મુલાકાતી નંબર: 430,122

Ebook
અબળા નહીં પણ સબળા
અબળા નહીં પણ સબળા ભારત – પાકિસ્તાનની ૧૯૭૧ ની લડાઈ વખતે ભારત હવાઈસેનાએ તેનું મુખ્ય કામ જામનગરથી રાખ્યું હતું. પણ ઇસ્લામાબાદથી ફક્ત ૪૮ કિમી. દુર આવેલ ભુજ એરપોર્ટનું વ્યુહાત્મક રીતે ખુબ જ મહત્વ હતું. પાકિસ્તાનનો ઈરાદો આ એરપોર્ટના રન વે ને તબાહ કરી ભારતની વાયુસેનાની કામગીરીને નબળો પાડવાનો હતો. સાત અને આઠ ડીસેમ્બર ૧૯૭૧ ની રાત્રિએ પાકિસ્તાને આ રન વે પર ૧૦૦ જેટલા બોમ્બ અને ૨૨ જેટલા રોકેટ છોડી રન વે ને તબાહ કરી નાખ્યો. ભારતીય વાયુસેના માટે આ રન વે ફરીથી ચાલુ કરવો ખુબ જરુરી હતો. IAF(ઇન્ડિયન એર ફોર્સ) અને BSF(બોર્ડર સિક્યોરિટી ફોર્સ) પણ અસમર્થતા બતાવી ચુક્યા હતા. ભારતીય વાયુસેનાને કોઈ મજુર પણ નાં મળ્યા. એવા સમયે નજીકના માધાપર ગામની ૩૦૦ વીરાંગનાઓ મદદે આવી. કહે છે ને હિંમત બતાવીને હારવું સારું પણ હિંમત નાં હારવી. આ વિરાંગનાઓએ ગાયના છાણનો વીશીષ્ટ પદ્ધતિથી ઉપયોગ કરી માત્ર ૭૨ કલાકમાં તો રન વે ફરીથી ઉભો કરી દીધો. તેમાં એક બાર ફૂટ ઊંડો ખાડો હતો તે પુરવો તો લગભગ અસંભવ હતો. પણ ફાઈટર પ્લેનોની ઘરેરાટી અને ખુબ નીચાણથી ઉડતા પાકિસ્તાની પ્લેનો વચ્ચે તેમણે ડર્યા વિના રાત દિવસ કામ કરી અસંભવ ને સંભવ બનાવી દીધું. તે વખતે આ કામમાં ભાગ લેનારી હીરુ ભુડિયા, રાધા ભુડિયા અને વીરુ લછાની જેવી ૪૦ મહિલાઓએ શરૂઆતમાં કરેલા પોઝીટીવ પ્રયત્નોથી પ્રોત્સાહિત થઈ પછી લગભગ ૩૦૦ જેટલી મહિલાઓ આ કામમાં જોડાઈ. ઘણીવાર સાયરન વાગે તો દોડીને આ મહિલાઓ ઝાડની પાછળ કે નજીક બનાવેલા એક બંકરમાં છુપાઈ જતી થોડીવારમાં પાછી કામે લાગી જતી. તેમણે ૭૨ કલાકમાં જ આ કામને શક્ય બનાવ્યું તેનાથી ભારતીય વાયુસેનાનું મનોબળ ખુબ વધ્યું. તે વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ માધાપરની આ મહિલાઓએ દાખવેલા હકારાત્મક અભિગમને બોર્ડર પર લડતા જવાનના અભિગમ સાથે સરખાવ્યો હતો અને ૫૦,૦૦૦ રૂ નું ઇનામ આપ્યું હતું જે રકમ આ મહિલાઓએ માધાપર ગામના વિકાસ માટે આપી દીધી હતી. ૧૯૧૫માં ભારત સરકારે આ વીશીષ્ટ કામગીરી બદલ માધાપર ગામમાં વિરાંગના સ્મારક ઉભું કર્યું.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો