મુલાકાતી નંબર: 430,022

Ebook
23 બાળક એડલ્ટ પ્રોગ્રામ્સ જુએ છે
૧૦ થી ૧૨ વર્ષની વચ્ચેના બાળકો, જે હજુ ટીન એઈજમાં પ્રવેશ્યા પણ નથી તેમના માતાપિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકો છુપાઈને કમ્પ્યુટરમાં એડલ્ટ પ્રકારની સાઈટ્સ જોતા પકડાયા. શું કરવું ? ખુબ ચિંતા થાય છે. તેમને ધમકાવાતા નથી અને તેમની સાથે આ મુદ્દાની વાત ઉખેળવાની હિંમત પણ ચાલતી નથી. આવું કેમ થયું ? તે પહેલા જોઈએ. કોઈ બાળક એક દિવસથી ભૂખ્યો હોય, એકલો હોય અને તેના ઘરમાં તેની સામે ખુલ્લી ડીશમાં ચોકલેટ પડી હોય પછી તેને ચોકલેટ ખાવાની મનાઈ કરી હોય તો પણ તે ચોકલેટ ખાવાનો જ છે. આજના સમયમાં બાળકના પુખ્ત અને પાકટ થવાના રસ્તે તે આ પ્રકારના ચિત્રો ક્યારેક તો જોવાનો જ છે. તે આ પ્રકારના ચિત્રો જુએ જ નહી અને તે ૨૦ વર્ષનો થાય તેવું હવેના સમયમાં દુનિયાના કોઈ બાળક માટે શક્ય જ નથી. ધ્યાન એજ રાખવું કે તે આ બધું યોગ્ય ઉમરે જુએ. આ યોગ્ય ઉમર કઈ? મારા પોતાના માનવા પ્રમાણે આ ઉમર ૧૬ વર્ષ કે બાદની કહી શકાય. ૧૬ વર્ષ સુધી બાળકની સામે આ પ્રકારના ચિત્રો ના આવે તો સારું અથવા ૧૨ વર્ષ બાદ બને તેટલા મોડા બાળકની સામે આ પ્રકારના પ્રોગ્રામ્સ આવે તેવું કૌટુંબિક સ્તરે વાતાવરણ ગોઠવવું જોઈએ. આ માટે શું કરી શકાય તે જોઈએ. મોટા ભાગે બાળક એકલું હોય ત્યારે અથવા તેને ખુબ બનતું હોય તેવો અને તેની ઉમરનો તેનો પિતરાઈ ભાઈ સાથે તેઓ ઘરમાં એકલા હોય ત્યારે તેઓ કતુહુલ અને સાહસ માટે આ પ્રકારના પ્રોગ્રામ્સ સુધી પહોચી જાય છે. મોટા ભાગે તેઓ એવું વિચારતા હોય છે કે આ પ્રકારના પ્રોગામ તેઓ છેલ્લી વાર જોશે. તે સાત વર્ષનો હોય ત્યારથી જ તેના બીજા પાંચ વર્ષ માટે તે રમત-ગમત, સંગીત, ચિત્રકામ માં વ્યસ્ત રહે તે પ્રમાણે સમયનું આયોજન કરવું જોઈએ. બાળકનો ફાજલ સમય અને ભણતરને અનુંલક્ષીને તેમાં ફેરફાર પણ કરવા જોઈએ. તે એકલો હોય ત્યારે તે કોઈને કોઈ પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેવો જોઈએ. બધા કુટુંબીજનો સાથે હોય ત્યારેજ તેણે તેનાં સ્કુલનું હોમવર્ક અથવા તો કોઈ માહિતી માટે કોમ્પ્યુટર-ઈન્ટરનેટ ખોલવું જોઈએ. તેનામાં ગેઈમ રમવા કરતા વાંચનની આદત કેળવવી જોઈએ. તેનો કઝીન કે મિત્ર આવ્યા હોય ત્યારે ખાસ તેમની સાથે માતાપિતાએ અથવા કોઈ વડીલો એ રહેવું જોઈએ. સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટ નો ઈન્ટરનેટ વિના ઘરમાં ઉપયોગ થાય તેવું આયોજન કરવું જોઈએ. રમત-ગમતમાં વ્યસ્ત રહેતા બાળકના મગજમાં તેની રમતો અને કોઈ કળામાં કેવી રીતે આગળ વધાય તેનાજ સતત વિચારો આવશે. અને કદાચ તે કોઈ એડલ્ટ પ્રોગ્રામ જોઈ પણ લેશે તો પણ તે તેના માતાપિતાને સાચી હકીકત કહી ઝડપથી રમતોના વિચારમાં પાછો આવી જશે. જે બાળક કોઈ રમત-ગમતમાં રસ લેતું નથી અને ઘરમાં પણ ખુબ એકલું રહેતું હોય તો તે બાળક કોઈ એડલ્ટ સાઈટ ઝડપથી જોઈ તો લેશે અને ફરી વારંવાર આ પ્રકારની સાઈટ કેવી રીતે જોવી તેના રસ્તા વિચારશે. ૧૫ વર્ષથી મોટું બાળક આ પ્રોગ્રામો જોતા પકડાય તો આ પ્રકારના પ્રોગ્રામોની અસરો અને તેના ભવિષ્યના પરિણામો વિશે તેને ખુબ શાંતિથી જણાવી હવે યોગ્ય નિર્ણય તું જ લેજે તેમ જણાવી દેવું. તેના પર ખાસ વોચ રાખવું કે ઘરમાંથી ઈન્ટરનેટ કઢાવી નાખવું તે આ ઉમરના બાળક માટે યોગ્ય નથી. બધું યથાવત રાખી બાળક સાથે હકારાત્મક અભિગમ રાખવાથી બાળકને પોતાને લાગશે કે મમ્મીપપ્પાએ મારા પર એક વિશ્વાસ રાખેલ છે, જે મારે તોડવો ના જોઈએ અને તેમના સપના પુરા થાય તેવા મારે પ્રયત્નો કરવા જોઈએ. આમ ઘણા માતાપિતા આવા પ્રસંગો બાદ બાળકનો આત્મવિશ્વાસ વધારવાની તક ઝડપી લે છે. તેમના અને બાળકના સંબંધમાં પણ ઉષ્મા વધે છે. આવી ઘટના બાદ બાળકને મારવો, ધમકાવવો કે શિક્ષા આપી તેને ઘરની બહાર કાઢી મુકવાથી ક્યારેય આ વસ્તુનું નિરાકરણ આવતું નથી. આવું વર્તન માતાપિતાની અપરિપકવતા સૂચવે છે. ( દિવ્ય ભાસ્કર : ૦૧/૦૩/૨૦૧૫)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો