મુલાકાતી નંબર: 430,126

Ebook
સફળ વિધાર્થીઓની પાંચ ખાસિયતો
દસમું ધોરણ, બારમું ધોરણ તેમજ દરેક શાખાના રીઝલ્ટ લગભગ આવી ગયા. સફળ બાળકોના ઈન્ટરવ્યુ વાંચવા મળે છે. કોઈ પણ શાખામાં જે વિધાર્થીઓ ટોપ પર રહ્યા છે તેમની અમુક ખાસિયતો કોમન છે. આ ખાસિયતો વિશે જાણીએ જે કારકિર્દીના નિર્ણાયક તબક્કામાં અન્ય વિધાર્થીઓને મદદરૂપ થઈ શકે. સફળ બાળકોની પહેલી ખાસિયત છે નિયમિતતા. કન્સીસટન્સી અથવા એકધારાપણું કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે અનિવાર્ય છે. એકધારાપણુંનો અર્થ થાય છે વર્ષના ૩૬૫ દિવસ નિયમિત રીતે ચાર કે પાંચ કલાક અભ્યાસ કરવો જ. આ વિધાર્થીઓ પહેલી તારીખ આવે એટલે હું વાંચવાનું ચાલુ કરીશ, ઘરે આવેલ કોઈ મહેમાન જાય એટલે હું અભ્યાસ શરૂ કરીશ કે કોઈ તહેવાર જાય પછી હું નિયમિત બનીશ એવા કારણો પુરા થાય તેની રાહ નથી જોતા અને આવા પ્રસંગો તેમના ધ્યેય પ્રાપ્તિના રસ્તામાં અડચણરૂપ પણ નથી બનતા. તેઓ ઘરનો ખૂણો શોધીને નિયમિત રીતે નક્કી કરેલા કલાક માટે સાતત્યપૂર્ણ તેમનો અભ્યાસ કરી જ લે છે. વર્ષના ૨૫૦ દિવસ રોજના ૧૦ કલાક વાંચવું તેના કરતા વર્ષના દરેક દિવસ રોજનું પાંચ કલાક વાંચવું તે વધુ ફાયદો કરે છે. જ્યારે કોઈ પણ કામ રોજ કરો ત્યારે તમારું શરીર અને મન સતત લક્ષ્ય પ્રાપ્તિના વિચારોમાં જ રહે છે. નવા વિચારો અને શક્યતાઓ ચોક્કસપણે સફળતાના પથ પર લઈ જાય છે. આ વિધાર્થીઓની બીજી ખાસિયત છે કે તેઓ નકામો સમય બગાડતા નથી. તેનો અર્થ એ પણ નથી કે તેઓ સતત વાંચ વાંચ જ કરે છે પણ સોશિયલ મીડિયા કે ટીવી જેવી વસ્તુઓ જ્યાં એક વખત શરૂ થાય પછી કેટલો સમય બગડ્યો તે ખબર જ નથી પડતી તેવો નક્કામો સમય તેઓ બગાડતા નથી. તેઓ પણ સંગીત સાંભળે છે, ચાલવા જાય છે મનપસંદ મેગેઝીન વાંચી પોતાને તાજગીસભર રાખે છે. આ વિધાર્થીઓ પોતાના ડાયેટ અને ઊંઘ પર પુરતું ધ્યાન આપે છે. અગત્યના એક કે બે વર્ષ સંયમ પૂર્વકનો આહાર, પુરતું પ્રવાહી અને પુરતી ઊંઘ લેવાથી શરીર સ્વસ્થ રહે છે. બજારૂ ખોરાકના લીધે ઘણા વિધાર્થીઓએ કમળો કે ટાયફોઇડના લીધે છેલ્લા અગત્યના દિવસોમાં હોસ્પિટલની મુલાકાત લેવી પડતી હોય છે. આ વિધાર્થીઓને પોતાની ભૂલ અથવા નબળાઈનો ખ્યાલ હોય છે. ધારોકે ગણિત અથવા ફિઝિક્સમાં અમુક ચોક્કસ પાઠમાં તકલીફ પડતી હોય તો તેઓ વાંરવાર પ્રેક્ટીસ કરી તે પાઠના પ્રશ્નો પુછાય તો પેપરમાં કેવી રીતે રજૂઆત કરવી કે પોતાની નબળાઈ ઢંકાઈ જાય અને તેમાંથી પણ વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય તેની કાળજી તેઓ રાખતા હોય છે. કોઈ એક પાઠમાં એક જ પ્રશ્નમાં તકલીફ પડતી હોય તો તે પ્રશ્નને અલગ લખી તેનું વાંરવાર પુનરાવર્તન થાય તેનું તેઓ ધ્યાન રાખતા હોય છે. પોતાને આવડતી વસ્તુને પેપરમાં ખુબ સારી રીતે મુદ્દાસર રજૂઆત (પ્રેઝન્ટેશન) કરી તેમનું પેપર તપાસનારના મનમાં ખુબ સારી છાપ પડે તે કુશળતા તેમની ખુબી હોય છે. એક જ માહિતીની આકર્ષક રજૂઆત સફળ વિધાર્થીઓને સામાન્ય વિધાર્થીઓથી અલગ પાડે છે. વર્ષ દરમ્યાન થતી નાનીમોટી પરીક્ષામાં આવતા માર્ક્સમાં કોઈ એક પરીક્ષામાં ખુબ ઓછા કે ખુબ વધુ માર્ક્સ આવે તો તેઓ વિચલિત થતા નથી. પોતાના પરનો અને પોતાની મહેનત પરનો આત્મવિશ્વાસ સફળ વિધાર્થીઓનું મજબુત પાસુ છે. કોઈ અન્ય વિધાર્થીઓ દવારા અપાતા અગત્યના પ્રશ્નો (IMP) પર તેઓ ધ્યાન આપે છે પણ તે જ પ્રશ્નો તૈયાર કરવા અને અન્ય છોડી દેવા તેવી ભૂલ તેઓ કદાપી કરતા નથી. પાંચમી અને છેલ્લી તેમની ખાસિયત છે પરીક્ષા માટેનું આયોજન. તારીખ પ્રમાણે અને રહેલા દિવસોને સતત આંખ સામે રાખી ક્યા વિષયમાં કેટલો સમય આપવો, ક્યારે પુનરાવર્તન કરવું અને પાછલા વર્ષોના પ્રશ્નપત્રો જોઈ પોતાની જ અંદરની શક્તિઓને પૂરેપૂરી રીતે બહાર લાવવાનું અદભુત આયોજન તેમને સફળતાના શિખર તરફ દોરી જતું હોય છે. તમને આશ્ચર્ય થશે પણ પોતાના લક્ષ્ય પ્રાપ્તિ માટે સમર્પણ, સમયનું આયોજન અને સાતત્યપૂર્ણ અભ્યાસને લીધે આ વિધાર્થીઓ પરીક્ષાની આગલી રાત્રે પેપરને વિઝ્યુલાઈઝ (કલ્પના)થી જોઈ શકતા હોય છે. એ પેપર અને એ પ્રશ્નોને કેવી રીતે લખવા તેની માનસિક તૈયારી પરીક્ષાના હોલમાં જતા પહેલા જ તેઓએ કરી લીધી હોય છે.  

13 ટિપ્પણીઓ

 1. લેખકShilpa Acharya

  on June 5, 2018 at 1:17 pm - Reply

  Very informative

 2. લેખકVaishali modi

  on June 5, 2018 at 10:22 pm - Reply

  Yes….useful tips for students who really want to be a topper..

 3. લેખકFalak Barot

  on June 5, 2018 at 10:27 pm - Reply

  Very true Sir. But, realy challenge is to keep the student away from games and social media. We can’t do it by force and they are young so they don’t have self control.

  Please share your thoughts at your convenience.

  Thank you.

  • લેખકDr. Ashish Chokshi

   on June 5, 2018 at 11:24 pm - Reply

   Dr. Ashish Chokshi

   ફલકભાઈ, તમારો પ્રશ્ન દરેક કુટુંબને સતાવતો પ્રશ્ન છે. બાળકોની વાંચન શક્તિ ઘટતી ગઈ છે. તેમને વાંચવું, રમવું કે કોઈની સાથે વાત કરવું ગમતું નથી. થોડો ફ્રી સમય મળે કે તરત મોબાઈલ ફોન લઈને તેઓ બેસી જાય છે. હવે તેમને મોબાઈલ ફોન વાપરવાની ના પાડવી પણ યોગ્ય પગલું નથી. ૧૫ વર્ષ સુધીના બાળકો માટે ‘ફેમિલી મોબાઈલ ટાઈમ’ જેવો પ્રોગ્રામ રાખી શકાય. પપ્પા કે મમ્મીએ બાળકોની હાજરીમાં ના છુટકે જ પોતાના વ્યવસાયિક કે સામાજિક કામ માટે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો. બાળકોની હાજરીમાં સોશિયલ મીડિયામાં જોવાનું કે કામ વિના મોબાઈલ વાપરવાનું જો માતાપિતા ચાલુ રાખશે તો બાળક એમ જ સમજશે કે આ સાધનને કોઈ પણ સમયે કામ ના હોય તો પણ વાપરી શકાય. પછી તેને આ વળગણથી છોડાવવાનું અઘરું જ પડે. ‘ફેમિલી મોબાઈલ ટાઈમ’ એટલે કોઈ ચોક્કસ સમયે કુટુંબના દરેક સભ્યો અડધો કલાક કે ૪૫ મિનિટ માટે જ ફોન વાપરવાનું રાખે. એ સમય પૂરો થઇ જાય એટલે બધા પોતાનો ફોન બંધ કરી દેશે. પછી બીજા દિવસે એ જ સમયે બધા મળીને મોબાઈલ જોશે. બાળકનું પણ ધીરે ધીરે એમ જ પ્રોગ્રામિંગ થશે કે આ સાધનને બધાની સાથે જોવામાં મઝા છે. રજા કે નવરાશના સમયે માતાપિતાએ બાળકની સામે પુસ્તકનું વાંચન કરવું કે તેની સાથે રમવું. ૧૫ વર્ષ સુધી સ્કુલના કામોમાં કે ભણવા માટે માતા કે પિતાએ બાળકની સાથે બેસીને જ નેટનો કે મોબાઈલનો ઉપયોગ કરવો. તેની જ ઉંમરનો કોઈ તેનો મિત્ર કે કઝીન ભાઈ-બહેન ઘરે આવ્યા હોય ત્યારે બને ત્યાં સુધી તેઓને એકલા ના છોડવા. ઉત્સુકતાથી તેઓ નેટ કે મોબાઈલની કોઈ પણ સાઈટ પર પહોંચી જતા હોય છે. ૧૬ વર્ષ સુધીમાં તેઓ જ પોતાને માટે શું ખરાબ અને શું સારું અને પોતે ક્યાં પોતાનો કિમતી સમય બગાડી રહ્યા છે તે સમજી જતા હોય છે. પછી માતાપિતાએ મોબાઈલ બાબત પ્રશ્નો પૂછવા છોડી દેવા. ૧૦ થી ૧૫ વર્ષ વચ્ચેનો નાજુક સમય દરેક માતાપિતાએ શાંતિથી સાચવી લેવો પડે.

 4. લેખકવિજય ભરાડ

  on June 5, 2018 at 11:15 pm - Reply

  ખુબ જ સરસ
  Link મોકલવા માટે ધન્યવાદ

 5. લેખકવિજય ભરાડ

  on June 5, 2018 at 11:17 pm - Reply

  પ્રેરણાદાઈ વાતો
  વાંચી ને આનંદ થયો

 6. લેખકBhargav

  on June 6, 2018 at 5:25 am - Reply

  Agree with so many things. Discipline is the key

 7. લેખકDr Himanshu Trivedi

  on June 7, 2018 at 9:14 am - Reply

  Very good article…focusing current environment …it also requires support from parents.

  • લેખકDr. Ashish Chokshi

   on June 7, 2018 at 11:13 pm - Reply

   Dr. Ashish Chokshi

   હા સાચુ છે. સફળ બાળકો પાછળ માતાપિતાના બિનશરતી ત્યાગને કેમ ભૂલી શકાય. સફળ બાળકોના માતાપિતાની ખાસિયતો માટે આવતા અઠવાડિયે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો