મુલાકાતી નંબર: 430,102

Ebook
બાળકોને શિખામણ આપવાની યોગ્ય પદ્ધતિ
  e8faf2c8902bda7c7add5e0b1ccb811f_l બાળકની જન્મથી શરૂ કરી વીસ વર્ષ સુધીની તેને ભણાવી-ગણાવી સારો માનવી બનાવવાની માતાપિતાની સફરમાં તેને અપાતી શિખામણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા માતાપિતા કહે છે કે અમારે બાળકોને કશું કહેવાનું જ નહીં. તેઓ સાચું-ખોટું કરે તો કોઈ શિખામણ આપવાની જ નહીં? બાળકો ક્યારેય શિખામણની વિરુધ્ધમાં નથી હોતા પણ શિખામણ આપવાની પદ્ધતિની વિરૂદ્ધમાં હોય છે. શિખામણ આપવાની પદ્ધતિમાં તેમને શું નથી ગમતું તે જાણીએ. બાળકોને એકની એક શિખામણ વાંરવાર અપાય તે ગમતું નથી. માતાપિતાને લાગે કે તેઓએ કહેલું બાળકો સાંભળે નહીં તો શું કરવું? વાંરવાર કહેવું તો પડે જ ને? તેમને એક વાર કોઈ શિખામણ આપ્યા પછી માતાપિતાએ થોડી ધીરજ રાખવી પડે. બાળકને પણ વિચારવાનો સમય આપવો પડે. તે ચોક્કસ માનશે. પણ વાંરવાર કહેવાથી બાળક સાચી સલાહ હશે તો પણ માનશે નહીં અને વધુ ઉશ્કેરાશે. માતા કે પિતાની શિખામણો વિરોધાભાસી ન હોવી જોઈએ. માતા કહે કે, ‘તું સવારે વહેલો ઉઠીને વાંચ.’ અને પિતા કહે કે ‘મોડા સુધી વાંચીએ અને સવારે મોડા ઉઠીએ તો ચાલે.’ તેવા માતાપિતાના વિરોધાભાસી મંતવ્યો બાળકને વધુ મૂંઝવે છે. શિખામણમાં મોટા ભાઈ-બહેન કે મિત્રો સાથે સરખામણી ના થવી જોઈએ. દરેક બાળકમાં પોતાનું આગવું વ્યક્તિત્વ, પ્રતિભા, કળા અને ખુબી હોય છે. માતા પિતાએ બાળકના સારા ગુણો શોધી તેને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ જેના ઉદાહરણ આપે છે તેની નકારાત્મક વસ્તુઓ માતાપિતાને ખબર નથી હોતી. માતાપિતાએ પોતાના જ ઉદાહરણો વાંરવાર ના આપવા. પોતાનો સંઘર્ષનો સમય કે પોતે વેઠેલી તકલીફો વિશે એકાદ વખત માતાપિતાએ પોતાના સંતાનોને જણાવ્યું હોય, તે તેમને હંમેશા યાદ હોય જ છે. વાંરવાર યાદ અપાવવાથી માતાપિતા પોતાનું સન્માન અને ગૌરવ બાળકની નજરમાં ગુમાવી દેતા હોય છે. માતાપિતા જ જ્યારે કોઈ અન્ય દબાણ કે ગુસ્સામાં હોય ત્યારે બાળકને શિખામણ આપવાનું ટાળવું. આ સમયે અપાયેલી શિખામણ સાચી હશે તો પણ યોગ્ય પદ્ધતિથી નહીં હોય તેથી તેની અવળી અસર થશે. ઘરના દરેક સભ્ય કોઈ પણ સમયે શિખામણ આપે તેવું ઘરનું વાતાવરણ ન હોવું જોઈએ. મમ્મી-પપ્પા, દાદા અને દાદી બધાજ પોતાની રીતે શિખામણ આપે અને સાંભળનાર વ્યક્તિ બાળક એકલો જ હોય તે ખુબ ભયજનક વાતાવરણ કહી શકાય. જે વ્યક્તિ યોગ્ય રીતે શાંતિથી બાળકને સમજાવી શકતી હોય તે વ્યક્તિને અન્ય વ્યક્તિઓએ બાળકને કહેવાના પોતાના મંતવ્યો વિશે ચર્ચા કરી લેવી જોઈએ.  શિખામણ ટુંકાણમાં થોડા શબ્દો કે નાના વાક્યોમાં હોવી જોઈએ. લંબાણપૂર્વક આપેલી શિખામણો બાળક સાંભળવા ખાતર જ સાંભળતો હોય છે.   બાળક જેમ મોટું થાય તેમ ઉંમર પ્રમાણે શિખામણો ઓછી કરતા જવી જોઈએ. જેમ કે ૧૫ વર્ષના બાળકને હાથ ધોવાની કે કપડા કેવા પહેરવા તે બહુ ગમશે નહીં. તેની ઉંમર પ્રમાણે જ શિખામણોનું સ્તર જળવાવું જોઈએ.

5 ટિપ્પણીઓ

 1. લેખકDhanesh Narwani

  on February 13, 2019 at 11:36 pm - Reply

  Thanks Bhaiya. I will apply this all in family and will surely tell the results, which will hopefully be positive

 2. લેખકDhanesh Narwani

  on February 13, 2019 at 11:39 pm - Reply

  Thanks Bhaiya.

  I will apply this all in family and will surely tell the results . K

  ind Thanks for remembering my problem.

  Thanks and regards

 3. લેખકVanshika Ainani

  on February 17, 2019 at 8:50 am - Reply

  Very very helpful and much required Counselling for parents like me….Thank u sir for the correct guidance

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો