મુલાકાતી નંબર: 430,122

Ebook
કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર …
અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા પ્રથમેશભાઈ ઘણીવાર અલગ અલગ સ્કુલ પર સ્કુલ શરુ થવાના અને છુટવાના સમયે પહોંચી જાય છે અને માતા-પિતાને પોતાનું વાહન રોંગ સાઈડમાં નાં ચલાવવું તે સમજાવે છે અને પેમ્પલેટ વહેંચે છે. તેઓ ઘણી સ્કુલોમાં જઈને પણ બાળકોને ટ્રાફિકનાં નિયમો શીખવે છે. તેમનું માનવું છે કે બાળકો ટ્રાફિકના અને વાહન ચલાવવાના નિયમો પાળે તે માટે શિક્ષકો અને માતા-પિતાએ જ ઉદાહરણરૂપ બનવું જોઈએ. શાળાના સમયથી જ બાળકોને આ નિયમો પાળવાની ટેવ પાડવી જોઈએ. ચાંદખેડામાં રહેતા પ્રવિણભાઈ પણ આવી જ પ્રવૃત્તિ કરે છે તે પણ માતા-પિતાને સમજાવે છે કે બાળકોને લાયસન્સ મળે પછી જ વાહન આપો. ઇન્કમટેક્ષ કન્સલ્ટન્ટ બિરેન શાહે પણ યંગસ્ટર્સ હેલ્મેટ પહેરે તે માટે ઝુંબેશ ઉપાડી છે. યંગસ્ટર્સને બ્લડ ડોનેશન માટે પણ તેઓ પ્રોત્સાહિત કરે છે. પોતાના પિતાની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી તેમાં પહેલી વખત બ્લડ ડોનેટ કરનારને તેઓ હેલ્મેટ ભેટમાં આપે છે. આ ત્રણેય વ્યક્તિ ખુબ જ ઉમદા સામજિક કાર્ય કરે છે તે ખુબ પ્રશંસાને પાત્ર છે. પ્રથમેશભાઈના પત્ની બે વર્ષ પહેલા તેમના બાળકને સ્કુલે મુકીને પાછા ફરતા હતા ત્યારે રોંગસાઈડમાં હતા અને બસે ટક્કર મારીને મૃત્યુ પામ્યા. પ્રવિણભાઈનો પુત્ર પણ હજુ માંડ  ટીનએઈજ શરુ થઈ અને સ્કુટર ચલાવતો થઈ ગયો. ત્રણ વર્ષ પહેલા તે પણ હાયવે ક્રોસ કરતી વખતે ધસમસતી આવતી ટ્રક સાથે અથડાયો અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો. બિરેનભાઇ શાહની પુત્રી સાક્ષી પણ હેલ્મેટ વિના એકટીવા લઈને ટ્યુશન જતી હતી અને કાર સાથે ટકરાતા ગંભીર ઈજા થઇ. જો કે તે નસીબદાર હતી કે તેને માત્ર ગંભીર ઈજા જ થઇ. આમ પણ ભારત માર્ગ અકસ્માતને લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં વિશ્વમાં ખુબ આગળ પડતું સ્થાન ધરાવે છે. હાલ ભારતના ઘણા શહેરોમાં શરુ થયેલા BRTS ટ્રેકમાં પણ વાહન ચલાવવાનો સિરસ્તો થઇ ગયો છે. યંગસ્ટર્સને અને ખાસ કરીને ટીનએઈજમાં પ્રવેશતા સંતાનોના માતાપિતાને ટ્રાફિકના નિયમો સમજાવીને માર્ગ અકસ્માતને લીધે દેશ જે યૌવનધન ગુમાવે છે તેનું પ્રમાણ ઘણું ઘટાડી શકાય. આમાં સરકાર કશું નાં કરી શકે, લોકજાગૃતિ જ જરુરી છે. પ્રથમેશભાઈ, પ્રવિણભાઈ અને બિરેનભાઇ પણ જે ઉમદાકાર્ય કરી રહ્યા છે તે ખુબ ઉદાહરણરૂપ છે. તેમના કુટુંબે જે ગુમાવ્યું અને સહન કર્યું તે બીજા સાથે નાં બને તે માટેના તેમના હકારાત્મક પ્રયત્નો ખુબ પ્રેરણાદાયી છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો