મુલાકાતી નંબર: 430,099

Ebook
બાળકોમાં જોવા મળતી મોટી ઉધરસ – કૃપ
નાના બાળકોમાં જોવા મળતી મોટા આવાજ્ની ઉધરસને કૃપ કહે છે. કૃપ છ માસથી ત્રણ વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે. શિયાળામાં વધુ જોવા મળે છે. કૃપમાં બાળકોના ગળામાં ચેપ લાગે છે તેને મોટી ઉધરસ પણ કહે છે. સ્વરપેટીના ભાગ પર રોગની અસર વધુ જોવા મળે છે. પેરાઇન્ફ્લુંએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા, એડીનો અને રેસ્પીરેટરી શિન્સીયલ નામનાં વાયરસોથી આ ચેપ પ્રસરે છે. બાળકો જ્યાં ત્યાં અડે તેને લીધે, રમકડા મારફતે અને શરદી થઈ હોય તે બાળકો સાથેના સંપર્કથી આ વાયરસ ફેલાય છે. શરદી, ઝીણો તાવ, ઉધરસ અને ચિડિયાપણું જેવા લક્ષણોથી રોગની શરૂઆત થાય છે. ધીરે ધીરે શ્વાસનળીના ઉપરના ભાગમાં સોજો ચઢે છે આથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. સીલ નામનું દરિયાઈ પ્રાણી જ્યારે ઘૂરકે ત્યારે જે અવાજ ઉત્પન્ન થાય છે તેને કૃપ કહે છે. આ રોગથી અસરગ્રસ્ત બાળકમાં પણ આવો જ અવાજ આવે છે આથી આ રોગને પણ કૃપ કહે છે. ધીરે ધીરે ઉધરસના અવાજમાં રુક્ષતા વધે છે. બાળકને થુંક ગળવામાં પણ તકલીફ પડે છે. મોઢામાંથી લાળ પડે છે. શરીરમાં પુરતો ઓક્સિજન પહોચતો નથી આથી જીભ અને હોઠ સુકાયેલા લાગે છે. શરીર ફિક્કું લાગે છે અને ક્યારેક ચહેરો ભૂરો દેખાય છે. બાળકને સાંજ કે રાત પડે ને શ્વાસ લેવામાં તકલીફ વધી જાય છે. તે હાંફતું હોય તેમ લાગે છે. ફેફસામાં શુદ્ધ હવા લઈ જતી નળીઓ (બ્રોન્કાઈ) ને પણ જો અસર પહોચે તે અવસ્થા વધુ ગંભીર ગણાય. તેને લેરીન્ગોટ્રેકીયોબ્રોન્કોન્યુમોનિયા કહે છે. વધુ પડતા શ્વાસને કારણે બાળકોને સુવામાં તકલીફ પડે છે. રાત્રે આ અવાજ સ્પષ્ટ સંભળાય છે. એન્ટીબાયોટિક દવાઓ કે કફ સિરપથી રોગ મટતો નથી. આ રોગનું સચોટ નિદાન થવું જરુરી છે કારણકે સ્વરપેટી પર જે સોજો આવે છે તેની ખાસ સારવારમાં સ્ટેરોઈડ અને નેબ્યુંલાઈઝારથી દવા આપવી તે મુખ્ય ગણાય છે. બાળકને ખુલ્લી અને ચોખ્ખી હવામાં લઈ જવો જોઈએ. ઘરમાં ચોખ્ખાઈનું પ્રમાણ વધુ રાખવું જોઈએ. જે વસ્તુઓને બાળક સામાન્ય રીતે અડતા હોય તે રોજ લુછવી જોઈએ, ખાસ કરીને રમકડાં. ત્રિગુણી રસીના પ્રાથમિક અને બે બુસ્ટર ડોઝમાં આ રોગ વિરોધી રસી આવી જાય છે. ડોકટરે સૂચવેલું રસીકરણ નિયમિત કરાવવું. બાળકના અવાજમાં થોડો પણ ફેરફાર જણાય અને તેને શ્વાસ લેવામાં તકલીફ લાગે તો દેશી ઉપચાર કરવાને બદલે સમયસર ડોક્ટર પાસે લઈ જવું. સમયસર નિદાન અને સારવાર થાય તો આ રોગ પાંચ કે છ દિવસમાં સંપૂર્ણપણે મટી શકે છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો