Ebook
બાળકોને યોગ્ય રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કેવી રીતે શીખવીશું?
દ્રશ્ય એક : ૧૫ વર્ષના યશ માટે થોડા સમય પહેલા સ્કુલમાંથી ફરિયાદ આવી હતી કે તે ચાલુ પીરીયડ દરમ્યાન મોબાઈલ ફોન વાપરે છે. તેનું ભણવામાં ધ્યાન જ નથી હોતું. યશના માતાપિતા અને તેનો મોટોભાઈ પણ મોબાઈલ ફોનના બંધાણી હતા. ઘરમાં બધા વચ્ચે વાતચીતનું પ્રમાણ ઓછુ હતું. ચારે જણા ફ્રી થાય એટલે તેમની આંગળીઓ પોતપોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત હોય. કોઈ પ્રસંગે ગયા હોય તો પણ પ્રસંગનો આનંદ લેવાને બદલે યશની મમ્મી અને મોટો ભાઈ ફોટા અને સેલ્ફી લેવામાં વ્યસ્ત હોય. છેલ્લા અઠવાડિયામાં ફરી સ્કુલમાંથી ફરિયાદ આવી કે યશે તેના ક્લાસના અન્ય છોકરા - છોકરીઓના ફોટા પાડ્યા છે અને સોશિયલ સાઈટમાં મુક્યા છે. ‘હવે તો હદ થાય છે.’ તેમ યશના પપ્પાએ તેની મમ્મીને કહ્યું. બંને માતાપિતા યશની આદત માટે એકબીજા પર આરોપ લગાવતા રહ્યા. યશનો મોબાઈલ તેમણે સંતાડી દીધો. તેની સાથે બોલવાનું બંધ કરી દીધું. માતાપિતાની આ વર્તણુકને લીધે યશે ફોન જોવાનું થોડા દિવસ માટે બંધ કર્યું પણ ઘરમાં જ તે મોટાભાઈ અને પોતાની માતાને ફોન વાપરતા જુવે એટલે તેને પણ થોડીવાર માટે જોવાની ઈચ્છા થઈ જાય. પરિણામે તે માતાપિતાને ખબર ના પડે તે રીતે ચોરીછુપીથી ફોન જોતા શીખ્યો. તે એમ માનવા લાગ્યો કે માતાપિતા પોતાને સમજી નથી શક્યા અને તેનું શાળાનું પરિણામ નબળું આવ્યું. દ્રશ્ય બે : યશ જેટલી જ ઉંમરના પાર્થ સાથે પણ આવું જ બન્યું. તેની સ્કુલમાંથી પણ માતાપિતાને બોલાવવામાં આવ્યા. તેમના દીકરાની વર્તણુકની તેમને જાણ કરવામાં આવી. પાર્થના માતાપિતાએ સ્કુલમાં માફી માંગી. ઘરે આવી તરત તેમણે પાર્થને કશું જ ના કહ્યું. ફોન પર પણ કોઈ જ પાબંધી ના લાવ્યા. પણ તેઓએ પોતે વાપરવાનો ખુબ ઓછો કરી લીધો. ઘરમાં બધાએ ભેગા મળીને એવું નક્કી કર્યું કે પાર્થના પપ્પાને પોતાને વ્યવસાયને લીધે ફોન આવે તો તે રિસીવ કરશે. તેના પપ્પા સિવાયના સભ્યોએ દિવસનો એક ચોક્કસ સમય નક્કી કર્યો. રાત્રે જમીને અડધો કલાક બધા પોતપોતાના ફોન જોતા. આ વસ્તુનું હકારાત્મક પરિણામ એ આવ્યું કે પાર્થે પોતેજ મોબાઈલ વાપરવાનું ઓછુ કરી લીધું. તેણે જોયું કે કુટુંબના સભ્યો જ નવરાશના સમયે પણ ફોન જોતા નથી. સ્કુલમાં પણ પોતાની ભૂલ હોવા છતાં માતાપિતાએ માફી માંગી પણ પોતાને એકપણ શબ્દ કહ્યો નથી. પોતાનો ફોન સંતાડતા પણ નથી. આટલું બધું થયા છતાં મારી સાથે પ્રેમાળ વર્તન કરે છે. પાર્થને પોતાની ભૂલ સમજાઈ. તેણે માતાપિતા પાસે જઇને માફી માંગી. પોતે પોતાની કારકિર્દી પર ધ્યાન આપશે તેવી માતાપિતાને ખાતરી આપી. તેને વિશ્વાસ આવ્યો કે પોતાના ખરાબ સમયમાં પણ માતાપિતા પોતાની સાથે જ છે. તેનું શાળાનું પરિણામ ખુબ સારું આવ્યું. સાર : ટીનએઈજ બાળકોને સલાહ કે નિયંત્રણો ગમતા નથી. તેમની સાથે સમજણપૂર્વકનું કામ લઈ ઓછી સલાહે પોતાના નિર્ણયો જાતે લેવા દઈ ઘરમાં હકારાત્મક વાતાવરણ રાખવું.   f063aab1-1040-49a3-9177-7e801dc46f1a

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો