મુલાકાતી નંબર: 430,018

Ebook
ટીન એઈજ બાળકોને તમારી બધી વાતો કહો (બધુ શેર કરો)
ટીનએઈજ બાળકોને બધી જ વસ્તુઓ સાચી જણાવો આશરે બારથી તેર વર્ષ પહેલાની સત્યઘટના છે. અજય નામના લગભગ ૧૬ વર્ષના ટીનએઈજ બાળકને લઈને તેના કોઈ સગા બતાવવા આવેલ. તેમણે કહ્યું, ‘અજયના પપ્પા –મમ્મીને જીવલેણ કાર અકસ્માત થયો છે. અજયે પિતા ગુમાવી દીધા છે. માતા અતિ ગંભીર પરિસ્થિતિમાં વેન્ટીલેટર પર હોસ્પિટલમાં છે. અમે અજયને પૂરી માહિતી નથી જણાવી. તેના પિતા પણ સારવાર લે છે તેમ જ કહ્યું છે. કદાચ તે આઘાત સહન ન કરી શકે. અજય ખાતો – પીતો નથી અને તેને ઊંઘ નથી આવતી.’ અજયના માતાપિતા સાથે અજયનો  જન્મ થયો ત્યારથી હું મળતો. નાનીમોટી તકલીફમાં તેઓ અજયને લાવતા આથી તેના કુટુંબ સાથે એક લાગણીથી જોડાયાનો પણ સંબંધ હતો. તેના માતાપિતા વિશે મેં થોડા પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા તો અજયને લાવનાર સગા તેની હાજરીમાં જવાબ આપવામાં મુશ્કેલી અનુભવે છે તેનો મને ખ્યાલ આવતા વિગતે પૂછવાનું મેં માંડી વાળ્યું. અજય સાથે થોડી આડીઅવળી વાતો કર્યા પછી મેં તેને મનોચિકિત્સકની સારવાર લેવાનું જણાવ્યું. હમણાં એક મહિના પહેલા ૨૭ – ૨૮ વર્ષનો એક યુવાન તેની પત્ની અને તેના નવજાતશિશુ સાથે કન્સલ્ટીંગ રૂમમાં આવ્યા. યુવાને તેની ઓળખાણ અજય તરીકે આપી અને બાર વર્ષ પહેલા તેઓ આવ્યા હતા તે ઘટના યાદ કરાવી. મને થોડીક જ વારમાં આખો પ્રસંગ યાદ આવી ગયો. અજયે તેના નવજાત શિશુને બતાવી તેની પત્ની અને બાળકને બહાર મોકલ્યા અને મારી સાથે ભૂતકાળને ઉખેડ્યો. તમને લાગે છે કે મમ્મી –પપ્પાને તે વખતે હજુ વધુ સારી સારવાર મળી શકી હોત? પપ્પાએ તો એક જ દિવસમાં દુનિયામાંથી વિદાય લીધી. મમ્મી પણ સંપૂર્ણ સારા તો નહતા જ થયા. ખુબ તકલીફો ભોગવી બીજા બે વર્ષ પછી આ દુનિયામાં થી વિદાય લીધી. મને અફસોસ થાય છે કે હું કેમ ૧૬ વર્ષનો જ હતો અને કમાતો ન હતો. અજય ગયો પછી મેં વિચાર્યું કે અજયે આવું કેમ વિચાર્યું. ટીનએઈજ બાળકથી સારું કે ખરાબ કશું છુપાવવું ન જોઈએ. અજયને તેના માતાપિતા વિશેની તકલીફ જણાવી તેમની પાસે લઈ જવો જોયતો હતો. એ વખતે ડોક્ટર સાથે વાતચીત કરાવી શક્ય એટલી શ્રેષ્ઠ સારવાર ચાલી રહી છે તે વિશ્વાસ તેને અપાવવા જેવો હતો. તે હજુ નાનો છે તે સમજી તેને આ ઘટનાથી દુર રાખવામાં આવે તેનું પરિણામ પછીના વર્ષોમાં નકારાત્મક આવી શકે છે. વર્ષો પછી પણ તેના માતાપિતાની ઘટનાથી તેને દુર રાખવામાં આવ્યો અને તે સહેજ પુખ્ત હોત તો તે વધુ સારું કરી શક્યો હોત તેવા વિચારો વ્યક્તિના મનમાં આવે જ. સાથે અજયને થઈ તેવી નકારાત્મક લાગણી થાય જ. તેની બદલે તે જ વખતે તેને સાચું જ જણાવી તેનો પણ અભિપ્ર્રાય લેવામાં આવ્યો હોત અથવા ડોક્ટરોએ તે જ વખતે તેને જણાવ્યું હોત કે તેને માતાપિતા માટે શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે તો તેને જિંદગીભર માતાપિતા ગુમાવ્યા છતાં સારી લાગણી અને સંતોષ રહેત. સાર એ જ છે કે ટીનએઈજ બાળકો સાથે ૧૦ વર્ષથી નાના બાળકો જેવું વર્તન ન કરો. તેમને કુટુંબમાં થતી બધી જ ઘટના અને શક્યતા વિશે માહિતી આપો અને અભિપ્રાય લો. cc9a878ac95a0cbac6b23c4504cb01bb_l

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો