મુલાકાતી નંબર: 430,110

Ebook
માતા-પિતાના ધૂમ્રપાનની બાળકો પર અસર
માતા-પિતા ધૂમ્રપાન કરતા હોય તો બાળકો પર થતી અસર ત્રણ ભાગમાં વહેચી શકાય. સગર્ભાવસ્થામાં, બાળકો પર તરત થતી અસર અને બાળકો પર થતી લાંબા ગાળાની અસર ધૂમ્રપાનની સગર્ભાવસ્થામાં અસર : સગર્ભાવસ્થામાં માતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીડી કે સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવે તો કુદરતી ગર્ભપાત, બાળક અધૂરા મહિને જન્મવું, બાળક ઓછા વજન સાથે જન્મવું તેમજ જન્મેલા બાળકનો ધીમો વૃદ્ધિ અને વિકાસ જેવી આડઅસરો જોવા મળે છે. ધાવણ આપતી માતા ધૂમ્રપાન કરે તો બાળકને પણ ખાંસી અને ન્યુમોનિયા થવાની સંભાવના અનેકગણી વધી જાય છે. વિકસિત બાળકના મગજ પર પણ અસર થાય છે. કારણ વિના ખુબ રડવું અને અકારણ બાળમૃત્યુ જેવી ગંભીર તકલીફો પણ સર્જાઈ શકે છે. માતાપિતાના ધૂમ્રપાનની બાળકો પર તરત જોવા મળતી  અસર : નાના બાળકો પેસિવ સ્મોકર ગણાય. સિગારેટના ધુમાડામાં લગભગ ૪૦૦૦ જેટલા ઝેરી તત્વો હોય છે આમાંનાં ૫૦ તત્વો તો બાળકોના વિકસતા મગજ પર ગંભીર આડઅસરો જન્માવે છે. તેમના પર માતાપિતાના ધૂમ્રપાનને લીધે તરત જોવા મળતી અસરોમાં શરદી, ઉધરસ, શ્વાસનળી પર સોજો, સ્વરપેટી પર સોજો, કાકડા, ન્યુમોનિયા, આંખો બળવી, કાનમાં રસી તેમજ બાળકોમાં ચંચળતા સાથે બેધ્યાનપણું જેવી તકલીફો જોઈ શકાય છે. બાળકોમાં કફ અને શરદી જેવી તકલીફો થઈ હોય તે મટતા ખુબ જ વાર લાગે. પરોક્ષ રીતે ધુમાડો પ્રાપ્ત કરતા બાળકોમાં દમની શક્યતા દસ ગણી વધી જાય છે. તેમની સ્કુલમાં ગેરહાજરીના દિવસો વધતા જાય છે. આ ઉપરાંત આ બાળકોમાં માથાનો દુખાવો, ઊંઘ પૂરી નાં થવી, ગાળામાં બળતરા અને અવાજ બદલાઈ જવો જેવી તકલીફો પણ જોવા મળે છે. માતાપિતાનાં ધૂમ્રપાનની બાળકો પર લાંબા ગાળે અસર : બાળકના જન્મ પછી માતાપિતા સમયસર ધૂમ્રપાનનો ત્યાગ ના કરે અને ઘરમાં સતત ધુમાડાવાળું વાતાવરણ રહે તો લાંબા ગાળે બાળકોમાં ફેફસાનું કેન્સર, હદયરોગ, મોતિયો, ડાયાબીટીસ તેમજ થાયરોઇડના રોગો થવાની સંભાવના રહે છે. બાળકો પણ ધૂમ્રપાન કરતા શીખી જાય છે. તેમનામાં ટીનએઈજમાં ચોરી તેમજ ડ્રગ્સ જેવા દુષણો પણ શરુ થવાની સંભાવના રહે છે. સામાજિક અનુકુલન સાધવામાં પણ આ બાળકોને તકલીફ પડે છે.  ધુમ્રપાન કરનાર માતાપિતાએ સમજવું જોઈએ કે એક છેડે અગ્ની હોય છે અને બીજા છેડે મુર્ખ માતાપિતા. drashishchokshi.com @drashishchokshi દિવ્યભાસ્કર ૧૧/૦૯/૨૦૧૬.  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો