મુલાકાતી નંબર: 430,089

Ebook
રમતમાં કે જીવનમાં પોઝીટીવીટી આ રીતે શોધાય
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલ અંતિમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ઓપનર લોકેશ રાહુલ ૧૯૯ રને આઉટ થયો. ક્રિકેટમાં બનતી ઘણી બધી ઘટનાની જેમ આ પણ એક ઘટના જ ગણી શકાય. તેના ૧૯૯ રને આઉટ થયા પછી ટી.વી ચેનલ અને સોસિયલ મિડીયાએ મિશ્ર પ્રતિભાવ આપ્યા. લોકેશ ૧૯૫ રનના સ્કોરે હતો ત્યાં સુધી ખુબ સાહજિક રીતે રમી રહ્યો હતો. ૧૯૫ રને પણ તેણે બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી સ્કોરને ૧૯૯ રને પહોચાડ્યો. હવે દરેક બેટ્સમેન ઝંખતા હોય કે તેમની કારકિર્દીમાં ઓછામાં ઓછી એક બેવડી સદી તો થાય જ તે સિદ્ધિથી રાહુલ લોકેશ એક રન દુર હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકગણ પણ આ સિદ્ધિ જોવા આતુર હતો. ઇંગ્લેન્ડના લેગ સ્પિનર આદીલ રસીદના એક બહાર જતા બોલને રાહુલે ખુબ ખરાબ રીતે બેટ અડાડ્યું અને સ્લીપમાં બટલરને આસાન કેચ આપી દીધો. આઉટ થયા બાદ રાહુલ લોકેશ થોડીક ક્ષણો માટે શૂન્યમસ્તક થઈ ગયો હતો. બેટ નાખી માથે હાથ રાખી જમીન પર ઘુટણ ટેકવી બેસી ગયો. થોડીવાર પછી ઉભા થઈ ધીમા પગલે તેણે પેવેલિયનનો રસ્તો પકડ્યો. સ્ટેડિયમમાં પણ શાંતિ છવાઈ ગઈ હતી. લોકોને તેના ૧૯૯ રન બદલ અભિનંદન આપવા કે અફસોસ પ્રગટ કરવો તે સમજાતું ન હતું. ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સે તેને અભિનંદન આપવાની કોશિશ કરી. પેવેલિયનમાં પહોચ્યા પછી ભારતીય ખેલાડીઓ તેની પાસે સહાનુભૂતિ દર્શાવવા આવ્યા પણ રાહુલનું ધ્યાન જ ન હતું કે તે કોની સાથે હાથ મિલાવી રહ્યો છે. આ ઘટનાનું વર્ણન આજના ત્રણ-ચાર જાણીતા છાપામાં વાંચ્યું. બધામાં રાહુલ લોકેશ માટે અફસોસ અને સહાનુભૂતિ બતાવતા નકારાત્મક ભાષામાં જ લખાયેલા લેખો હતા. રાહુલ વિશ્વમાં નવમો અને ભારતનો બીજો ખેલાડી હતો કે જે ૧૯૯ રને આઉટ થયો હોય. ૧૯૯ રને આઉટ થનાર ખેલાડીઓના ટેબલ બતાવવામાં આવ્યા હતા. ક્યાંક લખ્યું હતું કે રાહુલ પાસે થોડો અનુભવ ઓછો પડ્યો. એક જગ્યાએ તો એમ પણ શંકા દર્શાવવામાં આવી હતી કે મહમદ અઝહરુદ્દિન ૧૯૮૬માં શ્રીલંકા સામે કાનપુરમાં ૧૯૯ રને આઉટ થયા પછી ૧૪ વર્ષ ક્રિકેટ રમ્યા પછી ક્યારેય બેવડી સદી નાં કરી શક્યા. શું રાહુલ લોકેશનો પણ આ હાઈએસ્ટ સ્કોર જ રહેશે? રાહુલે થોડી ધીરજ અને સંયમ બતાવ્યો હોત તો તે દ્રવિડ અને તેંદુલકરની કક્ષામાં આવી શકે તેવી સલાહ પણ આપવામાં આવી હતી. થોડા માટે રાહુલ મોટો લેન્ડમાર્ક ચુક્યા એમ પણ વાંચવા મળ્યું. આ પ્રમાણે લોકેશ રાહુલ વિશે વાંચતા એક છેલ્લું છાપું હાથમાં લીધું અને તેમાં આ જ સમાચાર વાંચતા ખુબ આશ્ચર્ય અને આનંદ થયો. તેમાં આ ઘટનાનું વર્ણન જે રીતે કરવામાં આવ્યું હતું એ આગળ વાંચો. “ રાહુલ લોકેશની ૧૯૯ રનની આ ચાન્સલેસ ગેઈમ હતી. ચેન્નાસ્વામી સ્ટેડીયમની કઠણ પીચ પર ૩૧૧ બોલ સુધી ઉભા રહેવું અને ૧૬ ચોક્કા તેમજ ત્રણ છક્કા સાથે ૧૯૯ રન કરવા તે જ રાહુલ લોકેશની પ્રતિભા સાબિત કરવા પૂરતા છે. ભારતીય ક્રિકેટમાં છેલ્લી ૩૨ ઇનિંગ પછી ઓપનિંગ સદીની ભાગીદારી લોકેશની ધૈર્યપૂર્વકની રમતને કારણે નોંધાઈ. ચાલુ વર્ષમાં ઘણીબધી વાર ઇન્જરીને કારણે ટેસ્ટ ક્રિકેટથી દુર રહેલા લોકેશ માટે ૧૯૯ રન ખુબ આત્મવિશ્વાસ વધારનારા રહેશે. લોકેશે અન્ય ઓપનર પાર્થિવ પટેલ સાથે ૧૫૨ રન અને વિરાટ કોહલીના આઉટ થયા બાદ કરુણ નાયર સાથે ૧૬૧ રનની ભાગીદારી કરી ભારતને તકલીફ માંથી ઉગાર્યું. ઇંગ્લેન્ડ સામે ઓપનિંગ માં આવી તેનાથી વધારે ફક્ત સુનીલ ગવાસ્કર જ વધુ રન કરી શક્યા છે તે લોકેશની મોટી સિદ્ધિ કહેવાય.” આ જ લેખનું છેલ્લું વાક્ય તો અદભુત હતું. “વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં લોકેશ ઝીરો રન પર આઉટ થયો હતો તેના કરતાં તેણે ૧૯૯ રન વધુ બનાવ્યા. ચીઅર અપ લોકેશ, તારી પાસે ૧૯૯ કારણ સેલીબ્રેટ કરવાના છે.” ખરેખર સુંદર આર્ટીકલ. બધા જ જ્યારે એમ વિચારે છે કે લોકેશને ૨૦૦ રન કરવામાં એક રન ઓછો પડ્યો, ત્યારે આ લેખ લખનારે એમ વિચાર્યું કે તેની એક ખરાબ ઇનિંગથી તેણે ૧૯૯ રન વધુ કર્યા.  લોકેશની આ ઈનિંગમાં તેણે કેટલું બધું મેળવ્યું તે તરફ ક્રિકેટના માંધાતાઓનું પણ ધ્યાન નહીં ગયું હોય. રમતમાં અને જીવનમાં બનતી દરેક ઘટનામાંથી પોઝીટીવીટી કેવી રીતે શોધાય તે આ લેખે શીખવ્યું. આશા રાખું કે આ આર્ટીકલ લોકેશ રાહુલના વાંચવામાં આવે. મોટેભાગે આપણી દ્રષ્ટી આપણને આ નાં મળ્યું, આટલું ખૂટ્યું કે આટલું ઓછુ પડ્યું તે તરફ જ હોય છે પણ જે કર્યું તે કેટલું સુંદર હતું કે તે પહેલા કરતા કેટલું સુધર્યું અને આપણા કોઈ ખરાબ દેખાવની સરખામણીમાં આપણે કેટલું મેળવ્યું તે તરફ આપણે દ્રષ્ટીપાત કરતા જ નથી.

3 ટિપ્પણીઓ

 1. લેખકhina gandecha

  on December 20, 2016 at 2:23 pm - Reply

  ખુબજ સુંદર article….

 2. લેખકsapna

  on March 16, 2017 at 9:03 am - Reply

  Very nice article

  • લેખકDr.Ashish Chokshi

   on March 22, 2017 at 10:32 am - Reply

   Dr.Ashish Chokshi

   thanks

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો