમાં પુરુષ કરતા સ્ત્રીએ થોડું જતું કરવું, થોડું ચલાવી લેવું જેવી અગ્નિપરીક્ષાઓ હમેશા આપવી પડતી હોય છે. ખુબ જ ધીરજ અને કુનેહથી આ અગ્નિપરીક્ષામાંથી પાસ થનાર સ્ત્રી સફળતાપૂર્વક કેળવેલા સંબંધોને મેળવેલા સંબંધોમાં પરિવર્તિત કરી પોતાનું જીવન સફળ કરી શકે છે.
 • સંબંધ હોય કે સફર હોય જવાબ મળતો બંધ થાય એટલે સમજવું કે વણાંક લઇ લેવો.
 • દુનિયાનું શ્રેષ્ઠ વાક્ય, ‘પણ હું તારી સાથે છું.’ દુનિયાનું સૌથી પીડાદાયક વાક્ય, ‘હું તારી સાથે છું પણ.’
 • અહમ તો બધાને જ હોય છે પણ નમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે.
 • સાચા સંબંધો ઘણીવાર છાના ખૂણે જીવાતા હોય છે.
 • મારું કોઈ નથી એવું કહેનારાઓ મોટેભાગે તો પોતે જ કોઈના હોતા નથી.
 • માનવીય સંબંધોમાં જ્યારે તિરાડ પડે ત્યારે આ તિરાડ સાધવા બંને પક્ષે સમજ, સત્ય સ્વીકારવાની તૈયારી, અનુકુળ રહેવાની માનસિકતા અને ક્ષમાભાવના ‘સિમેન્ટ’નું કામ કરે છે. કરુણતા એ વાતની છે કે લોકો પારકા સાથે જેટલો સંબંધ સાચવવાની જેટલી ઉત્કટતા રાખે છે તેટલી ઉત્કટતા સ્વજનો સાથે નથી રાખતા.
 • સંબંધોનો ટ્રાફિક ત્યાં જ વધુ હોય છે જ્યાં વિશ્વાસ નામનો રોડ હોય.
 • શબ્દ ૧ જ મુકાય ને અથૅ ફરી જાય છે, આંકડો ૧ જ મુકાય ને દાખલો ફરી જાય છે, પગલુ ૧ જ મુકાય ને દિશા ફરી જાય છે, સાથ ૧ જ વ્યક્તિનો મળે ને જીંદગી બદલાય જાય છે.
 • જે ગાંઠ છોડી શકાય તેને કાપશો નહીં.
 • Relation is bond between persons who may not be equal in qualification, talent, money or age. But equal in their commitment to understand each other.
 • કોઈ પણ વ્યક્તિ સાથે અસરકારક સંવાદ સાંધવા જરુરી ત્રણ બાબતો : એમની ભાષા બોલવી, એમની સમજણના સ્તર પર જવું અને એમની રીતે વિચારવું.
 • દોડી ગયા છે જે એમને શું ખબર કે સાથે ચાલવાની મઝા કેવી હોય છે?
 • સંબંધની માપણી લંબાઈ પહોળાઈથી થતી નથી પણ ઊંડાઈથી જ હંમેશા થાય છે.
 • જરૂરી નથી કે બધું તોડવા માટે પથ્થર જ જોઈએ. સુર બદલીને બોલવાથી પણ ઘણું બધું તૂટી જાય છે.
 • માપી માપીને મન મેળવે, પછી માપ પ્રમાણે વેતરે. કેટલાક લોકો આમ જ સંબંધના નામે છેતરે.
 • સંબંધોની મીઠાશ સામેવાળાની અપૂર્ણતાને સ્વીકારી અને તેને સન્માન આપી પ્રતિક્ષા કરવામાં જ છે. તમારી સાથે રહી તમે એક પણ શબ્દ બોલશો નહીં તો પણ તેને તેની અપૂર્ણતાનો ખ્યાલ તમારું મૌન અને તમારું સૌમ્ય વર્તન જ કરાવશે. તમારી ધીરજની ઘણી કસોટી થશે. જ્યારે તેને તેની અપૂર્ણતાનો ખ્યાલ આવે અને તે તમારી સમક્ષ માફી માંગે ત્યારે પણ તમે સહજ રહી આગળ પાછળનું કશું જ ન સંભળાવો અને તેને ખુબ સહજતાથી તેનું ગૌરવ જળવાય તે રીતે તેને ક્ષમા આપો તો તેની સાથેના સંબંધો જિંદગીભર ઉષ્માભર્યા રહેશે.
 • किसीसे रिश्ता क्या है ये हंमे मालूम हो जरूरी नहीं…. हाँ उस रिश्ते में कीतना अपनापन है ये महेसुस होना जरूरी है.
 • નજીક એટલા જ રહો કે બધા જ સંબંધોમાં પ્રેમ રહે. દુર પણ એટલા જ રહો કે પાછા ફરવાની આશા રહે.
 • ગરીબ સાથેનો નજીકનો સંબંધ લોકો છુપાવે છે અને અમીરો સાથેનો દુરનો સંબંધ પણ લોકો બઢાવી – ચઢાવીને બતાવે છે. મોરારિબાપુ
 • સંબંધોની પરીક્ષા ક્યારેય ના લેવી. અહીં હારનાર જીતે છે. જીતનાર હાર્યો હોય છે. નુકસાન જીતનારને થાય છે. હાર્યા છતાં જીત હારનારની થઈ છે તે વાતની જાણ બંને પક્ષને કદાચ વર્ષો પછી થાય છે.
 • ઘણા લોકો સંબંધનું પોષણ કરવાને બદલે શોષણ કરે છે. સંબંધમાં લાભ લેવાની વૃત્તિ થી સંબંધ સુકાવા લાગે છે. આત્મીયતાના શુદ્ધ પાણીથી સિંચાયેલો સંબંધ હંમેશા લીલોછમ રહે છે.
 • ખરેખર તો દુશ્મની વધારવા ઘણી મહેનત કરવી પડે છે અને સંબંધોની શાન સાચવવા ખુબ ઓછુ કષ્ટ પડે છે.
 • બે વ્યક્તિઓના સંબંધોની નિષ્ફળતાનું મુખ્ય કારણ તેમની વચ્ચેની નિખાલસતાનો અભાવ હોય છે.
 • જેને આપણું પોતાનું માનીએ તે ધન્યતા છે. પણ પોતાની માલિકીનું માનીએ તે દુર્ઘટના છે. સબંધોમાં માલિકીપણાનો ભાવ તે વિખુટા પડવાની ખરી શરૂઆત છે.       દિલીપ ભટ્ટ

સંસ્કાર

 • સારા સંસ્કાર કોઈ ‘મોલ’ માંથી નથી મળતા પણ પરિવારના ‘માહોલ’માંથી મળે છે.

સાદગી

 • સાદગી એ મજબૂરીનું નહિ પરંતુ ત્યાગનું પ્રતિક છે.
 • કશું પાસે નાં હો ઝાઝું, કશાની ખેવના નાં હો…..જીવનમાં એટલા સમૃદ્ધ થતાં વાર લાગે છે. રઈશ મનીયાર

સિધાંતો

 • જો મહેનત કર્યા પછી પણ સફળતા ના મળે તો રસ્તા બદલો સિદ્ધાંતો નહીં, કારણકે વૃક્ષ પણ હંમેશા પાંદડા જ બદલે છે મૂળ નહીં.

સુખ

 • સ્વભાવની સરળતા સુખી રહેવાની પહેલી શરત છે.
 • ઈચ્છાઓ પુરી કરીને સુખ મેળવવાના પ્રયત્નોમાં અટવાઈ જવા કરતા ઈચ્છાઓ ઓછી કરવાથી સુખ અને પ્રસન્નતા આપોઆપ મળશે.
 • જીવનમાં સુખી થવું હોય તો હંમેશા તમને ગમતું કામ કરો, તમારા કામના પ્રેમમાં પડી જાઓ. તમારા દિલોદિમાગમાં તમારા ગમતા કામ માટે ભડભડતી આગ રાખી ૧૦૦% સમર્પિત થાઓ, ગળાડૂબ થાઓ, નિચોવાઈ જાઓ. પછી જુઓ તમને કેવું સુખ મળે છે. શરૂ શરૂમાં બધાને નિષ્ફળતાનો ડર લાગે છે. મનમાં થયા પણ કરે કે આ આપણું કામ નહીં, પરંતુ જેમ જેમ પડકારોનો સામનો કરતા જાવ તેમ તમારામાં ઉમંગ વધતો જાય છે. મોટા પહાડ જેવા પડકારો ઓળંગી પાછળ દ્રષ્ટીપાત કરતા એમ લાગશે કે પાછળ તો નાની નાની ટેકરીઓ હતી. ધીરે ધીરે મોટા પહાડોનો પણ ડર લાગતો નથી. આકરી મહેનતથી મેળવેલ સફળતાનાં આત્મસંતોષની અનુભૂતિ દિવ્ય અને અલૌકિક સુખ આપનારી હોય છે.
 • સુખ એટલે નહીં ધારેલી, નહીં માંગેલી છતા ખુબ ઝંખેલી કિંમતી પળ.
 • કોઈ પણ પ્રકારના પ્રલોભનોથી દુર રહેતો માણસ હંમેશા સુખી થાય છે.
 • સુખી જીવનની ચાવી ખડખડાટ અને ઘસઘસાટ.
 • સુખ એટલે વરસાદમાં ફક્ત ભીના થવાની અપેક્ષા રાખી હોય અને ધોધમાર વરસાદ તૂટી પડે.
 • સાચું સુખ પોતાના દેહનો અને કુટુંબીજનોનો જ વિચાર કરવાથી મળતું નથી, પણ દેહને અને કુટુંબને અન્યની સેવા માટે હોમી દેવાથી મળે છે.
 • જેઓ સુખની પાછળ દોડે છે તેઓ દુઃખી થાય છે અને જેઓ સુખને પોતાની પાછળ દોડાવે છે તેઓ સુખી થાય છે.
 • મને એવી કયાં ખબર હતી કે “સુખ અને ઉંમરને” બનતું નથી , પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ.
 • કાજલ ઓઝા વૈદ્યની એક નવલકથા રાગ-વૈરાગમાં નાયિકા નાયકને પૂછે છે કે તું મને સુખી કરીશ ને?નાયકે સુંદર જવાબ આપ્યો. હું તને સલામતી આપીશ, હું તને જીવનની શ્રેષ્ઠ સગવડ આપીશ, હું તને સંપત્તિ આપીશ, હું તને સ્નેહ આપીશ પણ સુખી તો તારે જાતે જ થવાનું છે. કેટલી સાચી વાત છે કે આપણને ઈશ્વર ઘણું બધું આપે છે અને જે આપે છે તેમાંથી સુખ મેળવવાનો રસ્તો તો આપણે જાતે જ બનાવવો પડશે. બને કે જેની પાસે બધું જ હોય તે સુખી ના પણ હોય અને જેની પાસે કશું જ નાં હોય તે સુખી હોઈ પણ શકે.
 • સુખ નસીબદાર વ્યક્તિની ઓળખ આપે છે જ્યારે સંકટ મહાન વ્યક્તિઓની ઓળખ આપે છે.
 • સુખ વહેંચવા સારી સંગત જોઈએ પણ દુઃખ વહેંચવા તો અંગત વ્યક્તિ જ જોઈએ.
 • સુખ જેવું કઈ નથી અને જો છે તો આ જ છે. સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે. જલન માતરી.
 • જીવનમાં સુખ અને શાંતિ કોઈ પણ વ્યક્તિને એમનેમ નથી મળતા. વ્યક્તિએ તેને કમાવા પડે છે. સુખ અને શાંતિ પણ માણસની સાચી મહેનતની કમાણી છે. ભૂપત વડોદરિયા.
 • ઇતિહાસ કહે છે ગઈકાલે સુખ હતું. વિજ્ઞાન કહે છે આવતી કાલે સુખ હશે. ધર્મ કહે છે મન સારું હશે અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે.

સુંદરતા (રૂપ)

 • રૂપ ગમે તેટલું સુંદર હોય પણ તેનો પડછાયો હંમેશા કાળો જ હોય છે.

સુંવાળપ

 • સંખ્યાની દ્રષ્ટીએ બહુમતિ ધરાવતા હોવા છતા કાંટા કદી ચુંટાતા નથી, પરંતુ સુંવાળપને કારણે ફૂલો હંમેશા બીનહરીફ ચૂંટાય છે.

સૂર્યપ્રકાશ

 • Even the darkest night will end and sun will rise.
 • With every sunrise and with every new day you have is a chance to change your life.
 • The sun and the birds are not competing about who is more beautiful . they always complementing the beauty of each other.
 • વાદળા હમેશા સુરજની સુંદરતા વધારવાનો જ પ્રયત્ન કરતા હોય છે.
 • સંધ્યાને પણ ખબર જ છે કે એ બહુ જ ટૂંકા ગાળામાં અંધારાના ઓળામાં વિલીન થઇ જવાની હોય છે છતાં જતા જતા સોળે શણગાર અને રૂપના આભા સજી આભમાં ઉભી ઉભી તે હરખાતી હોય છે.

સેતુ

 • Better beings by building bridges.

સેવા

 • સેવાની સુવાસ ત્યારેજ અનુભવાય જ્યારે સેવાકાર્ય સાહજિક ભાવે થાય. પદ, પ્રતિષ્ઠા, આદર કે અનુયાયી મેળવવા માટે સેવાકાર્ય કરીએ તો તે કાગળનું બનાવટી ફૂલ છે.
 • સુખ અને સંપત્તિ તો આપણે બીજા માટે નિસ્વાર્થભાવે સારી સેવા કરીએ તેની આડપેદાશ છે.
 • સવેદના, સમભાવ, સમતા, સમર્પણ, સાહજિકતા, સંયમ અને સાદગીના સાત સોપાન સર કરીને આપણે આપણી જાતને સેવા માટે સુયોગ્ય બનાવી શકીએ છીએ.
 • સેવાથી અહમ ઓગળે છે, નમ્રતાનો ગુણ આત્મસાત થાય છે, હદય કોમળ બને છે, ઉદારતાનો ગુણ વિકસિત થાય છે, વિચારોમાં નિર્મળતા આવે છે, જીવનમાં હળવાશ અનુભવાય છે, અનેક જીવોના હદયમાં સ્થાન મળે છે તેમજ પુણ્ય ઉપાર્જન થાય છે.
 • I slept and dreamt, that life was joy. I awoke and saw, that life was service, I acted and behold, service was joy.
 • માત્ર આપવાની વૃત્તિ – સમર્પણભાવ, આપ-લે બંને વૃત્તિ – સ્નેહભાવ, માત્ર લેવાની વૃત્તિ – સ્વાર્થભાવ.
 • સેવા જ્યારે નિસ્વાર્થ હોય છે ત્યારે તેની સોડમ જલ્દી ફેલાતી હોય છે.

સ્વપ્ના (dreams)

 • Vision is not enough. It must be combined with venture.
 • સપનું જ્યારે શ્વાસ બને ત્યારે જીવતરની રંગોળીમાં સફળતાના રંગો પુરવા આપણે સક્ષમ બનતા હોઈએ છે. (અંતરનો એક્ષરે – ડો નિખિલ જોશી – દિવ્ય ભાસ્કર – ૧૫-૦૪-૨૦૧૫)
 • The dream is just not what you see in sleep, but dream is The thing which doesn’t let you sleep.
 • Night is longer than day for those who dream and day is longer than nights for those who make their dreams come true.
 • સ્વપ્ના ઊંઘમાં અથવા વિચારોમાં જોઈ શકાય છે. તેને પુરા કરવા ખુબ ઉજાગરા કરવા પડે છે.
 • To realize a dream, you must have a dream to realize.
 • Help others to achieve their dreams and you will achieve yours.
 • સ્વપ્ન સાકાર થવાની શક્યતા જ જીવનને રસભર બનાવે છે. પોલો કોએલો.
 • મારી આવડી અમથી આંખમાં હું બેઉ ને કેમ સમાવું? નીંદર કહે હું અંદર આવું. સપના કહે હું બહાર ના જાઉં.
 • તારા વગર જ જીવવાની આ જિંદગીને , મેં તારા સાથના સપનાની આદત પાડી છે … શિવાની શાહ

સ્વભાવ, સરખામણી 

 • તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે.
 • ભૌતિક રીતે તમારાથી ઉતરતા હોય તેની સાથે હંમેશા તમારી સરખામણી કરો. અને આધ્યાત્મિક રીતે તમારાથી ચઢીયાતા હોય તેની સાથે તમારી સરખામણી કરો.

સ્વીકાર

 • હે પ્રભુ જે હું કરી શકું તે કામ મને પૂરું કરી શકવાની ક્ષમતા આપ અને જે હું ના કરી શકું તેમ હોઉં તે મને સ્વીકારવાની વિવેક બુદ્ધિ આપ.

હક્ક

 • કોઈ મનથી કરે એવા વહાલને શોધું છું. કોઈ હક્કથી પૂછે એવા સવાલને શોધું છું.

હાર, પરાજય

 • Game is not lost till there is one. અર્થાત રમતમાં તમારી પાસે જો માત્ર એક ખેલાડી, એક જ ચાલ, એક જ પોઈન્ટ બાકી હોય તો એ રમત તમે હારી ગયા છો તેમ ના કહેવાય. જિંદગીની બાજીમાં હંમેશા એકાદ પોઈન્ટ, એકાદ ચાલ, એકાદ રસ્તો, એકાદ મુદદો તો આપણી પાસે બાકી હોય જ છે. ઉતાવળા થઈને જ્યારે આપણે હાર સ્વીકારી લઈએ છીએ ત્યારે પણ જીતવાની એકાદ તક તો આપણી પાસે બચી જ હોય છે. ( કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ – સંદેશ – ૦૪-૦૧-૨૦૧૫ )
 • નાપાસ થવું તે ગુનો નથી પણ નાસીપાસ થવું તે ગુનો છે.
 • હારના તબ આવશ્યક હો જાતા હૈ જબ લડાઈ અપનો સે હો. ઔર જીતના તબ આવશ્યક હો જાતા હૈ જબ લડાઈ અપને આપ સે હો. – હરિવંશરાય બચ્ચન.
 • પરાજયો તો જીવનમાં સામા મળવાના જ. જીતતા પહેલા હારવું જરૂરી છે. જે હારે છે તે હારમાંથી શીખે છે અને જે હારમાંથી શીખે છે તે જ જીતે છે. – ભદ્રાયુ વચ્છરાજાની
 • જે વ્યક્તિ માત્ર તમારી ખુશીઓ માટે હાર માની લે છે તેની સામે તમે ક્યારેય જીતી શકતા નથી.
 • દરેક હારમાં જ જીત ક્યાંક છુપાયેલી હોય છે.
 • હિંમત બતાવીને હારવું સારું પણ હિંમત નાં હારવી.
 • જીત આપણા થઈ ચુકેલા વિકાસનું પ્રમાણપત્ર છે. પણ થઈ શકે તેવા વધુ વિકાસની તક નથી. જીતમાં ભૂતકાળમાંથી આનંદ લેવાનો હોય છે. હારમાં ભવિષ્યમાં આનંદનો ચાન્સ છુપાયેલો છે. હાર નવી શક્યતાઓ ખોલે છે. જો હાર ડિપ્રેશન તરફ લઈ જાય છે તો જીત ઈગો તરફ લઈ જાય છે. હાર હેબિટ ના થવી જોઈએ. હારેલાઓની નબળાઈમાં જ તેમની સ્ટ્રેન્થ છુપાયેલી હોય છે. નબળાઈઓ પ્રત્યે જ વ્યક્તિનું ધ્યાન પરોવાયેલું રહે છે. એ જ ફોકસને જો રીવર્સમાં ઉલટાવો તો માયનસ પોઈન્ટ પ્લસમાં ફેરવાઈ જાય. આફતમાં પણ આશિર્વાદ છુપાયેલા હોય છે. જય વસાવડા

હાસ્ય

 • મધુર સ્મિત, પ્રેમાળ વાણી, અને લાગણી ભયૌ વયવહાર કોઇ પણ માણસ ના હદય મા સ્થાન લેવા પૂરતા છે.
 • તમારા ચહેરા પરનું હાસ્ય એ કુદરતે તમને આપેલી બક્ષિશ છે. પણ એ સ્મિત કોઈના ચેહરા પર જો તમે લાવી શકો તો એ તમે કુદરતને આપેલી રિટર્ન ગીફ્ટ છે.
 • દુબઈની એક પંચતારક હોટેલમાં ભારતીય કોમેડિયન મંજુનાથ લોકોને હસાવી રહ્યા હતા. પોતાને તણાવ આવ્યો અને પોતે બહાર કેવી રીતે આવ્યા તેના નાટ્યાત્મક વર્ણન પર લોકો ખુબ હસ્યા. આ અભિનય ચાલી રહ્યો હતો તે દરમ્યાન તેમને જ સ્ટેજ પર છાતીમાં દુખાવો ઉપડ્યો. થોડી ક્ષણોમાં જ તેઓ સ્ટેજ પર પડી ગયા. સાચા કાર્ડિયાક એરેસ્ટમાં તરત ટ્રીટમેન્ટ મળે તો દર્દી બચી જતો હોય છે. અહીં લોકો તાળીઓ પાડી રહ્યા હતા. કોમેડિયનના જીવનની આખરી પળો લોકોના તાળીઓના ગડગડાટ વચ્ચે પસાર થઈ. ત્રણ મિનિટ સુધી તેઓ ઉભા ન થયા. સ્ટેજ પરથી લોકોને ખુબ હસાવી મંજુનાથ નાયડુએ સ્ટેજ પરથી જ વિદાય લીધી.
 • જેઓ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે તેમના ચહેરા પર પ્રસન્નતા રહે તે જવાબદારી હંમેશા પરમેશ્વર લે છે.
 • No man is completely dressed unless he wears a smile………………….( Gandhiji ).
 • હંમેશા હસતા અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતા પણ વધારે જલ્દીથી ઈશ્વરની નજીક પહોંચી શકાય છે.
 • શ્વાસ લેવાની અદા સૌની નોખી નોખી છે, આપ ઝૂમીને હસો છો ને હું ઝઝૂમીને.
 • કોઈ હળવેથી હસીને ચાલ્યું જાય.દિલમાં પછી વસીને ચાલ્યું જાય. ( ડો.પ્રણવ ઠાકર )
 • speed is calculated as ‘miles per hour’ but life is calculated as ‘smile per hour’ so increase your smile to get extra mileage in life.
 • હોઠો પરનું સ્મિત ઈશ્વરની ભલામણ ચિઠ્ઠી છે.
 • હસતા શીખો સાહેબ રડતા તો સમય શીખવાડી દેશે.
 • ગાંધીજીએ કહ્યું હતું કે, ‘મારામાં રમુજવૃત્તિ નાં હોત તો મેં ક્યારનીય આત્મહત્યા કરી દીધી હોત.’
 • હાસ્ય એ જીવનના પડકારોનો રામબાણ ઈલાજ છે.
 • સ્મિત અને સ્મરણને ક્યાં કોઈ ભાષા છે? એ તો ઉરમાં ઉભરતી ઉર્મીઓની પરિભાષા છે.
 • વિકટ પરિસ્થિતિ સામે ટકી રહેવા હાસ્ય જ ટેકણ ગાડી છે.
 • હાસ્યથી અધુરી ઈચ્છાઓ, થાક અને કંટાળો દુર થાય છે.
 • ગામડાના લોકો ભાગ્યેજ હતાશામાં જાય છે અને આત્મહત્યા કરે છે કારણકે રોજ રાત્રે ગામડામાં ઠઠ્ઠા-મશ્કરીનો દરબાર ભરાતો હોય છે. આથી ગામડાના લોકોની રમુજવૃત્તિ પણ ઘણી સારી હોય છે.
 • હસતા હુઆ ચહેરા આપકી શાન બઢાતાહૈ. હસકર કિયા હુઆ કાર્ય આપકી પહેચાન બઢાતા હૈ.
 • The people whose first instinct is to smile when you make eye contact with them are some of earth’s greatest treasure.
 • Your smile is a signature of god on your face. Don’t allow it to be washed by your tears or erased by your anger.
 • A smile is inexpensive way to improve your looks.
 • When you cry at a trouble it becomes double. When you smile at trouble it disappear like bubble.
 • Smile : sweet memories in lips expression.
 • અત્યારના લોકોની તકલીફ એ છે કે તેમણે હાસ્યને ફિક્સ ડીપોઝીટમાં મૂકી દીધું છે અને ટેન્શનને કરંટ એકાઉન્ટમાં રાખ્યું છે.
 • જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે પરંતુ તે દરેકનો એક રસ્તો હોય છે. અને એ રસ્તો તેને જ મળતો હોય છે જેનો ચહેરો સદાય હસતો રહે છે.
 • પાનખરમાં વસંત થવું મને ગમે છે. યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે. આંખ તો ભીની રહેવાની જીવનમાં પણ બીજાને હસાવતા રહેવાનું મને ગમે છે.
 • તણાવ અને હાસ્ય વચ્ચે બાપે માર્યા વેર છે. અર્થાત જ્યાં તણાવ હોય ત્યાં હાસ્ય નથી હોતું અને જ્યાં હાસ્ય હોય ત્યાં તણાવને સ્થાન નથી.
 • જે વ્યક્તિ હસતી રહે છે, પ્રસન્ન રહે છે તેની યાદદાસ્ત પણ સારી રહે છે.
 • ભારતમુનિએ નાટ્યશાસ્ત્રમાં હાસ્યના છ પ્રકાર કહ્યા છે. સ્મિત = હોઠ પર સહેજ અમથું હાસ્ય, હસિતા = સ્માઈલ, વિહ્સિતા = મૃદુ હાસ્ય, ઉપહસિતા = ઉપહાસ અથવા કોઈની હાંસી કરવી, અપહસિતા = બિભિત્સ હાસ્ય, અતિહ્સિતા = ખુબ બધું હસવું.
 • જ્યારે તમે હસો છો ત્યારે તમે ઈશ્વરની નજીક જાઓ છો પણ જ્યારે તમે બીજાને હસાવો છો ત્યારે સ્વયંમ ઈશ્વર તમારી નજીક આવે છે.
 • જો ત્રણ સેકંડ માટે પણ હસીએ તો આપણો ફોટો કેટલો સરસ આવે છે તો જો સદાય હસતા રહીએ તો આખી જિંદગી સુધરી જાય.
 • Alone I can ‘smile’ but together we can ‘laugh’.
 • અહમ તોડી દીધો છે. ક્યાં અહમની ભીંત રાખું છું. હું મારા મસ્ત ચહેરા પર મજાનું સ્મિત રાખું છું. (કવિ રાકેશ સાગર).
 • હસતા માણસના ખીસા ખાસ તપાસજો. શક્ય છે રૂમાલ ભીના મળે.
 • સ્મિતની કોઈ જ કિંમત ચૂકવવી પડતી નથી પણ તે ઘણું જ મેળવી આપે છે. તે આપનારને ગરીબ બનાવ્યા વિના મેળવનારને શ્રીમંત બનાવે છે.
 • એક ક્ષણ માટે ઉદભવેલું સ્મિત ક્યારેક જીવનભરનું સંભારણું બની રહે છે.
 • જે સ્મિત આપ્યા વિના જીવી શકે છે તે શ્રીમંત નથી અને જે હંમેશા સ્મિત આપે છે તે ગરીબ નથી.
 • સ્મિત ઘરસંસાર સુખી બનાવે છે, વેપાર ધંધામાં સુભેચ્છા વધારે છે અને મિત્રોની મૈત્રીમાં વધારો કરે છે.
 • સ્મિત થાકેલાનો વિરામ છે, નિરાશામાં આશા છે, અંધકારમાં પ્રકાશ છે અને દુખી માણસ માટે કુદરતની અમુલ્ય દવા છે.
 • સ્મિત ખરીદી શકાતું નથી, ભીખ માંગવાથી મળતું નથી, ઉછીનું પણ મળતું નથી, ચોરી પણ શકાતું નથી માત્ર બક્ષીસ સ્વરૂપે જ મળે છે.
 • તમને જે સ્મિત આપી શકતો નથી તેને તમે જરૂરથી સ્મિત આપજો, કારણકે તેને સ્મિતની બક્ષીસની સૌથી વધારે જરૂર છે.
 • જ્યારે તમે હસો છો ત્યારે તમે ધ્યાન કે મેડિટેશનની ઉચ્ચ અવસ્થામાં આપોઆપ પહોંચી જાવ છો.
 • હસવાથી શરીરમાં એન્ડોરફીન નામના હોર્મોનનું પ્રમાણ વધે છે જે શરીર માટે પીડાશામક અને રોગ અવરોધકનું કામ કરે છે.
 • માર્ટિન લ્યુથર કિંગે કહ્યું, ‘જો સ્વર્ગમાં હસવાની છુટ ના હોય તો મારે એવા સ્વર્ગમાં નથી જવું.’
 • હાસ્ય માણસની ધક્કામુક્કી વાળી જિંદગીમાં એક મોકળાશ ઉભી કરે છે.
 • હાસ્યાસ્પદ દેખાયા વિના હસતા આવડવું જોઈએ. કદરૂપા દેખાયા વિના રડતા આવડવું જોઈએ.
 • સાચું હાસ્ય માણસના ચહેરા પર ઉગતા સુરજની લાલી પ્રગટ કરે છે.
 • હસતા મુખે સહેતા જઈશું પ્રારબ્ધના પરિહાસ ….. ઝવેરચંદ મેઘાણી
 • વિલાપ કર્યા કરતા જિંદગી સામે હસવું તે માણસને વધુ છાજે છે.
 • રડતા પણ સહેવાનું હોય અને હસતા પણ સહેવાનું હોય તો રડી રડીને સહન કર્યા કરતા હસીને ખુશીથી જ સહન કેમ નાં કરવું?
 • વધુ હસવાને લીધે કોઈ મરી ગયું હોય અથવા કોઈને કોઈ રોગ થયો હોય તેવું ક્યારેય દુનિયામાં બન્યું નથી.
 • હસો, ખુબ હસો, હજુ સમય છે ઘણું લ્યો હસી, પરંતુ હસવા સમી નવ બનાવશો જિંદગી…… નાથાલાલ દવે.
 • હસજો, હ્સાવજો અને હસી કાઢજો
 • મે મહિનાનો પહેલો રવિવાર ‘વર્લ્ડ લાફટર ડે’.
 • ચહેરા ઉપર આવતા સ્મિતમાં જરાક ફેર પડ્યો છે. પહેલા આવી જતું હતું અને હવે લાવવું પડે છે.
 • ‘હસો, હસો, હસવા મળી છે આ જિંદગી, પણ હસીને ન બનાવશો હસવા જેવી આ જિંદગી.
 • ઈશ્વરે કરેલા તમામ પ્રાણીના સર્જનોમાં માત્ર માણસને જ હસવાનો વૈભવ આપ્યો છે.
 • હસવાનું હોય ત્યારે હસતા ના હોય તેવા લોકો પર જલ્દી ભરોસો ના મુકવો. આવા લોકો કાંતો લુચ્ચા હોય અથવા મુર્ખ હોઈ શકે. આવા લોકો પાક્કા ગણતરીબાજ પણ હોય છે.
 • હસવામાં બિલકુલ કંજુસાઈ ના કરે અને પોતાના બધ્ધા દાંત દેખાય એ રીતે ખુલ્લા મનથી ખડખડાટ હસે તેવા લોકો મનના સાફ અને નેકદિલ હોય છે. આવા લોકો આનંદી સ્વભાવના હોય છે. તેઓ પોતાની જાતને વ્યક્ત-અભિવ્યક્ત કરવામાં નિષ્ણાત હોય છે. તેઓ બધે સ્વીકૃત પણ હોય છે. તેમનો મિત્રવર્ગ વિશાળ હોય છે. તેમનું નિર્દોષ હાસ્ય જ તેમની સફળતાનું રહસ્ય હોય છે.

હિત

 • કોઈના હિતની એટલી બધી ચિંતા પણ ના કરો કે જાણે-અજાણે તેનું અહિત થઇ જાય. દરેકની સુખની વ્યાખ્યા પોતાની હોય છે. જે વ્યક્તિને પોતાની રીતે સુખી રહેતા આવડતું હોય એને એની રીતે રહેવા દેવી જોઈએ. એને દુખી સમજીને આપણે તેનું સુખ છીનવતા હોઈએ છીએ. સ્નેહ પણ સતામણી બની ના જાય તેની તકેદારી રાખવી જોઈએ. કૃષ્ણકાંત ઉનડકટ

હિંમત

 • જ્યારે કશું પણ હોડમાં મુકવાની હિંમત ન હોય ત્યારે આપણે આપણું બધું જ હોડમાં મૂકી દેતા હોઈએ છીએ………………………………. જીના ડેવીસ.

હું (myself)

 • એક વો હૈ જો માહોલ મેં ઢલ જાતે હૈ. હમ વો હૈ જો માહોલ બદલ કે જાતે હૈ.
 • હંમેશા તમે તમારી જાતને જ એટલી ગરિમાથી ટ્રીટ કરો કે તમારી આસપાસના લોકો પણ તમને આ જ રીતે ટ્રીટ કરવા પ્રેરાય.
 • એક સુંદર લાઈન मै भीतर गया, मै भी तर गया.

હૃદય

 • માથું ભલે ગમે તે દિશામાં હોય હદય હંમેશા સાચી દિશામાં હોવું જોઈએ.
 • ગામડામાં માત્ર ખેતર જ વિશાળ હોય છે તેવું નથી ત્યાંના લોકોના હદય પણ વિશાળ હોય છે. ગામડામાં માત્ર હવા જ ચોખ્ખી હોય છે તેવું નથી ત્યાંના લોકોના મન પણ ખુબ ચોખ્ખા હોય છે.
 • કોઈ પણ વ્યક્તિનું હદય કેવું ચાલે છે તે માત્ર ડોકટરો જ બતાવી શકે પણ કોઈ પણ વ્યક્તિના હદયમાં શું ચાલે છે તે તો તેના સાચા મિત્રો જ બતાવી શકે.
 • બીજાને પછાડવા કુબુદ્ધિ જોઈએ પણ બીજાને અપનાવવા વિશાળ હ્રદય જોઈએ.

ઈચ્છાશક્તિ

 • ઈચ્છાશક્તિ અદભુત સ્વશક્તિ છે. ઈચ્છાશક્તિ આપણી અન્ય શક્તિઓને ખીલવે છે. કલ્પનાશક્તિ, સંકલ્પશક્તિ અને રચનાત્મક શક્તિનો વિકાસ તેનાથી થાય છે. ઈચ્છાશક્તિ આપણી સમસ્ત સંભાવનાઓને સાકાર કરવા પ્રેરિત કરે છે. પ્રસન્નતા પૂર્વક કષ્ટો સહન કરવા આપણા આત્માને પ્રેરિત કરે છે. આપણી કલ્પનાના તરંગોમાં જ્યારે સંકલ્પનું અંકુરણ થાય છે ત્યારે આપણી પ્રાણશક્તિ અગ્રેસર બને છે. છેવટે આપણી સંકલ્પશક્તિ સાકાર બને છે.

10 ટિપ્પણીઓ

 1. લેખકભાવેશ પંડ્યા

  on May 21, 2018 at 7:18 pm - Reply

  ખૂબ સરસ સંકલન છે

 2. લેખકSanjay R Desai

  on July 5, 2020 at 12:56 pm - Reply

  ખૂબ જ સરસ સંકલન વાંચવાની તક મળી . મન આનંદિત થઇ ગયું.

 3. લેખકકલ્પેન પટેલ

  on August 31, 2020 at 10:07 pm - Reply

  અદ્બભુત ખજાનો છે. વાંચીને થાકેલ મન ફરીથી મહેનત કરવા માટે પ્રેરાય એવું સુંદર છે.

  આભાર

 4. લેખકદક્ષેશ પટેલ

  on December 11, 2020 at 11:13 am - Reply

  જય શ્રી કૃષ્ણ બધું વાંચીને બહુ જ આનંદ તેને whatsapp માં અમુક અમુક બધાને મોકલી ને બધાને પણ આનંદ આવે છે

  • લેખકDr. Ashish Chokshi

   on December 13, 2020 at 10:07 pm - Reply

   Dr. Ashish Chokshi

   આભાર દક્ષેશભાઈ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો