મુલાકાતી નંબર: 430,124

Ebook
માતાપિતાની કઈ વર્તણુક તેમનું ટીનએઈજ બાળકો સાથે અંતર વધારે છે?
by dr.ashish chokshi. divya bhaskar : 21/03/2017. ટીનએઈજ બાળકો માટે ઘણું લખાય છે. અત્યારેની ટીનએઈજ પેઢી માટે ખરેખર માતાપિતા નાણા અને શક્તિમાં ખુબ ભોગ આપે છે. છતાં અંતર વધતું જાય છે તેનું કારણ માતાપિતા પુરતો સમયનો ભોગ આપી શકતા નથી. આપણા દાદાના સમયમાં ઊંધું હતું તેઓ સમય અને શક્તિનો ભોગ આપતા હતા. પૈસાનો ભોગ આપતા ન હતા. ત્યારના ટીનએઈજ બાળકોને તેમના માતાપિતાએ આપેલા ભોગનું મહત્વ સમજાતું હતું. આમ બાળકો માટે ગમે તેટલા પૈસા ખર્ચ કરીએ પણ જો પુરતો સમય નાં ફાળવ્યો હોય તો તેનો કોઈ જ ફાયદો નથી થતો. બાળકો જેમજેમ મોટા થતા જાય ત્યારે માતાપિતાનું પહેલું પ્રાધાન્ય તેમને માટે સમય ફાળવવાનું રહેવું જોઈએ. તો જ તેમના સંબંધો તેમના બાળક સાથે લાંબા સમય સુધી સારા રહેશે. સમય નહીં ફાળવ્યો હોય તો બાળકને એમ જ લાગવાનું છે કે તેમના માતાપિતાએ તેમના માટે કશું જ કર્યું નથી તેણે જે પણ મેળવ્યું છે તે પોતાની મહેનતથી મેળવ્યું છે. બીજું જ્યારે પણ બાળકની કોઈ પણ નિષ્ફળતા આવે ત્યારે તે જ નિષ્ફળતા અંગે વાત કે ચર્ચા કરવી જોઈએ. માતાપિતા જ્યારે પણ બાળક નિષ્ફળ જાય ત્યારે જાણે કહેવાનો મોકો મળી ગયો હોય તેમ ભૂતકાળની બધી જ નિષ્ફળતા યાદ કરી તેને સંભળાવતા હોય છે. આમાં છેલ્લે મળેલી નિષ્ફળતા વિશે બાળક વિચારતું નથી ઉલટું મારા વિશે માતાપિતા કેટલું ઊંધું વિચારે છે તેવું માને છે. એક સાથે ઘણી નિષ્ફળતા યાદ કરાવવાથી કોઈ જ હકારાત્મક પરિણામ મળતું નથી. ઉલટું બાળકના મનમાં એવું થાય છે કે પોતે દુનિયામાં કશું જ કરી શકવા સમર્થ નથી. અને ક્યારેક હતાશામાં પણ આવી જાય છે. ત્રીજું માતાપિતાએ બાળક માટે પોતે ખર્ચેલા નાણા વિશે વાંરવાર યાદ અપાવવાની જરૂર નથી. ચોક્કસ પણે અત્યારનું ભણતર અને બાળઉછેર ખુબ ખર્ચાળ થયું છે. માતાપિતા દિવસ રાત એક કરી બાળક માટે પૈસા ભેગા કરે પણ એજ વસ્તુ બાળકને વારવાર કહેવામાં આવે છે ત્યારે તે તો એમ જ સમજે છે આમાં તેમણે શું વિશેષ કર્યું? આ તો દરેક નાં માતાપિતા કરે છે. પણ માતાપિતા પૈસાનો ઉલ્લેખ જ નાં કરે તો તેને માતાપિતાએ ખર્ચેલા પૈસાનું મહત્વ તે કમાવા જશે અને તે જ્યારે તેના બાળકની ફી સ્કુલમાં ભરવા જશે ત્યારે તેને સમજાશે જ. છેલ્લે ટીનએઈજ બાળકોને માતાપિતાએ પોતાના ઉદાહરણ ગમતા નથી. એટલે માતાપિતા કેવી તકલીફોમાં આગળ આવ્યા અને કેટલા ઓછા પૈસા માં ભણ્યા તે વસ્તુ માતાપિતા પોતે જ કહે તો તેનું મહત્વ રહેતું નથી. આ જ વસ્તુ માતાપિતા માટે દાદા-દાદી, કાકા કે મામા કે અન્ય કોઈ વ્યક્તિ કહે તો માતાપિતા પ્રત્યે આદરભાવ વધશે. ટીનએઈજ બાળકો સાથે ચાલવું, ગપ્પા મારવા, સાથે વાતો કરવી, બહાર જમવા જવું તેવી પ્રવૃત્તિના સંસ્મરણો જ માતાપિતા માટે વર્ષો સુધી જીવનભરની મૂડી રહેશે.

2 ટિપ્પણીઓ

 1. લેખકFalak Barot

  on March 22, 2017 at 4:25 am - Reply

  Sir, your each and every word make sense.
  Thank you for providing clarity in our thought process.

  • લેખકDr.Ashish Chokshi

   on March 22, 2017 at 10:31 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks falakbhai

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો