મુલાકાતી નંબર: 430,123

Ebook
બેટા એમની પાસે જે નથી તે તું આપજે……
  અમારે પ્રેક્ટિસમાં ઘણીવાર પેશન્ટ અમને ઘણું શીખવીને જાય છે. ઘણીવાર તે સુંદર સામાજિક સંદેશો આપીને પણ જાય. એકવાર એક પેશન્ટ સૃષ્ટિ બહેન એમના નણંદ અને તેમના સાસુ એક નવજાત બાળકને લઈને રૂમમાં પ્રવેશ્યા. સૃષ્ટિ બહેન ચાર વર્ષથી તેમના બાળકને લઈને તો આવતા જ હતા. તેમના નણંદને પોલિયો છે. તે રૂમમાં બેઠા બેઠા ઘસડાઇને આગળ વધતા રૂમમાં આવ્યા. બાળકની બધી જ વસ્તુ સૃષ્ટિબહેને બતાવી. ખુબ સરસ રીતે પાછુ નવજાતશિશુને ઢાંકી દીધું. તેમના નણંદની ઉંમર વધુ છે તેમ મને જણાવ્યું. સ્તનપાન માટે પણ તેમને ઘણા પ્રશ્નો હતા. તેમના નણંદ તો કશું કરી શકે તેમ ન હતા. મારું બધુ કામ પતી ગયું પછી સૃષ્ટિબહેનના સાસુએ તેમને કીધું ‘તમે ઉતરતા થાઓ હું બે મિનિટ ડોક્ટર સાથે વાત કરીને આવું છું.’   તેઓ બહાર નીકળ્યા એટલે તરત તેમના સાસુએ મને પૂછ્યું, ‘બાળકને તો બધું બરાબર છે ને? એને બધી જ રસી આપજો. તેના મમ્મીને એટલે મારી દીકરીને અમારાથી પોલીઓની રસી અપાવવાની રહી ગઈ હશે. એટલે એ આખી જિંદગી દીકરી હેરાન થઇ’. મેં બાળકનું તો કીધું કે તે બધી જ રીતે સારું છે પણ મને વધુ સારું સૃષ્ટિબહેને રૂમમાં જે રીતે તેમના નણંદના બાળકને સાચવ્યું તે લાગ્યું હતું. એટલે મેં તેમના સાસુને કહ્યું, ‘તમારી દીકરી ખુબ નસીબદાર કે તેને સૃષ્ટિ બહેન જેવા ભાભી મળ્યા છે. કેટલું સરસ સાચવે છે.’ તેમના સાસુની આંખમાં પાણી આવી ગયા. તેમણે કહ્યું, ‘તમારી પાસે બે મિનિટ હોય તો હું કઈ કહ્યું.’ મને પણ રસ હતો એટલે તેમની વાત હું પણ સાંભળવા આતુર હતો.   હવે તેમણે કીધેલું સાંભળવા જેવું છે. ‘નસીબદાર તો અમે છીએ કે ઈશ્વરે સૃષ્ટિને વહુ બનાવવા માટે અમારા ઘરનું સરનામું પસંદ કર્યું અને અમને સૃષ્ટિ જેવી વહુ મળી. મારી દીકરી જેના આ બાળકને તમે જોયું તે ૩૭ વર્ષની છે. પોલિયો હોવાને કારણે અમે જ માની લીધેલું કે તેના લગ્ન નહીં થઇ શકે. અમે ઘરના સભ્યોએ જ ખાસ એ વિષય પર ઉત્સાહ નહોતો બતાવ્યો. ભલે કોઈ શારીરિક તકલીફ હોય પણ તે વ્યક્તિમાં પણ  જિંદગીના ઘણા અરમાન હોય તે અમે નહતા સમજી શક્યા. પછી તો તેના લગ્ન નાં થયા અને તેની ઉંમર પણ વધતી ગઈ. પાંચ વર્ષ પહેલા સૃષ્ટિ અમારા ઘરે લગ્ન કરીને આવી ત્યારે મારી દીકરીની ઉંમર ૩૨ વર્ષની હતી. થોડા જ સમયમાં મારી દીકરી અને સૃષ્ટિ ખુબ સારા ફ્રેન્ડ થઇ ગયા. દીપ્તિની(મારી દીકરીની) જે લાગણીઓને અમે ૩૨ વર્ષ સુધી સમજી નહતા શક્યા તે લાગણીઓને સમજતા સૃષ્ટિને છ માસ પણ ના લાગ્યા. પછી સૃષ્ટિએ દિપ્તિની લાગણીઓને વાચા આપવાનું શરૂ કર્યું. છ માસ વિત્યા હશે અને સૃષ્ટિએ ઘરમાં જાહેર કર્યું કે દીપ્તિબહેન માટે (નણંદ માટે) સારું પાત્ર શોધીએ. જે વિષય અમે ભૂલી જ ગયા હતા તે સૃષ્ટિએ કાઢ્યો. તમને દીપ્તિ બહેન કહી નથી શકતા પણ તેમને પણ કોઈ આશા, અરમાન હોય. અમે તો સડક થઈ ગયા.   પછી તેની દિપ્તિની શારીરિક તકલીફો સાથે સૃષ્ટિના આગ્રહને લીધે અમે તેને માટે પાત્ર શોધવાનું ચાલુ તો કર્યું. પણ અમને તો એમ જ કે આ ઉમરે અને આ તકલીફ સાથે તેનો હાથ કોણ પકડે? સૃષ્ટિ જરાય હીંમત નાં હારી અને થાકી નહીં. મેરેજ બ્યુરો, છાપામાં, ઈંટરનેટ પર જાહેરાતો જોવી, દરેક જગ્યાએ સંપર્ક કરવો તે કામને તેણે પોતાની અન્ય જવાબદારીઓમાં અગ્રતા ક્રમ આપ્યો. જ્યાંથી જવાબ આવે ત્યાં રૂબરૂ જવું. વચ્ચે તેને પણ બાળક આવી ગયું. પણ તેના આ અભિયાન માટે તે થાકી નહીં. અમારા ઘરે પણ આ માટે ઘણીવાર ઝગડા થતા. મારા દીકરાએ (સૃષ્ટિના પતિએ) એકવાર તેને કહ્યું પણ ખરું કે તે દીપ્તિના મનમાં ખોટી આશા જગાવી છે. પણ સૃષ્ટિ બહેનના પ્રયત્નો જ એટલા ઊંચા હતા કે નસીબે પણ તેમની આગળ ઝૂકવું પડ્યું. ત્રણ વર્ષની તેની શોધ અને તપશ્ચર્યાને અંતે સૃષ્ટિએ મારી દીકરીને લાયક ઘર શોધી નાખ્યું. તેના પતિને પણ થોડી તકલીફ છે. પણ સાસરી વાળા ઘણા સમજુ અને સારા છે. પોલિયોગ્રસ્ત મારી દીકરીના લગ્ન તો થયા. બાળક પણ આવ્યું. હવે બધું જ બાળકનું ધ્યાન સૃષ્ટિ રાખે છે. દીપ્તિ માટે તેણે બહેન, સહેલી અને માતાના રોલ નિભાવ્યા. તેણે દીપ્તિને કહી દીધું છે કે આ બાળકની બીજી માતા હું છું. આ બાળક ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી તેની કોઈ પણ પ્રકારની ચિંતા નાં કરતા. અમને બધાને તો આ વસ્તુ એક સ્વપ્ન સમાન લાગે છે.’ કેટલું સરસ કહેવાય... સૃષ્ટિ જેવા ભાભી દરેકને મળે.  એકવાર સૃષ્ટિ બહેન મળ્યા અને આ વાત નીકળી ત્યારે મેં તેમને પૂછ્યું, ‘તમને આવું ઉમદા કામ કરવાનો વિચાર અને શક્તિ કેવી રીતે મળી? તમારો પ્રેરણા સ્ત્રોત કોણ છે?’ તેમણે મને કહ્યું, ‘ મારા લગ્ન વખતે મારા પિતાએ મને એક શિખામણ આપી હતી. બેટા તું સાસરે જાય છે. ત્યાં એ લોકોને એ વસ્તુ તું આપજે જે તેમની પાસે નથી.’ ખરેખર સાસરીમાં કઈ મેળવવા કરતા કઈ આપવાનો ભાવ સ્ત્રીનું આખું જીવન બદલી નાખે છે.
 1. ASHISH CHOKSHI, KALRAV CHILDREN HOSPITAL, MEMNAGAR, AHMEDABAD, 9898001566.

20 ટિપ્પણીઓ

 1. લેખકNishith MajmundarMD.

  on November 30, 2016 at 12:58 am - Reply

  Ashish

  Our profession is a gift of God and our parents.
  It really teaches us meaning of life in various ways via various people we come across on daily bases.
  I learn definition of normal daily.

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:14 am - Reply

   Dr.Ashish Chokshi

   very true nishith

 2. લેખકPayal patel

  on November 30, 2016 at 1:58 am - Reply

  Very nice

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:13 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks

 3. લેખકVijay N Bharad Singer and Musician

  on November 30, 2016 at 2:51 am - Reply

  Khub Khub sundar

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:13 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks vijaybhai

 4. લેખકB. Trivedi

  on November 30, 2016 at 3:30 am - Reply

  Nice story. Very inspiring. Salute to Shrustiben.

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:13 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks bhargav

 5. લેખકSanjiv upadhyay

  on November 30, 2016 at 4:05 am - Reply

  Excellent Ashish bhai…

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:12 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks sanjeev

 6. લેખકSaumir shah

  on November 30, 2016 at 5:10 am - Reply

  Excellent relationships with feelings which is absent at present

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:12 am - Reply

   Dr.Ashish Chokshi

   true saumirbhai but still it is there in some family

 7. લેખકPrakash thakkar

  on November 30, 2016 at 5:21 am - Reply

  This store totaly change over vision. And if women think to do somthing whiteout any support for some one so thy cand do any thing.

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:11 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks prakashbhai

 8. લેખકSucheta jani

  on November 30, 2016 at 8:09 am - Reply

  Amazing…well said uncle

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:11 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks sucheta

 9. લેખકneha jay patel

  on November 30, 2016 at 8:59 am - Reply

  It’s very noble thought….superb 👍

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:10 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks

 10. લેખકNainit shah

  on December 1, 2016 at 9:54 am - Reply

  quite informative

  • લેખકDr.Ashish Chokshi

   on December 2, 2016 at 9:10 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks nainitbhai

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો