મુલાકાતી નંબર: 430,090

Ebook
જાણવા જેવું
જાણવા જેવું ...કાજોલની માતા તનુજાને એક ઈન્ટરવ્યૂમાં કોઈએ પૂછ્યું. ‘તમે તમારી માતા શોભના સમર્થની કઈ વસ્તુને બહુ મિસ કરો છો?’ તનુજાએ કહ્યું, ‘તેના ગુસ્સા અને તેની વઢ ને. મારું હાથી મેરે સાથી (1972) પિક્ચર તેણે જોયું. તેમાં ઈમોશનલ સીન્સ મેં બરાબર નહાતા આપ્યા. તેણે મને ખુબ ખખડાવી હતી. તે મને ખુબ યાદ આવે છે.’ ૧૦૦૦ વર્ષ પહેલા કુમારપાળ નામનો ગુજરાતમાં રાજા હતો તે ગાય, હાથી અને ઘોડાને પણ ગાળેલું પાણી મળે તેનું ધ્યાન રાખતો. આ વસ્તુ પણ ગુજરાતમાં જ જોવા મળે Queue એક માત્ર અંગ્રેજી શબ્દ છે જેમાંથી છેલ્લા ચાર અક્ષર કાઢીને વાંચીયે તો પણ ઉચ્ચાર સરખો જ આવે. Diamond duck : Bhuvaneshwar kumar is only the second batsman in ODI to be out for a diamond duck ( 0 off 0 balls ) but not get run out. He was stumped off a wide on his first ball. હાથીને લગભગ ૬ કિલોમીટર દુરથી તેમના પાણી પીવાની જગ્યા જેમકે તળાવ, સરોવર નજીકમાં હોવાનો અંદાઝ સુગંધથી આવી જાય છે. જે ગનકેરેજમાં ૧૯૪૮માં ગાંધીજીના દેહને અંતિમસંસ્કાર માટે લઇ જવાયો હતો તે જ ગનકેરેજમાં મધર ટેરેસાના દેહને અંતિમસંસ્કાર માટે લઇ જવાયો. પોલો, ચેસ, બેડમિન્ટન, નાકની સર્જરી, રોકેટ, લોખંડ, સ્ટીલ, ઝીંક, કપાસ, ગળી, તાંબુ, સિલ્કના કપડા, શેરડી અને ખાંડ, શૂન્ય (૦), સંગીતમાં સારેગામા અને પાયજામા (પેન્ટ) ની શોધ ભારતમાં થઇ હતી. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની સાચી અટક શાસ્ત્રી ન હતી પરંતુ શ્રીવાસ્તવ હતી. શાસ્ત્રી તો તેમની ઉપાધિ ( ડિગ્રી ) હતી. ૧૯૯૦ના દાયકામાં ઇરાકી સરમુખત્યાર સદ્દામ હુસેને કુવૈત પર આક્રમણ કર્યું. જ્યારે અમેરિકન સેના તેમને હાંકી કાઢવા માટે આગળ આવી તો સદ્દામની સેનાએ પોતાની ઢાલ માટે ૨૦૦૦ વિદેશીઓને બંધક બનાવી નાખ્યા. એમાંથી ૭૦૦ બંધક અમેરિકાના હતા. સરકારે તેમને છોડાવવા અનેક પગલાં લીધા, પણ અસફળતા સિવાય કશું હાથમાં ન આવ્યું. એ દરમ્યાન પાર્કિન્સનથી પીડાતા હોવા છતાં પણ મોહમ્મદઅલી બંધકોને મુક્ત કરાવવા માટે બગદાદ પહોચ્યા. તે સદ્દામ હુસેનને મળ્યા અને કહ્યું “ હું કોઈ નેતા નથી, હું કોઈ પાર્ટી સાથે સંબંધ રાખતો નથી. હું અમેરિકન છું, જાતે મુસ્લિમ છું. હું અહી અમન અને શાંતિનો સંદેશો લઈને આવ્યો છું. જો તમે બંધકોને મુક્ત કરો છો તો તે ચોક્કસ ઉત્તમ પગલું હશે. “ ચર્ચા પછી તેઓ થોડા દિવસ બગદાદ રહ્યા, અને બંધકોની મુક્તિ પછી જ પાછા ફર્યા. પોતાના દેશમાં જન્મેલી પરંતુ પોતાના દેશની બહાર રહેતી વ્યક્તીઓની ગણતરીમાં ભારતનો દુનિયામાં પ્રથમ નંબર આવે છે. જુલાઈ ૨૦૧૪માં ભારતમાં જન્મેલી પણ ભારત બહાર રહેતી વ્યક્તિઓની સંખ્યા ૧.૪ કરોડ હતી જે વિશ્વમાં સૌથી વધુ હતી. ( બીજા સ્થાને મેક્સિકો અને ત્રીજા સ્થાને રશિયા હતા ) ૧૯૭૭માં અટલ બિહારી વાજપાઈ જનતા પાર્ટીની સરકાર વખતે ભારતના વિદેશ મંત્રી હતા. એ વખતે તેમણે પાકિસ્તાન સહિત ભારતના તમામ પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને ભાઈચારાથી સંબંધો વિકસાવવા પ્રયત્નો કર્યા હતા. એ વખતે તેમણે એક વિધાન કર્યું હતું : “ તમે મિત્ર બદલી શકો છો, પરંતુ પડોશી નહિ.” તેમના આ વિધાનને ભારતના વિદેશ મંત્રાલયમાં કહેવતના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના એક સમયનાં વડાપ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનમાં તેમની પ્રચંડ લોકપ્રિયતા માટે કહ્યું હતું,” વાજપેયી સાહબ, આપ પાકિસ્તાનમેં ભી ચુનાવ જીત શકતે હૈ” Every 10th world record belongs to an Indian. 97% of people will write their own name if they are offered a new pen to write.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો