મુલાકાતી નંબર: 430,028

Ebook
ટીન એઈજ બાળકોના મિત્ર બનીએ
ટીનએઈજ બાળકોના મિત્રો બનો આદિત્ય ૧૮ વર્ષનો તબીબી શાખાના બીજા વર્ષમાં ભણતો વિદ્યાર્થી છે. દિવાળીની રજામાં તે મિત્રો સાથે કુલુમનાલી ૧૫ દિવસના ટ્રેકિંગમાં ગયો હતો. આદિત્ય તેના માતાપિતાનું એક માત્ર સંતાન હતો. ભણવામાં હોશિયાર તો હતો જ સાથે માતાપિતાને આદર પણ ખુબ આપતો. તેની ગેરહાજરીમાં તેની માતાએ તેના રૂમમાં સાફસફાઈ કરવાનું નક્કી કર્યું. તેનું કબાટ સાફ કરતાં તેની મમ્મીને તેની એક ડાયરી હાથમાં આવી, કતુહુલવશ તેમણે ડાયરીનાં થોડા પાનાં પર નજર ફેરવી. જેમ જેમ તેઓ ડાયરી વાંચતા ગયા તેમ તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેઓ એમ માનતા હતા કે આદિત્ય ખુબ કહ્યાગરો છોકરો છે પણ આદિત્ય તેમના સંબંધોને અલગ જ રીતે મુલાવતો હતો. ડાયરીમાં લખ્યા પ્રમાણે આદિત્યએ તેના માતાપિતાની ઈચ્છા મુજબ જ જિંદગી જીવવી પડતી હતી. તેણે જે ઈચ્છાઓ રાખી છે અને તે દુનિયાને જે દ્રષ્ટીથી જોવા માંગતો હતો તે પ્રમાણે નહીં પરંતુ તેના માતાપિતા નક્કી કરે તે પ્રમાણે તેનો દિવસ શરુ થતો અને પૂરો થતો. એક જ બાળક હોય ત્યારે ક્યારેક માતાપિતાની લાગણીઓ અને આવેશોની અતિશયોક્તિ થઇ જતી હોય છે. માતાપિતા હમેશા તેને બધું જ દુનિયાનું સર્વશ્રેષ્ઠ આપવા અને સર્વગુણસંપન બનાવવા ઈચ્છતા હોય. પણ બાળકને દુનિયાની બધી જ વસ્તુ નથી જોઈતી. તેણે થોડી અશિસ્તમાં રહેવું છે તેને થોડાક દુર્ગુણો પણ પોતાનામાં રાખવા છે. આજે આદિત્યની મમ્મીને ખબર પડી કે આદિત્ય તેમની સાથેમાત્ર શરીરથી રહેતો હતો. મન અને હૃદયથી તેમનાથી કેટલો દુર હતો. ટીનએઈજ બાળકોના માતાપિતાએ અને ખાસ કરીને એક જ બાળક હોય તેના માતાપિતાએ જેવી બાળકની ટીનએઈજ ચાલુ થાય ત્યારે માતાપિતામાંથી મિત્ર બનવાનું શરુ કરવું જોઈએ. શ્રેષ્ઠ મિત્રો વચ્ચેનો સંબંધ અપેક્ષાવિનાનો, સહજ, નિખાલસ અને આત્મીય હોય છે. જ્યારે માતાપિતા ટીન એઈજ બાળક સામે મિત્રનું નહીં પણ માતા અથવા પિતાનું મહોરું પહેરી પેશ થાય છે ત્યારે તેમનામાં હક્ક, સ્વામીત્વ, આધિપત્ય અને અપેક્ષા જેવા ગુણો આપોઆપ આવી જાય છે. આદિત્ય ભલે તબીબી શાખામાં ભણતો હોય પણ તેને તેના મમ્મીપપ્પાએ ક્યારેય પૂછ્યું ન હતું કે તારે કઈ શાખામાં આગળ અભ્યાસ કરવો છે. ટ્રેકિંગની જાહેરાત જોઈ એટલે આદિત્યના પપ્પાએ તેમાં પૈસા ભરી દીધા પણ આદિત્યને પૂછ્યું જ ન હતું કે તારે જવું છે કે નહીં. જ્યારે પણ બાળકને એમ લાગશે કે આ કામ મારે માત્ર માતાપિતાની ઈચ્છા પૂરી કરવા કે તેમને ખરાબ નાં લાગે તે માટે કરવું પડશે ત્યારે તેની પોતાની પ્રતિભા ખીલતી અટકી જશે. માતાપિતાએ ટીનએઈજ બાળકોને માત્ર દિશાસુચન કરી તેના રસ્તામાંથી ખસી જવાનું હોય છે. એ રસ્તા પર બાળક ચાલે છે, દોડે છે કે ઉભો રહે છે તે હવે બાળકનો વિષય છે. તેને એ રસ્તા પરની મુસાફરીમાં જોઈએ ત્યારે સુંદર અને યાદગાર સાથ અપાય પણ રસ્તામાં તું આ જ પ્રમાણે આગળ વધ તેવી અપેક્ષા અને આધિપત્યના ભાર હેઠળ તેને નાં રખાય. અદભુત અભિનય કરતા અદાકારે પણ તેનો રોલ પૂરો થાય એટલે રંગમંચ છોડી જ દેવો પડે છે જો તેઓ રંગમંચ છોડે જ નહીં તો દર્શકો કદાચ તેમને સહન કરશે પણ મનથી અપ્રિય થઇ જશે. માતાપિતા પણ બાળકના જીવનમાંથી સમયસર ખસીને આગળનો અભિનય બાળકને તેની જાતે કરવાની તક નહીં આપે તો લાબાગાળે તેમનું સ્થાન બાળકની નજરમાં રંગમંચના અપ્રિય અભિનેતા જેવું થઇ જશે. ( published in divya bhaskar 11/05/2016 ) Wwwdrashishchokshi.com

એક ટિપ્પણી

 1. લેખકVarshesh

  on May 13, 2016 at 5:49 am - Reply

  Hello Ashish bhai,

  When you share the url on you FB wall, copy the url from browser, Put it in the text box, now you will see the content. Then, instead of posting it directly, again copy the Text which FB has displayed, may be in gujarati, and paste it on the actual url that you had pasted. This way, it will show the actual title of the article, instead of the url with some junk characters.

  Regards,

  Varshesh..

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો