મુલાકાતી નંબર: 430,029

Ebook
માતૃત્વની ચરમસીમા
  વાત ૨૦૦૨ નાં વર્ષની છે. મારા હોસ્પિટલની નજીક આવેલા નંદન મેટરનિટી હોમમાંથી સવારે સાત વાગ્યે ફોન આવ્યો. એક નોર્મલ ડીલીવરી થઈ રહી છે. બાળકને જોવા આવો. ગાયનેકોલોજિસ્ટ હવે નોર્મલ કે સિઝેરિયન ડીલીવરી થઈ રહી હોય ત્યારે બાળકોના ડોક્ટરને બોલાવતા હોય છે. નવજાત શિશુને જન્મ્યા બાદ તુરંત જરુરી સારવાર મળી રહે તે હેતુ હોય છે.  નોર્મલ ડીલીવરી થયા બાદ મેં બાળકને જરુરી સ્ટમક વોશ(પેટ નો બગાડ સાફ કરવો) અને વિટામીન કે નું ઈન્જેકશન આપ્યું અને હું બાળકની માતાને મળ્યો. બાળકની માતાથી હું પરિચિત હતો. તે તેના પાંચ વર્ષના મોટા દીકરાને મને બતાવતી હતી. નવજાત શિશુ માટે જરુરી સંભાળ અને ધાવણ વિશે સુચના માતા અને સગાને મેં આપી. ફરી ચોથા પાંચમાં દિવસે પ્રથમ રસીકરણ માટે આવજો કહી મેં હોસ્પિટલમાંથી વિદાય લીધી. લગભગ ત્રણ માસ વીતી ગયા. એ બહેન ચોથા કે પાંચમાં દિવસે બાળકને રસી અપાવવા અને બતાવવા નાં આવ્યા અને હું પણ એ બહેનને ભૂલી ગયો હતો. હવે ત્રણ માસ બાદ અચાનક એ બહેન એક છ કિલોના તંદુરસ્ત બાળકને લઈ મારા રૂમમાં પ્રવેશ્યા. મેં કીધું કેમ બહેન ક્યાં ખોવાઈ ગયા હતા? ત્રણ માસ સુધી દેખાયા જ નહીં? ઘણીવાર પ્રસુતિ બાદ માતા પિયર કે સાસરે અલગ જગ્યાએ જાય એટલે માતા તરત નાં પણ મળે એવું અમારી સાથે બનતું હોય છે. બહેન આમ તો સ્વસ્થ હતા પણ થોડા ગંભીર દેખાતા હતા. મેં પૂછ્યું શું થયું? બહેને કહ્યું, ‘તે દિવસે તમે બાળકને જોઇને ગયા. નોર્મલ પ્રસુતિ હતી આથી અમને પણ સાંજે રજા મળી ગઈ. એ જ રાત્રે મારા પિતાજીને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેમનું અવસાન થયું. ત્યાર બાદ નવજાત બાળકને સ્તનપાન કરાવવાનો મારો બિલકુલ મૂડ ન હતો. ઘરનું વાતાવરણ સતત શોકમય રહેતું હોવાથી મને સ્તનપાન કરાવવાની ઈચ્છા જ થતી ન હતી. મારા બાળકને પણ મારી બહેને બોટલથી દૂધ આપવાનું શરૂ કર્યું. મારું બાળક પણ બોટલના દૂધથી ટેવાઈ ગયું છે. તેને હજુ સુધી કોઈ તકલીફ નથી પડી. હવે હું મારા સાસરે પાછી આવી છું. હું હવે સ્વસ્થ છું. હવે આ બાળકને આગળ જે પણ રસી કે વિટામીનના ટીપા આપવા હોય તો તમે સલાહ આપો. બહેનના પિતાના અવસાનના સમાચાર સાંભળી મને દુઃખ થયું સાથે તેમણે ત્રણ જ માસમાં જે રીતે સ્વસ્થતા કેળવી તે સારું પણ લાગ્યું. વાતવાતમાં બહેને મને પૂછ્યું કે આ બાળકે બિલકુલ ધાવણ લીધું જ નથી. તેની રોગપ્રતિકારક શક્તિ પર ભવિષ્યમાં અસર પડશે? માતાનું સ્તનપાન બાળક માટે પહેલા છ માસ ખુબ જ જરુરી હોય છે. તે બાળકની રોગપ્રતિકારક શક્તિ અને બુદ્ધિપ્રતિભાના વિકાસ માટે ખુબ જ જરુરી છે તે જાણીતી વાત છે. મારે તેમને થોડો ના ગમે તેવો છતાં સાચો જવાબ આપવો પડ્યો, ‘હા થોડી રોગપ્રતિકારક શક્તિ ઓછી જરૂર થાય પણ તમે આવતા વર્ષોમાં બાળક માટે ઘરનો પોષણયુક્ત ખોરાક, નિયમિત રસીકરણ અને ચોખ્ખાઈ જેવી વસ્તુઓનું ધ્યાન રાખજો તો વાંધો નહીં આવે.’ મેં વિચાર્યું પણ ન હતું તેવો બીજો પ્રશ્ન તરત જ બહેને પૂછ્યો. સાહેબ હવે મને ધાવણ ફરી શરુ થાય? મારા માટે અચાનક અણધાર્યો છતાં એક ચેલેન્જીંગ અને અશક્ય નાં હોય તેવો પ્રશ્ન હતો. મેં થોડું વિચારી તેમને કહ્યું, ‘થઈ શકે’. મારી દસ વર્ષની પ્રેક્ટીસમાં સ્તનપાનને લગતી ઘણી તકલીફો સાથે માતાઓ આવી હતી. પણ બાળકને જન્મ્યાના ત્રણ માસ બાદ, અને એ પણ બાળકે સહેજ પણ ધાવણ લીધું જ નાં હોય તેની માતાને ધાવણ શરુ કરાવવાની ઈચ્છા થઇ હોય તેવો પ્રથમ કિસ્સો હતો. મેં re lactation (બંધ થયેલું સ્તનપાન ફરી શરુ કરવું) તે વિશે વાંચ્યું હતું પણ અહીં તો સ્તનપાન શરુ જ નહતું થયું તેવા કિસ્સામાં પહેલો દિવસ હોય તે રીતે શરુ કરવાનું હતું. માની મમતા સામે તબીબી વિજ્ઞાનની ચેલેન્જ હતી. મેં તેમને હા તો પાડી પણ મનમાં થોડો ડર અને શંકા હતી કે આ કામ પૂરું થશે કે કેમ? તે બહેન મારી હોસ્પિટલમાં જ દાખલ થયા. મેં તેમને ફરી સ્તનપાન શરૂ થાય તે માટે બાળક જન્મ્યાનો પહેલો દિવસ છે તેમ માની બાળકને વાંરવાર ચુસાડવાનું કહ્યું. સાથે તેમના ઘરના સભ્યોને પણ આ બાબતે હકારાત્મક અભિગમ રાખવાનું સમજાવ્યું. બહેનના રૂમમાં વિવિધ પ્રકારનું હળવું સગીત વાગતું રહે તેવી ગોઠવણ કરી. બહેનને વધુ પ્રવાહી આપવું, ધાવણ વધારતી આર્યુવેદિક અને એલોપેથિક દવા આપી અને વારંવાર સ્તન પર મસાજ કરવો જેવી ફરી ધાવણ શરુ થાય તે માટેની સારવાર શરુ કરી. એ દિવસે રાત્રે મેં મારા સ્તનપાન માટેના માર્ગદર્શક અને શિક્ષક એવા દિલ્હી સ્થિત ગુરૂ તેજ બહાદુર મેડીકલ સાયન્સ કોલેજના નવજાત શિશુ વિભાગના વડા ડો.એમ.એમ.એમ.ફરીદી સાથે વાત કરી. તેમણે મને કહ્યું કે, ‘આવી તક વારંવાર મળતી નથી. ચોક્કસ બે-ત્રણ દિવસમાં માતાને ધાવણ આવવાનું શરુ થશે જ’. તેમની સાથે વાત કર્યા પછી મારી હિંમત અને આત્મવિશ્વાસ વધ્યા. બે દિવસ એમ ને એમ ગયા. સગા થોડા થાકી ગયા હતા. તેમણે મને કહ્યું, ‘તમે ખોટો બાળકની માતાને દિલાસો આપ્યો છે કે ધાવણ ફરી શરુ થશે. અમે બીજા ડોકટરોને પૂછ્યું અને તેઓનો અભિપ્રાય એવો જ છે કે આમાં ટાઇમ ના બગાડાય. આવું શક્ય નથી.’ છતાં મેં તેમને હજુ એક દિવસ રાહ જોવા કહ્યું. અમારા મેડીકલ સાયન્સમાં વિજ્ઞાન એક બાજુ હોય છે. બીજી બાજુ પેશન્ટમાં શ્રધ્ધા, પ્રયત્નો અને વિશ્વાસનું મિશ્રણ હોય છે જે ડોકટરોએ કલ્પના નાં કરી હોય તેવા પરિણામો લાવે છે. આ બહેનમાં આ બધું જ હતું કારણકે હવે તેમનામાં માતૃત્વ ચરમસીમા પર હતું. ત્રીજા દિવસે સવારે હું હોસ્પિટલ પહોચ્યો ત્યારે બહેને પણ થોડી નિરાશા અને થોડા હસતા મોઢે મને કહ્યું કે, ‘તમે કીધું છે તેમ આ બાળક વધુ જોરથી ચૂસે તે માટે હું તેને થોડું ભૂખ્યું રાખી અને રડવા પણ દઉં છું. તે ચૂસે છે પણ સારું.’ બસ આગળ અમારા બંને વચ્ચે કોઈ વાત નાં થઈ. મેં એ દિવસે પેશન્ટ જોવાના ચાલુ તો કર્યા પણ મનમાં ‘હું બાળકને રડવા પણ દઉં છું’ એ શબ્દોને લીધે  મેં થોડી હાર પણ માની લીધી હતી. હવે સાંજ સુધીમાં જો કોઈ ધાર્યું પરિણામ નાં આવે તો હું જ બહેનને કહીશ કે તમે હવે ઘરે જાઓ અને ઘરે થોડા દિવસ પ્રયત્નો કરજો. બપોરે મારા સ્ટાફે આવીને કહ્યું કે બહેન તમને બોલાવે છે. જરાય ઈમરજન્સી ન હતી છતાં હું દોડી બહેનના રૂમમાં પહોચ્યો. બહેને જે કહ્યું તે સાંભળવા માટે કાન ત્રણ દિવસથી રાહ જોતા હતા. ‘ડોક્ટર, થોડું પીળું અને એકદમ પાતળું પ્રવાહી મારા સ્તનમાંથી આવવાનું ચાલુ થયું છે.’ શું લાગે છે તમને? મેં સ્વસ્થતા રાખી હતી પણ અંદરથી હું ખુબ ખુશ હતો. ખરેખર એ બહેનને ધાવણ આવવાનું શરુ થઇ જ ગયું કહેવાય. દરેક નવજાતશિશુને ધાવણ શરુ થાય ત્યારે શરૂઆતના પહેલા ત્રણ દિવસ આવું જ દૂધ આવે તેને કોલોસ્ટ્રમ કહેવાય. આ દૂધ આ બહેનને હવે ત્રીજા મહિને આવ્યું. પછી તો એ રાત્રે અને બીજા દિવસ સવારથી બહેનને ધાવણનો જથ્થો વધ્યો. ચોથા દિવસે તે બાળક સંપૂર્ણ સ્તનપાન પર આવી ગયું અને તે બહેને હોસ્પિટલમાંથી રજા લીધી. આ કામ થોડું અઘરું હતું પણ અસંભવિત ન હતું. તે સંભવિત થયું કારણકે એક માની મમતાએ આ કામ કરવું હતું.  છેલ્લા ૧૫ વર્ષથી હું પણ મારી પાસે જે માતાઓ સ્તનપાનની તકલીફો માટે આવે છે અને અમને ધાવણ નહીં આવે તેવી વાત કરે છે ત્યારે તેમને આ વાત કરું છું. ત્રણ મહિના પછી પણ ધાવણ નવેસરથી શરૂ થઇ શકે છે તે શક્યતા જ ઘણી માતાઓમાં આત્મવિશ્વાસનો વધારો કરે છે. દુનિયાના ઘણા અસંભવિત અને અઘરા કામો માટે જ્યારે એક માતા પ્રયત્નો શરુ કરે છે ત્યારે તેનામાં કોઈ દૈવી શક્તિ આવી જાય છે અને વિજ્ઞાને પણ તેની સામે  ઝૂકવું પડે છે.

17 ટિપ્પણીઓ

 1. લેખકChirag kathiria

  on April 26, 2017 at 4:52 am - Reply

  Great affort by u sir.,……U r really jenious…….V r glad to have u…..

  • લેખકDr.Ashish Chokshi

   on April 26, 2017 at 2:27 pm - Reply

   Dr.Ashish Chokshi

   thanks chiragbhai

 2. લેખકBrijesh vaghela

  on April 26, 2017 at 10:10 am - Reply

  Very informative information Sir, really helpful to mother.

  • લેખકDr.Ashish Chokshi

   on April 26, 2017 at 12:35 pm - Reply

   Dr.Ashish Chokshi

   thanks brijeshbhai

 3. લેખકParag Kothari

  on April 26, 2017 at 3:13 pm - Reply

  God is great Sir
  We should always try from our side.
  Try and try until you get success.

  • લેખકDr.Ashish Chokshi

   on May 2, 2017 at 3:08 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks paragbhai

 4. લેખકNeeta Patel

  on April 26, 2017 at 3:14 pm - Reply

  whenever i read your article its gives me immense positivity Ashish sir this article shows that we should be optimistic in any situation and result would be so fruitful u never imagine thanks sir for sharing this.

  • લેખકDr.Ashish Chokshi

   on May 2, 2017 at 3:07 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks

 5. લેખકpatel aditi n

  on April 26, 2017 at 8:23 pm - Reply

  Its motivational story

 6. લેખકpatel aditi n

  on April 26, 2017 at 8:29 pm - Reply

  Good job docter l appriciate u and ur patience very good work

  • લેખકDr.Ashish Chokshi

   on May 2, 2017 at 3:07 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks

 7. લેખકDipsha

  on April 27, 2017 at 6:05 am - Reply

  Sir, its miracle. Great effort by you as well as by a patient.

  • લેખકDr.Ashish Chokshi

   on May 2, 2017 at 3:07 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks

 8. લેખકDr. Rajendra Padia

  on April 29, 2017 at 7:08 am - Reply

  Quite interesting and inspirational also. Great

  • લેખકDr.Ashish Chokshi

   on May 2, 2017 at 3:04 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks dr padiya

 9. લેખકધીરજ પંડ્યા, જામનગર.

  on June 7, 2017 at 10:56 am - Reply

  વેરી ગુડ. બસ આજ કારણસર ડોક્ટરને “ભગવાન” નો દરજ્જો આપવામાં આવે છે. દિલથી ધન્યવાદ આપની તબીબી પ્રેક્ટિસને…

  • લેખકDr.Ashish Chokshi

   on June 7, 2017 at 9:39 pm - Reply

   Dr.Ashish Chokshi

   આભાર ધીરજભાઈ, અમને ડોકટરોને દર્દીઓ પાસેથી જ ઘણું શીખવા મળે છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો