મુલાકાતી નંબર: 430,123

Ebook
સાથી નહીં પણ સારથી
  ૦૭/૦૮/૨૦૧૭ કાલે જ ફ્રેન્ડશીપ ડે ગયો. થોડા સમય પહેલા એક વાર્તા (સત્યઘટના) વાંચી હતી. એક યુવાને તેના પરમ મિત્રને પોતાની એક અંગત વાત કહી હતી કે મારા પિતાને કોઈ પણ કારણસર ઘણા વર્ષોથી મળતું પેન્શન બંધ થયું છે. તેઓ ખુબ જ આત્મસન્માની છે. હું એમનેમ તેમને દર મહિને પૈસા આપું તો તેઓ લે નહીં.  પણ તેમનું જ પેન્શન આવે છે તેમ કહીને મેં તેમને દર મહિને મદદ આપવાની ચાલુ રાખી છે. આ યુવાનનું થોડા સમય પછી આકસ્મિક અવસાન થયું. તેના મૃત્યુ પછી પણ તેના ખાસ મિત્રએ તેના માતાપિતાને પેન્શનની મદદ તેઓ જીવ્યા ત્યાં સુધી ચાલુ રાખી હતી. મરનાર યુવાનને ઈશ્વરના ઘરે પણ પોતાની મૈત્રીનો ગર્વ થતો હશે. સાચા મિત્રોને એકબીજા પરનો વિશ્વાસ તેમનો આત્મવિશ્વાસ વધારે છે. જેની સાથેની વાતચીતની શરૂઆત ‘તું’ થી થાય અને અંત પણ ‘તું’ થી આવે તેવો સરળ અને નિખાલસ સંબંધ એટલે દોસ્તી. નિષ્ઠાવાન અને પ્રમાણિક માણસોને સારા મિત્રો સ્વરૂપે ઈશ્વર પણ તેમને જીવનની અમુલ્ય ભેટ આપે છે. જ્યારે તમે ‘તમારા’થી ખોવાઈ જાઓ ત્યારે ‘તમને’ શોધવામાં ‘તમારી’ મદદ કરે તે તમારો સાચો મિત્ર. ગાલિબે સુંદર કહ્યું છે, ‘ દોસ્તો કે સાથ જી લેને કા મોકા દે દે એ ખુદા....તેરે સાથ તો મરને કે બાદ ભી રહ લેંગે.’   સાચો મિત્ર તેના મિત્રનું પહેલું આંસુ જુએ છે. બીજું આંસુ ઝીલી લે છે અને ત્રીજા આંસુને પડવા નથી દેતો. એક ભાઈએ તેના મિત્રને ફોન પર કહ્યું કે તું કાલે આવ આપણે એક જગ્યાએ જવાનું છે. પછી તે ભાઈ ક્યાં જવાનું છે તે કહેવાની શરૂઆત કરતા હતા ને તેના મિત્રએ તેને અટકાવ્યો. તે કહ્યું કે આપણે જવાનું છે. બસ હું કાલે આવી જઈશ. મારે જાણવું નથી કે તું મને ક્યાં લઈ જવાનો છું. સાચી મિત્રતામાં ‘ક્યાં’, ‘ક્યારે’,’કેમ’ જેવા ખુલાસાને સ્થાન નથી હોતું. સાચા મિત્રોને શબ્દો કરતા મૌનની ભાષા વધુ અનુકુળ આવે છે. અબ્રાહમ લિંકને, ‘મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો.’ એવું એમનેમ નથી કહ્યું. મિત્રને મળવાથી ‘કઈક જીવનમાં ખૂટે છે’ તેવી લાગણી તરત દુર થઇ જાય છે.  સારા મિત્રોની એક ખાસિયત હોય છે કે ક્યારેય તેઓ તમારાથી અમને ખોટું લાગ્યું છે તે કહેતા નથી. તેઓ તમને તમારી ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધી રાહ જોવાની ક્ષમતા અને પછી માફ કરવાની ઉદારતાનો ગુણ ધરાવતા હોય છે.   સાચો સાથી જીવનભર સારથી બનીને રહે છે. મિત્રતાની વ્યાખ્યા સમજાવતા હેલન કેલરે કેટલી સુંદર વાત કહી હતી કે, ‘અજવાળામાં એકલા ચાલવા કરતા અંધારામાં મિત્ર સાથે ચાલવું બહેતર હોય છે.’ એક અભ્યાસ કહે છે કે જેમની સાથે સારા મિત્રો કામ કરતા હોય તેમની વર્કિંગ લાઈફ અને જીવવાની ક્ષમતા વધી જાય છે. મિત્રતામાં બે શરીર નહીં પણ બે નિર્મળ હદય એકબીજા સાથે મિત્રતા કરતા હોય છે. નાનપણમાં થયેલા મિત્રોને ક્યારેય હોદ્દો, પદ, ડીગ્રી, સમય, સ્થળ કે અંતર જેવી દુન્યવી તકલીફો તેમની મિત્રતામાં અંતરાય લાવતી નથી. વોટ્સઅપ વાંચેલો એક SMS : “ઘણા મિત્રો એવા હોય છે જેને ભૂલવા કાયદેસર મરવું પડે.’ આવતા અઠવાડિયાની શુભકામના. ડો. આશિષ ચોક્સી. કલરવ બાળકોની હોસ્પિટલ. મેમનગર. અમદાવાદ. ૯૮૯૮૦૦૧૫૬૬        drashishchokshi.com    [email protected]   @drashishchokshi              

17 ટિપ્પણીઓ

  1. લેખકDr kinjal shah

    on August 8, 2017 at 1:23 pm - Reply

    Exellent

    • લેખકDr.Ashish Chokshi

      on August 8, 2017 at 10:31 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks dr kinjal

  2. લેખકમનીષ પટેલ (વિજાપુર)

    on August 8, 2017 at 2:08 pm - Reply

    એકદમ સાચી વાત કરી ડોક્ટર સાહેબ જીવન જેટલું મહત્વ એક માતા નું છે તેટલું જ મહત્વ એક સાચા અને સમજુ મિત્ર નું છે. મિત્ર જ એક એવું પાત્ર છે જે આપણી જિંદગી માં સારા કે ખરાબ સમયે આપણો સાથ છોડતો નથી. ફરી થી એ તકદીર મળે ,ફરી થી એ બધા દોસ્ત મળી જાય, બેસીને કલાસ ની છેલ્લી પાટલીયે,જીવન ના એ યાદગાર પળ પાછા મળી જાય.

    • લેખકDr.Ashish Chokshi

      on August 8, 2017 at 10:32 pm - Reply

      Dr.Ashish Chokshi

      હા મનીષભાઈ, શાળામાં ક્લાસમાં સાથે એક જ બેંચ પર બેઠેલા મિત્રો હજુ પણ યાદ આવે જ …આભાર.

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 12:20 am - Reply

      Dr.Ashish Chokshi

      શાળાના સમયના મિત્રો ક્યારેય ભુલાતા નથી. આભાર મનીષભાઈ.

  3. લેખકDhanesh Narwani

    on August 8, 2017 at 3:11 pm - Reply

    Very Fine and insperative. Nice Books or Articles too are like true friends. They give us soothing and relaxing touch. Thanks for sharing your valuable inspiration.

    • લેખકDr.Ashish Chokshi

      on August 8, 2017 at 10:34 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks dhneshbhai

  4. લેખકDr. Hina mashkaria

    on August 9, 2017 at 7:51 am - Reply

    આશિષ, ખૂબ સરસ . તું પણ અમારો આવો જ મિત્ર છે તે MPShah કોલેજ તરફ થી મળેલી અમને ગિફ્ટ છે. મિત્ર એ જ નહીં કે જે દુઃખ માં સાથ દે, મિત્ર તો એ ક જે દુઃખ ને આ દુઃખ છે તે લાગવા જ ન દે. નિઃસ્વાર્થ મિત્રતા તે જીવન નો સૌથી મોટો વૈભવ છે.

    • લેખકDr.Ashish Chokshi

      on August 9, 2017 at 10:06 pm - Reply

      Dr.Ashish Chokshi

      થેન્ક્સ ડો. હિના. સાચી મિત્રતાની વ્યાખ્યામાં જ બિનશરતી, નિસ્વાર્થ, ત્યાગ જેવા ભાવ રહેલા છે.

  5. લેખકMahesh thakor

    on August 9, 2017 at 9:53 am - Reply

    સાચી વાત છે sir

    • લેખકDr.Ashish Chokshi

      on August 13, 2017 at 12:19 am - Reply

      Dr.Ashish Chokshi

      આભાર મહેશભાઈ

  6. લેખકVISHAL SHAH

    on August 9, 2017 at 1:51 pm - Reply

    Very Nice

    • લેખકDr.Ashish Chokshi

      on August 9, 2017 at 10:07 pm - Reply

      Dr.Ashish Chokshi

      આભાર વિશાલભાઈ.

  7. લેખકB. Trivedi

    on August 10, 2017 at 9:30 am - Reply

    Nice article. We have so many things about our college life to share, laugh and cry about. I would like to add one more person-a spouse that can bea good friend too who can help us in happiness or unhappiness.

    • લેખકDr.Ashish Chokshi

      on August 11, 2017 at 3:19 pm - Reply

      Dr.Ashish Chokshi

      true bhargav. thanks

  8. લેખકVarsha Trivedi

    on August 10, 2017 at 4:15 pm - Reply

    Excellent

    • લેખકDr.Ashish Chokshi

      on August 11, 2017 at 3:19 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks varshaben

Leave a Reply to VISHAL SHAH જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો