મુલાકાતી નંબર: 430,077

Ebook
બ્રેસ્ટમિલ્ક બેંક શું છે?
 • બહારના દુધની જેમ અન્ય માતાનું લીધેલ દૂધ ૧૦૦% જંતુમુક્ત મળે માટે મિલ્ક બેંકમાં આ દુધને પણ પેસ્ચ્યુરાઇઝડ કરવામાં આવે છે. જો કે આમ કરવાથી ધાવણમાં રહેલું લાયપેઝ નામનું તત્વ નાશ પામે છે છતા આવું કરવું જરૂરી છે.
 • મધરમિલ્ક બેંકમાં દૂધનું દાન કરનારી મહિલાઓના ત્રણ પ્રકાર છે.
  1. જે માતામાં પ્રમાણ કરતાં વધુ દૂધ બને છે. પોતાનું બાળક સંપૂર્ણ ધાવણ લઇ લે પછી પણ તેનામાં દુધનો પ્રવાહ રહેતો હોય તેવી માતા.
  2. જે માતાનું બાળક ICU માં છે અને દૂધ પી શકતું નથી. આ માતામાં દૂધ તો બને છે પણ બાળકના જન્મ પછી તે કેટલાય દિવસો સુધી સ્તનપાન કરાવી શક્તિ નથી કારણકે તેનું બાળક તેની પાસે નથી.
  3. જે માતનું બાળક જન્મ પછી તરત જ મૃત્યુ પામ્યું છે.
 • જે માતાએ મધરમિલ્ક બેંકમાં દૂધનું દાન કર્યું છે તે દુધને ૬૨.૫ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર ૩૦ મિનિટ સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ ૪ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઠંડુ કરવામાં આવે છે. તે પછી સંગ્રહ કરેલ દરેક ડબ્બામાંથી ૧ મિલી દુધને માઈક્રોલેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવે તે પછી આ દુધને -૨૦ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બરફના ગોળાના સ્વરૂપમાં ફ્રીઝરમાં રાખવામાં આવે છે. આ થીજાવેલા દુધને છ માસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
 • -૨૦ ડીગ્રી સેન્ટીગ્રેડના તાપમાને રાખેલ દૂધ જરૂરિયાતમંદ બાળકને આપવા બહાર કઢાય તે પછી ૪ થી ૬ કલાકમાં જ વાપરી નાખવું જોઈએ. આ દુધને એક વાર બહાર કાઢ્યા પછી વધેલું દૂધ પાછુ અંદર મુકવું સલાહભર્યું નથી.
 • બ્રાઝિલ અને ઘણા યુરોપિયન દેશોમાં માતા બ્રેસ્ટમિલ્કનું દાન કરે અને જરૂરિયાતમંદ માતા તેનો લાભ લે તે માટે ઘણો પ્રચાર થાય છે. બ્લડબેંકની જેમજ બ્રેસ્ટમિલ્ક બેંકમાંથી પ્રીસ્ક્રીપ્શન પ્રમાણે બ્રેસ્ટમિલ્ક પણ મળે છે. ઘણા certified lactation consultant આ માટે કાર્યરત હોય છે.
 • બ્રાઝીલમાં ૨૫૦ જેટલી બ્રેસ્ટમિલ્ક બેંકો છે. અહીં પોસ્ટમેનોને મધરમિલ્ક બેન્કનાં એમ્બેસેડર બનાવ્યા છે. પોસ્ટમેનો ડોર ટુ ડોર જઈને સ્તનપાનનું મહત્વ સમજાવે છે. આ ઉપરાંત બ્રાઝિલમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ પ્રચારક અને સહાયકનું કામ કરે છે. ટીવી અને વર્તમાનપત્રોમાં આરોગ્ય વિભાગ દવારા જાહેરાતો દવારા મહિલાઓને મધરમિલ્ક બેંક માટે દૂધનું દાન કરવા અપીલ કરવામાં આવે છે. જાહેરાતોમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ ક્યારે અને કયા વિસ્તારમાં દૂધ લેવા આવશે તેની જાણ પ્રજાજનોને કરવામાં આવે છે. નોર્વેમાં પણ મધરમિલ્ક બેંક આટલી જ સક્રિય છે.
 • અધૂરા માસે જન્મેલું બાળક  જન્મે બાળકનું વજન ખુબ ઓછુ હોય જન્મે બાળક ની સંખ્યા બે કે તેથી વધુ હોય બાળકના જન્મ પછી માતા કોઈ પણ ગંભીર બિમારીના કારણસર તરત ધાવણ ના આપી શકે માતા જન્મ પછી અન્ય હોસ્પિટલમાં દાખલ હોય માતા જન્મ પછી મૃત્યુ પામી હોય માતાએ જન્મ બાદ બાળકને ત્યજી દીધું હોય માતાને અંદરની બાજુ વળેલી નીપલ હોય તેમજ દત્તક નવજાતશિશુ માટે બ્રેસ્ટમિલ્ક બેંકમાંથી બ્રેસ્ટમિલ્કનો લાભ આપી શકાય.
 • જેમ એક વ્યક્તિનું લોહી જરૂરિયાતમંદને આપી શકાય તેમ વિશ્વની કોઈ પણ તંદુરસ્ત માતા વિશ્વના કોઈ પણ બાળકને બ્રેસ્ટફીડીંગ કરાવી શકે છે. લોહીમાં તો હજુએ ગ્રુપ જોવું પડે છે. માતાનાં દુધમાં કોઈ ગ્રુપ નથી.
 • જે માતાને પોતાના બાળકને દૂધ આપ્યા પછી પણ ધાવણ વધે છે તે માતાએ ધાવણનું દાન કરી જીવનનું શ્રેષ્ઠ દાન કરવાનું પુણ્ય મેળવવું જોઈએ. પોતાનું બાળક કોઈ પણ કારણસર તરત ધાવણ ના લઇ શકતું હોય જેમકે માતાને ધાવણ આવવા લાગે પણ બાળક ICU માં હોય તો માતાએ પોતાનું EBM દાન કરવું જોઈએ જે અન્ય નવજાતશિશુને ખુબ કામ લાગવાનું છે. બ્રાઝિલમાં ઘણી માતા જેમના બાળક જન્મ બાદ તુરત મૃત્યુ પામે છે અથવા મૃત્યુ પામેલા જ જન્મે છે આ માતાને ધાવણ આપવા સમજાવવામાં આવે છે. આ માતા પરના અભ્યાસના પરિણામો ખુબ હકારાત્મક રહ્યા હતા. આ માતા પોતાનું બાળક ગુમાવ્યાના આઘાતમાંથી ખુબ ઝડપથી બહાર આવી ગઈ હતી, ખુબ ઝડપથી હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા લાગી હતી અને પોતાના સામાન્ય જીવન તરફ વળેલી જોવા મળી હતી.
 • આપણા સમાજે પણ ધાવણ દાનનું મહત્વ સમજવું જોઈએ.જે માતા ધાવણનું દાન કરે તેને સામાજિક રીતે પણ ઘણું પ્રોત્સાહન મળવું જોઈએ કે જેથી બીજી માતાને પણ પ્રોત્સાહન મળે. માતાએ પણ શક્ય હોય તો ધાવણનું દાન કરી એક પૂર્ણતાનો અનુભવ લેવો જોઈએ. તબીબો અને સરકારે પણ વધુને વધુ મધરમિલ્ક બેંક સફળતાપૂર્વક કાર્યરત થાય તે દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. કારણકે * માતાનાં ધાવણની આડઅસર નથી. * દાનમાં મળેલ EBM થી પણ જે નવજાતશિશુને આ દુધનો લાભ મળે છે તેની રોગપ્રતિકારક શક્તિ જિંદગીભર સારી રહેશે અને અમુક એલર્જિક રોગોથી મોટી ઉમરે પણ તેને રક્ષણ મળશે. * માતાનાં દુધની બદલે તેને જે કોઈ બહારનું કે ડબ્બાનું દૂધ મળશે તેમાં આંતરડાના ગંભીર રોગો, આંતરડાનું ગેંગરીન કે એન્ટેરોકોલાયટીસ જેવી જીવલેણ બીમારીઓ થઇ શકે છે.
 • સુરતમાં ૨/૮/૨૦૦૯ ના રોજ મધરમિલ્ક ડોનેશન કેમ્પ થયેલ જે વિશ્વમાં પ્રથમવાર જ થતો હોઈ તેની નોધ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ લેવાયલ છે.
  • ધાવણનું દાન કરવા માટે માતા માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોવી જોઈએ. આ ઉપરાંત માતાને ટી.બી, કમળો, HIV તથા syphilis જેવી બિમારી ના હોવી જોઈએ. માતાને તમાકુ, આલ્કોહોલ તથા કોફીનું વ્યસન ના હોવું જોઈએ.
  • ઘણા નાના ગામોમાં અન્ય માતાનું દૂધ જો બાળકને પીવડાવીએ તો તે સામાજિક અપરાધ ગણાય છે. આવા સંજોગોમાં મધરમિલ્ક બેંક શરૂ કરતા પહેલા તે વિસ્તારના લોકોમાં સ્તનપાન અંગે ખોટી માન્યતા દુર કરી જરૂરી તબીબી સત્ય સમજાવવાની જરૂર છે.
  • અહી EBM ને સ્ટોર કરવા પોલીકાર્બોનેટ અથવા પોલીપ્રોપાયલીનની પહોળા મોઢાવાળી પ્લાસ્ટિક બોટલ વપરાય છે.
  • EBM ને ફ્રીઝરમાં ૨ અઠવાડિયા સુધી અને -૨૦ તાપમાને થીજાવીને છ માસ સુધી રાખી શકાય છે. બ્રેસ્ટમિલ્ક બેંકમાં ભેગા કરેલ દૂધ પર માતાનું નામ, દૂધનું પ્રમાણ, તારીખ અને સમયનું લેબલ લગાવવાથી કેટલું જુનું EBM છે તે જાણી શકાય.
  • EBM ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતા પણ શક્ય હોય તો તાપમાન સાચવવું.
  • ૧૯૧૧માં વિયેનામાં સૌ પ્રથમ વખત હ્યુમન(મધર) મિલ્ક બેંક શરૂ થઇ. હાલ વિશ્વમાં કુલ આશરે ૫૦૦ જેટલી મધરમિલ્ક બેંક કાર્યરત છે તેમાં એકલા બ્રાઝિલમાં જ ૨૧૨ અને અન્ય યુરોપિયન દેશોમાં આશરે ૧૯૦ જેટલી મધરમિલ્ક બેંક કાર્યરત છે.
  • ૨૭ નવેમ્બર ૧૯૮૯માં મુંબઈની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ હોસ્પિટલમાં એશિયાની સૌ પ્રથમ હ્યુમનમિલ્ક બેંક ‘સ્નેહા’ ડો. અર્મિડા ફર્નાન્ડીઝના માર્ગદર્શન હેઠળ શરૂ થઇ હતી. જે હાલમાં સાયન મિલ્ક બેંકના નામે ચાલે છે. સુરતમાં ‘યશોદા પ્રોજેક્ટ’ હેઠળ ૨૦૦૮મા મધર મિલ્ક બેંક શરૂ થઇ હતી. રાજસ્થાનની રાજધાની જયપુરમાં નોર્વે સરકારની ભાગીદારીથી જીવનધારા નામની મધરમિલ્ક બેંક શરૂ થઇ છે. હાલ ભારતમાં અલગ અલગ જગ્યાએ ૨૦ જેટલી મધરમિલ્ક બેંક કાર્યરત છે.
  • ધાવણ દાન અનન્ય છે. રક્તદાન વ્યક્તિ રોજ ના કરી શકે, જ્યારે ધાવણ દાન ધાત્રી માતા રોજ કરી શકે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો