મુલાકાતી નંબર: 430,025

Ebook
આજે ‘માતૃભાષા’ દિવસ
બાળક માતૃભાષાનું જ્ઞાન કેવી રીતે મેળવશે? ત્રીજા ધોરણમાં   ભણતા યશને તેની અંગ્રેજી માધ્યમની સ્કુલમાંથી એક પ્રોજેક્ટ હતો. તે અંતર્ગત તેણે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને મળવાનું હતું, તેમની જરૂરિયાત અને રહેણીકરણીનો અભ્યાસ કરવાનો હતો. યશ આ બાળકોને મળ્યો પણ તેણે અત્યાર સુધી ફક્ત અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ લીધું હતું. પોતાની માતૃભાષામાં વાતો કરવાનો પણ વિશેષ અનુભવ ન હતો. તેણે તેના માતાપિતાને પ્રોજેક્ટમાં મદદ કરવા કહ્યું. માતાપિતાએ મદદ તો કરી પણ તરત શાળામાં જણાવ્યું કે માતૃભાષાનું શિક્ષણ પણ શાળાએ આપવું જોઈએ.   માતૃભાષાનું શિક્ષણ આપવું તે શાળા પહેલા માતાપિતાની ફરજમાં આવે. માતાની સગર્ભાવસ્થાથી જ માતૃભાષાના શિક્ષણના મુળિયા રોપાઈ જતા હોય છે. માતાએ છેલ્લા ત્રણ માસ માતૃભાષામાં પોતાને ગમતા પુસ્તકોનું વાંચન બોલીને કરવું જોઈએ. ગર્ભસ્થ બાળકના મગજના સ્પીચ એરિયામાં માતાએ બોલેલા શબ્દોનો સંદેશો પહોંચતો હોય છે. આ  બાળકે બોલવાની ઉંમર ૨ થી ૪ વર્ષ વચ્ચે માતૃભાષામાં શબ્દો બોલતા તકલીફ અનુભવવી નહીં પડે. માતૃભાષાનું શિક્ષણ પુરતું હશે તો જ બાળકને કુટુંબના સાંસ્કૃતિક અને સંસ્કારીક મૂલ્યોનું જ્ઞાન અને વારસો મળશે. ગમે તેટલી મોટી ડીગ્રી બાળક મેળવે પણ માતૃભાષાના જ્ઞાન વિના તેનું શિક્ષણ અધૂરું જ ગણાય. એ પછી માતૃભાષા બાળકને શીખવવાનો બીજો તબક્કો બાળક છ માસનું થાય એટલે આવશે. આ સમયે માતા અથવા ઘરના કોઈ પણ સભ્યએ રોજ અડધો કલાક જેટલો સમય પોતાનું વાંચન બોલીને કરવું જોઈએ. બોલાયેલા શબ્દો બાળકના મગજમાં સ્ટોર થતા હોય છે. બોલનારની પદ્ધતિ પ્રમાણે જ ઉચ્ચાર અને બોલવાની લઢણ બાળકમાં ઉતરશે. વંચાતા વિષયનો ભલે અર્થ બાળકને ખબર નથી પડતો પણ બોલાયેલા શબ્દો તેને બોલતા અને સમજતા ખુબ ઝડપથી આવશે. આ જ સમય ગાળામાં નાનાનાની કે દાદાદાદી સાથે રહેતું બાળક બાળવાર્તા, બાળગીતો અને જોડકણા સાંભળીને સુતું હોય છે. તેને પોતાના કુટુંબ, શહેર અને દેશ વિશેનો ઇતિહાસ વાર્તાના સ્વરૂપમાં શીખવા મળે છે. આ પણ માતૃભાષા શીખવવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. ઘરમાં ઘણી બધી જગ્યાએ માતૃભાષામાં વિવિધ પુસ્તકો રાખવા જોઈએ. માતાપિતાને વાંચતા જોઇને અને પુસ્તકો પડેલા જોઇને ક્તુહુલતાથી બાળક પણ તે વાંચતા શીખશે જ. કૌટુંબિક લગ્નપ્રસંગે બાળકને અવશ્ય લઈ જવા. પ્રસંગોના વિવિધ પ્રોગ્રામ્સમાં વાર્તાલાપ કે ગીતો બાળકને સાંભળવા મળશે. વડીલોને મળવાની તક મળશે. આ બધો સંવાદ માતૃભાષામાં જ થશે. વેકેશનમાં કુટુંબના બધા સભ્યો સાથે બેસી રોજ એક વાર્તાનું વાંચન માતૃભાષામાં સાથે કરી શકે. એક થી ત્રણ વર્ષ  વચ્ચે રોજના એક હજાર શબ્દો માતૃભાષામાં સાંભળનાર બાળકની ભાષા અને બોલી સુંદર થઈ શકે છે. છેલ્લે સ્કુલે પણ માતૃભાષા શીખવી શકે તેવા શ્રેષ્ઠ શિક્ષકો રાખવા જોઈએ. શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી તે શહેરમાં બોલાતી મુખ્ય ભાષામાં જ થાય તેવું આયોજન થવું જોઈએ. શાળામાં પણ માતૃભાષમાં પત્રલેખન અને ન્યુઝપેપર વાંચવાના પિરિયડ રાહી શકાય. માતૃભાષાનું જ્ઞાન  જ બાળકના વ્યક્તિત્વને સંપૂર્ણતા આપે છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો