મુલાકાતી નંબર: 430,110

Ebook
દરેક માતાની ચિંતા – મારું બાળક જમતું નથી
• છ માસ સુધી બાળકને ફક્ત ધાવણ આપવાનું હોય છે. ત્યારબાદ ઉપરનો ખોરાક ચાલુ કરવાનો થાય છે ત્યારે માતાનો બાળકને જમાડવા માટેનો સંઘર્ષ ચાલુ થતો હોય છે. સવારથી ઉઠીને માતાને પોતાના બાળકે કેટલું ખાધું, કેવું ખાધું વગેરે વિચારો જ આવતા હોય છે. ઘરના સભ્યોનું મુખ્ય ધ્યેય પણ બાળક કેટલું જમ્યું તે જ રહેતું હોય છે. બાળકને જમાડવાના થોડા નિયમો કુટુંબીજનોએ સમજવા જરુરી છે. • બાળકને ખોરાક વજન વધારવા માટે નહીં પણ તે આનંદથી (એન્જોય કરીને) લે તે શીખવવું જોઈએ. • બાળકને ભાવે તે જ ખોરાક, તેટલી જ માત્રામાં અને તેના સમયે લેવા દેવો. • ખોરાકનો વધુ જથ્થો બાળકને વધુ ફાયદો કરે તેવું હોતું નથી. તે પોતાની જાતે જેટલું જમે તે તેને વધુ ફાયદો કરે છે. માતાપિતાના વધુ પ્રયત્નોથી બાળકનો ખાવાનો જથ્થો ઘટી જાય છે. • બેલેન્સ ડાયેટ (ઘરમાં બનતું બધું જ જેમ કે દાળ, ભાત, શાક અને રોટલી) મોટા ભાગે બાળક સાત વર્ષે લેતા શીખે છે. ત્યાં સુધી તે કોઈ એક વસ્તુ વધુ જમે અને કોઈ વસ્તુ ઓછી જમે તેવું બને. • કુટુંબના બધા જ સભ્યોએ ઓછામાં ઓછી એક વખત તો સાથે બેસીને જમવું જોઈએ કે નાસ્તો કરવો જોઈએ. બધાનું અનુકરણ કરી બાળક પણ જાતે જમતા શીખે છે અને તેને આનંદ પણ આવે છે. • એક વર્ષનું બાળક જમતા શીખતું હોય તો તેને હાથમાં ચમચી પકડાવી તેની મેતે જમતા શીખવા દેવું. તે ઢોળે કે ચમચી વાડકીથી જમવાનું ફેંદે તો પણ ચાલે. • તેને નાં જમવું હોય તો નજર ચૂકવીને પરાણે તેના મોમાં નાખવું કે ખોસવું નહીં. • બાળકને જમાડતી વખતે દબાણ, લાલચ કે ગુસ્સાથી ક્યારેય જમાડવું નહીં. • જમવાની વસ્તુની ‘વિઝ્યુઅલ ઇફેક્ટ’ બાળકને આપવી. ટીવી પર જાહેરાત જોઇને જેમ બાળકને વેફર કે ચોકલેટ ખાવાની ઈચ્છા થાય છે તેમ ઘરના બનાવેલા નાસ્તા જેમ કે ચકરી, ફરસી પૂરી કે ચિક્કી જેવા ખોરાક કાચના કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી મુખ્ય ડાયનીંગ ટેબલ પર રાખવાથી બાળકની નજરે તે વારંવાર પડે છે અને તેને તે ખોરાક ખાવાની ઈચ્છા થાય છે. null • બાળક જમવાના સમયે નાં જમે અને આડાઅવળા સમયે ઘરના જ બનાવેલા ઉપર પ્રમાણેના નાસ્તા લે તો ચાલે. તેને કેલરી તો પુરતી મળી જ જાય છે ને. હા, આડાઅવળા સમયે તે જમવાનું નાં જમે પછી નુડલ્સ, ક્રીમ બિસ્કિટસ કે વેફર નાં લે તેનું ધ્યાન રાખવું જોઈએ. • સાત વર્ષ સુધી બાળકને બને ત્યાં સુધી ઘરનું જ બનાવેલ જમાડવું. ઘરનું બનાવેલ ઘી, તેલ થી ભરપુર હોય તો પણ ચાલે. બજારના ઘી, તેલ વાળા ખોરાકમાં મીઠું અને ખાંડનું પ્રમાણ પણ વધુ હોય છે. તેનાથી બાળકમાં નાની ઉંમરે સ્થૂળતા થવાની સંભાવના રહે છે. • બાળક તેને ગમતું વધુ માત્રામાં જમે તો પણ ચાલે. જેમ કે મારું બાળક દિવસમાં ત્રણ વખત દાળ-ભાત જ ખાય છે. તે રોટલી અડતું જ નથી. તો આ બાળકને રોટલી જમાડવાનો ફોર્સ કરાય પણ નહીં. તેનું છ માસનું ભોજન આપણે જોઈએ તો કોઈ એક મહિનો તેણે દાળભાત વધુ ખાધા હશે. કોઈ એક મહિનો રોટલી-શાક વધુ લીધા હશે. કોઈ એક મહિનો ફળો વધુ લીધા હશે. આમ સમગ્ર છ માસનું મૂલ્યાંકન કરીએ તો તેનો ખોરાક બેલેન્સ્ડ ડાયેટ જણાશે પણ બને કે રોજે રોજનું તેણે બેલેન્સ્ડ ફૂડ નાં પણ લીધું હોય. • તે ચાલતા શીખે પછી જ શીરો કે રાબ જેવું હેવી ફૂડ અપાય તે માન્યતા ખોટી છે. રાબ કે શીરો બાળકને સાતમાં માસમાં પણ આપી શકાય. હેવી ફૂડ રાત્રે નાં અપાય, તેનાથી ગેસ થાય અને રાત્રે આવો ખોરાક આપવાથી પચવામાં અઘરું પડે તે પણ માન્યતા ખોટી છે. ઘણીવાર હેવી ફૂડ આપ્યું હોય તેને લીધે જ તે સુઈ શકે તેવું બને. • પેલો છોકરો વધુ જમે છે અને તું ઓછુ જમે છે. જમીશ નહીં તો ડોક્ટર અંકલ પાસે લઈ જઈ તને ઇન્જેક્શન અપાવશું. તેવા સરખામણી વાળા અને શરતી વાક્યોથી તેને નાં જમાડવો. • બાળક નાં જમે તો જુદા જુદા સભ્યોએ વાંરવાર પ્રયત્ન કરી તેને કોઈ પણ રીતે જમાડવો જ પડે તેવું વર્તન નાં કરવું. • ઘણીવાર બે વર્ષના બાળકને ટાઈલ્સ પર સાફ કરી અમુક ખાવાની વસ્તુ ટાઈલ્સ પર મૂકી તેને જમાડવાથી પણ તે જમી લે છે. • કલર અને ફ્લેવરવાળા ખોરાક બાળકને આપવાનું હંમેશા ટાળવું. જેમ કે લાલ-પીળી ગોળીઓ, લાલ-પીળા શરબત, ઠંડા પીણા, કેક, જામ, ક્રીમ બિસ્કિટ વગેરે આપવાનું ટાળવું. • બાળકે અમુક માત્રામાં દૂધ પીવું જ પડે તે બિલકુલ જરુરી નથી. દૂધ નાં લેતા બાળકને દુધની અન્ય પ્રોડક્ટ જેમકે દહીં, છાસ, પનીર અને ઘી આપવાનો પ્રયત્ન કરી શકાય. ‘તે નથી ખાતો એટલે તેને દૂધ આપી દો’ એવું પણ નાં વિચારાય. દૂધ નાં લેતા બાળકોને લલચામણી જાહેરાતોમાં આવતા ફોટા જોઇને કોઈ પ્રોટીન પાવડરના ડબ્બા આપવા તે પણ વસ્તુ ખોટી છે. • બાળકના ખોરાકમાં પુરતું પ્રવાહી, પ્રોટીન, લોહતત્વ અને રેસા આવે તેનું ખાસ ધ્યાન રાખવું. • બાળકનો સુતી વખતનો છેલ્લો આહાર દૂધ નાં હોવો જોઈએ. દુધમાં રહેલુ લેકટોઝ નામનું સુગર તત્વ આખી રાત બાળકના દાંત પર ચીપકેલું રહે છે જેનાથી દાંત વાંરવાર સડે છે. • બહારથી આવી હાથ ધોઈને જ જમવાનું આપવું અને જમાડવું. પાણી ડોયાથી જ પીવું. અને રાત્રે સુતા અવશ્ય બ્રશ કરવું. • માતાપિતાની જમવાની/જમાડવાની આદત જ બાળકની આદત બને છે. • નાનપણમાં બહુ દબાણ અને ધાક-ધમકીથી જમેલ બાળકોને ઉલટી, ગેસ અને ચિડીયા પણું જેવી તકલીફો થાય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો