મુલાકાતી નંબર: 430,123

Ebook
બાળક માટે તમારું ઘર સુરક્ષિત બનાવો
• ૧ થી ૩ વર્ષના બાળકનો શારીરિક તથા માનસિક વિકાસ અસાધારણ હોય છે. બાળક ભાખોડિયા ભરતું અને ચાલતું થાય તે જ ઉમરે તેનાં હાથમાં આવતી દરેક વસ્તુને તે મોમાં નાખવાની વૃત્તિ ધરાવતું થઇ જાય છે. નવી જોયેલી વસ્તુ હાથેથી લઈને જ્યાં સુધી તે મોમાં નાખી પેઢા પર ઘસે નહિ ત્યાં સુધી તેને સંતોષ થતો નથી. ૧ થી ૩ વર્ષના બાળકને નવી વસ્તુ જોવાની, સ્પર્શવાની, અને મોમાં નાખવાની ઉત્સુકતા ખુબ રહેતી હોય છે. આથી બાળક સાથે અકસ્માત થવાનું જોખમ ખુબ રહે છે. આવા અકસ્માતોને રોકવા બાળકની પ્રવૃત્તિ મુજબ ઘરમાં ફેરફાર જરૂરી છે. બે વર્ષનું બાળક થાય ત્યારે લગભગ તેની લંબાઈ ૮૫ થી ૯૦ સે.મી અર્થાત ૩ ફૂટ હોય છે. ઘરમાં એવા ફેરફારો કરવા કે તેની લંબાઈ સુધી કોઈ જોખમી વસ્તુ તેના હાથમાં આવે નહીં. • ચણા, વટાણા, ઘઉં, ઠળિયા, બી વાળા શાકભાજી તથા અનાજ બાળક આંગળીથી લઇ નાકમાં અથવા કાનમાં નાખે છે. આ વસ્તુઓ બાળકની હાજરીમાં ખુલ્લી ના રાખવી. કેરોસીન, ફિનાઈલ, એસિડ, સાબુ, ડામરની ગોળીઓ, દિવાસળી, અગરબત્તી વગેરે લઈને ખાવાની વૃત્તિ બાળક ધરાવે છે. આવી વસ્તુઓ ઊંચાઈ પર રાખવી .બાથરૂમ, સંડાસ કે રસોડામાં બાળકને એકલું ના છોડવું. ડોલ અથવા બાથટબમાં બાળક મોઢું ઊંધું રાખી તેમાં માથું બોળવાની વૃત્તિ રાખે છે. ક્યારેક શ્વાસ રૂંધાઇ જાય તો ખુબ મુશ્કેલી સર્જાઈ શકે છે. બાળકને પાણી સાથે એકલું ના છોડવું. • બધાજ પ્રકારની દવાઓ બંધ કબાટમાં ઊંચાઈ પર રાખવી. ઘરના વડીલોને દવાઓ લેતા તે હંમેશા જોતું હોય છે. આથી તે પણ અજાણતા ઉત્સુકતાથી દવાની ગોળીઓ અથવા બોટલનું પ્રવાહી પી જાય છે. બિલાડી, કુતરા, સસલા, પોપટ જેવા પાળેલા પ્રાણીઓ સાથે બાળકને હંમેશા માતા-પિતાની હાજરીમાં જ રમવા દેવા. બાળક કુતુહુલતાથી આ પ્રાણીઓના મોમાં આંગળી નાખવાની વૃત્તિ ધરાવતું હોય છે. વિજળીના બધા વાયરની સલામતી તપાસતા રહેવું. બધા જ પોઈન્ટને સેફટી સોકેટથી ઢાંકી રાખવું. બધી જ જાતની અણીવાળી વસ્તુઓ પીન, સોય, કાતર, ચપ્પુ, છરી, દિવાસળીની પેટી, લાઇટરથી બાળક પોતાના શરીર પર અખતરા કરે છે. આ વસ્તુઓ બાળકની પહોચ બહાર ઊંચાઈ પર રાખવી. ઘરમાં રંગ કામ થતું હોય ત્યારે રંગ, ઓઈલ, ફેવિકોલ જેવી વસ્તુઓમાં પણ તે હાથ બોળી, તે હાથ તેના મોમાં નાખે છે. આ વસ્તુઓ ઘરની બહાર અથવા બંધ કબાટમાં રાખવી .સ્પ્રે,પરફ્યુમના ડબ્બા, શીશીનું નોઝલ દબાવી પોતાની જ આંખો કે ચહેરાને તે નુકસાન કરી બેસે છે. • મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, રીમોટ કંટ્રોલથી તેને શારીરિક ઈજા નથી થતી પરંતુ રમતમાં ઊંધું-ચત્તું પછાડી આ સાધન તે તોડી નાખે છે. અણીવાળા અને ભાગ છુટા પડી શકે તેવા રમકડા ખરીદશો નહીં. બાળક તેનાથી જીભ અને પેઢાને નુકસાન કરે છે ક્યારેક આ વસ્તુઓ તે મોંમાં નાખી ગળી પણ જાય છે. તે ચાલતા શીખી જાય પછી ખુબ ધ્યાન રાખવું પડે છે કારણકે નવું નવું ચાલતા શીખેલું બાળક ખુબ જ ઉત્સાહિત હોય છે. ઘરની બહાર રોડ પર દોડી જાય છે. સીડી પર ચઢી જાય છે. ઉતરતા આવડતું ના હોય તો ગબડી પડે છે. તેને ઊંચાઈ પર બેસાડ્યું હોય તો તેનું સતત ધ્યાન રાખવું પડે છે. તેને ક્યાંક ગેસ પાસે કે પ્લેટફોર્મ પર ગરમ દૂધ, પાણી કે અન્ય વસ્તુ પાસે ૮-૧૦ સેકન્ડ બેસાડી પોતાનું નાનું કામ કરી લેવાની વૃત્તિ માતા-પિતાએ રાખવી નહિ. • નવજાત શિશુને તેનાથી થોડાક જ મોટા બાળક અર્થાત એક-દોઢ વર્ષના બાળક પાસે પણ એકલું ના છોડાય, હાથમાં જે તે આવેલ સાધનથી તે નવજાત શિશુને ઈજા પહોચાડી શકે છે. ઉપરોક્ત નાની મોટી વસ્તુઓથી જો ચેતતા રહેશો તો ક્યારેક મોટી આકસ્મિક ઈજા નિવારી શકશો. ત્રણ-સાડાત્રણ વર્ષ બાદ બાળક પોતાના શરીરને ઈજા પહોચાડનાર તત્વોથી જાગૃત થઇ જાય છે, ત્યાં સુધી તેનું ખુબ ધ્યાન રાખવું પડે છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો