મુલાકાતી નંબર: 430,117

Ebook
બ્રેસ્ટ પંપનો ઉપયોગ
  • દરેક વખતે ઉપયોગમાં લેતા પહેલા પંપને ગરમ પાણીથી બરાબર સાફ કરો.
  • દરેક માતાને પંપ શરીરમાં જુદી રીતે ફિટ થશે. આથી કોઈ એક માતાને ફિટ થયેલો પંપ બીજી
  • હાથથી ચલાવવાને બદલે વિજળી કે બેટરીથી ચાલતા પંપ જલદી કામ કરે છે.
  • જે માતાની પાસે સમયનો આભાવ હોય તે માતાએ બે નળીઓવાળા વિજળી કે બેટરીથી ચાલતા પંપની મદદ લેવી જોઈએ જેથી એક સાથે બંને સ્તનમાંથી દૂધ કાઢી શકાય.
  • જો માતા પંપનો ઉપયોગ એક ચોક્કસ જગ્યા પર કરશે તો મોટો પંપ પણ ખરીદી શકાય છે. જો માતાને ખુબ દોડધામ રહેતી હોય અને તેણે મુસાફરી દરમ્યાન પણ દૂધ કાઢવાની જરૂર પડે તેમ હોય તો નાનો, હળવો અને સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય તેવો પંપ લેવો જોઈએ. સાથે તેમ દૂધ સ્ટોર કરી શકાય તેવે ક્ષમતા પણ હોવી જોઈએ.
  • હેન્ડ પંપ : વર્ષો પહેલા ભારતમાં આ પંપ સૌથી વધુ વપરાતો હતો. હવે સારા દેશી તેમજ વિદેશી ઇલેક્ટ્રિક બ્રેસ્ટપંપ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોવાથી આ પંપનો વપરાશ ઘટ્યો છે. આ પંપની કિંમત ઓછી હોય છે. તેમાં સારા સકશનનો અભાવ રહે છે. આ પંપને ૧૦૦% જંતુમુક્ત કરવું અશક્ય છે. ક્યારેક રબરને લીધે બ્રેસ્ટ પર એલર્જી થાય છે. આથી આ પંપનો ઉપયોગ બહુ સલાહભર્યો નથી.
  • સિરીંજ પંપ : ૧૦ મિલી.ની સિરીંજને આગળથી કાપી તેની સપાટ બાજુને નીપલ પર રાખી સિરીંજનું કાળુ પ્લંજર ઊંધેથી નાખી તેમાંથી સારી રીતે મિલ્કનું સકશન કરી શકાય. આ જ સિરીંજને પંપ સાથે પણ ફિટ કરી શકાય. હેલ્થ વર્કર્સ અને નર્સને આ પધ્ધતિની પુરતી માહિતી અપાય તો પ્રમાણમાં ખુબ સરળ પધ્ધતિ છે.
  • મિકેનિકલ પંપ : હેન્ડ પંપ કરતા પ્રમાણમાં સારો. ચોખ્ખાઈ સારી કરી શકાય છે. સારા ઇલેક્ટ્રિક બ્રેસ્ટપંપની ઉપલબ્ધિને કારણે તેનો વપરાશ પણ ઘટ્યો છે.
  • ઇલેક્ટ્રિક પંપ : હવે તેનો વપરાશ વધ્યો છે. સકશન ઝડપી, સારું અને વપરાશમાં પણ સરળ. નીપલ કે બ્રેસ્ટને કોઈ નુકસાન થતું નથી. EBM સારા પ્રમાણમાં સ્ટોર પણ થઇ શકે છે. સાફ પણ સરળતાથી કરી શકાય છે. અમુક પંપ બ્રેસ્ટમાં દૂધ ખાલી થાય તો સિગ્નલ પણ આપે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો