સફળ બાળકોના માતાપિતાના લક્ષણો
થોડા દિવસ પહેલા દસમાં અને બારમાં ધોરણના રીઝલ્ટ આવ્યા તેમાં એક રીક્ષાચાલક દીકરીના પિતાએ ખુબ સુંદર વાત કહી. તેમણે કહ્યું, ‘દીકરીને વિશેષ સગવડો આપવાની મારી ક્ષમતા હતી નહીં પણ ઘરમાં સુંદર વાતાવરણ આપવાની મારામાં શક્તિ હતી.’ કારકિર્દીના અગત્યના વર્ષોમાં આવનાર બાળકના માતાપિતાને એક જ વાક્યમાં ઘણો બધો સંદેશો આ એક જ વાક્ય આપી જાય છે. ઘરનું સુંદર વાતાવરણ બાળકને પ્રોત્સાહન આપે છે અને તેનો આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થાય છે.
સફળ બાળકોના માતાપિતામાં પણ અમુક ચોક્કસ ગુણો હોય છે જે બાળકની આંતરિક ઉર્જાને બળ આપે છે. તેઓ સુંદર માર્ગ બતાવે છે અને બાળક તે માર્ગ પર આગળ વધે તેવું વાતાવરણ બાળકને આપે છે.
આ માતાપિતાને પોતાના બાળકોની ક્ષમતામાં પુરેપુરો વિશ્વાસ હોય છે. શાળાકીય પરીક્ષામાં ક્યારેક બાળક નિષ્ફળ જાય તો પણ તેઓ હળવાશથી લે છે અને તેની ભૂલો સુધારવામાં પુરેપુરો સાથ આપે છે. આવા સમયે બાળકની ક્ષમતા અને આત્મવિશ્વાસને અસર પહોંચે તેવા નકારાત્મક વાક્યોનો તેઓ ક્યારેય ઉપયોગ કરતા નથી. બાળકની નિષ્ફળતાની રજૂઆત સગાઓ સામે પણ તેઓ ક્યારેય કરતા નથી.
બાળકની ભૂલોમાં બાળકને એકથી વધુ વખત તક આપે છે. આદર્શ માતાપિતા પોતાનો સંઘર્ષ અને પોતાની મહેનતનું ઉદાહરણ પોતાના બાળકોને ના આપે તેમ છતાં બાળકના મનમાં તેમના માતાપિતાનું સ્થાન આદરણીય અને રોલ મોડેલ સમાન હોય છે.
આ માતાપિતા બાળક માટે તેઓએ શું જતું કર્યું અને શું ત્યાગ આપ્યો અને બાળકને ભણાવવા પાછળ કેટલા નાણા ખર્ચ્યા તે ક્યારેય યાદ નથી કરતા છતાં સંતાન તેમણે કરેલી મહેનતની અને ત્યાગની નોંધ લેતું જ હોય છે. તારા માર્ક્સ ના આવે તો ડોનેશન આપીશું કે નહીં આપીએ તેવા મુદ્દાની ચર્ચા કરતા નથી.

અગત્યના વર્ષોમાં સંતાનની અન્ય કુટેવોને સુધારવાનો પ્રયત્ન નથી કરતા. આ સમયે તેના ઊંઘવા, જમવાની, કપડા પહેરવાની કે મોબાઈલ કેટલો વાપરવો જેવી ટેવોમાં બહુ સલાહ સૂચન આપતા નથી. તેઓ બાળકના મોબાઈલ, પૈસા કે મિત્રો વિશે બહુ પૂછપરછ પણ કરતા નથી.
તેઓ બાળકને શ્રેષ્ઠ સગવડ અને શ્રેષ્ઠ વાતાવરણ આપવા સાથે બાળકને સાંભળવા માટે પણ પુરતો સમય આપતા હોય છે. બાળકે તેને પડતી તકલીફોની રજૂઆત માતાપિતા સામે વાંરવાર કરવી પડતી નથી. આ માતાપિતા આ સમયમાં ઘરમાં પણ અન્ય સભ્યો સાથે કોઈ વાદ-વિવાદ મનદુઃખ ના થાય તેનું ધ્યાન રાખે છે. સફળ બાળકોના માતાપિતા એકબીજા સાથે હંમેશા પ્રેમાળ વર્તન કરતા હોય છે. ઘરમાં દિવસમાં એક વખત સમૂહ ભોજન કે સમૂહ પ્રાર્થના બાળકના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે. રમુજી પ્રસંગો દ્વારા બાળકની સાથે ઘરમાં પણ હળવાશનું વાતાવરણ રાખવાનો તેઓ પ્રયત્ન કરે છે. બાળકની પરીક્ષા નજીક હોય ત્યારે ઘરમાં પાર્ટી રાખવી કે મિત્રો-સગાઓને બોલાવવાનું શક્ય હોય તેટલું ટાળતા હોય છે. પોતાને વ્યવસાયિક કે નાણાકીય તકલીફ ના પડે અને પડે તો બાળકની હાજરીમાં ચર્ચા નાં કરવી તેનું આ માતાપિતા ખાસ ધ્યાન રાખે છે. ફોન પર મિત્રો સાથે ઊંચા અવાજે વાત કરવી કે ટીવી-રેડિઓ પર ઘોંઘાટ ના થાય તેની પુરતી કાળજી આ માતાપિતા રાખે છે. આ માતાપિતા બાળકની નાની નાની જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખે છે. તેમનું આ યોગદાન હંમેશા બિનશરતી હોય છે. તું સારા માર્ક્સ લાવ્યો તો વાહન કે મોબાઈલ અપાવશું તેવી શરતો રાખી બાળક પાસે કામ કરાવવાની ટેવ તેઓ પાડતા નથી.
સફળ બાળકોના માતાપિતા શ્રેષ્ઠ સહન કરનારા અને શ્રેષ્ઠ જતું કરનારા હોય છે. બાળક આગળ તેમણે પ્રેરણાદાયી શબ્દો વારંવાર બોલવા નથી પડતા પણ તેમની ઉપસ્થિતિ જ બાળક માટે પ્રેરણામય હોય છે.
હમણાં થોડા વખત પહેલા મારા મિત્ર અને અમદાવાદના જાણીતા ફિઝીસિયનના પુત્રએ બારમાં ધોરણમાં નીટની પરીક્ષામાં ખુબ સુંદર માર્ક્સ મેળવ્યા. આ પ્રસંગની ખુશાલી માટે તેણે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં ઘણા ડોક્ટર મિત્રો અને કુટુંબીજનો તેના પુત્રને અભિનંદન આપતા હતા. મારા મિત્રનો પુત્ર અભિનંદનને લાયક હતો જ પણ મને તેના પિતાનો સંઘર્ષ, સાદગી અને ત્યાગનો સમય યાદ આવી ગયો. ૧૯૮૪માં તેના પિતા અને હું જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં તબીબી વિદ્યાશાખાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. લગભગ દિવાળીનો સમય હતો. અમે હોસ્ટેલના અમદાવાદના વિધાર્થીઓ રાત્રે બાર વાગ્યાની અમદાવાદની બસ પકડવા એસ.ટી સ્ટેન્ડ પહોંચ્યા. અમે લગભગ દસ થી બાર જેટલા મેડીકલ સ્ટુડન્ટસ હતા. બસ આવી એટલે બધા પોતાની જગ્યા લઈ બેસી ગયા. મારા ધ્યાનમાં આવ્યું કે મારો મિત્ર બસમાં આવ્યો નથી. તેને નીચે સ્ટેન્ડ પર જ બેઠેલો જોઈ મને આશ્ચર્ય થયું. હું તેને તે કેમ બસમાં નથી આવ્યો તે પૂછવા નીચે ઉતર્યો. તેણે જે જવાબ આપ્યો તે જીવનભર યાદ રહી ગયો. તેણે કહ્યું, 'તમે બધા જાવ. હું વહેલી સવારની લોકલ બસમાં અમદાવાદ આવીશ. આ એક્સપ્રેસ બસ છે તેનું ભાડું ૨૪ રૂ અને ૫૦ પૈસા છે. સવારની લોકલ બસનું ભાડું ૨૧ રૂ છે. ભલે એક્સપ્રેસ બસ થોડી વહેલી છ કલાકમાં અમદાવાદ પહોંચે અને લોકલ બસ ફરતી ફરતી નવ કલાકે અમદાવાદ પહોંચે. પણ ત્રણ રૂ બચે અને હવે તો વેકેશન જ છે. આપણે થોડા મોડા ઘરે પહોંચીએ તો શું ફેર પડે છે.?'
સફળ સંતાનોને તેમના માતાપિતા કેટલી સાદગી, ત્યાગ અને સંઘર્ષનું જીવન જીવ્યા હોય તે કહેશે નહીં પણ તેમની સફળતાના મુળિયા માતાપિતાના આ ગુણોને લીધે જ રચાયા હોય છે તે ભૂલવું જોઈએ નહીં.
લેખકSachin Joshi
on June 19, 2018 at 1:09 pm -
Yes, success comes with simplicity and intelligently.
Excellent
લેખકDr. Ashish Chokshi
on June 19, 2018 at 3:39 pm -
સરળતા અને સફળતા એકબીજાસાથે સંકળાયેલ છે. સફળ વ્યક્તિઓએ સરળ બનતા અને રહેતા શીખવું જોઈએ. આભાર સચિનભાઈ.
લેખકDvijata
on June 19, 2018 at 1:14 pm -
khubaj saras,
aap na lekho hamesha…
prernarup hoy chhe ane jayare bi man udas hoy tyare ek sakaratmak urja aape chhe..
લેખકDr. Ashish Chokshi
on June 19, 2018 at 3:38 pm -
thanks
લેખકNeha gurnani
on June 19, 2018 at 1:38 pm -
Thank you sir apna lekho vanchi and Adarsh Ahmedabad na session sambhli ne khub j motivation male che.jivan and positivity book pan khub saras che.thanks
લેખકDr. Ashish Chokshi
on June 19, 2018 at 3:38 pm -
thanks neha bahen
લેખકHina gandecha
on June 19, 2018 at 1:45 pm -
Tamri vaat hamesha madad roop hoy che…thank you will keep this things in mind…
લેખકDr. Ashish Chokshi
on June 19, 2018 at 3:37 pm -
બાળકને સફળ બનાવવા માટે તેને બદલવા કરતા માતાપિતાએ બદલાવું પડે તો બાળકને ચોક્કસ સફળતા મળે. આભાર હિનાબહેન.
લેખકKrutika mistry
on June 19, 2018 at 2:44 pm -
Very motivational n interesting article. Sir you are the best of the person known to me.
લેખકDr. Ashish Chokshi
on June 19, 2018 at 3:36 pm -
thanks
લેખકજયેશ એમ રાવલ
on June 19, 2018 at 3:09 pm -
આપના મોકલેલ તમામ લેખ મને જીવનમાં ખુબ જ ઉપયોગી બની રહે છે અને તે માટે સાહેબ મારો પરિવાર આપનો આભારી રહેશે… આભાર
લેખકDr. Ashish Chokshi
on June 19, 2018 at 3:35 pm -
પેશન્ટ પાસેથી કે મળેલી વ્યક્તિઓ પાસેથી શીખેલું જ બીજાને આપીએ છીએ. આભાર જયેશભાઈ
લેખકFalak Barot
on June 19, 2018 at 5:59 pm -
Yes Sir, As a parents I must trust my kid and learn to teach him with patience. Patience is the most difficult thing to keep when dealing with kids.
Thank you.
લેખકDr. Ashish Chokshi
on June 20, 2018 at 8:51 am -
હા ફલકભાઈ, બાળકોની સાથે અમુક વખતે શાંતિ રાખની કામ લેવું અઘરું પડે. દરેક વખતે તે શક્ય પણ નથી. પણ માતાપિતાએ પોતાના માટે વાંચન, સંગીત કે યોગા જેવા પોતાને હળવા રાખી શકે તેવા શોખ બાળકોની કારકિર્દીના અગત્યના વર્ષોમાં કેળવવા પડે જેથી તેઓ પોતાનું અન્ય સ્ટ્રેસ બાળકો પર ના ઉતારે અને બાળકોનું સ્ટ્રેસ સહન કરી તે સમય સાચવી લે.
લેખકDr Bharat Prajapati
on June 19, 2018 at 6:36 pm -
Very inspiring
Nothing can replace the good quality time given to kids
લેખકDr. Ashish Chokshi
on June 20, 2018 at 8:48 am -
આભાર ડો. ભરત ભાઈ. આપની વાત સાચી છે. આદરણીય શ્રી પ્રમુખ સ્વામીનું એક વિધાન ખુબ સરસ હતું. ‘માતાપિતાનો સાનિધ્ય સાથેનો સમય જ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપી શકે.’ સુંદર શિક્ષણ અને સારા સંસ્કાર આપવાની ઈચ્છા રાખતા માતાપિતા જરૂરી સમય બાળકો માટે ના ફાળવી શકે તો બંને વસ્તુનું શ્રેષ્ઠ સિંચન બાળકમાં થાય તે કામ અઘરૂ પડે. બાળક માટે સમય ફાળવવાનું આયોજન યોગ્ય રીતે કરવું જ પડે.
લેખકNicky
on June 20, 2018 at 4:22 am -
Superb.. we always aim for kids but its a good lesson for parents to follow first before expecting from kids… And the value of Rs/- 3 is so touchy it will help us to be grounded… Thanks a ton for sharing.
લેખકDr. Ashish Chokshi
on June 20, 2018 at 8:44 am -
પોતાની કારકિર્દીની શરૂઆતમાં ૩ રૂ ની બચતનું મહત્વ સમજનાર માતાપિતા પોતાના બાળકોને ચોક્કસપણે સમય, પૈસા, કુટુંબ અને સમાજનું સફળતા અને શિક્ષણ સાથે કેટલું મહત્વ છે તે સંસ્કાર સાચી રીતે આપી જ શકે. આભાર.
લેખકBhargav
on June 20, 2018 at 5:04 am -
Agree. Parents do not just support for education..They also help to build confidence. Nice article. .
લેખકDr. Ashish Chokshi
on June 20, 2018 at 8:41 am -
સાચી વાત છે ભાર્ગવ, માત્ર સારી શૈક્ષણિક સંસ્થામાં ફી ભરવાથી માતાપિતાની ફરજ પૂરી થતી નથી પણ બાળકનો આત્મવિશ્વાસ રચાય તે કામ કરવાની પણ માતાપિતાની ફરજ છે. આભાર
લેખકKavita Bilimoria
on June 21, 2018 at 5:31 pm -
You are great inspiration for parents sir.
Thanks a lot for inspire us with positive messages. And best time ever for parent is spending quality time with child.
લેખકDr. Ashish Chokshi
on June 22, 2018 at 8:57 am -
આભાર, કવિતા બહેન, આપણી સાથે સંકળાયેલી વ્યક્તિઓ જ આપણને રોજ કોઈક ને કોઈક પોઝીટીવ મેસેજ આપે છે. ઘણીવાર આપણે તેમાંથી જ શીખીને શું કરવું તે ઈશ્વરીય સંકેત પણ હોઈ શકે. આભાર.