મુલાકાતી નંબર: 430,135

Ebook
ખુશી
ખુશી : (૧૭/૦૭/૨૦૧૭) ડો.આશીષ ચોક્સી, કલરવ બાળકોની હોસ્પિટલ, મેમનગર, અમદાવાદ. પ્રિય મિત્રો, “Happy Monday morning” આજે આપણે ‘ખુશી’ શબ્દને ઓળખીએ. દરેક વ્યક્તિ અંગત રીતે તો ઈચ્છતી જ હોય છે કે પોતે ખુશ રહે. ઘણાને એ પ્રશ્ન પણ સતાવતો હોય છે કે ખુશ કેવી રીતે રહેવાય? ભગવાન બધું જ આપે છતાં ઘણા લોકો ખુશી મેળવી શકતા નથી. એવી પણ વ્યક્તિઓ હોય છે કે જેની પાસે કશું જ નથી છતાં તે હંમેશા પોતાની જાતને સુખી માનતો હોય છે અને ખુશ રહેતો હોય છે. આમ માણસ જો ભગવાને તેને આપેલું જીવન, પોતાને મળેલી તકો અને પોતાને કરવા પડતાં કામોમાંથી જ ખુશી (happiness) મેળવવાની ટેવ પાડે તો જ તે સુખી રહી શકે. વ્યક્તિ મહેનત કરી ધન મેળવી શકે, કુટુંબ સાથે રહી એક હુંફ અને રક્ષણ મેળવી શકે, પતિ-પત્ની-ભાઈ-બહેન-માતા કે પિતાનો પ્રેમ મેળવી શકે પણ આ બધામાંથી ખુશી અને સુખ મેળવવાનું તો તેણે જાતે જ શીખવાનું હોય છે. જે વ્યક્તિ લોકોને નાની નાની ખુશીઓ આપે છે તેને મોટી ખુશી અવશ્ય મળે જ છે. પોતાની વર્તમાન સ્થિતિ અને સમયને અનુકુળ થવાની આવડત ધરાવનાર હંમેશા ખુશ અને સુખી રહી શકે છે. તમે રોજ કોઈ પણ બે વ્યક્તિને ખુશ કરવાનો નિયમ લઈ શકો છો પણ તેમાંની એક વ્યક્તિ તમે ખુદ હો તે ખાસ જરુરી છે. જ્યારે તમે રાત્રે સુઈ જાઓ છો ત્યારે અંધારું હોય છે સવારે ઉઠો છો ત્યારે અજવાળું હોય છે. પૃથ્વી પરની દરેક વ્યક્તિ ખુશ અને આનંદિત રહી તેમના દિવસની શરૂઆત કરે તે માટેનો ઈશ્વરીય સંદેશો આ અજવાળું છે. ઈશ્વરે આ વહેંચણી બધા માટે એકસરખી કેટલી સુંદર રીતે કરી છે. આ અજવાળાના આગમનને પક્ષીઓનો કલરવ કેવો વધાવતો હોય છે. આપણા ઘરના સભ્યો, ઓફિસનો સ્ટાફ, મિત્રો અને પડોશીઓ એમ દરેકને આપણે ખુશ રાખવાનો પ્રયત્ન કરીશું તો એ બહુ અઘરું કામ બને પણ આ બધાના વર્તન અને વાણીથી સંતુષ્ટ રહી આપણે જ ખુશ રહીએ તો સુખી થવું કેટલું સરળ બની જાય... બરાબરને? લોકો ‘જેવા છે તેવા’ એવું થોડું સ્વીકારવાથી, થોડું જતું કરવાથી અને લોકો પાસેથી થોડી અપેક્ષાઓ ઓછી રાખવાથી આપોઆપ તમારી સાથે રહેનારાઓને તમારાથી ખુશી મળશે. આમ તમારા કારણે લોકો ખુશ રહેશે તો તમને ખુશી અને સુખ આપોઆપ મળશે જ. તેના પરિણામે કોઈની મદદ વિના તમને જ તમારી જાત પ્રત્યે સારું લાગશે. તમને જ તમારા માટે સારું લાગે તેનાથી મોટી ખુશી તમારા માટે કોઈ હોઈ શકે? કોઈએ બરાબર કહ્યું છે, “ Happiest person are not always happy in their life. But they have ability to find happiness in their day to day activity.” કલરવ : તમે ખુશ રહો તે જ તમારા દુશ્મનો માટે મોટી સજા છે. All the best for a successful week ahead. drashishchokshi.com ph : 9898001566.

16 ટિપ્પણીઓ

  1. લેખકDr. Hina mashkaria

    on July 17, 2017 at 7:18 am - Reply

    વાહ…આ wk days ની શરૂઆત જ ખુશી થી થઈ. અમે પણ તમને return gift માં તમને ઢગલો ખુશીઓ મળે તેવી શુભેચ્છાઓ મોકલીએ છીએ

    • લેખકDr.Ashish Chokshi

      on July 17, 2017 at 9:34 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks hina

  2. લેખકFalak Barot

    on July 17, 2017 at 7:33 am - Reply

    Wah…what a thought to be happy first before finding happiness outside. Made my day Sir. Thank you.

    • લેખકDr.Ashish Chokshi

      on July 17, 2017 at 9:35 am - Reply

      Dr.Ashish Chokshi

      true falakbhai thanks

  3. લેખકDr. Anil K. Patel

    on July 17, 2017 at 7:58 am - Reply

    Excellent thoughts.

    • લેખકDr.Ashish Chokshi

      on July 17, 2017 at 9:35 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks anilbhai

  4. લેખકKinjal

    on July 17, 2017 at 8:24 am - Reply

    Superb article….
    Feeling great to start my week with this beautiful thought…👍👍👌

    • લેખકDr.Ashish Chokshi

      on July 17, 2017 at 9:36 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks

  5. લેખકRupal kothari

    on July 17, 2017 at 8:28 am - Reply

    Very true! Very nicely explained !

    • લેખકDr.Ashish Chokshi

      on July 17, 2017 at 9:36 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks rupalben

  6. લેખકDr. Harsha Patel

    on July 17, 2017 at 9:00 am - Reply

    Very nice , sir excellent thought

    • લેખકDr.Ashish Chokshi

      on July 17, 2017 at 9:36 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks dr harsha

  7. લેખકB. Trivedi

    on July 17, 2017 at 9:19 am - Reply

    Nice article. The best part of this blog is….to help otherS to make yourself happy and don’t expect in return.

    • લેખકDr.Ashish Chokshi

      on July 17, 2017 at 9:33 am - Reply

      Dr.Ashish Chokshi

      true bhaargav

  8. લેખકDipsha

    on July 17, 2017 at 10:45 am - Reply

    True & thanks to helping us to start our new week positively.

    • લેખકDr.Ashish Chokshi

      on July 18, 2017 at 8:21 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks

Leave a Reply to Dr. Hina mashkaria જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો