મુલાકાતી નંબર: 430,022

Ebook
આઈ.સી.યુ ગ્રાન્ડપ્પા
૨૦૦૫ની સાલમાં અમેરિકાની એટલાન્ટા હેલ્થ કેર હોસ્પિટલમાં ડેવિડ ડયુચમેન નામનાં ૭૦ વર્ષીય વડીલ પોતાના પગમાં થયેલ ઈજાની સારવાર અર્થે આવતા હતા. ડેવિડ ડયુચમેને તે વખતે જોયું તો એક માતા રડતી રડતી PICU (પીડીયાટ્રીક ઇન્ટેન્સીવ કેર યુનિટ)માં થી બહાર આવતી હતી. ડયુચમેને તે માતા પાસેથી તેના બાળકની તકલીફ વિશે માહિતી મેળવી અને તેને સાંત્વના આપી. તે ઘટનાથી ડયુચમેનના મનમાં એક નવો વિચાર આવ્યો. તેમણે તરત પોતાના વિચારને અમલમાં મૂકીને તેઓ વોલન્ટીયર્સની ઓફિસમાં એક ખાસ કામ માટેની પરવાનગી લેવા ગયા. નિસ્વાર્થભાવે સારા કામ કરનાર વ્યક્તિની ઈશ્વરની શોધ પણ લાજવાબ હોય છે. ડેવિડ ડયુચમેનભાઈએ શરૂઆતમાં PICU માં માતાપિતાને કોઈ કામ હોય તો થોડા કલાકો માટે તેમને છોડાવવાનું કામ શરૂ કર્યું. ડેવિડ ડયુચમેનભાઈ ૨૦૦૦ની સાલમાં એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં માર્કેટિંગનું કામ કરતા હતા તે જવાબદારીમાંથી રીટાયર્ડ થયા હતા. ધીરે ધીરે તેઓ NICU(નીઓનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટ)ના સંપર્કમાં તેઓ આવ્યા. NICUમાં એક માસથી નાની ઉંમરના બાળકો, ઓછા વજન સાથે જન્મેલા પ્રિમેચ્યોર બાળકો તેમજ જન્મતા જ કોઈ વિશેષ તકલીફ ધરાવતા બાળકો હોય. આ નાજુક બાળકોને તેઓ પોતાના ખોળામાં લઈ ખુબ પ્રેમથી તેના કપાળે, હાથે અને પગે હાથ ફેરવી એક હુંફાળો સ્પર્શ આપતા. grandappa નિસ્વાર્થભાવે કરેલા પ્રેમાળ સ્પર્શમાં પણ કેટલો હિલીંગ પાવર હશે કે તેમના હાથનો સ્પર્શ થતા જ રડતા નવજાતશિશુ શાંત થઈ જતા. જીવનના નવમાં દાયકામાં પ્રવેશેલા ડેવિડ ડયુચમેનભાઈને હવે ‘ICU GRANDAPPA’ નામની પ્રેમાળ ઓળખ મળી છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી આ હોસ્પિટલના PICU માં દર મંગળવારે બે કલાક માટે અને NICU માં દર ગુરુવારે બે કલાક માટે આવે છે. ઓછા વજનવાળા નવજાતશિશુને જ્યારે તેઓ ખોળામાં લઈને ખુબ પ્રેમથી ધીમા સાદે ‘તું મારૂ સૂર્યપ્રકાશ છે’ તેમ કહે છે ત્યારે આ નવજાતશિશુ પણ જાણે ઘણા વખતથી આ હુંફ ઝંખતું હોય તેમ ‘આઈ.સી.યુ દાદા’ની આંગળી અને હાથ છોડવા તૈયાર નથી હોતું. આ હોસ્પિટલના NICU ની એક નર્સ ઈલીઝાબેથ મિટિંગા કહે છે કે, ‘જે નવજાતશિશુઓને આ ICU દાદાના સ્પર્શના આશિર્વાદ મળ્યા છે તે બાળકો રડતા તો શાંત થાય જ છે તે ઉપરાંત તેઓ નળીથી અપાતું દૂધ પણ સારી રીતે પચાવી શકે છે અને તેમનું વજન પણ સારી રીતે વધે છે’. મેરી બ્રુટોલ નામની એક માતા કહે છે કે જીવનની શરૂઆતમાં જ આવો પ્રેમાળ સ્પર્શ મેળવનાર બાળકો ખુબ નસીબદાર કહેવાય. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ લોગાન નામનું છ અઠવાડિયાનું એક બાળક જેનો જન્મ ૨૫માં અઠવાડિયે (અધૂરા માસે) થયો હતો તેની માતા આગલી રાતથી પોતાના ઘરે ગઈ હતી, તે દોડતી દોડતી NICU માં આવી. NICU માં તેણે એક દ્રશ્ય જોયું તો તેના પગ થંભી ગયા. તેનું બાળક લોગાન આ આઈ.સી.યુ દાદાના ખોળામાં નિરાંતે સુઈ રહ્યું હતું. તેની કોમળ આંગળીઓ પર દાદાનો હાથ ફરી રહ્યો હતો. અને દાદા ધીમા અવાજે કોઈ ગીત પણ ગાઈ રહ્યા હતા. તેના પગ ત્યાંજ જકડાઈ ગયા. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે આ દ્રશ્યના ફોટા અને વિડીઓ પણ લીધા. હોસ્પિટલે આ વિડીઓ અને ફોટાને ફેસબુક પર મુક્યા. થોડા કલાકોમાં જ આ ફોટા વાયરલ થઈ ગયા અને દુનિયાભરમાં જોવાયા. અત્યાર સુધી ખ્યાતિ અને ઓળખથી દુર રહેલા આઈ.સી.યુ દાદાને દુનિયા ઓળખતી થઈ. ફેસબુક પર તેમના વિડીઓની નીચે એટલાન્ટા વિસ્તારના ઘણા માતાપિતાએ કોમેન્ટ પણ લખી કે તેમના બાળકો પર પણ દાદાનો પ્રેમાળ હાથ ફર્યો હતો અને તે બાળકો હવે ચાર થી પાંચ વર્ષના થઈ ગયા છે. grandappa 2 મેડીકલ સાયન્સમાં છેલ્લા દસકામાં ઓછા વજનવાળા નવજાતશિશુઓ માટે ‘કાંગારૂ કેર સારવાર’ ખુબ પ્રચલિત થયેલી છે. આ સારવારમાં માતા, પિતા કે કુટુંબની અન્ય કોઈ પણ વ્યક્તિ નવજાતશિશુને પોતાના શરીરનો હુંફાળો સ્પર્શ આપે તો નવજાતશિશુનો વિકાસ ઝડપી બને તે સંદેશો તો હતો જ. આઈ.સી.યુ દાદાએ પણ આ વાતને પુષ્ટિ આપી ઉપરાંત એવું પણ કહી શકાય કે કુટુંબ સિવાયની કોઈ પણ વ્યક્તિ જો મન અને હ્રદયથી નવજાતશિશુને હુંફાળો સ્પર્શ અને પ્રેમ આપે તો તેનો વિકાસ અને વૃદ્ધિ ચોક્કસપણે ઝડપી બને. ડેવિડ ડયુચમેનભાઈની બે દીકરીઓ ૫૦ વર્ષની છે અને તેમના બે પૌત્રો ૨૧ અને ૧૯ વર્ષના થઈ ગયા છે. ડેવિડ ડયુચમેનભાઈના મિત્રો ક્યારેક તેમને પૂછે છે કે નવજાત બાળકોને તમે કેમ ખોળામાં રાખો છો? તેઓ ખુબ વિનમ્રતાથી કહે છે કે, ‘આ કામથી જ મને એવું લાગે છે કે હવે જીવનમાં હું કઈક અર્થપૂર્ણ કરું છું. આ બાળકોને મળીને તેમને જે મળે છે તેના કરતાં મને કઈક વિશેષ મળે છે.’ આપણા ભારતની તો સંસ્કૃતિમાં જ એવા સંસ્કાર છે કે ઘરમાં નવજાતશિશુનું આગમન થાય એટલે દાદા-દાદી અને નાના-નાની બધું જ ભૂલી પોતાનું સર્વસ્વ પોતાના પૌત્ર કે પૌત્રીના ઉછેરમાં જ વિતાવતા હોય છે. ટીવી પર આવતી પ્રખ્યાત સિરિયલ ‘તારક મહેતાના ઉલટા ચશ્માં’માં લગભગ બે વર્ષ પહેલા એક સુંદર સામાજિક સંદેશો હતો. દાદા ચંપકલાલ તેના પૌત્ર ટપુને કહે છે કે, ‘બાળકનું બાળપણ અને વડીલોનું ઘડપણ તો જ સફળ થયેલું ગણાય કે બંનેને એકબીજાનું સાનિધ્ય મળે.’

8 ટિપ્પણીઓ

 1. લેખકPrashanti kothari

  on October 15, 2017 at 9:44 am - Reply

  Very nice article sir

  • લેખકDr.Ashish Chokshi

   on October 17, 2017 at 8:11 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks prshantiben

 2. લેખકRkpujara

  on October 15, 2017 at 7:28 pm - Reply

  Wonderful power of human touch…. excellent article..

  • લેખકDr.Ashish Chokshi

   on October 17, 2017 at 8:12 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks

 3. લેખકRkpujara

  on October 15, 2017 at 7:28 pm - Reply

  Excellent article…. the miracle of human touch

  • લેખકDr.Ashish Chokshi

   on October 17, 2017 at 8:13 am - Reply

   Dr.Ashish Chokshi

   yes, we learn many things from senior citizens.

 4. લેખકReepal

  on October 16, 2017 at 7:42 am - Reply

  very nice 👍

  • લેખકDr.Ashish Chokshi

   on October 17, 2017 at 8:13 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો