મુલાકાતી નંબર: 430,128

Ebook
માતાપિતાએ આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું?
  ભારતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા 'કોરોના વાયરસ' ચેપને કારણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪/૦૩/૨૦૨૦ ના રોજ દેશના સર્વ નાગરિકો માટે ૨૧ દિવસનું લોકડાઉન અર્થાત ઘરમાં જ રહેવાનો આદેશ જાહેર કર્યો. ઘણા માતાપિતા એવું વિચારતા હતા કે આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું? માતાપિતાએ આ વાતને તકલીફ ન ગણવી પણ બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે મળેલી તક ગણવી. સામાન્ય દિવસોમાં માતાપિતા પાસે બાળકો માટે અઠવાડિયાનો ૧ કલાક કાઢવો પણ અઘરો હોય છે. આ સમયે કુદરતે એકસાથે કેટલા બધા કલાકો આપી દીધા. જો માતાપિતા પોતાના બાળકો માટે આ સમય દરમ્યાન એક દિવસમાં પોતાના કામ પતાવ્યા બાદ આંઠ કલાક ફાળવી શકે તેમ ગણીએ તો ૨૧ દિવસના ૧૬૮ કલાક થયા. આ પ્રમાણે એમ કહી શકાય કે તમે જે ત્રણ વર્ષમાં તમારા બાળકને સમય આપી શકવાના છો તેટલો સમય આ ૨૧ દિવસમાં આપી શકશો. હવે આ ૨૧ દિવસ દરમ્યાન માતાપિતા પોતાના બાળકોના જીવનને કેટલો સુંદર વણાંક કેવી આપી શકે છે તે જોઈએ. આ સમય દરમ્યાન બાળકોને માતાપિતાની આદતો, કામ કરવાની પદ્ધતિઓ, સ્વભાવ, અને કપરા સમયમાં માનસિક સ્વસ્થતા કેવી રીતે રખાય તે નજીકથી જોવા મળશે. માતાપિતા બંને એકબીજાને કેટલું સન્માન આપે છે તે બાળકો જોશે. પિતા પોતાનો હોદ્દો બાજુ પર મૂકી ઘરમાં કેટલી મદદ કરે છે તે બાળકો જોશે. માતાપિતા મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે કે બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે તક ઝડપી લે છે તે અગત્યનું છે. આવા સમયે માતાપિતાએ દર ત્રણ કલાકે ૨૦ મિનિટ માટે મોબાઈલ ફોન જોવો તે મોબાઈલ વાપરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. દર દસ મિનિટે મોબાઈલ ફોન જોઈ 'કોરોના'વાયરસના સમાચાર અને લોકોએ ફોરવર્ડ કરેલા સમાચારથી સતત માહિતગાર રહેવું જરુરી નથી. તેનાથી નકારાત્મક અસર પણ થઈ શકે છે. કોઈ એક બુક સાથે વાંચવાની ચાલુ કરી શકાય. રોજ એક પ્રકરણ સાથે વાંચો તો ૨૧ દિવસમાં એકવીસ પ્રકરણ વંચાય. દરેક પ્રકરણ પછી માતાપિતા પોતાના વિચારો બાળકોને કહે તો બાળકોમાં નવા સુંદર વિચારોનું આરોપણ કરી શકાય. બાળકો માતાપિતાની વર્તણુક ૨૧ દિવસમાં જોશે તે તેઓ બીજા ૪૨ વર્ષ સુધી અનુસરસે. માતાપિતા સુંદર શિક્ષક બની શકે છે. જે કામ કોઈ પર્સનાલીટી ડેવલોપર નથી કરી શક્યા તે કામ માતાપિતા કરી શકશે. ઘરના કોઈ પણ કામ કોઈ વ્યક્તિએ કરવા જોઈએ અને કરી શકે છે તે દ્રષ્ટાંત બાળકોને મળી શકે છે. કપરી પરિસ્થિતિમાં વડીલોની જરૂરિયાત કેવી રીતે પૂરી કરી શકાય અને તેમને કેવી રીતે સન્માન આપી શકાય તે બાળકો જોશે. વડીલો પાસેથી શીખેલા અનુભવેલા પ્રસંગો બાળકોને કહો. માતાપિતાથી બાળકોને સલાહનો અતિરેક ના થઈ જાય તે ધ્યાન રાખવું પડે. આખા દિવસ માટે બાળકોને આપવા લાયક સલાહસૂચન એક સાથે જ એક વ્યક્તિ અડધા કલાકમાં સારા શબ્દો વાપરીને કહે તો ચોક્કસપણે બાળકોમાં ફેરફાર જોવા મળશે. આ ૨૧ દરમ્યાન તમને ગમેલી તમારા બાળકની રોજ એક શ્રેષ્ઠ વસ્તુ લખો. ત્રણ અઠવાડિયા બાદ તમને ગમેલી તેની શ્રેષ્ઠ ૨૧ વસ્તુઓ તેને બતાવો. તેના માટે જીવનભરનું સંભારણુ રહેશે. જે વસ્તુઓ તમે તેનામાં જોવા ઈચ્છો છો અથવા સુધારવા ઈચ્છો છો તે આવતા વર્ષોમાં ચોક્કસ જોવા મળશે. દરેક વસ્તુને દિવસ દરમ્યાન બેલેન્સડ ટાઈમ આપી જીવનના દરેક ક્ષેત્રોમાં બેલેન્સેડ રીતે  ઓલરાઉન્ડર દેખાવ કેવી રીતે કરી શકાય તે બાળકોને શીખવવાનો માતાપિતા પાસે આ ઉત્તમ સમય છે. વિજ્ઞાન, ધર્મ, રમતગમત, રાજકારણની અલકમલકની વાતો કરી બાળકના વ્યક્તિત્વને  વિકસાવી શકાય - વિસ્તારી શકાય. આ સમય જશે પછી મોટાભાગના માતાપિતાને અમુક સમય પછી એમ લાગશે કે આવો સમય ફરી આવે તો સારું. જીવનભરનો અફસોસ પણ પછીથી નાં રહી જાય કે અમે એ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ નાં  કર્યો તેમ ના થવું જોઈએ. વળી પોતાનો સ્વવિકાસ, બાળકોનો વિકાસ સાથે બહાર ન નીકળી દેશ સેવા આવો ઉત્તમ સમય કેટલી સદીઓ પછી આવતો હશે. (ડો. આશિષ ચોક્સી - કલરવ બાળકોની હોસ્પિટલ)

24 ટિપ્પણીઓ

 1. લેખકફલક બારોટ

  on March 25, 2020 at 7:17 pm - Reply

  આભાર , ખરેખર આ કપરો સમય પણ એક અવસર છે ! આપનો આ લેખ અમને સમય ના ઉત્તમ ઉપયોગ માટે પ્રેરણા આપશે.

 2. લેખકડો.શિરીષ પટેલ, આંખના નિષ્ણાત

  on March 25, 2020 at 7:56 pm - Reply

  આભાર અને ધન્યવાદ.પેરન્ટીંગની કસોટી થાય એવા સમયમાં આપના સૂચનો બહુ મૂલ્ય વાન બની રહેશે. સમાજની સેવા કર્યા જ કરો એવી શુભેચ્છાઓ

 3. લેખકમૈત્રી પદ્મનાભ

  on March 25, 2020 at 8:51 pm - Reply

  આપના તરફ થી આ પ્રકાર ના મેસજ ની અપેક્ષા હતીજ. ખુબજ આભાર. આ સમય નો સદપયોગ તમે કહ્યું એ મુજબ થઈ શકે છે.

 4. લેખકAshka Raithattha

  on March 25, 2020 at 11:31 pm - Reply

  Very nice sir…and it’s very useful for all parents….thank you sir

 5. લેખકVarshesh Badheka

  on March 25, 2020 at 11:50 pm - Reply

  કોઈ પણ પ્રકાર ની કપરી પરીસ્થિતિ ને પોઝીટીવલી લેતા શીખવાડે, એમનું નામ આશીષ ભાઈ!! Superb article!

 6. લેખકBhavna Vaghela

  on March 25, 2020 at 11:59 pm - Reply

  Thank you Doctor for such a nice parenting advice and tips…. Will definitely spend a quality time with our child…. Do share more tips to encourage us to spend this lock down period nicely…

 7. લેખકParag

  on March 26, 2020 at 12:39 am - Reply

  Jordar

 8. લેખકRahul Gadhvi

  on March 26, 2020 at 12:44 am - Reply

  Wonderful and very useful article for every parents. Every parents should grab this opportunity. Thank you sir for your valuable guidance which throws positive enlightenment during this negative atmosphere and very crucial period. Regards from Rahul Gadhvi

 9. લેખકShefali bhagat

  on March 26, 2020 at 2:15 am - Reply

  True. Saras samay che

 10. લેખકMitesh Vyas

  on March 26, 2020 at 5:21 am - Reply

  Very Useful and helpful information for child growth and behaviour. We as a parents also learn how to spare time and live life utilising proper time. Thank you for the great information.

 11. લેખકMaunish Majmundar

  on March 27, 2020 at 1:31 pm - Reply

  Sir.. very beautifully written, it will provide inspiron and planning for all parents specially for these 21 days..
  Thank you so much for sharing , will definitely improve and plan accordingly.

 12. લેખકKhyati patel

  on April 7, 2020 at 9:08 am - Reply

  Thank you so much sir for inspirational thoughts. We r very glad to read and yes obvious to follow your instructions too. And we r getting such a beautiful response from our kids too.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો