મુલાકાતી નંબર: 430,023

Ebook
શબ્દને સમજીએ – મૌન
મૌન 
 • આ દુનિયાએ ઘણું સહન કર્યું છે, નહીકે ખરાબ લોકોના તોફાનથી પણ સારા લોકોના મૌનના કારણે ઘણું સહન કરવું પડ્યું છે. ...................................નેપોલિયન.
 • કામ કરનાર વ્યક્તિને દરિદ્રતાનો ભય હોતો નથી. મૌન ધારણ કરનાર વ્યક્તિને ઝગડાનો ભય હોતો નથી.
 • ખામોશેયા હી બહેતર હૈ. શબ્દો સે લોગ રુઠતે બહુત હૈ.
 • જીભ માત્ર ત્રણ ઇંચ લાંબી છે પણ તેમાં છ ફૂટના માણસને મારવાની તાકાત છે.
 • Being silent is a great way to let someone know they did something wrong.
 • તમારી ભાષા અને વાણી પર હંમેશા સયમ રાખો કારણકે તમારી ભાષા અને વાણી તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
 • તમે મૃદુભાસી બનો કારણકે દુનિયા તો ઘોંઘાટથી ભરેલી છે જ.
 • ભાષાનો જાદુ અદભુત છે. જેઓ ખુબ જ રફ ટોનમાં બોલે છે તેઓ મધ પણ નથી વેચી શકતા પરંતુ જેઓ મધુર વાણીમાં વાત કરે છે તેઓ મરચાં પણ આસાનીથી વેચી શકે છે.
 • તમે વાત કરો તો થોડું સારું લાગે. આ દુરનું આકાશ મને મારું લાગે.
 • તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે, તમે વાત કરો તો થોડું સારું લાગે. સુરેશ દલાલ.
 • ચાકુ, ખંજર, તીર અને તલવાર એકબીજા સાથે લડી રહ્યા હતા કે વધારે ઊંડો ઘા કોણ કરી શકે છે. ઝગડો અતિ ઉગ્ર સ્વરૂપે પહોચ્યો. આ બધાની પાછળ ‘શબ્દ’ શાંતિથી બેસીને હસી રહ્યો હતો.
 • इंसान “जन्म” के दो “वर्ष” बाद “बोलना” सीख जाता है लेकिन “बोलना” क्या है ये “सीखने” मे पूरा “जन्म” लग जाता है। शब्द अमूल्य है।
 • બે અજાણ્યા લોકો વચ્ચે નું મૌન, એક સબંધ નું સર્જન કરે છે...; પરંતુ બે જાણીતા લોકો વચ્ચે નું મૌન સબંધ તોડે છે...!!
 • મારા શબ્દો સાંભળી અને વાહ વાહ તો ઘણા કરે છે. પણ મારું મૌન સમજી ‘કેમ છે?’ પૂછનાર જો એક પણ મળે તો મને આ જિંદગીનો જરાય ડર નહીં રહે.
 • રિસાઈ ગયેલા મૌન કરતા બોલતી ફરિયાદ સારી.
 • બોલવું અને લખવું તે એક કળા છે પણ સાંભળવું તે તો સૌથી મોટી કલા છે.
 • જ્યારે આપણને મૌન કરી દેવાય ત્યારે જ આપણને આપણા અવાજની કિંમત સમજાય છે.
 • કોઈ સીમિત શબ્દના ભલે અસીમિત અર્થ હોય પણ આપણા બોલાયેલા શબ્દોથી કોઈને કષ્ટ પડવું નાં જોઈએ. જો એવું થતું હોય તો તેના કરતા પછી મૌન રાખવું સારું.
 • ધ્યાનથી જોઈએ તો આંખોથી સાંભળી શકાય છે અને ધ્યાનથી વાંચીયે  તો મૌનથી વાંચી પણ શકાય છે.
 • તમે જાણતા હોવ તે બધું કહેશો નહીં અને તમે જે કહો તેના વિશે બધું જ બરાબર જાણી લેજો.
 • મૌનનો અર્થ છે પરમ શાંતિની આરાધના. જુઠા, બોદા, અર્થહીન અને ખડખડાટ કરતા શબ્દોના શોરબકોરમાં પરમ શાંતિનો અનુભવ મૌન જ કરાવે છે. આપણા કાને અથડાતા અને આપણા દ્વારા બોલાતા શબ્દોથી ઉદભવતું પ્રદુષણ શાંતિનો અનુભવ થવા દેતું નથી. મૌન અજબ પ્રકારના એકાંતની ભેટ આપે છે. મૌન દ્વારા આપણે સામેની વ્યક્તિને સાચી રીતે સાંભળી શકીએ છીએ. ખરેખર તે શું કહેવા માંગે છે તે ખરેખર સમજી શકીએ છીએ. આપણા બધાની ભીતર પ્રગાઢ શાંતિ મળે તેવી પવિત્ર જગ્યા આવેલી છે. આ જગ્યાનું પ્રવેશદવાર મૌન છે. વિનેશ અંતાણી - ડૂબકી - દિવ્યભાસ્કર - ૨૯/૦૪/૨૦૧૮
 • બોલનાર માટે સૌથી અઘરી દલીલ સામેના માણસનું મૌન છે જેનો પ્રતિકાર કરવો સૌથી મુશ્કેલ છે.
 • મેડીકલ સાયન્સમાં એવું કહેવાય છે કે, 'જીભમાં થયેલી ઈજા સૌથી ઝડપથી રૂઝાય છે.' પણ અનુભવ એવું કહે છે કે, 'જીભથી થયેલી ઈજા જિંદગીભર રૂઝાતી નથી.'

13 ટિપ્પણીઓ

 1. લેખકYagnik maheeval

  on July 16, 2018 at 2:03 pm - Reply

  Completely agree with this article & I wl applying in my life thank you sir…

  • લેખકDr. Ashish Chokshi

   on July 16, 2018 at 4:12 pm - Reply

   Dr. Ashish Chokshi

   મૌનની ભાષા ખુબ પ્રતિક્ષા માંગી લે છે. એક તબક્કો આવે છે કે આપણને એમ લાગે કે હવે મૌન રાખવાથી ફાયદો નહીં થાય અને મૌન રાખવાથી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે સહન નથી થતી. આ જ ક્ષણ આપણે ઈચ્છ્યું હોય તે મળવા માટેનો “U turn” છે. હવે પ્રયત્નો + પ્રતિક્ષા + પરિશ્રમ = પરિણામ સૂત્ર યાદ રાખવું. આમાં પ્રયત્નો અને પરિશ્રમ તો થાય છે પણ મૌન રાખી પ્રતિક્ષા કરવાનો તબક્કો સૌથી અઘરો છે. આભાર યાજ્ઞીકભાઈ.

 2. લેખકBrijesh

  on July 16, 2018 at 10:24 pm - Reply

  ના બબોલવા મા નવ ગુણ

 3. લેખકVandana Shail Patel

  on July 16, 2018 at 11:13 pm - Reply

  Absolutely true….. Should try to follow this…. Really nice

 4. લેખકSujan s shah

  on July 16, 2018 at 11:39 pm - Reply

  Really nice one. Manytimes being silent means a lot then doing by words.

 5. લેખકpunita acharya

  on July 17, 2018 at 3:01 pm - Reply

  Very true Ashishbhai

 6. લેખકBhargav

  on July 18, 2018 at 5:15 pm - Reply

  Nice. There are advantages and disadvantages of expressions. We all need to understand those limits. We should listen not to argue but to understand oth others

  • લેખકDr. Ashish Chokshi

   on July 19, 2018 at 10:45 pm - Reply

   Dr. Ashish Chokshi

   મૌન રાખી બીજાને સમજવું પણ એટલું જ જરૂરી છે. આભાર ડો.ભાર્ગવ

 7. લેખકગીતા પંચાલ

  on July 19, 2018 at 10:57 am - Reply

  મૌન ની શક્તિ અદભુત છે.અને ઘણીવાર એને અનુભવી છે.

  • લેખકDr. Ashish Chokshi

   on July 19, 2018 at 10:47 pm - Reply

   Dr. Ashish Chokshi

   સાચું ગીતા બહેન, તેના પરિણામ ધીમા હોય પણ ખુબ સારા હોય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો