મુલાકાતી નંબર: 430,016

Ebook
ઈન્વરટેડ નીપલ
ઈન્વરટેડ નીપલ અને બ્રેસ્ટ ફીડીંગ (સ્તનની નીપલનું અંદરની બાજુ વળેલું હોવું) સામાન્ય રીતે માતાની નીપલની સ્થિતિ સ્તનની બહારની બાજુ ઢળેલી હોય છે પરંતુ નીચેના કારણોસર નીપલ અંદરની બાજુ (ઈન્વરટેડ) હોઈ શકે છે. ૧૦ થી ૨૦% માતામાં કોઈ પણ કારણ વિના જન્મથી, કોઈ સર્જરી પછી, અકસ્માત પછી, સ્તનમાં કોઈ ઇન્ફેકશન પછી, બહુજ ઝડપથી વજન ઘટાડ્યું હોય ત્યારે તેમજ ટીબી કે કેન્સર જેવી બિમારીને લીધે માતામાં ઇન્વેરટેડ નીપલ હોય છે. ઇન્વેરટેડ નીપલને લીધે સ્તનમાં દૂધવાહિની ટૂંકી અથવા સુકાઈ જાય છે જેને લીધે માતાને ધાવણ આપતી વખતે દુખાવો થાય છે તેમજ બાળક નીપલ સરખી રીતે મોમાં લઈ શકતું નથી. ધીરે ધીરે ધાવણના જથ્થા પર અસર થાય છે માતા પોતે ધાવણ આપી શકશે નહીં અને પોતાને ધાવણ આવશે નહીં તેમ માનીને આત્મવિશ્વાસ ગુમાવી દે છે અને બહારનું દૂધ આપવા પ્રેરાય છે. આ તકલીફ સાથે બાળકને જન્મ આપતી માતા નીચેની વસ્તુઓ અમલમાં મૂકી તેની તકલીફ દુર કરી શકે છે. * સામાન્ય અથવા બહુ જ ઓછી માત્રામાં નીપલ ઈન્વરટેડ હોય તો ધાવણ આપતી વખતે સ્તન પર આંગળીઓના દબાણથી જ નીપલ બહાર આવી જશે. જેમ જેમ બાળક ચુસસે તેમ નીપલ વધુ બહાર આવશે. * બાળક ધાવણ નાં લેતું હોય ત્યારે પણ નીપલને આંગળી વચ્ચે દબાવી મસાજ કરી શકાય. આ માટે બ્રેસ્ટ પંપ કે સકસન પંપનો પણ ઉપયોગ કરી શકાય. આમ કરવાથી નીપલની અંદરની બાજુની સ્નાયુની પેશી જે સંકોચાઈ ગઈ હોય તે ધીરે ધીરે હળવી (રિલેક્સ) થશે અને નીપલને બહાર આવવામાં મદદ કરશે. * નીપલ શિલ્ડનો ઉપયોગ માતા શરૂઆતના દિવસોમાં કરી શકે. * ૧૦ કે ૨૦ મિલી.ની સિરીંજનો ઉપયોગ ઘણો સફળ રહ્યો છે. આ માટે માતાએ ડોક્ટર પાસે કે હોસ્પિટલના સ્ટાફ પાસેથી તેના ઉપયોગની પદ્ધતિ બરાબર સમજી લેવી જોઈએ. * બાળકને કાંગારું કેર સ્થિતિમાં વારંવાર રાખવું. આમ કરવાથી જે પ્રકારની નીપલ હોય તેવી નીપલ સાથે બાળક માતાની નીપલ મોમાં બરાબર રીતે લેવા ટેવાતું જશે. * આમ તો આવી નીપલનું નિદાન સગર્ભાવસ્થામાં જ ગાયનેક ડોક્ટર દ્વારા સ્તનની તપાસ દરમ્યાન થઇ જતું હોય છે. તે વખતથી જ નીપલની હળવી કસરત શરુ કરી દેવામાં આવે તો બાળક જન્મે ત્યાં સુધીમાં નીપલ સામાન્ય થઈ જતી હોય છે. આ તકલીફ હોય તે માતાએ જરા પણ ગભરાયા વિના ઉપરની પધ્ધતિથી તેમજ ધાવણ કાઢીને બાળકને પોતાનું જ દૂધ આપવાનું ચાલુ રાખવું. થોડી ધીરજ અને હિંમતથી કામ લેવાથી માતાની તકલીફ દુર થઈ જાય છે અને તે સફળ રીતે ઈચ્છે ત્યાં સુધી બાળકને સ્તનપાન કરાવી શકે છે. ઘણી માતામાં એવું બને છે કે આ તકલીફ પહેલા બાળક પુરતી જ સીમિત રહે. પછી નીપલ હંમેશ માટે બહાર આવી જાય છે અને બીજા બાળકને કોઈ તકલીફ પડતી નથી.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો