મુલાકાતી નંબર: 430,129

Ebook
સ્તનપાનની વિવિધ સ્થિતિ
  • ઘોડિયા પકડ: બાળક જન્મે પછી ટૂંક સમયમાં જ મોટા ભાગની માતાઓ આ પકડ અજમાવવાનો પ્રયાસ કરે છે. પહેલા માતાએ ટટ્ટાર બેસવું. પછી માતાએ બાળકનું માથું તેના પહેલા હાથના છેડે રાખી ઘોડિયું કરવું. ત્યારબાદ માતાએ એવી રીતે બેસવું જેથી તેની નીપલ બાળકના નાક સામે અને તેનું પેટ બાળક સામે રહે. ત્યારબાદ બાળકને સ્તન તરફ લેવું, સ્તનને બાળક તરફ નથી લઇ જવાના. માતા તેના બીજા હાથથી સ્તનને ટેકો આપી શકે છે.
  • આડી ઘોડિયા પકડ: પહેલો હાથ ફાકત સ્તનને સહારો આપશે. બીજો હાથ બાળકનું માથું, ગરદન અને પીઠને સહારો આપશે. આ પધ્ધતિથી બાળકને નીપલ ચૂસવામાં વધુ અનુકુળતા રહે છે.
  • પડખે સુવાની સ્થિતિ: સિઝેરિયન કરેલ માતા માટે આ પધ્ધતિ આરામદાયક છે. આ સ્થિતિમાં બાળક માતાનાં ખોળામાં નથી. માતાએ બાળકનું વજન ઝીલવું પડતું નથી. બાળકને ધવડાવતી વખતે માતાને પુરતો આરામ મળે છે. માતાએ એક પડખે સુઈ બાળકને તેની સન્મુખ સુવડાવવું. તેનું નાક નીપલની સામે રાખવું. પછી ઘોડિયા પકડની જેમ પોતાની અને બાળકની સ્થિતિ રાખવી.
  • ફૂટબોલ પકડ: સિઝેરિયન કરેલ માતા, ખુબ મોટા સ્તન હોય, ઓછા વજન વાળા બાળકો, જોડિયા બાળકોમાં આ પધ્ધતિ મદદરૂપ થાય છે. દુધને સ્તનની બહાર આવવા માટે દબાણની જરૂર પડે ત્યારે આ પધ્ધતિ ફાયદો કરે છે. બાળકની ગરદનને ટેકો આપવા હાથની હથેળીનો ઉપયોગ કરવો પડે છે. બાળકના પગનું તળિયું અને પગ હાથની નીચે રહેવા જોઈએ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો