મુલાકાતી નંબર: 430,112

Ebook
27 મેડીકલ રિપ્રેઝન્ટેટિવ એક આદર્શ મિત્ર
અમારા ડોક્ટરોના વ્યવસાયમાં અમારે ઘણા લોકોને રોજ મળવાનું થાય. એમાં જાણે અજાણે અમારાથી કોઈને અન્યાય થતો હોય તો તે વ્યક્તિ છે મેડીકલ રિપ્રેઝન્ટેટિવ. દર્દીઓ, અન્ય ડોક્ટર મિત્રો, કૌટુંબિક મિત્રો આ બધાની વચ્ચે અમે મેડીકલ રિપ્રેઝન્ટેટિવનું અમુલ્ય પ્રદાન અમારા વ્યવસાયમાં અજાણતાજ ભૂલી જઈએ છીએ. ડોકટરોને નવા રીસર્ચ અને નવી દવાઓ વિશે ઘણું બધું શીખવાનું પણ તેમની પાસેથી મળતું હોય છે છતાં તેમણે ડોકટરોને મળવા ઘણી મહેનત કરવી પડતી હોય છે. ઠંડી, તડકો, વરસાદ વગેરે સહન કરીને પણ આ લોકો ડોક્ટર પાસે તેમની કંપનીની પ્રોડક્ટ બતાવવા આવતા હોય છે. પણ તેઓએ તો ચારે બાજુથી દબાણ જ સહન કરવાનું હોય છે. તેમની કંપનીએ આપેલ ટાર્ગેટ પૂરું કરવાનું દબાણ, ઉપરથી ઘણા ડોકટરોના પ્રતિક્ષારૂમમાં કલાકો રાહ જોયા પછી પણ ડોક્ટર તેમને મળવા માંડ બે-ત્રણ મિનિટનો સમય આપે. ઘણી વાર એવું બને કે તેઓએ એક કલાક રાહ જોયા પછી તેમનો વારો આવે ત્યારે જ ડોક્ટરને કોઈ ઈમરજન્સી પેશન્ટ આવે અને ડોકટરનો એક માત્ર એક શબ્દ ’sorry’ તેમને સાંભળવા મળે. એક મેડીકલ રિપ્રેઝન્ટેટિવ ઘણા વર્ષો પછી પોતાની કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર પહોચ્યા હતા, તેમણે એક વાર તેમનો અનુભવ કહ્યો હતો. મુંબઈમાં એક ખ્યાતનામ ડોક્ટર બધાજ પેશન્ટને મળ્યા પછી દિવસના અંતે છેલ્લે મેડીકલ રિપ્રેઝન્ટેટિવને મળે. આ સમય ઘણી વાર રાત્રે બાર કે સાડાબારનો પણ હોય. જો અમે છેલ્લી લોકલ ટ્રેન ચુકી જઈએ તો અમારે ઘરે પાછા ફરવા ટેક્ષીનો સહારો લેવો પડે. ડોકટરના કન્સલ્ટીંગ રૂમમાં તેમને મળતા બે કે ત્રણ મિનિટના સમયમાં તેમણે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી ડોક્ટરોના મગજમાં પોતાની કંપનીની પ્રોડક્ટ યાદ રહે તેવો પ્રયત્ન કરવાનો હોય. ઘણા મેડીકલ સ્ટોરવાળા તેમને દવાઓના પૈસા સમયસર ચુકવે નહીં. તેમના પોતાના ખાવાપીવાના ઠેકાણા નહીં. ઉપરથી હંમેશા કુટુંબીજનોનું સાંભળવાનું કે તમે ફેમિલીને પુરતો સમય આપતા નથી. ખરેખર આટલી શાંતિ, ધીરજ, અપમાનો સહન કરવા અને મૌન રાખવું જેવા બધાજ આદર્શ ગુણો ફક્ત આ જ વ્યવસાયમાં જોવા મળે છે. ઘણા નસીબદાર મેડિકલ રિપ્રેઝન્ટેટિવને આ અનુભવ પછી બેંકમાં કે અન્ય વ્યવસાયમાં તક મળી છે તેમાં તેઓએ આત્મસાત કરેલા આ ગુણોને લીધે ઘણા સફળ થયા છે. મને મારા ડોક્ટરના વ્યવસાય ને લીધે જે શ્રેષ્ઠ મિત્રો મળ્યા છે તેમાં ત્રણ થી ચાર મેડીકલ રિપ્રેઝન્ટેટિવ છે. જેમને મળીને મને ઘણું સારું લાગે છે અને તેમની પાસે બેસીને મને ઘણું શીખવા મળે છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે અડચણોને અવગણીને હકારાત્મક રીતે પોતાના બધાજ પ્રયત્નો થાક્યા વિના કરવાનું આપણે મેડીકલ રિપ્રેઝન્ટેટિવ પાસેથી શીખવું જોઈએ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો