મુલાકાતી નંબર: 430,017

Ebook
દિવ્યાંગ બાળકો અને પિતા – તેનું હાસ્ય જ મારી શક્તિ છે.
શારીરિક અને માનસિક રીતે નબળા બાળકો અને પિતા હમણાં જ થોડા દિવસ પહેલા ફાધર્સ ડે હતો. બાળકના ઉછેરમાં પિતાની સક્રિય ભૂમિકાનો શું ફાળો હોય છે તે વિશે ઘણું બધું વાંચવા મળ્યું. સામાન્ય બાળકોને ખાલી દિશા સૂચનની જરૂર હોય છે. તેઓ માતા કે પિતા એમ બે માંથી કોઈ એકનો સહકાર મળે તો પણ જીવનના દરેક તબક્કામાં આગળ વધી શકે છે. પણ શારીરિક રીતે કોઈ પણ તકલીફ ધરાવતા બાળકોમાં પિતાની સક્રિય ભૂમિકા બાળકનું જીવન બદલી શકે છે. આવા બાળકોમાં પિતાની ભૂમિકા અનિવાર્ય છે. આ બાળકોમાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતા અનુસાર જીવન કેમ જીવાય તે મદદ પિતા વધુ સારી રીતે કરી શકે છે. જાણીતા પત્રકાર અને રાજકારણી અરૂણ શૌરીના પુત્ર આદિત્ય જેને જન્મથી સેરેબ્રલ પાલ્સીની તકલીફ છે. તેના વિશે અરૂણ શૌરીએ એક પુસ્તકમાં લખ્યું હતું કે, ‘મેં મારા દીકરાને ગમતું બધું જ આપ્યું. તેને પ્રવાસનો શોખ હતો તો આખું ભારત મેં બતાવ્યું. તેને લઈને હું રેસ્ટોરન્ટમાં પણ હું જતો. અમે સાથે ગીતો પણ ગાયા છે અને સાથે સંગીત પણ સાંભળ્યું છે. તેનું હાસ્ય મારી શક્તિ છે.’ આમ શારીરિક અને માનસિક રીતે નબળા બાળકોના ઉછેર માટે પિતાનો સહકાર અનિવાર્ય છે. એકલી માતા બાળક માટે દરેક જગ્યાએ સંઘર્ષ કરે તે અશક્ય છે. બાળક તેની તકલીફના જે પણ તબક્કામાં હોય પણ જો પિતા તેના માટે અંગત રસ લઈ તેને બધું શીખવે તો તેનું ભવિષ્ય અલગ જ હોઈ શકે છે. અંશતઃ માનસિક અને શારીરિક તકલીફ ધરાવતા બાળકો પણ પિતાના બિનશરતી સાથ અને સાનિધ્યને લીધે ઘણી અસંભવ વસ્તુઓ શીખી લેતા હોય છે. સાયકલ ચલાવવી, સ્વિમિંગ, કમ્પ્યુટર, ડાન્સ તેમજ મોબાઈલ ફોનના ઉપયોગ પિતાની ધીરજ અને આત્મવિશ્વાસને કારણે તેઓ શીખી શકે છે. તેમને વિશેષ પદ્ધતિથી ભણાવીને દસમું કે બારમું તો ઠીક પણ કોલેજ સુધી પણ આ પ્રકારના બાળકો પહોંચી શકે છે. ૧૯૭૩ માં શશીકપૂર અભિનિત ‘આ ગલે લગ જા’ પિક્ચર આવ્યું હતું. ૧૯૭૪ માં મહેમુદ અભિનિત ‘કુંવારા બાપ’ પિક્ચર આવ્યું હતું અને ૨૦૦૧ માં અનિલકપૂર અભિનિત ‘રીસ્તા’ પિક્ચર આવ્યું હતું. આ ત્રણેય પિકચરમાં એક વાત સામાન્ય હતી કે બાળકને કોઈ શારીરિક તકલીફ હોય છે અને માતાની ગેરહાજરીમાં પિતા એકલે હાથે બાળકને સુવડાવે છે, ખવડાવે છે અને જીવન માટે શક્ય એટલી વસ્તુ જીવ રેડીને શીખવે છે. માતા આ બાળકને જન્મ અને જીવનની સ્થિરતા આપે છે જ્યારે પિતા આ બાળકને આ દુનિયામાં ક્યાં અને કેવી રીતે ડગ માંડવો તે શીખવે છે. દિવ્યાંગ બાળકો અને તેમના કુટુંબને પડતી સૌથી વિશેષ તકલીફ તેમણે સમાજ સામે લડવાનું હોય છે તે છે. આ લડત પિતા કુશળતાથી લડી શકે છે. આ બાળકોને મોટા કરતી વખતે માતાએ થોડું સમાજથી ડરીને અને લોકોને કેવું લાગશે તે વિચારવું પડે છે જ્યારે પિતાએ આ તકલીફનો સામનો ઓછો કરવો પડે છે. જે કુટુંબમાં દિવ્યાંગ બાળક હોય અને તેના પિતા તેના ઉછેર માટે પોતાનો સમય, શક્તિ અને નાણાનું સુંદર આયોજન કરી શકે તે બાળકનું ભવિષ્ય અને આગળનું જીવન સામાન્ય બાળક કરતા જરા પણ પાછળ નથી હોતું. જો અતિ વ્યસ્તતા વચ્ચે અરૂણ શૌરી પોતાના પુત્ર માટે જરૂરી સમય ફાળવી શકતા હોય તો સામાન્ય પિતા માટે પણ પોતાના દિવ્યાંગ બાળક માટે સમય ફાળવવો અસંભવ નથી.

10 ટિપ્પણીઓ

 1. લેખકગીતા પંચાલ

  on July 10, 2018 at 9:45 am - Reply

  બાળકના જીવનમાં પિતાની ભૂમિકા ખૂબજ સરસ રીતે વર્ણવી છે.જે તદ્દન સાચું સ્વરૂપ છે કારણકે માતા જન્મ આપે છે પિતા પાલન કરે છે આ એક કુદરતી સહિયારી જવાબદારી છે.

  • લેખકDr. Ashish Chokshi

   on July 10, 2018 at 3:00 pm - Reply

   Dr. Ashish Chokshi

   આભાર ગીતા બહેન, પિતાના સહકારથી માતાને બાળક માટે કોઈ પણ પ્રકારના સંજોગો સામે લડવાનું બળ મળે છે.

 2. લેખકDr. Shail Patel

  on July 10, 2018 at 2:46 pm - Reply

  અત્યંત સુંદર અને સમજુ લેખ. Keep it up.

 3. લેખકVandana Shail Patel

  on July 10, 2018 at 3:57 pm - Reply

  Very nicely said… And it’s true also.. About the roll of Dad… But very few dads do this type of duties….

  • લેખકDr. Ashish Chokshi

   on July 10, 2018 at 5:57 pm - Reply

   Dr. Ashish Chokshi

   પિતાએ ચોક્કસપણે બાળકોને મોટા કરવામાં રસ લેવો જ જોઈએ. પિતા બાળકમાં રસ લેતા થાય અને બાળકના જન્મથી જ અમુક બાળકોના કામ પિતા જ સારી રીતે કરી શકશે તેવો બાળકોના પિતાને તે આત્મવિશ્વાસ અપાવી માતા ઉત્સાહ વધારી શકે. દા.ત સ્કુલના અમુક પ્રોજેક્ટમાં તમને જ મારા કરતા વધુ સારી રીતે ફાવશે તમે તેને પ્રોજેક્ટ પૂરો કરવામાં મદદ કરો. સ્કુલમાં ટીચરને મળવા જતી વખતે તમને જ સારું ફાવશે તેમ કહી પિતાને ધીરે ધીરે બાળકની બધી જવાબદારીમાં રસ લેતા કરી શકાય. આભાર વંદનાબહેન

 4. લેખકBrijesh

  on July 11, 2018 at 8:52 am - Reply

  બહુજ સુંદર

  • લેખકDr. Ashish Chokshi

   on July 12, 2018 at 12:27 am - Reply

   Dr. Ashish Chokshi

   આભાર, બ્રિજેશ ભાઈ

 5. લેખકProf. R k Pujara

  on July 11, 2018 at 5:15 pm - Reply

  Excellent article …depicting all important role of father in the all round development of a child although historically mother’s role is glorified by authors & poets…

  • લેખકDr. Ashish Chokshi

   on July 12, 2018 at 12:26 am - Reply

   Dr. Ashish Chokshi

   આભાર, પુજારા સાહેબ, પિતાના યોગદાનને તેમના બાળકો સિવાય કોઈ વધુ સારી રીતે સમજી નાં શકે. પિતાનું મૌન વધુ હોય. તેમના વિશે ઓછુ લખાયું છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો