મુલાકાતી નંબર: 430,122

Ebook
ખેલભાવનાનું પરિણામ
  ૨૮ જુન ૨૦૧૮ ના રોજ રશિયામાં રમાઈ રહેલ ફીફા (ફૂટબોલ) વર્લ્ડકપમાં જાપાન અને પોલેન્ડનો મુકાબલો હતો. આ મેચમાં જાપાન ૦ – ૧ થી હારી ગયું હતું. તેના ચાહકોએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે હારવા છતાં જાપાન પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશી શકશે. નસીબ પણ જાણે જાપાનને સાથ આપતું હતું. પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશવા લાયક અને ગ્રુપ H ના જાપાનના અન્ય હરીફ સેનેગલના મેચ અગાઉ જાપાન જેટલા જ ચાર પોઈન્ટ હતા. તેમની મેચ કોલંબિયા સામે હતી. કોલંબિયાના ત્રણ પોઈન્ટ હતા. આ મેચ જો ડ્રો જાય તો પણ સેનેગલ પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશી શકે તેમ હતું. પણ કોલંબિયાએ સેનેગલને ૧ – ૦ થી હરાવ્યું પરિણામે H ગ્રુપમાં છ પોઈન્ટ સાથે કોલંબિયા પ્રથમ સ્થાને રહ્યું અને પ્રી – ક્વાર્ટરમાં પ્રવેશ્યું. હવે જાપાન અને સેનેગલ બંને ટીમોના ચાર પોઈન્ટ થયા. પોલેન્ડ તેમની છેલ્લી મેચ ફક્ત જાપાન સામે જ જીત્યું હોઈ H ગ્રુપના ચાર દેશોમાં તે ત્રણ પોઈન્ટ સાથે છેલ્લા ક્રમે રહ્યું હતું. બીજા ક્રમ માટે જાપાન અને સેનેગલ બંને દાવેદાર હતા. ‘ફીફા’ના નિયમ અનુસાર જો બંને ટીમોના સરખા પોઈન્ટ થાય તો ગોલ ડિફરન્સ જોવાય. ગોલ ડિફરન્સ સરખા થાય તો ફેર પ્લે ને સહારે ટીમને આગેકુચની તક મળે. જાપાન અને સેનેગલે ગ્રુપ સ્ટેજમાં એક જીત, એક હાર અને એક ડ્રો પરિણામ મેળવતા બંને ટીમોના ચાર – ચાર પોઈન્ટ થયા હતા. બંને ટીમોએ ગ્રુપ સ્ટેજમાં ચાર – ચાર ગોલ કર્યા હતા. હરીફ ટીમોએ પણ તેમની સામે ચાર – ચાર ગોલ કર્યા હતા આથી બંને ટીમોનો ગોલ ડિફરન્સ પણ સરખો એટલે ઝીરો – ઝીરો થયો હતો. આખરે ફેર પ્લે પોઈન્ટ્સ ધ્યાનમાં લેવાયા જેમાં ઓછા યલો કાર્ડ મેળવનાર ટીમને આગેકૂચ અપાય છે. જાપાનને  ત્રણ ગ્રુપ મેચોમાં ચાર યલો કાર્ડ મળ્યા હતા જ્યારે સેનેગલને ત્રણ ગ્રુપ મેચોમાં છ યલો કાર્ડ મળ્યા હતા. ( ફૂટબોલમાં જ્યારે કોઈ ખેલાડી જાણી જોઇને હરીફ ખેલાડીને ઈજા પહોંચાડે કે નિયમનો ભંગ કરે તો ગેરશિસ્ત બદલ તેને યલો કાર્ડ દેખાડવામાં આવે છે) સેનેગલને વધુ યલો કાર્ડ મળ્યા હોઈ તે સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયું હતું. ફીફા વર્લ્ડકપના ઇતિહાસમાં જાપાન એવો સર્વપ્રથમ દેશ બન્યો કે જેને ફેર પ્લે પોઈન્ટ્સના સહારે નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય. ખેલભાવનાથી રમવાનું ફળ જાપાનને મળ્યું. જીવનમાં પણ એવું ઘણીવાર બને કે આપણી ડીગ્રી, સત્તા કે નાણાકીય સ્થિતિ ધ્યાનમાં ના લેવાય પણ આપણું કર્મ, ખેલદિલી ઉદારતા, ક્ષમાભાવના અને દયાભાવના જેવા ફેર પ્લે ઈશ્વરના રડારમાં આવતા હોય છે તે ધ્યાનમાં લેવાય અને આપણને કોઈ અકલ્પનીય મદદ મળે.  (ડો.આશિષ ચોક્સી)  

2 ટિપ્પણીઓ

 1. લેખકShabbirali kadiwala

  on April 11, 2020 at 3:57 pm - Reply

  Bahuj saras amari language mo kahiye to masha allah bahu saras preranadayi kisso share karva badal aabhar

  • લેખકDr. Ashish Chokshi

   on April 18, 2020 at 1:40 pm - Reply

   Dr. Ashish Chokshi

   આભાર શબ્બીરઅલી ભાઈ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો