મુલાકાતી નંબર: 430,031

Ebook
સ્તનપાન વીશીષ્ઠ સંજોગોમાં
  • ડાયાબિટીસ
  • HIV+ve માતા અને બ્રેસ્ટ ફીડીંગ
   • HIV+ve માતાઓ પણ સામાન્ય માતાની જેમ ધાવણ આપી શકે છે. HIV+ve માતા સામાન્ય માતાની જેમ દોઢથી બે વર્ષ સુધી ધાવણ આપે તો બાળકમાં HIV નો ચેપ લાગવાની શક્યતા ૧૫% જેટલી જ છે. ફક્ત ધાવણ પહેલા પાંચ-છ માસ આપી એકદમ સાત-આંઠ દિવસમાં ધાવણ સંપૂર્ણ બંધ કરવાથી બાળકને HIV નો ચેપ લાગવાની શક્યતા ફક્ત ૫% થી ૬% જેટલી જ રહે છે.
   • સગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસુતિ દરમ્યાન ભેગુ થઈને HIV+ve માતા દવારા HIV ના ફેલાવાના ચેપનું પ્રમાણ બ્રેસ્ટ ફીડીંગ દવારા ફેલાતા HIV ના ચેપના પ્રમાણ કરતા વધુ હોય છે.
   • HIV+ve પતિ-પત્નીએ સગર્ભાવસ્થા દરમ્યાન અને બ્રેસ્ટ ફીડીંગ ચાલુ હોય તે દરમ્યાન સંભોગ ટાળવો.
   • HIV નો ચેપ લાગીને થતા બાળમૃત્યુના પ્રમાણ કરતા, ધાવણ નહીં આપવાથી બાળકને થતા ઝાડા, શ્વાસના રોગોથી થતા બાળમૃત્યુનું પ્રમાણ વધુ છે.
   • ફક્ત ધાવણ આપવાથી બાળકમાં HIV નો ચેપ લાગવાની શક્યતા ઓછી રહે છે, પરંતુ જો ધાવણ સાથે ઉપરનું દૂધ કે ડબ્બા આપવામાં આવે તો બાળકમાં HIVનો ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે. ( ઉપરના ખોરાકમાં રહેલ બહારના જીવાણું આંતરડાની કુમળી ચામડીને નુકશાન પહોચાડે છે. જેનાથી બાળકમાં HIV ના જીવાણુંનું શોષણ થવાની શક્યતા વધી જાય છે )
   • HIV+ve માતાને નીપલ પર ચીરા પડ્યા હોય અથવા આ માતાનાં બાળકના મોઢામાં ચાંદા પડે તો આ માતાએ ધાવણ આપવાનું તુરંત બંધ કરવું.
   • HIV+ve માતાએ સ્તનપાન કરાવતી વખતે તેના અને બાળક વચ્ચેની સ્થિતિ ( attachment ) બરાબર રહે તેનું ખાસ ધ્યાન રાખવું, કારણકે સાચી સ્થિતિ માતાનાં નીપલ પર ચીરા પડતા અને સ્તનમાં પાક થતો બચાવશે. આ બંને સ્થિતિમાં માતાથી બાળકમાં HIV ફેલાવાની શક્યતા વધી જાય છે.
   • માતાનું કાઢેલું ધાવણ (EBM) ઉકાળી ઠંડુ કરી બાળકને ચમચીથી આપવાની પધ્ધતિ પણ HIV+ve માતામાં વધુ સુરક્ષિત છે.
   • WHO એ પણ વિકાશશીલ દેશો માટે એવું સુચન કર્યું છે કે આ દેશના બાળકોને જ્યાં સુધી ઉપરનું સ્વીકાર્ય, સરળ, પરવડી શકે તેવું, સતત અને સલામત દૂધ ના મળે ત્યાં સુધી HIV+ve માતાઓએ બાળકને ફક્ત ધાવણ ( Exclusive breast feeding ) આપવું વધુ હિતાવહ છે.
    ( As a general principle, in all populations, irrespective of HIV infections rates, breastfeeding should continue to be protected, promoted and supported ) Policy statement by WHO and UNICEF for supporting breastfeeding.

માતાને થાયરોઈડ

  • માતાને થાયરોઈડ અંતઃસ્ત્રાવની તકલીફ હોય તો તે જન્મ બાદ બાળકને ધાવણ આપી શકે?  માતાને ઓછા થાયરોઈડ અંતઃસ્ત્રાવની તકલીફ (હાયપોથાયરોઈડ) કે વધુ થાયરોઈડ અંતઃસ્ત્રાવથી થતી તકલીફ (હાયપરથાયરોઈડ) પ્રેગ્નન્સી પહેલાથી હોય, પ્રેગ્નન્સી દરમ્યાન થઇ હોય કે પ્રેગ્નન્સી બાદમાં થાય, ત્રણે કિસ્સામાં તે બાળકને ધાવણ આપી શકે.
  • થાયરોઇડની તકલીફ ધરાવતી માતા જે દવાઓ લે તે બાળકને નુકશાન કરી શકે? માતાને હાયપોથાયરોઈડ હોય અને તેની કોઈ પણ દવા ચાલતી હોય તેમાં ધાવણ આપવામાં વાંધો નથી. આ દવાઓ અતિ અલ્પ માત્રામાં ( ૧% થી પણ ઓછી) ધાવણ મારફતે બાળકના શરીરમાં પહોંચે છે. માતાને હાયપરથાયરોઈડ હોય અને તે રેડિઓએક્ટિવ આયોડીન (RAI) નામની દવા લેતી હોય ત્યારે ધાવણ ના અપાય.
  • બાળકે અને માતાએ લોહીની તપાસ ક્યારે કરાવવી? જન્મ બાદ સામાન્ય બાળકની જેમ પહેલા દિવસથી જ ધાવણ તો ચાલુ કરાવી જ દેવું. બંનેના લોહીની તપાસ સાત દિવસ બાદ અને ત્યારબાદ ત્રણ માસના અંતે કરાવવી જોઈએ.
  • માતાની કોઈ નિદાન માટેની તપાસ બાળકને નુકસાન પહોચાડી શકે? ધાવણ આપતી માતાએ થાયરોઇડ સ્કાન નામની તપાસ ના કરાવવી જોઈએ. આ તપાસમાં રેડિઓએક્ટિવ આયોડીનનો ઉપયોગ થાય છે જે બાળકની થાયરોઇડ ગ્રંથીને કાયમી નુકસાન પહોચાડી શકે છે.
  • થાયરોઈડની તકલીફ ધરાવતી માતાના ધાવનના જથ્થામાં કોઈ તકલીફ થાય? ઓછા અંતઃસ્ત્રાવની તકલીફમાં માતાને કોઈ તકલીફ થતી નથી. વધુ અંતઃસ્ત્રાવથી થતી તકલીફમાં ક્યારેક ધાવણનો જથ્થો ઓછો થાય છે. બાળક ઓછો પેશાબ કરે, વજન વધે નહીં, ક્યારેક વજન ઘટતું પણ જણાય. આવા લક્ષણો જણાય તો તેણે લોહી તપાસ કરાવી પોતે લેતી દવાના ડોઝમાં ફેરફાર કરાવવો. અઠવાડિયામાં જ ધાવણ વધવા લાગશે. બાળકનો પેશાબ વધવા લાગશે.
  • માતાને પ્રેગ્નન્સી દરમ્યાન થાયરોઈડની તકલીફનું નિદાન થાય તો શું તકેદારી રાખવી? માતાએ થાયરોઈડની દવા ચાલુ રાખવી. ગર્ભમાં વિકસતા બાળકને કોઈ તકલીફ થતી નથી. જન્મ બાદ તુરંત ધાવણ ચાલુ કરી દેવું. બાળકોના ડોક્ટરને ધ્યાન દોરવું. બાળકની સાત દિવસ બાદ તથા ત્રણ માસના અંતે લોહી તપાસ કરાવવી. વચ્ચે કોઈ પણ અસામાન્ય લક્ષણ બાળકમાં જણાય તો ત્રણ માસ પહેલા લોહી તપાસ કરાવવી. બાળકમાં ઓછા થાયરોઈડના લક્ષણો આવે ( હાયપોથાયરોઈડ ) તો તેની બને તેટલી ઝડપથી સારવાર ચાલુ થઇ જવી જોઈએ. બાળકમાં હાયપોથાયરોઇડના લક્ષણો લાંબો સમય ચાલુ રહે તો તેની અસર તેના શારીરિક, માનસિક વૃધ્ધિ અને વિકાસ પર થતી હોય છે. માતાએ ધાવણ આપવાનું ચાલુ રાખવું.
  • માતા એવું માને કે પોતાના થાયરોઈડ રોગ ( ઓછો કે વધારે )ની ગોળી તે થોડો સમય બંધ કરી દે તો બાળક વધુ સલામત, એ વાત સાચી છે? ના આ માન્યતા ખોટી છે. બાળકને માતાની દવાની ઓછી આડઅસર તેનામાં થાયરોઈડ અંતઃસ્ત્રાવનું પ્રમાણ જળવાયેલું રહે તેમાં હોય છે. હાયપોથાયરોઈડ કે હાયપરથાયરોઈડની દવા બંધ કરવાથી માતાનાં શરીરમાં TSH અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી કે ઘટી જશે. આ સંજોગોમાં બાળક ને આડઅસર થવાની શક્યતા વધુ રહે છે. આથી બાળકને આડઅસર ઓછી થાય તે માટે માતાનાં TSH અંતઃસ્ત્રાવનું પ્રમાણ માત્રામાં રહેવું જોઈએ જેના માટે તે ડોકટરે સુચવેલા ડોઝમાં દવા ચાલુ જ રાખે તે વધુ યોગ્ય છે.
  • સ્તનમાં પાક
  • mastitis
  • માંદુ બાળક
  • ઓછા વજનવાળું બાળક

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો