મુલાકાતી નંબર: 430,027

Ebook
છેલ્લા અઠવાડિયાનું ખૂણે ખાંચરેથી વાંચન
 • જાણીતા ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટને એક સમયે ડ્રિન્ક્સનું વ્યસન હતું. તેમના જન્મ દિવસે પૂજા ભટ્ટે તેના પિતા મહેશ ભટ્ટને ‘ડેડી, આઈ લવ યુ’ કહ્યું, ત્યારે મહેશ ભટ્ટે તેની દીકરીને એક સુંદર વાત કહી તે પછી પૂજા ભટ્ટે ડ્રિન્ક્સ લેવાનું છોડી દીધું હતું. ‘જો તું મને પ્રેમ કરતી હોય તો પહેલા તું તારી જાતને પ્રેમ કર કારણકે તારા શરીરમાં મારો અંશ છુપાયેલો છે.’
 • સૌરાષ્ટ્રના કોડીનાર તાલુકાના અરીઠીયા ગામમાં ફળિયામાં સાંજના સમયે આંઠ થી નવ વર્ષના નિલેશ અને જયરાજ નામનાં બાળકો રમતા હતા. ત્યારે અચાનક ત્યાં દીપડો આવી ગયેલ અને નિલેશને મોઢામાં જકડી દીધેલ. જયરાજે ત્યાં પડેલો પત્થર દીપડાના મો પર ફેંક્યો. દીપડાની નિલેશ પરની પકડ મજબુત હતી તે નિલેશને ઉઠાવીને જતો હતો. જયરાજ હિંમત નાં હાર્યો. તેઓ જે રમકડાની ગાડીથી રમતા હતા તે ગાડી તેણે દીપડા પર ફેંકી. હવે ગાડી દીપડાના શરીર સાથે અથડાઈ અને તેમાંથી વિચિત્ર અવાજો શરુ થયા. એ અવાજથી ગભરાઈને દીપડાએ નિલેશને તેની પકડમાંથી મુક્ત કર્યો અને તે નાસી ગયો. ઝવેરચંદ મેઘાણીએ લખેલી ‘ચારણ કન્યા’ કવિતામાં ચારણ કન્યાએ સિંહને ભગાડવા બતાવેલી હિંમતની વાત હતી. આ પણ એવો જ કિસ્સો કહી શકાય.
 • રાજકપૂરે શ્રી ૪૨૦ પિકચરમાં પોતાનો મનપસંદ અવતાર એટલે કે ચાર્લી ચેપ્લિન અવતાર ધારણ કર્યો હતો. ફિલ્મના એક દ્રશ્યમાં હિરોઈન નરગીસ રાજ કપૂરને પૂછે છે કે તું આટલો સમજુ છે, હોંશિયાર છે છતાં આવા જોકર જેવા વેશ પહેરીને કેમ ફર્યા કરે છે? લોકો તને જોઇને હશે અને તારી મશ્કરી કરે એ તને ગમે છે? નરગિસના આ પ્રશ્નનો ઉત્તર રાજ કપૂર હસીને આપે છે કે દિલના દર્દ અને આંખોના આંસુને છુપાવવા માટે બેવકૂફ જેવો અને મશ્કરા જેવો વેશ જ કામ લાગે છે. આ ડાયલોગ બોલતી વખતે રાજના ચહેરાની નિર્દોષતા સાથે આંખના હાવભાવનું ઊંડાણ અને ગંભીરતા એટલી બધી હતી કે સામાન્ય માણસને પણ આ દ્રશ્ય સરળ સાથે વાસ્તવિક લાગે. કોઈ પણ માણસને એમ જ લાગે કે પોતાની તકલીફ જ પડદા પર દેખાડાઈ રહી છે.
 • રાજકુમાર વૈશ્ય ૧૯૨૦ માં જન્મ્યા. ૧૯૩૮માં ગ્રેજ્યુએટ થયા. ૨૦૧૬થી તેમની વહુ ભારતીએ તેમને વધુ ભણવા પ્રોત્સાહિત કર્યા. ૨૦૧૭માં ૯૭ વર્ષની વયે તેમણે ઈકોનોમીક્સમાં માસ્ટર ડીગ્રી લીધી. દેશના સૌથી મોટી ઉંમરે માસ્ટર ડીગ્રી લેનાર પ્રથમ વ્યક્તિ બન્યા. કોઈ પણ સારું કામ કરવું હોય ત્યારે ઉંમરને ના જુવો.
 • પુત્રીઓ જાણે બહુ વહેલી મોટી થઈ જાય છે. જિંદગીના આખરી સમયમાં એ જ ખુશી યાદ રહેશે જે મને મારી દીકરીઓએ આપી છે. મારા માટે મારી પુત્રીનો હાથ પકડવો, તેની સાથે હિંચકા ખાવા અને તેના સ્કુલના કિસ્સા સાંભળવા જેવી વાતો મારી જિંદગીનો અર્થ છે જે મારા માટે બહુ મહત્વ ધરાવે છે. ગયા મહિને હું મારી દીકરી માલિયાને હાવર્ડ યુનિવર્સીટી ડ્રોપ કરીને આવી રહ્યો હતો ત્યારે મેં હાર્ટ સર્જરી કરાવી હોય તેવી પીડા અનુભવી. મારા માટે તેની સામે મારા આંસુ રોકવા તે ખુબ મુશ્કેલ કામ હતું છતાં તે હું કરી શક્યો. તેનાથી અલગ થતાં જ મારા આંસુ રોકી નાં શક્યો. હું ચુપચાપ આંસુ અને નાક લુછતા આગળ વધતો હતો ત્યારે મારી સાથેના સિક્રેટ સર્વિસના લોકો એવો વ્યવહાર કરતા હતા કે તેઓ મારા હિબકાનો અવાજ સાંભળી ન રહ્યા હોય.        બરાક ઓબામાં

15 ટિપ્પણીઓ

 1. લેખકPrashanti kothari

  on September 30, 2017 at 6:39 pm - Reply

  All the incidents are very different yet very touchy

  • લેખકDr.Ashish Chokshi

   on October 1, 2017 at 12:48 am - Reply

   Dr.Ashish Chokshi

   yes such small incidents teaches us many things, thanks

 2. લેખકPankaj patel

  on September 30, 2017 at 7:04 pm - Reply

  Nice post

  • લેખકDr.Ashish Chokshi

   on October 1, 2017 at 12:49 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks pankajbhai

 3. લેખકKrutika mistry

  on September 30, 2017 at 11:11 pm - Reply

  Very emotional write-up doctor… Small notes but they have very lovely message conveyed..

  • લેખકDr.Ashish Chokshi

   on October 1, 2017 at 12:50 am - Reply

   Dr.Ashish Chokshi

   yes sometimes small message gives many positive vibrations, thanks

 4. લેખકRupal

  on October 2, 2017 at 4:04 am - Reply

  Very nice Ashish! Liked small stories of big people! There is always something to learn from them

  • લેખકDr.Ashish Chokshi

   on October 2, 2017 at 10:30 am - Reply

   Dr.Ashish Chokshi

   સાચું રૂપલબહેન સફળ અને કઈક મેળવેલા માણસોની કાર્યપદ્ધતિ અને વર્તણુક સામાન્ય માણસોએ સફળતાનો રસ્તો પકડ્યા પછી મંઝિલે કેવી રીતે પહોંચાય તેનું માર્ગદર્શનરૂપ હોય છે.

 5. લેખકFalak Barot

  on October 2, 2017 at 1:18 pm - Reply

  Man are made up of these small little moments. …We try to discover ourselves and solution of our problems in your articles.

  …And we always find something very valuable. Thank you.

  • લેખકDr.Ashish Chokshi

   on October 3, 2017 at 10:44 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks falakbhai

 6. લેખકVaishali modi

  on October 6, 2017 at 3:10 pm - Reply

  Too gud…

  • લેખકDr.Ashish Chokshi

   on October 6, 2017 at 10:30 pm - Reply

   Dr.Ashish Chokshi

   thanks

 7. લેખકVaishali modi

  on October 6, 2017 at 3:11 pm - Reply

  Gud i information….

  • લેખકDr.Ashish Chokshi

   on October 6, 2017 at 10:31 pm - Reply

   Dr.Ashish Chokshi

   thanks each story gives some positive message

 8. લેખકHina gandecha

  on November 11, 2017 at 1:22 pm - Reply

  Very well written…sir

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો