મુલાકાતી નંબર: 430,100

Ebook
બંધ થયેલું સ્તનપાન ફરીથી શરુ થાય?
  • એક વાર સંપૂર્ણ બંધ થઇ ગયેલું સ્તનપાન ફરીથી પણ ચાલુ થઇ શકે છે. સ્તનપાન બંધ થયા બાદ ફરીથી ચાલુ કરવાનો ગાળો જેમ ઓછો તેમ ધાવણ ફરીથી ચાલુ થવાની શક્યતા વધુ.
  • બાળકના જન્મ બાદ માતાનાં શરીરમાં ત્રણ મહિના અંતઃસ્ત્રાવોનું પ્રમાણ જળવાયેલું હોય છે. આ ત્રણ મહિના દરમ્યાન માતા ફરીથી પ્રયત્ન કરે તો સફળતાની શક્યતા વધુ.
  • સ્તનપાન બંધ થયા બાદ માતાએ બોટલથી દૂધ આપ્યું હોય તો ફરીથી ધાવણ ચાલુ થવાની શક્યતા ઓછી.
  • ફરીથી ધાવણ ચાલુ કરવા માતાએ ખુબ જ ધીરજથી બાળકને ફરીથી વારંવાર ચુસાડવાની કોશીષ ચાલુ કરવી. ભૂખ્યા બાળકને ખાસ ચુસાડવું. દર ત્રણ કલાકે ૧૫ મિનિટ માટે કાંતો આંગળીથી નીપલ પર મસાજ કરવો અથવા ઇલેક્ટ્રિક બ્રેસ્ટપંપ રાખી સકસન કરવું જેથી દુધવાહીની ખુલશે.
  • બાળકને ચુસાડતા પહેલા ૨-૩ મિનિટ પંપથી સકસન કરાવવું તો ફરીથી સ્તનપાન શરુ થવાની શક્યતા વધી જશે. બાળકને માતાનાં સીધા સંપર્કમાં બને તેટલું વધુ રાખવું. માતાનો અને બાળકનો સતત શારીરિક સંપર્ક અથવા કાંગારૂ સ્થિતિ વધુ મદદ કરી શકે.
  • ડોક્ટરની સલાહ પ્રમાણે એલોપેથીક અથવા આયુર્વેદિક ધાવણ વધારતી ગોળી અથવા પાવડરનો ઉપયોગ કરી શકાય.
  • એવું કહેવાય છે ધાવણ બંધ થયે જેટલા મહિના થયા હોય તેટલા અઠવાડિયા ફરીથી ધાવણ શરૂ કરાવતા લાગે. જેમકે ૧ મહિનાથી ધાવણ બંધ થયું હોય તો ૧ અઠવાડીયાના પ્રયત્ન પછી ધાવણ શરૂ થઇ શકે. ૩ મહિના ધાવણ બંધ થયું હોય તો ૩ અઠવાડિયા જેટલો સમય લાગી શકે.
  • ફરીથી સ્તનમાં દૂધ ભરાવવાનું શરૂ થાય તેના લક્ષણો.
    • આ સમય બીજા દિવસથી શરૂ કરી દસમાં દિવસની વચ્ચેનો ગમે તે હોઈ શકે છે.
    • સ્તન ભારે લાગે
    • નીપલનો કલર બદલાય
    • નીપલ પર થોડો દુખાવો થાય
    • વધુ તરસ લાગે
    • સ્તનમાંથી ક્યારેક દુધના ટીપા આવે
    ઉપરના લક્ષણ દેખાય તો માતાએ સમજવું કે તે પોતાના ધ્યેયમાં સફળ થઇ રહી છે.
  • ફરીથી ધાવણનો પ્રવાહ શરૂ થાય ત્યારે શરૂઆતના બે થી ત્રણ દિવસ પ્રવાહ ધીમો અને દુખાવા સાથે હોય તેવું બને પણ માતાએ ખુબ ધીરજ અને શાંતિ રાખવી. ત્રણ દિવસ જશે પછી કુદરતી દુખાવા રહિત દુધનો પ્રવાહ સ્તનમાંથી આવવાનો ચાલુ થઇ જશે.
  • રૂમમાં પોતાના બાળકના તથા સ્તનપાન કરાવતી માતાના ફોટા રાખવા.
  • થોડા ટીપાથી શરૂ કરી સંપૂર્ણ સામાન્ય ધાવણની જેમ પ્રવાહ પણ આવી શકે. જેટલું પણ આવે અંતે તો બાળક અને માતાને ફાયદો જ છે.
  • પતિ અને કુટુંબીજનોનો પુરતો સહકાર જરૂરી છે.
  • બાળક દત્તક લેવાનું હોય તેના એક મહિના પહેલા માતા ઉપર જણાવેલા પ્રયત્નો કરી શકે છે.
  • માતાએ કોફી તેમજ આલ્કોહોલનું સેવન ના કરવું.
  • સ્તનપાન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો ઓક્સિટોસીન અને પ્રોલેકટીન મગજમાં રહેલી પીટ્યુંટરી ગ્રંથી સાથે સંકળાયેલા છે. અંડાશયના કોઈ અંતઃસ્ત્રાવનો ફાળો ધાવણ સાથે નથી. આથી પ્રેગ્નન્સી ના હોય ( સરોગેટ માતા ), દત્તક લીધેલ બાળકની માતા અથવા ગર્ભાશય નીકળી ગયું હોય તેવી માતાઓ પર પણ સ્તનપાન કરાવવાના પરીક્ષણો થઇ રહ્યા છે.
ફરીથી સ્તનપાન શરૂ કરવામાં સફળ થયેલી માતાનો આત્મવિશ્વાસ આગળ જતા જીવનના અન્ય કામોમાં પણ ખુબ વધુ હોય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો