મુલાકાતી નંબર: 430,134

Ebook
ખેલ ડાબા હાથનો
જો કોઈ પૂછે કે ભારતના મહાનુભાવો જેવા કે મહાત્મા ગાંધીજી, આપણા વડાપ્રધાન નરેન્દ્રમોદી, ક્રિકેટર સચિન તેન્દુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિહ, મુક્કાબાજ મેરીકોમ, અમિતાભ બચ્ચન, આશા ભોંસલે, કરણ જોહર જેવા કલાકરો, લક્ષ્મી મિત્તલ અને રતન ટાટા જેવા ઉદ્યોગપતિઓ વચ્ચે શું સામ્યતા છે? તો બે ઘડી તો કોઈ પણ માથું ખંજવાળે. આ પ્રશ્નનો જવાબ વાંચતા પહેલા આપણે એક ઘટના જાણીએ. ૨૯ વર્ષના બેંગલુરુના સોફ્ટવેર એન્જીનીયર દિપક ભાટીને એકવાર મંદિરમાં ખોટા હાથે પ્રસાદ લેવા બદલ અને મંદિરમાં ખોટા હાથે દાનપેટીમાં પૈસા મુકવા બદલ ધમકાવવામાં આવ્યા. દિપક ભાટીની ભૂલ એ હતી કે તેમણે મંદિરમાં પ્રસાદ ડાબા હાથે લીધો હતો. ધમકાવનારને દિપક ભાટી ડાબોડી છે તે ખ્યાલ ન હતો. હજુ પણ ભારતમાં ઘણા જુનવાણી વિચારો ધરાવતા ઘરોમાં જો ડાબોડી વહુ હોય તો તેના હાથે રાંધેલું ખાવાનું અપશુકનીયાળ ગણાય છે. ધાર્મિક કામો તો હંમેશા જમણા હાથે જ થાય તેવો આગ્રહ રખાય છે. સદીઓથી ડાબોડી હોવું તે અપશુકનીયાળ ગણાતું પણ ડાબા હાથે કામ કરનારની મુશ્કેલીઓ હવે દુનિયામાં સમજાતી થઈ છે. ઉપરના નામો વાળી વિશ્વપ્રસિદ્ધ ભારતીય હસ્તીઓ ડાબોડી છે. જમણા હાથના ઉપયોગ પ્રમાણે જ દુનિયાની બધી ગોઠવણ થઈ છે. આ જમણેરી દુનિયામાં ૧૦% જેટલું જ પ્રતિનિધિત્વ ધરાવતા ડાબોડીઓએ ઘણો સંઘર્ષ કરવો પડે છે. નાનપણથી જ ડાબોડી બાળકોએ શિક્ષક અને માતાપિતાની વઢ સહન કરવી પડે છે. લખવું અને ખાવું જેવા કામો નાના બાળકો જ્યારે ડાબા હાથથી શરુ કરે છે ત્યારે શરૂઆતમાં તેમના માતાપિતા આ બાળકો આખી જિંદગી તેમના બધા કામો ડાબા હાથથી કરશે તે હકીકત સ્વીકારી શકતા નથી. તેમની પાસે ફરજીયાત તેઓ જમણા હાથથી તેમના કામો કરતા શીખે તેવું દબાણ કરવામાં આવે છે. મગજમાં PCS6 નામના  રંગસૂત્ર અને તેની મ્યુટેશન ગોઠવણીથી જ જન્મેલું બાળક ડાબોડી હશે કે જમણેરી તે નક્કી થઈ ચૂકેલું હોય છે. તેમની પાસે બળજબરીથી જમણા હાથે કામ કરવાની ફરજ પડાય તો તેઓ જમણા હાથે ક્યારેય જીવન જરૂરી કામો વ્યવસ્થિતપણે ભૂલ વિના કરી શકવાના નથી. વધુ પડતા દબાણને લીધે તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે તેવું બની શકે. ડાબોડી બાળકોમાં સિઝોફ્રેનિયા અને ડીસલેક્સિયા જેવા માનસિક રોગોનું પ્રમાણ વધુ હોય છે તેવું મનાય છે. તેઓનું સરેરાશ જીવન પણ ૧૦ વર્ષ ટૂંકું હોય તેવી માન્યતા છે. પણ નવા સંશોધનોએ આ માન્યતાઓને ખોટી ઠેરવી છે. ડોર નોબ, ગીટાર, કાતર, કોમ્પ્યુટર માઉસ, કોફી મગ તેમજ શીશી ઓપનરનો ઉપયોગ જમણેરીઓએ ડાબા હાથે કરી જોવો જોઈએ તો ડાબા હાથે કામ કરનારાઓની મુશ્કેલીઓ સમજી શકાય. સ્પાયરલ નોટબુકમાં લખતી વખતે મેટલ રીંગના સતત સ્પર્શને લીધે ડાબા હાથને થતું દર્દ ફક્ત ડાબોડીઓ જ સમજી શકે. જો કે હવે દુનિયામાં ઘણી જગ્યાએ ડાબા હાથના ઉપયોગ કરનારાઓ માટેના અલગ સ્ટોર ખુલ્યા છે. તેમના માટેના અલગ ટુથ બ્રશ, પેન્સિલ, પેન, કાંસકા, ચપ્પુ, સૂડી, કાતર તેમજ ઉપર જણાવેલી બધી વસ્તુઓ તેમને સરળતા રહે તે અનુસાર ડીઝાઈન કરવામાં આવી છે. ઘણા સંગીતના સાધનો પણ હવે તેમની જરૂરીયાત અનુસાર બનાવવામાં આવ્યા છે. ૧૯૭૬થી દુનિયાભરમાં ૧૩ ઓગસ્ટે ‘વિશ્વ ડાબોડી દિવસ’ની ઉજવણી થાય છે. ડાબોડી વ્યક્તિઓને દુનિયા સમજી શકે અને તેમને જીવન જીવવામાં સરળતા રહે તે હેતુ માટે આ દિવસ ઉજવાય છે. ભારતમાં પણ સંદીપ બિસ્નોઈ નામની એક વ્યક્તિએ ઔરંગાબાદમાં ‘ઇન્ડિયન લેફ્ટ હેન્ડલર ક્લબ’ની સ્થાપના કરી છે. હવે ગોવામાં લોટલી વિસ્તારમાં આ માસમાં જ ડાબેરીઓ માટેનું દુનિયાનું પહેલ વહેલું મ્યુઝિયમ ખુલ્લું મુકાયું છે. તેમાં દુનિયાભરના ૧૦૦ નામાંકિત ડાબોડી મહાનુભાવોના મીણના પુતળા મુકાશે. આમાંથી ૨૧ નામાંકિત વ્યક્તિઓના મીણના પુતળા તો મૂકી પણ દેવામાં આવ્યા છે. કાંગારૂ પ્રાણી પણ ડાબોડી છે. સગાઇ વખતે ડાબા હાથની ત્રીજી આંગળીમાં વીંટી પહેરાવવામાં આવે છે. વાહન ચલાવતી વખતે પણ ‘કીપ લેફ્ટ’ના બોર્ડ આપણે વાંચીએ છીએ. સ્કુલમાં જ્યારે ડાબોડી વિદ્યાર્થી બેંચ પર બેસે ત્યારે જો તેને બેંચના જમણા છેડે તેને બેસાડવામાં આવે તો તેને લખવામાં સરળતા રહે અને જો તેને બેંચના ડાબા છેડે બેસાડવામાં આવે તો તેનો ડાબો હાથ બેંચની બહાર લબડતો રહેશે જેથી તેને લખવામાં પારાવાર તકલીફ પડે. આમ ડાબોડી વ્યક્તિઓને સહાનુભૂતિ કરતા તેમની તકલીફો લોકો સમજે અને તેમનું આગળનું  જીવન સરળ બને તે માટે લોકો સહકાર આપે તેવી તેમની અપેક્ષા હોય છે.  એરીસ્ટૉટલ, કવિન વિક્ટોરિયા, પ્રિન્સ વિલિયમ્સ, મેરેલીન મનરો, જસ્ટિન બિબર, લેડી ગાગા, ઓબામાં, રોનાલ્ડ રેગન, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબ્લ્યુ બુશ, ડેવિડ કેમરૂન જેવા પ્રમુખો, ટોમ ક્રુઝ, માઈકલ એન્જેલો, લિઓનાર્ડો-દ-વિન્સી, ડી નીરો, ચાર્લી ચેપ્લિન જેવા કલાકારો, આઇન્સ્ટાઇન, બિલ ગેટ્સ, ગિટાર વાદક જીમી હેન્ડરીક્ષ, એલન બોર્ડર, ડેવિડ ગોવર, ગેરી સોબર્સ, બ્રાયન લારા જેવા ક્રિકેટરો, માર્ટીના નવરાતી લોવા, મોનિકા સેલેસ, રાફેલ નડાલ જેવા ટેનિસ પ્લેયર, તેમજ મહાન ફૂટબોલ પ્લેયર પેલે જેવી ડાબોડી વિશ્વવિભૂતિઓ માટે પણ મહાન થવું ફક્ત ડાબા હાથના ખેલ નહીં હોય.

14 ટિપ્પણીઓ

  1. લેખકMaithuli

    on September 2, 2017 at 9:35 am - Reply

    Nice sir

    • લેખકDr.Ashish Chokshi

      on September 3, 2017 at 6:42 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks maithuli bahen

  2. લેખકRajesh hingu

    on September 2, 2017 at 10:31 am - Reply

    Bahu j sundae lekh che ..

    • લેખકDr.Ashish Chokshi

      on September 3, 2017 at 6:41 pm - Reply

      Dr.Ashish Chokshi

      આભાર રાજેશભાઈ. કોઈ ખૂટતી કે નવી માહિતી હોય તો જણાવશો.

  3. લેખકReepal

    on September 2, 2017 at 10:35 am - Reply

    Good sir
    Really very informative

    • લેખકDr.Ashish Chokshi

      on September 3, 2017 at 6:41 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks reepal

  4. લેખકRonak.

    on September 2, 2017 at 11:45 pm - Reply

    I have same cofusion abt my Child…but now..its a new way of thinking…Thank You..sir

    • લેખકDr.Ashish Chokshi

      on September 3, 2017 at 6:40 pm - Reply

      Dr.Ashish Chokshi

      હા બરાબર છે રોનકભાઈ. ઘણીવાર ડાબા હાથ વાપરનાર બાળકો માટે માની લેવાય છે કે તેમણે બરાબર કામ કર્યું નથી. પણ તેમને પડતી તકલીફ વિશે આપણે વિચારવું જોઈએ.

  5. લેખકNidhi

    on September 3, 2017 at 8:40 pm - Reply

    So true… Misha also seems to be lefty as her father… but She writes with right & eats with left hand… still swinging between both the hands…

    • લેખકDr.Ashish Chokshi

      on September 4, 2017 at 10:41 pm - Reply

      Dr.Ashish Chokshi

      let her do her work own. usually till age of 4 yrs it will be fix that she is lefty or right

  6. લેખકB. Trivedi

    on September 4, 2017 at 4:16 am - Reply

    Nice article. Very educational. Thanks.

    • લેખકDr.Ashish Chokshi

      on September 4, 2017 at 10:38 pm - Reply

      Dr.Ashish Chokshi

      આભાર ભાર્ગવ. કોઈ ખૂટતી કે નવી માહિતી હોય તો જણાવ.

  7. લેખકBhargav Bharvad

    on September 17, 2017 at 11:45 am - Reply

    I’m also Lefty After Read this, Solve Some My Confusion..

    • લેખકDr.Ashish Chokshi

      on September 17, 2017 at 11:47 am - Reply

      Dr.Ashish Chokshi

      આભાર ભાર્ગવભાઈ

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો